amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

lamon-tree vavetar Amrutkamal  લીંબુના વાવેતર અને રોગો વિશે માહિતી

lamon-tree vavetar Amrutkamal લીંબુ : વાવેતર વિશે માહિતી
 •  ખેતી વ્યવસ્થા : લીંબુ વર્ગના પાકોમાં લીંબુનો પાક અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ રાજયમાં વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. ભારતમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાં વ્યાપારિક ધોરણે લીંબુની ખેતી થાય છે.ગુજરાત રાજય ખાટાં લીંબુની ખેતી માટે દેશના પ્રથમ સ્થાન ધરાવે છે. આપણાં રાજયમાં લીંબુની ખેતી કરતા જીલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે. આ સિવાયના સિવાયના ભારે વરસાદ વિનાના તમામ જિલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં તેનું વાવેતર થાય છે.

  લીંબુના ફળ રોજ બ રોજની વપરાશ ઉપરાંત ઔષધિય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.લીંબુનો રસ કફ વાયુ, ઉધરસ, પિત્ત શૂળ, ત્રિદોષ આમવાત તથા પેટના કૃમિનો નાશ કરે છે. લીંબુના સેવનથી અર્જીણ દૂર થાય છે. આ ઉપરાંત લીંબુનો પાક ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનો છે. દુનિયામાં અથાણાં, લીંબુનો રસ, જામ જેલી, ઘટ્ટ રસ, લીંબુના ફુલ, દારૂ, વિનેગાર જેવા ઉદ્યોગોના વિકાસમાં આ પાકનો ફાળો મુખ્ય છે. તદ્ ઉપરાંત અનેક પ્રકારના સૌોદર્ય પ્રસાધનો લીંબુનો રસ ફળની છાલમાંથી બનાવવામાં આવે છે.

   જમીન અને જમીનની તૈયારી : આ પાકને ફળદ્રુપ સારા નિતારવાળી આશરે ૧ થી ૨ મીટર ઉંચાઇવાળી ગોરાડું અને બેસર તેમ જ મધ્યમકાળી જમીન વધારે અનુકુળ છે. જે જમીનનો પી.એચ.આંક ૫.૫ થી ૭.૦૦ની વચ્ચે હોય તેવી જમીન સારી ગણાય છે.

   આબોહવા : લીંબુના પાકને સપ્રમાણ ગરમી અને ઠંડી માફક આવે છે. જયાં હવામાન સુકું હોય વરસાદ વધુ ન પડતો હોય તેવા વિસ્તારોમાં લીંબુની ખેતી સફળતા પૂર્વક થઇ શકે છે. વધારે પડતાં ભેજવાળા હવામાનમાં તેમ જ વધારે વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં રોગ જીવાતનું પ્રમાણ વધે છે. ખાસ કરીને બળિયા ટપકાં અને ગુંદરીયો રોગ લાગુ પડે છે. ગુજરાત રાજયના ભારે વરસાદવાળા (ડાંગ,વલસાડ) વિસ્તારને બાદ કરતાં આપણાં રાજયમાં લીંબુની ખેતી કરતા જીલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે. બાકીના તમામ જીલ્લાઓ લીંબુની ખેતી માટે અનુકુળ છે.

   બીજ દર અને વાવણીનું અંતર : ૬ મીટર x ૬ મીટરનાં અંતર માટે હેકટરદીઠ છોડની સંખ્યા ૨૭૭

   સંવર્ધન : લીંબુના પાકની ખેતીમાં રોપ ઉછેર અને તેની પસંદગી ખાસ અગત્યનાં છે. લીંબુના વાવેતર બીજ, ગુટી કલમ, દાબ કલમ તથા આંખ કલમથી કરી શકાય છે. પરંતુ બીજમાંથી રોપા તૈયાર કરી વાવેતરમાં ઉપયોગ કરવો તે સર્વ સામાન્ય ભલામણ છે કારણકે બીજ બહુભણીય છે. આવા બીજમાંથી તૈયાર થયેલ રોપા વધારે જુસ્સાદાર અને વધારે આયુષ્ય ધરાવતા હોવાનું સંશોધનના તારણો પરથી જણાયેલ છે.

   બીજની પસંદગી : જે માતૃછોડ વધુ નિયમિત સારી ગુણવત્તા વાળા ફળો આપતાં હોય પુખ્તવયના હોય અને રોગ જીવાતથી મુક્ત હોય તો તેનાં ફળો લઇ તેમાંથી બીજ પસંદ કરવા. બીજને પાણીમાં રાખી પાણી પર તરતાં હલકા બી દૂર કરવા. ડુબેલા ભરાવદાર બીજ રાખતાં મિશ્ર કરી છાયામાં સૂકવવાં. બીજની સ્ક્રુરશક્તિ અલ્પ હોવાથી બને ત્યાં સુધી તાજું વાવેતર માટે વાપરવું.

