amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

magfali vavetar Amrutkamal  મગફળીના વાવેતર અને રોગો વિશે માહિતી

magfali vavetar Amrutkamal મગફળી : વાવેતર વિશે માહિતી
 • જમીન અને જમીનની તૈયારી :
  આગળના પાકના જડિયા વીણી લઇ, ટ્રેકટર વડે આડી ઉભી ખેડ કરી, કરબ મારી, સમાર વડે સપાટ બનાવ્યા પછી જરૂરી અંતરે ચાસ કાઢવા. ધૈણનો ઉપદ્ધવ હોય તો અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક આપવું.

  બીજ દર અને વાવણીનું અંતર :
  બિયારણનો દર :
  હેકટરે ૧૦૦, ૧૨૦ અને ૧૦૦ થી ૧૧૦ કિલો અનુક્રમે ઉભડી, અર્થવેલડી અને વેલડી જાતો માટે.
  વાવેતર અંતર :
  ૪૫ X ૧૦, ૬૦ X ૧૦, અને ૭૫ X ૭૫ સે.મી. અનુક્રમે ઉભડી, અર્થવેલડી અને વેલડી જાતો માટે.

  વાવણી સમય :
  (૧) ૧૫ મે થી ૧૫ જુનઃ જી.જી. ૧૦,૧૧,૧૨ અને ૧૩ માટે
  (૨) ૧૫ જુન થી ૩૦મી જુનઃ જી.જી. ૨૦
  (૩) જુલાઇઃ જી.જી. ૨,૫ અને ૭.
  ખાતર વ્યવસ્થા :
  ભલામણ કરેલ ખાતરો :
  ચાસમાં ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર અથવા ૧ ટન દિવેલાનો ખોળ અથવા અમૃતકમલ એગ્રો. પ્રા. લિ.નું જટાયુ અને મૂલ ચૂસક (N) આપવું.

  પિયત વ્યવસ્થા :
  સામાન્ય પિયત પદ્ધતિ :
  ચોમાસા દરમ્યાન પૂરતો અને સપ્રમાણ વહેંચણી થયેલ હોય તો વધારાનો પિયત આપવાની જરૂર રહેતી નથી પણ જો ફૂલ આવવા, સૂયા ઉતારવા અને ડોડવામાં દાણા વિકાસ થવાની અવસ્થાએ વરસાદ ન હોય અને જમીનમાં વરસાદની ખેંચ જણાય તો વધારાનું પિયત આપી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.

  પાછલી માવજત : (આંતર ખેડ અને નીંદામણ)
  વાવેતર બાદ ૧૦ દિવસ પછી દાણા ચાંપીને ખાલા પૂરવા. વાવેતર બાદ ૨૦ દિવસનાં અંતરે બે વખત હાથથી નીંદામણ કરવું. વાવેતર બાદ ૨૦ અને ૪૫ દિવસે બે આંતર ખેડ કરવી. અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક-૧ નંબર પાણીમાં મિશ્રણ કરી બીજ ઉગતા પહેલા જમીન પર છંટકાવ કરવો.

  કાપણી :
  જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પરિપક્વ ઉભડી જાતોને હાથથી ઉપાડવી. વેલડી, અર્ધ વેલડી જાતોને કરબ મારી છોડ ભેગા કરવા. અઠવાડિયામાં એક વખત છોડના પાથરા ફેરવવા અઠવાડીયા પછી અથવા ડોડવામાં ૮ ટકાથી વધુ ભેજ ન રહે ત્યારે થ્રેસરમાં નાંખી છૂટી પાડી ગ્રેડીંગ કરી સાફ સૂફી કરી કંતાનના કોથળામાં ભરી લેવી.

