amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal  જુવારના વાવેતર અને રોગો વિશે માહિતી

activites Amrutkamal જુવાર : વાવેતર વિશે માહિતી
 •  પાક વિશે માહિતી
  ખેતી વ્યવસ્થા :
  sorghum farming વરસાદ આધારિત વિસ્તાર માટે જુવાર અગત્યનો પાક છે અને ધાન્ય પાકોમાં વાવેતરની દ્રષ્ટિએ ત્રીજા ક્રમાક રહે છે. દક્ષિણ ગુજરાતમાં દાણા તરીકે, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં દાણા અને ચારા તરીકે ૭.૦૫ લાખ હેક્ટરમાં તેનું વાવેતર થાય છે. ચોમાસા અને શિયાળા ઋતુમાં જુવારની ઉત્પાદક્તા શિયાળા ઋતુની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં જુવારની ઉત્પાદક્તા આશરે ૧૧૭ ટકા વધુ છે. આ વધારો ખેતીપ્રથાને આભારી છે. ગુજરાતમાં જુવારની વાવણી ઉનાળું, ચોમાસું, અને શિયાળુ ઋતુઓમાં થાય છે. શિયાળુ ઋતુનું વાવેતર વડોદરા, ભરુચ, અને સુરત જીલ્લાઓમાં થાય છે. જ્યારે જુનાગઢ જીલ્લાના ઘેડ વિસ્તાર અને અમદાવાદ જીલ્લાના ભાલ વિસ્તારમાં ચોમાસુ ઋતુ પછી સંગ્રહાયેલ ભેજ પર તે ઉગાડવામાં આવે છે.

  જમીન અને જમીનની તૈયારી :
  જમીન : જમીન દેશી હળ વડે અથવા ફરી શકે તેવા ફાળવવાળા હળથી ૧૦ થી ૧૫ સે.મી. ઊંડી ખેડવી. ખેડ બાદ કરબ મારી જમીન પોચી ભરભરી બનાવી ખેતરને સમતલ બનાવવું જેથી પાણીનો ભરાવો કોઈ જગ્યાએ ન થાય. ખેડ કરતાં પહેલા શક્ય હોય તો હેક્ટર દીઠ ૧૦ થી ૧૫ ગાડાં છાણિયુ ખાતર કે કમ્પોસ્ટ ખાતર આપવું.

   બીજ દર અને વાવણીનું અંતર :
  બિયારણનો દર : ૧૦ થી ૧૨ કિલો / હેક્ટર અંતર :૪૫ થી ૧૨ થી ૧૫ સે.મી. છોડની સંખ્યા : ૧.૮૦ થી ૨.૦૦ લાખ / હેક્ટર વાવણીનો સમય : વરસાદ આવતાની સાથે જ આ જાતનું વાવેતર કરવાથી સારી વધ અને જીવાતોનું નુકશાન નહિવત હોવાથી વધુ ઉત્પાદન મળે છે. આ જાત મોડા વાવેતર માટે પણ અનુકૂળ જણાઈ છે.

   બીજની માવજત :
  બીજની માવજત આપ્યા વગર વાવવાથી છોડની સંખ્યા ઓછી મળે છે. કીટકોથી નુકશાન પણ થાય છે. નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા મૂલ રક્ષક (૧) ને ૧૦૦ ગ્રામ ૧ કિલો બીજના દરે માવજત આપી ઉપયોગ કરવો.

   ફેર રોપણી :
  વધુ ઉત્પાદન મેળવવા માટે ધામા પૂરવા જોઈએ. જ્યાં છોડની સંખ્યા એક કરતા વધારે હોય ત્યાં એક જ છોડ રાખી બાકીના છોડ ઉપાડી લેવા તેમજ જ્યાં ખાલા હોય ત્યાં ફેરરોપણી કરવી.

  sorghum farming  ખાતર વ્યવસ્થા :
  છાણીયું ખાતર : ૨૫ ગાડી હેક્ટર દીઠ પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસ ભરીને.
  પાયાના ખાતર : જટાયુને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો. નવા ઉગતા છોડનો વિકાસ ઝડપી કરવા માટે ઉપયોગી છે.

