amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

rai vavetar Amrutkamal  રાઇના વાવેતર અને રોગો વિશે મહિતી

rai vavetar Amrutkamal રાઇ : વાવેતર વિશે મહિતી
 • રાઇ (Mustard) એક અગત્યનો શિયાળુ પાક છે. આવો આપણે રાઇની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી એ જાણીએ. Kheti Amrutkamal

  સુધારેલ જાતોની પસંદગી
  ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા રાઈની વરૂણા, ગુજરાત રાઈ-૧, ગુજરાત રાઈ-ર, ગુજરાત રાઈ-૩ અને ગુજરાત રાઈ દાંતીવાડા-૪ જેવી જાતો વિકસાવવામાં આવેલ છે. રાઈની બિનપિયત પાક તરીકે અથવા જયાં ઓછા પિયતની સગવડ હોય ત્યાં ગુજરાત રાઈ-૧ ની પસંદગી કરવી, કારણ કે આ જાતને ઓછા પિયતની જરૂરિયાત રહેતી હોય અને વહેલી પાકતી જાત છે. ગુજરાત રાઈ દાંતીવાડા-૪ ગુજરાત રાઈ-૩ કરતાં ૧૫ થી ૧૭ ટકા વધુ ઉત્પાદન આપતી નવી જાત છે, જયારે નવીન વિકસાવેલ ગુજરાત રાઈ૪ જાતનું ઉત્પાદન ગુજરાત રાઈ-૩ કરતાં ૧૧.૧% જેટલું વધુ ધરાવે છે.

  જ્મીનની પસંદગી અને તૈયારી
  Kheti Amrutkamal રાઈ પાકને રેતાળ ગોરાળુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારે અને ઓછા નિતારવાળી જમીન રાઈના પાકને માફક આવતી નથી. વધુ સેન્દ્રિય પદાર્થ ધરાવતી અને સારા નિતારવાળી જમીન આ પાકના વાવેતર માટે વધુ અનુકૂળ આવે છે. મધ્યમ ક્ષારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે લઈ શકાય છે.
  સામન્ય રીતે રાઈના પાકનું બિનપિયત અથવા પિયત પાક તરીકે વાવેતર કરવામાં આવે છે. જ્યારે રાઈના પાકનું બિનપિયત પાક તરીકે વાવેતર કરવાનું હોય ત્યારે ચોમાસુ ઋતુમાં ખેતર પડતર રાખી અવાર-નવાર જમીનના પ્રકાર પ્રમાણે વરાપ થયેથી હળ અને કરબડી વડે ખેડ કરી, સમાર મારી જમીનમાં વધુ ભેજ સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અને પુરતા ભેજમાં દાણા પડે તે રીતે યોગ્ય સમયે વાવણી કરવી.
  પિયત રાઈની ખેતી માટે અગાઉ દર્શાવેલ પાક પદ્ધતિ પ્રમાણે ચોમાસું પાક લઈ લીધા પછી જમીનમાં અગાઉના પાકના જડિયા મૂળિયા વગેરે દૂર કરી વાવણી પહેલા ઓરવણ આપીને વરાપ થયે જમીનના પ્રકાર પ્રમાણે કરબની ખેડ કરી, સમાર મારી, જમીન સમતળ કરવી. સારા સ્કૂરણ માટે જમીન ભરભરી બનાવવી ખાસ જરૂરી છે.

  વાવણીનો યોગ્ય સમય
  સામાન્ય રીતે રાઈની વાવણીનો ઉત્તમ સમય ઓકટોબર માસની ૧૫ થી રપ મી તારીખ ગણી શકાય. પરંતુ આ સમય દરમ્યાન દિવસનું ગરમીનું પ્રમાણ ઓછું હોય તે જોવું ખાસ જરૂરી છે. ઉપરોક્ત બતાવેલ સમયગાળા કરતા વહેલી વાવણી કરવાથી ગરમીને કારણે ખાણ પડવાથી હેટકર દીઠ જરૂરી છોડની સંખ્યા જાળવી શકાતી નથી અને સદર ગાળાથી મોડી વાવણી કરવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધે છે. જેના પરિણામે ઉત્પાદન ઓછું મળે છે.

