amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

rajako vavetar Amrutkamal  રજકોના વાવેતર અને રોગો વિશે માહિતી

rajako vavetar Amrutkamal રજકો : વાવેતર વિશે માહિતી
 •  ખેતી વ્યવસ્થા :
  ગુજરાતમાં રજકો એ ખૂબ જ અગત્યનો શિયાળુ ઘાસચારાનો કઠોળ વર્ગનો પાક છે. રજકાનો પાક ઘાસચારા માટે વધાયું તેમજ બહુવૃષાયુ એમ બે રીતે લેવામાં આવે છે. રજકો એ કઠોળ વર્ગનો પાક હોવાથી જમીનની ફળદ્રુપતા સુધારવાનું કામ પણ કરે છે. ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, જૂનાગઢ, આણંદ, ખેડા, મહેસાણા વગેરે જીલ્લાઓમાં રજકાને મોટા પાયા પર ઘાસચારા માટે ઉગાડવામાં આવે છે. ઘાસચારાનું વધુ ઉત્પાદન આપતી તેમજ બહુવર્ષાયુ જાતો આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્ર પરથી વિકસાવવામાં આવી છે.

   જમીન અને જમીનની તૈયારી :
  સારા નિતારવાળી ગોરાડુ, બેસર અને મધ્યમકાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જમીનની અલ્યતાનો આંક ૭.૫ થી ૮ અને વધુ કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટાશવાળી જમીનો આ પાક માટે ઉત્તમ ગણાય છે. અમ્લીય જમીનોમાં છોડના મૂળનો વિકાસ રૂંધાય છે જેથી ચૂનો નાંખવો જરૂરી છે. આ પાક ક્ષારીય જમીનોમાં ટકી શકે છે.
  ટ્રેક્ટર અથવા હળથી જમીન બરાબર ખેડી, આડી ઊભી કરબ ફેરવી, ઢેફાં ભાંગી, સમાર મારી સમતલ કરવી. આમ કરતી વખતે જરૂરી છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી યોગ્ય માપના કયારાઓ તૈયાર કરવા. આમ કરવાથી સપ્રમાણ પિયત આપી શકાય અને સારો નિતાર થઈ શકે છે.

   વાવણી કરવાની રીત :
  મધ્ય ગુજરાત વિસ્તારમાં રજકાની વાવણી નવેમ્બરના બીજ અઠવાડિયા દરમિયાન બે હરોળ વચ્ચે ૨૫ સે.મી.નું અંતર રાખીને બિયારણનો દર ૧૦ કિલો હેકટર રાખીને કરવી જોઈએ. ઉત્તર ગુજરાત વિસ્તારમાં રજકાની વાવણી ઑકટોબરના છેલ્લા અઠવાડિયામાં બિયારણનો દર ૧૦ કિલો/હેકટર રાખીને કરવાની ભલામણ છે. બિયારણ માટેના રજકામાં બીજનો દર ૫ કિલો હેકટર રાખવો.

   સંવર્ધન :
  ચીકુનુ સંવર્ધન બીજ ગુટી ભેટકલમ અને નુતન કલમ પદ્ધતિથી કરી શકાય છે પરંતુ વ્યાપારિક ધોરણે ચીકુનુ સંવર્ધન રાયણના મૂલકાંડ પર ભેલકલમ દ્વારા કરવાથી પ્રથા પ્રચલીત બને છે. ભેટકલમથી તૈયાર કરેલ ઝાડની વૃદ્ધિ ઝડપથી થાય છે અને ઉત્પાદન વધુ મળે છે તદ ઉપરાંત ઝાડનું આયુષ્ય અને રીતો દ્વારા તૈયાર કરેલ ઝાડ કરતાં લાંબુ હોય છે. અખતરાના પરિણામો દર્શાવે છે કે ચીકુની રાયણના મૂલકાંડ ઉપર જાન્યુ થી ફેબ્રુઆરી, જૂન થી જુલાઈ અને સપ્ટે. થી ઓક્ટો. દરમ્યાન તૈયાર કરેલ ભેટકલમમાં ૯૦ થી ૯૫ ટકા સફળતા મળેલ છે. જ્યારે નૂતન કલમ પદ્ધતિથી ફક્ત જૂન જુલાઈ માસમાં ૭૫ ટકા સફળતા મળેલ છે.