   પિયત વ્યવસ્થા :
  સામાન્ય રીતે ચોમાસું પાક માટે જુવારમાં પિયતની ભલામણ કરવામાં આવતી નથી. છતાં પાક જ્યારે ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે તેમજ ડૂંડા નીકળવાના સમયે અને દાણા બંધાય ત્યારે પાણીની ખેંચ હોય તો ઉત્પાદન ઘટે છે. જેથી પિયતની સગવડ હોય તો અવશ્ય આપવું. રવિ જુવાર પાકને કુલ ૬ થી ૮ પિયતની જરુરિયાત રહે છે. પ્રથમ પિયત વાવણી વખતે અને બાકીના પિયત વાવણી પછી ૭,૨૦,૩૫,૫૫,૮૦,૯૦ દિવસે આપવાની ભલામણ છે.

   નિંદામણ :
  પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે પરવણી સાથે હાથ નિંદામણ કરી પાકને નિંદામણ રહિત કરવો. બાજરાના પાકને વાવણી પછીના ૪૫ દિવસ સુધી નિંદણ મુક્ત રાખવાની ભલામણ કરવામાં આવેલ છે. આગિયાનો ઉપદ્રવ અટકાવવા માટે વર્ષો વર્ષ એક જ ખેતરમાં સતત જુવારની વાવણી ન કરતાં પાકની ફેરબદલી કરવી.

   જુવારમાં આંતરપાક :
  જુવારમાં આંતરપાક તરીકે તુવેરનો પાક ખૂબ જ અનુકૂળ જણાયો છે. આ વિસ્તારમાં જુવારની બે લાઈન અને તુવેરની એક લાઈન રાખી ૪૫ સે.મી ના અંતરે વાવેતર કરવાની ભલામણ છે.

   કાપણી :
  આ પાક ૧૧૦ દિવસે કાપણી લાયક થઈ જાય છે.

   ઉત્પાદન :
  ૪૦૦૦ થી ૪૨૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર


call now Amrutkamal
activites Amrutkamal જુવાર : રોગો વિશે માહિતી
 •  (૧) દાણાની ફુગ : ગ્રેઈન મોલ્ડ grain-mold
  રોગોના લક્ષણો :
  દક્ષિણ ગુજરાતમાં દાણાની ફુગ એ એક ગંભીર સમસ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે થાય છે અને ચોમાસું ઓક્ટોબર સુધી લંબાઈ છે. આ સમયે પાકી ગયેલી કે પાકવા આવેલી જુવાર ઉપર કમોસમી વરસાદ પડવાથી અને ભેજમય વાતાવરણ થવાથી દાણા ઉઅપર ફુગ આવી જાય છે. આ રોગ જુદી જુદી જાતની એક કરતાં વધારે ફુગથી થાય છે. ખાસ કરીને ફ્યુઝેરીયમ અને કરવુલેરીયા વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. ડૂંડા નિકળળવાના સમયથી જુવારની કાપણી સુધીમાં ગમે તે સમયે રોગનો ઉપદ્રવ શક્ય છે દાણા દુધિયા અવસ્થામાં હોય તે સમયે તરત જ દાણા ઉપર ફુગનો ઉગાવો જોવા મળે છે.
  નિયંત્રણ :
  બાજરી વાવતા પહેલાં ફુગનાશક દવાની માવજત આપવી. મૂલ રક્ષક (૧) ૧૦૦મીલી પ્રતિ ૧ કિગ્રા બીજ દીઠ પટ આપવાથી પાકના છોડને પ્રથમ ૨૦ -૨૫ દિવસ સુધી રોગથી રક્ષણ મળે છે. ત્યારબાદ રોગના નિયંત્રણ માટે ૨૦ દિવસે મૂલ રક્ષક (૧) ફૂગનાશક દવાનો ૮૦ થી ૧૦૦ મીલી પ્રતિ ૧૫ લિટર પાણીમાં પ્રવાહી મિશ્રણ બનાવી છંટકાવ કરવાથી રોગનું કાપણી સુધી નિયંત્રણ થઈ શકે છે. જો ત્યારબાદ જરૂર જણાય તો યોગ્યતા મુજબ આપવું.


