amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

sevanti-flower vavetar Amrutkamal  સેવંતીના વાવેતર અને રોગો વિશે માહિતી

sevanti-flower vavetar Amrutkamal સેવંતી : વાવેતર વિશે માહિતી
 •  ખેતી વ્યવસ્થા :
  sevanti-flower-farming-in-indiaસેવંતી કે જેને ગુલદાઉદી પણ કહે છે. જેનું ફૂલોમાં ગુલાબ પછી બીજું સ્થાન છે. ફૂલોનાં વ્યાપારમાં સેવંતીનું ખૂબ જ મહત્વ અને અગત્યતા છે. આ ફૂલોના જેવા વિવિધ આકાર, રંગ અને ઉંચાઈ ધરાવતા અન્ય કોઈ ફૂલો નથી. સેવંતી એસ્યેસી કુળની વનસ્પતિ છે. જેનું ઉદભવ સ્થાન યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા ગણવામાં આવે છે. સેવંતીના ફૂલો છૂટક તેમજ કટફ્લાવર તરીકે વપરાય છે. દક્ષિણ ભારતમાં પીળા ફૂલો આપતી જાતોની ખેતી મોટા પાયા પર કરવામાં આવે છે. આ ઉપરાંત બગીચાની શોભા વધારવા, ઘર આંગણે કુંડા રાખી આંગણું શોભાયમાન બનાવવા પણ થાય છે. આપણા દેશમાં સેવંતીની ખેતી ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ચોક્કસ વિસ્તારમાં કરવામાં આવે છે. જ્યારે આપણા રાજ્યોમાં મોટા શહેરો જેવા કે વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા ઉપરાંત ખેડામાં પણ થાય છે.

   આબોહવા
  વૃધ્ધિ અને ઉત્પાદન માટે પ્રકાશ અને તાપમાન મુખ્ય પરિબળો છે. ઉનાળાની ઋતુ કે જ્યારે દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય તે સમય સમયગાળામાં વાનસ્પતિક વૃધ્ધિ સારી રીતે થાય છે. તેથી ઉલ્ટું ટુકો દિવસ અને લાંબી રાત્રિ એટલે કે શિયાળાની ઋતુ દરમ્યાન ફૂલો બેસે છે. આમ ફૂલોનાં ઉત્પાદન માટે આપણે ત્યાં શિયાળો ઉત્તમ ઋતુ છે.

   જમીન
  કોઈપણ સારા નિતારવાળી, ગોરાળું, કાંપવાળી કે મધ્યમ કાળી જમીન અનુકૂળ આવે છે. ચીકણી માટીવાળી કે પાણી ભરાઈ રહેતું હોય તેવી ઓછી નિતારવાળી જમીન આ પાકને માફક આવતી નથી. સામાન્ય રીતે સૌરાષ્ટ્રની બધી જમીન આ પાકને માફક આવે છે.

   જમીનની તૈયારી :
  સેવંતીનો પાક એકથી વધુ ઋતુ માટે જમીનમાં ઉભો રહેતો હોય, જમીનને વ્યવસ્થિત ઉંડી ખેડ કાયમી પ્રકારનાં નીંદામણ જેવા કે ઘરો, ચીઢો જેવા દૂર કરવા જોઈએ. ત્યારબાદ ઢેફા ભાંગી, બિનજરૂરી ઝડીયા દૂર કરી જમીનમાં પુરતાં પ્રમાણમાં સેન્દ્રિય ખાતર આપી જમીન સમતળ કરવી જોઈએ. જેથી પાક દરમ્યાન નીંદામણનો પ્રશ્ન ઓછો ઉદભવે.

