amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

mango-tree vavetar Amrutkamal  આંબાના વાવેતર અને રોગો વિશે માહિતી

mango-tree vavetar Amrutkamal આંબા : વાવેતર વિશે માહિતી
call now Amrutkamal
activites Amrutkamal આંબા : રોગો અને તેની ઓળખ
 •  ૧.આંબાની વિકૃતિ આંબામાં વાનસ્પતિક તથા મોરની એમ બે પ્રકારની વિકૃતિ જોવા મળે છે.વાનસ્પતિક વિકૃતિ ખાસ કરીને નાના છોડ પર જોવા મળે છે. અસર પામેલા છોડ પર નાની ડાળીઓની વૃધ્ધિ અટકી જાય છે તથા બે ગાંઠો વચ્ચેનો ભાગ ટૂંકો થાય છે તથા ટોચનો ભાગ ગુચ્છા જેવા વિકૃત થઈ જાય છે. મોરની વિકૃતિમાં ફુલોની સંખ્યા અને કદ બન્ને સામાન્ય કરતાં ઘણાં વધારે જોવા મળે છે અને દૂરથી ધ્યાન ખેંચે તેવા ગુચ્છા ઝાડ પર જોવા મળે છે. આવા ગુચ્છા પર કેરી બેસતી નથી.


 •  ૨.ભૂકી છારોactivites Amrutkamal શિયાળામાં જ્યારે મોર આવે ત્યારથી આ રોગની શરૂઆત થઈ જાય છે. મોરની દાંડી પર સફેદ છારી જોવા મળે છે પરીણામે કુમળો મોર ખરી જાય છે. રોગનુ પ્રમાણ વધતાં કુમળા પાન તથા નાના ફળ પર છારી દેખાય છે. રોગગ્રસ્ત નાના ફળ ચીમળાઈને ખરી પડે છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં મોર તથા ફળ ખરી પડતાં કેરીનો ઉતાર ઘણો ઘટી જતો હોય છે.


 •  ૩.કાલવ્રણ શરૂઆતમાં કૂમળા પાન પર લંબગોળ કે અનિયમિત આકારના ઘાટા કથ્થાઇ રંગના ટપકાં જોવા મળે છે તથા પાનની કીનારી બદામી કે કાળી થઇ સુકાઇ જતી જોવા મળે છે.કુમળી ડાળીઓ ટોચેથી સુકાઇ છે. મોરમાં છુટા છવાયા કાળા ડાઘ જોવા મળે છે.જેથી મોર ડીંટાના ભાગેથી ખરી પડે છે. અથવા કાળો પડી જઇ ડાળીઓ સાથે ચોંટેલો જોવા મળે છે.activites Amrutkamal


 •  ૪.પાનના ટપકા રોગની શરૂઆત પાનની ટોચ પરથી થાય છે. પાન પર શરૂઆતમાં ઝાંખા બદામી રંગના ટપકાં જોવા મળે છે. અને ધારની સમાંતરે અડધા પાન સુધી આગળ વધે છે.રોગીષ્ટ પાન સુકાઇને ખરી પડે છે.


