amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

muskmelon vavetar Amrutkamal  શક્કરટેટીના વાવેતર અને રોગો વિશે માહિતી

muskmelon vavetar Amrutkamal શક્કરટેટી : વાવેતર વિશે માહિતી
 • muskmelon-crop-farming  પાક વિશે માહિતી
  શક્કરટેટીને અંગ્રેજીમાં માસ્કમેલોન કહે છે. જેનું વૈજ્ઞાનીક નામ કુકુમીસ મેલો છે. તેના પાકા ફળોનો ઉપયોગ મુખ્યત્વે છાલ ઉતારીને ખાવા માટે તેમજ જ્યુસ બનાવીને પીવા માટે થાય છે. આ ઉપરાંત મહદઅંશે તેનું શાક પણ બનાવવામાં આવે છે. તેના સારા સ્વાદ અને સુગંદને લીધે લોકો ખાવાનું પસંદ કરે છે. જેના લીધે બજાર ભાવ પણ સારા મળે છે. તેના ૧૦૦ ગ્રામ ખાધ ભાગમાંથી ૯૫.૨ ગ્રામ ભેજ, ૦.૩ ગ્રામ પ્રોટીન, ૦.૨ ગ્રામ ચરબી, ૦.૪ ગ્રામ ખનીજ તત્વો, ૦.૪ ગ્રામ રેસામો, ૩૫ ગ્રામ કાર્બોદિત પદાર્થો ૩૨ મિ.લિ. ગ્રામ કેલ્શિયમ અને ૧૪ મિ.લિ. ગ્રામ ફોસ્ફરસ હોય છે. આ ઉપરાંત તેમાંથી વિટામીન એ, બી, તથા સી મળે છે.

   જમીન અને જમીનની તૈયારી
  શક્કરટેટીની ૮૦ ટકા ખેતી નદીના પટમાં કરવામાં આવે છે. આમ છતાં ઊંડી ગોરાડું, મધ્ય્મ કાળી, ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીન હોય તો તેમાં આ પાક સારી રીતે લઈ શકાય છે.

   આબોહવા
  ગરમ અને ભેજવાળી આબોહવા આ પાકને વધુ અનુકુળ આવે છે.

   બીજ દર અને વાવણીનું અંતર
  અંતર: બે હાર વચ્ચે બે મીટર અને બે છોડ વચ્ચે એક મીટરનું અંતર રાખીને બીજનું વાવેતર કરવું.

   વાવેતર માટેનો યોગ્ય સમય
  સામન્ય રીતે શક્કરટેટીનું વાવેતર જાન્યુઆરી – ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે. વાવેતર કરવા માટે બે થી ત્રણ વખત સારી ખેડ કર્યા બાદ સમાર મારી જમીનને સમતલ કરવી. જેથી જમીનમાં પાણી ભરાઈ ન રહે.

   ખાતર વ્યવસ્થા
   છાણીયું ખાતર : ૧૦ થી ૧૨ ટન છાણીયું ખાતર આપવું જોઈએ.
   પાયાના ખાતર : જટાયુને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો. નવા ઉગતા છોડનો વિકાસ ઝડપી કરવા માટે ઉપયોગી છે.

   પિયત વ્યવસ્થા
  જમીનના પ્રકાર, ઋતુ અને પાકના વિકાસને ધ્યાન પર લઈ ૮ થી ૧૦ દિવસનાં અંતરે પાણી આપી શકાય. પાકની શરૂઆતની અવસ્થામાં વધારે પાણી આપવામાં આવે તો છોડ કોહવાય જવાની શક્યતા રહેતી હોય છે. એટલે જરૂરીયાત મુજબ જ પિયત આપવું.

   અન્ય માવજત
  વાવેતર કર્યા બાદ છોડનો સારો વિકાસ થઈ જાય એટલે થાણે દરેક છોડ રાખીને બાકીના છોડ દુર કરવા. પાકની શરૂઆતની અવસ્થામાં છોડ નાના હોય ત્યારે કરબડી ચલાવીને તેમજ હાથ નીંદણ કરીને પાકને નીંદામણ મુક્ત રાખવો.

   કાપણી
  ફળ પરિપક્વ થાય ત્યારે તેને તોડવાં જોઈએ. ફળ પાકવાના લક્ષણો નીચે મુજબ છે.
   ફળ કાપવાની શરૂઆત નીચેના ભાગેથી થાય છે અને તેના રંગમાં ફેરફાર થાય છે
   ફળની છાલ પોચી અને મુલાયમ બને છે.
   ફળમાંથી કસ્તુરી જેવી સુંગધ આવે છે.
   ડીટું લીલામાંથી સફેદ રંગનું થઈ જાય છે.
   ક્યારેક ફળ વેલાથી અલગ થઈ જાય છે.
  જો સ્થાનિક બજારમાં શક્કરટેટીને લઈ જવાની હોય તો પૂર્ણ પરિપક્વ ફળ તોડવા જોઈએ. પરંતુ ફળને ૨ – ૩ દિવસ રાખી મુકવાના હોય અથવા દુરની બજારમાં વેચાણ માટે લઈ જવાના હોય તો ફળ પૂર્ણ પરિપક્વ થાય તે પહેલા વહેલી સવારે તોડી ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. જો વધારે સમય સુધી ફળ રાખવાનુ થાય તો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવો.

