amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

ladies-finger vavetar Amrutkamal  ભીંડાના વાવેતર અને રોગો વિશે માહિતી

ladies-finger vavetar Amrutkamal ભીંડા : વાવેતર વિશે માહિતી
 • પાક વિશે માહિતી
  ઉનાળુ, શાકભાજીની ખેતી (summer vegetable crop) વરસાદઆધારીત ન હોવાથી ચોમાસુ શાકભાજી કરતા વધારે અને ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. ઉપરાંત રોગ-જીવાત ઓછા પ્રમાણમાં આવે છે જેથી પાકસરક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે. વધુમાં ગુણવત્તા એકસરખી અને સારી તેમજ બજારભાવ પણ સારા મળી રહે છે. તેથી ઉનાળુ શાકભાજીની ખેતી વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ કરવી જોઈએ. ઉનાળામાં મુખ્યત્વે ભીંડા, ગુવાર, ચોળી, વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, તુરીયા, ગલકા, કારેલા, કાક્ડી, ટેટી, તડબુચ જેવા પાકોનું વાવેતર કરી શકાય. ઉપરાંત તાંદળજો અને પાલખની ખેતી કરી શકાય છે

  ભીંડા
  ઉનાળુ ભીંડા માટે ભલામણ કરેલ જાતો
  ઉનાળુ ભીંડીના પાકોમાં પચરંગીયા રોગનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે એટલે પચરંગીયા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વાવેતર માટે પસંદ કરવી જોઈએ. ગુજરાત જુનાગઢ ભીંડા – 3, ગુજરાત હાઈબ્રીડ ભીંડા – 2, હિસાર ઉન્નત, અરકા અનામિકા તેમજ પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીના હાઇબ્રીડ જાતો વાવેતર માટે પસંદ કરવી જોઈએ. ઉપરાંત આ રોગનો ફેલાવો કરતી જીવાતના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા મુલ રક્ષક (૧) ૪૦ ગ્રામ પ્રતિ કિલો બીજદીઠ માવજત આપવી તેમજ પાક જ્યારે 40, 55 અને 70 દિવસનો થાય ત્યારે ૬૦ ગ્રામ મુલ રક્ષક (૨) તથા મુલ રક્ષક (3)નો જરૂર મુજબ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.

  ઉનાળુ ઋતુમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ભીંડાનું વાવેતર
  ઉનાળુ ભીંડાનું ટપક સિંચાઈ પદ્ધતિથી વાવેતર કરવાથી ઉત્પાદનમાં ૨૬ ટકા અને ચોખ્ખી આવકમાં 11 ટકાનો વધારો જોવા મળેલ છે. જેમાં 60 સે.મી. X 60 સે.મી. ના અંતરે ભીંડાનું વાવેતર કરવું જોઈએ. લેટરલ અને ડીપરનું અંતર પણ 60 સે.મી. રાખવું. ડ્રીપર ડીસચાર્જ 4 લિટર / કલાક રાખવો અને એકાંતરે દિવસે 1 કલાક અને 45 મિનિટ ટપક સિંચાઈ ચાલુ રાખવી જોઈએ.

call now Amrutkamal
activites Amrutkamal ભીંડા : રોગો અને તેની ઓળખ
 •   ૧. ભુકીછારોactivites Amrutkamal આ રોગમાં પાન પર રાખોડી અથવા આછા સફેદ રંગના ધાબા જોવા મળે છે. શિંગો કદમાં નાની અને કઠણ રહે છે.


 •  ૨.પીળી નસનો પચરંગીયો આ રોગમાં મુખ્યત્વે પાનની નસો પીલી પડી જાય છે અને બાકીનો ભાગ લીલો રહે છે.રોગની શરૂઆત ઉપરના પાનથી થાય છે. શીંગો નાની, પીળી અને વિકૃતિવાળી જોવા મળે છે. પરીણામે શીંગોનું ઉત્પાદન અને ગુણવત્તા ઘટે છે.


 •  ૩.મુળનો ગંઠવા કૃમિ આ રોગમાં છોડના પાન પીળા પડી વૃધ્ધિ ધીમી પડે છે. આવા છોડ ઉપાડીને જોતા તેના મૂળ ઉપર નાની મોટી અંસખ્ય ગાંઠો જોવા મળે છે. રોગીષ્ટ છોડ ઉપર શીંગો ઓછી બેસે છે. અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.


