amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

pomegranate-tree vavetar Amrutkamal  દાડમના વાવેતર અને રોગો વિશે માહિતી

pomegranate-tree vavetar Amrutkamal દાડમ : વાવેતર વિશે માહિતી
 • pomegranate-sukaro  ખેતી વ્યવસ્થા :
  દાડમના તાજા ફળ તરીકે ખાટા-મીઠા રસ બનાવવા શરબત, અનાનસ તેમજ સ્કર્વાશ ચટણી વગેરે બનાવવામાં ઉપયોગી થાય છે. દાડમની છાલમાં ટેનિન હોય છે. જેનો ઉપયોગ ચામડાં તેમજ કપડાં રંગકામ માટે થાય છે. કોઢ તેમજ મરડાના ઈલાજ માટે પણ તેનો ઉપયોગ થાય છે.

   જમીન અને જમીનની તૈયારી :
  જમીન : ગુજરાતમાં ભાવનગર અને અમદાવાદના જિલ્લાઓમાં તેનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. દાડમની ખેતી માટે ગોરાડું તેમજ કાંપવાળી જમીન માફક આવે છે. થોડા અંશે ક્ષારવાળી જમીનમાં પણ દાડમનો પાક ઉછેરી શકાય છે.

   આબોહવા :
  દાડમનો છોડ ખડતલ હોવાથી સુકા અને અર્ધસુકા વિસ્તારમાં ખેતી માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. દાડમની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, આંન્ધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યોમાં થાય છે. દાડમના પાકને શિયાળામાં ઠંડું તથા ઉનાળામાં ગરમ અને સુકું હવામાન માફક આવે છે. તેની સફળ ખેતી માટે ફળના વિકાસ દરમ્યાન તથા ફળ પાકે ત્યારે ગરમ અને સૂર્યપ્રકાશિત હવામાન હોવું આવશ્યક છે. ભેજવાળા હવામાનમાં ફળની ગુણવત્તા સારી રહેતી નથી.

   બીજ દર અને વાવણીનું અંતર :
  સંવર્ધન : દાડમનું સંવર્ધન બીજ કટકાકલમ તથા ગુટીકલમથી થઈ શકે છે. કલમો દ્વારા વાવેતર કરવાથી માતૃછોડના ગુણ જળવાઈ રહે છે તથા ફળ વહેલા મળે છે. આથી રોપણી માટે કલમોનો જ ઉપયોગ થાય છે.

   વાવણી કરવાની રીત :
  કરબના ગાળે જમીનને ખેડી સમતલ કર્યા બાદ ૬ X ૬ મીટરના અંતરે ઉનાળા દરમ્યાન ૬૦ X ૬૦ X ૬૦ સે.મી. ના ખાડા બનાવી ૧૫ દિવસ સુધી તપાવ્યા બાદ માટી સાથે ખાડા દીઠ ૧૦ કિલો છાણિયું ખાતર તથા ૧ કિલો જટાયું તથા ૧ કિલો વડ અથવા પીપળા નીચેની માટીમાં મિશ્રણ કરી ખાડા પૂરી દેવા. જૂન-જુલાઈમાં દરેક ખાડા દીઠ એક કલમની રોપણી કરવી. રોપણી કર્યા બાદ વરસાદ ન હોય તો પાણી આપવું.

   વાવેતર માટેનો યોગ્ય સમય :
  દાડમના પાકમાં ઝાડની ઉંમર મુજબ કોઠા પ્રમાણે ખાતરો આપવાં. છાણિયા ખાતરનો બધો જથ્થો તથા જૈવિક ખાતરનો અડધો જથ્થો જૂન માસમા અને બાકીનો અડધો જથ્થો સપ્ટેમ્બર/ઓક્ટોમ્બર માસમાં આપવો. બહાર પ્રમાણે ખાતર આપવાના સમયમાં ફેરફાર કરવો પડે છે.