   ધરુ ઉછેર : ધરુવાડિયા માટે થોડી ઉંચાઇવાળા ફળદ્રપ અને સારા નિતારવાળી જમીન પસંદ કરવી. તેમાં ૨ મીટરના x ૧ મીટરના ૧૫ સે.મી. ઊંચા ગાંદી કયારા બનાવી દરેક કયારામાં ૪ થી ૫ કીલો છાણિયું ખાતર ભેળવવું .૧ કિલોગ્રામ બીજને ૧૦ ગ્રામ પ્રમાણે મુલ રક્ષક ૧ નંબરનો પટ આપવો. બીજને બે હાર વચ્ચે ૧૫ સે.મી. અને બે બીજ વચ્ચે ૫ સે.મી. અંતર રાખી ૧ થી ૨ સે.મી. ઉંડાઇ જુલાઇ ઓગષ્ટ માસમાં વાવવા.
  શિયાળામાં ૬ થી ૮ દિવસે અને ઉનાળામાં ૪ થી ૬ દિવસ ધરૂવાડિયામાં પિયત આપવું. જરૂરિયાત મુજબ નીંદામણ અને એકાદ બે દાંતરડાથી હળવા ગોડ આપવાં. રોગજીવાત સામે યોગ્ય પગલાં લેવા. વર્ષમાં બે વખત તાંબાયુક્ત એટલે કે બે મહિના જુની વાસી છાસ અને તેમાં તાંબાનો ટુકડો ઉમેરી છંટકાવ કરવો. છોડનો ઝડપથી વિકાસ થાય તે માટે ૨ થી ૩ વખત કયારાં દીઠ એક કિલો દિવેલા કે લીંબોળીનો ખોળ નાંખવો.
  રોપ એક વર્ષનો થાય ત્યારે તેને બીજા ધરૂવાડિયામાં રોપવાં. આ સમયે નબળાં પાતળા છોડ જે જાતીય રીતે તૈયાર થયેલ હોય તે અને રોગિષ્ટ રોપા કાઢી નાંખવા. રોપની ૧૫ થી ૨૦ સે.મી. ઉંચાઇ સુધીની ડાળીઓ કાપી નાંખવી. આમ, રોપાની પસંદગી બાદ બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૫ સે.મી. અંતર રાખી રોપવા. બે વર્ષની ઉંમરના આશરે ૬૦ સે.મી.ની ઉંચાઇના અને વધારે તંતૂમૂળકાળા રોપ રોપમી માટે ઉત્તમ ગણાય છે.

   રોપણી : ગુજરાત કૃષિ યુર્નિવસિટી, આણંદ કેન્દ્ર પર થયેલ સંશોધનના આધારે લીંબુની રોપણી ૬ મીટર x ૬ મીટરના બદલે ૪.૫ x ૪.૫મીટરના અંતરે કરતાં ૬ મીટર x ૬ મીટરની સરખામણીમાં લગભગ બમણું ઉત્પાદન મળે છે. જે કે સાંકળા ગાળે રોપણી કરતાં તેનું આર્થિક ઉત્પાદન આયુષ્ય ૧૫ વર્ષની આજુબાજુ રહે છે.
  ઉનાળામાં ૪.૫ મીટર x ૪.૫ મીટરનાં અંતરે ૬૦ સે.મી. x ૬૦ સે.મી. x ૬૦ સે.મી સે.મી.ના માપના ખાડ બનાવી ૧૫ થી ૨૦ દિવસ સૂર્યના તાપમાં તપવા દીધા બાદ માટી સાથે ખાડા દીઠ ૨૫ કીલો છાણિયું ખાતર ઉધઇનો ઉપદ્રવ હોય તો મૂલ રક્ષક ૨ નંબરનો ૧૫ લિટરે ૭૦ M.L. ડ્રીપમાં આપવું.
  જુન જુલાઇમાં સારો વરસાદ થયેથી ખાડામાં તંદુરસ્ત રોપા રોપી તેની આજુ બાજુની જમીન બરાબર દબાવવી અને જરૂર જણાય તો હળવું પાણી આપવું. રોપા પવન અને ભારે વરસાદમાં પડી ન જાય તે માટે ટેકા આપવાં.

   ખાતર વ્યવસ્થા :
   છાણીયું ખાતર : (હેકટર દીઠ)૨૦-૨૫ ગાડી હેક્ટર દીઠ પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસ ભરીને.
   પાયાના ખાતર : જટાયુને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો. નવા ઉગતા છોડનો વિકાસ ઝડપી કરવા માટે ઉપયોગી છે

   પિયત વ્યવસ્થા : લીંબુનો પાક છીચા મુળ ધરાવતો હોઇ નિયમિત હળવું અને ઓછા દિવસે પાણી આપવાની ખાસ ભલામણ છે. રોપણી બાદ તરત જ પાણી આપવું. ચોમાસામાં વરસાદ ન હોય તો ઉછરતાં છોડને દર ૪ થી ૬ દિવસે પાણી આપવું. પુખ્ત વયના છોડને શિયાળામાં ૧૦ દિવસે અને ઉનાળામાં ૭ થી ૮ દિવસે આપવું. જો ટપક સિંચાઇ બેસાડેલ હોય તો જમીન ઋુતુ અને છોડનો વિકાસ ધ્યાનમાં લઇ રોજના ૩૦ થી ૫૦ લિટર પાણી મળી રહે તેવી ગોઠવણ કરવી.

   ટપક પિયત પધ્ધતિ : આણંદ ખાતે થયેલ સંશોધન પ્રમાણે લીંબુના પુખ્ત વયના છોડમાં ટપક સિંચાઇ દ્રારા પિયત આપવામાં આવે તો ૬૩ ટકા પાણીનો બચાવ થાય છે. છોડ દીઠ ૪ ડ્રીપર રાખી જાન્યુઆરી ૨ કલાક, ફેબ્રુઆરી ૩ કલાક, માર્ચમાં ૪ કલાક,એપ્રિલ- જુનમાં પ કલાક, જુલાઇ-સપ્ટેમ્બર ૨ કલાક જો વરસાદ ન હોય તો અને ઓકટોબર-ટીસેમ્બરમાં ૩ કલાક ચલાવવા ભલામણ કરવામાં આવી છે.

