amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

tuberose-flower vavetar Amrutkamal  ગુલછડીના વાવેતર અને રોગો વિશે માહિતી

tuberose-flower vavetar Amrutkamal ગુલછડી : વાવેતર વિશે માહિતી
 •  ખેતી વ્યવસ્થા :
  tuberose-flower-farming-in-indiaશ્વેત રંગ અને મધમાખી સુવાસવાળા પુષ્પો ધરાવતી ગુલછડી જે રજનીગંધા, નીશીગંધા, ટ્યુબરોઝ અથવા ગુલ-એ-શબા જેવા નામોથી પણ ઓળખાય છે. કંદ વર્ગના આ છોડ પર ફૂલો લાંબી દાંડી પર આવે છે. વળી કટફ્લાવર તરીકે તેની ટકાઉશક્તિ ૧૦ થી ૧૨ દિવસની હોય છે. આથી કટફ્લાવર તરીકેના મુખ્ય ઉપયોગ પુષ્પ સંયોજનો માટે થાય છે. લાંબી દાંડી ને લીધે તેના પરિવહનમાં પણ અનુકૂળતા રહે છે. છૂટાં ફૂલોનો ઉપયોગ શણગાર માટે, હાર, વેણી, ગજરાની બનાવટ જેવા પુષ્પ ગુંથનોમાં થાય છે. આ ઉપરાંત ગુલછડીના ફૂલોમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું સુગંધી તેલ મળતુ હોઈ વ્યાપારિક રીતે આ ફૂલો ઘણું મહત્વ ધરાવે છે.

   વાવેતર વિસ્તાર
  આ પાકને ભેજવાળુ વાતાવરણ ખૂબ જ અનુકૂળ હોવાથી ભારતના પશ્ર્વિમ બંગાળના મિદનાપુર જીલ્લાના કોલઘાટ, નડિયા, હરીનગર, હસખાલી, કંચરાપરા, શાન્તિપુર વિસ્તારો તેમજ કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુ અમુક વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભાગમાં વડોદરા, સુરત અને વલસાડ જીલ્લાઓમાં ગુલછડીની ખેતી ઘણા ખેડૂતો સારા પ્રમાણમાં કરે છે અને તેના ફૂલો મુંબઈની ફૂલબજારમાં પહોંચાડે છે.

   જમીન
  ગુલછડીના પાકને મધ્યમકાળી તેમજ હલકી જમીન માફક આવે છે. ભારે કાળી જમીનમાં જો પુરતો નિતાર હોય તો તેમાં પણ પાક સારો થાય છે. છોડને વધારે પોષક તત્વોવાળી ફળદ્રુપ જમીનની જરૂરીયાત હોઈ હલકી જમીનમાં પાક લેવા માટે પૂરતા પ્રમાણમાં પોષકતત્વો ખાતરના રૂપમાં આપવા જરૂરી બને છે.

   વાવેતર
  ગુલછડીનું વાવેતર તેની અગાઉના પાકમાંથી મળેલ ગાંઠોથી થાય છે. એક છોડમાંથી ડુંગળી આકારની પરંતુ, કદમાં નાની ૪ થી ૬ ગાંઠો મળે છે. જેને આશરે બે મહિના આરામ આપ્યા બાદ વાવેતરમાં લઈ શકાય છે. ગુલછડીનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી થી એપ્રિલ માસ દરમ્યાન કરવામાં આવે છે. જમીન બરાબર તૈયાર કર્યા પછી બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૧૫ સે.મી. નું અંતર રાખી વાવેતર કરવા આશરે હેક્ટરે ૧૫૦૦ કિલો ગાંઠની જરૂર પડે છે. ૧.૫ થી ૨ સે.મી. કદની ગાંઠોને જમીનમાં ૩ થી ૬ સે.મી. જેટલી ઉંડાઈએ વાવેતર કરવું જોઈએ.

   ખાતર
  આ પાક વધારે પોષકતત્વોની જરૂરીયાતવાળો તેમજ એકવાર વાવ્યા પછી ત્રણ વર્ષ સુધી ઉત્પાદન આપતો પાક હોવાથી જમીન તૈયાર કરતી વખતે ૨૦ થી ૨૫ ટન છાણિયું ખાતર અથવા અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ જટાયુ (ઓર્ગેનિક કાર્બન) જમીનમાં ભેળવો.

