amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

magfali vavetar Amrutkamal  ખાટી આંબલી ના વાવેતર અને રોગો વિશે માહિતી

magfali vavetar Amrutkamal ખાટી આંબલી : વાવેતર વિશે માહિતી
 • ખેતી વ્યવસ્થા :
  ખાટી આંબલી એ ધીમું વધતું સદાપર્ણી મોટું ઝાડ છે. ખાટી આંબલીનું મૂળ વતન આફ્રિકા છે, જે કઠોળ વર્ગનું ઝાડ છે. આંબલીનું ઝાડ ૮ થી ૧૦ મી ઉંચાઈ અને ર થી ૩ મીટરનો ઘેરાવો અને મજબુત ડાળીઓ રાખોડી કલરની મધ્યમ જાડી છાલ ધરાવે છે. જેનું બોટાનીકલ નામ ટેમારીન્ડસ ઈન્ડિકા છે અને જે ઈમલીના નામથી પણ ઓળખાય છે. ગુજરાત રાજયમાં વલસાડ–ડાંગ, સુરત, નવસારી, ભરૂચ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ અને ભાવનગર વિસ્તારમાં આંબલીના વૃક્ષો જોવા મળે છે.

  જમીન અને જમીનની તૈયારી :
  જમીન :આંબલી એ પડતર જમીનનો પાક ગણાય છે. જેથી તે નબળા પ્રકારની તેમજ ઊંડી રેતાળ ગોરાળું અથવા કાળી જમીન સાધારણ ખારાશવાળી જમીન અને ઢાળવાળી પથરાળ જમીનમાં પણ થાય છે. આબોહવા :
  આંબલી સુકૂ હવામાન સહન કરી શકે છે પણ હીમથી બળી જાય છે. આમલીને ઉષ્ણ કટીબંધ તથા સમતીશોષણ કટિબંધનો પાક ગણવામાં આવે છે તે ઉંચા ઉષ્ણતામાનવાળા ૪૫ સે. વિસ્તારમાં થાય છે. ૬૦૦ મીટર જેટલી ઊંચાઈ સુધીની વિસ્તારમાં થઈ શકે છે.

  બીજ દર અને વાવણીનું અંતર :
  જે આંબલીની વાવણી રોડ ઉપર એવન્યુ તરીકે કરવી હોય તો ૧૦ મીટરનાં અંતરે કરી શકાય જ્યારે ખેતરમાં શેઢા કે પાળાએ ૧૦ મીટરના અંતરે કરવામાં આવે છે. જ્યારે પધ્ધતિ સરની ખેતી માટે ૧૦ મીટર X ૧૦ મીટરના અંતરે વાવેતર કરી શકાય.

  વાવણી કરવાની રીત :
  ચીકુનુ વાવેતર ૧૦ મી X ૧૦ મી ના અંતરે કરવાની ભલામણ છે. પરંતુ શરુઆતના ૧૩ વર્ષ સુધી એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ઝાડની રોપણી ૫ મી X ૫ મીના અંતરે કરવાથી વધુ ઉત્પાદન મેળે છે. ૧૩ વર્ષ બાદ ૫ મી X ૫ મી અંતરે વાવેતર કરેલ ઝાડમાં ડાળીઓ એકબીજાને અડી જતાં ઝાડ દીઠ ઉત્પાદન ઘટતું જોવા મળેલ. સદર ઝાડ ઉપર છાંટણી અને વૃદ્ધિ નિયંત્રણનો ઉપયોગની અસરના પરિણામો અસાર્થક જોવા મળે છે. જે જમીનમાં ચીકુની રોપણી કરવાની હોય તેમાં એક ઘનમીટરના માપના ખાડા ઉનાળામાં ભલામણ કરેલ અંતરે તૈયાર કરવા. ૧૫ દિવસ બાદ ખાડા દીઠ ૨૦ થી ૨૫ કિ.ગ્રા. છાણિયું ખાતર માટી સાથે મિશ્ર કરી ખાડા પૂરવા. ચોમાસામાં સારો વરસાદ થયાં પછી પસંદ કરેલ કલમો ખાડામાં રોપવી.

  સંવર્ધન :
  બહુ વર્ષાયુ આંબલીનું વર્ધન મોટાભાગે બીજથી થાય છે. હાલ કલમો દ્વારા પણ વર્ધન કરવામાં આવે છે. થીંગદાકાર આંખ કલમ અથવા નૂતન કલમ પધ્ધતિથી વર્ધન કરી શકાય છે.

  ખાતર વ્યવસ્થા :
  આંબલીમાં સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરો આપવા બાબતે ખાસ કોઈ સંશોધનો થયેલ નથી. આમ છતાં વાવેતર સમયે ખાડામાં પ૦ કિલો છાણિયું ખાતર અને ર કિલો લીંબળીનો ખોળ ચોમાસા દરમ્યાન ખાડામાં આપવાથી ફાયદાકારક ઉત્પાદન લઈ શકાય છે. રાજસ્થાનમાં થયેલા એક સંશોધનને આધારે પુખ્તવયના ઝાડને રપ કિલો છાણિયું ખાતર અને રપ૦–૧પ૦–ર૦૦ કિલો ના. ફો.પો./વર્ષ આપવું જોઈએ. ખાતરો જમીનમાં ભેજ હોય ત્યારે જ થડની ફરતે નીક કરીને જ આપવા જોઈએ. એટલે કે ચોમાસાનો પ્રથમ વરસાદ બાદ ખાતરનો બધોજ જથ્થો એકસાથે થડથી ૧.પ મી. દૂર રીંગ બનાવી આપવો અને માટી ઢાંકી દેવી.