  ઉંમર વર્ષ

  છાણિયું ખાતર
  કિલો

  તત્વના રૂપમાં ગ્રામ પ્રતિ છોડ

  નાઈટ્રોજન

  ફોસ્ફરસ

  પોટાશ

  ૧૦

  ૧૦૦

  ૫૦

  ૧૦૦

  ૨૦

  ૨૦૦

  ૧૦૦

  ૨૦૦

  ૩૦

  ૩૦૦

  ૧૫૦

  ૩૦૦

  ૪૦

  ૪૦૦     

  ૨૦૦     

  ૪૦૦        

    ૫ અને ત્યારબાદ 

  ૫૦

  ૫૦૦     

  ૨૫૦     

  ૫૦૦    પિયત વ્યવસ્થા :
  સામાન્ય પિયત પધ્ધતિ :
  પાણી દાડમના ઉત્પાદન અને ગુણવત્તાને અસર કરતું અગત્યનું પરિબળ છે. ફળ તૈયાર થવાના સમયે ઝાડને પાણીની ખેંચ પડતા છાલ ફાટી જાય છે. ગુજરાતમાં ગૌણ તત્વ બોરોનની ખામીને લીધે પણ આવું બનતું હોય છે. મૃગ બહારમાં આ પ્રક્રીયા વધારે પ્રમાણમાં જોવા મળે છે. જમીનમાં ભેજ અને હવામાનમાં થતા મોટા ફેરફારને કારણે આમ બનતું હોય છે. આથી શિયાળામાં ૧૫ થી ૨૦ દિવસના અંતરે અને ઉનાળામાં ૭ થી ૧૦ દિવસના અંતરે જ્યારે ચોમાસામાં વરસાદ ખેંચાય તે સમયે પિયત આપવું. ગુજરાતમાં હસ્ત બહારનો ફાલ લેવાતો હોવાથી ચોમાસું પૂર્ણ થયા બાદ ઓક્ટોબર માસથી પિયત શરુ કરવામાં આવે છે. વખતોવખત ખામણામાંથી નિંદામણ દૂર કરવું. તેમજ ટ્રેક્ટરથી ખેડ કરવી. જેથી વાડી નિંદામણ મુક્ત અને જમીન પોચી બને.

   કેળવણી અને છાંટણી :
  દાડમના છોડ પર થડના નીચેના ભાગમાં ઘણી ડાળીઓ ફૂટે છે. આ પૈકી ચાર થી પાંચ ડાળીઓનો મુખ્ય થડ તરીકે વિકસવા દેવી અને બાકીની ડાળીઓ કાપી નાંખવી જેથી મુખ્ય થડનો વિકાસ સારો થાય છે. મૂળમાંથી નીકળતાં પોલા વખતોવખત કાઢી નાંખવા કારણ કે આ પોલા ફળ બેસવામાં તથા વિકસવામાં નડતર રુપ છે.

   બહારની માવજત :
  ગુજરાતમાં દાડમના પાકમાં આંબે બહાર, મૃગ બહાર અને હસ્ત બહારમાં ફળ ફુલ આવે છે. આંબે બહારના ફુલ ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવે છે અને ચોમાસાની શરુઆતમાં ફળ મળતાં હોવાથી વરસાદના છાંટાથી ડાઘ પડે છે તેમજ ઉનાળામાં સખત તાપથી ફળ ઉપર કાળા ડાઘાં પડતાં ફળની ગુણવત્તા પર માઠી અસર થાય છે જેથી બજારભાવ ઓછા મળે છે. મૃગ બહારના ફુલ જૂન-જુલાઈમાં આવે છે. અને ફળ શિયાળામાં તૈયાર થાય છે પરંતુ, ફળનો વિકાસ ચોમાસા દરમ્યાન થતો હોવાથી જીવાતોનો ઉપદ્રવ વધારે રહે છે અને ફળમાં સડો વધારે રહે છે. આ કારણોસર ગુજરાતમાં આંબેબહાર અને મૃગબહારનો ફાલ લેવાનું ફાલ લેવાનું હિતાવહ નથી. હસ્ત બહારના ફુલ ઓક્ટોબર-નવેમ્બરમાં આવે અને ફળ ઉનાળામાં માર્ચ-એપ્રિલમાં તૈયાર થાય છે. આ સમયે બજારમાં બીજા ફળની અછત હોવાથી બજારભાવ સારા મળે છે. વધુમાં ફળનો વિકાસ શિયાળામાં ઠંડા અને સુકા હવામાનમાં થતો હોવાથી રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. આ કારણોને લીધે ગુજરાતમાં હસ્તબહારનો ફાલ લેવાનું પસંદ કરવામા આવે છે. હસ્તબહારનો ફાલ લેવા માટે ચોમાસાનો વરસાદ બંધ થયા બાદ પાણી આપવાનું બંધ રાખવું લગભગ બે માસ બાદ સપ્ટેબર/ઓક્ટોબરમાં આપવા જણાવેલ ખાતરો આપી બે હળવા પિયત આપી ત્યારબાદ સારા પ્રમાણમાં ફુલ આવશે જેમાંથી ઉનાળામાં ફુલ મળશે. સપ્ટેબરના અંત સુધીમાં વરસાદ ચાલુ રહે અને હસ્તબહાર લેવાનું શક્ય ન બને ત્યારે આંબે બહાર લેવામાં આવે છે.

