amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal  ડાંગરના વાવેતર અને રોગો વિશે માહિતી

activites Amrutkamal ડાંગર : વાવેતર વિશે માહિતી
 •  પાક વિશે માહિતી
  paddy farming ડાંગર આપણા દેશનો એક અગત્યનો પાક છે. તેમાંથી સહેલાઈથી મળતી પૌષ્ટિકતાને કારણે વિવિધ દેશના લોકો ખોરાક તરીકે અપનાવે છે. તેમાંથી મળતી આડપેદાશોની પણ જુદા જુદા ઉધોગોમાં પણ ઘણી ઉપયોગીતા છે. ડાંગરના ફોતરા કે છોડનો ઉપયોગ તેલ કાઢવામાં અને ઢોરના ખાણ દાણમાં થાય છે. જ્યારે પરાળ જ્યારે પરાળ ઢોરના નિરણ માટે, પેકિંગ કરવા માટે, દોરડાં બનાવવા, ગુજરાતમાં કુલ વાવેતર લાયક જમીનમાં લગભગ ૫ ટકા વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે. જેનો કુલ વિસ્તાર લગભગ ૮.૫ થી ૯ લાખ હેક્ટર જેટલો છે. આ વિસ્તારમાં લગભગ ૧૬ થી ૧૭ લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે. આમ રાજ્યનું એક હેક્ટરે સરેરાશ ઉત્પાદન ૨ થી ૨.૫ ટન જેટલું થાય છે. રાજ્યમાં ડાંગરની સુધેરલી જાતોની ઉત્પાદન શક્તિ લગભગ ૮ ટન/હેક્ટર જેટલી જોવા મળે છે. જેને ધ્યાનમાં લેતાં સરેરાશ ઉત્પાદન ઘણું ઓછું ગણી શકાય.

   જમીન અને જમીનની તૈયારી :
  જમીન : આ પાકને પાણીની વધુ જરૂરીયાત રહેતી વધુ નિતારવાળી જમીન માફક આવતી નથી ભેજ વધુ સંગ્રહ કરી શકે તેવી ક્યારીની કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ રહે તેવી નિચાણવાળી કાંપની જમીનમાં પણ આ પાક લઈ શકાય. ખેતરમાં ફેરરોપણી કરવા માટે ચારેબાજુ પાળા કરીને ક્યારી તૈયાર કરવી જેથી તેમાં પાણી ભરી શકાય. આવી ક્યારીમાં વાવણી પહેલાં ઈક્ક્ડનો લીલો પડવાશ કરવો અથવા ૧૦ ટન/હેક્ટર છાણિયું ખાતર જમીનમાં ભેળવી હળથી બે થી ત્રણ ખેડ કરી જમીન બરાબર સમતલ કરવી ત્યારબાદ પાણી ભરીને ધાવલ કરવું.

   બીજ દર અને વાવણીનું અંતર :
  બિયારણનો દર : ભલામણ કરેલ જાતોનું ચોખ્ખુ, ભરાવદાર અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું જીણાદાણા વાળી જાત માટે ૧ હેક્ટર દીઠ ૨૫ કિલો અને જાડા દાણાવાળી જાત માટે ૧ હેક્ટર દીઠ ૩૦ કિલો ગ્રામ શુધ્ધ બિયારણ વાપરવું. બીજની માવજત : વાવતા પહેલા બીજને ૩ ટકાના મીઠાના દ્રાવણમાં (૧૦ લીટર પાણીમાં ૩૦૦ ગ્રામ મીઠુ) બીજને બોળવા, જેથી હલકા પોચા અને રોગવાળા બીજ પાણી ઉપર તરી આવશે. તેને બહાર કાઢી ફેંકી દેવા અને ભારે વજનદાર દાણા નીચે બેઠેલા હોય તેને બહાર કાઢી ફેકી દેવા અને ભારે વજનદાર દાણા નીચે બેઠેલા હોય તેને બહાર કાઢી ચોખ્ખા પાણીથી બે વાર ધોઈને બીજને છાયડાંમાં સુકવવા. ત્યારબાદ બીજ જન્ય રોગ અટકાવવા ફુગ નાશક દવા મૂલ રક્ષક (૧)ને ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ લઈને બીજને પટ આપવો.

   ધરૂવાડિયું :
  ધરૂવાડિયાની જમીન સહેજ ઉંચાણવાળા રસ્તાની નજીક, પિયતની સગડવાળી, નિંદણમુક્ત હોવી જોઈએ. જમીન હળ અને કરબથી ખેડીને ભરભરી બનાવી સમાર મારી સમતલ બનાવવી. સારું તંદુરસ્ત અને ચીપાદાર ધરૂ ઉછેરવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
   એક હેક્ટરની રોપણી માટે ૧ મીટર પહોળા, ૧૦ મીટર લાંબા અને ૧૫ સે.મી. ઉંચાઈના ૮૦ થી ૧૦૦ ક્યારા બનાવવા.
   ક્યારા દીઠ ૨૦ કિલો છાણિયું ખાતર, ૨ કિલો દિવેલાની ખોળ, મૂલ ચુસક (N) ૫૦૦ મીલી આપી જમીનમાં ભેળવી દેવું.
   ક્યારમાં ૧૦ સે.મીના અંતરે છીછરાં ચાસ ખોલી જુનના પ્રથમ પખવાડિયામાં આગળ જણાવ્યા પ્રમાણે બિયારણનો જથ્થો લઈ હારમાં વાવેતર કરવું.
   બીજની વાવણી બાદ ૨૪ કલાક સુધી ગાદીક્યારા ઉપર ૨ સે.મી. પાણી ભરી રાખવું. ત્યારબાદ ધરૂવાડિયામાં ભેજ રહે તે પ્રમાણે પાણી આપવું.
   નિંદણ કાર્ય જરૂરીયાત પ્રમાણે કરવું.
   સામન્ય રીતે ૨૧ થી ૨૨ દિવસે ધરૂરોપણી લાયક બને છે. મોટી ઉંમરના ધરૂનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છે અને સરવાળે ઉત્પાદન ઓછું મળે છે.

   ફેર રોપણી :
  ડાંગરની ફેર રોપણી માટે જુલાઈનું પ્રથમ પખવાડિયું આદર્શ સમય છે. ડાંગરની ફેરરોપણી બે હાર વચ્ચે ૨૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૫ સે.મી.નું અંતર રાખી દરેક થાણા દીઠ ત્રણ છોડ રોપવા.

   ખાતર વ્યવસ્થા :
  છાણીયું ખાતર : ૨૫ ગાડી હેક્ટર દીઠ પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસ ભરીને. પાયાના ખાતર : જટાયુને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો. નવા ઉગતા છોડનો વિકાસ ઝડપી કરવા માટે ઉપયોગી છે.

