amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

sheradi vavetar Amrutkamal  શેરડીના વાવેતર અને રોગો વિશે માહિતી

sheradi vavetar Amrutkamal શેરડી: વાવેતર વિશે માહિતી
 • પાક વિશે માહિતી
  Kheti Amrutkamal શેરડી (sugarcane) એક મહત્ત્વનો લાંબા સમયનો રોકડિયો પાક છે. કૃષિવિશ્વનો અથવા કૃષિ આધારિત ઉધોગોમાં ખાંડ ઉદ્યોગ બીજા ક્રમનો અગત્યનો ઉધોગ છે. સંશોધન દ્વારા સુધારેલ જાતો અને આધુનિક ખેત પદ્ધતિ દ્વારા આવનાર સમયમાં તે ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. સુધારેલ જાતો, વિવિધ ખેતી પદ્ધતિઓ , પાક સંરક્ષણ ખાતરો તથા પિયર અને યોગ્ય સમયે યોગ્ય ભલામણો ખેડૂતમિત્રો દ્વારા અપનાવાય તો ચોક્સ શેરડીનું (sugarcane) ઉત્પાદન ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. શેરડીમાં છેલ્લા પાંચ-છ વર્ષથી રોગ-જીવાતોનો ઉપદ્રવ વધતો જાય છે. ખાસ કરીને સુકારો, રાતડો, વેધકો અને સફ્ટ ખામી તથા વિવિધ ખાતરો અને ખર્ચાળ ખેતી પદ્ધતિઓથી ઉત્પાદન ખર્ચ વધે છે. ત્યારે શેરડીની સુધારેલા ખેતી પદ્ધતિઓ અપનાવી જરૂરી છે. જેથી ઉત્પાદન ખર્ચમાં કરકસર કરી અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાય છે.

  આબોહવા
  શેરડીના (sugarcane) પાકને ભેજવાળી આબોહવા માફક આવે છે. વાવેતર સમયે ૧૨° સે.થી ઓછું ઉષ્ણતામાન અને પરિપક્વા થવા માટે સૂકી અને ઠંડી આબોહવાની જરૂર પડે છે. હાલ અત્યારના સમયમાં વધતા-ઓછા પ્રમાણમાં બધા જ હવામાનમાં ઉગાડવામાં આવે છે.

  જમીન અને જમીનની તૈયારી
  શેરડીનાં પાકને સારા નિતારવાળી મધ્યમ કાળી અને ગોરાડું જમીન ખૂબ જ માફ્ટ આવે છે. શેરડીનું સારું ઉત્પાદન મેળવવા માટે જમીનમાં તળપાણીની સપાટી ૧.૦ મીટરથી નીચે હોવી જોઈએ. દક્ષિણ ગુજરાતની મધ્યથી ભારે કાળી જમીનમાં જ્યારે શેરડીનો પાક લેવાનો હોય ત્યારે સબ સોઈલિંગ અને ટ્રેક્ટર વડે વારંવાર ખેડ કરી સખત પડને તોડવું જરૂરી બને છે. ત્યાર બાદ ઊંડી રીઝર વડે યોગ્ય રોપણી મુજબનાં અંતર સાથે નીકો અને પાળા બનાવવા. સાથે સાથે ૧૦ થી ૧૫ મીટરના અંતરે પિયત માટે ઢાળિયા બનાવવા.

  જાતોની પસંદગી
  શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે રોગજીવાત સામે ટકી રહેવાની શક્તિ હોવી જરૂરી છે. સાથે સાથે રોપણી માટેની જાતો સુકારા અને રાતડા સાથે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાતો પસંદ કરવી.

  રોપણીનો સમય
  ગુજરાત રાજ્યમાં શેરડીની રોપણી ઓક્ટોબર મધ્યથી ફેબ્રુઆરી સુધીમાં રોપણી કરવી.

