amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

papaiya vavetar Amrutkamal  પપૈયાના વાવેતર અને રોગો વિશે માહિતી

papaiya vavetar Amrutkamal પપૈયા : વાવેતર વિશે માહિતી
 •  જમીન અને જમીનની તૈયારી
  papaiya crop સામાન્ય રીતે પપૈયા વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ સારા નિતારવાળી ભરભરી અને વધારે સેન્દ્રિય તત્વ વાળીવાળી જમીન ઉત્તમ ગણાય છે.છે. ગોરાડુ બેસર અને મધ્યમકાળી જમીનમાં પપૈયા સારા થાય છે. જે જમીનમાં પપૈયાનો પાક લેવાનો હોય તેમાં ઉનાળામાં જમીનને ઊંડી ખેડી તેમાં હેક્ટર દીઠ ૫૦ થી ૬૦ ટન છાણિયું ખાતર નાખી જમીન તૈયાર કરવી, ૨ મીટરના અંતરે ૩૦ સિ.મી. ના ખાડા તૈયાર કરી થોડાક દિવસ ખુલ્લા રાખી તેમાંથી નીકળેલ માટી સાથે ૧૦ કિલો છાણિયું ખાતર ભેળવી ખાડા પુરી દેવા.

   આબોહવા
  પપૈયાને સુકુ હવામાન માફક આવે છે. આ પાક વધુ પડતી ઠંડી તેમજ ખુબ વરસાદ સહન કરી શકતો નથી. ગુજરાત રાજ્યમાં પપિયાનું વાવેતર ડાંગ જિલ્લા સિવાત બધાજ જિલ્લાઓમા થાય છે.

   બીજ દર અને વાવણીનું અંતર
   બિયારણનો દર: એક હેક્ટર જમીનમાં વાવેતર કરવા માટે જરૂરી ધરૂ બનાવવા ૩૦૦ થી ૪૦૦ ગ્રામ બીજ પરતુ છે. ૨૫૦૦ છોડ/હેક્ટર.
   અંતર: બે છોડ વચ્ચે ૨ મીટર થી ૨ મીટરનું અંતર રાખવું.

   ધરૂ ઉછેર
  papaiya crop પપૈયાનું ધરૂ તૈયાર કરવા માટે શક્ય તેટલા તાજા બીજનો ઉપયોગ કરવો જોઈએ. જેમ બીજ જુનું થતુ જાય તેમ તેની ઉગવાની શક્તી ઘટતે જાય છે. પપૈયાના બીજના ઉગવા ઉપર ઉષ્ણતામાનની અસર ખુબજ થાય છે. ૩૫o સે. ઉષ્ણતામાન પપૈયાના બીજને ઉગવા માટે અનુકુળ છે.જ્યારે ૨૩o સે. થી નીચે અને ૪૦o સે. થી ઉપરનું ઉષ્ણતામાન બીજના ઉગવા ઉપર માઠી અસર કરે છે.ખેતરમાં ધરૂની ફેરરોપણી કર્વાના સમયથી દોઢ-બે માસ અગાઉ ધરૂ ઉછેરનું કામકાજ શરૂ કરવું ધરૂ ક્યારાં તેમજ ૧૦ સે.મી. * ૧૫ સે.મી. ની ૧૫૦ ગેજની પ્લાસ્ટિક બેગમાં તૈયાર કરવું.
  ક્યારામાં ધરૂ તૈયાર કરવા માટે ૩ મીટર*૧.૨ મીટર ના ક્યારા દીઠ ૨૦ થી ૨૫ કિ.ગ્રા. છાણિયું ખાતર તથા ૫૦૦ ગ્રામગ્રામ ડાયએમોનિયમ ફોસ્ફેટ નાંખી તૈયાર કરવા. ક્યારાઓમાં૧૫ સે.મી. ના અંતરેઅંતરે ૨ સે.મી. ઊંડી હારો બનાવી અને હામાં બબ્બે સે.મી. ના અંતરે ૨ સે.મી. ઊંડો હારો બનાવી અને હારમામાં બબ્બે સે.મી. ના અંતરે બીજ વાવી દેવાં. બીજ વાવ્યા બાદ માટી અને છાણિયું ખાતરના મિશ્રણ વડે હારો પુરી દઈને તુર્ત જ પાણી આપવું જ્યારે પ્લાસ્ટિક બેગમાં ધરૂ તૈયાર કરવા માટે ઊપર મુજબ સાઈઝ ની બેગ લઈ તેમાંગ નીચેના ભાગે ૫ થી ૭ પંચ વડે કાણા પાડીપાડી તેમાં અગાઉ તૈયાર કરેલ છાણિયા ખાતર અને માટીનુ સપ્રમાણ મિશ્રણ ભરવું. આ બેગ ને ૩ મીટર*૧.૫ મીટર ના ક્યારામાં ગોઠવી બેગમાં બે બીજ વાવી પાણી આપવું. એક હેક્ટર જમીનમાં વાવેતર કરવા માટે જરૂરી ધરૂ બનાવવા ૩૦૦ થી ૪૦૦ ગ્રામ બીજ પુરતું છે. બીજ વાવ્યા બાદ ક્યારાઓને પરાળ અથવા પાન વાળી ડાળીઓ વડે ઢાંકી દેવા. આમ કરવાથી બીજ એકસરખી રીતે ઊગી નીકળશે. સામાન્ય રીતે બીજને ઉગતાં ૧૫ થી ૨૫ દિવસ લાગે છે. બીજ ના અંકુર નીકળે કે તરતજ ઢાંકેલ પરાળ કે ડાળીયો કાઢી નાખવી. ક્યારામાં ઝાડા વડે નીયમીત પાણી આપવું અથવા ધીમી ગતીએ વહેતા પણથી ક્યારાઓમાં બેઠુંગ= પાણી મુકવું. બીજ ઉગી ગયા બાદ અઠવાડિયાના અંતરે ૩:૩:૧૦ ના પ્રમાણનું ર્બાડામિશ્રણ ક્યારાની જમીન બાધીજ જમીન પલળે તે મુજબ આપવું કે જેથી ધરૂને કોહવારાથી રક્ષણ મળે. ધરૂ જ્યારે ૭ થી ૮ સે.મી. ઊચાઈના થાય ત્યારે ધરુવાડિયામાં ક્યારા દીઠ ૨૫૦ થી ૩૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ બે હાર વચ્ચે આપી માટીમાં ભેળવી દઈ પાણી આપવું.