 •  (૨) મધિયો : અગઁટ/ સુગરી ડીસીઝ sugari-disease
  રોગોના લક્ષણો :
  આ રોગ ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણમાં દર વર્ષે આવે છે. ખાસ કરીને સપ્ટેમ્બરના બીજા પખવાડીયાં વરસાદ પડ્યો હોય અથવા ભેજમય વાતવરણ હોય તો તેનું પ્રમાણ વધી જાય છે. રોગનું તીવ્ર પ્રમાણ હોય તો મધિયાનું પ્રવાહી પાન ઉપર તથા જમીન ઉપર પડે છે. જેને જલાસ્મા કહે છે.
  નિયંત્રણ :
   રોગમુક્ત બિયારણ વાપરવું.
   બીજને ૨ % ટકા મીઠાના દ્રાવણમાં બોળી હલકા બી, અમે જલાસ્મા દુર કરવું. પાણીમાં નિચે બેઠેલા બીને સારા પાણીથી ધોઈ સાફ કરી છયડામાં સુકવીને વાવણી માટે વાપરવા.
   વાવણી ૨૦મી જુલાઈની આજુબાજુ


 •  (૩) પ્રકાંડનો કાજલ સડો : ચારકોલ રોટ charcol-rot
  રોગોના લક્ષણો :
  સામાન્ય રીતે આ રોગની ફુગ મૃતોપજીવી તરીકે જમીનમાં રહે છે. પરંતુ જ્યારે રોગ ગ્રહ જાતો આવી જમીનમાં વાવવામાં આવે અને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે પરોપજીવી તરીકે વધી રોગ ઉત્પન્ન કરે છે. જમીનમાં ભેજ ઓછો અને વાતાવરણ ઉષ્ણ હોય તો આ રોગનો હુમલો થાય છે. નિતારવાળી જમીનમાં રોગની શક્યતા વધુ હોય છે. ફુલ બેસતા પહેલા જમીનમાં વધુ ભેજ અને ફુલ આવી ગયા પછી ઓછો ભેજ રોગની અસરથી ધરુનો સુકારો થાય છે. જ્યાં સુધી પરિપક્વતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુખ્ત વયના છોડમાં કોઈ બાહ્ય અસર વર્તાતી નથી. આ અવસ્થામાં અકાળે વહેલી પરિપક્વતા વર્તાય છે અને ડૂંડુ નબળું રહે છે. અસરવાળા છોડનો પ્રકાંડ નબળો અને અંદરથી પોલો હોય છે. જે સહેલાયથી ભાંગી જાય છે. જાલાસ્મો ઘણા વર્ષો સુધી જમીનમાં જીવંત અવસ્થામાં રહે છે.
  નિયંત્રણ :
   ઉનાળામાં ઊંડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ રોગીષ્ટ પેશીઓ નાશ પામે.
   સમયસરની વહેલી વાવણી કરવાથી આ રોગોનો ઉપદ્રવ ઓછો રહે છે.
   યોગ્ય સમયે પિયત આપવાથી આ રોગને સારા એવા પ્રમાણમાં ઘટાડી શકાય છે.
   દક્ષિણ ગુજરાતમાં બીજી ઓગષ્ટની આજુબાજુ વાવણી કરવાથી પ્રકાંડના કાળા સડાના આક્રમણથી પાકને બચાવી શકાય છે.
   નાઈટ્રોજનયુક્ત ખાતર આવા રોગોને ઉત્તેજન આપે છે જેથી તેનો વપરાશ વધુ પડતો ન કરવો.


