amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

kapas vavetar Amrutkamal  કપાસના વાવેતર અને રોગો વિશે માહિતી

kapas vavetar Amrutkamal કપાસ : વાવેતર વિશે માહિતી
 • cotton crop  ખેતી વ્યવસ્થા :
   પરભક્ષી જીવાતોની વસ્તી વધારવા કપાસની ચારે બાજુ પિંજર પાક તરીકે મકાઇ કે બાજરાની એક હારનું વાવેતર કરવું.
   જોખમ નિવારવા આંતરપાક તરીકે કપાસ: જુવાર: તુવેર: જુવાર 6:1:1:1 અથવા 3:1:1:1 ના પ્રમાણ માં વાવો.
   કપાસની 10 હાર પછી દીવેલા અથવા ગલગોટાની એક હાર વાવવી. જે છોડને નુકસાનકર્તા કીટકને આકર્ષે છે અને પિંજર પાક તરીકે કામ કરે છે.
   વરસાદ આધારિત ખેતીમાં ભેજ સાચવી રાખવા હારની વચ્ચે 3-5 કિલો અડદ અથવા મગ / એકર પ્રમાણે વાવવા અને વાવણીના 30 દિવસે ખેતરમાં ભેળવવા.
   કપાસમાં પોષક તત્વોની ઊણપ નિવારવા માટે વાવેતરના ૨૦ થી ૪૦ દિવસની અંદર કૃષિઅમૃત-૨૦૧૦ (કપાસ) મૂળમાં આપવું.

    જમીન અને જમીનની તૈયારી :
   ફૂગ અને ઇયળનો ઉપદ્રવ ઓછો કરવા ઉનાળામાં ઊંડી ખેડ કરી ગરમીમાં જમીનને તપાવવી જેનાથી ફૂગના બીજ અને ઇયળ મરી જાય.
   ખેડ ઢાળની વિરુદ્ધ દિશામાં કરવી. દરેક હાર વચ્ચેના પાળા જમીનના ધોવાણમાં અવરોધરૂપ બને છે અને પાણીને જમીનમાં ઉતરવામાં વધુ સમય મળે છે.
   પાક વાવણી માટે ખેતર ની સફાઈ કરી ઊંડી ખેડ કરવી અને જમીન ચકાસણી રિપોર્ટ પ્રમાણે ખાતર અને દ્રાવ્ય ખાતરો ની વ્યવસ્થા કરવી.
   વાવણી પહેલા શેઢાપાળા સાફ કરવા અને જીવાતના યજમાન છોડ જેવા કે ગાડર, કાસકી, અંગેડો, જંગલી ભીંડો વગેરે નો નાશ કરવો.

  cotton crop  બીજની માવજત :
  મૂળવિકાસ માટે બીજને મુલ રક્ષક-૧ નંબરનો પટ આપી વાવેતર કરવું.

   વાવણી અંતર :
   જો પિયતની સગવડ હોય તો તંદુરસ્ત અને ઝડપી વિકાસ માટે મે માસના બીજા પખવાડિયામાં અથવા જૂનના પહેલા પખવાડિયામાં વાવેતર કરવું.
   હારમાં વાવણી ઉત્તર થી દક્ષિણ દિશામાં કરવી તેનાથી પાકને વધારે પ્રકાશ મળી શકે અને ઉત્પાદન વધે.
   કપાસનું બીજ મોંઘું હોય છે માટે તેનું 4 થી 6 સેમી ઊંડાઈ એ થાણીને વાવેતર કરવું. વાવણી અંતર 4-5 x 2-3 ફૂટ રાખવું. ફળદ્રુપ જમીનમાં અંતર વધુ રાખવું. આ માટે 1 એકર માં 500-600 ગ્રામ બીજ જોઈશે.

   ખાતર વ્યવસ્થા :
   દેશી ખાતર: વાવણીના 10 દિવસ પહેલા ચાસમાં 10 થી 12 ટન / એકર સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું. ખાતર વહેલા નાખવાથી સૂક્ષ્મતત્વો નો નાશ થાય છે.

   પિયત વ્યવસ્થા :
   સારા વિકાસ માટે ગોરાડું જમીનમાં 15 દિવસના અંતરે અને ભારે જમીનમાં 25 દિવસના અંતરે પિયત આપવું.
   કટોકટીની અવસ્થાએ પાણી ની અછત ની પરિસ્થિતી માં એકાતરા ચાસે વારાફરથી પિયત આપવું.
   નિંદણ નિયંત્રણ : વાવણી ના 60 દિવસ સુધી પાક ને નીંદણ મુક્ત રાખવો. વાવણી ના 30 અને 60 દિવસ પછી એક ખેડ અને હાથ વડે નીંદામણ કરવું..

   કાપણી :
   કાપણી સમય અને તકનિક
   જીંડવા સંપૂર્ણ ખૂલ્યા બાદ તડકામાં વીણી કરવી, વીણી મોડી કરવાથી જીંડવા ખરી જાય છે જેનાથી રૂ ની ગુણવત્તા ઘટે છે.
   અડધા ખુલેલા જીંડવાને તોડી લઈ તેને સુકવ્યા બાદ તેમાંથી રૂ કાઢવાથી હલકી ગુણવત્તા ધરાવતું રૂ મળે છે. તેથી આવી પધ્ધતિઓ ટાળવી. ગુણવત્તા જાળવવા તેને તડકામાં ના સુકવતા છાયડામાં સુકવો.

