amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

strawberry vavetar Amrutkamal  સ્ટ્રોબેરીના વાવેતર અને રોગો વિશે માહિતી

strawberry vavetar Amrutkamal સ્ટ્રોબેરી : વાવેતર વિશે માહિતી
 •  ખેતી વ્યવસ્થા :
  સ્ટ્રોબેરી શીત કટિબંધ નો પાક છે જ્યાં ઉનાળામાં સ્ટ્રોબેરી મોટા પાયે ઉગાડવામાં આવે છે ત્યાં ઉનળો પણ ઘણો ઠંડો હોય છે. જેથી જમીનને ઠંડી પડતી રોકવા માટે અને સ્ટ્રોબેરીના ફળનો ભીની જમીન સાથે સીધો સંસર્ગન થાય તે માટે જમીન પર પરાળ (સ્ટ્રો) પાથરવામાં આવતું તેથી આ બેરીનું નામ સ્ટ્રોબેરી પડેલ છે.
  મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તારમાં શીતકટિબંધની જેમ આખા વર્ષ દરમ્યાન ઉષ્ણતામાન ખુશનુમા રહેતું હોવાથી જમીન સારી નિતારશકિત ધરાવતી અને મંદમંદ ઝરમર વરસાદ પડતો હોવાથી એક વખત રોપ્યા પછી સતત ત્રણ વર્ષ સુધી તે જ વાવેતરમાંથી સ્ટ્રોબેરી લણી શકાય છે. ગુજરાતની પરિસ્થિતિ આથી તદ્‌ન વિપરિત છે. દક્ષિણ ગુજરાતમાં ભારે જમીન અને ભારે વરસાદને કારણે ચોમાસામાં ખેતરમાનાં સ્ટ્રોબેરીના છોડ નાશ પામે છે. જો કે ખેડૂતોના અનુભવ પ્રમાણે ઊંચાણવાણી જમીન પર સ્ટ્રોબેરીનું વાવેતર હોય અને ચોમાસા દરમ્યાન નીંદામણ કરવામાં ન આવે તો સ્ટ્રોબેરીના છોડ ચોમાસા દરમ્યાન મરતા નથી અને તેમાંથી નવા વાવેતર માટે રનર્સ મળી રહે છે. ઉત્તર ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ઉનાળામાં સખત ગરમીવાળા દિવસોને કારણે સ્ટ્રોબેરીના છોડનો વિકાસ રૂંધાઈ જાય છે. કેટલીકવાર સખત ગરમી અને લૂ ને કારણે ખેતરમાં જ છોડ મરી જવાની ભરપૂર શકયતાઓ રહેલી છે. આથી ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતી કરવી હોય તો શિયાળો ઉતરતાં પાક લઈ લીધાં બાદ જો ખેડૂત પોતાના પાકમાંથી જ બીજા વર્ષ માટે નવા છોડ બનાવવા માગતો હોય તો જૂના વાવેતરમાંથી સારા રનર્સ પસંદ કરી પોલીહાઉસમાં ઉછેરી બીજા વર્ષે આ નવા છોડનું વાવેતર કરવું પડે છે અથવા તો સ્ટ્રોબેરીના છોડનું વેચાણ કરતી નસરીમાંથી નવા છોડ ખરીદવા પડે છે. ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવા મોટા શહેરોની આસપાસ કરવું હિતાવહ છે, જેથી ફળના સારા ભાવ મળી શકે.