   ખાતર વ્યવસ્થા :
   રજકાના પાકને પાયાના સેન્દ્રિય ખાતર તરીકે ૧૦ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર પ્રતિ હેકટરે આપવું.
   રજકાના પાકને હેકટર દીઠ ૨૦ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને પ૦ કિલો પોટાશ વાવણી વખતે આપવું જોઈએ. રજકાના બીજ ઉત્પાદન માટે ઝિંકની ઉણપ વાળી જમીનોમાં જટાયુ ખાતરનો છંટકાવ કરવો.
   મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તારમાં રજકા (આણંદ-૨)નું બીજ ઉત્પાદન કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે ભલામણ કરેલ ખેતી પદ્ધતિની સાથે રજકાના પાકને ફેબ્રુઆરી માસના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં લીલા ચારાની છેલ્લી કાપણી બાદ બીજ ઉત્પાદન માટે છોડી દેવો ત્યારબાદ ફૂલ અવસ્થાની શરૂઆત થાય ત્યારે ૮૦ મીલી નો કૃષિ અમૃત (મૂલ ખોરાક) દ્રાવણનો પ્રથમ છંટકાવ કરવો અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦ દિવસ બાદ કરવો.

   પિયત વ્યવસ્થા :
  રજકાના પાકને પાણીની વધુ જરૂરિયાત રહે છે. વાવણી પછી પ્રથમ પિયત તૂરત જ અને બીજુ પિયત એક અઠવાડિયે આપવું. ત્યારબાદ શિયાળામાં ૧૦-૧૨ દિવસે અને ઉનાળામાં ૭-૮ દિવસના અંતરે પિયત આપવાં. ક્યારા પદ્ધતિથી પિયતને બદલે ફુવારા પદ્ધતિ (સ્મિકલર) થી પિયત આપવાથી ૧૫ થી ૩૫ ટકા પાણીનો બચાવ થાય છે અને ૨૧ થી ૨૪ ટકા જેટલી વધુ આવક મેળવી શકાય છે.

   પાછલી માવજત :
  જરૂરિયાત મુજબ નીંદામણ અને આંતરખેડ કરવી.

   આંતરપાક :
  રજકાના પાક સાથે ઓટ વાવવાથી ઘાસની વહેલી કાપણી મળી શકે છે. તેની સાથે આંતરપાક તરીકે નેપીયર ઘાસ, ગીની ઘાસ, આંજાન ઘાસ જેવા પાક લઈ શકાય છે. સામાન્ય રીતે રજકાનો પાક નવેમ્બરથી જુન માસ સુધી લેવાતો મકાઈ, જુવાર અને બાજરી જેવા પાકો સાથે ચોમાસાની ઋતુમાં પાકની ફેરબદલી કરી શકાય છે.

   કાપણી :
  લીલાચારા માટે પ્રથમ કાપણી વાવણી બાદ બે મહિને અને ત્યારબાદ શિયાળામાં ૨૮-૩૦ દિવસે અને ઉનાળામાં ર૦-રપ દિવસે એટલે કે ૫૦ ટકા ફૂલ આવે ત્યારે કરવી જોઈએ. ઋતુ દરમ્યાન પ થી ૬ કાપણી મળે છે. બિયારણ માટે રજકાની કાપણી મે માસના બીજા પખવાડીયામાં કરવી જોઈએ.

   ઉત્પાદન :
  ઋતુ દરમ્યાન પાંચ થી છ કાપણીમાં ૭૦૦ થી ૮૦૦ ક્વિન્ટલ હેકટર લીલો ચારો મેળવી શકાય છે. વર્ષાયુ પાકમાં ૧૦૦ થી ૧૨૦ ક્વિન્ટલ પ્રતિ હેકટર લીલા ચારાનું ઉત્પાદન મળે છે. બે કાપણી પછી બિયારણ ઉત્પાદન માટે રજકો છોડતા ૩૦ થી ૪% કિલો પ્રતિ હેકટર બિયારણનું ઉત્પાદન મેળવી શકાય છે.