  cotton crop  ગ્રેડિંગ :
  વધારે આવક મેળવવા કપાસની વીણી વખતે પાકને વધુ પડતાં ઝાકળ અને કચરાથી રક્ષણ આપવું. યોગ્ય રીતે સંગ્રહ કરવો. તેનું ગ્રેડિંગ કરી જ્યારે ભાવ વધારે હોય ત્યારે વેચવો.
  પહેલી અને છેલ્લી વાવણીનાં કપાસની ગુણવત્તામા ખાસ્સો ફરક હોવાથી તેને અલગ રાખવો જોઇએ.
  કપાસની ગુણવત્તા મુજબ તેના ગ્રેડ બનાવી બજાર માં લઈ જવો. જે કપાસ સફેદ રંગનો, સુવાળો, ડાઘ કે અપરિપક્વ ભાગ મુક્ત, સંપૂર્ણ ભેજ મુક્ત અને 30 થી 35 મિલિમિટર તંતુની લંબાઈ વાળો હોય તેને સ્પેશલ ગ્રેડમાં મૂકવો. જે કપાસ સફેદ રંગનો, અડકતા સુંવાળો, ખુબજ ઓછી અશુધ્ધિવાળો, અપરિપક્વ ભાગ મુક્ત, સંપૂર્ણ ભેજમુક્ત, 28 થી 30 મિલિમિટર લાંબા તાંતણાવાળો હોય તેને સુપર ગ્રેડ નો ગણવો. જે કપાસ રંગમા સફેદ ઝાંખુ, અડકતા મુલાયમ, ઑછા : વત્તા પ્રમાણમા અશુધ્ધિ, ડાઘ, અપરિપક્વ ભાગ, સંપૂર્ણ ભેજ મુક્ત હોય તેને એવરેજ ફેર ક્વાલિટી નો ગણવો.

   ઉત્પાદન :
  cotton crop ૧. વાવણીના સમયે અનુરૂપ જાતની પસંદગી કરી યોગ્ય સમયે વાવેતર કરવું.
  ૨. ભલામણ કરેલ બિયારણનો દર રાખી વાવણી કરવી.
  ૩. ભલામણ કરેલ બિયારણમાં મુલ રક્ષક-૧ નંબર નો પટ આપીને જ વાવેતર કરવું.
  ૪. પાયાના ખાતર તરીકે જટાયુ (ઓર્ગેનિક કાર્બન) નો ઉપયોગ કરવો.
  ૫. પાકની નક્કી થયેલ કટોકટીની અવસ્થાઓએ અચુક પિયત આપવું અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો.
  ૬. યોગ્ય સમયે નીંદામણ કરવું.

call now Amrutkamal
kapas vavetar Amrutkamal બીટી કપાસની ઘનિષ્ઠ ખેતી પધ્ધતિ
 • Kheti Amrutkamal છેલ્લા કેટલાક સમયથી કપાસમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી (High density planting) એટલે કે સાંકડા ગાળે વાવેતરની પદ્ધતિ ચર્ચાનો વિષય બન્યો છે. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિની અંદર એકમ વિસ્તાર દીઠ છોડવાની સંખ્યા ઘણો વધારો કરી ઉત્પાદનમાં વધારો કરવાનો મુખ્ય હેતુ રહેલો છે. આંતરરાષ્ટ્રિય સ્તરે દુનિયાની અંદર ઘણા દેશોમાં આ પદ્ધતિથી કપાસની સ્થાયી જાતોનું વાવેતર કરવામાં આવે છે. ઓસ્ટ્રેલીયાની અંદર કેટલાક વિસ્તારમાં આ પદ્ધતિ હેઠળ હેકટરે ૨.૪૦ લાખ છોડ રાખવામાં આવે છે. સ્પેન અને ગ્રીસની અંદર પણ કેટલાક વિસ્તારમાં આ પ્રમાણે કપાસનું વાવેતર કરવામાં આવે છે.

  બીટી કપાસ માટેની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ એટલે શું?
  જમીન, સમય અને અન્ય સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ થાય એ રીતે બીટી કપાસની વાવણી ૧૨૦ સે.મી. x ૪૫ સે.મી. અથવા પહોળા પાટલે કરવામં આવતા વાવેતરને બદલે ૬૦ સે.મી. X ૪૫ સે.મી. અંતરે કરી એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા વધારી ઉત્પાદનમાં વધારો કરવો.

  બીટી કપાસની ઘનિષ્ઠ ખેતી પધ્ધતિત માટે વાવણી કયારે કરવી?
  જૂન માસના બીજા પખવાડીયા દરમ્યાન અથવા ત્યાર બાદ વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવી.

  કપાસની વહેલી વાવણી કરવા ખેડૂતો શા માટે પ્રેરાય છે?
  Kheti Amrutkamal ઉત્તર ગુજરાતમાં કપાસની વાવણી મોટા ભાગે મે માસના છેલ્લા અઠવાડિયે કરવામાં આવે છે. વરસાદ આધારિત વાવણી કરવાથી ગરમ અને ભેજવાળુ વાતાવરણ ઓકટોબર માસ સુધી જ મળે છે અને પુષ્કળ ફૂલ ભમરીની અવસ્થાએ એટલે કે નવેમ્બર માસમાં તાપમાન નીચુ આવતા કપાસના છોડનો વિકાસ ધીમો પડતા પાકવાના દિવસો લંબાય છે. તેથી જો વધુ ઉત્પાદન લેવું હોય તો રવી ઋતુ સુધી કપાસનો પાક ઊભો રાખવો પડે, પરંતુ જો રવી ઋતુમાં બીજો પાક લેવો હોય તો ઓછા ઉત્પાદન સાથે કપાસનો પાક પૂર્ણ કરવો પડે છે. આ પરિસ્થિતિને પરિણામે વધુ ઉત્પાદન મેળવવાની લાલસા એ ખેડૂતો કપાસની વહેલી વાવણી કરવા પ્રેરાય છે.