   પિયત વ્યવસ્થા :
  ડાંગરમાં પાકતા તેના જીવનકાળ દરમ્યાન ખેતરમાં ઓછામાં ઓછુ ૫ સે.મી. પાણી ભરી રાખવું. અને જ્યારે જરૂર જણાય ત્યારે પાણી ઉમેરતાં રહેવું. આ ઉપરાંત નીચેના પિયત અંગેના મુદ્દા ધ્યાનમાં રાખવા.
   ડાંગર રોપ્યા પછી પીળા ફૂટે ત્યાં સુધી (૪૦ દિવસ સુધી) છીછરા પાણીની ખાસ જરૂર હોય છે. આ માટે ૩ થી ૫ સે.મી પાણી ભરી રખવું.
   જીવાત પડવાની શરૂઆત થાય તે પહેલાં એટલે કે વહેલી પાકતી તથા મધ્યમ પાકતી જાતો માટે ૩૦ થી ૩૫ દિવસ વચ્ચે એકવાર પાણી કાઢી નાંખી નિતાર અપવો. જ્યારે મોડી પાકતી જાતો માટે ૩૫ થી ૪૦ દિવસ વચ્ચે અને ૫૦ થી ૫૫ દિવસ વચ્ચે એમ બે વાર પાંચ પાંચ દિવસનો નિતાર આપવાની ઉત્પાદન વધારે મળે છે.
   કંટી નીકળ્યા બાદ ૨ અઠવાડિયા સુધી પાણીની વધુ જરૂર રહે છે. એટલે ક્યારી ૫ થી ૭.૫ સે.મી. પાણીથી ભરેલી રાખવી.
   દાણા પાકવા આવે ત્યારે દાણાનો રંગ પીળો થવા માંડે છે. તે સમયે પાણી કાઢી નાંખવાથી પાક એક સાથે તૈયાર થાય છે. જેથી કાપણી સરળ બને છે.

   પાછલી માવજત :
   ફેરરોપણી પછી ૬ થી ૭ દિવસે ખાલા પડ્યા હોય તે પુરવા.
   ફેરરોપણી બાદ ૧૫ દિવસે જરૂરિયાત મુજબ ૨ થી ૩ વાર નિંદામણ કરવું. ડાંગરના પાકને શરૂઆતના ૬૦ દિવસ સુધી નિંદણ મુક્ત રાખવો.

   કાપણી :
  ડાંગરના પાકમાં કાપણીનો સમય સાચવવો. છોડના ઉપરના પાન પુરા સુકાયા ન હોય પરંતુ કંટીમાં દાણા કઠણ બન્યા બાદ તેનો રંગ પીળો દેખાય ત્યારે ડાંગર કાપવી. કાપણીનો સમય જાળવવાથી ડાંગરના દાણા ખરી પડવાનો અને ચોખામાં કણકીનું પ્રમાણ ઘટે છે. સામન્ય રીતે ડાંગરના પાકમાંથી કંટી નીકળ્યા બાદ ૨૫ થી ૩૦ દિવસે ડાંગરનો પાક લણવાને લાયક બને છે. જેથી આ સમયે ડાંગરની સમયસર કાપણી કરવાથી ચોખાનું પ્રમાણ વધુ મળે છે.

call now Amrutkamal
activites Amrutkamal ડાંગર : રોગો વિશે માહિતી
ફુગ અને જીવાણું થતા રોગો
 •  (૧) કરમોડી/ ખડખડીયો : બ્લાસ્ટ blast
  રોગોના લક્ષણો :
  આ રોગ ફુગથી થાય છે. લગભગ ડાંગર ઉગડતા બધા જ વિસ્તારમાં વત્તા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે પરંતુ સુગંધિત જાતો અને બિન સુંગંધિત જાતોમાં વત્તા ઓછા પ્રમાણમાં દર વર્ષે આ રોગ જોવા મળે છે
  (૧.૧) પાનનો કરમોડી : લીફ બ્લાસ્ટ
  શરુઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા નાના ઘાટા અથવા આછા બદામી ટપકાં જોવા મળે છે. જે મોટા થતાં આંખ આકારના બંને બાજુ અણીવાળા ૧ સે.મી. લંબાઈના અને તપખરીયા રંગના હોય છે જેનો વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે લગભગ આખા પાન પર આવા ટપકાં થાય છે જેથી પાન ચીમળાઈને સૂકાઈ જાય છે. છોડનો વિકાસ અટકી જાય છે.

  (૧.૨) ગાંઠનો કરમોડી : નોન બ્લાસ્ટ
  non-blastછોડના થડની ગાંઠો રોગના આક્રમણથી સડીને કાળા ભૂખરા રંગની થાય છે. છોડને ઉપરથી પકડીને ખેચતા ગાંઠમાંથી ભાંગી પડે છે જેથી જમીન પર પડતાં દાણામાં નુકશાન થાય છે.

  (૧.૩) કંઠીનો કરમોડી : નેક બ્લાસ્ટ
  છોડની કંટીનો પહેલા સાંધાનો ભાગ ફુગના આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગનો થઈ જાય છે તેમજ કંટીની બીજી નાની શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગનો થાય છે જેથી દાણાને પોષણ મળતું નથી જેથી પોચા રહે છે. કંટી સાંધાના ભાગમાંથી ભાંગી પડે છે અને ઉત્પાદનમાં આર્થિક નુકશાન જાય છે.
  નિયંત્રણ :
   રોગ પ્રતિકારક જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો.
   ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા.


 •  (૨) જીવાણુંથી થતો પાનનો સુકારો/ ઝાળ : બેક્ટેરિયલ લીફ બ્લાઈટ becterial-leaf-blait
  રોગોના લક્ષણો :
  આ રોગ જીવાણુંથી થાય છે. ગુજરાતમાં નહેર વિસ્તારમાં કે જ્યાં ઉનાળું ડાંગરની ખેતી કરવામાં આવે છે ત્યાં આ રોગ દર વર્ષે વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાનના ટોચાના ભાગેથી નીચેના ભાગ સુધી સુકારો આગળ વધે છે. રોગિષ્ટ છોડમાં દાણા પોચા રહે છે જેથી ઉત્પાદનમાં આર્થિક નુકશાન થાય છે. ઘણીવાર ડાંગર ઉગાડતા ખેડૂતો અને ધરુ સાથે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા હોય હોય છે. ઘણીવર તીવ્ર આક્રમણથી આખા થુંમડા સુકાઈને બેસી જાય છે જેને અંગ્રજીમાં “ક્રીસક” અવસ્થા કહે છે. ચોમાસમાં આ અવસ્થાને કાબુમાં લેવી અશક્ય બની જાય છે.
  નિયંત્રણ :
   ઉનાળામાં ઊંડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ રોગીષ્ટ પેશીઓ નાશ પામે.
   સમયસરની વહેલી વાવણી કરવાથી આ રોગોનો ઉપદ્રવ ઓછો રહે છે.
   બિયારણને વાવતા પહેલા ૨૦ ટકા મીઠાના દ્રાવણમાં બોળી પાણીથી ધોઈ સૂકવી એક કિલો બિયારણ દીઠ ૧૦ ગ્રામ મૂલ રક્ષકનો દવાનો પટ આપી વાવેતરનાં ઉપયોગમાં લેવું.
   રોગની શરૂઆત જણાય કે તરત જ શક્ય હોય તો રોગિષ્ટ પાન/ છોડને ઉખાડી બાળી નાખીને નાશ કરવી.
   રોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહીં તેની કાળજી રાખવી.
   ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા.