   ધરૂ ની ફેરરોપણી
  સામાન્ય રીતે પપૈયાનું વાવેતર ચોમાસાની શરુઆતમાં ધરૂના રોપ આશરે ૨૨ સે.મી. ના ઊંચાઈના થયેથી તેની ફેરરોપણી કરવામાં આવે છે. ધરૂની ફેરરોપણી જુલાઈથી સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે. પરંતું સૌરષ્ટ્ર જેવા ગરમ હવામાન વાળા વિસ્તારમાં ફેબ્રુઆરી-માર્ચ માસમાં ધરૂ ઉછેર કરી જ્યા પીયત ની સુવિધા હોય ત્યાં એપ્રિલ- મે માસમાં ફેરરોપણી કરી વાવેતર કરવામાં આવે છે જેથી રોગ જીવાત સામે રક્ષણ મળે છે. અની વધુ ઉત્પાદન મળેળે છે. પપૈયાના રોપ દુરના સ્થળેથી લવવાના હોય તો રોપથી ટોચ પર ત્રણ પાન રાખી, નીચેના પાનના અડધા ડીંટા રહેવા દઈ કાઢી નાંખવા તથા રોપને શક્ય તેટકા વહેલા રોપી દેવા. પ્રત્યેક ખામણે ત્રણ રોપ ત્રિકોણ આકારમાં એવી રીતે રોપવા કે જેથી ત્રણેય રોપ એકબીજા થી ૨૨ સે.મી. જેટલા દૂર રહે. ફેરરોપણી બાદ છોડને તૂરતજ પાણી આપવું.

   પાછલી માવજત
  પપૈયાના પાકને ફેરરોપણી કર્યા બાદ અઢી થી ત્રણ માસે ફુલ આવવાની શરૂઆત થાય છે. ત્યારે જન માદા છોડ ઓળખી શકાય છે. આથી કુલ આવ્યા બાદ દરેક ખામડે એક થી બે સારા માદા છોડ રાખીને બાકીના છોડ કાઠી નાંખવા કોઈ પણ ખામડામાં બે કરતાં વધારે છોડ રાખવા નહીં. જો કોઈ ખામડામાં ત્રણ નર છોડ જણાય તો તેવા ખામડામાંથી ત્રણેય છોડ કાઢી ન નાખતાં ઓછામા ઓછો એક છોડ રહેવા દેવો પપૈયાની વાડીમાં કુલ છોડના ૧૦ ટકા જેટલા નર છોડ અવશ્ય રાખવા. પપેયાના ફળો જેમજેમ મોટા થાય અને પરિપક્વ થવાની તૈયારી હોય ત્યારે ફળોને સૂર્યના તાપથી દાઝી જ્તા બચાવવા ફળો ઉપર કંતાન ઢાંકી તેનું સૂર્યતાપથી રક્ષણ આપવું તેમજ પપૈયાના છોડ ઉપર વધુ પડતાં ફળો હોય તો થડ ભાંગી જ્વાનો ભય રહે છે તેથી આવા ફળોવાળા થડને લાકડાના ટેકા આપી રક્ષણ આપવુ જરૂરો છે.

   ખાતર વ્યવસ્થા
  પપૈયાના ફળો સેન્દ્દ્રિય ખાતરના અપૂરતાં વપરાશ તેમજ પોટાશ ખાતરનાઅભાવને લીધે સ્વાદમાં ફિકાશવાળા રહે છે. તેથી ભલામણ મુજબ ખાતર અને નિયમિત પિયત આપવાથી ફળની મીઠાશ અને ગુછવત્તા જળવાઇ રહે છે.
   છાણીયું ખાતર: પપૈયાના પાક માટે સૌથી ઉત્તમ છાછિયું ખાતર છે અને ઝાડ દીઠ ૩૦ કિ.ગ્રામ. છાણિયું ખાતર મળી રહે તે રોતે જમીનમાં આપવું જોઈએ.
   પાયાના ખાતર : જટાયુને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો. નવા ઉગતા છોડનો વિકાસ ઝડપી કરવા માટે ઉપયોગી છે ઝાડ દીઠ ૫ કિ.ગ્રા. જટાયુ (ઓર્ગેનિક કર્બન) આપવું.
  ઉપરાંત બીજા અને છઠ્ઠા માસે કૃષિ અમૃત ૨૦૨૦ પપૈયા જરૂર મુજબ આપવું.

   પિયત વ્યવસ્થા
   સામાન્ય પિયત વ્યવસ્થા પપૈયાના પાકમાં નિયમિતા અને સપ્રમાણ પાણી આપવું ખૂબ જરૂરી છે. પાણી ખેંચ નેલીધે ફળ ખરી પડવાની શક્યતા રહે છે. જ્યારે વધુ પાણી પણ નુકશાનકારક છે જેથી સ્થાનિક હવામાન અને જમીનનાં પ્રકાર પ્રમાણે શિયાળામાં ૧૦ થી ૧૨ દિવસ અને ઉનાળામાં ૬ થી ૯ ડીવસ પાણી આપવું.
  હવે આપણાં રાજ્યમાં બહોળા પ્રમાણમાં પિયત પદ્ધતિમાં ક્રાતિકારી ફેરફારો થવાથી ચીલાચાલુ પિયત પદ્ધતિને બદલે જો પપૈયાના પાકમાં ટપક સિંચાછ પદ્ધતિનો અમલ કરવામાં આવે તો પપૈયાના પાકમાં ખેતી ખર્ચ ઘટાડી સારા એવા પ્રમાછામાં પાણીની બચત કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે તેવું અખતરાના પરિણામો પરથી જાણી શકાયું છે.