   પિયત
  ગાંઠોનું વાવેતર કર્યાબાદ એકદમ હળવું પિયત આપવું ત્યારબાદ ગાંઠો ઉગે નહિં ત્યાં સુધી ફક્ત જમીનનો ભેજ સચવાઈ રહે તેટલું હળવું પિયત નિયમિત આપતા રહેવું. છોડનો ઉગાવો થયા પહેલા જમીનમાં પાણી ભરાઈ રહે તો ગાંઠો સડવાનો ભય રહે છે. ગાંઠો ઉગી ગયા બાદ ઋતુ પ્રમાણે શિયાળામાં ૮ થી ૧૦ દિવસે અને ઉનાળામાં ૪ થી ૬ દિવસે નિયમિત પણે પિયત આપવું.

   ફૂલોની કાપણી
  વાવેતર કર્યા બાદ ૯૦ થી ૧૦૦ દિવસે એટલે કે જૂન-જુલાઈ માસથી ફૂલો ઉતરે છે. લાંબી દાંડી સાથેના ફૂલો ઉતારવાના હોય છે. દરેક છોડમાંથી એક પછી એક એમ ૪ થી ૮ પુષ્પ દાંડીઓ વારા ફરતી નીકળતી હોઈ ૮ થી ૯ માસ સુધી કાપણી ચાલુ રહે છે. ત્યારબાદ છોડ આરામ અવસ્થામાં થોડો સમય રહે છે. ફરીથી બીજી વર્ષ જૂન-જુલાઈ માસથી ફૂલો ઉત્તરાવસ્થા શરુ થાય છે. આ રીતે ગુલછડીની એકવાર વાવેતર કર્યા બાદ ત્રણ થી ચાર વર્ષ સતત ફૂલો મળતા રહે છે. ત્રણ વર્ષ સુધી આર્થિક રીતે પોષાય ક્ષમ્ય ઉત્પાદન લઈ શકાય છે. છુટાં ફૂલ વહેલી સવારે ચુંટીને ટોપલીઓમાં ભરવામાં આવે છે. જે શણગાર માટે તેમજ સુગંધી તેલ કાઢવા માટે વેચાણમાં મુકાય છે. લાંબી દાંડીવાળા ફૂલો કટફ્લાવર તરીકે નીચેની એકાદ બે કળી ખીલે ત્યારે ૬૦ થી ૬૫ સે.મી. લાંબી દાંડી રાખી ઉતારવામાં આવે છે. ઉતાર્યા બાદ તુરંત જ પાણીની ડોલમાં દાંડીઓ બોળી રાખવી. ત્યારબાદ ૫૦ નંગની જુડીઓ બનાવી પેટી અથવા કાગળમાં પેક કરીને માર્કેટમાં મોકલવામાં આવે છે.

   ઉત્પાદન
  કટફ્લાવર તરીકે ઉત્પાદન લેવામાં આવે તો હેક્ટરે દર વર્ષે ૪ થી ૫ લાખ જેટલી ફૂલ દાંડીઓ મળી શકે છે. પરંતુ જો છૂટા ફૂલ તરીકે ફૂલો ઉતારવામાં આવે તો પ્રથમ વર્ષે ૨ ટન, બીજે વર્ષે ૩ થી ૪ ટન અને ત્રીજા વર્ષે ૧.૫ થી ૨ ટન જેટલુ ઉત્પાદન મળે છે. ત્રણ વર્ષ બાદ આર્થિક રીતે પોષાય ક્ષમ્ય ઉત્પાદન ન મળતુ હોવાથી નવું વાવેતર કરવું.
  ત્રણ વર્ષે પાક પુરો થતાં જમીનમાંથી ગાંઠો કાઢવામાં આવે છે જે હેક્ટરદીઠ ત્રણ થી ચાર લાખ જેટલી બીયરણ માટે યોગ્ય ગાંઠો મળી શકે છે. જેને વેચીને પણ સારી એવી આવક મેળવી શકાય છે.