   સવર્ધન
  ૧. બીજ:
  સીઝનલ સેવતીનું વધન મુખ્યત્વે બીજથી થાય છે. સંપૂર્ણ પરિપકવ તંદુરસ્ત બીજ માર્ચ એપ્રિલ માસમાં એકત્ર કરી, ભેજરહિત જગ્યામાં સંગ્રહ કરી સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં વાવણી માટે ઉપયોગ કરવો. ૨. પીલા :
  વર્ષાયુ સેવંતીના મૂળ નજીક ચોમાસામાં પીલા ફુટે છે જે મૂળ સહિત છૂટા પાડી રોપણી પહેલાં ૧૫ દિવસ આરામ આપી રોપણી કરવી.
  ૩. કટકા :
  વર્ષાયુ સેવંતીના છોડની ડાળીના ટુકડા બનાવી રોપણી માટે ઉપયોગ કરવો. રોપણી બીજથી તૈયાર કરેલ ધરૂવાડીયું ર૧ થી 30 દિવસ દરમ્યાન તૈયાર થઈ જાય છે. જેને તૈયાર કરેલ જમીનમાં જે તે જાતના ફેલાવા અનુસાર 30 સે.મી. x 30 સે.મી., ૪૫ સે.મી. × ૪૫ સે.મી., ૪૫ સે.મી. × 50 સે.મી.ના અંતરે રોપણી કરવી. રોપણી ઓકટોબર-નવેમ્બરમાં કરી શકાય છે. વર્ષાયુ છોડની રોપણી જુલાઈ-ઓગષ્ટમાં કરવામાં આવે છે. પાળા 30 સે.મી. પહોળા રાખી પાળાની બંને ધારે છોડ રોપવા પાણી નીકમાં આપવું.

   ખાતર
  જે જમીનમાં સેવંતીનું વાવેતર કરવું હોય તે જમીનમાં જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૨૦ થી ૨૫ ટન કોહવાયેલું છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી. તથા લીલા પડવાશ તરીકે શણનું વાવેતર સેવંતીના વાવેતર પહેલા ૬૦ દિવસે કરવું. એઝોસ્પિરીલમ અને ફોસફોબેકટર બેકટેરીયા ૨.૫ કિ.ગ્રા./ હેકટર નાખવા. ૫ ટના હેક્ટર વર્મીકમ્પોસ્ટ સેવંતીના વાવેતર સમયે આપવું.

   પિયત
  ચોમાસામાં વરસાદ ન હોય તો વર્ષાયુ સેવંતીને જરૂર મુજબ પિયત આપવું. શિયાળામાં સેવંતીને ૭ થી ૧૦ દિવસે તથા ઉનાળામાં 3 થી પ દિવસના અંતરે પિયત આપવું. ફૂલકની અવસ્થા પિયત માટે કટોકટીની અવસ્થા ગણી શકાય.  ખુટણ
  છોડને વધુ ડાળીઓ તથા સારી ગુણવત્તાવાળા ફૂલો મેળવવા રોપણી બાદ દોઢ માસે અગ્રભાગ ૩ થી ૫ સેમી. કાપવો જેથી વધુ ફૂટ મળશે અને વધારે ફૂલ આવશે. છોડને ટેકો આપવો વર્ષાયુ છોડની વધુ ઉંચાઈવાળી જાતોના છોડને વાંસના કટકાથી ટેકા આપવાથી સારી ગુણવત્તાવાળા ફૂલ મેળવી શકાય. સીઝનલ છોડને ટેકાની જરૂરિયાત રહેતી નથી.

   ઇતર કાર્યો
  છોડને નીંદણમુકત રાખવો શરૂઆતની અવસ્થામાં કરબડીથી આંતરખેડ કરવી. સીઝનલ છોડને સાધારણ પાળી ચઢાવવી ફૂલ ઉતારવા ફૂલને સંપૂર્ણ ખીલ્યા બાદ સામાન્ય રીતે વહેલી સવારે અથવા સાંજના સમયે ઉતારવા જોઈએ. કટફલાવરની કાપણી કૂલ ખીલતાં પહેલાં કરી વ્યવસ્થિત પેક કરવા. કટફલાવરને કાણાંવાળા બોક્ષમાં જયારે છૂટાં ફૂલ ટોપલીમાં મુકી તેના ઉપર ભીનું કપડું મુકી વેચાણ માટે મોકલવા.