   નિંદણ પધ્ધતિ
  પપૈયા ટૂંકા ગાળાનો પાક છે. પરંતુ સતત પાણીની જરૂરીયાતોને કારણે પાકમાં નીંદણોનો ઉપદ્ધવ થાય છે. પપૈયાની ફેરરોપણી બાદ તેની આજુબાજુ ઉગેલ નિંદામણ હાથેથી દૂર કરવુ

   આંતર પાકો
  પપૈયાના છોડ નાના હોય અને ઉત્પાદન શરૂ થયું ન હોય તે દરમ્યાન તેમાં આંતરપાકો તરીકે ટુંકા ગાળાના શાક્ભાજીના પાકો જેવા કે રીંગણ, મરચી, ટામેટા,કોબીજ, કોલીફલાવર જેવા પિયતવાળા પાકો ઉગાડી શકાય છે.

   ફળ ઉતારવા
  ફેરરોપણી પછી ૧૦ મહિના પછી પપૈયાના ફળ પાકવાની શરૂઆત થાય છે અને ફળો ઉપર નખ મારવાથી દૂધના બદલે પાણી જેવુ પ્રવાહી નીકળે ત્યારે ફળ ઉતારવા માટે યોગ્ય ગણાય છે તેમજ ફળો ઉપર સહેજ પીળો પટ્ટો દેખાવાની શરૂઆત થાય ત્યારે ફળ ઉતારવા.

   ઉત્પાદન
  પપૈયાના ફળોનું ઉત્પાદન જમીનની ફળદ્ધુપતા માવજત અને પપૈયાની જાત ઉપર અવલંબે છે. સારો માવજત વાળો પપૈયાનો એક છોડ આશરે ૪૦ થી ૫૦ કિલો ફળ આપે છે.

   ઉપયોગ અને આડપેદાશ
  પાકેલા પપૈયાનો મુખ્યત્વે માવામાં ઉપયોગ થાય છે. ફળ પરિક્ષણોની બનાવટમાં પપૈયામાંથી જામ (મુરબ્બો) તથા કાચા ફળોમાંથી ટુટીફ્રટી થઈ શકે છે. ટુટીફ્રટી નો ઉપયોગ આઈસક્રીમ, પાન વગેરેમાં મોટા પ્રમાણમાં થાય છે.
   પેપિન: પપૈયાની મુખ્ય આડપેદાશ તેના દૂધ (લેટેક્ષ) માંથી થતુ પેપિન છે. પપૈયાના સુકવેલા દૂધને કુડ પેપિન કહેવાય છે અને પ્રયોગશાળામાં ખાસ પદ્ધતિથી ૯૦ ટકા ઈથાઈલ આલ્કોહોલ તથા અસિટોનનો ઉપયોગ કરી શુદ્ધ પેપિન બનાવવામાં આવે છે. બહારનાં દેશોમાં પ્રોટીન ડીગ્રેડેશન તથા ઓધોગિક હેતુઓ માટે પેપિનની માંગ રહેતી હોવાથી તેનો નિકાસ કરી સારૂ હૂંડિયામણ મેળવી શકાય છે.

   પપેયામાંથી દૂધ (લેટેક્ષ) કાઠવાની રીત
  પપૈયાના છોડના ઉપરનાં બધા જ ભાગોમાં લેટેક્ષ દૂધ હોય છે પરંતુ ધંધાકીય રીતે પેપિન બનાવવા માટે મોટા ભાગે કાયા ફળોમાંથી લેટેક્ષ કાઠવામો આવે છે. ફળો જ્યારે અઢી માસના થાય ત્યારે તથા તેનો ઘેરાવો સામાન્યી રોતે ૩૮ સે.મી.તથા તેની જાડાઈ ૨૮ સે.મી.થાય ત્યારે તેને ફળની દિશામાં તેના ઉપર લીટા (કાપા) પાડવામાં આવે છે. ફળની આ અવસ્થાએ ફળ પર લીટા કરવામાં આવે તો ફળની વૃદ્ધિ ચાલુ રહે છે અને ફળ સામાન્યા રોતે પરિપક્વ થાય છે અને તેના ઉત્પાદન તથા સોડમ ઉપર ખાસ અસર થતી નથી. લીટા પાડવા માટે નિયત કરેલું સાધન જ વાપરવું જોઈએ. લીટીની ઊંડાઈ લગભગ ૨ થી ૨.૫ મી.મી.જેટલી રાખવી. વધારે ઊંડાઈ ઈચ્છનીય નથી કારણકે તેથી ફળ ઉપર કુગની વૃદ્ધિ થશે તથા ફળ કોહવાઈ જશે. ફળ ઉપર એકી વખતે ત્રણ થી ચાર ઊભા લીટા અથવા કાપા મુકી ફળમાંથી અઠવાડિયમાં બેથી ત્રણ વખત દૂધ કાઢવું . ફળમાં ફરીથી બીજા અઠવાડિયા દરમ્યાન આ રીતે બે વખત દૂધ કાઠી શકાય. દૂધને સામાન્ય રોતે કાચના કે એલ્યુમિનિયમનાં વાસણમાં કે પ્લાસ્ટિકની ઉંધી છત્રીમાં ભેગુ કરી શકાય. ફળ ઉપર જામી ગયેલ દૂધને પણ ચપ્પ્રુ વડે ખોતરીને લઈ લેવું. ફળમાંથી દૂધ કાઠવાની ક્રિયા ખાસ કરીને સવારના છ થી આઠ દરમ્યાન કરવી કારણકે જેમજેમ તડકો થતો જાય તેમ દૂધનું જરણ ઓછું થતું જાય છે. જો દૂધ કાઢતાં પહેલાં વાડીની જમીન બે દિવસ પહેલાં સુકાઈ ગયેલ હોય તો તેને પાણી આપવું અતિ આવશ્યકછે. પિયત આપવાથી દૂધનો ઉતારો વધુ આવે છે. દૂધ કાઢવાની ક્રિયા પૂરી થયેલી તેને ૦.૩ ટકા સોડિયમ લાય સલ્ફાઈટની માવજત આપવી એટલે કે જો દૂધનું વજન ૧૦૦ કિલો હોય તો ૩૦૦ ગ્રામ સોડિયમ બાય સલ્ફાઈટને દૂધ સાથે મિશ્રણ કરવું આથી લેટેક્ષ બગડતો નથી ત્યારબાદ તેને પ્રયોગશાળામાં શુદ્ધ પેપિન બનાવવા જલ્દી મોકલી આપો.
  કોઉમ્બતુર ખેતીવાડી કોલેજ તથા કોઇમ્બતુર સંશોધન કેન્દ્ર ઉપરથી કોઇમ્બતુર ૨ અને ૪ નામની જાત બહાર પાડી છે જેમાંથી કો . ૨ હેક્ટરે ર૫૦ થી ૩૦૦ કિલોએ પેપિન જ્યારે કો.૬ જાતમાંથી ૮૦૦ થી ૮૫૦ કિલો પેપિન મળે છે.