   ઉત્પાદન
  શક્કરટેટીનું ઉત્પાદન જાત પ્રમાણે ૧.૪ થી ૧.૯ ટન પ્રતિ હેક્ટર મળે છે.
call now Amrutkamal
activites Amrutkamal શક્કરટેટી : રોગો અને તેની ઓળખ
 •  (૧) ભૂકી છારો : પાવડરી મીલ્ડ્યુ
  (ફુગ : એરીસીફી સીકોરાસીરમ)
  bhuki-chharo-shakkarteti
  રોગના લક્ષણો : શક્કરટેટીના પાકમાં ભૂકી છારો અગત્યનો રોગ છે. આ રોગનાં ઉપદ્રવ વખતે પાનની ઉપરની સપાટી પર સફેદ ભૂકી જોવા મળે છે. રોગવાળા પાન પીળા પડી જઈ સૂકાય જાય છે. વધુ ઉપદ્રવમાં આખો છોડ સુકાય જાય છે. આ રોગને ઠંડુ અને ભેજવાળુ વાતાવરણ વધુ માફક આવે છે.

  નિયંત્રણ :
  મૂલ રક્ષક (૧) ફૂગનાશક દવાનો ૮૦ મીલી પ્રતિ ૧૫ લિટર પાણીમાં પ્રવાહી મિશ્રણ બનાવી છંટકાવ કરવો. જો ત્યારબાદ જરૂર જણાય તો યોગ્યતા મુજબ આપવું.


 •  (૨) તળછારો : ડાઉની મીલ્ડ્યુ
  (ફુગ : સ્યુડોપેરોનોસ્પોરા સ્પી.)
  talchharo-shakrteti
  રોગના લક્ષણો : શક્કરટેટીના પાકમાં આ રોગ ઘણું નુકશાન કરે છે. આ રોગમાં પાનની નીચેની બાજુએ સફેદ ફુગનો ઉગાવો જોવા મળે છે. જ્યારે ખુબ જ ઉપદ્રવ હોય ત્યારે ઉપરની બાજુએ પીળા ધાબા જોવા મળે છે અને રોગનો ફેલાવો વધતા પાન સુકાઈને ખરી પડે છે.

  નિયંત્રણ :
  તાંબાયુક્ત દવાનો ૦.૨ ટકા મુજબ છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.