   નિંદણ નિયંત્રણ :
  પાક ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્યારે પરવણી સાથે હાથ નિંદામણ કરી પાકને નિંદામણ રહિત કરવો. દાડમના પાકને વાવણી પછીના ૪૫ દિવસ સુધી નિંદણ મુક્ત રાખવાની ભલામણ કરવામાં આવેલ છે

   આંતરપાકો :
  pomegranate-sukaro શરુઆતની અવસ્થામાં શાકભાજીના પાકો આંતરપાક તરીકે લઈ શકાય.

   કાપણી :
  ફુલ આવ્યા બાદ ૫ થી ૭ મહિને ફળ ઉતારવા યોગ્ય બને છે. ફળની છાલ થોડી પીળાશ પડતી થાય અને અંગૂઠા વડે ટકોરો મારવાથી ફળ ધાતુ જેવો રણકાર આપે ત્યારે ઉતારવા કલમથી ઉછરેલ છોડ ઉપર ચોથા વર્ષથી ફળ ઉતારવાની શરુઆત થાય છે.

   ઉત્પાદન :
  પુખ્ત વયના ઝાડ દીઠ ૧૫૦ થી ૨૦૦ ફળ ઉતરે છે.
call now Amrutkamal
activites Amrutkamal દાડમ : રોગો અને તેની ઓળખ
 •  ૧. ટોચનો સુકારો pomegranate-sukaro રોગના લક્ષણો : આ ફૂગથી થતો રોગ છે. આ રોગમાં શરુઆતમાં નાની કૂમળી ડાળીઓ સુકાય છે. ત્યારબાદ મોટી ડાળીઓ ટોચથી સુકાવા લાગે છે. ધીમે-ધીમે આખું ઝાડ ટોચથી નીચે સુધી સુકાઇ જાય છે.

  નિયંત્રણ :
  રોગીષ્ટ ડાળીઓ થોડા તંદુરસ્ત ભાગ સાથે કાપી બાળીને નાશ કરવો.
  • ૧ લિટર કૃષિઅમૃત-૨૦૩૦ દાડમ સાથે ૧.૫ લિટર ગૌ મૂત્રનું મિશ્રણ કરી પાણી સાથે આપવું.
  • જરુરીયાત મુજબ N અને PK ના બેક્ટેરીયા આપવાં.


 •  ૨. ફળ ટપકાં (ડાઘ) baliya-tapaka-rog-cotton રોગના લક્ષણો : ફૂગથી થતાં આ રોગમાં ફળ ઉપર નાના અનિયમિત અને લીલાશ પડતી પીળી કિનારીવાળા ડાઘ પડે છે. તેથી નીચેના ભાગમાં આવેલ દાણા ભૂખરાં રંગના થઈ જાય છે.

  નિયંત્રણ :
  • રોગની શરુઆત થાય ત્યારે કે શરુઆત થઈ ગયેલ હોય ત્યારે પાક રક્ષાકવચ ૭૦ મિ.લિ. થી ૮૦ મિ.લિ. એક પંપમાં ભરી છોડ પર છંટકાવ કરવો.