   વિશેષ :
  પશુને લીલો રજકો ખવડાવતી વખતે રાખવાની કાળજી : લીલો રજકો પશુઓને વધારે પડતો ખવડાવવાથી પશુને આફરો ચઢવાની શક્યતા વધી જાય છે. માટે જાનવરને ભૂખ્યા પેટે વધારે પડતો રજકો નિરણ કરશો નહિ. રજકો ખવડાવતાં પહેલા સૂકો ચારો ખવડાવવા જોઈએ અથવા લીલા રજકામાં ખાવાનું તેલ પ૦ ગ્રામ થી ૧૦ ગ્રામ છાંટીને આપવાથી આફરો ચઢવાની શકયતા ઘટી જાય છે. વળી લીલો રજકો અન્ય સૂકા ચારા સાથે મિશ્ર કરી આપવો જોઈએ.
call now Amrutkamal
activites Amrutkamal રજકો : રોગો અને તેની ઓળખ
 •  ૧. કાલવ્રણઃ એન્થેક્રનોઝ anthracnose-rajko-diseases
  રોગના લક્ષણો : આ કુમળા પાન ઉપર લંબગોળ કે અનિયમિત આકારના ધાટા કથ્થાઇ રંગના ટપકાં જોવા મળે છે. તેમ જ પાનની કિનારી બદામી કે કાળી થઇ સુકાઇ જાય છે. પાકના પાન ઉપર ઘેરા બદામી રંગના ટપકાં પડે છે અને ટપકાંની વચ્ચેનો ભાગ ખરી પડવાથી કાણાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં કૂંપળ સાથે કુમળી ડાળીઓ ચીમળાઇ ટોચથી સુકાઇ જાય છે. રોગગ્રસ્ત પુષ્પગુચ્છ અને નાના ફળ સુક્ષ્મ કાળાં ટપકાં પડે છે. જેથી ફુલો ખરી પડે છે. મોર અને મોરની દાંડીની ઉપર શરૂઆતમાં નાના બદામી અને પાછળથી કાળાશ પડતા ધબ્બાં પડે છે. જેથી આખો મોર સુકાઇને ખરી પડે છે અને મોરમાં છુટા છવાયા કાળા ડાઘા જોવા મળે છે. રોગની અસરથી નાના મરીયા કે મરવાં ડીંટના ભાગથી ખરી પડે છે.

  નિયંત્રણ :
   અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક-૧ નંબરનો સ્પ્રે કરવો.


 •  ૨. ગેરુ geru-rajko-diseases
  રોગના લક્ષણો : આ રોગના વ્યાધિજન પાનના અવશેષો અને ઘાસ ઉપર જીવે છે. આ રોગમાં છોડના નીચલા પાન ઉપર, ફલકના અગ્ર ભાગની નીચલી સપાટી ઉપર પ્રથમ નાના, ગુચ્છકો ઉત્પન્ન થાય છે જે ઉપસેલા અને બદામી રંગના ટપકાંના સ્વરૂપે જોવા મળે છે. ઉપલી સપાટી પર અસરયુક્ત જગ્યા ઉપર રતાશ પડતા બદામી ટપકાંઓ ઉત્પન્ન થાય છે જે પાનને સુકવી નાખે છે.

  નિયંત્રણ :
   કાપણી પછી રહી ગયેલા છોડ તથા છોડના અવશેષોનો નાશ કરો.
   ઊંડી ખેડ કરવી.
   પાકની ફેરબદલી કરવી.
   રોગની શરૂઆત થોડા પ્રમાણમાં ખેતરમાં દેખાય કે તરત જ મુલ રક્ષક-૧ નંબર (૫૦ મિ.લિ/૧૫ લિટર પાણીમાં) નો છંટકાવ કરવો.


 •  ૩. સુકારો: વીલ્ટ wilt-rajko-diseases
  રોગના લક્ષણો : આ રોગ મુખ્યત્વે જમીનજન્ય ફૂગથી થાય છે. ફૂગની વૃદ્ધિ મૂળ તેમજ થડની ઉપરના ભાગની આસપાસ જોવા મળે છે. રોગિષ્ટ ભાગ પર અનિયમિત આકારના કોહવાયેલા ચિન્હો જોવા મળે છે. કોહવારાની ક્રિયા આગળ વધતા આખો છોડ ધીમે ધીમે ચીમળાઈને મરી જાય છે.