 •  (4) આંજીયો : સ્મટ smut
  રોગોના લક્ષણો :
  આ આંજીયાની ફુગના બીજાણું જમીનમાં રહે છે અને બીજાણુંઓ ૨ વર્ષ સુધી જીવંત અવસ્થામાં રહેતા હોય છે. જે દાણાનું સ્ફુરણ થતાં છોડમાં દાખલ થાય છે. ડૂંડાના બધા જ દાણાને અસર કરે છે.
  આ રોગની અસરવાળા છોડમાં ડૂંડુ સફેદ ઝંડાના રુપમાં દેખાય છે. દાણા કાળા પડવાથી કોથળીના રુપમાં ફેરવાઈ જાય છે જે રુપેરી પડથી આવૃત થયેલા હોય છે. પડ તૂટતા તેમાંથી કાળા કણો છુટા પડે છે. દોરા જેવી પેશીઓ રહી જાય છે એજ એનું ચિહન છે.
  નિયંત્રણ :
   આ રોગના નિયંત્રણ માટે વાવતાં પહેલા એક કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ મૂલ રક્ષક (૧) નો પટ આપવો.
   પાકની ફેરબદલી કરવી ચાર વર્ષમાં એક જ વખત એ જમીનમાં જુવાર વાવવી.
   રોગિષ્ટ ડૂંડા અલગ કાઢી તેનો નાશ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal  જુવાર : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal સાંઠાની માખી : સૂટ ફ્લાઈ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ એક સામાન્ય ઘરમાખી જેવી પરંતુ કદમાં તેના કરતા અડધી માખી હોય છે. તેનું શરીર આછા ભુખરા રંગનું અને શરીર ઉપર સૂક્ષ્મ વાળ આવેલા હોય છે. બાજરાનો પાક જ્યારે ઉગી નીકળે અને બે થી ત્રણ પાનનો થાય ત્યારે માદા માખી પાનની નીચેની બાજુએ છુટાછવાયા સફેદ રંગના ચોખાના દાણાના આકારના ઈંડા મૂકે છે. ઈંડા સેવાતા તેમાંથી પગ વગરના સફેદ રંગના કીડા નીકળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   પ્રથમ વરસાદ બાદ સમયસર વાવેતર કરવું.
   બિયારણનો દર સામાન્ય કરતા થોડો વધારે એટલે કે ૫ કી.ગ્રા./હે. રાખી વાવણી કરવી.
   પરોવણી સમયે નુકશાન પામેલ છોડ ખાસ દુર કરી તેનો નાશ કરવો.
   નિમ અર્ક ૦.૩૦ % અથવા લીંબોળીનું તેલ ૦.૫૦ % + ૪ ગ્રામ/લીટર સાબુના દ્રાવણ સાથે છંટકાવ કરવો.
   જુવારની સાથે મગ અથવા તુવેર ૨:૧ પ્રમાણે આંતરપાક લેવાથી સાઠાંની માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળેલ છે.
   ડેડહાર્ટને ઈયળો સહીત નાશ કરવો.
   મૂલ રક્ષક (૩) નો એક પંપમાં ૧૫ લીટર પાણી સાથે ૬૦ થી ૮૦ મીલીનો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal જુવારના દાણાની મીંજ:સોરગમ મીજ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત કીટક મચ્છર જેવું નાજુક અને ચળકતી નારંગી રંગના રુવાટીવાળુ ઉદર અને પારદર્શક બે પાંખો ધરાવે છે. માદા કીટક નર કરતા મોટું હોય છે. માદા ફુલના બીજાશયમાં ઈંડામાંથી નીકળતી ઈયળ શરુઆતમાં સફેદ રંગની અને પછીથી સહેજ પીળાશ પડતાં ગુલાબી રંગની બને છે. આ ઈયળ વિકાસ પામતા જુવારના દાણાના ગર્ભાશયને નુકશાન કરે છે અને તેથી કણસલામાં દાણા બરાબર ભરાતા નથી.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ઉપદ્રિત પીલાને તથા સુકાઈ ગયેલા કણસલાંવાળા છોડને બાળી નાખવા અથવા ઊંડા ખાડામાં દાટી દેવાં.
   ઉનાળામાં જ્યાં ચારા માટે જુવાર ઉગાડવામાં આવે ત્યાં કણસલાં કાપીને ઢોરને ખવડાવી દેવા.
   કણસલાંમાં ૫૦% ફુલ આવી જાય ત્યારે મૂલ રક્ષક (૨)નો ૩૫ મી.લી./૧૫ લીટર પાણીમાં કણસલાં ઉપર છાંટવી અને ફરીથી ૨૦ દિવસ બીજો છંટકાવ કરવાથી મીંજ તથા લીલી ઈયળનું નિયંત્રણ થાય છે.
   સવાર કે સાંજના ઠંડા વાતાવરણમાં જીવામૃતનું ડ્રિંચિંગ કરવું.
call now Amrutkamal
activites Amrutkamal પાન કથીરી : માઈટ
red-mait-lal-kathiri
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનો ચાર જોડી પગ હોવાથી કીટકો કરતા અલગ પડે છે. પુખ્ત જીવાત લીલાશ પડતાં રંગની હોય છે. દેશી જાતોના ઉપદ્રવ લીધે પાન ઉપર લાલ રંગના ધાબા પડે છે જેથી આ જીવાતના નુકશાનની પાનના રાતડા તરીકે ઓળખવામાં આવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- ૧૫ દિવસે અને જરૂર જણાય તો ફરી ૧૫ દિવસે મૂલ રક્ષક (૨) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ગાભમારાની ઈયળ : સ્ટેમ બોરર
 •  ઓળખ ચિન્હ :- : જુવારના સાંઠામાં ગાભમારો ડેડ હાર્ટ થવા માટે રેખિત ઈયળ અને ગુલાબી ઈયળ એમ બે પ્રકારની ઈયળો ભાગ ભજવે છે. રેખિત ઈયળ છોડના ઉપરના ભાગમાંથી ડૂંખ મારફતે દાખલ થાય છે. જ્યારે ગુલાબી ઈયળ જુવારના છોડમાં જમીનની સપાટી પાસેથી થડમાં કાણું પાડી દાખલ થાય છે. (૨.૧) રેખિત અથવા આડીલીટીવાળી ઈયળ : સ્ટેમ બોરર