   ઉત્પાદન
  સીઝનલ સેવતી ૨૨ થી ૨૫ ટન પ્રતિ હેકટરે ફૂલ આપે છે, જયારે અન્ય જાતો ઓછું ઉત્પાદન આપે છે. આવક-અર્ચ ભાવ પ્રતિ કિ.ગ્રા.ના રૂપિયા 10 ગણતાં અંદાજીત એક લાખથી સવા લાખ જેટલી આવક હેકટરે મળી રહે છે. હેકટરે ઉત્પાદન ખર્ચ રૂપિયા 30,000 થી ૩૫,000 હજાર થાય છે. સેવતીના પુષ્પોનું આયુષ્ય લંબાવવા માટે જરૂરી

   સૂચનો
  ૧. રોગ-જીવાતમુકત છોડ પરથી ફૂલો પસંદ કરી અલગ રાખવા.
  ૨. તાજા જ ખીલેલાં પૂષ્પો ઉતારવા.
  ૩. ફૂલો વહેલી સવારે કે સૂર્યાસ્ત બાદ ઉતારવા.
  ૪. છૂટાં ફૂલો દાંડી સાથે ચૂંટવા.
  ૫. ફૂલો ઉતાર્યા બાદ તેના પર પાણી છાંટવું.
  ૬. કટફલાવર્સના ફૂલો ધારદાર ચપ્પ કે સીકેટરની મદદથી લાંબી દાંડી સાથે કાપીને ઉતારવા.

   સેવંતીની જાતો :
  sevanti-flower-farming-in-gujarat દુનિયામાં સેવંતીની ઘણી બધી જાતો નોંધાયેલી છે. જેમાં જાપાન એકલામાં જ ૧૫૦૦૦ થી વધારે જાતો છે. સેવંતીની જોતોનું ફૂલનાં કદ, આકાર અને રંગપ્રમાણે જુદા જુદા વર્ગોમાં વહેંચવામાં આવે છે.

  ૧. મોટા ફૂલો ધરાવતી જાતો :
  ૧. સીંગલ – આ જાતમાં ફૂલની પાંદડીઓ એક જ હારમાં ૪ થી ૫ જોવા મળે છે. ફૂલની બેઠક સપાટ અથવા સહેજ ગોળાકાર હોય છે. દા.ત. પોટોમેક
  ૨. એનીમોન- ફૂલ કદમાં મોટા, સીંગલ પ્રકારના પરંતુ નાની પાંદડીઓ વધારે સંખ્યામાં હોય છે.
  ૩. પોમપોન- આ પ્રકારની જાતના ફૂલ ગોળાકાર અને સુંદર રીતે ગુચ્છામાં હોય છે. ફૂલની પાંદડીઓ સુંવાળી, મજબૂત અને અંદરની બાજુ વળેલી હોય છે.
  ૪. ઈજ્કવર્ડ- આ પ્રકારની જાતના ફૂલોની પાંદડીઓ એકસરખી, લીસ્સી, આગળથી અણીદાર અને અને અંદરની તરફ વળેલી હોય છે. દા.ત. સ્નોબોલ, માઉન્ટેનર.
  ૫. રીફલેસ- આ પ્રકારની જાતમાં ફૂલોની પાંદડીઓ છુટી બહારની બાજુ વળીને વિકાસ પામે છે. કેટલીક જાતોમાં કાટખૂણે પણ વળેલી જોવા મળે છે.
  ૬. સ્પુન- આ પ્રકારની ફૂલની પાંદડીઓ લાંબી, સીધી નળી જેવી ચમચા આકારે નિયમિત રીતે ગોઠવાયેલી હોય છે અને બેઠક સ્પષ્ટ દેખાય છે.
  ૭. સ્પાઈડર- આ જાતનાં ફૂલની પાંદડીઓ લાંબી નળી આકારની વળેલી તેમજ છેડા પર હુક જેવી હોય છે.

  ૨. નાના ફૂલો ધરાવતી જાતો :
  ૧. એનોમોન- આ જાતમાં ફૂલોનું કદ નાનું હોય છે.
  ૨. કોરીયન- આ જાતનું ફૂલ કદમાં નાનું, સીંગલ અથવા ડબલ હોય છે. પાંદડીઓમાં જગ્યા જોવા મળે છે.
  ૩. ક્લીલ્ડ- આ જાતમાં ફૂલની પાંદડીઓ ભુંગળી જેવી અને પીંછા આકારની હોય છે. અમુક જાતોમાં પાંદડીઓ ટોચ તરફથી છુટી અથવા બંધ હોય છે.
  ૪. બટન- આ જાતોમાં એક છોડ પર ખૂબ જ મોટી સંખ્યામાં ફૂલો બેસે છે. ફૂલો ખૂબ જ નાના, ૨ થી ૩ સે.મી. કદના ગુચ્છામાં જોવા મળે છે.
  ૫. સાયનેરીયા- આ જાતના ફૂલ કોરીયન જેવા હોય છે, ફૂલનું કદ ૩ સે.મી. કરતા પણ ઓછું હોય છે.