   પપૈયાની બનાવટો
  પપૈયાના કાચાં ફળમાંથી “ટુટીફુટી” તેમજ સહેજ કાચાશ પડતા પાકાપપૈયામાંથી 'જામ' જેવી પરિક્ષણની બનાવટો તૈયાર કરો શકાય છે. બનાવટની પદ્ધતિ નીચે મુજબ છે.

   ૧.પપૈયાની ટુટીફ્રુટી
  સામગ્રી : પપૈયા ૧ કિલો (૮૦૦ ગ્રામ ટુકડા) ખાંડ ૧ કિલો અને રંગ જૂરૂર પ્રમાણે.
  રીત : પૂર્ણ વિકસિત કાચા પપૈયા પસંદ કરો, સ્વચ્છ પાણીથી ધોઈ તેની નાની ચીરીઓ કરવી. ચીરોઆમાંથી ચોરસ અથવા લંલચોરસ એકસરખાં માપના ટુકડા કરવા. ટુકડાને એક ઝોળા મલમલના કપડામાં બાંધી ઉકળતા પાણીમાં લગભગ પ મિનિટ સુધી ઝબોળવા.આ પ્રમાણે અધકચરા બફાયેલ ટુકડાઓને રંગીન ખાંડની ચાસળીના દ્વાવણમાં એક રાત્રી ડુબાડી રાખવા. બીજા દિવસે ચાસણીમાંથી ટુકડા બહાર કાઠી સુકવવાં. સુકાયેલ ટ્ટુકડાને ફરીથી રંગીન ચાસણીમાં એક રાત્રિ ડુબાડી રાખવા બીજા દિવસે ચાસણીમાંથી કાઢી તેને સુકવવા.આ પ્રમાણે તેયાર થયેલ ટુટીફ્રુટી સ્વચ્છ કાચની બરણીમાં ભરી લેવી. શીખંડ, ફ્રુટસલાડ, પ્રુલાવ વગેરે બનાવટોમાં ટુટીફ્રુટીનો ઉપયોગ કરી આકર્ષક લહેજતદાર વાનગી બનાવી શકાય છે.

   ૨.પપૈયાની જામ
  સામગ્રી : પપૈયા ૧ કિ.ગ્રા.(૫૦૦ ગ્રામ માવો), ખાંડ ૫૦૦ ગ્રામ, સાઇટ્રિક એસિડ ૦.૦૦૫ ગ્રામ અને બોટલ ૨ નંગ.
  રીત : સહેજ કડક પાકા પપૈયા પસંદ કરી સ્વચ્છ પાછળીથી ધોઈ, છોલી નાના તુકડા કરવા. કિચન માસ્ટરની મદદથી તેનો માવો તૈયાર કરવો. માવાના વજન જેટલી ખાંડ તથા દર કિ.ગ્રા. માવાદીઠ પ ગ્રામ સાઈટ્રીક એસિડ માવામાં ઉમેરો મિશ્રણને ગરમ કરવું. જ્યારે માવામાંથી સંપૂર્ણ પાણી બળી જાય ત્યારે મિશ્રણને ગરમી પરથી ઉતારી લઈ, ગરમ મિશ્ર, જીવાણું રહિત કાચની બરણીમાં ભરી લેવું. ઠરવા માટે એક રાત્રિ મૂકી રાખવું. બીજા દિવસે ઠરેલ જામ ઉપર ગરમ મીણનું પડ બનાવી ઢાંકણ બંધ કરો ભેજરહિત જગ્યાએ સંગ્રહ કરવો. આ પ્રમાણે તૈયાર કરેલ જામનો ઈચ્છા અનુસાર ભોજન સાથે ઉપયોગ થઇ શકે છે.
call now Amrutkamal
activites Amrutkamal પપૈયા : રોગો અને તેની ઓળખ
 •  ૧. થડનો કોહવારો / મૂળનો કોહવારો thad-kohvaro-papaiya
  રોગના લક્ષણો : આ રોગ પપૈયાના પાકમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અને રોપણી બાદ શરૂઆતની અવસ્થામાં આવતો હોઇ પુરેપુરો પાક નિષ્ફળ જાય છે. આ રોગની શરૂઆત થડ અને જમીનની સપાટીથી સહેજ ઉપરની જગ્યાએ પાણી પોચા ધાબાથી થાય છે. સમય જતાં આવો રોગિષ્ટ ભાગ બદામીથી કાળાશ પડતો થઈ સડો જાય છે. આવા રોગ લાગેલ છોડના ઉપરના પાન ધીમે ધીમે પીળા પડી સુકાઈ છેવટે નીચે ખરી પડે છે. ફળ પણ ચીમળાઇને નીચે ખારી પડે છે. મૂળમાં સડો થવાથી જામીન સાથેનો સંપક છોડી દે છે અને આખરે આખો છોડ નોચે ઢળી પડે છે. પાછલા પાકના અવશેષોથી પણ આ રોગ ફેલાય છે.