  વાવણી અંતર, બિયારણનું પ્રમાણ અને બીજ માવજત
  બે ચાસ વચ્ચે ૪૫ સે. મી.નું અંતર અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી.નું અંતર રાખી બીજ ૨ થી ૩ સે.મી.ની ઊંડાઈએ પડે તે રીતે દંતાળની મદદથી વાવણી કરવી. આ માટે હેકટરે ૩.૫ થી ૫.૦ કિલો બિયારણની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે રાઈનું વાવેતર ઉત્તર દક્ષિણ દિશામાં કરવાથી વધુ ઉત્પાદન મળતું હોય છે. આ ઉપરાંત મિક્ષ પાક તરીકે રાઈ સાથે રજકાનું બીજ ઉત્પાદન મિશ્ર પાક લઈ શકાય છે જેમાં રાઈનું ૩.૫ કિલો બીજ + રજકાનું પ કિલો બીજ મિશ્ર કરી ચાસમાં વાવણી કરવી અથવા રાઈને પ્રથમ પિયત આપતી વખતે હેકટર દીઠ પ કિલો રજકાનું બીજ રાઈના ઊભા પાકમાં પૂંખીને વાવવું. રાઈની કાપણી પછી રજકાની (લીલુ ઘાસ) કાપણી કરી હેકટર દીઠ ર૦ કિલો નાઈટ્રોજન આપી પિયત આપવું અને બીજ ઉત્પાદન માટે છોડી દેવા. આ પદ્ધતિથી રાઈના પછી ઉનાળુ બાજરીનો પાક લેવા કરતાં હેકટર દીઠ આર્થિક વળતર વધુ મળે છે અને પાણીનો બચાવ પણ થાય છે.

  ખાતરનું પ્રમાણ
  બિનપિયત પાક લેવાનો થાય તો ચોમાસુ શરૂ થતાં પહેલા જયારે પિયત પાક માટે ખેડ કાર્યો શરૂ કરતા પહેલા ૧૦ થી ૧ર ગાડાં છાણિયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ ૩ થી ૪ ટન/હે. મુજબ આપી. ખેડ કરવી જેથી સેન્દ્રિય ખાતર જમીનમાં ભળી જશે.
  રાઈના પાકને ખાતર તરીકે વાવેતર વખતે પાયમાં હેકટર દીઠ પર કિલો નાઈટ્રોજન અને પ૦ કિલો ફોસ્ફરસ તત્વ આપવા માટે ૧૨૫ કિલો એમોનિયમ સ૯ફેટ અથવા પ૪ કિલો યુરિયા અને ૩૧૩ કિલો સિંગલ સુપર ફોસ્ફોટ (અથવા ૧૦૮ કિલો ડી.એ.પી. ૧ર કિલો યુરિયા અથવા રપ કિલો એમોનિયમ સલ્ફટ)નો ઉપયોગ કરવો. પૂર્તિ ખાતર માટે રપ કિલો નાઈટ્રોજન પાક જ્યારે ફૂલદાંડી અસ્થાએ હોય ત્યારે એટલે કે અંદાજે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવો. આ સમયે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે. આ માટે પ૪ કિલો યુરિયા અથવા ૧૨૫ કિલો એમોનિયમ સલ્ફટનો ઉપયોગ કરવો.
  જમીનમાં ગંધકની ઉણપ હોય તે હેકટર દીઠ ૨૫૦ કિલો ગ્રામ પ્રમાણે ચિરોડી (જીપસમ)ના રૂપમાં વાવણી સમયે આપવો અથવા ૪૦ કિલો ગંધક તત્ત્વ આપવું અને રાસાયણિક ખાતરોમાં સિંગલ સુપર ફોસફેટ પસંદ કરવું. લોહ અને જસતની ઉણપવાળી જમીનમાં હેકટર દીઠ ૧૫ કિલો ફેરસ સલ્ફટ અને ૮ કિલો ઝિંક સલ્ફટ જમીનમાં વાવણી સમયે આપવો. ગુવાર, મગરાઈ, બાજરી (ઉનાળુ) પાક પદ્ધતિમાં રાઈ પાકને હેકટરે ૭૫ કિલો નાઈટ્રોજન અને પ૦ કિલો ફોસ્ફરસ આપવો.