   જમીન અને જમીનની તૈયારી :
  જમીન : સ્ટ્રોબેરીનો પાક રેતાળથી ભારે ગોરાડુ જમીન પર લઈ શકાય છે. આમ છતાં ઊંચાણવાળી ફળદ્રુપ અને ભરભરી ગોરાડુ જમીન કે જેની ભેજ સંગ્રહશકિત વધારે હોય અને સાથે જ સારી નિતારશકિત ધરાવતી હોય તે વધુ અનુકૂળ આવે છે. પ.પ થી ૬.પ પી.એચ. આંક ધરાવતી સારી નિતારવાળી, હલકી જમીન, પૂરતો ભેજ અને સેન્દ્રિય તત્વો તેમજ કાંકરા–કચરા રહિતનું ઉપરનું ૩૦ સે.મી. જમીનનું પડ એ વધુ ઉત્પાદન માટે પાયાની જરૂરિયાત છે. જમીનની તૈયારી : સ્ટ્રોબેરીના મૂળ છીછરા રહેતા હોવાથી ઉપરની ૩૦ સે.મી. જેટલી જમીન ભરભરી બનાવી તેમાંથી પથ્થર તથા અન્ય કચરો દૂર કરવા. જો ભારે જમીન હોય તો જમીનની પ્રત પ્રમાણે સારૂ સેન્દ્રિય ખાતર અથવા જટાયું ખાતર ઉમેરવું. જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટરે ર૦ થી રપ ટન સારૂ કોહવાયેલું ખાતર ઉમેરવું.

   આબોહવા :
  સ્ટ્રોબેરીના સારા વિકાસ માટે દિવસનું તાપમાન ૬૮૦ થી ૭૦૦ ફે. હોવું જરૂરી છે. તદઉપરાંત દિવસમાં ૮ થી ૧૧ કલાકનો સૂર્યપ્રકાશ (ટુંકો દિવસ) કળીઓ બેસવા માટે અને છોડમાંથી નીકળતા નવા રનર્સ નું ઉત્પાદન અટકાવવા માટે જરૂરી છે. હિમ પડવાથી સ્ટ્રોબેરીને નુકશાન થાય છે. જો કે છોડ પર ખૂલ્યા વગરના ફૂલ અને ખુલીને સેટ થઈ ગયેલા ફૂલને હિમથી ખૂબ જ ઓછું નુકશાન થાય છે. સ્ટ્રોબેરીના ફળના કદ, રંગ અને સુગંધના વિકાસ માટે પૂરતા સૂર્યપ્રકાશ (ઓછામાં ઓછો ૮ થી ૧૦ કલાક) ની જરૂર રહે છે તેથી આ પાક મોટા વૃક્ષોનો છાંયાવાળી જગ્યાએ લેવો નહિ.

   વાવણી :
  સ્ટ્રોબેરીનું વાવેતર બીજ કે રનર્સ દ્વારા કરી શકાય છે પરંતુ ઝડપી અને એકસરખું ઉત્પાદન મેળવવા માટે રનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. પાતળા, નાજુક, તંદુરસ્ત રનર્સ ના થડને સારી રીતે જમીનમાં દબાવી દેવાથી સાનુકૂળ સંજોગોમાં તેની ગાંઠ પાસેથી મૂળ ફુટે છે. સ્ટ્રોબેરીના છોડની એકાંતરે આવેલ ગાંઠોમાંથી નવા છોડ ઉત્પન્ન થાય છે અને તેને મૂળ ફુટે છે. આવા તંદુરસ્ત છોડને ખોદી, માતૃછોડથી છૂટા પાડીને યોગ્ય જગ્યાએ ફેરરોપણી કરવામાં આવે છે. તેમજ ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા છોડ પણ માર્કેટમાંથી લાવી રોપણી કરી શકાય છે.