  રોપણીનું અંતર અને પદ્ધતિ
  શેરડીની (sugarcane) રોપણી ૬૦ સે.મી.નાં અંતરે અથવા જોડકા હારમાં બે જોડકા વચ્ચે ૧૨૦ સે.મી અંતર રાખવું. સામાન્ય રીતે શેરડી ૯૦ થી ૧૦૫ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. પરંતુ હવે મશીનથી થતી કાપણી માટે વધુ અંતરે (૧૨૦ થી ૧૫૦ સે.મી.) રોપણી કરવી જરૂરી બનેલ છે.સામાન્ય રીતે શેરડીને એકાંતરે ટુકડા ગોઠવી (છેડાછેડ)ને રોપણી કરવામાં આવે છે. જેથી ખેતી ખર્ચ ઘટે છે.

  બિયારણનો દર
  શેરડીનું વધુ ઉત્પાદન માટે પ્રતિ હેક્ટરે ૩૫,૦૦૦ ત્રણ આંખવાળા ટુકડા અથવા ૫૦,૦૦૦ બે આંખવાળા ટુકડાની પસંદગી ૮ થી ૧૦ માસના રોપણી. પાકમાંથી કરવામાં આવે છે. આમ એક હેક્ટર વિસ્તારમાં ૧,૦૦,૦૦૦ આંખ આવે તે રીતે રોપણી કરવી જોઈએ. શેરડીની ઘનિષ્ટ ખેતી પદ્ધતિમાં એક આંખના કટકામાંથી બનાવેલ રોપા/ષ્ણગાયેલ એક આંખના કટકાનો ઉપયોગ થતો હોય બિયારણનો જથ્થો ઘણો જ ઓછો (લગભગ ૧ ટન) જરૂર પડે છે.

  બિયારણની પસંદગી
  બિયારણ માટે યુનિવર્સિટી/સુગર ફેક્ટરી દ્વારા લેવામાં આવતા બીજ પ્લેટમાંથી બીજ પસંદ કરવું. આ ઉપરાંત અન્ય પાસેથી બીજ લેવાનું થાય તો બિયારણની પસંદગી રોગ-જીવાત મુક્ત પ્લોટમાંથી કરવી. બિયારણ ૮ થી ૧૦ માસના પાકમાંથી જ પસંદ કરવું અને નીચેનો ૧/૩ ભાગ કાઢી નાખવો અને ઉપરનો ૨/૩ ભાગના ટુકડા પાડવા. રોગ-જીવાતવાળા કટકાને દૂર કરી દેવા.


  બીજ માવજત
  Kheti Amrutkamal પ્રતિ હેક્ટરે ૨૮૦ લિટર પાણીમાં કાર્બેન્ડાઝીમ (૧ ગ્રામ/ લિટર) અને મેલાથીઓન (૨ મિ.લિ./લિટર) અથવા ડાયમીયોએટ (૧ મિ.લિ./લિટર)ના દ્રાવણમાં ૫ મિનિટ ટુકડાને બોળીને રોપવા અથવા શેરડીના કટકાને ૧૦ લિટરમાં પાણીમાં ૨૦ ગ્રામ એમીસાન અથવા બાવિસ્ટીન અને ૨૦ ગ્રામ મેલાથીઓન દ્રાવણ બનાવી પાંચ મિનિટ કટકા બોળીને રોપવા. ખાતરનું પ્રમાણ
  • સેન્દ્રિય ખાતર : શેરડીનું વધુ ઉત્પાદન અને ખાંડનો સારો ઉતારો મેળવવા માટે રાસાયણિક ખાતર સાથે ૨૫ ટન છાણિયું ખાતર આપવું અથવા હેક્ટર દીઠ ૬૨૫ કિ.ગ્રા. દિવેલાનો ખોળ અથવા ૧૨ ટન પ્રેસમડ આપવો.
  • જૈવિક ખાતર : શેરડીની રોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે હેક્ટર દીઠ ૨. કિ.ગ્રા. એમેટોબેક્ટર આપવું. આ માટે છાણિયા ખાતર સાથે મિશ્ર કરી ખાતરમાં આપવું જેથી ૨૫ ટકા જેટલા નાઈટ્રોજન ખાતરનો બચાવ થઈ શકે છે.
  • રાસાયણિક ખાતર : રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા પહેલા જમીનની ચકાસણી કરવી જરૂરી છે. સામાન્ય સ્થિતિમાં ૨૮૦-૧૨૫-૧૨૫ કિ/હે. નાઈટ્રોજન, ફોરસ અને પોટાશ આપવું (નાઈટ્રોજન ખાતરની ચાર હપતામાં ૧૫, ૩૦, ૨૦, ૩૫ ટકા પ્રમાણે અનુક્રમે પાયામાં ૨, ૩, ૫ મહિને આપવું) ફોસ્ફરસ અને પોટાશને રોપણીના સમયે પાયામાં આપવું. ગંધકની પૂર્તિ માટે 900 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર દીઠ જીપ્સમ અને ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર ઝીંક સલ્ફટ રોપણી સમયે આપવું.