call now Amrutkamal
ladies-finger vavetar Amrutkamal  ભીંડા : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal લીલી ઇયળ (હેલીકોવર્પા આર્મીજેરા)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ ઇયળ લીલા ભૂખરા રંગની, બંને બાજુએ કાળાશ પડતી રેખાવાળી અને શરીર પર ટાછવાયા ટૂકાં સફેદ વાળ ધરાવે છે. ફુદાં ઝાંખા પીળાશ પડતા, તપખરીયા રંગના હોય છે. તેની આગળની પાંખો ઝાંખા બદામી રંગની અને તેના પર પાછળના ભાગે એક એક કાળું ટપકું આવેલું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇંડાંમાંથી નીકળેલ ઇયળ શરૂઆતમાં કુમળા પાન ખાય છે. જ્યારે ફળ/જીંડવા/શીંગ બેસે ત્યારે તેમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની અંદર અને અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે. એક જ ઇયળ એક કરતા વઘારે ફળ /જીંડવા/શીંગને નુકસાન કરતી હોવાથી ઓછી વસ્તી હોય તો પણ નુકસાની માત્રા ઘણી વધારે જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલો (એફીડસ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- મોલો લંબગોળ આકારની પોચા,કાળા,આછા લીલા કે જાંબલી રંગની જુદા-જુદા પાક ઉપર જોવા મળે છે. કપાસ,ભીંડા,મગફળી વગેરેમાં લીલા-પીળાં રંગની પરંતુ જુવારનાં પાનની નીચે પીળા રંગની તથા કઠોળ પાકમાં કાળાં કે બદામી રંગની મોલો જોવાં મળે છે. કસુંબીની મોલો કાળાં રંગની કદમાં બીજી જાતની મોલો કરતાં મોટી હોય છે.આપણા રાજ્યમાં મોટા ભાગે માદા મોલો જોવા મળે છે.જે નર સાથે સમાગમ કર્યા સિવાય બચ્ચાંને જન્મ આપે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં/પુખ્ત મોલો પાનની નીચે તથા કુમળી ડુંખો,ડાળ,થડ વગેરે પર રહીને રસ ચૂસે છે.મોલોના શરીરના પાછળના ભાગે પીઠ ઉપર આવેલ બે નળી જેવી કોર્નીકલ્સમાંથી સતત ચીકણો રસ ઝરે છે.જે પાન ઉપર પડતાં તેના ઉપર કાળી ફુગ ઉગી નીકળે છે.જેથી અવરોધ થવાથી છોડની વૃધ્ધી અટકી જાય છે.મોલો કેટલાક પાકોમાં વિષાણુંજન્ય રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal થ્રીપ્સ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાત ખૂબ જ બારીક,ચપળ અને પીળાશ પડતા રંગની અને કાળાં રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- થ્રીપ્સ વિશિષ્ટ પ્રકારનાં મૂખાંગો ધરાવે છે.જેના વડે પાન પર બારીક ઘસરકા પાડીને તેમાંથી નીકળતો રસ ચૂસે છે.નુકસાન પામેલ પાન પર ઝાંખી શકે સાંકળી પટ્ટીઓ જોવા મળે છે.ડુંગળી જેવા પાકમાં તીવ્ર ઉપદ્રવ હોય તો આખા છોડ સફેદ થઈ જાય છે.ચોમાસામાં લાંબા સમય સુધી વરસાદ ન થાય અથવા પિયતનો ગાળો લંબાય તો થ્રીપ્સનો ઉપદ્રવ ઝડપથી વધે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાનકથીરી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પાનકથીરી અષ્ટપાદ વર્ગની બિનકીટક જીવાત છે.પ્રથમ અવસ્થા છ પગવાળી ઈયળ હોય છે.બાકીની અવસ્થા આઠ પગવાળી ઈયળ હોય છે.બાકીની અવસ્થા આઠ પગવાળી ઘેરા લાલ રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાનની નીચે રેશમી તાંતણાંના જાળા બનાવી તેની નીચે રહી પાનમાંથી રસ ચૂસે છે.વધુ ઉપદ્રવમાં પાન ઝાંખા પડી જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal તડતડિયા