   કેળવણી અને છાંટણી :કેળવણીમાં છોડને એક થડે વધવા દેવા. રોપણી બાદ બીજા વર્ષ જમીનની સપાટીથી થડાના લગભગ ૬૦સે.મી. સુધીના ભાગ પરથી ફુટતી ડાળીઓ સીકેટરથી કાપી નાંખવી. ત્યારબાદ ચાર થી પાંચ ડાળીઓ રાખવી જેથી છોડનું માળખું સમતોલ અને મજબુત બને. લીંબુના પાકમાં ફળ મેળવવા છાંટણીની કોઇ ભલામણ નથી. પરંતુ થડ પરથી નીકળતાં પાણી પીલાં સતત દૂર કરતાં રહેવું. આ ઉપરાંત દર વર્ષે ચોમાસું પુરુ થયા બાદ સૂકી કે રોગિષ્ટ ડાળીઓ કાપીને દૂર કરી કપાયેલા ભાગ ઉપર બોડૉપેસ્ટ લગાવવું,

   પાછલી માવજત (આંતર ખેડ અને નિંદામણ) : જમીનને સતત પોચી અને ભરભરી રાખવા જરૂર પ્રમાણે વર્ષમાં ૨ થી ૩ આંતર ખેડ કરવી. સારા નિતારવાળી જમીનમાં ઓછામાં ઓછી આંતર ખેડ કરવી જેથી મૂળને ઇજા ન થતાં રોગ જીવાત ઓછા લાગે.
  ખામણાથી જરૂર પ્રમાણે નીંદામણ દૂર કરવું અને દર ત્રણથી ચાર પિયત બાદ ખામણાંમાં હળવોગોળ કરવો.
  દિવેલાના પાકને વાવેતર બાદ ૪૫ થી ૬૦ દિવસ દરમ્યાન ૨ થી ૩ આંતર ખેડ તેમ જ ૧-૨ નિંદામણ કરી પાકનેને નિંદામણ મુક્ત રાખવો. દિવેલામાં મુખ્ય માળ તેમ જ ડાળીઓમાં માળો આવી જાય પછી આંતરખેડ કરવી નહી.

   આંતરપાક અને પાકની ફેરબદલી : રોપણી બાદ શરૂઆતના બે થી ત્રણ વર્ષ સુધી આંતરપાકો લઇ શકાય છે. જે તે વિસ્તારને અનુકૂળ શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચાં, ટામેટાં, કોબી ફુલાવર, ડુંગળી અને ગુવાર જેવા પાકો લઇ શકાય છે.

   બહારની માવજત : લીંબુના પાકમાં જો કોઇ ખાસ સમયે વિશેષ માવજત આપવામાં ન આવે તો આખા વર્ષ દરમ્યાન વત્તા ઓછા પ્રમાણમાં ફુલો આવીને ફળો મળ્યા કરે છે. આ ફળો આખા વર્ષના કુલ ઉત્પાદનના ચોમાસામાં ૬૦ ટકા, શિયાળામાં ૩૦ ટકા અને ઉનાળામાં ૧૦ ટકા ઉત્પાદન મળે છે.
  સામાન્ય રીતે ઉનાળામાં જયારે બજારભાવ ઉંચા હોય ત્યારે લીંબુના ૧૦ ટકા જેટલા જ ફળો મળે છે અને ચોમાસામાં જયારે બજારભાવ નીચા હોય ત્યારે પુષ્કળ ઉત્પાદન મળે છે.તેથી ઉનાળામાં વધુ ઉત્પાદન લેવા ચોમાસુ પુરુ થયાં બાદ વાડીને ખોદી ગોડી નાંખવી અને જમીનને ૨૦ દિવસ સુધી તપવા દેવી. સૂકી અને રોગિષ્ટ ડાળીઓ કાપીને દુર કરવી અને જીવામૃતનો છંટકાવ કરવો. વીસ દિવસ પછી ભલામણ પ્રમાણે જટાયુ આપી હળવું પિયત આપવું. જેથી ફુલો આવવાની શરૂઆત થશે.ઘણી વખત આવી માવજત આપ્યા બાદ પણ ફુલો ન આવે તો ફાલ વૃધ્ધિનો છંટકાવ કરવો જેથી ફળનું ખરણ ઘટે છે અને ફળના કદ અને વજનમાં વધારો થાય છે.
  લીંબુના પાકમાં ઉનાળામાં વધારે ફળો લેવા ફુલ આવવાના સમયમાં ફેરફાર થયેલ નથી. પરંતુ પુખ્ત વયના ઝાડને ૨૦ મિ.લી. ઓકટોબર માસમાં થડથી ૩૦ સે.મી. દૂર આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. જયારે સપ્ટે. ઓકટો. માસમાં કૃષિ અમૃત ૨૦૨૦, ૧૫ દિવસનાં અંતરે આપવાથી લીંબુ ૨૦ દિવસ વહેલાં તૈયાર થાય છે.

   ઉત્પાદન : ઝાડમાં પાંચમાં વર્ષથી ફળ આપવાની શરૂઆત થાય છે. ઝાડ દીઠ સરેરાશ ૫૦ થી ૭૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે. સારી માવજતમાં હેકટરે ૩૦ ટન કરતા વધારે ઉત્પાદન મળેલ છે. પરંતુ રાજયનું સરેરાશ ઉત્પાદન ૧૬ ટન હેકટર છે.