 •  (૩) ભૂખરા ટપકા : બ્રાઉન લીફ સ્પોટ brown-leaf-spot
  રોગોના લક્ષણો :
  રોગ ફુગથી થાય છે અને કરમોદી જેટલો જ અગત્યનો છે. તે પાકની કોઈ પણ અવસ્થામાં આવે છે અને નુકશાન કરે છે. આ રોગની શરૂઆત પાન પરથી થાય છે. પાન પર ખૂબ નાના ભૂખરા રંગના ગોળ કે અંડાકાર ઘાટા બદામી ટપકાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં રોગનો ઉપદ્રવ વધતાં તપકાં મોટા તલના દાણા આકારના ભૂખરા રંગના થાય છે જેનો મધ્યભાગ રાખોડી કે સફેદ દેખાય છે. દાણા ઉપર પણ આવા બદામી રાતા નાના ટપકા દેખાય છે.
  નિયંત્રણ :
   રોગ પ્રતિકારક જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો.
   જમીનમાં જરૂર મુજબના પોષકતત્વો તેમજ સુક્ષ્મ તત્વો ઉમેરવા.
   છાણિયા ખાતર તથા અન્ય સેંદ્રિય ખાતરનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો.
   જમીનની નીતારશક્તિ વધે તે મુજબ કાળજી રાખવી.


 •  (૪) ભૂખરી કંટીનો રોગ : ગ્રેઈન ડીસકોલોરેશન grain-discoloretion
  રોગોના લક્ષણો :
  ડાંગરની કંટી નીકળે અને દાણા ભરાય તે ગાળામાં સતત વરસાદ પડતો હોય છે. આ સમયે રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાય છે. દુધિયા દાણાની અવ્સ્થા વખતે દાણામાં કોઈ ચુસિયા પ્રકારની જીવાતથી ઈજા થઈ હોય તો દાણા પર ભૂખરા બદામી રાતા ટપકાં પડે છે. આવા દાણા પર સમય જતા ફુગના બીજાણુ પેશીઓનો ઉગાવો જોવા મળે છે. આનાથી ઉત્પાદનની ગુણવત્તા બગડે છે.
  નિયંત્રણ :
   રોગ પ્રતિકારક જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો.
   બીજ માવજત આપ્યા બાદ જ વાવણી કરવી.


 •  (૫) થડનો સડો : સ્ટેમ રોટ stem-rot
  રોગોના લક્ષણો :
  આ રોગ ફુગથી થાય છે ડાંગરની ફુટ અવસ્થા પૂરી થાય અને જીવ પડવાના સમયે આ રોગની શરૂઆત થાય છે. છોડના થડ ઉપર જમીનથી ૬ થી ૧૦ સે.મી. ઊંચાઈએ પાણીથી ઉપરના ભાગમાં ચુસિયા પ્રકારની જીવાતથી અથવા ઘા પડેલ હોય છે. તેમાંથી ફુગ દાખલ થાય છે. શરૂઆતમાં આ ભાગ પર કાળા ડાઘ પડે છે. તેમાં ફુગની વૃધ્ધિ થતા આગળ વધે છે. થડ કોહવાઈને કાળું પડે છે. આમા પુરતી પોષક ક્ષમતા ન હોવાથી દાણા હલકા અને પોચા રહે છે. થડ પોચા પડી જવાથી છોડ ભાંગી પડે છે.
  નિયંત્રણ :
   ડાંગરની કાપણી પછી રોગિષ્ટ પાકના અવશેષો બાળીને નાશ કરવો.
   પાણીનું પ્રમાણસર નિયમન કરવાથી રોગ આવતો અટકે છે.
   બીજ માવજત આપ્યા બાદ જ વાવણી કરવી.


 •  (૬) ગલત અંગારીયો : ફોલ્સ સ્મ્ટ fol-stum
  રોગોના લક્ષણો :
  આ રોગ ફુગથી થાય છે ડાંગરની કંટી નીકળવાના સમયે વધારે પડતો વરસાદ, વાદળછાયું અને ગરમ ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે. કંટીમાં દુધિયા દાણાની અવસ્થાએ આ રોગનો ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં કંટીમાં અમુક દાણા પીળાશ પડતા લીલા રંગની ફુગનો જથ્થો જેવા મખમલીયા દાણા થાય છે. જેમાથી લીલાશ પડતા કાળા રંગના પાવડરના રુપામાં ફુગના બિજાણુંઓ બહાર ઉડે છે જે પવનથી ખેતરમાં ફેલાય છે.
  નિયંત્રણ :
   રોગ પ્રતિકારક જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો.
   બીજ માવજત આપ્યા બાદ જ વાવણી કરવી.
   ઉનાળે ઉંડી ખેડ કરી જમીન તપવા દેવી.
   જ્યા સતત રોગ આવતો હોય તે વિસ્તારમાં બે વર્ષ સુધી ડાંગરનો પાકના લેવો.


 •  (૭) પર્ણચ્છેદ સુકારો :
  રોગોના લક્ષણો :
  આ કરમોડી પછી બીજો અગત્યનો રોગ છે. ફુગથી થતા આ રોગની શરુઆત ખાસ કરીને ફુટ અવસ્થાએ થાય છે. છોડના થૂમડામાં બધા થડ ઉપર સાપની કાંચળી જેવા ચટપટા ડાઘ દેખાય છે. જેનાથી આખા થડ અને છોડ સુકાય જાય છે. આ રોગની ફુગ ડાંગરના જડિયામાં તથા શેઢાપાળાના ઘાસ ઉપર લાંબા સમય સુધી જીવત રહી બીજા વર્ષ અનુકૂળ વાતાવરણમાં રોગ ફેલાય છે. આ રોગની ફુગ જુદા જુદા ૩૨ કરતાં વધારે કૂળ અને ૧૮૮ કરતાં વધારે પ્રજાતિની વનસ્પતિઓ ઉપર રોગ પેદા કરી શકે છે. મકાઈ, જુવાર, શેરડી, મગ, સોયાબીન, બાજરી, તેના મુખ્ય યજમાન પાકો છે.
  નિયંત્રણ :
   ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા.
   ડાંગરની કાપણી પછી રોગિષ્ટ પાકના અવશેષો બાળીને નાશ કરવો.
   ઉનાળે ઉંડી ખેડ કરી જમીન તપવા દેવી.