call now Amrutkamal
mango-tree vavetar Amrutkamal  આંબા: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  યજમાન પાકઃ :- બાજરી,ઘઉ,કપાસ, શેરડી,દિવેલા,તુવેર,મરચી,રીંગણી,મગફળી,ફળફળાદી કલમો,ફળાઉ તથા વનના વૃક્ષો
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal આંબાનો મધિયો
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ફાચર આકારનાં,સફેદ રંગના અને નાની બે લાલ આંખો ધરાવે છે. બચ્ચાં અને પુખ્ત કીટકો આંબામાં મોરની ડાળીઓ અને ફૂલમાંથી રસ ચૂસે છે.ઉપદ્રવિત ફૂલો ચમળાઈને ખરી પડે છે.જેનાથી ઉત્પાદન ઉપર અસર પડે છે.આ કીટક પોતાના શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ કરે છે તે પાન પર પડતાં તેના પર કાળી ફૂગ ઉગી નીકળે છે.આ ફૂગનાં કારણે પ્રકાશસંશ્ર્લેષણ ક્રિયા અવરોધાય છે અને ફૂલ તથા નાના મરવા પણ ખરી પડે છે.કૂમળા ભાગમાં નુકસાન થવાથી ફૂલો અને નાના ફળો ખરી પડે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ચોમાસાની ઋતુમાં પુખ્ત કીટકો સુષુપ્તાવસ્થામાં થડની છાલની તિરાડોમાં સંતાઈ રહે છે.આ કીટકના પુખ્ત છાંયડો અને ભેજવાળી જગ્યા વધુ પસંદ કરે છે તેથી તેની વસ્તી માવજત વગરના અને પાણી ભરાઈ રહેતું હોવા તેવા આંબાવાડીયામાં વધુ જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ચીકટો(મીલીબગ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માદા પાંખ વગરની, ગડીઓવાળું શરીર ધરાવતી નરમ અને ગુલાબી રંગની લંબગોળાકાર હોય છે. તેના શરીર ઉપર સફેદ મીણની ભૂકી લાગેલી હોય છે. જ્યારે નર પાંખોવાળા કદમાં નાના હોય છે. આ કીટકની પુખ્ત માદા માર્ચ મહીનાના અંત ભાગથી મે મહીના દરમ્યાન ઝાડ પરથી નીચે ઉતરી જમીનમાં ૮૦ થી ૧૫૦ મિ.મી. ઉંડે સફેદ ગોળાકાર કે લંબગોળ બોગદું બનાવી તેમાં ઇંડાં મૂકે છે. ત્યારબાદ માદા મૃ્ત્યુ પામે છે. આ ઇંડાં શિયાળા સુધી સુષુપ્તાવસ્થામાં રહે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમજ પુખ્ત માદા પાદડા તેમજ ડૂંખ જેવા કુંમળા ભાગમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. પરીણામે નબળા પડી જઇ કોકડાઇ જાય છે. જીવાતના શરીરમાંથી સ્ત્રાવ થતાં ચીકણા પદાર્થ ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે. તે પ્રકાશસંશ્ર્લેષણને અવરોધે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal આંબાનો મેઢ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત મજબૂત બાંધાનુ, ૫ સે.મી.લાંબુ, બદામી રંગનુ ઢાલીયું છે. જેની પાંખ ઉપર વાલના દાણાના આકારના નારંગી રંગના બે ટપકાં હોય છે. વૃક્ષની બંને બાજુ કાંટા જેવી રચના હોયછે. મેઢ મજબૂત બાંધાનો,સફેદ રંગનો,પગ વગર નો ૧૦ સે.મી. લાંબો હોય છે. તેનું માથું ધેરા બદામી રંગનું અને જડબા મજબૂત હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- મેઢ તેના મજબૂત જડબા વડે ઝાડના થડ કે મુખ્ય ડાળીઓ કરે છે.નુકસાનવાળી ડાળીની છાલ ફાટીને તેમાંથી બદામી રંગનો ગુંદર નીકળે છે. તેમજ નીચે લાકડાનો વહેર પડે છે.ઉપદ્રવવાળી ડાળી સુકાઇને ભાંગી જાય છે અને ઝાડ સુકાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal કેરીની ફળમાખી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માખી ૫ થી ૭ મિ.મી. લાંબી હોય છે. જેનું ઉદરપ્રદેશ શંકુ આકારનું પીળા રંગનું હોય છે.પાંખો પારદર્શકહોય છે.જેના પર કાળા બદામી ટપકાં હોય છે. કીડો આછા પીળા રંગનો ૧૨ મિ.મી. લાંબો પગ વગરનો આગળથી અણીદાર હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- માદા ફળમાખી પાકવા આવેલકેરી/ચીકુ/જમરૂખમાં ૧૦ થી ૧૨ ઝૂમખામાં છાલની નીચે સફેદ રંગનાં ઇંડા મૂકે છે.ઇંડા મુકેલ ભાગ પર ફૂગ અને બેકટેરીયાના કારણે ફળ કહોવાઇ જઇ નીચે ખરી પડે છે.કીડો ફળનો માવો ખાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal આંબા : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
mango-tree vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message