   રોપણી :
  ઓકટોબર માસના પ્રથમ પખવાડિયામાં અગાઉ તૈયાર કરેલ જમીન પર ૯૦ સે.મી. પહોળા અને ર૦ થી રપ સે.મી. ઊંચા ગાદી કયારા બનાવવા અને અન ગાદી કયારા પર સ્ટ્રોબેરીના છોડને બે હાર વચ્ચે ૭પ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી. રનર્સ રોપવા માટે ૧પ સે.મી. ઊંડો અંગ્રેજી 'વી' (અ) આકારનો ખાડો કરી તેમાં રનર્સના મૂળ ખાડાની દિવાલને અડકી રહે તથા નીચે તરફ લટકતા રહે તેમજ ગૂંચળું વળીને ઉપરની બાજુ ન રહે તેમ ગોઠવીને માટીથી સારી રીતે દાબી દેવામાં આવે છે. આ સમયે એ ખાસ ધ્યાન રાખવું કે મૂળ જયાંથી ફુટેલ હોય તે ભાગ જમીનની બહાર ન રહે તથા વધુ પડતો જમીનમાં ઊંડો પણ ન રહે તેમ રોપણી કરવી. જો આમ ન કરવામાં આવે તો છોડ મરી જવાની શકયતાઓ રહે છે. રોપણી પૂરી થયા બાદ કાળુ પ્લાસ્ટિક મલ્ચ (આવરણ/આચ્છાદન) અથવા અન્ય મલ્ચનો ઉપયોગ કરી ખુલ્લી જમીનઢાંકી દેવી જેથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે, નીંદણ ઓછું થાય અને ફળો બેસે ત્યારે ફળો બગડે નહી.

   ખાતર વ્યવસ્થા :
  સ્ટ્રોબેરીના પાક માટે એકર દીઠ ર૦૦ કિ.ગ્રા. જટાયુ પાયામાં તરીકે આપવું બાદ ૨પ થી ૩૦ દિવસે છોડની ફરતે રીંગ કરી આપવો. એકર દીઠ ૫૦૦ મિ.લી. નાઈટ્રોજન (અમૃત કમલ ના મુલ ચુસક N), ૫૦૦ મિ.લી. ફોસ્ફરસ તથા પોટાશ(અમૃત કમલ ના મુલ ચુસક PK) ની જરૂર રહે છે. ખાતરનો અડધો જથ્થો રોપણી બાદ ૧૫ થી ર૦ દિવસે આપવો. ત્યારબાદ બાકીનો અડધો જથ્થો રોપણી બાદ પપ થી ૬૦ દિવસે આપવો.

   પિયત વ્યવસ્થા :
  સ્ટ્રોબેરીના છોડને ખૂબ જ ભેજની જરૂર રહે છે અને તેના છીછરા મૂળને કારણે ભેજના ખેંચની પરિસ્થિતી સામે ખૂબ જ સંવેદનશીલ છે. આથી સ્ટ્રોબેરીને ટુંકા ગાળે પિયત આપતા રહેવું જેથી કરીને આશરે ૩૦ સે.મી. જેટલી જમીન ભેજવાળી રહે. ફળ બેસતા હોય ત્યારે ૩ થી ૪ દિવસે જમીનની પ્રત મુજબ પિયત આપતા રહેવું. જો ટપક પધ્ધતિએ પિયત આપવું હોય તો ચાર છોડ વચ્ચે એક ડ્રિપર (૪ લિટર પ્રતિ કલાક પાણી આપી શકતી) આવે તે પ્રમાણે ગોઠવણ કરી દરરોજ એક કલાક પિયત આપવું.  પાક સંરક્ષણ :
  સ્ટ્રોબેરીમાં ચૂસિયા પ્રકારની જીવાતો–મોલો, કથીરી તેમજ લલી ઈયળ સામાન્યપણે જોવામાં આવે છે. જેનું નિયંત્રણ યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરીને કરવું. જે માટે અમૃત કમલ ના મુલ રક્ષક નો પાણીમાં ભેળવીને ઉપયોગ કરવો. જંતુનાશક દવાઓ સાથે યોગ્ય વૃધ્ધિવર્ધક દવાઓનો ઉપયોગ પણ સારા પરિણામો લાવી શકે છે.

   પાક ફેરબદલી :
  દર ત્રણ વર્ષ પછી સ્ટ્રોબેરી બાદ શાકભાજીનો પાક લેવાથી ફરીથી સ્ટ્રોબેરીના પાક માટે જમીનની યોગ્ય કાળજી લઈ શકાય છે.