 •  (૮) કૃમીથી થતો સફેદ ટોચ : વાઈટ ટીપ ડ્યુ ટુ નીમેટોડ white-tip-due-to-nimetad
  રોગોના લક્ષણો :
  થોડાક વર્ષોથી આ રોગ મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લામાં જોવા મળેલ છે. આ સૂક્ષ્મ કૃમીથી થતા આ રોગથી ૬૦ % સુધીનું નુકશાન નોંધાયેલ છે. રોગના કૃમિ દાણામાં ફોતરા નીચે આઠ માસથી ત્રણ વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં જીવિત રહી શકે છે અને રોગ ફેલાવે છે. શરુઆતમાં કુમળા ધરુ કે છોડના પાનની ટોચને ભાગ આછા સફેદ થઈ ધીરે ધીરે સુકાય જાય છે. ખેતરમાં આવા ટાલા જોવા મળે છે. ઘણીવાર આખી કંટી અડધી જ નીકળે છે. ચોખાનો રંગ બદલાય જાય છે. ચોખા જલ્દી ભાંગી જાય છે. છાયડાંમાં આ રોગ વધુ જોવા મળે છે.
  નિયંત્રણ :
   રોગ પ્રતિકારક જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો.
   બીજ માવજત આપ્યા બાદ જ વાવણી કરવી.
   ઉનાળે ઉંડી ખેડ કરી જમીન તપવા દેવી.


(ખ) પોષક તત્વોની ઉણપથી થતા રોગો
 •  (૧) ધરુનો કોલાટ/પીળીયો : આયરન ડેફીસીયન્સી ayaran-defisiancy
  રોગોના લક્ષણો :
  આ રોગ જમીનમાં લોહ તત્વની ઉણપથી અથવા જમીનનું બંધારણ બગડવાથી કે અન્ય કારણસર જમીનમાંથી લોહ તત્વ છોડને લભ્ય થઈ શકતું હોય ત્યારે છોડની વૃધ્ધિ પર અસર થાય છે અને રોગ જણાય છે. ખાસ કરીને ધરુવાડિયામાં પાણીની ખેંચ વર્તાય ત્યારે જમીનના ઉપલા સ્તરમાં ક્ષારો જમા થાય છે. તેથી લોહ તત્વની ઉણપ જણાય છે. શરુઆતમાં ધરુ પીળુ પડવા લાગે છે. છેવટે સફેદ થઈને ઉતરી જતું હોય છે તેથી રોપવા લાયક ધરુ રહેતો નથી આ રોગ ખાસ કરીને ઊંચાણવાળા ધરુવાડિયા કે જ્યાં પાણીનું ભરણ રહેતું નથી ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આથી ક્ષારવાળી, ગોરાડું, કે રેતાળ જમીનમાં કરેલ ધરુવાડિયામાં ઘણીવાર રોપવા લાયક પુરતા છોડ પણ મળતા નથી.
  નિયંત્રણ :
   છાણિયા ખાતર તથા અન્ય સેંદ્રિય ખાતરનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો.
   ધરુવાડિયામાં પાણીનું સમતોલ ભરણ રહે તેવી વ્યવસ્થા કરવી.
   આખા ધરુવાડિયામાં એકસરખો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવ્સ્થા ગોઠવવી.
   રોગ જણાય તો ધરુવાડિયામાં ઉપરા ઉપરી બે ત્રણ વખત પાણી ભરીને ખાલી કરવાથી ક્ષારો ધોવાય જાય છે.


 •  (૨) તાંબિયો (ઝિંકની ઉણપ) : ઝિંક ડેફીસીયન્સી
  રોગોના લક્ષણો :
  રોપાણ ડાંગરમાં ૩૦ દિવસની અવસ્થાએ ઝિંક તત્વની ઉણપ ને લીધે તાંબિયો રોગ જણાય છે. આવા રોગવાળા છોડના નીચેના પાન તપખિરિયા બદામી કે લોખંડ પર લાગતા કાટ જેવા તાંબા રંગના નાના ડાઘ પડે છે. છોડનો વિકાસ અટકે છે તેથી ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.
  નિયંત્રણ :
   છાણિયા ખાતર તથા અન્ય સેંદ્રિય ખાતરનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો.
   શક્ય હોય ત્યાં ઈક્કડનો લીલો પડવાશ કરીને જમીનનું બંધારણ સારુ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવવા.
call now Amrutkamal
activites Amrutkamal  ડાંગર : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ડાંગરની ગાભમારાની ઈયળ : પેડી સ્ટેમ બોરર
paddy-stemp-borr
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતની મુખ્ય ત્રણ જાતિઓ ડાંગરના પાકને નુકશાન કરતી નોંધાયેલ છે. પરંતુ આપણા રાજ્યમાં મુખ્યત્વે પીળી ઘાભમારાની ઈયળથી થતું નુકશાન સવિશેષ જોવા મળે છે. આ જીવાતની માદા ફુદીની આગળની પાંખો પીળાશ પડતાં રંગની હોય છે અને તેના પર એક એક કાળું ટપકું હોય છે. જ્યારે નર ફુદું સુકા ઘાસ જેવા રંગનું હોય છે અને તેની પ્રથમ જોડ પાંખ પર અસંખ્ય નાના ટપકા હોય છે. માદા ફુદી પાનની ટોચ પર પીળા રંગના સમુહમાં ઈંડા મુકી તેને ઉદર પ્રદેશને છેડે આવેલા વાળના ગુચ્છાથી ઢાંકી દે છે. માદા તેના જીવનકાળ દરમ્યાન ૧૦૦ થી ૧૫૦ ઈંડા મુકે છે જે ૫ થી ૮ દિવસમાં સેવાય જાય છે. ઈયળ પીળા રંગની, બદામી માથાવાળી અને આશરે ૨૫ થી ૩૫ મી.મી. લંબાઈની હોય છે. ઈયળ અવસ્થા ૩૦ દિવસમાં પૂર્ણ કરી કોશેટો છોડમાં ખાસ કરીને પાણીની સપાટીથી ઉપર આવેલ ગાંઠ પાસે અંદરની બાજુએ જોવા મળે છે. ધરૂ અવસ્થાએ આ કોશેટો મૂળ વિસ્તારની આજુબાજુ જોવા મળે છે. પૂર્ણ વિકસીત ઈયળ કાપણી પછી જડિયામાં સુષુપ્ત અવસ્થામાં પડી રહે કોશેટો બનાવે છે. જેમાંથી અંતે પ્રથમ વરસાદના આગમન સાથે પુખ્ત બહાર નીકળે છે. ઈંડા, ઈયળ અને કોશેટોના વિકાસ અને તિવ્રતા વધવા માટેનાપરિબળોમાં તાપમાન અનુક્રમે ૨૪ થી ૨૯ સે. ૧૭ થી ૩૫ સે. અને ૧૫ થી ૧૬ સે. મહત્વનો ભાગ ભજવે છે. paddy-stemp-borr

 •  નુકસાનનાં પ્રકાર:- ઈંડામાંથી નીકળતી નાની ઈયળ શરૂઆતમાં આમથી તેમ ફરે છે અને તુરત જ ટોચે નાનું કાણું પાડી થડમાં દાખલ થઈ અંદરનો ગર્ભ કોરી ખાય છે. તેથી ડાંગરના છોડના છોડનો વચ્ચેનો ભાગ સુકાઈ જાય છે. તેને ગાભમારો અથવા “ડેડ હાર્ટ” કહે છે. જો કંટી આવવાના સમયે આ જીવાતનો ઉપદ્રવ થાય તો કંટીમાં દાણા ભરાતા નથી અને કંટી સફેદ (વ્હાઈટ ઈયર) થઈ સુકાઈ જાય છે. આવી કંટીને સહેજ ખેચવાથી તે સહેલાઈથી બહાર ખેંચાઈ આવે છે. તેમાં દાણા ભરાતાં નથી.

