amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

magfali vavetar Amrutkamal  ગોલ્ડન રોઝના વાવેતર અને રોગો વિશે માહિતી

rose-flower vavetar Amrutkamal ગોલ્ડન રોઝ : વાવેતર વિશે માહિતી
 • ખેતી વ્યવસ્થા
  ઘરમાં સુશોભન, ધાર્મિક પુજા, લગ્ન અને અન્ય સામાજિક ઉત્સવો, મેળવડામાં તેમ જ સરકારી અને બિનસરકારી સમારંભોમાં ફૂલો, હાર, બુકે વગેરેનો ઉપયોગ થતો આવ્યો છે જેમાં કટ ફલાર્વસ અનોખું સ્થાન લે છે. આ માટે ગોલ્ડન રોઝ અગત્યના ફુલ છોડ તરીકે ગણના થાય છે. આ પાકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વના છે. આ ફૂલોના લાંબા પુષ્પગુચ્છ પુષ્પની ગોઠવણીમાં અને બુકે બનાવવામાં પૂરક વસ્તુ તરીકે વપરાય છે. જે બુકેની તેમ જ ફૂલોની વિવધ ગોઠવણીઓમાં શોભા વધારે છે. આ પુષ્પગુચ્છમાં ફૂલો ખીલવાની ક્રિયા ઉપરથી નીચે તરફ થાય છે. પ્રથમ ટોચના ફૂલ ખીલે છે. પુષ્પ દંડ મજબુત હોઇ ફૂલોની ગોઠવણીમાં ટેકો આપવામાં અને ફ્રેમવર્ક કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
  ગોલ્ડન રોઝ, સોલિડાગો તરીકે પણ ઓળખાય છે, તે એસ્ટરેસી ફેમિલીમાંથી આવે છે, આ ફૂલ પાક મુળ ઉત્તર અમેરિકામાંથી ઉદભવિત થયેલ છે, આ ફૂલોનો ઉપયોગ, બગીચામાં બોર્ડર બનાવવા માટે, બેડ બનાવવા અથવા રોઝ ગાર્ડનમાં થાય છે, આ ફૂલોનો ઉપયોગ સુશોભન તેમજ કલગી બુક બનાવવા માટે પણ થાય છે. ગોલ્ડન રોઝનો છોડ ૨0-30 સે.મી.ની ઉંચાઈ ધરાવે છે તેમજ આછાં લીલાં પાન હોય છે. ગોલ્ડન રોડ પાક ૧00 થી ૧30 દિવસમાં ફૂલો આવવાની શરૂઆત કરે છે, તેને પ૦-૭૫ સે.મી. લાંબા પેનિકલ હોય છે. ગોલ્ડન રોઝ નું પ્રસર્જન ગાંઠ અથવા બીજથી થાય છે.

  ગોલ્ડન રોઝની જાતો
  • બલાર્ડી
  • ગોલ્ડનગેટ
  • પીટર પાર
  • લોકલ

  સવર્ધન
  ગોલ્ડન રોઝનું પ્રસર્જન વાનસ્પતિક પદ્ધતિ દ્વારા કરી શકાય છે. જેમાં સામાન્ય રીતે તેનું વર્ધન પીલા અને સ્કૂલ્સથી કરી શકાય. આ પાકના છોડ ઉગાડવા અન્ય કૂલ પાકોની સરખામણીમાં સહેલા છે, જયારે છોડના મૂળ ગંઠાઈ જાય અને ફૂલ આવવાનું ઓછું થાય ત્યારે છોડના ઠુંઠા-મૂળીયા (ટૂલ્સ) જમીનમાંથી ઉખાડી તેનો વાવેતર માટે ઉપયોગ કરી શકાય.

  આબોહવા અને જમીન
  ગોલ્ડન રોઝને સારી વૃધ્ધિ માટે પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને મધ્ય ઉષ્ણતામાન જરૂરી છે. જેથી ગોલ્ડન રોઝને ખુલ્લી જગ્યામાં વાવવાથી પૂરતાં પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળવાથી વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
  આ પાકને ગોરાડું, મધ્યમ કાળી અને ફળદ્રુપ સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ચિકણી માટીવાળી કે પાણી ભરાતું હોય તેવી ઓછા નિતારની જમીન અનુકૂળ નથી. જમીનનો પી.એચ. ૬ થી ૭ વધુ માફક આવે છે. વધારે ઉત્પાદન માટે સેન્દ્રિય ખાતર ઉમેરવું હિતાવહ છે.

  વાવણી
  ગોલ્ડન રોઝની 30 સે.મી. X 30 સે.મી. તથા ૪૫ સે.મી. × ૨૦ સે.મી.ના અંતરે રોપણી કરવી જોઈએ. ગોલ્ડન રોડનું વાવેતર કોઈપણ ઋતુમાં કરી શકાય છે પરંતુ વસંત ઋતુ (ફેબ્રુઆરી-માર્ચ) અને ચોમાસામાં વાવેતર કરવું હિતાવહ છે.

  ખાતર અને પિયત
  આ છોડનો સારો વિકાસ થાય તે માટે પુષ્કળ છાણિયું ખાતર આપવું જરૂરી છે. હેકટર દીઠ ૨૦ટન સારુ કોહવાયેલું છાણિયું ખાતર અથવા અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું 'જટાયુ' જમીન તૈયારકરતી વખતે ભેળવી દેવું. ત્યારબાદ આકડાનો અર્ક જમીનમાં આપવો. વાવણી બાદ ૧૦ દિવસેઅને ૪૦ દિવસે મૂલ ચૂસક (N) આપવું. શરૂઆતમાં વાવણી વખતે અને ત્યારબાદ એક મહિના સુધી અઠવાડિયામાં બે વાર અને ત્યારબાદ અઠવાડિયે એક વખત પાણી આપવું. જરૂર મુજબ નીંદણ કરવું.

  ફૂલોની કાપણી અને બજાર
  આ પાકમાં પુષ્પગુચ્છ જયારે ૨૫ ટકા જેટલા ફૂલો ખીલવાની અવસ્થામાં આવે ત્યારે પુષ્પ દંડ જમીનથી ૫-૬ સે.મી. જેટલી લંબાઇ રહેવા દઇ કાપણી કરવી અને તુરત જ પાણીમાં મુકવા. બજારમાં વેચાણ માટે ૧૦ અથવા ૧૨ છોડની જૂડી બનાવી કેળ કે છાપાના કાગળમાં વિંટાળીને મોકલવામાં આવે છે. એક જૂડીના ૬ થી ૧૨ રૂપિયા ભાવ ઉપજે છે.

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message