  પિયત
  કોઈપણ પાકને ક્યારે, કેટલું અને કઈ રીતે પિયત આપવું તેનો આધાર તે વિસ્તારનું હવામાન, જમીન અને પાકની જાત પર નિર્ભર છે. શેરડીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ પાણી આપવાથી પાણીની કાર્યક્ષમતા તથા પાણીની બચત કરી શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
  ગુજરાતની કાળી જમીનમાં શેરડીના પાકને ૧૪ પિયત જરૂરી બને છે. જેમાં ૨૨ થી ૨૫ દિવસના ગાળે શિયાળામાં અને ૧૪ થી ૧૮ દિવસના મુજબ ૧૫ થી ૨૦ મીટરના અંતરે ઢાળિયા બનાવી નીકોનો પોણા ભાગ ભરાય તેટલું પાણી આપવું. એકાંતરે પાળિયા પિયત પદ્ધતિથી ૪૦ ટકા જેટલા પિયત પાણીની બચત થાય છે. શેરડીમાં ટપક પિયત પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ શેરડીનું જોડીયા હારમાં વાવેતર કરવું. ટપક પદ્ધતિ દ્વારા ખર્ચામાં ૪૦ ટકાની બચત કરી શકાય છે, ટપક પદ્ધતિ ચલાવવાનો સમય એક દિવસના અંતરે ૪૬ થી ૫૨ મિનિટ ઓક્ટોબરથી માર્ચ દરમ્યાન ૬૦ થી ૮૨ મિનિટ એપ્રિલ-જૂન દરમ્યાન તથા ૩૪ થી ૪૬ મિનિટ જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન અને પ્રતિ કલાકે ૪ લિટરનું ડ્રીપર ચલાવવું. ટપક પદ્ધતિ દ્વારા રોપણી બાદ એક મહિનાના અંતરે પાંચ સરખા હપ્તામાં (૩૦-૧૨.૫-૧૨.૫) ના.ફો.પો. કિ.ગ્રા./હે. આપવું જેથી ૫૦% ખાતર અને ૪૦% પિયતનો. બચત કરી શકાય છે.

  નીંદણ નિયંત્રણ
  શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧૨૦ દિવસ સુધી. નીંદણમુક્ત રાખવો જરૂરી છે. હાથ નીંદણ તથા આંતરખેડ કરી નીંદણમુક્ત રાખવું. જો મજૂરો ઉપલબ્ધ ન હોય તો નીંદણનાશક દવાઓ ઉપયોગ કરી નીંદણ નિયંત્રણ કરવું.

  • એટ્રાઝોન ૨-૪ ફ્લિો/હેક્ટર છાંટવું અને ૨૪ ક્લિો સોડિયમ સોલ્ટ વાવણીના ૬૦ દિવસ પછી ૧.૨૫ કિલો/હે. છાટવું.
  • પેરોક્વટ ૦.૬ મિ.લિ. રોપણીના ૨૦ અને ૬૦ દિવસે છંટકાવ કરવો.
  • આંતર પાક લેતા હોય ત્યારે પેન્ડીમિથાલીન 3.33 ક્લિો/હે. છાંટવું.
  નીંદણનાશક દવાઓનો છંટકાવ માટે બ્લ્યુએટ અથવા ફ્લેટર્ન નોઝલનો ઉપયોગ કરવો.