   કાપણી :
  સ્ટ્રોબેરીના ફળ મુલાયમ તેમજ જલદી બગડી જાય તેવા હોય છે અને તેને પાકવા માટે ૧પ થી ૩૦ દિવસ લાગે છે. સામાન્ય રીતે કાપણીનો સમય વહેલી સવારનો અથવા સાંજનો પસંદ કરવામાં આવે છે જેથી નીચું તાપમાન હોવાને કારણે ફળો જલદી બગડી જતાં નથી. કાપણી માટે પાકા ફળોને દાંડી સાથે હાથથી તોડી લેવામાં આવે છે. ફળો લણી લીધા બાદ વાંસ કે પોચા લાકડાની બનાવેલી નાની ટોપલીઓ કે પૂંઠાના બોક્ષમાં અથવા જાડા કાગળની ટોપલીઓ અથવા પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં આશરે ૬૦૦ થી ૯૦૦ ગ્રામ જેટલા ફળ ભરીને બજારમાં મોકલવામાં આવે છે. કાપણી બાદ ફળોને યોગ્ય રીતે રેફ્રિજરેશનમાં રાખવાથી ફળો લાંબો સમય સાચવી શકાય છે. વધુ પડતી ફળની હેરફેર કરવાથી ફળને નુકશાન થાય છે.

   ઉત્પાદન :
  એક હેકટરના વિસ્તારમાંથી આશરે ૮૦૦૦ થી ૯૦૦૦ કિ.ગ્રા. ફળનું ઉત્પાદન મળી શકે છે.

   કાળજી લેવા યોગ્ય મુદા :
   ફેરરોપણી સમયે એક કે બે પાન રહેવા દઈ બીજા જૂના પાન કાપી નાખવા તેમજ જો રનર્સના મૂળ વધુ પડતા લાંબા હોય તો તેને યોગ્ય લંબાઈના રાખીને કાપી નાંખવા.
   ફેરરોપણી બાદ ઉત્પન્ન થતા નવા રનર્સમાં થી ત્રણ થી ચાર રનર્સ રાખીને બીજા કાઢી નાંખવા જેથી આ નવા રનર્સ ને પૂરતી જગ્યા મળવાથી તેનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન પણ વધુ મળે છે.
   ફળોની લણણી ફળો ભીના હોય ત્યારે કરવી નહી. લણણી સમયે વધુ પાકેલા ફળ પણ લણીને અલગ રાખવા.
   સ્ટ્રોબેરીના ફળ જલ્દી બગડી જાય તેવા હોવાથી લણણી બાદ ફળોને વેળાસર બજારમાં લઈ જવા અન્યથા ફળોને ડીપ ફ્રિઝમાં સાચવીને રાખવા.