  નિયંત્રણ :
   સારી નિતારશક્તિ ધરાવતી જમીનમાં રોપણી કરવી અથવા તો જમીનની નિતારશક્તિ વધારવી.
   રોગિષ્ટ છોડનો સત્વરે ઉખાડી નાશ કરવો.
   મોટા છોડના થડની ફરતે પાળા ચડાવવા જેથી થડ સીધા પાણીના સંપર્ક માં ન આવે.
   અમૃતકમલના મુલ રક્ષક (૧) ને મુળ મા આપવુ તેના ૨ દિવસ પછી અમુતકમલ ની મુલ વૃધ્ધિ મુળમાં આપવી.


 •  ૨. કાલવ્રણkalvarn-papaiya
  રોગના લક્ષણો : આ રોગમાં ફૂગનું આક્રમદા ફળ પર જોવા મળે છે. રોગની શરૂઆત પાકટ ફળ પર પાણી પોચા ટપકાં સ્વસ્પે થાય છે. જેમ જેમ રોગની તીવ્રતા વધે છે તેમ તેમ ફળ પર આવા ચાંઠા મોટા થાય છે જેનો રંગ બદામીથી કાળાશ પડતો હોય છે. આવા ટપકાં / ચાંઠાની મધ્યમાં ગુલાબી રંગની ફૂગનું વર્ધન જોવા મળે છે. આ ફૂગનો વિકાસ ફળની અંદર થતો હોઈ રોગિષ્ટ ફળ પોચું પડૅ છે તેમજ તેમાંથી ખરાબ વાસ આવે છે. કોઈક વખત નીચેના પાન તેમજ પર્ણદંડ પર આ ફૂગનું આક્રમણ જોવા મળે છે. આ રોગને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે.

  નિયંત્રણ : kalvarn-papaiya
   રોગિષ્ટ પાન દૂર કરી તેનો નાશ કરવો.  ફળ ઉતાર્યા બાદ ફળને ગરમ પાણી (૪૬૦ થી ૪૯૦ સે.)માં ૨૦ મિનિટ ડૂબાડવા.
   અમૃતકમલના મુલ રક્ષક (૧)ને મુળમાં તથા સ્પ્રે. દ્વારા આપવું.


 •  ૩. ભૂકી છારો / પાવડરી ફૂગ
  રોગના લક્ષણો : ફૂગથી થતા આ રોગની શરૂઆતમાં પાનની સપાટી પર સફેદ રંગની ભૂકી જોવા મળે છે. પાનની નીચેની સપાટી પર નાના આછા પીળા રંગના ટપકાં જોવા મ ળે છે. જેમ જેમ આવા ટપકાં મોટા થતા જાય તેમ તેમ પાનની નીચેની બાજુ સફેદ રંગની ફૂગનો વિકાસ અને ફૂગના બીજાણું જોવા મળે છે. bhukichharo-papaiyaતે જ જગ્યા પર પાનની ઉપરની બાજુ આછા પીળા રંગના ધાબા જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા સફેદ રંગની કૂગનું વર્ધન પાનની ઉપલી સપાટો પર જોવા મળે છે. આ રોગ સામાન્ય રીતે પવન દ્ધારા ફેલાય છે.

  નિયંત્રણ :
   અમૃતકમલના મુલ રક્ષક (૧)ને મુળમાં તથા સ્પ્રે. દ્વારા આપવું.


 •  ૪. પાનના ટપકાંpaan-tapaka-papaiya
  રોગના લક્ષણો : પપૈયાના પાકમાં વિવિધ પ્રકારના ટપકાંથી થતાં રોગ જોવા મળે છે, રોગની શરૂઆતમાં પાન પર નાના ભૂખરાં કે બદામી રંગના અનિયમિત ટપકાં જોવા મળે છે જેનો વચ્ચેનો ભાગ રાખોડી રંગનો હોય છે. પાન પીળા પડી સુકાઈને ખરે પડે છે. પપૈયાના સફેદ ટપકાંના રોગમાં પાન પર સફેદ રંગના ટપકાં જોવા મળે છે. આવા ટપકાં સુકાઈને તેનો વચ્ચેનો ભાગ ખરી પડે છે અને કાણું પડી જાય છે. આ રોગના આક્રમણથી રોગિષ્ટ પાન સુકાઈને ખરી પડે છે. વધુ ઉપદ્રવમાં આ પ્રકારના ટપકાં ફળ પર પણ જોવા મળે છે.

  નિયંત્રણ :
   અમૃતકમલના મુલ રક્ષક (૧)ને મુળમાં તથા સ્પ્રે. દ્વારા આપવું.