  આાંતરખેડ અને નીંદામણ
  સામાન્ય રીતે રાઈની બિનપિયત ખેતી પદ્ધતિમાં એકાદ આંતરખેડ તેમજ નીંદામણની જરૂર પડે છે. જ્યારે પિયત પાકમાં વાવણી બાદ ર૦ થી રપ દિવસે પાકની હરોળમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે. મી.નું અંતર રહે તે રીતે પારવણી કરવી ત્યારબાદ જ પ્રથમ પિયત આપવું જોઈએ. પાક ર૦ સે.મી. ઊંચાઈનો થાય ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે આંતરખેડ કરી હાથથી નીંદામણ કરવું. જો પારવવાની ક્રિયા મોડી કરવામાં આવે તો પાકની વૃદ્ધિ પર ખરાબ અસર થાય છે અને પાકનું ઉત્પાદન ઘટે છે. શરૂઆતની અવસ્થામાં આા પાકને નીંદણ મુક્ત રાખવા માટે રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૦.૫ કિલો સક્રિય તત્વ પેન્ડિમીથાલિન (સ્ટોમ૫) પ્રતિ હેકટરે ૪૦૦ લિટર લઈને વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્કૂરણ પહેલા છટકાવ કરવો. ૧૨ થી ૧૫ દિવસના ગાળે આપવા. પિયત આપવાના સમયે જો હવામાન વાદળવાળુ હોય તો પિયત થોડું થોડું આપવું કારણ કે આ વખતે પિયત આપવાથી મોલોમશી અને સફેદ ગેરૂનો ઉપદ્ધવ વધે છે. જો મર્યાદિત પિયત પાણીની સુવિધા હોય ત્યારે પાકની પિયતની કટોકટીની અવસ્થાએ પિયત આપવું.
  • આતંરગાંઠ વિકાસનો સમય (૩૦ થી ૩૫ દિવસે)
  • ફૂલ આવવા (૪૫ થી પ૦ દિવસે)
  • શીંગોમાં દાણોના વિકાસ થવો (૭૦ થી ૭૫ દિવસે)


  પાકની ફેરબદલી
  સંશોધનના પરિણામોના આધારે જાણી શકાયું છે કે વધુ ઉત્પાદન મેળવવા માટે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગુવાર-રાઈ અને તલ-રાઈની અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારામાં જયાં પિયતની વ્યવસ્થા હોય ત્યાં મગફળી (ચોમાસુ), રાઈ (શિયાળું) અને મગફળી (ઉનાળુ)ની વ્યવસ્થાપન વધુ લાભદાયી છે.

  પાક સંરક્ષણ
  કીટકો
  • મોલો મશી/રંગીન ચૂસિયા : આ જીવાતને કાબૂમાં લેવા રાઈનું વાવેતર ભલામણ મુજબ સમયસર કરવું. જીવાત ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે કોઈપણ એક શોષક પ્રકારની જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છટકાવ કરવો. ફોસ્ફોમીડોન (ડીમક્રોન-૪ મિ.લિ.) અથવા ડાયમીથોએટ (રોગર ૧૦ મિ.લિ.) અને જરૂરિયાત જણાય તો બીજો છટકાવ ૧૦ થી ૧ર દિવસે કરવો. મિથાઈલ પેરાથિયોન ર% (ફોલીડોલ અથવા ક્વિનાલફોસ (ઈકાલક્ષ) પાઉડર પ્રતિ હકેટરે રપ કિલો પ્રમાણે છટકાવ કરવો.