 •  ૩. ફળનો કોહવારો / ફળનો સડો રોગના લક્ષણો : ફળનો સડો ઘણા પ્રકારની ફૂગથી થાય છે. ફૂગથી થતો આ રોગ ખાસ કરીને ચોમાસામાં જોવા મળે છે. અસરયુક્ત ફળ ઉપર પીળા કે કાળા રંગના ડાઘા પડે છે. રોગની વધુ અસરવાળા ફળ નાનાં રહે છે અને કોહવાઈ જાય છે. ફળના અંદરના દાણા પોચા પડી જાય છે. નિયંત્રણ :
  • દાડમના પતંગિયા તથા ફળમાખીથી થતું નુકસાન અટકાવવા માટે મુલ રક્ષક-૩ નબંર (૪૦મિ.લિ/૧૫ લિટર) નો છંટકાવ કરવો.
  • ફળ ઉતારતી વખતે ફળને ઈજા ન થાય તેનો ખ્યાલ રાખવો.


 •  ૪. પાનનો સુકારો રોગના લક્ષણો : આ રોગ ફૂગ તેમજ જીવાણુથી થાય છે. જીવાણુથી થતા પાનનાં ટપકાં નાના અનિયમિત આકારના પાણી પોચા ટપકાં જોવા મળે છે. ફૂગથી થતા ટપકાં નાના આછા જાંબલીથી કાળા રંગના જોવા મળે છે. રોગની તીવ્રતા વધતાં પાન ખરી પડે છે. ચોમાસામાં ફળ ઉપર પણ આવા ટપકાં જોવા મળે છે. નિયંત્રણ :
  • આ પ્રકારની ફૂગ કે જીવાણુ માટે છોડમાં મુલ રક્ષક-૧ નંબર (૪૦ થી ૫૦ મિ.લિ./૧૫ લિટર) ના ટુવા દ્વારા છોડના મૂળમાં આપવું.
  • આકડાની સ્લરી આપવી.
  • ખાટી છાશનો સ્પ્રે કરવો.


 •  5. પોપટ તેમજ ખિસકોલી baliya-tapaka-rog-cotton નુકસાન : ખિસકોલી તેમજ પોપટ દાડમના ફળ ખાઈ જઈને અથવા તેમાં કાણાં પાડીને નુકસાન કરે છે. આવા નુકસાન પામેલા ફળોમાં સડો થતાં ફળ ખરી પડે છે. નિયંત્રણ :
  ફળ નાના હોય ત્યારે કાગળનો કોથળો ફળ ઉપર પહેરાવી દેવો જોઈએ અથવા દાડમના સમગ્ર વિસ્તાર પર નેટ પહેરાવી દેવી જોઈએ જેથી નુકસાન ઘટાડી શકાય.


 •  6. દાડમના ફળનું ફાટી જવું baliya-tapaka-rog-cotton નુકસાન : જમીનમાં બોરોનની ઊણપ અથવા અપૂરતાં ભેજને કારણે દાડમનું ફળ ઝાડ ઉપર જ કાચું અથવા પાકવાની અણીએજ ફાટી જાય છે. નિયંત્રણ :
  • જરૂર મુજબ દાડમના પાકને પિયત આપવું.
  • ૧ લિટર કૃષિઅમૃત-૨૦૩૦ દાડમ સાથે ૧.૫ લિટર ગૌ મૂત્રનું મિશ્રણ કરી પાણી સાથે આપવું.