  ઉત્પાદન :
  ઉભડી મગફળી -૧૫૦૦ થી ૨૦૦૦ કીલો /હેકટર વેલડી મગફળી-૧૮૦૦ થી ૨૫૦૦ કીલો /હેકટર

call now Amrutkamal
magfali vavetar Amrutkamal મગફળી : રોગો વિશે માહિતી
 •  ૧.ઉગસૂકactivites Amrutkamal આ રોગમાં બીજ જમીનમાં સ્ફુરણ થયા પહેલાં સડી જાય છે આવા બીજને જમીનમાંથી કાઢીને જોતા તેના પર કાળા રંગના ફૂગના અસંખ્ય બીજાણુંઓની વૃધ્ધિ જોવા મળે છે. પરિણામે બીજમાં સડો પેદા થાય છે સ્ફુરણ શક્તિમાં ધટાડો થાય છે. ઉભા પાકમાં પણ રોગ પ્રેરક ફુગ જમીનની સપાટીએ થડમાં કોહવારો કરી છોડ સુકવી નાખે છે. જમીનનું તાપમાન વધીને ૩૫ સે. આસપાસ જળવાઇ રહે અને જમીનમાં પાણીની ખેંચ વર્તાય તો આ રોગ આવી શકે છે.


 •  ૨.થડનો કોહવારોactivites Amrutkamal રોગની શરૂઆતમાં જમીનને અડીને થડ ઉપર સફેદ કે ભુખરા રંગના ઘાબા જોવા મળે છે. સમય જતાં આ ઘાબા પર સફેદ રંગની ફૂગની વૃધ્ધિ જોવા મળે છે. આ ફૂગને લીધે છોડનું થડ અને ડોડવા નબળા પડી જાય છે અને છોડ નબળા પડી જાય છે અને છોડ નમી જાય છે.


 •  ૩.ટીક્કા (આગોતરો અને પાછોતરો પાનના ટપકાંનો રોગ)activites Amrutkamal આ રોગમાં પાન પર વાવણી બાદ લગભગ ૩૦ દિવસે ગોળ કે અનિયમિત આકારના બદામી ટપકાં જોવા મળે છે. ટપકાંની ફરતેની કિનારી પીળી હોય છે. પાછોતરો પાનના ટપકાંનો રોગ વાવણી બાદ લગભગ ૪૦ દિવસે જોવા મળે છે. આ રોગમાં પાન પર ગોળ, ભૂખરા કે કથ્થાઇ રંગના અસંખ્ય નાનાં નાનાં ટપકાં જોવા મળે છે. રોગની માત્રા વધતા આવા ટપકાં થડ કે સૂયા પર પણ જોવા મળે છે. પાન સુકાઇને ખરી પડે છે.
  વાદળછાયુ વાતાવરણ હોય, તાપમાન ૨૦-૩૦ સે. આસપાસ રહે, લાંબા સમય સુધી હવામાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે , લાંબા સમય સુધી હવામાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે તો આ રોગ આવવાની શકયતાઓ રહેલી છે.


 •  ૪.ગેરૂactivites Amrutkamal રોગની શરૂઆતમાં પાનની નીચેની સપાટી પર નાના ગેરૂ રંગના ઉપસેલા ટપકાં જોવા મળે છે. આ ટપકાંની પાનની ઉપરની સપાટી પીળી પડવા લાગે છે. સમય જતાં આ ટપકાં પાનની ઉપરની સપાટી પર પણ જોવા મળે છે. રોગની માત્રા વધતાં પાન સુકાઇને ખરી પડે છે. અસર પામેલ છોડવા ડોડવા પૂરતા ભરાતા નથી અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

  સામાન્યત: તાપમાન ૨૦-૨૫ સે. સુધી લાંબા સમય માટે જળવાઈ રહે, હવામાં સાપેક્ષા ભેજનું પ્રમાણ ૮૫% કરતાં વધુ હોય, અઠવાડીયામાં ત્રણ વરસાદી દિવસો હોય, આવી પરિસ્થિતિ બે અઠવાડીયા સુધી જળવાઈ રહે તો ગેરૂનો ઉપદ્રવ આવવાની શક્યતાઓ રહેલી છે. ગેરૂનો નિયંત્રણ :
  • બન્ને પ્રકારના ગેરૂ મોડા વાવેતરમાં વધારે આવતા હોવાથી મોડું વાવેતર ન કરવું. સમયસરના વાવેતર (૧૫ નવેમ્બર) માં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે તથા દરેક પ્રકારના રોગ ઓછા આવે છે. તેથી સમયસરના વાવેતરનો જ આગ્રહ રાખવો.
  • રોગની શરૂઆત થોડા પ્રમાણમાં ખેતરમાં દેખાય કે તરત જ મુલ રક્ષક-૧ નંબર (૫૦ મિ.લિ/૧૫ લિટર પાણીમાં) નો છંટકાવ કરવો.