  રોગો
  • સફેદ ગેરૂ : આ રોગના નિયંત્રણ માટે પાકનું સમયસર વાવેતર કરવું. અગમચેતીના પગલા તરીકે આા પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે મેનકોઝેબ દવા ૦.૨ ટકા (૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં પ્રવાહી મિશ્રણ બનાવી આપવી) છાંટવાથી ફાયદો થાય છે.
  • ભૂકી છારો : આ રોગના નિયંત્રણ માટે પાકમાં રોગ આવવાની શરૂઆત થાય ત્યારે ૩૦૦ મેશ ગંધકનો હેકટર દીઠ ૨૦ કિલો પ્રમાણે છટકાવ કરવો અને બીજો છટકાવ ૧૫ દિવસના અંતરે કરવો. આ રોગને અસરકારક રીતે અટકાવવા વેટેબલ સલ્ફર ૦.૨ ટકા (રપ ગ્રામ દવા, ૧૦ લિટર પાણીમાં ભેળવી) અથવા ડીનો કેપ ૦.૦૨૫ ટકા (પ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી)ના કુલ ત્રણ છટકાવ કરી શકાય છે.

  કાપણી અને સંગ્રહ
  Kheti Amrutkamal મુખ્ય ડાળીની શીંગોનું પીળુ પડવું, છોડના નીચેના પાનનું સુકાવું અને ખરવું વગેરે બાબતો કાપણી કરવાનો સમય સૂચવે છે. સામાન્ય રીતે રાઈના પાકની કાપણી સવારમાં કરવી જોઈએ. બપોર પછી કાપવામાં આવે તો સીંગો ફાટી જઈ દાણા ખરી પડે છે. કાપણી કરી પાકને જે તરત જ ખળામાં લાવી વ્યવસ્થિત ગોઠવી અથવા ખેતરમાં રાખી ૮ થી ૧૦ દિવસ સુધી સુકાવ્યા બાદ ટ્રેકટર ફેરવી પગર તૈયાર કરી દાણા છૂટા પાડી ઉપણીને દાણા તૈયાર કરવા. દાણામાં ૮-૧૨ ટકા જેટલો ભેજ રહે તેવી રીતે તડકે સૂકવીને યોગ્ય રીતે કોથળા ભરીને સંગ્રહ કરવો. આમ ઉપર જણાવ્યા પ્રમાણે રાઈની ખેતી સમજપૂર્વક કરવામાં આવે તો ખેડૂતો રાઈનું ધાર્યું ઉત્પાદન મેળવી શકે.

call now Amrutkamal
rai vavetar Amrutkamal રાઇ : રોગો વિશે મહિતી
 •  ૧. ભૂકી છારોactivites Amrutkamal રોગની શરૂઆતમાં છોડના પાન પર ફૂગની વૃધ્ધિના સફેદ ડાઘા જોવા મળે છે જે ધીમે ધીમે છોડના દરેક ભાગ જેવા કે ડાળી, થડ તેમ જ શિંગો પર સફેદ છારીના સ્વરૂપમાં છવાઈ જાય છે. રોગની તીવ્રતા વધતાં પાન સુકાઈને ખરી પડે છે અને છોડ પર ફક્ત ડાળીઓ અને શિંગો જોવા મળે છે. શિંગો નાની ચીમળાયેલ રહે છે તેમજ શિંગોમાં દાણાની સંખ્યામાં ઘટાડો થાય છે અને દાણાનું કદ ઘટે છે. રાઈનું વાવેતર મોડું કરવાથી પાકની પાછલી અવસ્થામાં જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે છે ત્યારે રોગનું પ્રમાણ વધે છે અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.


 •  ૨. સફેદ ગેરૂactivites Amrutkamal રોગની શરૂઆત વાવણી બાદ ૩૫ થી ૪૦ દિવસ પછી થાય છે. છોડના પાનની નીચેની સપાટીએ સફેદ અથવા પીળાશ પડતાં સફેદ રંગના જુદા જુદા કદના ઉપસેલા ધાબાં જોવા મળે છે અને તેની બરાબર ઉપરની સપાટીએ આછા પીળાશ પડતાં ધાબા જોવા મળે છે. આવા ટપકાં ડાળી, થડ અને શિંગો ઉપર પણ જોવા મળે છે. રોગની તીવ્રતા વધુ હોય તો પુષ્પવિન્યાસ વિકૃત થઈ તેમાં શિંગો બેસતી નથી અને જો શિંગો બેસે તો વિકૃત અને પહોળી બની જાય છે. તેમજ દાણા અવિકસિત રહે છે.