 • paddy-stemp-borr  જીવાત પર નિયંત્રણ :-
  પાક પુરો થયે તાત્કાલિક ઉંડી ખેડ કરી જડિયાનો નાશ કરવાથી જડિયામાં સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળોનો નાશ થઈ શકે છે.
   ડાંગરની ફેરરોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવાથી ગાભમારાની ફુદીએ પાનની ટોચે મુકેલા ઈંડાના સમુહનો નાશ થશે અને આમ તેનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી રોપણી કરેલ ખેતરમાં આગળ વધતો અટકી જાય છે.
   ડાંગરની રોપણી શક્ય હોય તેટલી વહેલી (જુલાઈના પ્રથમ અઠવાડિયામાં) કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
   ડેડહાર્ટને ઈયળો સહીત નાશ કરવો.
   કેટલાક વિસ્તારના ખેડૂતો ડાંગરની કાપણી બાદ ક્યારીમાં થોડો સમય પાણી ભરી રાખે છે જેથી ગાભમારાની ઈયળ તથા કોશેટાનો નાશ થાય છે.
   મૂલ રક્ષક (૩) નો એક પંપમાં ૧૫ લીટર પાણી સાથે ૬૦ થી ૮૦ મીલીનો સ્પ્રે કરવો. paddy-stemp-borr
call now Amrutkamal
activites Amrutkamal પાન વાળનાર ઈયળ : લીફ રોલર / લીફ ફોલ્ડર
leaf-folder-paddy
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનું ફૂંદું પીળાશ પડતા તપખીરીયાં રંગની પાંખોવાળુ, દેખાવે ત્રિકોણાકારનું, ૧૦ થી ૧૨ મી.મી. લાંબુ અને બન્ને અગ્ર પાંખોની વચ્ચે ત્રણ આડી લીટીઓ હોય છે. માદા તેના જીવનકાળ દરમ્યાન ૩૦૦ જેટલા ઈંડા હારમાં પાનની ઉપર અથવા નીચે મધ્ય નશની સમાંતર મુકે છે. ઈંડા અવસ્થા ૩ થી ૬ દિવસની હોય છે. નુકશાન : આ ઈયળ પાનની બે ધારોને જોડી દઈ ગોળ ભુગળી જેવુ બનાવી તેની અંદર ભરાઈ રહી પાનનો લીલો ભાગ ખાય છે જેને પરિણામે પાન પર પારદર્શક સફેદ ધાબા જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   પાન વાળનાર ઈયળ પાનની ભુંગળી ભરાઈ રહી ત્યાં જ થડમાં કોશેટો બનાવે છે. જો આ જીવાતનો ઉપદ્રવ ઓછો હોય અને વિસ્તાર નાનો હોય તો આવા નુકશાન વાળા પાનને ઈયળ/કોશેટો સહિત તોડી લઈ તેનો નાશ કરવો. leaf-folder-paddy
   નજીકના અંતરે વાવેતર ન કરવું. બે હાર અને બે છોડ વચ્ચેનું અંતર જાળવવું.
   પોટાશ યુક્ત ખાતરથી આ જીવાતનો ઉપદ્રવ કાબુમાં રહે છે.
   ઉનાળામાં હળની ઊંડી ખેડ કરવાથી કોશેટા સૂર્યપ્રકાશથી અથવા પક્ષીઓ દ્વ્રારા નાશ પામશે.
   વાવેતર બાદ ૧૫ દિવસે અને જરૂર જણાય તો ફરી ૧૫ દિવસે મૂલ રક્ષક (૩) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ડાંગરની ડોશી : કેસ વર્મ
cas-varm
 •  ઓળખ ચિન્હ :- આ જીવાત ડાંગર સિવાય બીજા પાકો અને બીજા ઘાસ પર પણ નભતી જોવા મળે છે. આ જીવાતની તિવ્રતા વધુ વરસાદ અને વધુ ભેજ વાળા વાતાવરણમાં જોવા મળે છે. પુખ્ત કિટક સફેદ રંગનું ૬ મી.મી. લાંબુ અને સ્થિર અવસ્થાએ ૧૫ મી.મી. પહોળું હોય છે. માદા કિટકનો જીવનકાળ નર કરતાં વધુ હોય છે. પુખ્ત માદા એક અથવા બે ની હારમાં ૧૦ થી ૧૨ ગોળ આછા પીળા રંગના અને ૧.૨ મી.મી. લાંબી હોય છે. ઈયલ ૨૦ દિવસમાં તેની ૫ જુદી જુદી અવસ્થાએ પુરી કરી કોશેટો બનવે છે. કોશેટો અવસ્થા એ અઠવાડિયામાં પુરી થઈ પુખ્ત બહાર આવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઈયળો પાન કાપીને ટુકડા કરીને તેમાંથી બનાવેલી ભુગળીઓમાં રહે છે. આવી ભુંગળીઓને ડાંગરના છોડ સાથે ચોટાડી રાખે છે. ઈયળ પાનનો લીલો ભાગ ખાય છે જેથી પાન પર સફેદ ધાબા પડે છે. છોડની ફુટમાં વૃધ્ધિ અટકી જતી હોવાથી છોડ બટકો રહે છે. અને અંતે છોડ મૃત્યુ પામે છે.

 • cas-varm  જીવાત પર નિયંત્રણ :-
  ખેતરમાં છોડના ઉપરના ભાગમાંથી દોરડું પસાર કરતાં છોડ પરથી ડાંગરની ડોસી, ડાંગરનો દરજી, ઢાલપક્ષ ભૂંગા અને ભુરા કાંસિયા છોડ પરથી નીચે પાણીમાં પડી તણાઈ જઈ દુર થતાં હોય છે.
   બે હાર અને બે છોડ વચ્ચેનું અંતર અનુક્રમે ૩૦ સે.મી અને ૨૦ સે.મી. રાખવાથી આ જીવાતનો ઉપ્દ્રવ ઘટાડી શકાય છે.
   વધુ પડતાં ખાતરોના ઉપયોગથી ઉપદ્રવ વધે છે.
   ડાંગરની રોપણી શક્ય તેટલી વહેલી કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
call now Amrutkamal
activites Amrutkamal ડાંગરનો દરજી : સ્કીપર
skiper
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતના પતંગિયા કાળાશ પડતાં તપખીરીયા રંગના અને પાંખો સાથે ૪ સે.મી. જેટલા પહોળા હોય છે. ઈયળ પીળાશ પડતાં લીલા રંગની, પાતળી અને ૩૦ થી ૪૦ મી.મી. લાંબી હોય છે. તેનું માથું સહેજ ત્રિકોણાકાર અને પીળાશ પડતા લીલા રંગનું હોય છે. ઈયળના માથા/ કપાળ પર અંગ્રેજી “V” આકારનું ચિહ્ન હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઈયળ પાનની ધારોને અમુક અંતરે દરજીએ ટાંકો લીધા હોય તેમ પાનને સાંધીને ભૂંગળી બનાવી અંદર ભરાઈ રહે છે અને પાન કાપી ખાઈ નુકશાન કરે છે.

