amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal  મકાઇના વાવેતર અને રોગો વિશે માહિતી

activites Amrutkamal મકાઇ : વાવેતર વિશે માહિતી
 •  પાક વિશે માહિતી
  corn farming ખેડુતમિત્રો, આજકાલ અમેરીકન સ્વીટ કોર્નની (મીઠી મકાઇ) બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગનમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાયં આવ છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન શેકેલી મકાઈ શોખથી ખાય છે. મીઠી મકાઈકો પાક ૮૦ દિવસમાં તૈયાર થઇ જાય છે અને વળતર પણ સારુ મળે છે.

  જમીન
  ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પાકને માફક આવે છે.

  અનુકૂળ વિસ્તાર
  પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, નર્મદા, ખેડા, છોટાઉદેપુર વગેરે જીલ્લાઓ

  વાવેતર સમય
  ચોમાસુ ૧૫ જૂન થી ૧૫ જુલાઈ, શિયાળુ ૧૫ ઓકટોબર થી ૧૫ નવેમ્બર તથા ઉનાળુ ૧૫ જાન્યુઆરી થી ૧૫ ફેબ્રુઆરી વાવણી કરવી.

  જાતો
  માધુરી, વીનઓરેન્જ સ્વીટકોન પ્રચલિત જાતો છે અને સારૂ ઉત્પાદન આપે છે.

  વાવેતર પદ્ધતિ
  થાણીને

  વાવતેર અંતર અને બીજનો દર
  બે હાર વચ્ચેનું અંતર ૬૦ સે.મી. તથા બે છોડ વચ્ચે ૨૫ સે.મી. અને હેકટરે ૧૫ કિલો બિયારણની જરૂરિયાત રહે છે.

  બિયારણની માવજત
  વાવતાં પહેલાં એક કિલો બીજ માટે ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપ્યા પછી ૨૪ કલાક બાદ ૧૦ કિલો બીજ માટે પ૦૦ ગ્રામ અઝેટોબેકટર/એઝોપોસ્પાઈરીલમ કલ્ચરનો પટ આપવો. એટલા જ જથ્થામાં ફોસ્ફોબેકટર કલ્યરનો પટ પણ આપવો.

  રાસાયણીક અને દેશી ખાતર
  ૧૨૦ : ૬૦ : ૦૦ ના:ફો:પો. કેિ./હે દેશી ખાતર : ૧૦ થી ૧ર ટ્રેકટર છાણિયા ખાતર તથા ૧ ટન દિવેલીનો ખોળ પ્રતિ હેકટરે વાવણી પહેલા ૧૫ દિવસ પહેલા આપવો.

  પાયાનું ખાતર
  ૧૦% યુરિયા (૨૧ કિલો યુરિયા) અને ૧૩૦ કિલો ડીએપી આપવું. ચાર પાનની અવસ્થાએ રO% યુરિયા, (૪૨ કિલો યુરિયા), આઠ પાન અવસ્થાએ ૩૦% (૬૩ કિલો યુરિયા), ચમરી અવસ્થાએ ૩૦% (૬૩ કિલો યુરિયા) અને દૂધિયા દાણા વખતે (૨૧ કિલો યુરિયા) આપવું.

  નીંદામણ અને આાંતરખેડ
  એટ્રોજીન ર કિલો/હે. પ૦૦ લિટર પાણીમાં વાવ્યા પછી પરંતુ છોડના ઉગતા પહેલા ઉધ પગે છટકાવ કરવો તેમજ ૪૦ દિવસે પાળા ચઢાવવા. આંતરખેડ કરવી.

  જીવાત નિયંત્રણ
  ગાભમારાની ઈયળ : પાકની વાવણી બાદ ૧૫ થી ૨૦ દિવસે પારવણી કર્યા પછી કાબોંફયુરાન ૩% દાણાદાર દવા અથવા કાબરીલ પ% અથવા કિવનાલફોસ ૧.૫% ભૂકારૂપ દવા ૮ થી ૧૦ કિલો| હે. પ્રમાણે છોડની ભંગળીમાં આપવું.

  રોગ નિયંત્રણ
  (૧) પાનનો સુકારો : વાવણી માટે રોગમુકત અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું. ભલામણ કરેલી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાતો ઉપયોગમાં લેવી.
  (ર) પાછોતરો સુકારો : સેન્દ્રિય ખાતરનો ઉપયોગ અવશ્ય કરવો. રોગમુકત અને પ્રમાણિત બિયારણ વાવણી માટે પસંદ કરવું. પ્રતિ હેકટરે ૧૦૦૦ કિલો લીંબોળીનો ખોળ વાવતી વખતે જમીનમાં આપવો.