 •  ૫. કોકડવા / પંચરંગીયોkokadava-papaiya
  રોગના લક્ષણો : પપૈયામાં વિષાણુંથી થતો આ રોગ ખુબ મહત્વનો છે જેના કારણે ખેડૂતોને ઘણુ નુક્સાન ભોગવવું પડે છે. આ રોગથી પાનની સપાટી કરચલી વળી ગયેલી જોવા મળે છે. રોગિષ્ટ પાનની ઉપરની સપાટી પર નસોનો વચ્ચેનો ભાગ ઉપસેલો તેમજ પાન ક્નિારીથી ઉંઘા ગોળ વળી જાય છે. પાકટ પાન ધારથી ઉપરની તરફ વળે છે. સમય જતાં પાનની નસો વચ્ચે અંર્તગોળ અને બબર્હિગોળ સપાટી જોવા મળે છે. આ ઉપરાંત પાન પર પીળા ધાબા જોવા મળે છે. થડ પર ઘેરા લીલાં અને તેલી પાણીપોચી લીટો જોવા મળે છે. કાચા ફળો ઉપર ઘેરા લીલા રંગના વતુંળાકાર અથવા અંગ્રેજી 'સી' આકારના ચિન્હો જોવા મળે છે જેનો રંગ ફળની સપાટીના રંગ કરતા ઘાટો લીલો હોય છે. આ રોગ મશીથી ફેલાય છે .

  નિયંત્રણ :
  kokadava-papaiya  ધરુવાડિયામાં તથા ફેરરોપણી માટે તંદુરસ્ત ધરુનો ઉપયોગ કરવો.
   ઊભા પાકમાં આ રોગ જણાય તો રોગિષ્ટ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો.
   લીમડાનું તેલ ૧ મિ.લિ./ લિટર પાણી મુજબના દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી રોગને કાબુમાં લઈ શકાય છે.
   દુધ તથા હળદરનું દ્રાવણ બનાવી તેનો છંટકાવ કરવો.
   ૧૫ લીટર પાણીમાં અમૃતકમલના પાકરક્ષાકવચ (૫૦ થી ૮૦ મી.લી.) દ્રાવણ બાનાવી છંટકાવ કરવો.
call now Amrutkamal
papaiya vavetar Amrutkamal  પપૈયા: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal તીતીઘોડા
titighoda-papaiya
 • તીડ એ બહુભોજી કીટક છે. તે દુનિયામાં આફ્રિકા, એશિયા તથા ઓસ્ટ્રેલીયા ખાંડના વિસ્તારોમાં બધે જ વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાતની બચ્ચાં તથા પુખ્ત અવસ્થા મકાઇ, ઘઉ, ડાંગર,વેલાવાળા તથા શાકભાજી પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન કરે છે. એકજ મહિનામાં આ જીવાત ૩૨૦૦ કિ.મી. અંતર કાપે છે. એક વિસ્તાર થી બીજા વિસ્તારોમાં લશ્કરની જેમ સ્થળાંતરસ્થળાંતર કરતી હોય અને તેનો ઉપદ્રવ આખા વિસ્તારમાં રહેતો હોય તેનું નિયંત્રણ કરવું એ બીજી છીવાતોની સરખામળીમાં જટીલ છે.
  તીડના આક્રમણથી ખૂબ જ ગંભીર નુકસાન થતું હોવાથી તેનો વિવિધ જાતોની ઓળખા અને તેનાથી થતું નુકસાન, નુકસાન પામતા પાકો, જીવનચક્ર અને સંકલિત નિયંત્રણ કરવાના પગલા અંગેનો માહિતી ખેતી કરતાં ખેડત ભાઈઓએ જાણવી જરૂરી છે.
  titighoda-papaiya-2  ઓળખ ચિન્હ :- આ જીવાંતના લચ્ચાં પાંખ વગરના, પીળા રંગના અને લાલાશ પડતા બદામી રંગના ટપકાં ધરાંવતા હોય છે. તેનો વિકાસ થતાં અવિકસીત પાંખો ધરાવે છે અને લીલો રંગ ધારણ કરે છે. પ્રુખ્ત તીડ પાંખોવાળા, મધ્યમ કદનાં હોય છે. તે લીલા રંગના અને પાછળના ભાગે ભ્રુરાશ પડતાં કોય છે. તેના પૂવૅ વક્ષ પર કાળી લીટીઓ હોય છે.
   જીવનચક્ર :- સ્કિસ્ટોસેરકા ગ્રેગારીયા તીડ ૨.૫ થો ૩ ઈંચ લાંબા હોય છે. તે એક મહિનામાં ૪૦૦૦ કિ.મી. જેટલું સ્થળાંતર કરે છે. એક માદા અડધા ઈંચ ઊંડે પોચી જમીનમાં ૭૫ થી ૧૦૦ ઈંડા સમૂહમાં મૂકે છે. ઈંડા મેલા સફેદ રંગના હોય છે. ઈંડા અવસ્થા ૧ થી ૬૫ દિવસની હોય છે. જે જમીનના તાપમાન અને ભેજ પર આધારીત છે. ઈંડામાંથી નોકળેલ બચ્ચાં પ જુદી જુદી અવસ્થાઓ માંથી પસાર થઈ પુખ્ત બને છે. આ જીવાત આખુ જીવનચક્ર ૫ થી ૬ મહિનામાં પૂર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં શેઢા - પાળા પર ઉગેલ ઘાસ ખાય છે. ત્યારબાદ ખોતરમાં વાવેલ પાકના પાન તેમજ કુમળી ડુંખો ખાઈને નુકશાન કરે છે. વધુ ઉપદ્વવ હોય તો છોડના બધા જ પાન ખવાઈ જાતાં મધ્ય નસો જ જોવા મળે છે. આ જીવાત દિવસ દરમિયાન નુકશાન કરે છે. એક પુખ્ત એક દિવસમાં બે ગ્રામ જેટલા ખોરાકનું સેવન કરે છે. વધુ ઉપદ્રવના સમયે એક દિવસમાં એક હેકટર જેટલા વિસ્તારમાં આવેલ પાકને નુક્સાન કરે છે. રાત્રીના સમયે ખાવાનું ટાળે છે. titighoda-papaiya-3.jpg