   પ્રખ્યાત જાતો :  ૧. કાગદી લીંબુ : ગુજરાતમાં વ્યાપારિક ધોરણે ખેતી કરવાં આ જાતની ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના ફળો નાનાથી મધ્યમ કદના ( ૪૦ થી ૬૦ ગ્રામ) ગોળ કાગળ જેવી પાતળી છાલવાળા રસ ખૂબ ખાડો અને ખાસ પ્રકારની સોડમવાળો હોય છે. ફળો પાકતાં પીળો રંગ વિકસતો હોઇ ફળો ખાસ આર્કષક બને છે.
   ૨. રંગપુર લાઇમ : લીંબુની આ જાત ખાસ કરીને સાધારણ વધારે વરસાદવાળાં વિસ્તારમાં સારી થાય છે. શરબત બનાવવા માટે સારી જાત છે. રંગપુર લીંબુના ફળો મોટા પાકતાં હોઇ અમુ અંશે કાગદી લીંબુની ગરજ સારે છે. આ ઉપરાંત આ જાતના છોડ મૂલકાંડ માટે સારા ઉપયોગી માલુમ પડેલ છે. લાઇમની બીજી ઘણી જાતો છે. પરંતુ વ્યાપારિક ધોરણે વાવેતર થતુ નથી.
call now Amrutkamal
activites Amrutkamal લીંબુ : રોગો અને તેની ઓળખ
 •  ૧. ઉત્તી મૃત્યુ : ડાય બેકdai-back-lemon
  રોગના લક્ષણો : આ રોગની શરૂઆતમાં ડાળીઓનો ટોચનો ભાગ સુકાય છે અને સુકારો ક્રમશઃ નીચેની તરફ આગળ વધતો જાય છે. ઘણી વખત ઝાડની એક બાજુ સુકાય છે અને બીજી તરફની બાજુ તંદુરસ્ત રહે છે. રોગ લાગેલ ઝાડના પાન પીળા પડવા લાગે છે તેમ જ પાનનાં કદ અને સંખ્યામાં ધટાડો થવા લાગે છે. રોગ લાગેલ ડાળીઓ ઉપર લીંબુનો વિકાસ અટકી જઇ ફળ પણ સુકાઇ જાય છે. પાન તેમ જ ફળ સુકાઇને ખરી પડે છે. આ રોગ થવા માટે ઘણાં પરિબળો કામ કરે છે. આ રોગ થવા માટે ઘણાં પરિબળો કામ કરે છે. જેવા કે, પોષક તત્વોની અસમતુલા, જમીનમાં પાણીની સપાટી ઉંચે આવવી અથવા પાણી ભરાઇ રહેતાં હવાની અવરજવરમાં ઘટાડો થવો, જમીનમાં અમ્લતા અને ક્ષારીયતાનું પ્રમાણ વધવું, ફુગ, જીવાણું, કૃમિ વગેરેથી થતા રોગ અને જીવાતનો ઉપદ્રવ થવો, લીંબુવાડીયાની સફાઇ અને ઝાડની યોગ્ય દેખભાળ ન લેવી વગેરે

  નિયંત્રણ :
  • આ રોગ થવામાં ધણાં પરિબળો ભાગ ભજવતા હોવાથી આ રોગનું નિયંત્રણ કરવું મુશ્કેલ છે. તેમ છતાં જમીનની યોગ્ય પસંદગી કરી, અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું “જટાયુ ” ખાતરનો ઉપયોગ કરવો.
  • લીંબુવાડીયું સ્વચ્છ રાખવું અને રોગિષ્ટ ડાળીઓ કાપી બાળીને નાશ કરવો.
  • યોગ્ય સમયે ઝાડના થડની આજબાજુ ગોડ કરી ઝાળા દૂર કરવા.
  • છોડને નુકશાન ન થાય તે રીતે ખેતી કાર્યો કરવાં.


 •  ૨.બળીયા ટપકા activites Amrutkamal જીવાણું: ઝન્થોમોનોસ કેમ્પેસ્ચ્ચીસ

  રોગના લક્ષણો : આ રોગ એક જાતના જીવાણુંથી થાય છે. આ રોગની શરૂઆતમાં પાન, ડાળી અને ફળ ઉપર લાલ કે કથ્થઇ રંગના ખરબચડા ઉપસી આવેલ ટપકાં જોવા મળે છે. જેમ જેમ રોગની તીવ્રતા વધતી જાય તેમ તેમ આવા ટપકાંની સંખ્યા અને કદ વધતા જાય છે અને ઘણી વખત સંપુર્ણ પાન, ડાળી અને ફળ આવા કથ્થાઇ રંગના ઉપસી આવેલ ટપકાં/ડાઘાથી છવાઇ જાય છે. આવા ડાઘામાંથી ગુંદર જેવો ચિકણો રસ ઝરતો જોવા મળે છે. વધુ ઉપદ્વવમાં પાનો અને અપરિપકવ ફળો ખરી પડે છે અને ડાળીઓ સુકાઇ જાય છે. પાન પર આ ટપકાંની ફરતે પીળી કિનારી જોવા મળે છે. જ્યારે ડાળી તેમ જ ફળ પર જોવા મળતી નથી. બળીયા ટપકાંવાળા પાનો ભાગ્યે જ પુર્ણ વિકાસ પામતા હોય છે. ચોમાસાનો વરસાદ અને પાન કોરિયા નામની જીવાત રોગનો ફેલાવો કરવામાં મદદરૂપ બને છે. કુમળી ડાળી તેમ જ ફળ આ રોગનો ભોગ સહેલાઇથી બને છે. ફળ ઉપર રોગના ડાઘ પડવાથી ફળની ગુણવત્તામાં ઘટાડો થાય છે. જેથી ફળની કિંમત ઓછી મળે છે.વાતાવરણમાં ૨૦ થી ૩૫૦ સે. તાપમાન, વધુ ભેજ અને છોડની સપાટી પર ૨૦ મિનિટ અથવા તેથી વધુ સમય સુધી ઝાકળ રહેવાથી આ રોગની તીવ્રતા ખૂબ જ વધી જાય છે.

  નિયંત્રણ :
  • વાડીની સ્વચ્છતા જાળવવા રોગિષ્ટ ડાળીઓની છાંટણી ચોમાસા પહેલાં કરવી.
  • નવેમ્બર-ડિસેમ્બર માસમાં ચોમાસુ પુરું થયા બાદ તેમ જ લીંબુ ઉતારી લીધા બાદ રોગિષ્ટ ડાળીઓ શક્ય તેટલી કાપી એકઠી કરી બાળી નાંખવી.