  કાપણી
  મીઠી મકાઈના લીલા ડોડા સામાન્ય રીતે ચોમાસામાં વાવેતર બાદ ૭૦ દિવસે તથા શિયાળામાં ૮૦ દિવસે બજારમાં વેચવા માટે તૈયાર થઈ જાય છે. ડોડા ઉપરની મૂછનો કલર ભૂખરાથી કાળાશ પડતો થઈ જાય એટલે સમજવું કે લીલા ડોડા તૈયાર થઈ ગયા છે.

  ઉત્પાદન અને આવક
  એક હેકટરે અંદાજીત પ૦,૦૦૦ થી ૮૫,૦૦૦ નંગ મીઠી મકાઈના લીલા ડોડા મળે છે જેનું વજન અંદાજીત ૧૫૦૦૦ કિલો ગણીએ અને ભાવ અંદાજીત ૧૫ રૂપિયા પ્રમાણે ગણીએ તો હેકટરે ર,૨૫,૦૦૦ રૂપિયાની આવક થાય. જેમાંથી રૂપિયા પ૦,૦૦૦નો ખર્ચ બાદ કરતાં ચોખ્ખી આવક ૧,૭૫,૦૦૦ રૂપિયા અંદાજી શકાય.

call now Amrutkamal
activites Amrutkamal મકાઇ : રોગો વિશે માહિતી
 •  ૧.પાનનો સુકારો activites Amrutkamal આ રોગમાં છોડની નીચેના પાન ઉપર અનિયમિત આકારના પીળાશ પડતા બદામી રંગના ડાધા પડે છે. આ રોગની શરૂઆત નીચેના પાનની કિનારીએથી થાય છે અને પછી સંપૂર્ણ પાન સુકાઇ જાય છે.


 •  ૨.તળછારો રોગની શરૂઆતમાં નીચેના પાન ઉપરથી નસો સાંકડી પીળાશ પડતી બદામી રંગની પાનને સમાંતર પટ્ટીઓના રૂપમાં દેખાય છે. જે પાછળથી ભૂખરા લીલાશ પડતાં રંગની થઇ જાય છે. રોગ નીચેના પાનની છોડની ટોચ તરફ આગળ વધે છે. રોગની તીવ્રતા વધતાં પાન સુકાઇ જાય છે અને છોડ બળી ગયો હોય તેવો દેખાય છે.