  કપાસની વહેલી વાવણી કરવાથી થતા ગેરફાયદાઓ
  • કપાસની વહેલી વાવણી કરવાથી શરૂઆતમાં ખૂબ જ માવજત કરવી પડે છે. વહેલી વાવણીના સમયગાળા દરમિયાન ગરમીના દિવસો વધુ હોવાથી વારંવાર પિયત આપવું પડે છે અને તેના કારણે નીંદામણ અને ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
  • વહેલી વાવણી કરવાથી જંગલી પશુઓ જેવા કે નીલ ગાય, ભૂડ જેવા જાનવરોનો ઉપદ્રવ પણ વધુ જોવા મળે છે.
  • વરસાદ ખેંચાય અને વહેલી વાવણી કરેલી હોય તો ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રિપ્સ વધી જાય છે તેથી તે નિવારવા માટેનો ખર્ચ કરવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે.
  • સામાન્ય વાવણી કરતા કપાસની ખૂબ જ વહેલી વાવણી (મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં) કરે ત્યારે ગુલાબી ઈયળ માટે યજમાન પાક મળી રહેતા ખોરાક મળી રહે છે. જેના પરિણામે આ જીવાત પોતાનું જીવનચક્ર ટકાવી રાખવા સફળ થઈ જાય છે, જેને પરિણામે નવી પેઢી પેદા થવાનું ચક્ર ચાલુ રહેતા આગળ જતાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ બનાવી શકે છે.

  કપાસની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અને તેની સમયસર વાવણી કરવાથી કયા ફાયદાઓ થાય?
  Kheti Amrutkamal • સમયસરની સામાન્ય (પહોળા પાટલે) વાવણી કરતાં કપાસની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી લગભગ ૫૩ ટકા જેટલું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
  • ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં લગભગ બે જ વીણીમાં સારું એવું ઉત્પાદન મળી જાય છે જેથી કપાસના પાકને લાંબો સમય સુધી ખેતરમાં ઊભો રાખવાની જરૂર રહેતી નથી.
  • ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી શિયાળુ પાકો જેવા કે ઘઉં અથવા બટાટાનો પાક લઈ શકાય છે જેથી ખેડૂતોને એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ આર્થિક વળતર મળી શકે છે.
  • પાછળથી આવતા ખાખરીના પરિણામે થતા આર્થિક નુકસાનમાંથી બચી જવાય છે.
  • જૂન માસના બીજા પખવાડીયા દરમ્યાન વાવણી કરવાથી એપ્રિલ-મે માસમાં નિકળતાં ગુલાબી ઈયળના મોટા ભાગના પુટ્સ કૂદાંઓ કપાસના પાકની અલભ્યતાને કારણે નાશ પામશે અને ગુલાબી ઈયળના સંભવિત ઉપદ્રવથી બચી શકાશે.
  • આર્થિક રીતે પ૩% જેટલું વધુ ઉત્પાદન ટુંકા ગાળામાં મેળવી પાક પુરો થવાથી ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં આવતા ગુલાબી ઈયળના અતિ સંભવિત પ્રકોપમાંથી પાક બચી શકાશે.
  • ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં કપાસની વાવણીની દિશા ઉત્તર દક્ષિણ હોય કે પૂર્વ પશ્ચિમ હોય તો પણ છોડ સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકે છે.
  • ટુંકા સમયમાં જ સમગ્ર ખેતર પાકની છત્રછાયા (ક્રોપ કેનોપી) હેઠળ આવતા જમીન પર સૂર્યપ્રકાશ ન પડવાથી નીંદામણ નહિવત થાય છે અને ભેજનો પણ સંગ્રહ થાય છે.
  • આમ પહોળા પાટલે કરવામાં આવતા વાવેતરની સામે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી ઓછા પાણીએ, ઓછા સમયમાં, ઓછી મહેનતે, ઓછા સ્ત્રોતે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ વધુ આર્થિક વળતર મેળવી શકાય.
  • વહેલી પાકતી જાતોની પસંદગી કરવાથી તે સારુંઉત્પાદન આપી સમયસર પાકી જાય છે અને તેથી પાછોતરા વરસાદથી થતાં નુકસાનમાંથી બચી શકાય છે.
  • કપાસની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવવાથી જમીનનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે. જેથી એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન પણ વધે છે.
  • અપૂરતાં માર્ગદર્શન તથા સમજણને કારણે ખેડૂત મિત્રો ખાખરીના પ્રશ્નનના નિવારણ માટે ખાખરીને રોગ સમજીને વધુ પડતી દવાઓનો છંટકાવ કરવા પ્રેરાય છે, પરંતુ ખાખરીનું નિયંત્રણ થતું નથી. પરિણામે ખેડૂત આર્થિક નુકસાન ભોગવે છે. ઉત્પાદન પણ ઘટે છે. સમય, મજૂરી અને પૈસાની બરબાદી થાય છે. બીટી કપાસની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવી હશે અને ખાખરીનો પ્રશ્નન ઉદ્દભવશે તો પણ સારું ઉત્પાદન મળશે.


call now Amrutkamal
kapas vavetar Amrutkamal કપાસમાં આંતર પાક પધ્ધતિ.....
 • આંતર પાક પધ્ધતિ (mix farming) એટલે શું?
  Kheti Amrutkamal એકજ ખેતરમાં એકજ સમયે, એક થી વધારે પાકોને જુદી જુદી હારમાં જરૂરીયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરી પાકોનું વાવેતર કરવામાં આવે છે તેને આંતરપાક પધ્ધતિ (mix farming) તરીકે ઓળખવામાં આવે છે.
  હાલનાં સમયમાં કે જેમાં ખેડૂત દીઠ જમીનનો એકમનાનો થઈ ગયેલ છે તેમજ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં કે જયાં ઘણો ઓછો અને વધુ અનિયતિ વરસાદ પડે છે ત્યારે આવા નાના એકમમાં એકજ પાક વાવવાથી ઘણી વખત સફળતાપૂર્વક ધારેલુ ઉત્પાદન તથા વળતર મળતાં નથી કારણકે જો લાંબા ગાળાનો એકજ પાક લીધેલ હોય અને પાછળના ભાગે વરસાદની ખેંચ અનુભવે તેમજ ટૂંકાગાળાનો પાક લીધો હોય અને પાછળથી વધારે વરસાદ પડે તો ધારેલું ઉત્પાદન મળતું નથી. આમ, આવા ભયસ્થાનોથી બચવા અને આકાશી ખેતીમાં સફળતા પૂર્વક એકસાથેલાંબા ગાળાનાં તેમજ ટુંકાગાળાનાં પાકોનું આંતર પાક પધ્ધતિ મુજબ વાવેતર કરવાથી પાક નિષ્ફળ જવાનો ભય નિવારી શકાય છે. આમ આંતર પાક પધ્ધતિ પણ સુધારેલી ખેતી પધ્ધતિ ધ્વારા સંશોધિત કરેલ સફળ પાક ઉત્પાદન માટેની વાવેતર ગોઠવણીની પધ્ધતિ છે.  