call now Amrutkamal
activites Amrutkamal શિંગડાવાળી ઈયળ : રાઈસ હોર્ન કેટરપીલર
cas-varm
 •  ઓળખ ચિન્હ :- શિંગડાવાળી ઈયળનું પુખ્ત મોટા કદનું અને છીકણી રંગનું હોય છે. તેની પાંખ પર કાળા તથા પીળા રંગનું આંખ જેવુ મોટુ ટપકું હોય છે. માદા મોતી જેવા ચળકદાર ઈંડા મુકે છે. ઈયળ આછા લીલા કે પોપટી રંગનું આશરે પાંચેક સે.મી જેટલી લાંબી હોય છે. ઈયળના માથાના ભાગે બે શિંગડા જેવા લાલ રંગનું કાટા હોય છે અને શરીર નાના પીળા વાળોથી ઢંકાયેલુ હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ ઈયળની ખાસીયત એ છે કે તે પાનની ધારેથી કાપવાનું શરુ કરે છે અને ખાતી ખાતી મધ્ય નસ તરફ આગળ વધે છે. આ જીવાત ડાંગર સિવાય શેરડી, જુવાર અને ઘાસ પર નભતી જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ડાંગરનો દરજી અને શિંગડાવાળી ઈયળના કોશેટા પાનની નીચેની સપાટી પર લટકતા સ્પષ્ટ દેખાઈ આવે છે. તેને પાન પરથી વીણી લઈ નાશ કરવો. આ બન્ને જીવાતોનો ઉપદ્રવ ભાગ્યે જ વધુ પડતો હોય છે.
call now Amrutkamal
activites Amrutkamal ડાંગરના ચુસિયાં
 •  ઓળખ ચિન્હ :- badami-chusiya બદામી ચુસિયા : તેના બચ્ચા ઝાંખા રતાશ પડતાં પાંખો વગરના હોય છે. જ્યારે પુખ્ત કીટક આશરે ૩ મી.મી. લંબાઈના અને ઘાટા બદામી રંગના હોય છે.

  lila-chusiya લીલા ચુસિયા : પુખ્ત પાંખોવાળા અને ફાચર આકારના હોય છે. તેની પાંખો પર છેડાના ભાગે કાળા ધાબા હોય છે. આ જીવાતના બચ્ચા અને પુખ્ત પાનમાંથી રસ ચુસે છે. તેની પાન પીળા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ફીક્કા દેખાય છે અને આખો છોડ પીળો પડી સુકાઈ જાય છે. જો કે તેનાથી થતું નુકશાન ભાગ્યે જ વધુ હોય છે. દક્ષિણ ગુજરાત ધીરે ધીરે લીલા ચુસિયાનો ઉપદ્રવ વધતો માલુમ પડે છે. માદા પુખ્ત પીળાશ પડતાં સફેદ રંગના લાંબા ૧૫ જેટલા ઈંડા પાનની નીચેની બાજુએ નશોમાં મુકે છે. ઈંડા અવસ્થા ૪ થી ૧૧ દિવસમાં પૂર્ણ થઈ બચ્ચા બહાર આવે છે. આ બચ્ચા ૭ થી ૨૧ દિવસમાં પુખ્ત બની જાય છે. પુખ્ત ૩૫ થી ૫૦ દિવસ જીવે છે. આ જીવાત એક વર્ષમાં કુલ ૭ જીવનચક્ર પૂર્ણ કરે છે.

  white-chusiya સફેદ પીઠવાળા ચુસિયા : તાજા જન્મેલા બચ્ચા ભુખરા સફેદ રંગના અને પાંખ વગરના હોય છે. પુખ્ત કીટક આશરે ૩ મી.મી. લંબાઈના ફીક્કા સફેદ રંગના અને પીઠના ભાગે કાળું ટપકું ધરાવે છે. તેની પાંખો પારદર્શક હોય છે. સફેદ પીઠવાળા અને બદામી ચુસિયાના બચ્ચા તથા પુખ્ત એમ બન્ને અવસ્થા છોડના થડમાંથી રસ ચુસે છે. ઉપદ્રિત છોડના પાન પીળાશ પડતાં બદામી અથવા ભૂખરા રંગના થઈ સુકાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે. જેને “હોપર બર્ન” કહે છે. ખેતરમાં તેનાથી થતું નુકશાન ગોળ કૂડાળા આગળ વધે છે. ઉપદ્રિત છોડની કંટીમાં દાણા પોચા રહે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ડાંગરની રોપણી શક્ય હોય તેટલી વહેલી (જુલાઈના પ્રથમ અઠવાડિયામાં) કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.  ચુસિયાનો ઉપદ્રવ જોવ મળે તો તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું.
   ઉનાળામાં હળની ઊંડી ખેડ કરવાથી કોશેટા સૂર્યપ્રકાશથી અથવા પક્ષીઓ દ્વ્રારા નાશ પામશે.
   વાવેતર બાદ ૧૫ દિવસે અને જરૂર જણાય તો ફરી ૧૫ દિવસે મૂલ રક્ષક (૩) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ભૂરા કાંસીયા : બ્લુ બીટલ
blue-bittal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત કીટક ઘેરા લીલાશ પડતાં ભૂરા રંગના, સુવાળા, ૫ થી ૬ મી.મી. લંબાઈના અને ૩ મી.મી. પહોળા હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતના પુખ્ત અને ઈયળ એમ બન્ને અવસ્થા પાન પરનો લીલો ભાગ ખાસ પધ્ધતિથી ખાતા હોઈ પાન પર મધ્ય નસની સમાંતર સફેદ ધાબા જોવા મળે છે. સામન્ય રીતે જીવાતનો ઉપદ્રવ ખેતરની ધારેથી શરૂ થઈ સુકાઈ જાય છે. સામાન્ય રીતે જીવાતનો ઉપદ્રવ ખેતરની ધારેથી શરૂ થઈ અંદરની તરફ ફેલાય છે.

