amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

tobacco vavetar Amrutkamal  તમાકુના વાવેતર અને રોગો વિશે માહિતી

tobacco vavetar Amrutkamal તમાકુ : વાવેતર વિશે માહિતી
  • ખેતી વ્યવસ્થા
    tobaco-crop-1 ગુજરાત રાજ્યમાં તમાકુ એક અગત્યના રોકડીયા પાક તરીકે મુખ્યત્વે આણંદ ખેડા, વડોદરા અને પંચમહાલ જીલ્લામાં ઉગાડવામાં આવે છે અને તેનું મુખ્યમુખ્ય સંશોધન કેન્દ્ર આણંદ ખાતે સને ૧૯૪૭ થી કાર્યરત છે. તમાકુની જાતો તેમ જ સંશોધન આધારિત તમાકુની ખેતી પધ્ધતિઓ નીચે મુજબ છે.

    ધરૂ ઉછેર
    સ્થળની પસંદગીઃ સારી નિતારવાળી પાણી ભરાઇ ન રહે તેવી ઉંચાણવાળી તેમ જ છાંયાથી દુર હોય તેવી જમીન પસંદ કરવી.

    જમીનની માવજત
    ઉનાળામાં ટેકટ્રરથી ઉંડી ખેડ કરવી. જુન માસમાં સુકુ નકામુ કચરુ, તમાકુના રડીયાં , બાજરીના ઢૂણસા વિગેરેના ઘર બનાવી પવનની વિરૂધ્ધ દિશામાં બાળવું (રાબીંગ કરવું) અથવા પિયત આપી મે માસમાં ૧૫ દિવસ માટે ૨૫ માઇક્રોમીટર (૧૦૦ ગેજ) જાડાઇના પ્લાસ્ટીકને જમીન ઉપર હવાચુસ્ત રીતે ઢાંકી સોલોરાઇઝેશન કરવું. જેથી જમીન જન્ય ફુગ, કૃમિ, જીવાત તથા નિંદણનો મહદ અંશે નાશ કરી શકાય.

    ખાતર વ્યવસ્થા
    tobaco-crop હેકટર દીઠ કુલ ૧૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૈકી ૧૩૫ કિ.ગ્રા. નાઇટ્રોજન પાયામાં આપવો જેમાંનો ૪૫ કિ.ગ્રા. નાઇટ્રોજન છાણીયા ખાતરમાંથી અને ૯૦ કિ.ગ્રા. દિવેલાનાં ખોળમાંથી આપવો. તેમ જ અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નો ઓર્ગેનીક કાર્બન ‘જટાયુ’ પાયાના ખાતર તરીકે આપવું.

    લીલો પડવાશ
    જુન માસમાં બીજા પખવાડિયામાં વરસાદ પડે ત્યારે હેકટર દીઠ ૧૦૦ કિ.ગ્રા. શણનું બીજ વાવવું. જુલાઇ આખરે અથવા ઓગષ્ટની શરૂઆતમાં શણને જમીનમાં દાબી દેવું.

    ક્ષેત્ર પાક
    જમીનઃ સારા નિતારવાળી ગોરાડુ કે બેસર જમીન પસંદ કરી ઉનાળામાં ખેડ કરવી.
    રોપણી સમય : ઓગષ્ટ માસના ત્રીજા અઠવાડિયાથી માંડી સપ્ટેમ્બર માસના ત્રીજા અઠવાડિયા સુધીમાં કરવી.
    રોપણી અંતર : ૯૦ સે.મી.x ૭૫ સે.મી.
    ૧૦૫ સે.મી.x ૯૦ સે.મી.

    આંતર ખેડ
    નિંદણ દુર કરવા માટે જરૂરિયાત મુજબ આંતર ખેડ કરવી.

    પિયત વ્યવસ્થા
    ૩ થી ૪ પિયત ૨૦ દિવસના અંતરે આપવા.વાંકુબાગ્રસ્ત ખેતરમાં શિયાળામાં ખાસ કરીને નવેમ્બર- ડીસેમ્બર મહીનામાં પાણી આપવાનું ટાળવું.

    આંતરપાક અને પાકની ફેરબદલી
    ૧. તમાકુ અને ૨. મગફળી

    કાપણી અને ઉત્પાદન
    બીડી તમાકુના પાકની કાપણી ત્રણ રીતે થઇ શકે છે.