  સંકલિત રોગજીવાત નિયંત્રણ
  Kheti Amrutkamal શેરડીના પાકમાં મુખ્યત્વે રોગોમાં સુકારો, રાતડો અને ચાબુક આંજિયા જોવા મળે છે. તથા જીવાતોમાં વેધકો, પાયરીલા, સર્દી માખી, ચીક્ટો અને અન્ય જીવાતો મળે છે.
  • રોગમુક્ત તથા ૫ થી ૯ માસનું બિયારણ પસંદ કરવું.
  • જો પાકમાં સુકારો અને રાતડા રોગગ્રસ્ત જડીયાને મૂળ સાથે નાશ કરવો અને જમીનમાં ડાર્બેન્ડાઝીમ (૧ ગ્રામ/લિ.) દ્રાવણ બનાવી રેડવું.
  • સુકારા તથા રાતડા જેવા રોગો માટે ટ્રાયકોડમાં શેરડીને સેન્દ્રિય ખાતરમાં સંવર્ધન કરી રોપણી સમયે (૮ ટન/હે.)ના દરથી ચાસમાં આપવું.
  • રોગપ્રતિકારક જાતો વાવવી જોઈએ.
  • વેધકોના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૦.૩ ટકા દાણાદાર દવા હેક્ટરે ૨૩ કિલો અથવા ફોરેટ, ૨૦ ટકા દાણાદાર દવા હેક્ટરે ૧૦ કિલો પ્રમાણે વાવણી બાદ ૩૦ અને ૧૪૦ દિવસે જમીનમાં આપવી.
  • સુકારો કે રાતડાના એકલ-દોકલ જડીયા દેખાય તો ઉપાડી તેનો નાશ કરવો તેમજ તે જગ્યાની નજીક બાવિસ્ટીન (૨.૦ ગ્રામ પ્રતિ ૧ લિટરમાં) દ્રાવણ બનાવી જમીનમાં રેડવું.
  • સદ્દ માખીના નિયંત્રણ માટે ૨૦ લિટર પાણીમાં ઈમિડાક્લોપ્રિડ ૨૮ મિ.લિ. પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. સફ્ટ એફીડનો ઉપદ્રવ જોવા મળે તો મીથાઈલ-ઓડીમેટોન ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. દવા અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૫ એસ.એલ. ૩૦ મિ.લિ. ૧૦૦ લિટર પાણીમાં મિશ્રણ બનાવી છંટકાવ કરવો.
  • ઉંદરથી થતા નુકસાન માટે ઝીંક ફોસ્ફાઈડની ૨ ટકા ઝેર અથવા બ્રોમાડીઓલોન ૦.૦૦૫ ટકા ઝેર ખાધ સાથે દર દીઠ ૧૦ ગ્રામ ચૂકવવું.
  • પાકની યોગ્ય બદલીથી રોગ-જીવાતોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
  • આંતરપાક – શેરડીમાં આતરપાક તરીકે ચણા અથવા પાપડી અથવા મગ અથવા ડુંગળી અથવા લસણનું વાવેતર આર્થિક રીતે વધુ પોષણયુક્ત છે. પરંતુ ખેડૂતમિત્રોની અનુકૂળતા મુજબ અન્ય પાકો વાવી શકાય છે.

  અન્ય ખેતી કામો
  શેરડીની રોપણી પછી ત્રીજા મહિને હલકા કદના પાળા. ચઢાવવા અને પાંચમાં મહિને ભારે કદના પાળા ચઢાવવા. – શેરડીના વધુ ઉતાર લેવા તેમજ ખાંડનું પ્રમાણ વધારવા રોપણી બાદ ૬, ૭ અને ૮ મહિને ત્રણ વખત શેરડીના પાકના ૨૫ ટકા પણે શેરડીના સાંઠા ઉપરના ફ્લ પણના નીચેથી ચોથા ભાગના પણ કે જે સુકાયેલા હોય છે તે કાઢવાની ભલામણ છે. જેથી રોગ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે. ખેતરમાં પાણીની યોગ્ય બે ખેતરો વચ્ચે ઊંડી (એક મીટર)ની નિતાર નીકો બનાવવી. શેરડીની પતારી બાળવાની સલાહ આપવામાં આવતી નથી. બની શકે તો જમીનમાં મેળવવી.