 •  ૩. ગુંદરીયોactivites Amrutkamal
  રોગના લક્ષણો : ફુગથી થતો આ રોગ સૌ પ્રથમ ડાળીઓ અને થડ ઉપર જોવા મળે છે. ડાળીઓ અને થડ ઉપર ગુંદર જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરતો માલુમ પડે છે. રોગની તીવ્રતામાં જેમ જેમ વધારો થતો જાય તેમ તેમ આવો ચીકણો ગુંદર જેવો પદાર્થ વધારે પ્રમાણમાં ઝરે છે. આવા છોડ સમય જતાં નબળા પડી જાય છે. પાન પીળા પડી ચીમળાઇ જઇ સુકાઇ જાય છે. રોગિષ્ટ છોડની ડાળીઓ અને લીંબુ પણ ચીમળાઇને સુકાવા લાગે છે અને છેવટે આખો છોડ સુકાઇ જાય છે. આ રોગ જમીન જન્ય ફુગથી થતો હોય છે અને રોગનો ઝડપી ફેલાવો વરસાદ ઓછી નિતારશક્તિવાળી જમીન, છોડને ફરતે પાણીનો ઘેરાવો, જમીનની પી.એચ. ૫૪ થી ૭.૫ની વચ્ચે તાપમાન ૨૪૦ સે., ઉંડી રોપણી કરવાથી કલમી જગ્યા જમીનમાં દબાઇ જતી હોવાથી અને મૂળ અથવા થડ પર ઘા પડવાથી થતો હોય છે.

  નિયંત્રણ :
  • વાડીની સ્વચ્છતા જાળવવા નીંદણ અને અન્ય ઘાસનો નાશ કરવો. • થડને અડકતી ડાળીઓની છટણી કરી કાપી બાળી નાંખવી.
  • થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે માટી થડને ફરતે ચઢાવવી, ખેતરમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી.
  • છોડનો કલમી ભાગ જમીનની ઉપર રાખવો અને ઉંડી રોપણી ટાળવી.
  • ખેતી કાર્ય કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી.
  • અમૃતકમલ એગ્રો પ્રા. લિ. નું મૂલ રક્ષક -૧ નંબર આપવું.


 •  ૪. પિળીયો : મોટલ લીફmotal-leaf-lemon
  રોગના લક્ષણો : લીંબુ વર્ગના પાકમાં જસત (ઝીંક)ની ઉણપથી આ રોગ થાય છે અને તેની અસર મુખ્યત્વે ઝાડના ટોચના ભાગમાં પાન ઉપર જોવા મળે છે.છે. પાનની નસો લીલી રહે છે પરંતુ વચ્ચેનો ભાગ પીળો પડી જાય છે. ટોચ તરફના પાન નાના અને સાંકડા થઇ જાય છે. છોડની વૃધ્ધિ અટકી જાય છે. જસતની ઉણપથી ડાળીઓ નીચેની તરફ સુકાવા લાગે છે. ફળનો વિકાસ થતો નથી, ફળ કદમાં નાના અને પીળાં પડી જાય છે. તીવ્ર જસતની ઉણપ હોય તો ફળ વિકૃત આકારના બની જાય છે.


  કૃમિ લાગેલ ઝાડનો વિકાસ અટકી જાય છે. ધીમે ધીમે પાન ચીમળાતા જાય છે. ઝાડને પુરતા પ્રમાણમાં પાણી અને ખોરાક મળતો ના હોય તેવા લક્ષણો જોવા મળે છે. ચીમળાયેલ પાન પીળા પડે છે. ડાળીઓ તેમ જ પાન સુકાઇ જાય છે અને ધીમે ધીમે ઝાડ પણ સુકાઇ જાય છે. રોગિષ્ટ ઝાડના મૂળને ખોદીને જોતા મૂળ ઉફર નાની મોટી અશંખ્ય ગાંઠો જોવા મળે છે. ચોમાસાના કે પિયતના પાણી સાથે ઘસડાતી માટી સાથે કૃમિ પણ એક ઝાડમાંથી બીજા ઝાડના મૂળમાં દાખલ થઇ મૂળમાં ગાંઠો બનાવી રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાવી લીંબુનાં બગીચામાં ઝાડ એક પછી એક સૂકાવા માંડે છે.

  નિયંત્રણ :
  • તંદુરસ્ત રોપાનું વાવેતર કરવું.
  • ઉનાળામાં રોપણી પહેલાં ખાડા કરી સુર્યના તાપમાં બરાબર તપવા દેવા.
  • દરેક ખાડામાં અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નુ જટાયુ સાથે મિશ્રણ કરી ખામણું તૈયાર કરવું.
  • ઝાડની અવસ્થાને ધ્યાને લઇ અમૃતકમલ એગ્રો પ્રા. લિ..નુ મૂલ રક્ષક -૨ નંબર આપવું.