  નિયંત્રણ :
   સેન્દ્રિય ખાતરોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાથી અને પાકની ફેરબદલી કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
 •  કુતૂલ / તળછારો : ડાઉની મીલ્ડ્યુ downie-mildew-rajko-diseases
  રોગના લક્ષણો : શરુઆતમાં રોગની અસરવાળા પાન આછા લીલા રંગના કે પાણી પોચા જણાય છે જેને પરિણામે રિગિષ્ટ પાન સફેદ ફુગથી આચ્છાદિત થઈ પાન વળી જાય છે. થડ નાનું તેમજ આંતરગાંઠ ટુંકી રહે છે અને છોડની વૃદ્ધિ અટકે છે. ભેજવાળું અને ઠંડુ વાતાવરણ આ રોગ વૃદ્ધિમાં મદદ કરે છે. આ રોગના લીધે ઘાસચારામાં પ્રોટીન તેમજ સુકા પદાર્થમાં ઘટાડો થાય છે.

  નિયંત્રણ :
   રોગિષ્ટ છોડ તેમજ જડીયા દુર કરી નાશ કરવો.
   રોગ જણાય કે તરત જ પાકના વાઢ બાદ મૂળ રક્ષક (૧)નો છંટકાવ વધુ અસરકારક માલુમ પડેલ છે.
call now Amrutkamal
rajako vavetar Amrutkamal  રજકો: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal મોલો (એફીડસ)
molo-insect-rajako-crop
 •  ઓળખ ચિન્હ :- મોલો લંબગોળ આકારની પોચા,કાળા,આછા લીલા કે જાંબલી રંગની જુદા-જુદા પાક ઉપર જોવા મળે છે. ભીંડા,મગફળી વગેરેમાં લીલા-પીળાં રંગની પરંતુ જુવારનાં પાનની નીચે પીળા રંગની તથા કઠોળ પાકમાં કાળાં કે બદામી રંગની મોલો જોવાં મળે છે. કસુંબીની મોલો કાળાં રંગની કદમાં બીજી જાતની મોલો કરતાં મોટી હોય છે.આપણા રાજ્યમાં મોટા ભાગે માદા મોલો જોવા મળે છે.જે નર સાથે સમાગમ કર્યા સિવાય બચ્ચાંને જન્મ આપે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં/પુખ્ત મોલો પાનની નીચે તથા કુમળી ડુંખો,ડાળ,થડ વગેરે પર રહીને રસ ચૂસે છે.મોલોના શરીરના પાછળના ભાગે પીઠ ઉપર આવેલ બે નળી જેવી કોર્નીકલ્સમાંથી સતત ચીકણો રસ ઝરે છે.જે પાન ઉપર પડતાં તેના ઉપર કાળી ફુગ ઉગી નીકળે છે.જેથી અવરોધ થવાથી છોડની વૃધ્ધી અટકી જાય છે.મોલો કેટલાક પાકોમાં વિષાણુંજન્ય રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   આ જીવાત ઉપર નભતા ડાળીયા આકારના પરભક્ષી મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક દવા છાંટવાની જરુરિયાત રહેતી નથી.
   મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal તડતડીયા
tadtadiya-insect-rajako
 •  ઓળખ ચિન્હ :- પાનના લીલા ચૂસિયાંના બચ્ચાં આછા લીલાશ પડતાં રંગના અને પાંખ વગરનાં હોય છે. જ્યારે પુખ્ત ચૂસિયાં લીલા રંગના અને ફાચર આકારના તથા પાંખવાળા હોય છે. તેઓ વિશિષ્ટ ત્રાંસી ચાલ ધરાવે છે. તેની પાંખો પર છેડાના ભાગે કાળા ધાબા હોય છે. માદા પુખ્ત પીળાશ પડતાં સફેદ રંગના લાંબા ૧૫ જેટલા ઈંડાં પાનની નીચેની બાજુએ નશોમાં મૂકે છે. ઈંડાં અવસ્થા ૪ થી ૧૧ દિવસમાં પુર્ણ થઈ બચ્ચાં બહાર આવે છે. આ બચ્ચાં ૭ થી ૨૧ દિવસમાં પુખ્ત બની જાય છે. પુખ્ત ૩૫ થી ૫૦ દિવસ જીવે છે. આમ આ જીવાત એક વર્ષમાં કુલ ૭ જીવનચક્ર પુર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાન પર જોવા મળતા લીલા ચૂસિયાંના બચ્ચાં તેમજ પુખ્ત કીટક ફક્ત પાનમાંથી જ રસ ચૂસે છે. તેથી પાન પીળા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ફીક્કા દેખાય છે અને આખો છોડ પીળો પડી સૂકાઈ જાય છે. જો કે તેનાથી થતું નુકસાન ભાગ્યે જ વધુ પડતું હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   મુલ રક્ષક-૩ નંબર નો ૫૦ થી ૮૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ પર છંટકાવ કરવો.
   ૫૦ થી ૧૦૦ ગ્રામ તીખું મરચાને ૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી તેનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal થ્રિપ્સ
thrips-insect-rajako
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત ૧ મી.મી. થી નાના, નાજુક, ફિક્કા પીળાશ પડતાં ભૂખરા રંગની અને કદમાં ખૂબ નાની હોવાથી અનુભવ વિના નરી આંખે દેખાતી નથી. પુખ્તની પાંખોની ધાર રૂંવાટીવાળી હોય છે. જ્યારે બચ્ચાં પાંખ વગરનાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને પુખ્ત પાન, કુમળી ડાળી, ફુલ ઉપર ઘસરકા પાડી તેમાંથી નિકળતો રસ ચૂસે છે. જો ઉપદ્રવ વધુ હોય તો પાન ઉપરની તરફ કોકડાઈ જાય છે અને ત્યારબાદ ખરી પડે છે. ઉપદ્રવવાળો પાનનો ભાગ ભૂખરો કે સફેદ થઈ સુકાઈ જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે. થ્રિપ્સનાં ઉપદ્રવને લઘુત્તમ તાપમાન, બાષ્પદબાણ અને ભેજ જેવા વાતાવરણિય પરિબળો સાથે નકારાત્મક સંબંધ છે એટલે કે આ વાતાવરણિય પરિબળો વધતા કે ઘટતાં અનુક્રમે થ્રિપ્સની વસ્તીમાં ઘટાડો કે ઘટાડો થાય છે. ઉપરોક્ત પરિબળોને લીધે થ્રિપ્સની વસ્તીમાં ૫૫ ટકા જેટલો ફેરફાર જોવા મળે છે. ચોમાસાના પાછળના ભાગમાં થ્રિપ્સનો ઉપદ્રવ વધુ રહે છે. વરસાદ થોડા દિવસ માટે ખેંચાય તો વસ્તી વધે છે. વાતાવરણમાં ૬૦ ટકા ભેજ અને ૨૪ થી ૨૭૦ સે. તાપમાન થ્રિપ્સની વસ્તીમાં વધારો કરવા માટે વધુ અનુકૂળ રહે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ૫૦ થી ૮૦ મિ.લિ. મુલ રક્ષક-૨ નંબર ૧૫ લિટર પાણી સાથે છંટકાવ આપવો.
   માટલામાં છાશ ભરી ઉપર કપડુ બાંધી જમીનમાં ૨૫ દિવસ સુધી મુકી રાખી પછી તેને કાઢી ૪૦ થી ૫૦ મિ.લિ. ૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal સફેદમાખી
white-fly-insect-rajako
 •  ઓળખ ચિન્હ :- સફેદમાખી કદમાં નાની (૧ મી.મી.લાંબી), સફેદ દુધીયા રંગની પાંખો, પીળાશ પડતાં ઉદરપ્રદેશવાળી તેમજ ચળકતી લીલાશ પડતી આંખોવાળી ધરાવે છે. પુખ્ત માદા પાનના વાળ નજીક ઈંડાં મુકે છે. બચ્ચાં પાંખ વગરના, પુખ્ત કરતા નાના અને હેરફેર કરી શકતા નથી.