  aadi-liti-iyal ઓળખ : આ જીવાતનું ફુદુ આછા પીળાશ પડતાં રંગનું હોય છે. તેની આગળની પાંખો ઝાંખા પીળાશ પડતાં રાખોડી રંગની અને પાછળની પાંખો સફેદ રંગની હોય છે. ઈયળ સફેદ મેલા રંગની અને શરીર ઉપર કાળા ટપકાંવાળી હોય છે. તે સાંઠામાજ રહે છે. પુખ્ત ઈયળ ૧૨ થી ૧૮ મી.મી. લાંબી, તપખીરીયાથી કાળાશ પડતાં રંગની અને આડી લીટીવાળી હોય છે. ઈંડામાંથી નીકળતી ઈયળો છોડના સાંઠા અને પાન વચ્ચેના ચક્રભાગથી કુપર્ણના કુમળા પાનમાં કાણાં પાડીને દાખલ થાય છે. ઈયળ મુખ્ય પીલાને કોરી ખાઈને સુકવી નાખે છે જેને “ડેડહાર્ટ” કહે છે.
  (૨.૨) ગુલાબી ઈયળ : પીંક સ્ટેમ બોરર
  ઓળખ : પુખ્ત નાનું અને પરાળ જેવા પીળા રંગનું હોય છે. આગળની પાંખોની કિનારી કાળી હોય છે. પાછળની પાંખો સફેદ હોય છે. માદા ફુદી છોડના સાંઠા પાસે પાન ઉપર ૩૦૦ થી ૪૦૦ જેટલાં સફેદ ઈંડા હારબંધ મુકે છે. ઈંડામાંથી નીકળેલી નાની ઈયળો થડમાં દાખલ થાય છે. તેથી વચલી દાંડી સુકાઈ જઈ ગાભમારો પેદા કરે છે. આ ઈયળ લીલાશ પડતી ગુલાબી, સુંવાળી, કાળા કથ્થઈ રંગના માથાવાળી અને લગભગ ૧૫ મી.મી. લાંબી હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   પાક ફેરબદલી કરવી.
   પ્રતિકારક જાતનું વાવેતર કરવું.
   ડેડહાર્ટને ઈયળો સહીત નાશ કરવો.
   ઉનાળામાં હળની ઊંડી ખેડ કરવાથી કોશેટા સૂર્યપ્રકાશથી અથવા પક્ષીઓ દ્વ્રારા નાશ પામશે.
   ૧૫ દિવસે અને જરૂર જણાય તો ફરી ૧૫ દિવસે મૂલ રક્ષક (૩) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal જુવારના કણસલાની ઇયળો : ઈયરહેડ કેટરપીલર્સ
juvar-na-kansala-ni-iyal
 •  ઓળખ ચિન્હ :- જુવારના કણસલાંમાં ચાર જાતની ઈયળો દાણા ખાતી જોવા મળે છે. કણસલાં જ્યારે પરાગનયન થાય તે વખતથી લગભગ ૧૫ દિવસ સુધી દાણા ખાઈને ૨૦ થી ૨૫ % જેટલું નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-  પ્રકાશ પિંજર દ્વારા જીવાત એકઠી કરી તેનો નાશ કરવો.
   ઉપદ્રવ વિશેષ હોય તેવા સંજોગોમાં મૂલ રક્ષક (૨) નો સ્પ્રે કરવો. જો વધુ ઉપદ્રવ જણાય તો પાક રક્ષાકવચ ૧૫ લીટર પાણીમાં ૮૦ મીલીનો સ્પ્રે કરવો.
   ૧૫ લીટર પાણીમાં ૧૫૦ મીલી છાસ, ૨૦૦ મીલી ગૌમૂત્ર, ૫૦ થી ૧૦૦ ગ્રામ તિખું મરચાનું મિશ્રણ કરી ઠંડા વાતાવરણમાં સ્પ્રે આપવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી : ગ્રાસ હોપર
khapedi-juvar
 •  ઓળખ ચિન્હ :- ખપૈડી તીડ વર્ગની પણ તેના કરતા નાની જીવાત છે. આ બહુભોજી કીટક ઘઉં ઉપરાંત બાજરી, મકાઈ, શણ, મગફળી, કપાસ, તમાકુ, શાકભાજી, ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે. તેના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીર ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપીને નુકશાન કરે છે. માદા ખપૈડી શેઢા પાળાની પોચી જમીનમાં ૬ સે.મી. જેટલી ઊંડાઈએ પીળાશ પડતાં સફેદ રંગના ચોખાના દાણા જેવા ૨ થી ૧૫ ઈંડા ગોટીના રુપમાં મુકે છે. બચ્ચા અને પુખ્ત શેઢાપાળાનું કુમળુ ઘાસ અને છોડને ખાઈને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   પાક લીધા પછી શેઢા પાળા સહિત ખેતરમાં ઊંડી ખેડ કરવી જેથી આ જીવાતના ઈંડા જમીનની સપાટી પર આવશે જે સૂર્ય તાપમાં અથવા પક્ષીઓ ખાઈને તેનો નાશ કરશે.
   ૧૫ દિવસે મૂલ રક્ષક (૨) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal કણસલાના ચૂસિયા : ઈયરહેડ બગ
khapedi-juvar
 •  ઓળખ ચિન્હ :- કણસલામાં દાણા દુધ અવસ્થામાં હોય તે વખતે વિવિધ પ્રકારના ચૂસિયા જોવા મળે છે જે દાણામાંથી રસ ચૂસીને નુકશાન કરે છે પરિણામે દાણા પોષાતા નથી અને ચીમળાયેલા લાલશ પડતાં રંગના થઈ જાય છે જેથી દાણાના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ૧૫ દિવસે અને જરૂર જણાય તો ફરી ૧૫ દિવસે મૂલ રક્ષક (૨) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
   ૧૫ લીટર પાણીમાં ૧૫૦ મીલી છાસ, ૨૦૦ મીલી ગૌમૂત્ર, ૫૦ થી ૧૦૦ ગ્રામ તિખું મરચાનું મિશ્રણ કરી ઠંડા વાતાવરણમાં સ્પ્રે આપવો.
call now Amrutkamal
activites Amrutkamal કાતરા : ગુજરાત હેરી કેટરપીલર
katra-heri-ketarpilar
 •  ઓળખ ચિન્હ :- ચોમાસાનો પ્રથમ વરસાદ થતાંની સાથે જ સફેદ પાંખોવાળી અને આગળની ધારે લાલ કિનારીવાળી ફુદીઓ કોશેટોમાંથી નીકળી આવે છે. આ ઈયળો વાળ ધરાવતી હોવાથી “કાતરા” તરીકે ઓળખાય છે. સફેદ ગોળ ઈંડા શેઢા પરના ઘાસ કે નીંદણના પાન ખાય છે.