  શેરડીના લાભ પાકની ખેતીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
  • શેરડીના જડીયામાંથી આંખોના અંકુર નીકળે તે માટે કાપણી જમીન સપાટીથી બરાબર સરખી રીતે કરવી. પિયત આપ્યા બાદ વરાપ આવે પછી શેરડીના જડીયાની બને બાજુ હળથી ખેડ કરવી જોઈએ.
  • શેરડીના લાભ પાકનું આર્થિક રીતે વધુ ઉત્પાદન માટે ખાલી પડેલી જગ્યામાં અગાઉ સુધરેલ તે જાતના એક આંખવાળું ધરૂ રોપવો તેમજ ૩૦૦ કિલો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં (૨૫ ટકા પાયામાં અને ૫૦ ટકા બે થી ત્રણ મહિને ૨૫ ટકા પાળા ચઢાવતી વખતે) આપવું.
  • પ્રથમ લાભ પાકને હેક્ટર દીઠ ૬૨.૫ કિલો ફોસ્ફરસ આપવો. લામ પાકને ત્રણ થી ચાર માસનો થાય ત્યાં સુધી જરૂર મુજબ નીંદણ કરવું તથા આંતર ખેડ કરવી. લામ પાક માટે કુલ ૧૩ પિયત આપવી. રોગ-જીવાતનું પ્રમાણ વધારે હોય તો એક જ લામ પાક લેવો હિતાવહ છે.

  શેરડીની ખેતીમાં બીજનું મહત્ત્વ અને ઉત્પાદન
  શેરડીનો પાક વાનસ્પતિક વૃદ્ધિ (સાંઠાના ટુક્કા રોપી) કરવામાં આવે છે. આથી બીજા સાથે રોગ-જીવાતનો પ્રશ્ના ઊભો થાય છે. તેથી બીજ પ્લોટ માટે અગાઉના વર્ષમાં સુકારો રાતડો ન આવેલ હોય અને શેરડી સિવાય અન્ય પાકો લીલો પડવાશ કરેલ હોય તેમજ પાણી/રસ્તાની સારી સગવડ હોય એવા ખેતરની પસંદગી કરવી.

  શેરડીની નવી જાતોની ઝડપથી બીજવૃદ્ધિ માટે એક આંખવાળા ટુકડામાંથી તૈયાર કરેલ ૩૦ દિવસના છોડને અથવા એક આંખવાળા ટુકડાને ૧૦ x ૫૦ સે.મી.ના અંતરે અથવા બે આંખવાળા ટુકડાને ૧૦ x ૫૦ સે.મી.ના અંતરે રોપવાથી બીજની ગુણવત્તા સારી મળે છે.
  • રોપણી સમયે ૮ થી ૧૦ માસનું કુમળું બિયારણ મળી રહે તે પ્રમાણે બીજ પ્લોટની વાવણી કરવી.
  • શેરડીના તંદુરસ્ત અને રોગમુકત બિયારણ માટે ટીસ્યકલ્ચર છોડની ૧ X ૧ મીટરના અંતરે રોપણી કરવી.
  • પાકમાં સારો જુસ્સો મેળવી રાખવા દર ત્રણ થી ચાર વર્ષ બિયારણ બદલતા રહેવું.