  આંતર પાક પધ્ધતિના ફાયદા
  Kheti Amrutkamal • એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે.
  • વરસાદ આધારીત ખેતીમાં અછત સમયે પાકનિષ્ફળનું જોખમ ઘટાડી શકાય છે.જયારે પિયત ખેતીમાં પહોળાં અંતરે વાવેતર કરેલ પાકોમાં શરૂઆતની ધીમી વૃધ્ધિ દરમ્યાન ટુંકાગાળાના આંતરપાક લઈ જમીન, ખાતર, પાણી અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
  • બે કે વધુ પાકો ખેતરમાં જુદા જુદા વાવવા કરતાં સાથે હારમાં વવાતાં હોવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
  • કઠોળ પાકોની આંતરપાકમાં સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
  • આંતરપાક પધ્ધતિમાં છીછરા અને ઉંડા મુળ વાળા પાકોનું વાવેતર કરવાથી જમીનમાં જુદા જુદા સ્તરમાં રહેલ ફળદ્રુપતાનો લાભ પાકને મળી રહે છે.
  • વર્ષ દરમ્યાન ખેડૂત પોતાની જીવન જરૂરીયાત માટે સમતોલ આહાર, શાકભાજી, ફળફળાદી તેમજ પશુઓનો ઘાસચારો મેળવી શકે છે.
  • આંતરપાક પધ્ધતિમાં અમુક પાકો જમીન ઉપર પથરાતા હોવાથી ખેતર લાંબો સમય ઢંકાયેલું રહે છે જેથી પવન અને પાણી વડે થતું જમીનનું ધોવાણ અને ભેજ ઉડી જતો અટકાવી શકાય છે.
  • વરસો વરસ એક જ પાકનું વાવેતર કરવાથી રોગ, જીવાત અને નિંદણોના તેમજ જમીનની તંદુરસ્તીના પ્રશ્નો ઉદભવે છે જે આંતરપાક પધ્ધતિ અપનાવવાથી અમુક અંશે નિવારી શકાય છે.
  • આંતરપાક પધ્ધતિથી આખા વર્ષ દરમ્યાન જુદા જુદા સમયે જુદા જુદા પાકોના ઉત્પાદનમાંથી સમયાંતરે થોડી થોડી આવક મેળવી શકાય છે.
  • રોગ, જીવાત, નિંદામણ અને પ્રાણીઓ દ્વારા ઉત્પાદન માં થતો ઘટાડો ઓછો કરી શકાય છે.
  • આંતરપાક પધ્ધતિથી પાક ફેરબદલીના બધા જ ફાયદાઓ મેળવી શકાય છે.


  આંતરપાક પધ્ધતિની મર્યાદાઓ
  આંતરપાક પધ્ધતિના ઘણા જ ફાયદાઓ હોવા છતાં તેની પણ કેટલીક મર્યાદાઓ છે. જેના કારણે ખેડૂતો ઘણીવાર આંતરપાક પધ્ધતિ અપનાવી શકતા નથી.
  • કાપણી વખતે પાક મિશ્ર થવાનો સંભવ રહે છે.
  • જયાં ખેતીનું સંપૂર્ણ યાંત્રિકરણ થયેલુ હોય ત્યાં આંતરપાક ખેતીના કાર્યોમાં અડચણ પેદા કરે છે.
  • બીજ ઉત્પાદન કાર્યક્રમમાં આંતરપાકથી બીજની ભૌતિક શુધ્ધતા જળવાતી નથી.
  • અમુક રોગ જીવાતોને ટકી રહેવા માટે અનુકુળ વાતાવરણ અને ખોરાક મળી રહે છે.

  આંતરપાકની પસંદગી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ
  આપણે જયારે આંતરપાક પધ્ધતિ માટે જુદા જુદા આંતરપાકોની પસંદગી કરીએ ત્યારે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જેનાથી જમીન, ભેજ અને પોષક તત્વોનો પૂરેપુરો ઉપયોગ થઈ શકે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.
  • આંતરપાકનો જીવનકાળ મુખ્ય પાકના આયુષ્ય કરતાં વધારે અથવા ઓછો હોવો જોઈએ. એટલે કે પસંદ કરેલ પાકો પૈકી અમુક પાકો લાંબા ગાળાના અને અમુક પાકો ટુંકા ગાળાના હોવા જોઈએ.
  • સામાન્ય અને છીછરા મૂળ કરતાં ઉંડા મૂળવાળા પાકો પસંદ કરવા જોઈએ.
  • આંતરપાકની સ્કૂરણ શકિત અને શરૂઆતનો વૃધ્ધિ દર ઝડપી હોવો જોઈએ જેથી નિંદામણને અવરોધી શકે.
  • આંતરપાક મુખ્ય પાકની વૃધ્ધિને અવરોધ કરતો ન હોવો જોઈએ.
  • આંતર પાક તરીકે મોટાભાગે ઓછી ડાળીઓ અને ઓછો ઘેરાવો ધરાવતી જાતો પસંદ કરવી જોઈએ.
  • ધાન્ય વર્ગ સાથે કઠોળ વર્ગના પાકો લેવા જોઈએ.
  • આંતરપાકની પાણી તથા પોષક તત્વોની જરૂરીયાત ઓછી હોય તેવા પાકો પસંદ કરવા જોઈએ.
  • ટુંકા ગાળાના પાકોની કાપણી સરળતાથી કરી શકાય તેવા હોવા જોઈએ.

  સંશોધન આધારીત ભલામણો
  કપાસએ લાંબા ગાળાનો પાક તથા શરૂઆતની વૃધ્ધિ ધીમી હોવાથી અને પહોળા અંતરે વવાતો હોય તેમાં આંતરપાક લેવો ધણો ફાયદાકારક છે.

