amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

cluster-beans vavetar Amrutkamal  ગુવારના વાવેતર અને રોગો વિશે માહિતી

cluster-beans vavetar Amrutkamal ગુવાર : વાવેતર વિશે માહિતી
  • પાક વિશે માહિતી
    ઉનાળુ, શાકભાજીની ખેતી (summer vegetable crop) વરસાદઆધારીત ન હોવાથી ચોમાસુ શાકભાજી કરતા વધારે અને ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. ઉપરાંત રોગ-જીવાત ઓછા પ્રમાણમાં આવે છે જેથી પાકસરક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે. વધુમાં ગુણવત્તા એકસરખી અને સારી તેમજ બજારભાવ પણ સારા મળી રહે છે. તેથી ઉનાળુ શાકભાજીની ખેતી વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ કરવી જોઈએ. ઉનાળામાં મુખ્યત્વે ગુવાર, વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, તુરીયા, ગલકા, કારેલા, કાક્ડી, ટેટી, તડબુચ જેવા પાકોનું વાવેતર કરી શકાય. ઉપરાંત તાંદળજો અને પાલખની ખેતી કરી શકાય છે

    ગુવાર
    ઉનાળુ શાકભાજીના ગુવાર માટે પુસા નવબહાર જાત વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. જેમાં પાયાના ખાતર ઓર્ગેનીક કાર્બન આપવો જોઈએ અને બે હાર વચ્ચે 45 સે.મી. અને બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી. અંતર રાખી વાવેતર કરવું જોઈએ. ઉપરાંત ગુવારમાં આવતા ભૂકીછારાના રોગના અસરકારક નિયંત્રણ માટે મુલ રક્ષક (૧) બે થી ત્રણ છટકાવ 10 થી 12 દિવસના અંતરે કરવા જોઈએ.

call now Amrutkamal
activites Amrutkamal ગુવાર : રોગો અને તેની ઓળખ


call now Amrutkamal
cluster-beans vavetar Amrutkamal  ગુવાર : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
  •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

  •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, કપાસ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

  •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ધૈણ-કઠોળ
activites Amrutkamal
  •  ઓળખ ચિન્હ :- ઇયળ સફેદ રંગની મજબૂત બાંઘાની અને બદામી રંગનું માથુ,મુખાંગ તથા પગવાળી, અંગ્રેજી 'સી' આકારની હોય છે. પુખ્ત બદામી તથા ભુખરા રંગના હોય છે.

  •  નુકસાનનાં પ્રકાર:- ઇયળો જમીનમાં રહી મૂળ કાપીને નુકશાન કરે છે. ઇયળ મુળને ખાઇ જતી હોવાથી છોડ ધીમે ધીમે સૂકાઇને ચીમળાઇ જાય છે.ઇયળ ચાસમાં આગળ વધીને એક છોડને નુકસાન કર્યા બાદ બીજા છોડના નીળ ખાવાનું શરૂ કરે છે.આ રીતે તેનુ નુકશાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા પડે છે. પુખ્ત કીટક બોરડી, લીમડો, સરગવો, ખીજડો,બાવળ,મહુડા વિગેરેના પાન ખાય છે.

  •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાન ખાનારી ઇયળ (લશ્કરી ઇયળ)
activites Amrutkamal
  •  ઓળખ ચિન્હ :- નાની ઇયળો કાળાશ પડતી લીલા રંગની સમૂહમાં રહે છે. મોટી ઇયળો ઓછા બદામી રંગની અને શરીર ઉપર કાળાશ પડતા નારંગી રંગની લીટીઓ વાળી હોય છે.

  •  નુકસાનનાં પ્રકાર:- છોડના પાન ખાઇને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. આથી છોડ ઝાંખરા જેવા પાન વગરના થઇ જાય છે. ઇયળો દિવસે જમીનમાં સંતાઇ રહી રાત્રે નુકસાન કરે છે.

  •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલો (એફીડસ)
activites Amrutkamal
  •  યજમાન પાકઃ :- કપાસ,ભીંડા,મગફળી,જુવાર,શાકભાજીના પાકો,કઠોળ પાકો
  •  ઓળખ ચિન્હ :- મોલો લંબગોળ આકારની પોચા,કાળા,આછા લીલા કે જાંબલી રંગની જુદા-જુદા પાક ઉપર જોવા મળે છે. કપાસ,ભીંડા,મગફળી વગેરેમાં લીલા-પીળાં રંગની પરંતુ જુવારનાં પાનની નીચે પીળા રંગની તથા કઠોળ પાકમાં કાળાં કે બદામી રંગની મોલો જોવાં મળે છે. કસુંબીની મોલો કાળાં રંગની કદમાં બીજી જાતની મોલો કરતાં મોટી હોય છે.આપણા રાજ્યમાં મોટા ભાગે માદા મોલો જોવા મળે છે.જે નર સાથે સમાગમ કર્યા સિવાય બચ્ચાંને જન્મ આપે છે.

  •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં/પુખ્ત મોલો પાનની નીચે તથા કુમળી ડુંખો,ડાળ,થડ વગેરે પર રહીને રસ ચૂસે છે.મોલોના શરીરના પાછળના ભાગે પીઠ ઉપર આવેલ બે નળી જેવી કોર્નીકલ્સમાંથી સતત ચીકણો રસ ઝરે છે.જે પાન ઉપર પડતાં તેના ઉપર કાળી ફુગ ઉગી નીકળે છે.જેથી અવરોધ થવાથી છોડની વૃધ્ધી અટકી જાય છે.મોલો કેટલાક પાકોમાં વિષાણુંજન્ય રોગ ફેલાવે છે.

  •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal ગુવાર : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
  •  વાપરવાની રીત :-
     ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
     છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

  •  ઉપયોગ :-
    આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
     ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
     મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
     છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
     મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

  •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
    (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
    bataka vavetar Amrutkamal
call now Amrutkamal
cluster-beans vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message