 •  નુકશાન :- ઈંડામાંથી નીકળેલ નાની ઈયળો શરુઆતમાં ઘાસ અને નીંદણના પાન ખાય છે અને મોટી થતાં શેઢા પરથી ખેતરમાં પ્રવેશી નાની છોડને ખાવાનું શરુ કરે છે. ઘણી વખત વધુ ઉપદ્રવ કારણે છોડની વાવણી ફરીથી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   પ્રથમ સારો વરસાદ થતાં દરરોજ રાતના ૮ થી ૧૨ વાગ્યા સુધી હેક્ટર દીઠ એકની સંખ્યામાં પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવાથી ફુદીઓનો નાશ કરી ઉપદ્રવ ઘટાડી શકાય છે.  ઈંડાના પરજીવી અને કાતરાના વિષાણુજન્ય રોગથી પણ ઉપદ્રવ ઘટે છે.
   લીંબોળીના બીજનું અથવા લીમડાના પાનનું ૩ ટકા પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવાથી કાતરા પાકને નુકશાન કરતાં નથી અને પરજીવી પર તેની માઠી અસર થતી નથી.
   પાકની ઊંચાઈ તેમજ પવનની ગતિ ખુબ જ ઓછી હોય તેવા સમયે મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલો : એફિડ
katra-heri-ketarpilar
 •  ઓળખ ચિન્હ :- શરુઆતમાં પાકની વધ અવસ્થાએ લીલા રંગની છે, વધ અવસ્થા પુરી થયા બાદ અને કણસલા નીકળે તે પહેલાં કાળી અને કણસલા અવસ્થા પાનની નીચે અને કણસલામાં પીળા રંગની મોલોમશી જોવા મળે છે.