call now Amrutkamal
activites Amrutkamal  મકાઇ : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal મકાઇના સાંઠાની માખી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માખી ૬.૦૦મી.મી. લાંભી રાખોડી રંગની. પુખ્ત ઇયળ પીળાશ પડતા સફેદ રંગની આશરે ૬.૫ મી.મી. લાંબી અને આગળથી અણીવાળી હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- જયારે ૩ થી ૬ પાનવાળા છોડ થાય ત્યારે ઇયળ ઉગતા ભાગની નીચે જઇ પીલા કાપી નાંખે છે.પીલા ચીમળાઇને સુકાઇ જાય છે.મુખ્ય પીલો સુકાયા બાદ નીચેની બાજુથી બીજા પીલા ફુટે છે. વાવણી પછી ૬ અઠવાડિયા બાદ ઉપદ્રવ થતો નથી.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ધૈણ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઇયળ સફેદ રંગની મજબૂત બાંઘાની અને બદામી રંગનું માથુ,મુખાંગ તથા પગવાળી, અંગ્રેજી 'સી' આકારની હોય છે. પુખ્ત બદામી તથા ભુખરા રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળો જમીનમાં રહી મૂળ કાપીને નુકશાન કરે છે. ઇયળ મુળને ખાઇ જતી હોવાથી છોડ ધીમે ધીમે સૂકાઇને ચીમળાઇ જાય છે.ઇયળ ચાસમાં આગળ વધીને એક છોડને નુકસાન કર્યા બાદ બીજા છોડના નીળ ખાવાનું શરૂ કરે છે.આ રીતે તેનુ નુકશાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા પડે છે. પુખ્ત કીટક બોરડી, લીમડો, સરગવો, ખીજડો,બાવળ,મહુડા વિગેરેના પાન ખાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal સાંઠાનો વેધક અને સાંઠાનો ગુલાબી વેધક
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આડી લીટીવાળી ઇયળનું પુખ્ત પીળાશ પડતું ભુખરું હોય છે. જયારે પુખ્ત ઇયળ ૨૦ થી ૨૫ મી.મી. શરીર ઉપર ૪ બદામી રંગની આડી લીટીઓ હોય છે.
  જયારે બીજા પ્રકારના ગાભમારાની ઇયળ ગુલાબી રંગની અંદાજે ૨૫ મી.મી. લંબાઇ ધરાવે છે. કુદુ ઘાસિયા રંગનું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળ શરૂઆતમાં પર્ણચક્રમાં દાખલ થઇ કુમળા પાન ખાય છે.ત્યારબાદ પર્ણચક્ર દ્રારા થડમાં દાખલ થઇ ‘ડેડહાર્ટ’ બનાવે છે.
  ગુલાબી ઇયળ થડમાં સીધી જ દાખલ થઇ કાણું પાડી ઉગતો ભાગ કાપીને નુકસાન કરે જેને ‘ડેડહાર્ટ’ કહે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મકાઇના કણસલાની ઇયળો
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- લીલી ઇયળઃપુખ્ત ઇયળ કાળાશ પડતી ભુરી અથવા લીલાથી સફેદ પીળા રંગની હોય છે.
  ઉપરાંત દિવેલાના ડોડવા કોરી ખાનાર ઇયળ, દાણા કોરી ખાનાર ગુલાબી ઇયળ અને જાળા બનાવનારી ઇયળ પણ જોવા મળે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- લીલી ઇયળ શરૂઆતમાં પરાગકણ ખાય છે.જ્યારે ત્યારબાદની અવસ્થા વિકાસ પામતા દૂધિયા દાણા ખાય છે. ઇયળની હઘાર તથા જાળા બંધાવાના કારણે વરસાદ તથા ધુમ્મસનું પાણી જમા થાય પરીણામે કણસલામાં કાળી ફુગ પેદા થાય.આ ઉપરાંત જાળા બનાવનારી ઇયળો કણસલાની દાંડી તથા દાણા ખાઇને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,મકાઇ, મકાઇ,શણ,મગફળી, કપાસ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મકાઇ : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal
 •  અગત્યની જીવાતો :- સાંઠાની માખી, ગાભમારાની ઇયળ, દાણાની મીંજ, કણસલાની ઇયળ
 • • મકાઇની વાવણી ૧૫ થી ૩૦ જીન સુધીમાં કરવાથી ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે. તેનાથી વહેલી અથવા મોડી વાવણી કરવાથી તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

  • લીલી ઇયળનાં પુખ્ત (ફૂદાં) પ્રકાશથી આર્કષાય છે. તેથી ડોડા દૂધિયા દાણા અવસ્થાએ હોય ત્યારે રાત્રિના સમયે પ્રતિ હેકટરે એક પ્રકાશ પિંજર ગોઠવવું.

  • એક હેકટર દીઠ ૨૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા જેથી ફૂદાં તેમાં આર્કષાઇને નાશ પામે છે.

  • ન્યુકલીયર પોલીહેડ્રોસીસ વાયરસ (એનપીવી)નું ૨૫૦ ઇયળ આંક (લાર્વલ યુનિટ)વાળું દ્રાવણ ૫૦૦ લીટર પાણીમાં ભેળવી એક હેકટર વિસ્તારમાં વહેલી સવારે અથવા સાંજના સમયે છંટકાવ કરવો.ઉપદ્રવની શરૂઆત થયે અને ત્યારબાદ દર પાંચ દિવસે ૨ થી ૩ છંટકાવ કરવા.

  • બેસિલસ થુરીન્જીન્સીસ જીવાણુંનો પાઉડર ૧૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજ ૫ % અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ.(૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

  • ખેતરમાં થોડા થોડા અંતરે સુકા પાન અથવા ઘાસની નાની ઢગલીઓ કરવી જેથી લશ્કરી ઇયળો તેની નીચે સંતાઇ રહે છે.આ ઇયળોને સવારે વીણી લઇ તેનો નાશ કરવો.

  • મોલોનો ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ૫% અર્ક અથવા વર્ટીસીલીયમ લેકાની ફૂગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

  • ખેતરમાં તાપણા કરવાથી અમુક અંશે આ તીતીઘોડાનો નાશ કરી શકાય.

  • મકાઇનાં પાકમાં લીંબોળીની મીંજનો ૫% અર્ક અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં છાંટવાથી તીતીઘોડા પાનને ખાવાનું પસંદ કરશે નહી, પરિણામે ભૂખથી તે મરી જશે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મકાઇ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
activites Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message