 •  ૫. ગંઠવા કૃમિ : રુટનોટ નિમેટોડroot-note-lemon
  રોગના લક્ષણો : કૃમિથી થતો આ રોગ ઉત્તર ગુજરાતની રેતાળ અને ગોરાડુ જમીનમાં લીંબુની વાડીઓમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તેને લીધે લીંબુના ઝાડ ઉભા સુકાઇ જવાથી ખેડુતોને ખુબ જ આર્થિક નુકશાન વેઠવું પડે છે.
  કૃમિ લાગેલ ઝાડનો વિકાસ અટકી જાય છે. ધીમે ધીમે પાન ચીમળાતા જાય છે. ઝાડને પુરતા પ્રમાણમાં પાણી અને ખોરાક મળતો ના હોય તેવા લક્ષણો જોવા મળે છે. ચીમળાયેલ પાન પીળા પડે છે. ડાળીઓ તેમ જ પાન સુકાઇ જાય છે અને ધીમે ધીમે ઝાડ પણ સુકાઇ જાય છે. રોગિષ્ટ ઝાડના મૂળને ખોદીને જોતા મૂળ ઉફર નાની મોટી અશંખ્ય ગાંઠો જોવા મળે છે. ચોમાસાના કે પિયતના પાણી સાથે ઘસડાતી માટી સાથે કૃમિ પણ એક ઝાડમાંથી બીજા ઝાડના મૂળમાં દાખલ થઇ મૂળમાં ગાંઠો બનાવી રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાવી લીંબુનાં બગીચામાં ઝાડ એક પછી એક સૂકાવા માંડે છે.

  root-note-lemon નિયંત્રણ :
  • તંદુરસ્ત રોપાનું વાવેતર કરવું.
  • ઉનાળામાં રોપણી પહેલાં ખાડા કરી સુર્યના તાપમાં બરાબર તપવા દેવા.
  • દરેક ખાડામાં અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નુ જટાયુ સાથે મિશ્રણ કરી ખામણું તૈયાર કરવું.
  • ઝાડની અવસ્થાને ધ્યાને લઇ અમૃતકમલ એગ્રો પ્રા. લિ..નુ મૂલ રક્ષક -૨ નંબર આપવું.


 •  ૬. સુકારો : ડ્રાય રૂટ રોટ
  રોગના લક્ષણો : રોગમાં ટોચ તરફથી ડાળીઓ સુકાવવાની શરૂઆત થઇ નીચેની તરફ સુકાતી જાય છે અથવા ઝાડના મૂળ પણ ખવાઇ ગયેલાં જોવા મળે છે અને તેમાંથી તીવ્ર /ખરાબ ગંધ આવતી હોય છે. ઝાડ પીળા પડી જાય છે. પાન ખરવા માંડે છે. ફુલો તથા ફળો ખુબ આવે છે. કાચા ફળો ખરી પડે છે અને ઝાડ ૭ થી ૮ માસમાં સંર્પુણ સુકાઇ જાય છે. આ રોગ અનેક પ્રકારના કારણોને લીધે થાય છે. તેથી નિયંત્રણ કરવું ખુબ મુશ્કેલ છે.

  નિયંત્રણ :
  dry-root-rot-lemon • લીંબુના વાવેતર માટે યોગ્ય જમીન પસંદ કરવી.
  • આ રોગ પિયત મારફતે ઉપદ્વિવત ખેતરમાંથી રોગમુક્ત ખેતરમાં ફેલાતો હોવાથી આવી પિયત વ્યવસ્થા ટાળવી.
  • લાંબા ગાળાની પાક ફેરબદલ કરવી.
  • ભલામણ મુજબનું પિયત અને ખાતરો આપવા. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહી. વધારે પડતા ખાતરો ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત ખાતરો વાપરવાથી પાક વધારે રોગગ્રાહ્ય બને છે. તેવી જ રીતે પાણીનો ભરાવો કે પાણીની ખેંચ રોગને નોંતરે છે. • ઉનાળામાં હળથી ઉંડી ખેડ કરવી. જેથી જમીનમા રહેલ ચેપ (ફૂગ) ખુલ્લી પડે અને સુર્યના તાપમાં તેનો નાશ થાય.