   સંકલિત જીવાત નિયંત્રણ :
   કળી કોરનારી ઈયળના નિયંત્રણમાં કાળી તુલસી ખુબ જ ઉપયોગી સાબિત થઈ છે. કાળી તુલસીના ૫૦૦ ગ્રામ પાનને લસોટી નીકળેલા રસને ૧ લિટર પાણીમાં મિશ્ર કરી મલમલના કાપડમાં ગાળીને આપવાથી નર ફૂંદાને આકર્ષી શકાય છે.
   સ્ટ્રોબેરીની વાડીઓમાં તુલસીનું વાવેતર ચારે તરફ કરવું કારણ કે તુલસીના પાનમાં આવેલ "મિથાઈલ યુજીનોલ" રસાયણ નર ફળમાખીને આકર્ષે છે.
   ખાતરોમાં સેંદ્રિય તત્વોનો સમાવેશ કરવો.
   લીલી ઈયળ, કોશેટા તથા પાન કથીરીના નિયંત્રણ માટે મૂલ રક્ષક (૩)નો ઉપયોગ કરવો.
call now Amrutkamal
strawberry vavetar Amrutkamal  સ્ટ્રોબેરી: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal મોલો (એફીડસ)
molo-strawberry-plant
 •  ઓળખ ચિન્હ :- મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતા રં ગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને Cornicals કહે છે. પુખ્ત નર મોલો નાની પાંખવાળી અને પુખ્ત મા દા મોલો મોટી પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જન્મ આપે છે. માદા મોલો ૮ થી ૨૨ બચ્ચા પ્રતિ દિન જન્મ આપે છે. આ બચ્ચા ૭ થી ૯ દિવિસમાં પુષ્ત બની જાય છે. પુખ્તનો જીવનકાળ ૨ થી ૩ અઠવાડિયાનો હોય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચકુ પુર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- મોલોમશીના પુખ્ત તેમજ બચ્ચાં ફૂમળી ડખો તથા પાનની નીચે રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્દવમાં છોડનો વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોય છે જેના ઉપર સમય જતાં કાળી ફુગનો ઉપદ્દવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. આ જીવાત મોટે ભાગે "કોકડવા" અથવા "પંચરંગિયો" રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   સ્ટીકી ટ્રેપ ગોઠવી જીવાતનો ઉપદ્દવની માત્રા ઘટાડી શકાય છે.
   લાલ દાળિયા (લેડી બર્ડ બોટલ) ના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ મોલોનું ભક્ષણ કરે છે. જ્યારે લીલી ફદડી (ક્રાયસોપા) ની ઈયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.
   સવારે અથવા સાંજના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૨)નો છંટકાવ કરવો.
   ૧૫ લીટર પાણી સાથે ૫૦ થી ૧૦૦ ગ્રામ લાલ તીખુ મરચું મિશ્રણ કરી સવાર આથવા સાંજ ના સમયે છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાન કથીરી
pankathiri-strawberry-plant
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત જીવાત બારીક અને લાલ રંગની હોય છે. બચ્ચા લીલાશ પડતા રંગના અને ૩ મિ.મી. લાંબા હોય છે. તે આઠ પગ ધરાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- : આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે.પરિણામે પાન ફીક્કા પડી જાય છે.વધારે ઉપદ્રવ હોય ત્યારે પાન ઉપર જાળાં થઇ જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal લીલી ઇયળ (હેલીકોવર્પા આર્મીજેરા)
lili-iyal-strawberry-plant
 •  ઓળખ ચિન્હ :- : પુખ્ત માંદા ફુદું છોડના કુંમળા ભાગ પર આછા પીળા રંગનું ચળકાટવાળુ એક-બે ઈંડું મૂકે છે. ઈયળ લીલા રંગની અને શરીર પર છુટા છવાયા ઘણાં બધા સફેદ રંગના વાળ હોય છે. શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટીઓ હોય છે. કોસેટા અવસ્થા જમીનમાં પૂર્ણ કરે છે. જેનો રંગ કથ્થઈ રંગનો હોય છે. પુખ્ત કીટકની પાંખો પરાળ જેવી અને ભૂખરાં રંગની છાંટવાળી અને પાછળની પાંખો પીળાશ પડતી સફેદ અને કા ળી છાંટવાળી હોય છે. એક માદા એના જીવનકાળ દરમ્યાન ૭૦૦ થી ૩૦૦૦ જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાં ૪ દિવસમાં સેવાયને તેમાંથી ઈયળ નીકળે છે. ઈયળ તથા કોશેટા અવસ્થાઓનો ગાળો અનુક્રમે ૧૭ થી ૨૦ દિવસનો તથા ૧૦ થી ૧૩ દિવસનો હોય છે. કોશેટા અવસ્થા જમીનમાં પૂર્ણ કરે છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૭ થી ૮ જીવનચક્ર પૂર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ ઈયળ શરૂઆતમાં પાનની કુંપળો ફૂલ અને કૂંમળો ભાગ ખાય છે. ફળ બેસતાં ફળો કોરીને અંદરનો ભાગ ખાવાનું શરુ કરે છે. ઈયળ ફળ ખાતા સમયે શરીરનો અડધો ભાગ ફળની અંદર તથા બાકીનો ભાગ બહાર હોય છે. આવા કાણાં પડેલા ફળમાં પાછળથી કોહવાઈ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal સ્ટ્રોબેરી : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
strawberry vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message