call now Amrutkamal
activites Amrutkamal ઢાલપક્ષ ભૂંગા : રાઈસ હીસ્પા
raice-hispa
 •  ઓળખ ચિન્હ :- જીવાત ખાસ જુલાઈ થી ઓક્ટોબર માસ દરમ્યાન જ આવે છે. આ જીવાત પુખ્ત નાના, લંબચોરસ આકારના અને કાળશ પડતા ભૂરા રંગના હોય છે. તે કાળી કાંટાવાળી પાંખ ધરાવે છે. પુખ્ત માદા અને નર અનુક્રમે ૨૦ અને ૧૫ દિવસ જીવે છે. માદા એક ઈંડુ પાનની નીચેની સપાટી પર બેસીને પાનના પ્રથમ આવરણની અંદર મુકે છે. ઈયળ આછા પીળા રંગની અને જાડી હોય છે. ઈયળ અવસ્થા ૭ થી ૧૨ દિવસની હોય છે. કોશેટો ચપટો કથ્થઈ રંગનો હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઈયળ અને પુખ્ત પાનને કોરી ખાઈને નુકશાન કરે છે. જ્યારે પુખ્ત કીટક પાનની સપાટી પર ખાસ રીતે રહી તેમાં રહેલા હરિતકણો ખાય છે. નુકશાન પામેલ પાન પર સફેદ રંગના સમાંતર ધાબા જોવા મળે છે. જેને પરિણામે પાન પર ફોલ્લો પડ્યાં હોય તેમ લાગે છે. આવા ઉપદ્રિત છોડના પાન કથ્થઈ રંગના થઈ સુકાય જાય છે. સંશોધનના આધારે જાણવા મળેલ છે કે પુખ્ત કિટક એક દિવસમાં લગભગ ૨૫ મીટર વિસ્તારમાં આવેલ છોડના પાનનું ભક્ષણ કરવાની તાકાત ધરાવે છે. વરસાદ પછી વાતાવરણમાં વધુ ભેજ અને જુલાઈ માસમાં વરસાદની ખેચ પડવાથી આ જીવાતનો ઉપદ્રવ વધે છે અને તેનુ નિરાકરણ કરવું અશક્ય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   નિંદણ સમયસર દૂર કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે. ઘાસ અને બીજા નિંદણો આ જીવાતના યજમાન છોડ છે.
   ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાંનો ઉપદ્રવ વધુ જણાય તો મૂલ રક્ષક (૩) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal કંટીના ચુસિયા : ગંધી બગ અથવા સ્ટીન્ક બગ
stink-bug
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત કીટક લીલાશ પડતાં પીળા કે બદામી રંગના અને ૧૫ થી ૧૭ મી.મી. લાંબા હોય છે. તેના પગ શરીરના પ્રમાણમાં ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી તે ગંધી બગ તરીકે ઓળખવામાં આવે છે. આ જીવાત ચોમાસાની ઋતુની અંતિમ તબક્કામાં જોવા મળે છે અને તે ઉનાળાની પ્રારંભિક તબક્કામાં તાપમાન અનુકૂળ ન આવતા નાશ થઈ જાય છે. જીવાતની તિવ્રતા સપ્ટેમ્બર થી નવેમ્બર માસમાં વધારે જોવા મળે છે. પુખ્ત માદા પાનની નીચે મધ્ય નશની સમાંતર બે થી ત્રણની હારમાં ૧૦ થી ૨૦ ઈંડા મુકે છે. ઈંડા અવસ્થાએ એક અઠવાડિયાની હોય છે. એક માદા તેની પુખ્ત અstink-bug-1વસ્થામાં ૨૫૦ થી ૩૦૦ જેટલાં ઈંડા મુકે છે. આ જીવાત એ અથવા બે જીવનકાળ ઘાસ પર પૂર્ણ કરી ડાંગરના ખેતરમાં સ્થળાતર કરે છે. ઈંડા માંથી નીક્ળેલ તાજુ બચ્ચુ લીલા રંગનું હોય છે પરંતુ તેના વિકાસની સાથે તેનો રંગ કથ્થઈ થઈ જાય છે. બચ્ચા તેની ૫ જુદી જુદી અવસ્થાએ ૨૫ થી ૩૦ દિવસોમાં પૂર્ણ કરી પુખ્ત બને છે. આ પુખ્ત અવસ્થા ૬૯ દિવસની જ હોય છે.

 • stink-bug નુકસાનનાં પ્રકાર:- પુખ્ત અને બચ્ચા વહેલી સવારે અને સાંજે સક્રિય થતાં હોય છે. બચ્ચા તેમજ પુખ્ત કીટક કંટીમાં દુધ ભરાયેલ દાણામાંથી રસ ચુસે છે. પરિણામે આવા દાણા પોચા રહે છે. ઉપદ્રવ વધુ હોય તો કંટી પર દાણાને બદલે ડાંગરના ખોખા જ રહે છે. વધુ વરસાદમાં આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે.

 • stink-bug જીવાત પર નિયંત્રણ :-
   નિંદણ સમયસર દૂર કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે.  ઈંડાના સમુહોનો તાત્કાલિક નાશ કરવો.
   ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશપિંજર ગોઠવીને ચૂસિયાનો નાશ કરવો.
   ટાઈગર બીટલ દ્વ્રારા આ જીવાતનું ભક્ષણ થતું જોવા મળેલ છે.
call now Amrutkamal
activites Amrutkamal લશ્કરી ઈયળ : આર્મી વોર્મ
army-warn
 •  ઓળખ ચિન્હ :- આ જીવાત જૂથી ઈયળ કે કંટી કાપનાર ઈયળ તરીકે ઓળખાય છે. તેનું પુખ્ત મજબુત બાંધાંનું આશરે ૨ સે.મી. લાંબુ અને પીળાશ પડતાં તપખીરીયા રંગની પાંખોવાળું હોય છે. ઈયળ ૩ થી ૩.૫ સે.મી. લાંબી, મજબુત બાંધાની, લીલાશ પડતા પીળા રંગની અને બદામી રંગના માથાવાળી હોય છે. તેના શરીર પર તપખીરીયા ભૂખરા અથવા સફેદ રંગની ઉભી પટ્ટીઓ હોય છે. ઈયળને સહેજ અડકતાં તે ગૂંચળું વળી જાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડિયામાં અને રોપાણ કરેલ ડાંગરમાં જોવા મળે છે. દિવસના સમયે ઈયળો જમીનની તેરાડો, પાનની ગડીઓમાં ભરાઈ રહે છે અને રાત્રે પ્રવૃતિમય બને છે. ઈયળ રાત્રિના સમયે બહાર નીકળી છોડના પાન પુષ્કળ પ્રમાણમાં ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો પાનની નશો જ જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ધરુવાડિયાને ફરતે એકાદ ફૂટ ઊંડી ખાઈ ખોદવાથી ઈયળો તેમાં પ્રવેશી શકતી નથી.
   ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી કોશેટાનો નાશ થશે.
   ઈયળનો ઉપદ્રવ જણાય તો વાવેતર બાદ ૧૫ દિવસે અને જરૂર જણાય તો ફરી ૧૫ દિવસે મૂલ રક્ષક (૩) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ડાંગરના મૂળનું ચાંચવું : રુટ વીવીલ
army-warn
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત કીટક રાખોડીયા રંગનું અને ૪ થી ૫ મી.મી લંબાઈનું હોય છે. ઈયળ સફેદ રંગની, ભાતના દાણા જેવી અને તેનાથી સહેજ મોટી હોય છે. પુખ્ત કીટક ડાંગરના પાન પરનો લીલો ભાગ ખાય છે. કો કે તેનાથી થતું નુકશાન નહિવત હોય છે. ઈયળ તાજી રોપેલ ડાંગરના તંતુ મૂળને ખાઈને નુકશાન કરે છે. તેનો ઉપદ્રવ વધુ હોય તો છોડની વૃધ્ધિ અટકી જઈ છોડ ફિક્કા પડે છે અને ફૂટ થતી નથી.

