amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal  બાજરીના વાવેતર અને રોગો વિશે માહિતી

activites Amrutkamal બાજરી : વાવેતર વિશે માહિતી
 •  પાક વિશે માહિતી
  millet farming બાજરી (pearl millet) એ ગુજરાત રાજયનો અગત્યનો ધાન્ય પાક છે. અને બીજા ધાન્યપાકોની સરખામણીમાં ભેજની ખેંચની પરિસ્થિતિનો સૌથી વધારે પ્રતિકાર કરી શકે છે. આથી મુખ્યત્વે રાજયના સુકા અને અર્ધ-સુકા વિસ્તારોમાં ખરીફ ઋતુમાં વરસાદ આધારીત પાક તરીકે વાવવામાં આવે છે.

 •  જમીનની પ્રાથમિક તૈયારી
  • હળની એક તથા કળીયાની બે થી ત્રણ ખેડ.
  • ૪પ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ચાસ ઉદ્યાડવા.
  • હેકટરે ૧૦ ટન દેશી ખાતર પ્રાથમીક ખેડ પહેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો.

 •  ભલામણ કરેલ જાતો
  હાઈબ્રીડ બાજરીમાં ઉતરોતર કુતુલ રોગનો ઉપદ્રવ વધતા કુતુલ સામે પ્રતિકાર કરી શકે તેવી નીચે જણાવેલ નવી જાતો બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર દ્વારા ખરીફ ઋતુ માટે બહાર પાડી અને વાવેતર માટે ભલામણ કરેલ છે.
  • વહેલી પાકતી: જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭
  • મધ્યમ પાકતી – જીએચબી-૭૪૪, ૯૦પ
  • મોડી પાકતી – જીએચબી-પપ૮, ૭૩ર

 •  વાવેતર માટેનો યોગ્‍ય સમય
  ચોમાસુ :
  • ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયેથી તુરતજ વાવેતર કરવું.
  • સમયસરનું વહેલુ વાવેતર વઘુ ઉત્‍પાદન આપે છે અને પાકમાં રોગ-જીવાતનો ઉ૫દ્વવ ઓછો રહે છે. તેમજ બાજરી ૫છીનો પાક લેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય છે.
  • જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઇ ૫છી થાય તો વહેલી પાકતી જાત GHB-538 ની ૫સંદગી કરવી.

  ઉનાળુ :
  • ઉનાળુ બાજરીનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ઠંડી ઓછી થયે કરવું.
  • જો વાતાવરણમાં વઘુ ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો, વાવેતર કરેલ બીજમાં અંકુરણ મોડુ અને ખૂબજ ઘીમુ થાય છે. તે જ રીતે જો મોડુ વાવેતર કરવામાં આવેતો પાક થુલી અવસ્થામાં હોય ત્‍યારે જો વઘુ ગરમી પડેતો દાણા ઓછા બેસે છે. તેમજ પાક તૈયાર થાય ત્‍યારે ચોમાસુ શરુ થઇ જવાની શક્યતા ને લીધે પાક ૫લળવાની શકયતા રહે છે.
  • ઉનાળુ બાજરીનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ સુઘી કરવું હિતાવહ છે. ત્‍યારબાદ વાવેતર કરવામાં આવે તો ઉત્‍પાદન ઘટે છે. પુર્વ-શિયાળુ :
  • પુર્વ-શિયાળુ બાજરીનું વાવેતર ૧૫ સ્‍૫ટેમ્‍બર થી ૧૦ ઓકટોબર સુઘીમાં કરવું હિતાવહ છે. મોડુ વાવેતર કરવાથી દાણા બેસવાના સમયે તા૫માન નીચુ જવાથી ડૂંડામાં દાણા ઓછા બેસે છે. જે ને કારણે ઉત્‍પાદન ૫ર માઠી અસર ૫ડે છે.

 •  બીજનો દર અને વાવેતર
  • હેકટરે બિયારણ નો દર ૪ કિ.ગ્રા. (ક્ષારીય, ક્ષારીય ભાસ્મીક અને ભાસ્મીક જમીન માટે ૬ કિ.ગ્રા./હેરટર) પ્રમાણે રાખી દંતાળથી બે હાર વચ્ચે ૪પ અથવા ૬૦ સે.મી. અંતર રહે અને બીજ જમીનમાં ૪ સેં.મી.થી વધારે ઉંડે ન જાય તે રીતે વાવેતર કરવું.

 •  ખાતર વ્યવસ્થા
  • દેશી ખાતર – હેકટરે ૧૦ ટન દેશી ખાતર પ્રાથમીક ખેડ પહેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો.
  • જૈવિક ખાતર – હાઈબ્રીડ બાજરીના પાકમાં ચાર કિ.ગ્રા. બીજમાં ર૦૦ ગ્રામ એઝોટોબેકટર અથવા એઝોસ્પાઈરીલમ કલ્ચર વડે બીજ માવજત આપવામાં આવે તો નાઈટ્રોઝોનયુકત રાસાયણીક ખાતરનો અડધો જથ્થો (૪૦ કિ.ગ્રા./ હે.) બચાવી શકાય છે.