call now Amrutkamal
magfali vavetar Amrutkamal  મગફળી : જીવાતો વિશે માહિતી


અગત્યની જીવાતો :- ઘૈણ, થ્રિપ્સ, તડતડિયા, મોલો (એફીડસ)
• સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયાને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો.
• ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત (ઢાલિયાં) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થશે.
• ઘૈણના ઢાલિયા પ્રકાશ તરફ આર્ક|તા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી તેનો નાશ કરવો.
• એરંડીનો ખોળ હેકટરે ૫૦૦ કિ.ગ્રા. પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ઘૈણ સામે રક્ષણ મળે છે.

activites Amrutkamal મોલો (એફીડસ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- મોલો લંબગોળ આકારની પોચા,કાળા,આછા લીલા કે જાંબલી રંગની જુદા-જુદા પાક ઉપર જોવા મળે છે. ભીંડા,મગફળી વગેરેમાં લીલા-પીળાં રંગની પરંતુ જુવારનાં પાનની નીચે પીળા રંગની તથા કઠોળ પાકમાં કાળાં કે બદામી રંગની મોલો જોવાં મળે છે. કસુંબીની મોલો કાળાં રંગની કદમાં બીજી જાતની મોલો કરતાં મોટી હોય છે.આપણા રાજ્યમાં મોટા ભાગે માદા મોલો જોવા મળે છે.જે નર સાથે સમાગમ કર્યા સિવાય બચ્ચાંને જન્મ આપે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં/પુખ્ત મોલો પાનની નીચે તથા કુમળી ડુંખો,ડાળ,થડ વગેરે પર રહીને રસ ચૂસે છે.મોલોના શરીરના પાછળના ભાગે પીઠ ઉપર આવેલ બે નળી જેવી કોર્નીકલ્સમાંથી સતત ચીકણો રસ ઝરે છે.જે પાન ઉપર પડતાં તેના ઉપર કાળી ફુગ ઉગી નીકળે છે.જેથી અવરોધ થવાથી છોડની વૃધ્ધી અટકી જાય છે.મોલો કેટલાક પાકોમાં વિષાણુંજન્ય રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   આ જીવાત ઉપર નભતા ડાળીયા આકારના પરભક્ષી મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક દવા છાંટવાની જરુરિયાત રહેતી નથી.
   મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal થ્રીપ્સ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાત ખૂબ જ બારીક,ચપળ અને પીળાશ પડતા રંગની અને કાળાં રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- થ્રીપ્સ વિશિષ્ટ પ્રકારનાં મૂખાંગો ધરાવે છે.જેના વડે પાન પર બારીક ઘસરકા પાડીને તેમાંથી નીકળતો રસ ચૂસે છે.નુકસાન પામેલ પાન પર ઝાંખી શકે સાંકળી પટ્ટીઓ જોવા મળે છે.ડુંગળી જેવા પાકમાં તીવ્ર ઉપદ્રવ હોય તો આખા છોડ સફેદ થઈ જાય છે.ચોમાસામાં લાંબા સમય સુધી વરસાદ ન થાય અથવા પિયતનો ગાળો લંબાય તો થ્રીપ્સનો ઉપદ્રવ ઝડપથી વધે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ધૈણ : વ્હાઈટ ગ્રબ
/safed-dhain