call now Amrutkamal
sheradi vavetar Amrutkamal  શેરડી: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal શેરડીનો ગાભમારો/ ડુંખવેધક
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ કીટકના ફૂદાની બંને અગ્ર અને પશ્વ પાંખો તેમજ ઉદરપ્રદેશ ચાંદી જેવા સફેદ રંગના હોય છે.તેની પશ્વ પાંખની કિનારી પીંછાવાળી હોય છે. માદા ફૂદી તેના ઉદરપ્રદેશના છેડે કેસરી રંગના વાળનો ગુચ્છો ધરાવે છે. તે પાનની નીચે સમુહમાં ઇંડા મૂકી બદામી રંગના રેશ્મી તાંતણાથી ઢાંકી દે છે.ઇયળ આછા પીળા રંગની તથા સફેદ અને ઘેરા કેસરી કે કથ્થઇ રંગના માથાવાળી હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇંડામાંથી નીકળેલી ઇયળ નીચેની સપાટીએથી પાનની મધ્ય નસમાં પ્રવેશી મધ્ય નસમાં જ સાંઠા બાજુ કોરણ કરે છે.આથી મધ્ય નસ નુકસાન પામેલી દેખાય છે.આવી નસ શરૂઆતમાં આછા સફેદ રંગની થાય છે.જે સમય જતા બદામી કે આછા કથ્થાઇ રંગની થયેલી જોવા મળે છે.મધ્ય નસનું કોરાણ પુરૂ કરીને ઇયળ ટોચ પાસેથી પાનની વલયમેખલામાં પ્રવેશ કરે છે.જયારે વલયમેખલાના પાન ખૂલે છે ત્યારે પાનપર સમાંતર અગરબતી વડે કાંણા પાડ્યા હોય તેવા ૪ થી ૫ કાંણાઓ દેખાય છે.સમય જતાં ઉપદ્રવિત વલયમેખલા સુકાય જાય છે.જેને ‘ગાભમારો’ કે ‘ડેડ હાર્ટ’ કહે છે.આ ગાભમારો હાથ વડે ખેંચતા સહેલાઇથી ખેંચી શકાતો નથી. પાકની પાછલી અવસ્થાએ ઉપદ્રવ જોવા મળે તો ટોચના ભાગે પીલા ફૂટવાથી ટોચ ‘સાંવરણી’ જેવી દેખાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal શેરડીનો ટોચવેધક
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ કીટકના ફૂદાની અગ્ર પાંખ પરાળ જેવા રંગની હોય છે. જયારે પશ્વ પાંખ આછા સફેદ રંગની અને વાળવારી કીનારી ધરાવે છે. તેનો ઉદરપ્રદેશ બદામી કે ઘેરા કથ્થઇ રંગનો હોય છે.પાંખોનો ફેલાવો ૨૫ થી ૪૦ મિ.મી. જેટલો હોય છે.ઇયળ મેલા સફેદ રંગની અને કથ્થઇ માથાવાળી હોય છે.જયારે પૂર્ણ વિકસિત ઇયળ ૨૦ મિ.મી. લાંબી અને શરીરે કથ્થઇ રંગના ટપકા ધરાવે છે.ઇયળ તેના શરીરની પૃષ્ઠ બાજુ પાંચ જાંબલી રંગના ભૂરાશ પડતા પટ્ટા ધરાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે.તેની ઇયળ જમીનની સપાટીથી થોડી ઉંચાઇએથી પીલામાં દાખલ થઇ ગર્ભનો ભાગ કોરી ખાઇને નુકસાન કરે છે.પરિણામે પીલો મૃત્યુ પામે છે. જેને ‘ગાભમારો’ કે ‘ડેડ હાર્ટ’ કહે છે.હાથ વડે આ ગાભમારાને ખેંચતા સહેલાઇથી ખેંચાય આવે છે. નુકસાન પામેલા પીલામાંથી દુર્ગંધ આવે છે. આ જીવાતના ઉપદ્રવથી પાક ઉત્પાદનમાં ૭૦ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal શેરડીની પાયરીલા
activites Amrutkamal
 •  યજમાન પાકઃ :- શેરડી,ડાંગર, મકાઇ, જુવાર
 •  ઓળખ ચિન્હ :- પાયરીલાના નવા જન્મેલા બચ્ચાં પીળાશ પડતા બદામી રંગના અને ૧.૩ મિ.મી. જેટલા લાંબા હોય છે. બચ્ચાંના ઉદરપ્રદેશના છેડે બે પીંછા જેવી પૂંછડીઓ હોય છે.પુખ્ત કીટક પરાળ જેવા ઘાસીયા રંગનું ૯ મિ.મી. લાંબુ અને આશરે ૨૩ મિ.મી. પાંખનો ફેલાવો ધરાવતું હોય છે.તેની બંને પાંખો ઢળેલા છાપરા જેવી હોય છે.માથાના આગળના ભાગે ચાંચ જેવો ભાગ હોય છે.તેના માથા પર બે મોટી કાળી આંખો અને ત્રણ ભાગવાળી શ્રૃંગિકા જોવા મળે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરવા ઉપરાંત તેના શરીરમાંથી ચીકણા મધ જેવા પદાર્થના ઝરણને લીધે પર કાળી ફુગ વિકાસ પામે છે .