 •  પારવણી અને ફેર રોપણી
  • પાક જયારે ૧પ થી ર૦ દિવસનો થાય ત્યારે બે છોડ વચ્ચેનું અંતર ૧૦ થી ૧ર સે.મી. નું રહે તે પ્રમાણે વધારાના નબળા, રોગ અને જીવાત લાગેલ છોડને ખેંચી કાઢવા.
  • જે હારોમાં મોટા ગામા-ખાલા-હોય ત્યાં ભેજની યોગ્ય પરિસ્થિતિમાં પારવણી સાથો સાથ નીકળેલા તંદુરસ્ત છોડની ફેર રોપણી કરી છોડની પુરતી સંખ્યા જાળવવી.

 •   નિંદામણ અને આંતર ખેડ
  • પાક ૧પ દિવસનો થાય ત્યારે પારવણીની સાથો સાથ હાથ નિંદામણકરી, પાકને નિંદણ રહીત કરવો. પાક ઉગ્યા બાદ દશેક દિવસથી નિંધલમાં આવે ત્યાં 'સુધીમાં પાકમાં નિંદામણના નિયંત્રણ માટે અને જમીનની ભૈાતિક પરિસ્થિતિ સારી રહે તે માટે બે થી ત્રણ આંતર ખેડ કરવી. જરુર જણાય તો ફરી નિંદામણ કરવું.

 •   પિયત
  • ચોમાસુ બાજરીમાં સામાન્ય રીતે પિયતની ભલામણ કરવામાં આવતી નથી કારણકે બાજરી મુખ્યત્વે વરસાદ આધારીત પાક છે. વરસાદની ખેંચ જણાય તો એક પુરક પિયત આપવાની ભલામણ છે.
call now Amrutkamal
activites Amrutkamal બાજરી : રોગો વિશે માહિતી
 •  ૧.કુતુલ activites Amrutkamal પાન ઉપર આ રોગની શરૂઆત થાય ત્યારે પાન પીળા પડી જાય છે. પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવો ફૂગનો ઉગાવો દેખાય છે. રોગ લાગેલા છોડ નાના અને પીળા જોવા મળે છે. ડુંડામાં સંપૂર્ણપણે અથવા અડધા ભાગમાં દાણાના બદલે નાના વંકડીયા લીલા પાન જેવી ફૂટ થાય છે. જે સાવરણી જેવી દેખાય છે.

  જમીનમાં ભેજની ખેંચ વર્તાય, દિવસ દરમ્યાન ઝાકળ અને રાત્રે ઠંડી પડે, તાપમાન ૨૮ સે. આસપાસ રહે સાથે વાદળછાયુ વાતાવરણ હોય તેમ જ જમીનની નિતારશક્તિ નબળી હોય આવા સંજાગોમાં આ રોગ આવવાની શકયતા વધી જાય છે.


 •  ૨.અરગટ activites Amrutkamal આ રોગની શરૂઆતમાં ફૂલ અવસ્થાએ ડુંડામાંથી મઘ જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરે છે. ડુંડામાંનુ ચીકણું પ્રવાહી સુકાતાં દાણાની જગ્યાએ કાળી, લાંબી અને કઠણ ફ૪ગની પેશીઓ બને છે.

  ફુલ અવસ્થાએ સાપેક્ષ ભેજનું પ્રમાણ ૭૫% કરતાં વધારે હોય, વાદળછાયુ વાતાવરણ હોય અને સુર્ય પ્રકાશ ઓછો હોય, વારંવાર વરસાદી ઝાપટા પડે અને રાત્રીનુ તાપમાન ૧૮-૨૦ સે. આસપાસ રહે ત્યારે આ રોગ આવી શકે છે.


 •  ૩.અંગારીયો ડૂંડા અવસ્થાએ ડુંડામાં દાણાની જગ્યાએ કાળી ભકીથી ભરેલા દાણા જોવા મળે છે. રોગીષ્ટ દાણા સામાન્ય દાણા કરતાં કદમાં મોટા તેમ જ શરૂઆતમાં ચળકતા લીલા રંગના બોય છે. આવા દાણા તૂટતા તેમાંથી ફૂગના બીજાણુંઓ હવામાં પ્રસરે છે અને રોગનો ફેલાવો કરે છે.activites Amrutkamal

  હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય, વાદળછાયું વાતાવરણ રહે અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહે તો આ રોગ આવી શકે છે.