  દક્ષિણ ગુજરાત વિસ્તાર
  • પિયત કપાસ (ગુજરાત કપાસ સંકર-૬)ની ૧૨૦ સે.મી.નાં અંતરે વાવેલ બે હાર વચ્ચે સોયાબીન (ગુજરાત સોયાબીન- ૧) અથવા અડદ (ઝાન્ડેવાલ) અથવા મગ (ગુજરાત મગ-૨) ની એક હાર વાવવાની ભલામણ છે.
  • બીન પિયત કપાસ (ગુજરાત કપાસ -૧૧)ની બે હાર વચ્ચે અડદ અથવા મગની બે હાર વાવવાની ભલામણ છે.

  ઉત્તર ગુજરાત વિસ્તાર
  • કપાસ (ગુજરાત કપાસ -૧૦) ની જોડ હાર (૬૦-૧૨૦ સે.મી.) માં મગફળી (જુનાગઢ-૧૧) ને આંતર પાક તરીકે લેવાની ભલામણ છે.
  • કપાસ (વી-૭૯૭) ની જોડ હાર (૭-૧૨૦ સે.મી.) માં મગ (ગુજરાત મગ-૨) ને આંતર પાક તરીકે લેવાની ભલામણ છે.

  દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર
  • બિન પિયત કપાસ સી. જે. ૭૩ સાથે મગ, અડદ અથવા મગફળીની આંતરપાક પધ્ધતી અપનાવવાની ભલામણ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના પિયત બીટી કપાસનું વાવેતર કરતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે વધારે વળતર તથા નફા ખર્ચનો વધુ ગુણોતર મેળવવા માટે બીટી કપાસ બાદ તલ અથવા મગફળી ઉભડીનું વાવેતર કરવું.
  • બીટી કપાસ પાક પધ્ધતિ (૨૦૧૧): દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના બીટી કપાસનું વાવેતર કરતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે વધારે વળતર મેળવવા માટે બીટી કપાસ બાદ ઉનાળુ તલ અથવા ઉભડી મગફળીનું વાવેતર કરવું

  ઉતર સૌરાષ્ટ્ર વિસ્તાર
  • સુકી ખેતી પરિસ્થિતીમા કપાસ + તલ (૧.૧) આંતરપાક પધ્ધતિ: ઉતર સૌરાષ્ટ્ર ખેતી આબોહવાકીય વિભાગમાં વરસાદ આધારીત કપાસ+તલ (૧.૧) આંતરપાક પધ્ધતિ અપનાવતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે

  કપાસ અને તલની આંતરપાક પધ્ધતિ
  ઉતર સૌરાષ્ટ્ર ખેતી આબોહવાકીય વિભાગમાં ચોમાસુ ઋતુમાં બે હાર વચ્ચે ૧૨૦ સે.મી.અંતર રાખી જી.કોટ સંકર-૮ બિન પિયત પાક તરીકે ઉગાડતા ખેડુતોને વધુ ચોખ્ખી આવક મેળવવા કપાસની બે હાર વચ્ચે એક હાર તલની વાવવાની ભલામણ કરવામાં આવે છે.
  ઉતર સૌરાષ્ટ્ર ખેતી આબોહવાકીય વિભાગમાં તલ આધારીત આંતરપાક પધ્ધતિ અપનાવતા ખેડુતોને વધુ ઉત્પાદન અને વધુ ચોખ્ખું વળતર મેળવવા તલ+સંકર કપાસ (૩૧) ૧૦૦% ભલામણ કરેલ ઓર્ગેનીક ખાતર મુખ્ય અને ગૌણ પાકને વિસ્તાર પ્રમાણે આપવાની ભલામણ છે.

call now Amrutkamal
kapas vavetar Amrutkamal કપાસ : રોગો વિશે માહિતી
 •  ૧. ખૂણીયા ટપકાં khuniya-tapaka-rog-cotton
  રોગના લક્ષણો : જીવાણુથી થતાં આ રોગનું આક્રમણ જ્યાં જ્યાં અમેરિકન જાતો વાવવામાં આવે છે ત્યાં સવિશેષ દેખાય છે. દેશી જાતો મોટા ભાગે પ્રતિકારક શક્તિ ધરાવે છે. છતાં કેટલીક દેશી જાતોમાં હવે સારા એવા પ્રમાણમાં આક્રમણ થતું જોવા મળે છે. આ રોગ છોડ ઉપરના બધા જ ભાગો ઉપર આક્રમણ કરે છે. જુદા જુદા ભાગો પર આક્રમણ કરે છે તેથી આ રોગ જુદા જુદા નામે ઓળખાય છે. જેમ કે ધરૂં મૃત્યુ, પાનનાં ખૂણિયા ટપકાં, કાળી નસ, જીંડવાનો કોહવારો અને કળિયો.