આ ફુગ ના ઉગવાથી પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયામાં અવરોધ પેદા થાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal શેરડીની સફેદ માખી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માખી નાની,નાજુક અને આછા પીળાશ પડતા રંગની હોય છે.બચ્ચાં આછા પીળા રંગના અને ત્રણ જોડી પગ ધરાવે છે.જે ધીરે ધીરે ચળકતા,કાળાઉપસેલા દેખાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં રસ ચૂસે છે.ઉપદ્રવિત પાંદડાઓ ઉપર પીળા રંગની પટ્ટીઓ દેખાય છે. તેઓ મધ જેવું ચીકણું પ્રવાહી પેદા કરે છે.જેથી પાન પર કાળી ફૂગનો વિકાસ થાય છે. જેથી પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયામાં અવરોધ પેદા થાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ધૈણ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઇયળ સફેદ રંગની મજબૂત બાંઘાની અને બદામી રંગનું માથુ,મુખાંગ તથા પગવાળી, અંગ્રેજી 'સી' આકારની હોય છે. પુખ્ત બદામી તથા ભુખરા રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળો જમીનમાં રહી મૂળ કાપીને નુકશાન કરે છે. ઇયળ મુળને ખાઇ જતી હોવાથી છોડ ધીમે ધીમે સૂકાઇને ચીમળાઇ જાય છે.ઇયળ ચાસમાં આગળ વધીને એક છોડને નુકસાન કર્યા બાદ બીજા છોડના નીળ ખાવાનું શરૂ કરે છે.આ રીતે તેનુ નુકશાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા પડે છે. પુખ્ત કીટક બોરડી, લીમડો, સરગવો, ખીજડો,બાવળ,મહુડા વિગેરેના પાન ખાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ચીકટો (મીલીબગ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માદા પાંખ વગરની, ગડીઓવાળું શરીર ધરાવતી નરમ અને ગુલાબી રંગની લંબગોળાકાર હોય છે. તેના શરીર ઉપર સફેદ મીણની ભૂકી લાગેલી હોય છે. જ્યારે નર પાંખોવાળા કદમાં નાના હોય છે. આ કીટકની પુખ્ત માદા માર્ચ મહીનાના અંત ભાગથી મે મહીના દરમ્યાન ઝાડ પરથી નીચે ઉતરી જમીનમાં ૮૦ થી ૧૫૦ મિ.મી. ઉંડે સફેદ ગોળાકાર કે લંબગોળ બોગદું બનાવી તેમાં ઇંડાં મૂકે છે. ત્યારબાદ માદા મૃ્ત્યુ પામે છે. આ ઇંડાં શિયાળા સુધી સુષુપ્તાવસ્થામાં રહે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમજ પુખ્ત માદા પાદડા તેમજ ડૂંખ જેવા કુંમળા ભાગમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. પરીણામે નબળા પડી જઇ કોકડાઇ જાય છે. જીવાતના શરીરમાંથી સ્ત્રાવ થતાં ચીકણા પદાર્થ ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે. તે પ્રકાશસંશ્ર્લેષણને અવરોધે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ભીંગડાવાળી જીવાત
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત કીટક ૩ મી.મી. લાંબુ,રતાશ પડતા રંગનું અને બહિર્ગોળ હોય છે.બચ્ચા સપાટ અને આછા પીળા રંગનાં હોય છે.નર પાંખોવાળા હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતની માદા અને બચ્ચા પાનનો રસ ચૂસીને નુકસાન કરે છે.ઉપદ્રવ વધારે હોય ત્યારે વેલા સુકાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
sheradi vavetar Amrutkamal શેરડી: જીવાતો વિશે માહિતી
sheradi vavetar Amrutkamal
 •  અગત્યની જીવાતો :- પાયરીલા,સફેદમાખી, શેરડીનો ગાભમારો, ટાચ વેધક, ચીક્ટો, ભીંગડાવાળા કીટક
 • • ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલી જીવાતોની જુદી-જુદી અવસ્થાઓનો નાશ થાય છે.