call now Amrutkamal
activites Amrutkamal  બાજરી : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal સાંઠાનો વેધક અને સાંઠાનો ગુલાબી વેધક
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આડી લીટીવાળી ઇયળનું પુખ્ત પીળાશ પડતું ભુખરું હોય છે. જયારે પુખ્ત ઇયળ ૨૦ થી ૨૫ મી.મી. શરીર ઉપર ૪ બદામી રંગની આડી લીટીઓ હોય છે.
  જયારે બીજા પ્રકારના ગાભમારાની ઇયળ ગુલાબી રંગની અંદાજે ૨૫ મી.મી. લંબાઇ ધરાવે છે. કુદુ ઘાસિયા રંગનું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળ શરૂઆતમાં પર્ણચક્રમાં દાખલ થઇ કુમળા પાન ખાય છે.ત્યારબાદ પર્ણચક્ર દ્રારા થડમાં દાખલ થઇ ‘ડેડહાર્ટ’ બનાવે છે.
  ગુલાબી ઇયળ થડમાં સીધી જ દાખલ થઇ કાણું પાડી ઉગતો ભાગ કાપીને નુકસાન કરે જેને ‘ડેડહાર્ટ’ કહે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal કણસલાની ઇયળો
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- લીલી ઇયળઃપુખ્ત ઇયળ કાળાશ પડતી ભુરી અથવા લીલાથી સફેદ પીળા રંગની હોય છે.
  ઉપરાંત દિવેલાના ડોડવા કોરી ખાનાર ઇયળ, દાણા કોરી ખાનાર ગુલાબી ઇયળ અને જાળા બનાવનારી ઇયળ પણ જોવા મળે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- લીલી ઇયળ શરૂઆતમાં પરાગકણ ખાય છે.જ્યારે ત્યારબાદની અવસ્થા વિકાસ પામતા દૂધિયા દાણા ખાય છે. ઇયળની હઘાર તથા જાળા બંધાવાના કારણે વરસાદ તથા ધુમ્મસનું પાણી જમા થાય પરીણામે કણસલામાં કાળી ફુગ પેદા થાય.આ ઉપરાંત જાળા બનાવનારી ઇયળો કણસલાની દાંડી તથા દાણા ખાઇને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, કપાસ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ધૈણ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઇયળ સફેદ રંગની મજબૂત બાંઘાની અને બદામી રંગનું માથુ,મુખાંગ તથા પગવાળી, અંગ્રેજી 'સી' આકારની હોય છે. પુખ્ત બદામી તથા ભુખરા રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળો જમીનમાં રહી મૂળ કાપીને નુકશાન કરે છે. ઇયળ મુળને ખાઇ જતી હોવાથી છોડ ધીમે ધીમે સૂકાઇને ચીમળાઇ જાય છે.ઇયળ ચાસમાં આગળ વધીને એક છોડને નુકસાન કર્યા બાદ બીજા છોડના નીળ ખાવાનું શરૂ કરે છે.આ રીતે તેનુ નુકશાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા પડે છે. પુખ્ત કીટક બોરડી, લીમડો, સરગવો, ખીજડો,બાવળ,મહુડા વિગેરેના પાન ખાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal બાજરી : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal
 •  અગત્યની જીવાતો :- ધૈણ (ડોળ),બાજરીના સાંઠાની માખી,રાખોડી ચાંચવું,ભૂંગળીના ચૂસિયાં,લીલી ઈયળ
 • • સાંઠાની માખી માટે પ્રથમ વરસાદ બાદ સમયસર વાવેતર કરવું.

  • પારવણી વખતે માખીથી નુકસાન પામેલ છોડ દૂર કરવાથી ઉપદ્રવ ઘટે છે.

  • બાજરી સાથે તુવેર અથવા મગ ૨:૧ નાં પ્રમાણમાં આંતરપાક લેવાથી સાંઠાની માખીનાં ઉપદ્રવમાં ઘટાડો થાય છે.

  • અગાઉનાં પાકનાં જડીયા-મૂળિયા વીણી લઇ તેનો નાશ કરવો. ઉભા પાકમાં નુકસાન પામેલા છોડનાં "ડેડ હાર્ટ" ઈયળ સાથે વીણી લઇ તેનો નાશ કરવો.

  • બાજરીની નીંઘલ અવસ્થા પહેલા પફેરોમોનટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવી આકર્ષાયેલા નર ફૂદાનો નાશ કરવો.

  • કાંસીયા નિયંત્રણ માટે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો. ડૂંડા પરનાં કાંસીયા કેરોસીનવાળા પાણીમાં ખંખેરી લઇ તેનો નાશ કરવો.

  • કાતરાના નિયંત્રણ માટે શેઢાપાળા સાફ રાખવા. પ્રથમ વરસાદ બાદ શેઢાપાળાનાં ઘાસમાં મુકેલ ઇંડાંનાં સમુહ વીણી લઇ તેનો નાશ કરવો.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal બાજરી : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
activites Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message