    છુટક પાન પાડીને
    સારા બુટ્ટાવાળા પાકા પાન તોડીને જમીન પર ૩ થી ૪ દિવસ ઉંધા સુકવીને

    ઘૂઘરો પધ્ધતિ
    પાકટ પાન છોડ પરથી ચોળીને

    આખા છોડને કાપીને
    પાકટ છોડને થડમાંથી દાંતરડાથી કાપીને

call now Amrutkamal
activites Amrutkamal તમાકુ : રોગો અને તેની ઓળખ
  • તમાકુના પાકમાં બી વાવીએ ત્યારથી કાપણી સુધીના સમયમાં જુદા જુદા રોગ ધારકો જેવા કે ફૂગ, કૃમિ, વિષાણું વિગેરેથી રોગ થાય છે. નીચે જણાવેલ રોગોથી તમાકુના ઉત્પાદન તેમ જ ગુણવત્તા ઉપર માઠી અસર થતી હોઇ ખેડુતોને આર્થિક રીતે ઘણું જ નુકશાન સહન કરવું પડે છે.


  •  ૧. કૃમિ : નિમાટોડnimatord-tobaco-rog
    રોગના લક્ષણો : ઘરુવાડિયામાં છોડ પીળાશ પડતા ઠીંગણાં રહે છે તેમ જ વાવણી બાદ ૪૦-૪૫ દિવસે પણ રોપવાલાયક કદના થતા નથી. ગંઠવા કૃમિના રોગમાં રોગિષ્ટ ધરુને મૂળ સાથે ઉપાડી તપાસતા તેના મૂળ ઉપર અસંખ્ય નાની-મોટી ગાંઠો જોવા મળે છે. જયારે સ્ટન્ટ અને રેનીફોર્મ કૃમિથી થતા રોગમાં રોગિષ્ટ છોડના મૂળનો વિકાસ બરાબર થયેલ જોવા મળતો નથી.
    ક્ષેત્રપાકમાં કૃમિનો ઉપદ્ધવ થતા રોગિષ્ટ છોડ પીળાશ પડતા અવિકસિત ઠીંગણા જોવા મળે છે. રોગિષ્ટ છોડના પાન તમાકુ પરિપકવ થાય તે પહેલા જ ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમ્યાન ટોચ ઉપરથી સુકાતા જોવા મળે છે. જેને લીધે ખેતરમાં જોવા મળે છે. જેને લીધે ખેતરમાં તમાકુ કુંડાળામાં સુકાયેલી જોવા મળે છે. રોગિષ્ટ છોડના મૂળ ઉપર ગંઠવા કૃમિનો ઉપદ્ધવ હોય તો અસંખ્ય નાની-મોટી ગાંઠો જોવા મળે છે અને અન્ય પ્રકારની કૃમિથી મૂળનો વિકાસ બરાબર થયેલ જોવા મળતો નથી.


  •  ૨. ધરુનો કોહવારો : ડેમ્પીંગ ઓફ
    રોગના લક્ષણો : આ રોગ ઘરુવાડિયામાં જોવા મળે છે. આકાશ વાદળછાયું હોય, ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને ધરુવાડિયામાં પાણી ભરાઇ રહે તેવી જગ્યા હોય તો રોગની તીવ્રતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. રોગની શરૂઆત ઘરુવાડિયામાં કોઇપણ અવસ્થાએ થાય છે. પ્રથમ છોડ પાણી પોચા, આછા લીલા કે ઝાંખા બદામી રંગના દેખાય છે. સામાન્ય રીતે જમીન પાસેનું થડ પોચું પડી કોહવાઇ જતા છોડ નમી પડે છે અને છેવટે આખો છોડ કોહવાઇને નાશ પામે છે. અનુકૂળ વાતાવરણ મળતા છોડ તેમ જ જમીન ઉપર સફેદ તાંતણા જેવી ફૂગનું વર્ધન થયેલું પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં રોગિષ્ટ છોડની આજુબાજુના છોડને પણ ચેપ લાગે છે અને તે પણ કોહવાવા લાગે છે અને રોગ ખૂબ જ ઝડપથી ચારેય દિશામાં કૂંડીના રુપમાં ફેલાય છે. સમયસર યોગ્ય કાળજી લેવામાં ન આવે તો રોપવા માટે એક પણ છોડ મળે નહી તેવી પરિસ્થિતિ સર્જાય છે.