  પિયત વ્યવસ્થા :
  આંબલી સૂકા વિસ્તારનો બાગાયતી પાક ગણાય છે. જેથી ઝાડને ઉછેરવા અને શરુઆતમાં વૃદ્ધિ માટે પિયત જરુર હોય છે.

  છાંટણી :
  સામાન્ય રીતે આંબલીમાં છાંટણી કરવામાં આવતી નથી આમ છતાં જમીનથી ૧.પ થી ર.૦ મી. ની ઉંચાઈ સુધીની બધી જ ડાળીઓની છાંટણી કરીને ઝાડની કેળવણી કરવી જોઈએ.

  પાછલી માવજત :
   આંબલીના થડની આસપાસ પરાળ અથવા ઘાસનું અથવા પ્લાસ્ટીકનું આવરણ કરવાથી ભેજ સંગ્રહમાં મદદ કરે છે અને નિંદામણનું નિયંત્રણ સારૂ મળે છે.
   સમયાંતરે ઝાડના થડની આજુબાજુનું નિંદામણ કરતા રહેવું.
   વરસાદ પહેલા અને પછીથી આંતરખેડ કરવી.
   આંબલીની વૃધ્ધિ ધીમે થતી હોવાથી નવા રોપાણમાં શરૂઆતના સમયમાં જે તે વિસ્તારને અનુકૂળ શાકભાજીના આંતરપાકો લઈ શકાય છે.


  કાપણી :
  સામાન્ય રીતે ફળ ફેબ્રુઆરી–માર્ચ માસમાં તૈયાર થાય છે. ફળનું બહારનું કોચલું સુકાઈ જાય અને સખત થાય તેમજ ફળનો માવો કોચલાથી જુદો પડે ત્યાં સુધી ઝાડ પર જ ફળને પાકવા દેવું. પાકા ફળો ઝાડ પરથી ઉતારવામાં ન આવે તો એકાદ વર્ષ સુધી લટકતા રહે છે. પાકા ફળો ઝાડની ડાળીઓ હલાવી ભેગા કરવા. ત્યારબાદ લાકડાંની સોટીથી હળવેથી ફટકારી કોચલાનું આવરણ દુર કરવું. ફળના માવાને બીજમાંથી છુટો પાડી તેમાંથી રેસા દુર કરી આ ફળમાં ભેજ ઓછો થાય ત્યાં સુધી સુર્યના તાપમાં સુકવવો. આંબલીના ફળમાં પપ % માવો, ૩૪ % બીજ અને ૧૧ % કોચલા અને રેસા હોય છે.

  ઉત્પાદન :
  બીજ દ્વારા તૈયાર થયેલ આંબલીનું ઝાડ ૭ થી ૧૦ વર્ષે ફળવાની શરૂઆત થાય છે જયારે કલમી આંબલી વહેલી ફળે છે. જેમ જેમ ઝાડનું કદ અને ઉંમર વધે છે તેમ ઉત્પાદન વધતું જાય છે, જે ૮૦ થી ૧૦૦ વર્ષ સુધી ફાયદાકારક રહે છે. સારૂ વિકસિત ઝાડ અંદાજે ર૦૦–૩૦૦ કિલો ફળનું ઉત્પાદન પ્રતિ વર્ષ આપે છે.

  ઉપયોગ :
   આંબલીનુ લાકડું ખૂબ જ મહત્વ ધરાવે છે, જેનો ઉપયોગ વિવિધ બનાવટોમાં થાય છે. લાકડું વધુ ગરમી પેદા કરે છે. મીઠાવાળી ખાટી આંબલી અને તેની બનાવટો પાકિસ્તાન, જાપાન, જર્મની, ફ્રાન્સ, યુ.કે, ઈટાલી અને બાંગ્લાદેશ જેવા દેશોમાં નિકાસ થાય છે. દક્ષિણ ભારતમાં આમલીમાંથી રસમ બનાવવામાં આવે છે. જે રોજ ભાત સાથે ખવાય છે, એમ મનાય છે કે એનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધતું નથી. ઉનાળામાં ગોપક આમલીનું શરબત પીવાથી લૂ માં રાહત થાય છે.
   આમલીની પેસ્ટ આમલીના બી કાઢયા બાદના માવામાં આખું મીઠુ (કુલ જથ્થાના ૩ થી ૪ % ના પ્રમાણે) ભેળવી માર્ચ/એપ્રિલ માસમાં ગોળા બનાવી માટીના માટલામાં ભરવાથી લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે.
   આમલી નાની કુમળી કાચી અવસ્થાથી પાકી હોય ત્યાં સુધી દરેક અવસ્થાએ જુદા જુદા સ્વરૂપે ખવાય છે. આમલીના બીજ પણ શેકીને મુખવાસ તરીકે ખાવામાં ઉપયોગમાં લે છે.

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message