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- બચ્ચાં નાના આછા પીળા રંગના પાંખ વગરના હોય છે.પુખ્ત તડતડિયા ફાચર આકારના આછા લીલા રંગના હોય છે અને ત્રાસા ચાલે છે અને ઘણાં ચપળ હોય છે.છોડને સહેજ હલાવતા જ ઉડી જાય છે અને ઘણા ચપળ હોય છે.છોડને સ્હેજ હલાવતા જ ઉડી જાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમજ પુખ્ત પાન અને કુમળા ભાગોમાંથી રસ ચૂસે છે.પરિણામે પાનની ધારો પીળી પડી જઇ કોકડાઇ જાય છે.વધારે ઉપદ્રવમાં પાન નિસ્તેજ બની અંદરની બાજુ વળવા માંડે છે અને છેવટે સુકાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal સફેદ માખી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માખી એકાદ મિ.મી. જેટલી લાંબી, પાંખો દૂધિયા સફેદ રંગની અને શરીર પીળાશ પડતા રંગનું હોય છે.તેના બચ્ચાં આછા પીળા રંગનાં અને લંબગોળ ભીંગડા જેવા હોય છે. જે પાનની નીચેની બાજુ એક જ જગ્યાએ ચોંટી રહે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તથા પુખ્ત માખી પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે.પરિણામે અપરિપકવ અવસ્થામાં સુકાઇ જાય છે.આ જીવાતના શરીરમાંથી પણ ચીકણો મધ જેવો પદાર્થ ઝરે છે. જેના લીધે પાન ઉપર કાળી ફુગ ઉગે છે.સફેદ માખી કેટલાક વિષાણુજન્ય રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal રાતી કથીરી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત જીવાત બારીક અને લાલ રંગની હોય છે. બચ્ચા લીલાશ પડતા રંગના અને ૩ મિ.મી. લાંબા હોય છે. તે આઠ પગ ધરાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે.પરિણામે પાન ફીક્કા પડી જાય છે.વધારે ઉપદ્રવ હોય ત્યારે પાન ઉપર જાળાં થઇ જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, કપાસ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal જીંડવા કોરનાર ટપકાંવાળી ઈયળ (સ્પોટેડ બોલ વર્મ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ ઇયળ રંગે બદામી અને સફેદ પીળાં ટપકાંવાળી હોય છે. ઇરીયાસ વાઇટેલાનાં પુખ્ત કીટકની આગળની પાંખમાં લીલા રંગના ફાચર આકારનો પટ્ટો હોય છે. જ્યારે ઇરીયાસ ઇલ્સ્યુલાની ફુદીની આગળની આખી પાંખ લીલા રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાક જ્યારે નાનો હોય ત્યારે ઇયળ ડૂંખમાં કોરે છે. તેથી ડૂંખો કરમાઈ જાય છે.ફુલ ભમરી શરૂં થતા ઈયળો તેને કોરે છે.નાના જીંડવામાં ભરાઈને અંદરનો માવો ખાય છે.તેની હગાર બહાર આવે છે.જીંડવાં કહોવાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ભીંડાની ડૂંખ કોરનારી ઇયળ/ કાબરી ઇયળ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પૂર્ણ વિકસીત ઇયળ ૧૮ થી ૨૪ મિ.મી. લાંબી,મજબૂત બાંધાની અને શરીર પર વાળ ધરાવે છે.ઇયળના શરીર પર તપખીરીયા અને સફેદ રંગના ટપકાં આવેલા હોવાથી 'પંચરંગી ઇયળ' તરીકે પણ ઓળખાય છે.ફૂદાં મધ્યમ કદના અને ૧૩ થી ૧૫ મિ.મી. લાંબા હોય છે. આ જીવાતની બે જાતો જોવા મળે છે.ઇરીયાસ વાયટેલામાં અગ્ર પાંખ ઉપર ફાચર આકારનો લીલો પટ્ટો જોવા મળે છે જ્યારે ઇરીયાસ ઇન્સ્યુલાનામાં અગ્ર પાંખ લીલા રંગની હોય છે. આ જીવાત ડૂંખ અને શિંગ કોરી ખાનાર ઇયળ તરીકે પણ ઓળખાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન અને ખાસ કરીને વધુ તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે.પાકની શરૂઆતની અવસ્થામાં ઇયળ ડૂંખ કોરીને અંદર દાખલ થઇ કોરાણ કરે છે. પરિણામ સ્વરૂપ ઉપદ્રવિત ડૂંખના પાન મુરજાતા જોવા મળે છે અને ડૂંખ નમી જાય છે.આ રીતે છોડની ટોચનો ભાગ નાશ પામતાં બાજુમાંથી પીલા નીકળે છે.છોડ ઉપર કળી, ફૂલો અને શિંગો બેસવાની શરૂઆત થતાં ઇયળ આ ભાગોને કોરી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal  ભીંડા: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal
 •  અગત્યની જીવાતો :- લીલા તડતડીયાં, કાબરી ઇયળ, પાન વાળનાર ઇયળ, મોલો, સફેદ માખી, પાનકથીરી
 • •• જીવાત સામે ટક્કર લઇ શકાતી હોય તેવી ભીંડાની જાતોની પસંદગી કરવી જોઇએ.