   ભારતમાં વવાતી સેવંતી રંગ મુજબની જુદી જુદી જાતો :
  (અ) મોટા ફૂલો ધરાવતી જાતો
  સફેદ- બ્યુટી, સ્નોબોલ, વલિયમ ટર્નર, ઈનોસેન્સ, પીટર, ગ્રીનગોડેસ, અજીના, વ્હાઈટ, પ્રિમીયર.
  પીળી- ચંન્દ્રમાં, સુપર જાયન્ટ, ઈવનિંગ સ્ટાર, મેલોડીયન.
  ગુલાબી અને જાંબુડીયો રંગ ધરાવતી- પીન્ક ક્લાઉડર, ક્લાસિક બ્યુટી, પીન્ક જ્ઞર્નર, પીટર મે, અરજીના પરપલ.
  લાલ અખરોટ જેવા રંગ ધરાવતી- ઓલ્ફેડ, વિલ્સન, બ્રેવો, ડીસ્ટીક્શન, ઓટમ બ્લેઝ.

  (બ) નાના ફૂલો ધરાવતી જાતો
  ૧. કટફ્લાવરની જાતો-
  સફેદ- હીરોઝોન, બીરબલ શાહની, હિમાની, જ્યોત્સના.
  પીળો- બસંતી, સુજાતા, કુન્દન, ફ્રીડમ.
  લાલ- બ્લેઝ, જયા.
  ૨. કુંડા માટેની જાતો-
  સફેદ- મરક્યુરી, જ્યોત્સના, હની કોમ્બ શરાદામાલા, શરદશોભા, પરફેક્ટા.
  પીળા- સાલમન, મોન્ઝા, ગારનેટર, જીન, વીનીફેડ.
  ૩. હાર-તોરા માટેની જાતો –
  સફેદ- બીરબલ શાહની, શરદશોભા.
call now Amrutkamal
activites Amrutkamal સેવંતી : રોગો અને તેની ઓળખ
 •  ૧. પોનનો ઝાળ
  રોગના લક્ષણો : પાન ઉપર કાળા- બદામી રંગના, ગોળ અથવા અનિયમિત આકારવાળા ટપકાંઓ જોવા મળે છે જે એકબીજા સાથે જોડાઈને પાનનાં મોટા ભાગનો વિસ્તાર આવરી લે છે. રોગિષ્ટ ભાગની આજુબાજુ પીળો આભાસ જોવા મળે છે. મૃતપ્રાય પર્ણો છોડ ઉપર લટકતાં જોવાં મળે છે.

  નિયંત્રણ :
   અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૧ નંબર ૫૦ થી ૮૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે છંટકાવ આપવો.
 •  ૨. ભૂકીછારો
  રોગના લક્ષણો : પાન ઉપર ધોળો અથવા રાખોડી જેવો ફૂગનો વિકાસ એક આવરણ રૂપે જોવા મળે છે. રોગિષ્ટ પર્ણો પીળા પડીને સુકાઈ જાય છે. વધુ રોગગ્રસ્ત છોડો વામણા રહે છે અને ફૂલ આપતાં નથી. ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં રોગનો વધુ ફેલાવો જોવા મળે છે.

  નિયંત્રણ :
   અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૧ નંબર ૫૦ થી ૮૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે છંટકાવ આપવો.
call now Amrutkamal
activites Amrutkamal સેવંતી: જીવાતો વિશે માહિતી
 •  ૧. મોલોમશીmolomasi-flower-plant-insect
  ઓળખ ચિન્હ : મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતા રંગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને Cornicals કહે છે. પુખ્ત નર મોલો નાની પાંખવાળી અને પુખ્ત માદા મોલો મોટી પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જન્મ આપે છે. માદા મોલો ૮ થી ૨૨ બચ્ચા પ્રતિ દિન જન્મ આપે છે. આ બચ્ચા ૭ થી ૯ દિવિસમાં પુષ્ત બની જાય છે. પુખ્તનો જીવનકાળ ૨ થી ૩ અઠવાડિયાનો હોય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચકુ પુર્ણ કરે છે.