call now Amrutkamal
tobacco vavetar Amrutkamal  તમાકુ : જીવાતો વિશે માહિતી
તમાકુ એ આણંદ ખેડા, વડોદરા અને ગોધરા જીલ્લામાં થતો અગત્યનો રોકડીયો પાક છે. સામાન્ય રીતે તમાકુ પકવતા ખેડુતો આ પાકમાં જીવાત નિયંત્રણ માટે ગંભીર વલણ ધરાવતા નથી. જેથી કરીને જીવાતો માટે અનુકૂળ વાતાવરણ હોય ત્યારે વિવિધ જીવાતોનો આ પાકમાં ઉપદ્વવ થવાથી પાકની ગુણવત્તા તેમ જ ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડુતોને આર્થિક ફટકો પડે છે. આ પાકની અગત્યની બે અવસ્થાઓ છે. (૧) ધરુવાડિયું અને (૨) ખેતરમાં ફેરરોપણીનો પાક. આમ આ બે અવસ્થાઓમાં વિવિધ જીવાતોથી આ પાકને ઘણું જ નુકશાન થાય છે. પાકની અવસ્થા પ્રમાણે કીટકોને પણ બે જૂથમાં વહેંચવામાં આવેલ છે.
activites Amrutkamal ડૂંખ કોરી ખાનાર લીલી ઇયળ : હેલીયો
activites Amrutkamal
  •  ઓળખ ચિન્હ :- આ જીવાતની માદા ફૂદી પીળાશ પડતા સફેદ રંગના છૂટા છવાયા ઇંડા કુમળા પાન કે ડૂંખ પર મૂકે છે. નાની ઇયળ પીળાશ પડતા સફેદ રંગની અને શરીર પર પીળા પડતા નારંગી રંગની લીટીવાળી હોય છે. મોટી ઇયળો લીલાશ પડતા ભૂખરા રંગનરંગની તેમ જ શરીર પણ છુટા છવાયા ઘણા સફેદ રંગના નાના વાળ ધરાવે છે. કોસેટા અવસ્થા જમીનમાં પુર્ણ કરે છે. જેનો રંગ કથ્થઇ હોય છે. એક માદા એના જીવનકાળ દરમ્યાન ૭૦૦ થી ૩૦૦૦ જેટલા ઇંડા મૂકે છે. ઇંડા, ઇયળ અને કોશેટા અવશ્થાઓ અનુક્રમે ૩ થી ૪, ૧૭ થી ૨૦ અને ૧૦ થી ૧૩ દિવસોની હોય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૭ થી ૮ જીવનચક્ર પુર્ણ કરે છે.

  •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક તમાકુના પાકમાં ડૂંખ કોરી નુકશાન કરે છે. ધણી વખત ઉપરના ભાગના કુમળાં પાન પણ ખાય છે. જેથી ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. તમાકુ સિવાય અન્ય પાકો જેવા કે કપાસ, ચણા, મગફળી, તુવેર વિગેરેમાં પણ ધણું નુકશાન કરે છે. આ ઇયળ શરૂઆતમાં પાનની કુંપળો, ફુલ અને કૂંમળો ભાગ ખાય છે.

  • lili-iyal-cotton જીવાત પર નિયંત્રણ :-
     કૈકવ નામના વેલા જેને કુવેચ કહેવામાં આવે છે. જેના ત્રણ કિલોગ્રામ છાલ અગર ૫ કિ.ગ્રા. પાન વાટીને ૫ લિટર ગૌમૂત્ર સાથે મિશ્રણ કરવું. ૧૨ થી ૧૫ કલાક રહેવા દઇ અડધો કલાક હલાવીને કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
     અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક-૩ નંબર આપવું.
call now Amrutkamal
activites Amrutkamal સફેદ માખી : વ્હાઇટ ફલાય
white-fly-tobacco
  •  ઓળખ ચિન્હ :- સફેદ માખી કદમાં નાની (૧ મિ.મિ. લાંબી), સફેદ દુધિયા રંગની પાંખો, પીળાશ પડતા ઉદર પ્રદેશવાળી તેમ જ ચળક્તી લીલાશ પડતી આંખોવાળી ધરાવે છે. પુખ્ત માદા પાનના ટ્રાયકોમ નજીક ઇંડા મુકે છે. બચ્ચાં પાંખ વગરના, પુખ્ત કરતા નાના અને હેરફેર કરી શક્તા નથી.

  •  નુકસાનનાં પ્રકાર:- તમાકુના પાકમા આ જીવાતથી રસ ચૂસીને નુકશાન કરવા કરતાં પાનના કોકડવા રોગનો ફેલાવો કરીને વધુ નુકશાન કરે છે. આના કારણે તમાકુની ગુણવતા સાથે સાથે ઉત્પાદન પર પણ માઠી અસર પડે છે.