 •  નુકસાનનાં પ્રકાર:- આ એક ચૂસક પ્રકારની જીવાત છે. બચ્ચાં તથા પુખ્ત બંને પાનની નીચેની સપાટી પર રહી પાનમાંથી રસ ચૂસે છે. સફેદમાખના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝેર છે. તેના ઉપર સમય જતાં કાળી ફૂગનો ઉપદ્રવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્ર્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. વધુ ઉપદ્રવથી પાન પર ધાબા પડે છે અને રતાશ પડતા બરછટ બને છે અંતે નુકસાનવાળા પાન સુકાઈને ખરી પડે છે. પરિણામે છોડની વૃધ્ધિ અટકે છે. સામાન્ય રીતે વધુ તાપમાન અને ઓછા વરસાદવાળા હવામાનમાં આ જીવાતનો ઉપદ્રવ વધે છે. શિયાળા દરમ્યાન આ જીવાતનું જીવનચક્ર ઉનાળા અને ચોમાસા કરતાં લાંબુ હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ૫૦ થી ૧૦૦ ગ્રામ તીખું મરચાને ૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી તેનો છંટકાવ કરવો.
   મુલ રક્ષક-૩ નંબર નો ૫૦ થી ૮૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ પર છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal લીલી ઈયળ : હેલીકોવર્પા આર્મીજેરા
green-eagle-insect-rajko
 •  ઓળખ ચિન્હ :- ઈંડાંમાંથી નીકળેલ નાની ઈયળો પીળાશ પડતાં સફેદ રંગની અને શરીર ઉપર પીળાશ પડતા નારંગી રંગની લીટીવાળી હોય છે. ઈયળો મોટી થતાં લીલીશ પડતા ભૂખરાં રંગની બને છે. ઘઉંમાં આ જીવાતની ઈયળો ઉબીના રંગ પ્રમાણે જુદા-જુદા રંગની જોવા મળે છે. ઈયળના શરીર ઉપર છૂટાછવાયા સફેદ રંગના નાના વાળ હોય છે. આ બહુભોજી કીટક છે.