 •  ઓળખ ચિન્હ :- ખાસ કરીને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત વિસ્તારમાં આવેલી ગોરાડું તેમજ રેતાળ પ્રકારની જમીનમાં આ જીવાતનો ઉપદ્રવ વિશેષ જોવા મળે છે. ચોમાસાના પ્રથમ વરસાદ બાદ પુખ્ત ઢાલિયા જમીનમાંથી બહાર આવે છે જે ખેતરના શેઢાપાળે આવેલ લીમડા, ગોરસ આમલી, સરગવ જેવા ઝાડના પાન ખાય છે ત્યારબાદ તે જમીનમાં ૧૦ સે.મી. ઉંડાઈએ સાબુ દાણાના આકાર, કદ, તથા સફેદ રંગના છુટા છવાયા ૪૫ જેટલા ઈંડા મુકે છે આ ઈંડા ૭ થી ૧૦ દિવસમાં સેવાય છે જેમાંથી નિકળેલ ઈયળ ૮ થી ૧૦ અઠવાડિયામાં ઈયળ અવસ્થા પૂર્ણ કરી કોશેટો અવસ્થા મે મહિનામાં ધારણ કરે છે. આ કિટકની ઈયળ "C" આકારની, સફેદ રંગની અને બદામી માથાવાળા તથા કોશેટો સફેદ ક્રીમ કલરનો હોય છે. કોશેટો અવસ્થા ૧૩ થી ૧૫ દિવસની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- સફેદ ધૈણની ઈયળ શરુઆતમાં પાકના બારીક મૂળ ખાય છે અને ત્યારબાદ મુખ્ય મૂળને ખાઈને નુકશાન કરે છે. ઈયળ મૂળને ખાઈ જતી હોવાથી છોડ ધીમે ધીમે સુકાઈને મરવા લાગે છે. એક છોડની ઈયળ ચાસમાં આગળ વધીને બીજા છોડના મૂળ ખાવાનું શરુ કરે છે. આ રીતે તેનું નુકશાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા પડે છે અને પાકોનો આડેધડ નાશ થાય છે. ઉપદ્રિત છોડ સહેલાઈથી ઉખડી જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી એકઠા થયેલ પુખ્ત ઢાલિયાનો નાશ કરવો.
   શેઢાપાળા ઉપર આવેલ ઝાડ પર પ્રથમ વરસાદબાદ ૧૫ લીટર પાણીમાં ૧૫૦ મીલી છાસ, ૨૦૦ મીલી ગૌમૂત્ર, ૫૦ થી ૧૦૦ ગ્રામ તિખું મરચાનું મિશ્રણ કરી ઠંડા વાતાવરણમાં સ્પ્રે આપવો.
   ધાન્યપાકો બાદ ઊંડા મૂળવાળા પાકની ફેરબદલી અપનાવવી.
   ઉનાળામાં ત્રણ ઊંડી ખેડ કરવાથી પણ સફેદ ધૈણનો ઉપદ્રવ ઓછો થાય છે.
   કૃમિ હિટરોરેબ્ડીટીસ બેક્ટેરીયોફોર, બેક્ટેરીયા બેસીલસ પોપીલી (મીલ્કી સ્પોર ડીસીસ) તથા ફુગ મૂલ રક્ષક (૨) (મેટારાઈઝીમ એનઆયસોપ્લી) દ્વ્રારા ઈયળ અવસ્થા ઉપર પરજીવિકરણ થતું માલુમ પડેલ છે.
call now Amrutkamal
activites Amrutkamal પાન ખાનારી ઇયળ (લશ્કરી ઇયળ)
activites Amrutkamal
 •  યજમાન પાકઃ :- તમાકુ,દિવેલા, કપાસ, મગફળી, કઠોળ,રજકો, કોબીજ, કોલીફલાવર
 •  ઓળખ ચિન્હ :- નાની ઇયળો કાળાશ પડતી લીલા રંગની સમૂહમાં રહે છે. મોટી ઇયળો ઓછા બદામી રંગની અને શરીર ઉપર કાળાશ પડતા નારંગી રંગની લીટીઓ વાળી હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- છોડના પાન ખાઇને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. આથી છોડ ઝાંખરા જેવા પાન વગરના થઇ જાય છે. ઇયળો દિવસે જમીનમાં સંતાઇ રહી રાત્રે નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal તડતડિયા
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- બચ્ચાં નાના આછા પીળા રંગના પાંખ વગરના હોય છે.પુખ્ત તડતડિયા ફાચર આકારના આછા લીલા રંગના હોય છે અને ત્રાસા ચાલે છે અને ઘણાં ચપળ હોય છે.છોડને સહેજ હલાવતા જ ઉડી જાય છે અને ઘણા ચપળ હોય છે.છોડને સ્હેજ હલાવતા જ ઉડી જાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમજ પુખ્ત પાન અને કુમળા ભાગોમાંથી રસ ચૂસે છે.પરિણામે પાનની ધારો પીળી પડી જઇ કોકડાઇ જાય છે.વધારે ઉપદ્રવમાં પાન નિસ્તેજ બની અંદરની બાજુ વળવા માંડે છે અને છેવટે સુકાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મગફળીનું પાનકોરીયું