  • રોપણી માટે ૮ થી ૯ મહિનાનું તંદુરસ્ત ,જીવાતમુક્ત બિયારણ પસંદ કરવું. રોપણી માટે કીટકો સામે પ્રતિકારક જાતોની પસંદગી કરવી.

  • વેધકોની માદા ફૂદી પાનની નીચેની બાજુએ સમૂહમાં ઈંડાં મૂકે છે. આ ઈંડાંના સમૂહને હાથથી વીણી લઈને વાંસમાંથી બનાવેલ બુસ્ટરમાં મૂકવા,જેથી ઈંડાંઓના પરજીવીઓનુ સંરક્ષણ કરી શકાશે.આ સિવાય ઈંડાંઓના સમૂહનો નાશ કરવો.

  • વેધકોથી ઉપદ્રવિત પીલાઓનો ઈયળો સહિત કાપી/ખોદીને નાશ કરવો.

  • રોપણી બાદ ૯૦ દિવસે હલકા પાળીયા અને ૧૪૦ થી ૧૪૫ દિવસે ભારે કદના પાળીયા બનાવવાથી ડૂંખવેધક અને મૂળવેધકનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.

  • શેરડીની કાપણી જમીનની સપાટી નજીકથી કરવી અને કાપણી બાદ બાકી રહેલા જડીયાં ભેગા કરી સળગાવી દેવાથી મૂળવેધકનો ઉપદ્રવ નવા પાકમાં ઘટાડી શકાય છે.

  • શેરડીના ખેતરમાં ફેરોમેન ટ્રેપ અને પ્રકાશ પિંજર ગોઠવીને જીવાતોની મોજણી કરવી.

  • ખેતરમાં પાણીનો ભરાવો થવા દેવો નહિ.

  • સુકી પાતરીનું ખેતરમાં મલ્ચીંગ કરવાથી ડૂંખ વેધકના ઉપદ્રવને કાબૂમાં રાખી શકાય છે.

  • શેરડીના વેધકોના ઈંડાંના પરજીવી ટ્રાઈકોગ્રામાનો વ્યાપારી ધોરણે મોટા પાયા પર ઉછેર કરવામાં આવે છે. આ પરોપજીવી ટ્રાયકોકાર્ડના નામે મળે છે. વેધકોના જૈવિક નિયંત્રણ માટે એક હેક્ટર વિસ્તાર માટે દર પંદર દિવસના સમયગાળે બે ટ્રાયકોકાર્ડ શેરડીના પાકમાં વેધકોના ઉપદ્રવને ધ્યાનમાં લઈને છ થી સાત વખત ઉપદ્રવિત ખેતરમાં સવાર અથવા સાંજના સમયે શેરડીના ટોચના પાન પર સ્ટેપલરની મદદથી સ્ટેપર કરવા. ટ્રાયકોકાર્ડમાથી નીકળતી પરજીવી ભમરીઓ વેધકોનો ઈંડાંમાંથી ઈયળ નીકળે તે પહેલાં જ તેનો નાશ કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
sheradi vavetar Amrutkamal શેરડી : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
sheradi vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  sheradi vavetar Amrutkamal
call now Amrutkamal
sheradi vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message