 •  નુકસાનનાં પ્રકાર:- તેની ઈયળ કપાસના જીંડવા, ચણાના પોપટા, તમાકુના જીંડવા, મકાઈના ડોડા, બાજરીના ડૂંડા અને ઘઉંની ઉંબી વગેરેમાં નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતની ઈયળ ઘઉંની ઉંબીમાં રહેલ દૂધિયા દાણા ખાઈને વધારે નુકસાન કરે છે. તેનો ઉપદ્રવ વધારે તો તેની હગારના લીધે ખેતરમાં માટીના નાના-નાના ગાંઠીયા જેવું લાગે છે. કપાસ પછી ઘઉંના વાવેતર વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ ધીમે-ધીમે વધતો જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ઉનાળામાં ઉડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ કોશેટોનું પક્ષીઓ અથવા સૂર્ય પ્રકાશ દ્વારા નાશ થાય છે.
   ખેતરની ફરતે હજારીગલના છોડ રોપવા, ફૂલ આવ્યા બાદ થોડા સમય પછી ફૂલ તોડી બજારમાં વેચી દેવા. જેથી લીલી ઈયળ ઈંડાંનો નાશ કરી શકાય છે.
   ગુલાબી ઈયળથી નુકશાન પામેલ અને ખરી પડેલ ફૂલો, કળીઓ અને જીંડવાઓ એકઠા કરી ઈયળો સહિત નાશ કરવો.
   ગુલાબી ઈયળ કપાસ ઉપરાંત ભીંડા, કાંસકી, હોલીહોક અને લીલી ઈયળ સૂર્યમુખી, તુવેર વગેરે ઉપર પોતાનું જીવન ગુજારતી હોવાથી કપાસમાં ભીંડા, સૂર્યમુખી અને તુવેર જેવા મિશ્ર પાક લેવા નહિ તેમજ શેઢા પાળા ઉપર ઉગેલ કાંસકી, જંગલી ભીંડા, હોલીહોક વગેરે જંગલી છોડનો નાશ કરવો.
   યોગ્ય અંતર અને પ્રમાણસર પિયત અને ખાતરોની માવજત આપવી.
   ઈંડાં તથા ઈયળ અવસ્થાને ભેગા કરીને નાશ કરવો.
   પક્ષીઓને બેસવા માટે ટી (T) આકારના ૨૫ વાંસના થાંભલા પ્રતિ હેક્ટર મૂકવાથી જીવાતનો ઉપદ્રવ ટાળી શકાય છે.
call now Amrutkamal
activites Amrutkamal પાન ખાનાર ઈયળ : લીફ ઈટીંગ કેટરપીલર
leaf-eating-caterpillar-rajako
 •  ઓળખ ચિન્હ :- ઈયળ શરુઆતમાં આછા લીલાશ પડતાં રંગની અને પાછળથી કાળાશ પડતાં લીલા રંગની બને છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઈયળ પાન ઉપરાંત ફુલને પણ ખાઈ જતી હોવાથી બિયારણનું ઉત્પાદન ખૂબ જ ઘટી જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ઈંડાના સમૂહ અથવા પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહને હાથથી વીણીની નાશ કરવો.
   કોશેટો અવસ્થા જમીનમાં થતી હોવાથી પાક કાપી લીધા બાદ ઊંડી ખેડ કરવી.
   મૂલ રક્ષક (૩)નો છંટકાવ કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal રજકો : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
rajako vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message