 •  નુકશાન :- મોલોના પુખ્ત તેમજ બચ્ચાં કુમળી ડૂંખો તથા પાનની નીચે રહીને રસી ચૂસે છે તેથી પાન પીળા પડી જાય છે. આ જીવાતના શરીરમાંથી ચીકણા મધ જેવો પદાર્થ ઝરતો હોવાથી પાન પર કાળી ફુગનો ઉપદ્રવ શરુ થાય છે જેથી પ્રકાશસંષ્લેષણની ક્રિય અવરોધાય છે પરિણામે છોડની વૃધ્ધિ અટકી જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   આ જીવાત ઉપર નભતા ડાળીયા આકારના પરભક્ષી મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક દવા છાંટવાની જરુરિયાત રહેતી નથી.
call now Amrutkamal
activites Amrutkamal જુવાર : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal
 •  અગત્યની જીવાતો :- સાંઠાની માખી,ગાભમારાની ઇયળ,દાણાની મીંજ,કણસલાની ઇયળ
 • • સાંઠાની માખી માટે શક્ય હોય ત્યાં પ્રતિકારક જાતો જેવી કે કો-૧,સીએમએસ-૧૫ આર,મલદાની અને હગારીનું વાવેતર કરવુ.

  • જુવારની વહેલી વાવણી કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. ઓગષ્ટ માસ પછીની વાવણીમાં ઉપદ્રવ વધુ જોવા મળે છે.

  • જુવારની સીધી વાવણીમાં બીજ દર વધુ (૧૨.૫ કિ.ગ્રા./હે.) રાખવાથી નુકસાન ઘટાડી શકાય છે.

  • વેધકથી થયેલ "ડેડ હાર્ટ" સહેલાઈથી ખેંચી શકાય તેવો હોવાથી તેને ખેંચી કાઢવો. પાક અવશેષો અને જડીયાનો શિયાળામાં જ નિકાલ કરવો જોઈએ જેથી જીવાતની છૂપી અવસ્થાઓનો નાશ થાય છે.

  • જુવારની દર ચાર હાર બાદ એક હાર આંતરપાક તરીકે ચોળી કે વાલ પાપડીના પાકની વાવણી કરવી.

  • જૈવિક નિયંત્રકોમાં ટ્રાયકોગ્રામા ,બ્રેકોન કાઈનેન્સીસ અને એપેન્ટેલીસ ફ્લેવીપ્સ અસરકારક છે.

  • ઉનાળામાં ઉંડી ખેડ કરવી ,ખેતરમાં શેઠા-પાળા ચોખ્ખાં રાખવા.

  • પાકની કણસલા અવસ્થાએ રાત્રિના સમયે ૨ થી ૩ પ્રકાશ પિંજર/હે. ગોઠવવા.

  • ઈયળના નિયંત્રણ માટે એન.પી.વીનો (૮x૧૦૧૦ પી.ઓ.બી) નો ઉપયોગ કરવો અને બી.ટી. પાઉડર ૫૦૦ગ્રામ/હેક્ટર મુજમ ઉપયોગ કરો.

  • એક જ વાવેતર વિસ્તારમાં એક જ જાતની વાવણી કરવી અને વહેલી વાવણી કરવાથી દાણાની મીંજનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal જુવાર : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
activites Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message