  •  જીવાત પર નિયંત્રણ :-
     તંદુરસ્ત ધુનો રોપણી માટે ઉપયોગ કરવો.  શરૂઆતમાં ખેતરમાં છુટા છવાયા રોગિષ્ટ છોડનો ઉપાડીને નાશ કરવો.
     ખેતરમાં આજુ બાજુની જગ્યા તેમ જ શેઢા-પાળાઓ ચોખ્ખા રાખવા. જેથી યજમાન પાક ન મળતાં સફેદ માખીનો ઉપદ્રવ ઘટે છે.
     ધરુ ૨૫ દિવસનું થાય ત્યારે પાકની ફેરબદલી કર્યા બાદ ધરુવાડિયામાં અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું પાક રક્ષા કવચ પાણી સાથે આપવું.
call now Amrutkamal
activites Amrutkamal અળસી : રોવ બીટલ
rov-bittle
  •  ઓળખ ચિન્હ :- જમીનમાં વસવાટ કરીને રહેતું, ૩ થી ૪ મિ.મિ. લાંબુ, ટુંકી પાંખવાળું ઢાલપક્ષ કીટક છે. તેની લાક્ષણિક્તા મુજબ તે વારંવાર પોતાનો ઉદર પ્રવેશ ઉંચો કરે છે.

  •  નુકસાનનાં પ્રકાર:- આ કીટક જમીન ખોતરી, માટીના નાના કણના ઢગલા બનાવે છે. જે ઉગતા ઘરુને ઢાંકી દે છે. જયારે વરસાદ પડે કે પાણી આવે ત્યારે આ ધરુ માટી સાથે ચોંટી જાય છે. જેથી ઉગતા નાના છોડ નાશ પામે છે અને ધરુની સંખ્યામાં ઘટાડો થાય છે. આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય તો ધરુવાડિયાના લગભગ બધા જ ઉગતા છોડ નાશ પામે છે. જેને લીધે બીજની વાવણી ફરીથી કરવી પડે છે.

  •  જીવાત પર નિયંત્રણ :-
    અમૃતકમલ એગ્રો પ્રા.લિ.નુ મૂલ રક્ષક-૧ નંબર પાણીના દ્રાવણ સાથે આપવું.
call now Amrutkamal
activites Amrutkamal ગાંઠીયા ઇયળ
tobaco-crop
  •  ઓળખ ચિન્હ :- આ જીવાતનો ઉપદ્ધવ બીડી તમાકુની સરખામણીમાં કલકત્તી તમાકુમાં સવિશેષ જોવા મળે છે. તેની માદા ફૂદી કુમળા પાન પર સફેદ રંગના છુટા છવાયા ઇંડા મુકે છે.

  •  નુકસાનનાં પ્રકાર:- ઇંડામાંથી નીકળેલ ઇયળ સફેદ ભૂખરા રંગની હોય છે. જે પાનની નસમાં દાખલ થઇ થડમાં જઇ જમીન નજીક સ્થાયી થાય છે અને અંદરનો ગર્ભ ખાય છે. જેથી આ ભાગ આ ગાંઠ જેવો ઉપસી આવે છે. આવી ગાંઠોને લીધે છોડની વૃદ્ધિ અટકે છે. પાન નાના થાય છે. તેમ જ ધણી વખત નવા પાન ધણાં નાના ફૂટે છે. ઇયળ એકવાર છોડમાં દાખલ થઇ જાય ત્યારબાદ તેનું નિયંત્રણ કરવું ઘણું મુશ્કેલ છે.

  •  જીવાત પર નિયંત્રણ :-
     ખેતરમાં તંદુરસ્ત તથા ગાંઠ વિનાના ધરુની રોપણી કરવી.
     આ જીવાતનો ફેલાવો અટકાવવા માટે પાક પુરો થયા પછી જડિયા ખોદી બાળીને નાશ કરવા.
     કૈકવ નામના વેલા જેને કુવેચ કહેવામાં આવે છે. જેના ત્રણ કિલોગ્રામ છાલ અગર ૫ કિ.ગ્રા. પાન વાટીને ૫ લિટર ગૌમૂત્ર સાથે મિજ્ઞણ કરવું. ૧૨ થી ૧૫ કકલાક રહેવા દઇ અડધો કલાક હલાવીને કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
     અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક-૩ નંબર આપવું.
call now Amrutkamal
activites Amrutkamal પાન ખાનારી ઇયળ (લશ્કરી ઇયળ)
army-varm
  •  ઓળખ ચિન્હ :- આ બહુભોજી જીવાત છે જે ખેતીલાયક અને બિનખેતી લાયક ૧૧૨ પ્રકારની વનસ્પતિ ઉપર ખાતી જોવા મળેલ છે. આ જીવાતથી તમાકુ ઉપરાંત દિવેલા, કપાસ, મગફળી, રજકો તેમ જ કોબીજ-ફલાવરમાં સવિશેષ નુકશાન નોંધાયેલ છે. આ જીવાતનું ફૂદું કાળાશ પડતા ભૂખરા રંગનું અને પાછળની પાંખ સફેદ રંગની હોય છે. માદા ફૂદી સરેરાશ ૧૫૦૦ જેટલા ઇંડા સમુહમાં મુકે છે. ઇંડાનો સમુહ ભૂખરાશ પડતાં સફેદ વાળના આવરણથી ઢંકાઇ જાય છે. જેથી અન્ય પરોપજીવી કીટકો તેમ જ બાહ્ય વાતાવરણથીવાતાવરણથી તેનું રક્ષણ થાય છે.