  • વાવેતર કરતી વખતે હારમાં બે છોડ વચ્ચે અંતર ઓછું રાખવાથી છોડની ઉંચાઇ ઝડપથી વધતી હોવાથી જીવાતના ઉપદ્રવને કંઇક અંશે ઓછો કરી શકાય છે.

  • પાકની શરૂઆતની અવસ્થામાં મોલો અને તડતડીયાંના ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળતો હોવાથી શરૂઆતથી જ પાકની મોજણી કરતાં રહેવું જોઇએ.

  • મોલો અને તડતડીયાંનો ઉપદ્રવ શરૂઆતમાં જ વધુ જોવા મળે તો લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારીત જંતુનાશક દવાઓ ૩૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. લીમડા આધારીત કીટનાશક દવાની પસંદગી કરવામાં આવે ત્યારે તેમાં રહેલ એઝાડીરેકટીનનું પ્રમાણ ઓછામાં ઓછું ૧૦૦૦ પી.પી.એમ. કે તેનાથી વધુ હોય તેની કાળજી રાખવી.

  • પાકની શરૂઆતની અવસ્થામાં કાબરી ઇયળ છોડની ડૂંખ કોરીને નુકસાન કરતી હોવાથી આવી ઉપદ્રવિત ડૂંખોને ઇયળ સહિત નાશ કરનાથી ઉપદ્રવને કાબૂમાં લઇ શકાય છે.

  • પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય એટલે કળી અને શિંગો બેસવાની શરૂઆત થાય છે. આ સમયે કાબરી ઇયળ, લીલી ઇયળ અને સ્પોડોપ્ટેરાના ઉપદ્રવને જાણવા માટે ફેરોમોન ટ્રેપ હેકટર દીઠ ૫ થી ૬ ની સંખ્યામાં રાખવા.બે ફોરોમોન ટ્રેપ વચ્ચે ઓછામાં ઓછું ૨૫ મીટરનું અંતર રાખવું.

  • ભીંડાની શિંગોની વીણી કરવામાં આવે ત્યારે ઉપદ્રવિત શિંગોને પણ વીણી લેવી. આવી ઉપદ્રવિત શિંગોને જુદી પાડી તેનો નાશ કરવો.

  • લીલી ઇયળના નિયંત્રણ માટે એચએનપીવી ૫૦૦ ઇયળ આંક/હેકટરે સાંજના સમયે છંટકાવ કરવાથી લીલી ઇયળમાં રોગ પેદા થાય છે અને તેનુ નિયંત્રણ થાય છે.

  • પાન ખાનારી (સ્પોડોપ્ટેરા) જીવાતની માદા સમૂહમાં ઈંડાં મૂકે છે તેમજ પ્રથમ અને દ્વિતીય અવસ્થાની ઈયળો સમૂહમાં પાનની નીચે રહી હરીકણોને ખાતી હોવાથી ઉપદ્રવિત પાનનો સહેલાઈથી ખ્યાલ આવી શકતો હોવાથી ઈડાં તેમજ પ્રથમ અને દ્વિતીય અવસ્થાની ઈયળોના સમૂહવાળા પાન તોડીને કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. સ્પોડોપ્ટેરાના જૈવિક નિયંત્રણ માટે એસએલએનપીવી ૨૫૦ ઈયળ આંક/હેક્ટર સાંજના સમયે છંટકાવ કરવો.

  • કાબરી ઈયળ અને લીલી ઈયળમાં રોગ પેદા કરતા બેસીલસ થુરીન્જીએન્સીસ ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેઝીયાના ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી આખો છોડ પૂરેપૂરો ભીંજાય તેમ સાંજના સમયે છંટકાવ કરવો.

  • શેઢાવાળા પરના ઘાસમાં કહોવાતા કચરામાં ગોકળગાયનું સંવર્ધન થતું હોવાથી આવા સંવર્ધન કેન્દ્રોનો નાશ કરવો. શેઢા પાળા ઉપરના ઘાસને કાપીને દૂર કરવું. સાફ કરેલી જગ્યાએ જમીનમાંથી ઈંડાઓના સમૂહ,બચ્ચાં તેમજ ગોકળગાય શોધીને નાશ કરવો.

  • શેઢા પાળા ઉપરથી ગોકળગાયને ખેતરમાં આવતી અટકાવવા માટે તમાકુના ભૂકાનો આશરે એક થી બે ફૂટ પહોળો પટ્ટો ખેતરની ફરતે કરવો. ઉભા પાકમાં તમાકુનો ભૂકો હેક્ટરે ૯૦ કિલોગ્રામ પ્રમાણે છોડના થડની ફરતે ચાસમાં ભભરાવવો જેથી ગોકળગાય છોડ સુધી પહોંચી શકે નહીં. વરસાદ અને ઉપદ્રવની માત્રા ધ્યાનમાં લઈ તામકુના ભૂકાની માવજત ૧૦ થી ૧૫ દિવસના ગાળે જરૂરીયાત મુજબ આપી શકાય.

  • ક્રાયસોપર્લા એ અગત્યનું પરભક્ષી કીટક છે કે જેને ખેડૂતો 'લીલી પોપટી' ના નામથી ઓળખે છે. તેની ૧૦,૦૦૦ ઈયળ/હેક્ટરે છોડવી.
 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal ભીંડા : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
ladies-finger vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message