call now Amrutkamal
lamon-tree vavetar Amrutkamal  લીંબુ: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal લીંબુનું પતંગિયુ /હગારી ઇયળઃલેમન બટરફલાય
lemon-butterfly
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતની નાની ઇયળો પક્ષીની હગાર જેવી હોવાથી તે હગારીયા ઇયળ તરીકે ઓળખાય છે. માદા એક ઇંડુ પાનની નીચે અથવા કુમળા ભાગ ઉપર મૂકે છે.ઇંડા અવસ્થા ૩ થી ૭ દિવસની હોય છે. મોટી ઇયળો ૪ સે.મી. લાંબી, લીલા રંગની તેમ જ છેલ્લાં ખંડ ઉપર વૃક્ષ બાજુએ શીંગડા આકારની રચના ધરાવે છે. ઇયળ તેની ૫ જુદી જુદી અવસ્થાઓ (In stars) ૮ થી ૨૯ દિવસમાં પુર્ણ કરી લીલા ગંગનો કોશેટો પાનની નીચે બનાવે છે.છે. જે રેશ્મી તાંતણાંથી એક છેડે ચોંટેલો હોય છે. કોશેટો અવસ્થા ઉનાળામાં, પાનખર-વસંતમાં અને શિયાળામાં અનક્રમે ૫ થી ૮, ૯ થી ૧૧ અને ૧૪૩ દિવસોની હોય છે. એક માદા ૨ થી ૫ દિવસમાં સરેરાશ ૭૬ થી ૧૨૫ ઇંડા મૂકે છે.છે.ઋતુને આધારિત આ જીવાત વર્ષમાં ૩ થી ૧૧ જીવનચક્ર પુર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળ કુમળા પાનની કિનારી તરફથી ખાવાનું શરૂ કરી નસ સિવાયનો બધો લીલો ભાગ ખાઇ જાય છે. વધુ ઉપદ્રવ વખતે ઝાડને ઝાંખરા જેવું બનાવી દે છે. રોપામાં ઉપદ્રવ વધુ જાવા મળે છે. ઉપદ્રવ એપ્રિલ થી ઓકટોબર દરમ્યાન જોવા મળે છે. પરંતુ ઓગષ્ટ- સપ્ટેમ્બર દરમ્યાન તે વધારે સક્રિય હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • રોપાઓ અને નવા રોપાણમાંથી ઇયળોનો હાથથી વીણી નાશ કરવો.
  • જૈવિક નિયંત્રણઃ પરજીવીઓ જેવા કે ટ્રાયકોગ્રામા ઇવાનેસેન્સ અને ટીલોનેમસ પ્રજાતિ ઇંડા અવસ્થાનું, બ્રેકેમેરીયા પ્રજાતિ ઇયળ અવસ્થાનું અને ટેરોલેસ પ્રજાતિ કોશેટો અવસ્થાનું પરજીવીકરણ કરતી જોવા મળેલ છે.
  • જીવાતના ઉપદ્વવ શરૂઆતમાં લીંબોળીની મીંજ ૫૦૦ ગ્રામ (નિચોડ) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા મુલ રક્ષક ૩(ત્રણ) નંબર આપવું
  • વધુ ઉપદ્વવ જણાય તો પણ મુલ રક્ષક ૩ નંબરનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાન કોરીયુઃ લીફ માઇનર
leaf-miner-lemon
 •  ઓળખ ચિન્હ :- ફુદા નાજુક ૪ મિ.મિ. પહોળા, આગળની પાંખો પર ભૂખરાં રંગની લાઇનો અને ખૂણાના ભાગે કાળા ટપકાં ધરાવે છે. જયારે પાછળની પાંખો સફેદ હોય છે. બંન્ને જોડ પાંખોની ધારે વાળ આવેલા હોય છે. માદા એક ઇંડુ કૂમળા પાનની નીચે મધ્ય નશની પાસે મૂકે છે. ઇંડુ નાનુ, ચપટુ,પારદર્શક હોય છે. માદા એક પાન પર ૨ થી ૩ ઇંડા મૂકે છે. ઇંડા અવસ્થા ૨ થી ૧૦ દિવસની હોય છે. ઇંડામાંથી નીકળેલ ઇયળ પગ વગરની અને આછા પીળા કે આછા લીલા રંગની હોય છે. પુર્ણ વિકસિત ઇયળ આશરે અડધો સે.મી. લાંબી હોય છે. ઇયળ અને કોશેટા અવસ્થાઓ અનુક્રમે ૫ થી ૩૦ અને ૫ થી ૨૫ દિવસોની બોગદામાં જ પુર્ણ થાય છે. પુખ્ત અવસ્થા ૩ થી ૫ દિવસની હોય છે.

 • leaf-miner-lemon  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતની ઇયળ શરૂઆતથી જ પાનના બે પડ વચ્ચે સર્પાકારે કોરી ખાય છે. ઉપદ્વવિત પાન પર ચાંદી જેવી સફેદ અને ચળકદાર સર્પાકારે લીટીઓ જોવા મળે છે. આ નુશાન ખાસ કરીને પાનની નીચે વધુ જોવા મળે છે. જીવાતનો ઉપદ્રવ કુમળી ડાળીઓ પર પણ જોવા મળે છે. જયારે પાકટ પાન પર તેનું નુકશાન ભાગ્યે જ જોવા મળે છે. વધુ ઉપદ્રવિત પાન અંતે સુકાઇને ખરી પડે છે. આ જીવાત જીવાણુંથી થતો બળિયા ટપકાં (શીતળા)નો રોગ પણ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • લીંબુમાં નવી ફ્રૂટ આવતી હોય ત્યારે છટણી કરવી નહી. • ઉપદ્રવ જણાતા શરૂઆતથી જ નુકશાનવાળા પાન ઇયળો સહીત તોડીને નાશ કરવો.
  • છટણી કરવાની જરૂર જણાય તો ફક્ત શિયાળામાં અથવા લીમડાનો ખોળ ૧ કિ.ગ્રા. અથવા લીમડા અથવા પારસમણી ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી કસ કાઢી છેટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ જણાય તો મુલ રક્ષક ૩ નંબરનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal લીંબુંના સાયલાઃ સાઇટ્રસ સાયલા
saitras-sayla-lemon
 •  ઓળખ ચિન્હ :- બચ્ચાં ચપટાં, ગોળાકાર અને પીળાશ પડતા ગુલાબી રંગના હોય છે. જયારે પુખ્ત નાના અને બદામી રંગના હોય છે. જયારે તેના મોઢા તરફનો ભાગ પાનની સપાટી નજીક અને ઉદરનો ભાગ ઉંચો રહે છે. એક માદા બદામ આકારના , પીળા રંગના ૮૦૦ થી ૯૦૦ ઇંડા કૂમળા પાન, ડાળી તેમ જ કળીઓ પર મૂકે છે. ઇંડા અવસ્થા ઉનાળામાં અને શિયાળામાં અનુક્રમે ૪ થી ૬ અને ૧૦ થી ૨૦ દિવસોની હોય છે. બચ્ચાં તેની ૫ જુદી જુદી અવસ્થાઓ (Instars) પુર્ણ કરી અંતિમ અવસ્થા પાનની નીચે પસાર કરે છે અને ત્યાં તે પુખ્ત બને છે. આ જીવાત એક વર્ષમાં આવા ૮ થી ૧૦ જીવનચક્ર પુર્ણ કરે છે.