call now Amrutkamal
pomegranate-tree vavetar Amrutkamal  દાડમ: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal દાડમનું પતંગિયું : પોમેગ્રેનેટ બટરફ્લાય
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતના પતંગિયા મોટા કદના તેમજ વાદળી રંગની પાંખો ધરાવે છે. માદા કીટક કળીઓ અથવા નાના ફળો પર છૂટાછવાયા ઈંડાં મૂકે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઈંડાંમાંથી નીકળેલ ઈયળ ફળમાં કાણું પાડીને અંદર દાખલ થાય છે અને વિકાસ પામતા દાણાઓને ખાઈને નુકસાન કરે છે. આવા નુકસાન પામેલા દાડમમાં ફૂગ અને સુક્ષ્મ જીવાણુથી ફળ કોહવાઈ જાય છે અને તેમાથી દુર્ગંધ આવે છે અને ફળ ખરી પડે છે તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. વિકસિત ઈયળ નુકસાનયુક્ત ફળમાં કોશેટા અવસ્થામાં ફેરવાઈ જાય છે. આ જીવાતનું નુકસાન ચોમાસું ઋતુમાં વધારે જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • જીવાતની અસરવાળા ફળ વીણી લઈને તેમજ ખરી પડેલ ફળોને ભેગા કરીને ઈયળ સહિત તેમનો નાશ કરવો.
  • ઓછી સંખ્યામાં ફળ હોય તો તેને કાગળની કોથળી ચડાવી રક્ષણ આપવું. ફળ નાના હોય ત્યારે તેના પર કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે.
call now Amrutkamal
activites Amrutkamal થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઈયળ : બાર્ક ઈટીંગઈટીંગ કેટરપીલર
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત ઈયળ ઝાંખા બદામી રંગની , કાળા માથાવાળી હોય છે. ફૂદું નાનું, આછા બદામી રંગનું અને ભૂખરા રંગની પાંખોમાં વાંકીચૂંકી લીટીઓવાળું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઈયળ થડ અને છાલમાં કાણાં પાડી અંદરનો ગર્ભ કોરી ખાય છે. ઈયળો દિવસ દરમ્યાન કાણાંમાં ભરાઈ રહે છે અને રાત્રિ દરમ્યાન લીલી છાલ તેમજ ફળને કોરી ખાય છે. નુકસાનવાળા ભાગ પર ઝાળા અને હગાર સ્પષ્ટ દેખાય છે. ડાળીના સાંધામાં નુકસાન કરતી હોવાથી ડાળી પવનથી ભાંગી જઈ સુકાય જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • સુકાયેલ ડાળીઓની કાળજી પૂર્વક છાંટણી કરવી.
  • થડ તથા ડાળીઓ પર બનાવેલ ઝાળા દૂર કરવાં અને ઈયળે બનાવેલ કાણું શોધી કાઢી તેમાં લોખંડનો સળીયો નાંખી ઈયળને મારી નાંખવી.

call now Amrutkamal
activites Amrutkamal થ્રિપ્સ
thrips-crop-pomegranate
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતના બચ્ચાં અને પુખ્ત એક મી.મી. થી નાના, નાજુક, ફિક્કા પીળાશ પડતાં ભૂખરાં રંગની અને કદમાં ખૂબ નાની હોવાથી અનુભવ વિના નરી આંખે દેખાતી નથી. પુખ્તની પાંખોની ધાર રુંવાટીવાળી હોય છે. જ્યારે બચ્ચાં પાંખ વગરના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- દાડમના પાકમા ચુસિયા પ્રકારની જીવાતોમાં થ્રિપ્સનો ઉપદ્રવ સામાન્ય ઉપદ્રવથી વધારે જોવા મળે છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત કીટક પાન કે નાના ફળની સપાટી પર ઘસરકા કરી, તેમાંથી નીકળતો રસ ચૂસી નુકસાન કરે છે. આ જીવાત જ્યારે ફળને નુકસાન કરે છે ત્યારે તે ખૂબ જ અગત્યની બની જાય છે. ઘણીવાર દાડમના મોટા ફળો ફાટી જતાં હોય છે અને એના કારણોમાં થ્રિપ્સનું નુકસાન પણ કારણભૂત જોવા મળેલ છે. દાડમના ફળ જ્યારે નાના હોય છે ત્યારે જ ઘણીવાર થ્રિપ્સના અતિ ઉપદ્રવથી ફળની છાલમાં જ્યાં નુકસાન હોય છે ત્યાં છાલ પાતળી પડી જાય છે. ફળ મોટા થતાં તે ભાગ સુકાઈ જાય છે અને છાલ પાતળી પડી ગયેલ હોવાથી ત્યાંથી ફળ ફાટવા લાગે છે પરિણામે ફળનો દેખાવ બગડે છે અને બજાર કિંમત ઘટે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • ૫૦ થી ૧૦૦ ગ્રામ તીખું મરચાને ૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી તેનો છંટકાવ કરવો.
  • મુલ રક્ષક-૩ નંબર નો ૫૦ થી ૮૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ પર છંટકાવ કરવો.