 •  જીવાત પર નિયંત્રણ :-
   ઉનાળામાં ખેતરમાં ઊંડે ખોડ કરવાથી જમીનમાં રહેલા સુષુપ્ત ઈંડાના સમૂહ તાપ અથવા પરભક્ષીઓથી નાશ પામે.  શેઢા - પાળા સાફસૂફ રાખવા જેથી બચ્ચાંનું સહેલાઈથી નિયંત્રણ કરી શકાય.
   રાત્રીના સમયે આ જીવાત પરાડ ઉપર આરામ કરતી હોવાથી પરાડ ઉપર મુલ રક્ષક નો છંટકાવ કરવો અથવા પરાડને બાળી નાખવું વધુ હિતાવહ છે.
   ખેતરની ફરતે ગલગોટાની વાડ કરવાથી તીડની પુખ્ત અને બચ્ચાં અવસ્થા મુખ્ય પાકને છોડીને ગલગોટાને ખોરાક તરીકે વધુ પસંદ કરે છે. તેથી મુલ રક્ષક (૩)નો છંટકાવ તાત્કાલીક ગલગોટાનાં છોડો ઉપર કરવો જોઈએ.
   સામુહિક ધોરણે ઢોલ નગારા અથવા મોટા અવાજથી તીડને આવતા ટાળી શકાય છે.
   સાંજે અથવા સવારના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૩)નો સ્પ્રે. કરવો.
   પપૈયાના પાકમાં લીંબોળીના મીંજનું ૫% દ્વાવણ અથવા લીમડાના તેલનું ૦.૫% દ્વાવણ
  ઊભા પાકમાં છાંટવાથી તીડ પાનને ખાવાનું પસંદ કરશે નહી પરિણામે ભૂખથી તે મરી જશે .
call now Amrutkamal
activites Amrutkamal લાલ કથરી
lal-kathiri-papaiya
 •  ઓળખ ચિન્હ :- >આ જીવાતના પુખ્ત તથા બચ્ચાંઓ પાનનો નીચેની બાજુએ જાળા બનાવી રસ ચૂસે છે. ગંભીર ઉપદ્દવ હોય તો પાનની ઉપલી બાજુએ પોળા ધાબા પડેલા જોવા મળે છે. શરૂઆતમાં પાન ઉપર સફેદ નાની નાની છાંટો જોવા મળે છે જે જોડાઈ જતાં સફેદ ડાઘા જોવા મળે છે. જાળા ઉપર ધુળનો રજકણો ચૉટવાથી પ્રકાશસંશ્લેષણની ક્રિયા પણ અવરોધાય છે છોડની વૃધ્ધિ અટકી જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  સાંજે અથવા સવારના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૨)નો સ્પ્રે. આપવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલોમશી
molo-masi-papaiya
 • આ બહુભોજી જીવાત ટામેટા, મરચા, પાપડી, ભીંડા, રીંગણ, તુવેર, કપાસ, વેલાવાળા શાકભાજી, કઠોળવર્ગ, મગફળી, બટાટા, પાનવાળા શાકભાજી, શેરડી, મકાઇ, ગુલાબ, સુર્યમુખી, તમાકુ, પપૈયા વગેરે ઘણા પાકોને મે થી નવેમ્બર મહિના દરમ્યાન જ્યારે વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે વધુ નુકસાન કરતી જોવા મળે છે
  molo-masi-papaiya ઓળખ ચિન્હ :- મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતા રંગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને Cornicals કહે છે. પુખ્ત નર મોલો નાની પાંખવાળી અને પુખ્ત માદા મોલો મોટી પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જન્મ આપે છે. માદા મોલો ૮ થી ૨૨ બચ્ચા પ્રતિ દિન જન્મ આપે છે. આ બચ્ચા ૭ થી ૯ દિવિસમાં પુષ્ત બની જાય છે. પુખ્તનો જીવનકાળ ૨ થી ૩ અઠવાડિયાનો હોય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચકુ પુર્ણ કરે છે.
 • molo-masi-papaiya  નુકસાનનાં પ્રકાર:- મોલોમશીના પુખ્ત તેમજ બચ્ચાં ફૂમળી ડખો તથા પાનની નીચે રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્દવમાં છોડનો વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોય છે જેના ઉપર સમય જતાં કાળી ફુગનો ઉપદ્દવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. આ જીવાત મોટે ભાગે “કોકડવા” અથવા “પંચરંગિયો” રોગ ફેલાવે છે.