activites Amrutkamal
 •  યજમાન પાકઃ :- મગફળી
 •  ઓળખ ચિન્હ :- નાનું ઘાટા બદામી રંગનું કુદુ છે.જેની આગળની પાંખોની આગળની ધારે ઝાંખા સફેદ રંગનું ટપકું હોય છે.નાની ઇયળ કાળા માથાવાળી અને લીલા રંગની અને પુખ્ત ઇયળ સુંવાળા લીલા રંગની હોય છે.ઇયળના શરીર પર નાના વાળ હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાનકોરીયાની ઇયળ મગફળીના પાન કોરીને તેનો લીલો ભાગ ખાઇ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો પાક સફેદ થઇ જાય છે. જે સુકાઇ જતા દાઝી જવાથી બદામી રંગનો બની જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal લીલી ઇયળ (હેલીકોવર્પા આર્મીજેરા)
activites Amrutkamal
 •  યજમાન પાકઃ :- ટામેટા,તુવેર,ભીંડા,પાપડી, ચણા,ચોળી,જુવાર,બાજરી,ઘઉં,મગફળી, તમાકુ,બટાટા વગેરે.
 •  ઓળખ ચિન્હ :- આ ઇયળ લીલા ભૂખરા રંગની, બંને બાજુએ કાળાશ પડતી રેખાવાળી અને શરીર પર ટાછવાયા ટૂકાં સફેદ વાળ ધરાવે છે. ફુદાં ઝાંખા પીળાશ પડતા, તપખરીયા રંગના હોય છે. તેની આગળની પાંખો ઝાંખા બદામી રંગની અને તેના પર પાછળના ભાગે એક એક કાળું ટપકું આવેલું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇંડાંમાંથી નીકળેલ ઇયળ શરૂઆતમાં કુમળા પાન ખાય છે. જ્યારે ફળ/જીંડવા/શીંગ બેસે ત્યારે તેમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની અંદર અને અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે. એક જ ઇયળ એક કરતા વઘારે ફળ /જીંડવા/શીંગને નુકસાન કરતી હોવાથી ઓછી વસ્તી હોય તો પણ નુકસાની માત્રા ઘણી વધારે જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
magfali vavetar Amrutkamal મગફળી : જીવાતો વિશે માહિતી
magfali vavetar Amrutkamal
 •  અગત્યની જીવાતો :- ઘૈણ, થ્રિપ્સ, તડતડિયા, મોલો (એફીડસ)
 • • સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયાને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો.

  • ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત (ઢાલિયાં) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થશે.

  • ઘૈણના ઢાલિયા પ્રકાશ તરફ આર્ક|તા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી તેનો નાશ કરવો.

  • એરંડીનો ખોળ હેકટરે ૫૦૦ કિ.ગ્રા. પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ઘૈણ સામે રક્ષણ મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
magfali vavetar Amrutkamal મગફળી : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
magfali vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  magfali vavetar Amrutkamal
call now Amrutkamal
magfali vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message