call now Amrutkamal
activites Amrutkamal  કીટક સિવાયના નુકશાન કરતાં પ્રાણીઓ
 • blood-warm  બ્લ્ડવર્મ:- ડાંગરમાં નવા રોપણામાં છોડના મૂળ વિસ્તારમાં લાલ રંગની, પાતળી, અળસિયા જેવી દેખાતી જીવાતને ખેડૂતો “અળશી” કહે છે. તે નુપૂરક સમુદાયના ઓલીગોકીટ વર્ગનું પ્રાણી છે. આપણા રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લઓમાં તેની હાજરી ડાંગરના પાકમાં જોવા મળે છે. તાજી રોપાણ કરેલ ડાંગરના છોડના મૂળ વિસ્તારમાં તેનું હલનચલન થતું હોવાથી મૂળને જમીન સાથે ચોંટવામાં તે નડતરરૂપ બને છે. તેને લીધે છોડની વૃધ્ધિ અટકી જઈ છોડ માદલા જેવા દેખાય છે.

 • karachala  કરચલા:- ડાંગરના ધરુવાડિયામાં તેમજ ક્યારીમાં કરચલા પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે નુકશાન કરે છે. આ ઉપરાંત તે શેઢાપાળામાં દર બનાવતા હોવાથી ક્યારીમાંથી પાણી નીકળી જાય છે.

 • rat-paddy  ઉંદર :- કેટલીક વખત ડાંગરના ધરુવાડિયામાં નાખેલ બીજ અને કુમળુ ધરુ કાપી ખાઈને ઉંદર નુકશાન કરે છે. તે જ પ્રમાણે રોપણા કરેલ ખેતરમાં ડાંગરના પીળા કાપી નાખી છોડની સંખ્યા ઘટાડે છે. કંટી નીકળતા ઉંદર છોડની કંટી કાપી નાખી પોતાના દરમાં ઘસડી જાય છે.

 • bird-in-crop  પક્ષીઓ :- ડાંગરના ધરુ નાખતી વખતે ઘણીવાર બીજ ખુલ્લા રહી જવા પામે છે. આવા ખુલ્લા બીજ કેટલાક પક્ષીઓ ખાઈ જતા હોય છે. આ સિવાય ડાંગરના ખેતરમાં કેટલાક મોટા કદના પક્ષીઓ જીવાત ખાવા માટે ઉતરતા હોય છે. આવા પક્ષીઓના ઉડવાના સમયે ક્યારેક તાજી રોપેલ ડાંગરના છોડ ઉખડી જતા હોય છે. પક્ષીઓથી થતા નુકશાનથી બચવા માટે વહેલી સવારે તેમજ સાંજના સમયે પક્ષીઓ ઉડાડવા માટે ખાસ માણસ રાખવો હિતાવહ છે.

call now Amrutkamal
activites Amrutkamal ડાંગર : જીવાતો વિશે માહિતી
dangar-jivat
 •  અગત્યની જીવાતો :- ગાભમારો ,પાનવાળનારી ઇયળ ,ચૂસિયાં
 • • ડાંગરની અમુક જાતો જેવી કે નર્મદા ,જી.આર.-૧૦૨ ,આઇ.આર.-૨૨,આઇ.આર.-૬૬,ગુર્જરી ,સી.આર.-૧૩૮૯૨૮ તથા જી.આર-૧૨ માં ગાભામારાની ઇયળ સામે અને ડાંગરની ગુર્જરી ,નર્મદા,જી.આર.-૭,જી.આર.-૧૦૧,જી.આર.-૧૦૨,આઈ.આર.-૨૨,મસુરી ,સુખવેલ-૨૦ અને એસ.એલ.આર.-૫૧૨૧૪ જાતો સફેદ પીઠવાળા અને બદામી ચૂસિયાંના ઉપદ્રવ સામે મહદ અંશે પ્રતિકારક શક્તિ ધરાવે છે.તેથી પ્રતિકારક જાતોની પસંદગી કરવી

  • ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડીયામાં) કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

  • ડાંગરની ફેરરોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાંખી રોપણી કરવાથી ગાભમારાની માદા ફૂદીએ પાનની ટોચ ઉપર મુકેલ ઇંડાંના સમુહનો નાશ થશે.આમ થતાં તેનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી રોપાણ કરેલ ખેતરમાં આગળ વધતો અટકી શકે છે.
  • ડાંગરની કાપણી બાદ ગાભમારાની ઈયળ જડીયામાં ભરાઈ રહે છે અને ત્યાંજ કોશેટા અવસ્થા પ્રાપ્ત કરે છે.તેથી પાકની કાપણી બાદ ખેતર ખેડી નાખી જડીયાં વીણી લઇ તેનો યોગ્ય નિકાલ કરવો.

  • કેટલાક વિસ્તારમાં ખેડૂતો ડાંગરની કાપણી બાદ ક્યારીમાં થોડો સમય પાણી ભરી રાખે છે જેથી ગાભમારની ઈયળ તથા થડમાં રહેતાં કોશેટાનો નાશ થાય છે.

  • ગાભમારાની ઈયળના અસરકારક નિયંત્રણ માટે ડાંગરની ફેરરોપણી પછી ૩૦ દિવસે હેક્ટરે ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે રહે તે રીતે મૂકવાની તેમજ લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવાની ભલામણ કરવામાં આવે છે.
  • પાનવાળનાર ઈયળ પાનની ભૂંગળીમાં રહી ત્યાં જ કોશેટો બનાવે છે.પ્રમાણમાં ઓછો ઉપદ્રવ દેખાય તો ઉપદ્રવિત પાન હાથથી વીણી નાશ કરવો. • ખેતરમાં કરોળીયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨૦ દિવસે ૮૦ કિ.ગ્રા./હે.પ્રમાણે ઘઉં/રજકાનુ ભુસું વેરવું.

  • ઈયળનો ઉપદ્રવ ચાલુ થાય ત્યારે બેસીસલ થુરીન્જીયન્સીસ(૫x૧૦૭ સ્પોર/મિ.ગ્રા.) અથવા બીવેરીયા બેઝીયાના(૨x૧૦૬ સીએફ્યુ/ગ્રામ) અથવા વર્ટીસીલીયમ લેકાની (૨x૧૦૬ સીએફ્યુ/ગ્રામ) ૨૦ ગ્રામ /૧૦ લિટર પાણી (૧ કિલો/હેક્ટરે) પ્રમાણે છંટકાવ કરવાની ભલામણ કરે છે.

  • લશ્કરી ઈયળોનો ઉપદ્રવ જણાય તો આ જીવાતની અટકાયત માટે ધરૂવાડીયાના ફરતે એકાદ ફૂટ ઉંડી ખાઈ ખોંદવાથી ઈયળો તેમાં પ્રવેશી શકતી નથી.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ડાંગર : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
activites Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message