call now Amrutkamal
muskmelon vavetar Amrutkamal  શક્કરટેટી : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal મોલો મશી : એફિડ
molo-masi
 •  ઓળખ ચિન્હ :- મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતાં રંગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને કોર્નિકલ્સ કહે છે. પુખ્ત નર મોલો નાની, પાંખવાળી અને પુખ્ત માદા મોલો મોટી, પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જ્ન્મ આપે છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચક્ર પુર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- મોલોના પુખ્ત તેમજ બચ્ચાં કુમળી ડૂંખો તથા પાનની નીચે રહીને રસી ચૂસે છે. વધુ ઉપદ્રવમાં છોડની વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. જેના ઉપર સમય પાછળ જતાં કાળી ફુગનો ઉપદ્રવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આલ્હો છોડ દેખાવે કાળો લાગે છે. આકારની, સફેદ રંગની અને બદામી માથાવાળા તથા કોશેટો સફેદ ક્રીમ કલરનો હોય છે. કોશેટો અવસ્થા ૧૩ થી ૧૫ દિવસની હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   વાવેતર બાદ સાઠાંની માખી કે ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જણાય તો વાવેતર બાદ ૧૫ દિવસે અને જરૂર જણાય તો ફરી ૧૫ દિવસે મૂલ રક્ષક (૩) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
   લાલ દાળિયાના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ માલોનું ભક્ષણ કરે છે. જ્યારે લીલી ફુદડીની ઈયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.
call now Amrutkamal
activites Amrutkamal ફળમાખી : ફ્રુટ ફ્લાઈ
images/falmakhi-teti.jpg
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત કીટકમાં એક જોડી પારદર્શક પાંખ હોય છે જેમાં રંગીન ડાઘા હોય છે જ્યારે શરીર બદામી રંગનું હોય છે. માદા ફળમાખી નર કરતા નાની હોય છે. માદામાખી અણીદાર અંડ નિક્ષેપકને ફળની છાલમાં ખોસીને ૧ થી ૪ મી.મી. ઉંડાઈએ જથ્થામાં અથવા આધાર અનુકુળ આવતા યજમાન પાક ઉપર રહે છે. સામાન્ય રીતે એક માખી સરેરાશ ૫૦ થી ૧૫૦ જેટલાં ઈંડા મુકે છે. ઈંડામાંથી નીકળતી ઈયળ ફળનો ગર્ભ ખાઈને ત્રણ વખત નિમોચન કરી પુખ્ત ઈયળ બને છે અને ફળમાંથી બહાર નીકળી જમીનમાં કોશેટો બનાવે છે. કોશેટોમાંથી જે પુખ્ત ઈયળ ફળમાખીઓ બહાર નીકળે છે તે ૭ થી ૨૫ દિવસ બાદ ઈંડા મુકવાની શરૂઆત કરે છે. સામાન્ય રીતે ફળમાખીની વૃધ્ધિ અને વિકાસ માટે ગરમ આબોહવા વાળું વાતાવરણ વધુ માફક આવે છે. શિયાળામાં તીવ્ર ઠંડીના દિવસોમાં તે કોશેટો અથવા પુખ્ત અવસ્થામાં લાંબો સમય સુષુપ્ત રહી શકે છે. તેની ઈયળ સફેદ રંગની, પગ વગરની હોય છે. ઈયળ અવસ્થા પુરી થતાં ઈયળ નીચે પડી જમીનમાં કોશેટા બનાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ફળમાખી બહુભોજી હોઈ જુદા જુદા અનેક ફળો તેમજ શાકભાજીમાં ઈંડા મુકી પ્રજનન કરી શકે છે. વળી, પુખ્ત માખી બે કીમી સુધી ઉડી શકતી હોઈ તેનો ફેલાવો પણ ઝડપથી થાય છે. માદા માખી પાક્ટ અવસ્થાએ પહોચેલા ફળની પોચી ચામડીની નીચે ઈંડું મુકે છે જેમાં ઘાટું લીલાશ પડતું કાણું જોવા મળે છે. શક્કરટેટી, ઘોલોડા, દુધી, કાકડી, કારેલા, ટેટી જેવા ફળોમાં ફળમાખીએ પાડેલા ટુવામાંથી રસ ઝરે છે જેના ઉપરથી ફળમાખીનો ઉપદ્રવ જાણી શકાય છે. ઈંડા મુકવા માટે ડંખને લીધે ફળનો આકાર બેડોળ થઈ જાય છે. આ ડંખના કાણામાથી જીવાણુઓને ફળમાં દાખલ થવાની અનુકુળતા રહે છે. ઈંડામાથી નીકળતી ઈયળ ફળની અંદર સર્વે દિશામાં નાળા બનાવી ગર્ભ ખાવાનું શરુ કરે છે. ઉપદ્રિત ફળો વિકૃત થઈ જાય છે પીળા પડી જમીન પર ખડી પડે છે અને ફળમાં ફુગ અને બેક્ટેરીયામાંથી કોહવારો થાય છે જેથી અણગમતી વાસ આવે છે. આવી વાસ ફળમાખીઓને આકર્ષે છે અને ઉપદ્રવમાં વધારો થાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   કોહવાઈ ગયેલ અને ખરી પડેલા ફળ ભેગા કરી તેનો નાશ કરવો.  છોડ ફરતે ઊંડી ખેડ કરવી જેથી કોશેટાનો નાશ થાય.
   ધાણા, મુળા જેવા પાકો સાથે લેવા નહી.
   ચારે તરફ શ્યામ તુલસીનું વાવેતર કરવું.
call now Amrutkamal
activites Amrutkamal  શક્કરટેટી : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal
 •  અગત્યની જીવાતો :- ફળમાખી,ઘીલોડીની ફૂદી,પરવળના વેલા કોરી ખાનાર ઈયળ,પાનપગા ચૂસિયાં
 • • પાક લીધા બાદ જમીનમાં ઉંડી ખેડ કરવી જેથી ફળમાખીના કેશેટાનો નાશ થાય છે.

  • ટુવા પડેલ અને નીચે ખરી પડેલ ફળોને નિયમિત રીતે વીણી જમીનમાં દાટી દેવા.

  • ફળોની વીણી નિયમિત રીતે કરવી અને ફળો પાક્ટ થતાં પહેલા ઉતારી લેવા.

  • શક્કરટેટી ની ફળમાખીની પ્રજાતિ મિથાઇલ યુજીનોલયુક્ત ટ્રેપથી આકર્ષાતી ન હોઇ, ક્યુલ્યુર ટ્રેપનો ઉપયોગ કરવો. વાડીમાં કયુલ્યુરયુક્ત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા.

  • જીવાતમુક્ત વેલાની રોપણી માટે પસંદગી કરવી. ઉપદ્રવિત વેલાઓ કાપી લઇ તેને જમીનમાં ઉડે દાટી નાશ કરવો.

  • જીવાતમુક્ત વેલાની રોપણી માટે પસંદગી કરવી.ઉપદ્રવિત વેલાઓ કાપી લઇ તેને જમીનમાં ઉંડે દાટી નાશ કરવો.

  • મીલીબગનો શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય ત્યારે બચ્ચાં અને પુખ્તને હાથથી વીણી કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો.

  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫% અર્કનો છંટકાવ કરવો.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal શક્કરટેટી : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
muskmelon vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message