 • saitras-sayla-lemon નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને પુખ્ત કીટક કૂમળા પાન, કળીઓ તેમ જ વૃધ્ધિ પામતી ડૂંખોમાંથી રસ ચૂસે છે. જેથી ઉપદ્રવિત ભાગો પીળા પડી સુકાઇ જાય છે. આ જીવાતથી લીલવા (ગ્રીનીંગ)નો રોગ પણ ફેલાય છે. તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરતો હોવાથી તેના પર કાળી ફુગ વિકાસ પામે છે. પરિણામે ઉત્પાદન ઉપર વિપરીત અસર થાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • નવી વૃધ્ધિ મર્યાદિત કરવા ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું.
  • ઉપદ્રવની શરૂઆતમાં પારસમણી ૫૦ મિ.લિ. અથવા લીંબોળીની મીંજ ૨૦૦ ગ્રામ અથવા લીમડા/નફફટીયાના પાન ૧કિ.ગ્રા. ૧૦ લિટર પાણીમાં ભેળવી /કસ કાઢી છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવમાં મુલ રક્ષક ૧ નંબરનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ફળમાંથી રસ ચૂસનાર ફુદૂં:ફ્રુટ સકીંગ મોથ
fruit-sucking-moth-lemon
 •  ઓળખ ચિન્હ :- ફૂદાં મોટા કદનાં અને નારંગી- બદામી રંગના શરીરવાળા હોય છે. આગળની પાંખો ઘાટી ભૂખરી અને લીલા ડાધાવાળી તેમ જ સફેદ લાઇનોવાળી હોય છે. જયારે પાછલી પાંખો નારંગી અને બીજના ચાંદ જેવા કાળા તેમ જ સફેદ ટપકાંવાળી હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ફૂદાં લીંબુ વગૅના ઝાડનાં ફળમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. નુકશાનવાળા ભાગેથી બેકટેરીયા અને ફૂગ દાખલ થવાથી ફળ કોહવાઇને ખરી પડે છે. આ જીવાત જુલાઇથી ઓકટોબર દરમ્યાન વધુ સક્રિય હોય છે. આ જીવાતની ઇયળ ઘાટા બદામી રંગના શરીરવાળી અને ચટાપટાવાળી હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • પુર્ણ વિકસિત ઇયળ ૫-૬ સે.મી. લાંબી હોય છે. જે પાકમા નુકશાન કરતી નથી. પરંતુ વાડમાં રહેલા વિવિધ પ્રકારના વેલા પર નભે છે જેથી શેઢા પાળા પરના યજમાન ધાસ/વેલાનો નાશ કરવો.
  • શક્ય હોય ત્યાં પ્રકાશ પિંજર ગોઠવવા.
  • કીટક પકડવાની જાળીની મદદથી રાત્રિના ૮-૧૨ કલાક દરમ્યાન ટોર્ચનો ઉપયોગ કરી ફૂદાં પકડી શકાય.
  • શક્ય હોય ત્યાં ફળને કાગળની કોથળી ચઢાવવી.
  • ખરી પડેલા અને નુકશાન પામેલા ફળો નિયમિત રીતે ભેગા કરી નાશ કરવો.
  • અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નુ મૂલ રક્ષક-૩ નંબર આપવું.
call now Amrutkamal
activites Amrutkamal સફેદ માખી : વ્હાઇટ ફલાઇ
white-fly-lemon
 •  ઓળખ ચિન્હ :- લીંબુ વર્ગના પાકમાં નુકશાન કરતી માખી શરીરે પીળી, સફેદ કે રાખોડી રંગની પાંખોવાળી અને લાલ આંખો ધરાવે છે.બચ્ચાં અંડાકાર, કાળાશ પડતા અને વાળની ઝાલરવાળી હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને પુખ્ત કુમળા ભાગોમાંથી રસ ચૂસી નુકશાન કરે છે. નુકશાન પામેલ ડાળીમાંથી પાન કોકડાઇ ખરી પડે છે. તેના શરીરમાંથી મધ જેવું ચીકણું પ્રવાહી પાન પર પડતાં તેના પર કાળી ફુગ વિકસે છે. જે પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયામાં અવરોધ પેદા કરે છે. માર્ચ-એપ્રિલ અને ઓગષ્ટ-સપ્ટેમ્બર દરમ્યાન આ જીવાતનો ઉપદ્વવ વધારે જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • ભલામણ થયેલ અંતરે રોપણી કરવી.
  • જે જમીનમાં પાણી ભરાઇ રહેતુ હોય કે નિતારશક્તિ નબળી હોય તેવી જમીન રોપણી માટે ટાળવી.
  • અમૃતકમલ એગ્રો પ્રા. લિ.ની પાક રક્ષા કવચ અને શકુનીનો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal કાળી માખી : બ્લેક ફલાઇ
black-fly-lemon
 •  ઓળખ ચિન્હ :- બચ્ચાં અને પુખ્ત માખી કાળા રંગનાં હોય છે. પુખ્ત માખી નાની અને લાલ રંગની આંખો ધરાવે છે. પાંખો શરીર કરતા બમણી હોય છે. બચ્ચાં નાના ચપટા અને લંબગોળ હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પુખ્ત અને બચ્ચાં અવસ્થા રસ ચૂસી નુકશાન કરે છે. જેથી ઝાડના જુસ્સામાં ઘટાડો થાય છે. પાન કોકડાઇ જાય છે અને ફુલ- કળી તેમ જ વૃધ્ધિ પામતા ફળો ખરી પડે છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવું ચીકણું પ્રવાહી ઝરતા તેના પર કાળી ફુગ ઉગે છે. આવા ઉપદ્રવિત ઝાડ કાળા દેખાય છે. તેને કોલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપદ્વવ ખાસ કરીને માર્ચ-એપ્રિલ અને જુલાઇ-ઓકટોબર દરમ્યાન છુટા છવાયા જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • ભલામણ થયેલ અંતરે રોપણી કરવી.
  • જે જમીનમાં પાણી ભરાઇ રહેતુ હોય કે નિતારશક્તિ નબળી હોય તેવી જમીન રોપણી માટે ટાળવી.
  • અમૃતકમલ એગ્રો પ્રા. લિ.ની પાક રક્ષા કવચ અને શકુનીનો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal લીંબુ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
lamon-tree vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message