 •  ૩. થડનો કહોવારો આ રોગમાં છોડના થડના જમીન નજીકના ભાગ ઉપર શરૂઆતમાં પાણીપોચા લંબગોળ ટપકાં જોવા મળે છે અને પાછળથી તેના ઉપર ફૂગની સફેદ વૃધ્ધિ જોવા મળે છે. આવા ટપકાં એકબીજામાં ભળી જઈ કદમાં મોટા થાય છે. પરિણામે થડ પોચુ બને છે અને છોડ સુકાઈને જમીન નજીકથી ઢળી પડે છે. રાગીષ્ટ છોડના થડને ચીરીને જોતાં કારાશ પડતાં ગોળ કે લંબગોળ આકારના સ્ક્લેરોશીયા (બીજાણું) જોવા મળે છે. જે રોગીષ્ટ અવશેષો સાથે જમીનમાં રહે છે.


call now Amrutkamal
rai vavetar Amrutkamal  રાઇ : જીવાતો વિશે મહિતી
activites Amrutkamal પાન ખાનારી ઇયળ(સ્પોડોપ્ટેરા)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનાં ફૂદાં આછા રાખોડી રંગના હોય છે.જેની અગ્ર પાંખો ચટાપટાવાળી હોય છે.માદી ફૂદી પાન ઉપર સમુહમાં ઇંડાં મુકી ભૂખરા વાળથી ઢાંકી દે છે.નાની ઇયળો ઘેરા લીલા રંગની જયારે વિકસિત ઇયળો આછા બદામી રંગની હોય છે. કોશેટા રતાશ પડતા બદામી રંગના માટીના કોચલામાં બનાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- નાની ઇયળો સમૂહમાં પાનની નીચે રહીને પાનનો લીલો ભાગ કોરે છે. જયાં સફેદ ધાબુ પડે છે. ઇયળો મોટી થતાં છુટી પડી પાન, ટોચ અને ડોડવા પણ કોરી ખાય છે.આ એક બહુભોજી જીવાત હોઇ વિવિધ પોકોમાં નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal રાઇની માખી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- રાઇની માખીનો ઉદરપ્રદેશ નારંગી રંગનો અને બાકીનો ભાગ કાળા રંગનો હોય છે.તે ધુમાડીયા ભૂખરા રંગની બે જોડ પાંખો ધરાવે છે. ઇયળો ધેરા લીલાશ પડતા કાળા રંગની હોય છે. જે ઉદરપ્રદેશ પર આઠ જોડ પગ ધરાવે છે. તેને અડકતાં ઇયળ ગુચળું વળીને જમીન પર પડી જઇ મરી ગયાનો ઢોંગ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- રાઇનો પાક ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્યારેથી આ જીવાતની ઇયળો પાનમાં ગોળાકાર કાણાં પાડીને નુકસાન કરે છે. પાનની નીચેની બાજુએ એક કરતાં વધારે ઇયળ જોવા મળે છે. કેટલીક વખત ઉપદ્રવ વધુ હોય તો છોડના બધા જ પાન તે ખાઇ જાય છે. વધુ ઉપદ્રવ થવાના સંજોગોમાં પાકની વાવણી ફરીથી કરવાની જરૂરીયાત ઉભી થાય છે. પાકની શરૂઆતની અવસ્થા માં તે પાન અને શિંગો પાકવાની અવસ્થાએ શિંગોને ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal રાઇનાં રંગીન ચૂસીયા
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત ચૂસીયા કાળા રંગના હોય છે. જેના પર લાલ,સફેદ અને પીળા રંગના ટપકાં હોય છે.જેથી તે રંગીન ચૂસીયા તરીકે ઓળખાય છે. જે લગભગ ૪ મિ.મી. લાબાં હોય છે. તેનુ માથુ નાનુ અને ત્રિકોણદાર હોય છે જયારે પેટ ચપટું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પુખ્ત તેમજ બચ્ચાં પાન, ફૂલ અને શિંગોમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. તેના ઉપદ્રવથી પાન પીળા પડી જાય છે. શિંગો ઓછી બેસે છે. શિંગોમાં દાણાનો વિકાસ બરોબર થતો નથી. વધુ માં કાપીને ખળામાં નાખેલ છોડવામાં પણ ચૂસીયાંનો ઉપદ્રવ ચાલુ રહે છે. ઉનાળામાં શેઢાપાણા પર દાભ અથવા અન્ય ધાસ તેમજ ઉનાળું બાજરીમાં પણ જીવન ગુજારે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal હીરાફૂદી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતની ફૂદી નાની ભૂખરા રંગની હોય છે. તેની અગ્ર પાંખ પર ત્રિકોણાકાર સફેદ રંગના ત્રણ ટપકાં હોય છે. જે બંને પાંખો ભેગી થતાં હીરા જેવી રચના લાગે છે. આથી આ ફૂદીઓ હીરાફૂદીઓ તરીકે ઓળખાય છે.પુખ્ત ઇયળો લીલા રંગની અને બંને છેડે અણીદાર હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળો પાનની નીચેના ભાગેથી ખાઇને નાના કાણાં પાડે છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે કોબીજ/ફલાવર ખાવાલાયક રહેતા નથી. વધુ ઉપદ્રવમાં છોડ પર પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવા દેખાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,રાઇ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
rai vavetar Amrutkamal રાઇ : જીવાતો વિશે મહિતી
rai vavetar Amrutkamal
 •  અગત્યની જીવાતો :- પાન જોડનારી ઈયળ ,હીરાફૂદાંની ઈયળ ,મોલો ,રાઈની માખી
 • • રાઈનું વાવેતર ૧૫ થી ૨૦ ઓક્ટોમ્બર સુધીમાં કરવાથી મોલોનો ઉપદ્રવ ઓછો રહે છે.