  આ રોગનું પ્રથમ લક્ષણ બીજપત્ર ઉપર દેખાય છે. પ્રથમ પાણીપોચા વર્તુળાકારના ઘાટા લીલા રંગના ટપકાં દેખાય છે. જે વધીને અનિયમિત આકારના થાય છે અને પાછળથી બદામી અથવા કાળા રંગના થાય છે. રોગનું આક્રમણ વધારે હોય ત્યારે ધરૂં ધબડાઈને મરી જાય છે. સારા પાન ઉપર નીચલી સપાટીએ અને ત્યાર પછી ઉપલી સપાટી ઉપર શરૂઆતમાં પાણી પોચાં અને પાછળથી દબાવી બદામી અથવા કાળા ટપકાં થાય છે, જે નસોથી સિમિત થતાં ખૂણિયાં આકાર ધારણ કરે છે. ટપકાંઓ ૧ થી ૫ સે.મી. આકારના હોય છે. ઘણાં ટપકાઓ ભેગા થતાં કાળા અનિયમિત આકારનાં મોટા ચાઠાં ઉત્પન્ન કરે છે. જેથી પાન સૂકાઈને ખરી પડે છે. આક્રમણ નસોમાં વધતાં કાળી નસની અવસ્થા ઉત્પન્ન થાય છે. આક્રમણ નસોની આજુબાજુ વધી સમગ્ર પાન પર ફેલાય છે. ત્યારબાદ ડૉટ ઉપર આગળ વધે છે. થડ તેમજ ડાળીઓ ઉપરનાં ચાઠાં લાંબા ઘાટા બદામી અથવા કાળા અને બેસેલા હોય છે. ડાળીઓ નમી પડે છે. જેથી લાક્ષણિક કાળિયો અવસ્થા ઉત્પન્ન થાય છે. જીંડવા ઉપર પ્રથમ પાણી પોચા વર્તુળાકાર ચાઠાં પેદા થાય છે. જે પાછળથી બદામી અથવા કાળા રંગના અનિયમિત આકારના અને બેસેલા હોય છે. આક્રમિક જીંડવા અકાળે ખરી પડે છે અને પૂર્ણ વિકસિત જીંડવામાં સડો પેદા થાય છે.

  આ રોગ આવવા માટેના મહત્વના પરિબળો :
  (૧) રોગગ્રસ્ત બીજ ((પ્રાથમિક ચેપ/પ્રાયમરી ઈન્ફેક્શન) (૨) જમીનનું તાપમાન અને ભેજ તથા જીવાતો દ્વારા પડેલ ઘા દ્વારા (સેકન્ડરી ઈન્ફેક્શન)

  નિયંત્રણ :
  (૧) પાકની ફેરબદલી, મોડી વાવણી, જલ્દી પારવણી, સારી ખેડ, જલ્દી પિયત અને નાઈટ્રોજન આપવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. (૨) ઉપદ્રવિત છોડને ઉપાડી નાશ કરવો. તથા પાક પૂરો થતાં પાન, ડાળી જીંડવા વગેરે રોગીષ્ટ અવશેષો વીણી બાળી મૂકવા. (૩) પાકરક્ષાકવચનો ૪૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરો.


 •  ૨. મૂળખાઈ mulkhai-rog-cotton
  ફૂગથી થતો આ રોગ દેશી અને અમેરિકન બંને જાતો ઉપર આક્રમણ કરે છે. ગોરાડું અને જમીનમાં રોગનું પ્રમાણ ઉગ્ર હોય છે, તેથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વિશેષ દેખાય છે. કાળી જમીનમાં રોગનું પ્રમાણ નહિવત્ હોય છે.
  રોગના લક્ષણો : રોગનું ખાસ લક્ષણ એ છે કે છોડ એકાએક અને પૂરેપૂરો ચિમળાઈ જાય છે. રોગ ગોળાકાર વિસ્તારમાં વધે છે. રોગિષ્ટ છોડ સહેલાઈથી ખેંચી કાઢી શકાય છે અને જ્યારે આવા છોડનું નિરીક્ષણ કરવામાં આવે તો મૂળ સડેલા માલૂમ પડે છે, આદિમૂળ સિવાયના અન્ય મૂળ વધારે કહોવાયેલા તેમજ તૂટેલા હોય છે. છોડ ઉપર આક્રમણ વિશેષ હોય ત્યારે છાલ બદામી અને કથ્થાઈ રંગની થઈ જાય છે અને તેની અંદર કાળા જાલસ્મો ઉતિયાં સંકળાયેલા જોવા મળે છે.

  આ રોગનું પ્રથમ લક્ષણ બીજપત્ર ઉપર દેખાય છે. પ્રથમ પાણીપોચા વર્તુળાકારના ઘાટા લીલા રંગના ટપકાં દેખાય છે. જે વધીને અનિયમિત આકારના થાય છે અને પાછળથી બદામી અથવા કાળા રંગના થાય છે. રોગનું આક્રમણ વધારે હોય ત્યારે ધરૂં ધબડાઈને મરી જાય છે. સારા પાન ઉપર નીચલી સપાટીએ અને ત્યાર પછી ઉપલી સપાટી ઉપર શરૂઆતમાં પાણી પોચાં અને પાછળથી દબાવી બદામી અથવા કાળા ટપકાં થાય છે, જે નસોથી સિમિત થતાં ખૂણિયાં આકાર ધારણ કરે છે. ટપકાંઓ ૧ થી ૫ સે.મી. આકારના હોય છે. ઘણાં ટપકાઓ ભેગા થતાં કાળા અનિયમિત આકારનાં મોટા ચાઠાં ઉત્પન્ન કરે છે. જેથી પાન સૂકાઈને ખરી પડે છે. આક્રમણ નસોમાં વધતાં કાળી નસની અવસ્થા ઉત્પન્ન થાય છે. આક્રમણ નસોની આજુબાજુ વધી સમગ્ર પાન પર ફેલાય છે. ત્યારબાદ ડૉટ ઉપર આગળ વધે છે. થડ તેમજ ડાળીઓ ઉપરનાં ચાઠાં લાંબા ઘાટા બદામી અથવા કાળા અને બેસેલા હોય છે. ડાળીઓ નમી પડે છે. જેથી લાક્ષણિક કાળિયો અવસ્થા ઉત્પન્ન થાય છે. જીંડવા ઉપર પ્રથમ પાણી પોચા વર્તુળાકાર ચાઠાં પેદા થાય છે. જે પાછળથી બદામી અથવા કાળા રંગના અનિયમિત આકારના અને બેસેલા હોય છે. આક્રમિક જીંડવા અકાળે ખરી પડે છે અને પૂર્ણ વિકસિત જીંડવામાં સડો પેદા થાય છે.

  નિયંત્રણ :
  (૧) લાંબા ગાળાની પાકની ફેરબદલી તથા નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનું સપ્રમાણ ખાતર, લીલા પડવાશ તરીકે ઢેઈન્ચા (ઈક્કડ) નો ઉપયોગ, છાણિયાં ખાતરનો ઉપયોગ, ટૂંકા ગાળે પિયત, મિશ્રપાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર, રોગનું આક્રમણ ખાળી શકે તે રીતે વાવણીનો સમય વગેરે ઉપાયોથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. (૨) મુલ રક્ષક-૧ નંબર ૪૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે છોડના મૂળમાં ટુંવા સ્વરૂપે આપવું.