  •  નુકસાનનાં પ્રકાર:- નાની ઇયળો સમુહમાં રહીને પાનના નિલકણો ખાય છે. જેથી પાન ચારણી જેવું થઇ જાય છે. ઇયળો મોટી થતાં પાનમાં કાણાં પાડી નસો સિવાયનું આખું પાન ખાઇ જાય છે. ત્રીજી કે ચોથી અવસ્થાની ઇયળો ખાઉધરી હોય છે અને ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સમયસર આ જીવાતનું નિયંત્રણ કરવામાં ન આવે તો આખુ ઘરુવાડિયું નાશ પામે છે. પરિણામે સમયસર ખેતરમાં રોપવા માટે તંદુરસ્ત રોપા મળતા નથી.
    ખેતરમાં ફેર રોપણી કરેલ તમાકુમાં ૩ થી ૪ અઠવાડિયાના સમય દરમ્યાન આ જીવાતના ઉપદ્વવથી ઘણું જ નુકશાન થાય છે. જેના કારણે ઉત્પાદન પર વિપરીત અસર થાય છે. તેથી આ સમય દરમ્યાન આ જીવાતનો ઉપદ્રવ હોય તો પાક સંરક્ષણના પપગલાં લેવા ખુબ જરૂરી છે.

  •  જીવાત પર નિયંત્રણ :-
    આ જીવાતનું એકલ દોકલ પધ્ધતિથી નિયંત્રણ મુશ્કેલ હોઇ તેના નિયંત્રણની સંકલિત વ્યવસ્થા માટે ભલામણ કરવામાં આવેલ છે.
     આ કીટકની માદા ફૂદી ઇંડા મુકવા માટે દિવેલાના પાન વધારે પસંદ કરે છે. તેથી ધરુવાડિયાની ફરતે ૧ મીટરના અંતરે દિવેલા થાણવા અને દિવેલાના પાન પરથી ઇંડા તેમ જ પ્રથમ અવસ્થાની ઇયળના સમુહને વીણીને નાશ કરવો.
     અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક-૩ નંબર આપવું.
call now Amrutkamal
activites Amrutkamal થડ કાપી ખાનાર ઇયળઃ કર્ટ વોર્મ
activites Amrutkamal
  •  ઓળખ ચિન્હ :- આ પણ બહુભોજી કીટક છે. જે તમાકુ ઉપરાંત બટાટા, શક્કરિયા, ટામેટી વગેરે પાકોમાં પાકની શરૂઆતની અવસ્થાએ મોટે પાયે નુકશાન કરે છે. બીડી તમાકુની સરખામણીમાં કલકત્તી તમાકુમાં આ ઇયળથી સવિશેષ નુકશાન જોવા મળે છે. આ જીવાતનું ફૂંદુ ભૂખરા રંગનું, મધ્યમ કદનું અને મજબુત બાંધાનું હોય છે ઇયળ પીળાશ પડતા ભૂખરા રંગની હોય છે.

  •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતની ઇયળો દિવસ દરમ્યાન જમીનની તિરાડો, ઢેફામાં કે ધાસ નીચે સંતાઇ રહે છે. રાત્રીના સમયે બહાર આવી જમીન નજીકથી થડ કાપી નાંખી કુમળા પાન ખાય છે.

  • cut-warm જીવાત પર નિયંત્રણ :-
     દિવસના સમયે ખેતરમાં થોડા થોડા અંતરે છોડ નજીક ઘાસની ઢગલીઓ મુકવી અને બીજે દિવસે સવારમાં ઘાસની નીચેની ઇયળો વીણી લઇ તેનો નાશ કરવો.
     અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક-૩ નંબર આપવું.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal તમાકુ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
  •  વાપરવાની રીત :-
     ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
     છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

  •  ઉપયોગ :-
    આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
     ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
     મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
     છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
     મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

  •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
    (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
    bataka vavetar Amrutkamal
call now Amrutkamal
tobacco vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message