  • રાઈની માખીની ઈયળોના ઉપદ્રવની શરૂઆતમાં હાથથી વીણી લઈને કેરોસીનવાળા પાણીમાં નાખી તેનો નાશ કરવો.

  • રાઈની માખીની ઈયળ એક ચોરસ ફૂટ દીઠ બે કરતા વધારે જોવા મળે ત્યારે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીંમડા આધારીત તૈયાર દવા ૨૦ થી ૪૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો.

  • ખેતરમાં હેકટર દીઠ ૩ થી ૪ પીળા રંગનાં ચીકણા પિંજર(યલો સ્ટીકી ટ્રેપ) ગોઠવવાથી તેના પર પાંખોવાળી મોલો ચોંટી જવાથી મોલોના ઉપદ્રવનો સમય અને પાંખોવાળી મોલોની વસ્તીમાં થતી વધઘટ જાણી શકાય છે.

  • રાઇની મોલોની શરૂઆત થાય તો લીંમડાની લીંબોળીની મીજમાંથી તૈયાર કરેલ ૫% અર્ક અથવા લીંમડાના તેલ આધારિત તૈયાર દવા ૨૦(૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા વર્ટીસીલીયમ લેકાની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

  • પાકમાં ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે હીરા ફૂદાની ઇયળ અને ઇયળના ઉપદ્રવને કાબૂમાં રાખવા પુરતી સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ગોઠવવા.

  • લીલી ઇયળની શરૂઆત જણાય તો લીંમડાની લીંબોળીની મીજમાંથી તૈયાર કરેલ ૫% અર્ક અથવા લીંમડાના તેલ આધારિત તૈયાર દવા ૨૦(૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુંનો પાઉડર ૧૫ ગ્રામ અથવા બિવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ પ્રમાણે ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
rai vavetar Amrutkamal રાઇ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
rai vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  rai vavetar Amrutkamal
call now Amrutkamal
rai vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message