 •  ૩. સુકારો sukaro-rog-cotton
  ફૂગથી થતો આ રોગ ભારતમાં દેશી જાતોમાં જોવા મળે છે. જ્યારે અમેરિકન જાતોમાં આ રોગ આવતો નથી. રોગ પ્રેરક જમીનમાં રહે છે, માટે રોગ નિયંત્રણ ખૂબ જ મુશ્કેલ હોય છે. ગુજરાતમાં હાલ રોગ પ્રતિકારક જાત ઉપલબ્ધ હોવાથી રોગનું પ્રમાણ નહિવત્ છે.
  રોગના લક્ષણો : પાકની કોઈપણ અવસ્થામાં રોગનું આક્રમણ થાય છે. છોડની નાની અવસ્થાએ બીજપત્રો ધીમે ધીમે પીળા પડે છે અને ડોંટના ફરતે બદામી વર્તુળ ઉત્પન્ન થાય છે અને છેવટે છોડ સૂકાઈને મરી જાય છે. પુખ્ત છોડમાં શરૂઆતમાં નીચેના પાન જાડા સંકોચાયેલા હોય છે અને રોગ ધીમે ધીમે ટોચ તરફ વધતો જાય છે. રોગનું આક્રમણ વિશેષ હોય ત્યારે પૂરેપૂરા પાન ખરી જતાં ખેતરમાં ઠુંઠો છોડ નજરે પડે છે. છાલની નીચેના ભાગમાં સિમિત હોય છે. રોગિષ્ટ છોડના થડને મૂળને ઊભું વચ્ચેથી ચીરીને જોતાં રસવાહિનીઓ બદામી અથવા કાળી જોવા મળે છે.

  નિયંત્રણ :
  sukaro-rog-cotton (૧) બીજની માવજત, લાંબાગાળાની પાકની ફેરબદલી, સારૂં ગળેલું છાણિયું ખાતર, જરૂરી પોટાશ સાથે નાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  (૨) મૂલ ચૂસક (N) ને એક એકરે ૫૦૦ મિ.લિ. પાણી સાથે આપો.
  (૩) કૃષિઅમૃત એક વિઘે ૧ લિટર પાણી સાથે આપો.


 •  ૪. બળીયા ટપકાં baliya-tapaka-rog-cotton
  ફૂગથી થતો આ રોગ પાકની પાછલી અવસ્થાએ આક્રમણ કરે છે. તેથી ઉત્પાદન પર ખાસ અસર થતી નથી. પરંતુ ઠંડુ અને ભેજમય વાતાવરણ હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાન ખરી જતાં નુકસાનની શક્યતા વધી જાય છે. દેશી તેમજ અમેરિકન જાતોમાં રોગ લાગે છે.
  રોગના લક્ષણો : આ રોગ પાકની પાછલી અવસ્થાએ આક્રમણ કરે છે. સામાન્ય પણ પાકટ અને નીચેના પાન ઉપર નાના, બદામી ગોળ અનિયમિત આકારના ટપકાંઓ ઉત્પન્ન થાય છે, જે પાછળથી આકારમાં વધીને કેન્દ્રિય ભૂત વર્તુળોવાળા અને મોટા ભાગે કેન્દ્રમાં તીરાડવાળા ચાંઠાઓ ઉત્પન્ન કરે છે. પાનની ધારને પણ સામાન્ય પણે ઝાળ લાગે છે. છોડના પાન વિશેષ આક્રમણ હોય ત્યારે સૂકાઈને ખરી પડે છે. પાકટ અને નીચેના પાન પર નાના બદામી ગોળ કે અનિયમિત આકારના ટપકાઓ પડે છે. પાનની ઉપલી સપાટી પર દહીં છાંટેલું હોય તેવો દેખાવ બને છે.

  નિયંત્રણ :
  (૧) મુલ રક્ષક-૧ નંબર ૪૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે છોડના મૂળમાં ટુંવા સ્વરૂપે આપવું.
  (૨) રોગિષ્ટ અવશેષો દૂર કરવા તથા બીજની માવજત કરવી.


 •  5. જીંડવાનો સડો jindavano-sado-rog-cotton
  રોગના લક્ષણો : વિકાસ પામતાં જીંડવા અનેક કારણોથી અસર પામતા હોય છે. શરૂઆતની અવસ્થાએ દેહધાર્મિક કારણોસર કળી કે નાના જીંડવા ખરી જતા હોય છે. પછીની અવસ્થાએ દેહધાર્મિક ક્રિયાના કારણે ખોરાક કે પાણીની અછત તેમજ રોગના કારણે જીંડવાનો વિકાસ અટકવાથી જીંડવા કસમયે ફાટી જતાં હોય છે. આના કારણે બિનરોગપ્રેરક ફૂગો દાખલ થઈ રૂ ની ગુણવત્તા બગડે છે. ઘણા કિસ્સાઓમાં જીંડવાની ઈયળ તથા ચૂસીયા પ્રકારની જીવાતોથી નુકસાન થતા સુક્ષ્મ જીવાણુઓ જીંડવામાં દાખલ થતાં હોય છે. કેટલાક કિસ્સામાં રોગપ્રેરકો તેમાની મેળે જ જીંડવાનો સડો પેદા કરતાં હોય છે. જીંડવાના સડાથી બીજ આંશિક કે પૂર્ણપણે નાશ પામે છે તેમજ રૂ વિવિધ રંગી, કમજોર તથા રૂના તાંતણા તૂટી જાય છે. અસરગ્રસ્ત જીંડવા ખરી પડે છે. રોગકારક ફૂગ જીંડવામાં દાખલ થઈ જીંડવાની શર્કરામાં આથો લાવી જીંડવામાં સડો પેદા કરે છે. રૂ શરૂઆતમાં પીળો પડે છે અને ત્યારબાદ કથ્થાઈ રંગનો થાય છે. નાના જીંડવા ખરી પડે છે અથવા અકાળે ફાટી જાય છે તેથી બીજની અને રૂની માત્રામાં તથા ગુણવત્તામાં ઘટાડો થાય છે.