 • molo-masi-papaiya  જીવાત પર નિયંત્રણ :-
   સ્ટીકી ટ્રેપ ગોઠવી જીવાતનો ઉપદ્દવની માત્રા ઘટાડી શકાય છે.
   લાલ દાળિયા (લેડી બર્ડ બોટલ) ના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ મોલોનું ભક્ષણ કરે છે. જ્યારે લીલી ફદડી (ક્રાયસોપા) ની ઈયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.
   સવારે અથવા સાંજના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૨)નો સ્પ્રે. કરવો.
   ૧૫ લીટર પાણી સાથે ૫૦ થી ૧૦૦ ગ્રામ લાલ તીખુ મરચું મિશ્રણ કરી સવાર આથવા સાંજ ના સમયે સ્પ્રે. કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ફળમાખી
falmakhi-papaiya
 •  ઓળખ ચિન્હ :- દુનિયામાં ફળમાખીની અત્યાર સુધીમાં લગભગ ૪૦૦૦ જેટલી જાતિઓ નોંધાયેલ છે. જેમાંથી ૩૦૦ જેટલી ભારતીય ઉપખંડમાં જોવા મળેલ છે. ભારતમાં ૧૭૦ જેટલી ફળમાખીની જાતો નોંધાયેલ છે. ગુજરાત રાજ્યમાં ફળમાખીની મુખ્ય સાત જાતો નુકશાન કરતી જોવા મળે છે. ફળ અને શાકભાજીના પાકોને મુખ્યત્વે બેકટ્રોસેરા અને ડેક્સ પ્રકારની જાતિઓ નુકશાન કરે છે. વિવિધ પ્રકારની ફળમાખીઓ ફક્ત પુખ્ત માખીના વિશિષ્ટ લક્ષણોને આધારે જ જુદી તારવી શકાય છે. જ્યારે તેમની ઈંડા, કીડા (ઈયળો) અને કોશેટા અવસ્થાઓ રંગે અને સ્પ્રે. લગભગ સરખી હોય છે.falmakhi-papaiya
  ફળમાખીનું પુખ્ત સામાન્યરીતે રાતાશ પડતા બદામી રંગનું અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળું હોય છે. તેની પાછળની પાંખો અલ્પ વિકસતી હોય છે. તેનું કદ લગભગ ઘરમાખી જેવું હોય છે, પરંતુ તે પીળા રંગના પગ અને શરીરે રંગીન હોવાથી ખોડુતો તેને 'પીળી માખી' કે 'સોનેરી માખી' તરોકે ઓળખે છે. ફળમાખીની જુદી જુદી જાતોની પાંખો ઉપર આવેલી શીરાઓની ગોઠવણીના આધારે પણ તેની ઓળખ થઈ શકે છે. બધીજ ફળમાખીની માદાના ઉંદરપ્રદેશને છેડ ફળમાં ઈંડાં મુકવા માટે અણીદાર અંડનિક્ષેપક હોય છે. એક માખી સરેરાશ ૫૦ થી ૧૫૦ જેટલાં ઈંડા મૂકે છે. સામાન્ય રોતે નરમાખી કદમાં માદા કરતા નાની હોય છે.
  falmakhi-papaiya ફળમાખીના ઉંડા સૂક્ષ્મ ૧ થી ૧.૫ મી.મી. લાંબો, નળાકાર, આછા સફેદ અથવા પીળા રંગના, પગ વગરના, મુખ તરફના ભાગે અણીદાર અને પાછળના ભાગે બુઠા હોય છે. કોશેટા ૪ થી ૮ મી.મી. લાંબા, નળાકાર, પીળાશ પડતા બદામી અથવા ઘાટા બદામી હોય છે. સામાન્ય રીતે ફળમાખીની વધ્દ્ધિ અને વિકાસ માટે ગરમ આબોહવા વાળું (૨૦૦ સે.ગ્રે. થી વધારે) વાતાવરણ વધુ માફક આવે છે. શિયાળામાં તીવ્ર ઠંડીના દિવસોમાં તે કોશેટા અથવા પુખ્ત અવસ્થામાં લાંબો સમય સુષુપ્ત રહી શકે છે.
 •  નુકસાનનાં પ્રકાર:-  ફળમાખીની માદા દ્રારા ફળોમાં ઈંડા મુકવા માટે કરેલ ડંખની જગ્યાએથી રસ ઝરે છે જેને લીધે થોડા સમય બાદ ફળનો આકાર બેડોળ થઈ જાય છે. આ ડંખના કાણામાંથી જીવાણુઓને ફળમાં દાખલ થવાની અનુકૂળતા રહે છે. ઈંડામાંથી નોકળતી ઈયળ ફળની અંદર સર્વે દિશામાં નાળા બનાવી ગર્ભ ખાવાનું શરુ કરે છે. ઉપદ્ધવિત ફળો વિકૃત થઈ જાય છે, પીળા પડી જમીન પર ખડી પડે છે અને ફળમાં ફુગ અને બેક્ટેરીયામાંથી કહોવારો થાય છે જેથી અણગમતી વાસ આવે છે. આવી વાસ ફળમાખીઓને આકર્ષે છે અને ઉપદ્વવમાં વધારો થાય છે.

 • falmakhi-papaiya  જીવાત પર નિયંત્રણ :-
   ફળને સમયસર અને યોગ્ય રીતે ઉતારી લેવાં તેમજ વાડીની સ્વચ્છતા જાળવવી. કહોવાઈ ગયેલાં અને વાડીમાં નીચે પડેલાં અર્ધ પાકેલાં તેમજ ઉપદ્રવિત ફળ દરરોજ ભેગાં કરીને બાળી દેવા જોઈએ.
   ફળમાખીના કોશેટા જમીનમાં હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ઊંડી ખેડ અથવા ગોડ કરવાથી કોશેટા ઉગાડા પડી જતાં સુયૅપ્રકાશ અને કુદરવી પરજીવીઓ અને પરભક્ષીઓથી નાશ પામે છે અને ઉપદ્રવ ઘટે છે.
   પપૈયાની વાડીઓમાં તુલસીનું વાવેતર ચારે તરફ કરવું કારણકે તુલસીના પાનમાં આવેલ "મિથાઈલ યુજીનોલ” રસાયણ નર ફળમાખીને આકર્ષ છે તેથી તુલસી ના છોડ ઉપર મુલ રક્ષક (૨)નો છંટકાવ કરવાથી વાડમાં રહેલ ફળમાખીની વસ્તીમાં ભવિષ્યમાં થતો વધારો અટકાવી શકાય છે.
   ફળમાખી ના નિયંત્રણ માટે સવારે આથ્વા સાંજના સમયે (ઠંડા વાતાવતણમાં) અમૃતકમલ ના મુલ રક્ષક (૨)નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
papaiya vavetar Amrutkamal પપૈયા : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
papaiya vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  papaiya vavetar Amrutkamal
call now Amrutkamal
papaiya vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message