call now Amrutkamal
activites Amrutkamal ચિક્ટો : મિલિબગ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ચિક્ટોની માદા માર્ચ થી મે મહિના દરમિયાન ઝાડ છોડી ૮૦ થી ૧૫૦ મી.મી. જેટલી ઊંડાઈએ જમીનમાં ઉતરી જઈ ઈંડાં મૂકે છે. આ ઈંડાં સુષુપ્ત અવસ્થામાં પડી રહી નવેમ્બર થી જાન્યુઆરી માસ દરમ્યાન સેવાય છે. બચ્ચાં અર્ધગોળાકાર, પીળાશ પડતાં હોય છે. માદાના શરીરને ફરતે સફેદ તાતળાઓનું આવરણ હોય છે જ્યારે નર પાંખો ધરાવે છે. બચ્ચાં ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ઝાડ ઉપર ચડવાનું શરુ કરે છે અને ઉપર ભેગા થઈ કુમળી ડાળી, પાન તથા ફળ-ફૂલમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિબળો પૈકી હવામાંનો ભેજ અને વરસાદ ખેંચવાથી તેનો ઉપદ્રવ વધી જતો હોય છે. વરસાદી દિવસોમાં જીવાતનો ઉપદ્રવ ઘટે છે. જ્યારે સૂર્યપ્રકાશના કલાકો વધે તો જીવાતનું પ્રમાણ વધતું માલુમ પડે છે. આ જીવાતને સુકું વાતાવરણ વધારે માફક આવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ચિક્ટોની માદા માર્ચ થી મે મહિના દરમિયાન ઝાડ છોડી ૮૦ થી ૧૫૦ મી.મી. જેટલી ઊંડાઈએ જમીનમાં ઉતરી જઈ ઈંડાં મૂકે છે. આ ઈંડાં સુષુપ્ત અવસ્થામાં પડી રહી નવેમ્બર થી જાન્યુઆરી માસ દરમ્યાન સેવાય છે. બચ્ચાં અર્ધગોળાકાર, પીળાશ પડતાં હોય છે. માદાના શરીરને ફરતે સફેદ તાતળાઓનું આવરણ હોય છે જ્યારે નર પાંખો ધરાવે છે. બચ્ચાં ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ઝાડ ઉપર ચડવાનું શરુ કરે છે અને ઉપર ભેગા થઈ કુમળી ડાળી, પાન તથા ફળ-ફૂલમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિબળો પૈકી હવામાંનો ભેજ અને વરસાદ ખેંચવાથી તેનો ઉપદ્રવ વધી જતો હોય છે. વરસાદી દિવસોમાં જીવાતનો ઉપદ્રવ ઘટે છે. જ્યારે સૂર્યપ્રકાશના કલાકો વધે તો જીવાતનું પ્રમાણ વધતું માલુમ પડે છે. આ જીવાતને સુકું વાતાવરણ વધારે માફક આવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • બગીચામાં ચોખ્ખાઈ જાળવવી એટલે કે ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો. તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.
  • આ જીવાતના નાશ માટે મુલ રક્ષક-૩ નંબર નો સ્પ્રે કરવો.
  • ચોમાસામાં વરસાદ બાદ ઊગી નીકળેલ ઘાસને ઉપાડીને તેનો નાશ કરવો.
  • આ જીવાતનો ઉપદ્રવ ટપક પદ્ધતિથી આપેલ પિયતવાળા બગીચાં કરતાં ખામણામાં આપેલ પિયતવાળા બગીચામાં ઓછો જોવા મળે છે તો તે પ્રમાણે કાળજી લેવી.
  • આ જીવાતના ઉપદ્રવની શરુઆત હોય ત્યારે એકાદ ભારે પિયત આપવું જેથી જમીનમાં ઈંડાંમાંથી નીકળતા જીવાતના બચ્ચાંઓનો નાશ થાય.

call now Amrutkamal
bataka vavetar Amrutkamal દાડમ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
pomegranate-tree vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message