   જાતની પસંદગી
  ગુલછડીમાં ફક્ત ત્રણ પ્રકારની જાતો જોવા મળે છે.

  tuberose-flower-farming ૧. સીંગલ ફૂલોવાળી જાતમાં લાંબી દાંડી પર નળીકાર ફૂલો દરેક ગાંઠમાં એકની સંખ્યામાં ગોઠવાયેલી હોય છે. જેના ફૂલોમાં સુગંધી તેલનું પ્રમાણ અન્ય જાતો કરતાં વધારે હોઈ આ હેતુ માટે વધારે ઉપયોગમાં લેવાય છે.
  ૨. ડબલ ફૂલોવાળી જાતોમાં લાંબી દાંડી પર નળાકાર ડબલ પાંખડી વાળા ફૂલો દરેક ગાંઠ પર એકથી વધુ સંખ્યામાં ગોઠવાયેલા હોય છે. જેના લીધે ફૂલો ભરાવદાર દેખાય છે. તેમાં સુગંધી તેલનું પ્રમાણ સીંગલ જાત કરતા ઓછું હોવાથી ફક્ત કટફ્લાવર તરીકે આ જાતનો ઉપયોગ વધુ થતો જોવા મળે છે.
  ૩. ચટાપટાવાળા પાનની જાતોમાં પાન પર સફેદ ક્રીમ રંગીની કિનારી અથવા તેવા જ રંગની પાન વચ્ચે પટ્ટી જોવા મળે છે. આ જાતો છોડની શોભા વધારવામાં ઉપયોગમાં આવે છે.
call now Amrutkamal
activites Amrutkamal ગુલછડી : રોગો અને તેની ઓળખ
 • આ પાકને આપણા દેશની આબોહવા ખૂબ જ અનુકૂળ હોવાથી તેમાં ખાસ કોઈ રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી. ફક્ત ગાંઠોને વાવતા પહેલા અને સંગ્રહ દરમ્યાન અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૧ નંબર નો પટ આપવાથી સડો અને કોહવારો અટકાવી શકાય છે.
call now Amrutkamal
activites Amrutkamal ગુલછડી: જીવાતો વિશે માહિતી
 •  ૧. મોલોમશીmolomasi-flower-plant-insect
  ઓળખ ચિન્હ : મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતા રંગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને Cornicals કહે છે. પુખ્ત નર મોલો નાની પાંખવાળી અને પુખ્ત માદા મોલો મોટી પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જન્મ આપે છે. માદા મોલો ૮ થી ૨૨ બચ્ચા પ્રતિ દિન જન્મ આપે છે. આ બચ્ચા ૭ થી ૯ દિવિસમાં પુષ્ત બની જાય છે. પુખ્તનો જીવનકાળ ૨ થી ૩ અઠવાડિયાનો હોય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચકુ પુર્ણ કરે છે.

  નુકસાન : મોલોમશીના પુખ્ત તેમજ બચ્ચાં ફૂમળી ડખો તથા પાનની નીચે રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્દવમાં છોડનો વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોય છે જેના ઉપર સમય જતાં કાળી ફુગનો ઉપદ્દવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. આ જીવાત મોટે ભાગે "કોકડવા" અથવા "પંચરંગિયો" રોગ ફેલાવે છે.

  નિયંત્રણ :
   સ્ટીકી ટ્રેપ ગોઠવી જીવાતનો ઉપદ્દવની માત્રા ઘટાડી શકાય છે.
   લાલ દાળિયા (લેડી બર્ડ બોટલ) ના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ મોલોનું ભક્ષણ કરે છે. જ્યારે લીલી ફદડી (ક્રાયસોપા) ની ઈયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.
   સવારે અથવા સાંજના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૨)નો છંટકાવ કરવો.
   ૧૫ લીટર પાણી સાથે ૫૦ થી ૧૦૦ ગ્રામ લાલ તીખુ મરચું મિશ્રણ કરી સવાર આથવા સાંજ ના સમયે છંટકાવ કરવો.

 •  ૨. ફૂલ કોરી ખાનાર ઈયળ
  આ પાકમાં ફૂલ કોરી ખાનાર ઈયળના ઉપદ્રવને અટકાવવા માટે અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૩ નંબર ૭૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી સ્પ્રે કરવો. બીજા છંટકાવ ૧૦ થી ૧૫ દિવસ પછી જરૂરથી કરવો જેથી તેના જીવનચક્ર પર માઠી અસર થશે.

call now Amrutkamal
Send Whatsapp Message