amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  
activites Amrutkamal   ઉનાળુ શાકભાજીની ખેતી ....
પાક વિશે માહિતી
ઉનાળુ, શાકભાજીની ખેતી (summer vegetable crop) વરસાદઆધારીત ન હોવાથી ચોમાસુ શાકભાજી કરતા વધારે અને ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. ઉપરાંત રોગ-જીવાત ઓછા પ્રમાણમાં આવે છે જેથી પાકસરક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે. વધુમાં ગુણવત્તા એકસરખી અને સારી તેમજ બજારભાવ પણ સારા મળી રહે છે. તેથી ઉનાળુ શાકભાજીની ખેતી વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ કરવી જોઈએ. ઉનાળામાં મુખ્યત્વે ભીંડા, ગુવાર, ચોળી, વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, તુરીયા, ગલકા, કારેલા, કાક્ડી, ટેટી, તડબુચ જેવા પાકોનું વાવેતર કરી શકાય. ઉપરાંત તાંદળજો અને પાલખની ખેતી કરી શકાય છે

ભીંડા
ઉનાળુ ભીંડા માટે ભલામણ કરેલ જાતો
ઉનાળુ ભીંડીના પાકોમાં પચરંગીયા રોગનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે એટલે પચરંગીયા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વાવેતર માટે પસંદ કરવી જોઈએ. ગુજરાત જુનાગઢ ભીંડા – 3, ગુજરાત હાઈબ્રીડ ભીંડા – 2, હિસાર ઉન્નત, અરકા અનામિકા તેમજ પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીના હાઇબ્રીડ જાતો વાવેતર માટે પસંદ કરવી જોઈએ. ઉપરાંત આ રોગનો ફેલાવો કરતી જીવાતના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા મુલ રક્ષક (૧) ૪૦ ગ્રામ પ્રતિ કિલો બીજદીઠ માવજત આપવી તેમજ પાક જ્યારે 40, 55 અને 70 દિવસનો થાય ત્યારે ૬૦ ગ્રામ મુલ રક્ષક (૨) તથા મુલ રક્ષક (3)નો જરૂર મુજબ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.

ઉનાળુ ઋતુમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ભીંડાનું વાવેતર
ઉનાળુ ભીંડાનું ટપક સિંચાઈ પદ્ધતિથી વાવેતર કરવાથી ઉત્પાદનમાં ૨૬ ટકા અને ચોખ્ખી આવકમાં 11 ટકાનો વધારો જોવા મળેલ છે. જેમાં 60 સે.મી. X 60 સે.મી. ના અંતરે ભીંડાનું વાવેતર કરવું જોઈએ. લેટરલ અને ડીપરનું અંતર પણ 60 સે.મી. રાખવું. ડ્રીપર ડીસચાર્જ 4 લિટર / કલાક રાખવો અને એકાંતરે દિવસે 1 કલાક અને 45 મિનિટ ટપક સિંચાઈ ચાલુ રાખવી જોઈએ.

ચોળી
ઉનાળુ શાકભાજી ચોળીના વાવેતર માટે ગુજરાત ચોળી-3, 3, પુસા કોમળ, આણંદ શાકભાજી ચોળી-1, અરકા ગરિમા જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. જેમાં પાયાના ખાતર ઓર્ગેનીક કાર્બન આપવો જોઈએ અને વધુમાં વધુ 9 પિયતની જરૂરીયાત પડે છે. જ્યારે શીંગ કોરી ખાનાર ઈયળ અને તડતડીયાના નિયંત્રણ માટે મુલ રક્ષક (3) નો 10 મિલિ અથવા પાક રક્ષાકવચ નો 10 ગ્રામ /10 લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવા જોઈએ.

ગુવાર
ઉનાળુ શાકભાજીના ગુવાર માટે પુસા નવબહાર જાત વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. જેમાં પાયાના ખાતર ઓર્ગેનીક કાર્બન આપવો જોઈએ અને બે હાર વચ્ચે 45 સે.મી. અને બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી. અંતર રાખી વાવેતર કરવું જોઈએ. ઉપરાંત ગુવારમાં આવતા ભૂકીછારાના રોગના અસરકારક નિયંત્રણ માટે મુલ રક્ષક (૧) બે થી ત્રણ છટકાવ 10 થી 12 દિવસના અંતરે કરવા જોઈએ.

વેલાવાળા શાકભાજી
ઉનાળુ ઋતુમાં વેલાવાળા શાકભાજીનું વાવેતર મલ્ચી સાથે ટપક સિંચાઈ પદ્ધતિથી કરવાથી વધારે ગુણવત્તાવાળા ઉત્પાદન સાથે પાણીની પણ બચત કરી શકાય છે. ઉપરાંત વેલાવાળા શાકભાજીનું મંડપ પધ્ધતિથી વાવેતર કરવાથી ઉત્તમ ગુણવત્તાવાળા ફળ મળે છે, ફળની લંબાઈ વધે છે, ફળ ઉતારવામાં, પિયત, નીંદામણ તેમજ દવા છંટકાવ જેવા કાર્યોમાં ખૂબ જ સરળતા રહે છે, રોગ-જીવાત ઓછા આવે છે અને ઉત્પાદન વધારે મળે છે. વેલાવાળા શાકભાજીમાં આવતા ભૂકીછારાના રોગના નિયંત્રણ માટે 15 દિવસના અંતરે મુલ રક્ષક (૧) છટકાવ કરવાથી સારી રીતે નિયંત્રણ કરી શકાય છે તેમજ તળછારાના રોગના નિયંત્રણ માટે 12 થી 15 દિવસના અંતરે ત્રણ થી ચાર છટકાવ કરવાથી સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. વેલાવાળા શાકભાજીમાં આવતી ફળમાખીના અસરકારક નિયંત્રણ માટે 1 લિટર પાણીમાં 50 ગ્રામ ગોળ અને મુલ રક્ષક (૩) મિશ્રણ કરી 15 દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા જોઈએ.
Visitor Hit Counter