  નુકસાન : મોલોમશીના પુખ્ત તેમજ બચ્ચાં ફૂમળી ડખો તથા પાનની નીચે રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્દવમાં છોડનો વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોય છે જેના ઉપર સમય જતાં કાળી ફુગનો ઉપદ્દવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. આ જીવાત મોટે ભાગે "કોકડવા" અથવા "પંચરંગિયો" રોગ ફેલાવે છે.

  નિયંત્રણ :
   સ્ટીકી ટ્રેપ ગોઠવી જીવાતનો ઉપદ્દવની માત્રા ઘટાડી શકાય છે.
   લાલ દાળિયા (લેડી બર્ડ બોટલ) ના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ મોલોનું ભક્ષણ કરે છે. જ્યારે લીલી ફદડી (ક્રાયસોપા) ની ઈયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.
   સવારે અથવા સાંજના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૨)નો છંટકાવ કરવો.
   ૧૫ લીટર પાણી સાથે ૫૦ થી ૧૦૦ ગ્રામ લાલ તીખુ મરચું મિશ્રણ કરી સવાર આથવા સાંજ ના સમયે છંટકાવ કરવો.

 •  ૨. થ્રિપ્સ thrips-insect-in-sevanti-flower-farming
  ઓળખ ચિન્હ : આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત ૧ મી.મી. થી નાના, નાજુક, ફિક્કા પીળાશ પડતાં ભૂખરા રંગની અને કદમાં ખૂબ નાની હોવાથી અનુભવ વિના નરી આંખે દેખાતી નથી. પુખ્તની પાંખોની ધાર રૂંવાટીવાળી હોય છે. જ્યારે બચ્ચાં પાંખ વગરનાં હોય છે.

  નુકસાન : બચ્ચાં અને પુખ્ત પાન, કુમળી ડાળી, ફુલ ઉપર ઘસરકા પાડી તેમાંથી નિકળતો રસ ચૂસે છે. જો ઉપદ્રવ વધુ હોય તો પાન ઉપરની તરફ કોકડાઈ જાય છે અને ત્યારબાદ ખરી પડે છે. ઉપદ્રવવાળો પાનનો ભાગ ભૂખરો કે સફેદ થઈ સુકાઈ જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે. થ્રિપ્સનાં ઉપદ્રવને લઘુત્તમ તાપમાન, બાષ્પદબાણ અને ભેજ જેવા વાતાવરણિય પરિબળો સાથે નકારાત્મક સંબંધ છે એટલે કે આ વાતાવરણિય પરિબળો વધતા કે ઘટતાં અનુક્રમે થ્રિપ્સની વસ્તીમાં વધારો કે ઘટાડો થાય છે. ઉપરોક્ત પરિબળોને લીધે થ્રિપ્સની વસ્તીમાં ૫૫ ટકા જેટલો ફેરફાર જોવા મળે છે. ચોમાસાના પાછળના ભાગમાં થ્રિપ્સનો ઉપદ્રવ વધુ રહે છે. વરસાદ થોડા દિવસ માટે ખેંચાય તો વસ્તી વધે છે. વાતાવરણમાં ૬૦ ટકા ભેજ અને ૨૪ થી ૨૭૦ સે. તાપમાન થ્રિપ્સની વસ્તીમાં વધારો કરવા માટે વધુ અનુકૂળ રહે છે.

  નિયંત્રણ :
   અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૨ નંબર ૫૦ થી ૮૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે છંટકાવ આપવો.
   માટલામાં છાશ ભરી ઉપર કપડુ બાંધી જમીનમાં ૨૫ દિવસ સુધી મુકી રાખી પછી તેને કાઢી ૪૦ થી ૫૦ મિ.લિ. ૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરવો.

call now Amrutkamal
Send Whatsapp Message