  નિયંત્રણ :
  jindavano-sado-rog-cotton(૧) બે હાર અને બે છોડ વચ્ચે યોગ્ય અંતર જાળવવું.
  (૨) નાઈટ્રોજનયુક્ત ખાતરનો પ્રમાણસર વપરાશ કરીને છોડની ગીચતા તથા ઘટાટોપ ટાળવાથી રોગ માટેની અનુકૂળ પરિસ્થિતિ નિવારી આ રોગની માત્રા ઘટાડી શકાય છે. નીચેના પાન દૂર કરવાથી પણ ફાયદો થાય છે. ઊભા પાક વચ્ચેથી ભેજ ઘટાડવા તથા હવા ઉજાસ મળે તે માટે જોડીયા પદ્ધતિથી વાવણી કરવી. જીંડવાનો જમીન સાથેનો સંર્પક ટાળવો. આવા બધા ઉપાયો કરવાથી છોડ ફરતેનું હવામાન રોગ માટે માફકસર નહી રહેવાથી જીંડવાના સડાની માત્રા ઓછી કરી શકાય છે.
  (૩) પાકરક્ષાકવચ ૪૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરો.


 •  ૬. દહિંયો તથા છાસિયો
  ફૂગથી થતો આ રોગ ખાસ કરીને દેશી જાતોમાં જોવા મળે છે, પરંતુ હાલ મહારાષ્ટ્ર, તમીલનાડુ, કર્ણાટક, આંધ્ર તેમજ ગુજરાતમાં પણ અમેરિકન જાતોમાં આ રોગ લાગે છે તેવું માલુમ પડેલ છે. ભેજવાળા વર્ષામાં તેમજ નિચાણવાળા ભીના વિસ્તારમાં આ રોગથી નુકસાનની શક્યતા વધી જાય છે.
  રોગના લક્ષણો : દહિયો સામાન્યત: પાકટ પાન ઉપર આવે છે. પાનની ઉપલી સપાટી પર બદામી અથવા રાખોડી રંગના ખૂણિયાં આકારના ટપકાં દેખાય છે. પરંતુ કોઈક વખત આવા ટપકાઓ ઉપલી સપાટી ઉપર પણ દેખાય છે. વિશેષ આક્રમણ હોય ત્યારે પાંદડાઓ ખરી પડે છે.

  નિયંત્રણ :
  (૧) મુલ રક્ષક-૧ નંબર ૪૦ મિ.લિ/૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરો.
  (૨) ૧૦૦ મિ.લિ. લીંમડાનું તેલ, સાબુનું દ્રાવણ ધીરે ધીરે ઉમેરીને તેલને ફાડી નાખવું. આ દ્રાવણમાં ૫૦૦ મી.લી. ગૌમુત્ર, ૧૦ લિટર પાણી, ૧ લિટર ચૂનાનું પાણી ઉમેરી તૈયાર કરી, ૧૫ લિટર પાણી સાથે ૨ લિટર દ્રાવણ ઉમેરી છંટકાવ કરવો.


 •  ૭. કોકડવા
  kokdava-rog-cotton વિષાણું દ્વારા ફેલાતો આ રોગ હજુ આપણે ત્યાં જોવા મળતો નથી. છતાં બીજા રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાયેલ છે. આ રોગ દ્વારા કપાસના પાકને વધુમાં વધુ ૭૦ થી ૭૫ ટકા નુકસાન નોંધાયેલ છે. સફેદમાખી આ રોગનો ફેલાવો કરે છે.
  રોગના લક્ષણો : રોગની શરૂઆતમાં ઉપરના નવા પાન ઉપર જાડી કાળી નસો દેખાય છે. પછી પાન જાડા અને વાંકા વળેલા લાંબા દેખાય છે. પાનની નીચેની બાજુમાં મુખ્ય નસમાંથી લાંબા ગોળાકાર પાન આકારની(કૂંપળો) વૃદ્ધિ પામેલી દેખાય છે. જેથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. ફૂલ અને જીંડવાની સંખ્યા તથા કદ ઘણું ઘટી જાય છે.

  નિયંત્રણ :
  kokdava-rog-cottonઆ રોગના ઉપાય માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઈએ.
  (૧) રોગિષ્ટ છોડ ઉપાડીને નાશ કરવો.
  (૨) મુલ રક્ષક-૩ નંબર ૪૦ મિ.લિ/૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરો.


call now Amrutkamal
kapas vavetar Amrutkamal  કપાસ : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ગુલાબી ચિક્ટો : પીન્ક મિલીબગ
milibug-cotton
 •  ઓળખ ચિન્હ :- આ મિલી બગને નજીકથી જોતાં તે કીટક વર્ગનો હેમીપ્ટેરા ગણના સૂડોકોકસીડી કૂળનું કીટક/જીવાત જણાય છે અને તે “ગુલાબી ચીક્ટો” તરીકે ઓળખાય છે. આ જીવાતનો ઉપદ્રવ કચ્છના વાગડ વિસ્તારમાં ૧૯૯૭માં કપાસની દેશી અને સંકર જાતોમાં સૌ પ્રથમ જોવા મળ્યો હતો. ઓળખ : આ જીવાતની વિશિષ્ટતા એ છે કે તે ગુલાબીથી લાલાશ પડતા બદામી રંગના, શરીરની બે બાજુએ તાંતણા વગરના, પરંતુ શરીરને છેડે મીણના બનેલા બે તાંતણાની બનેલી પૂંછડીવાળા અને રૂ જેવા તાંતણાની બનેલી અંડકોથળીમાં ગુલાબી રંગના ઈંડાં ધરાવે છે. માદા મિલીબગ બે અવસ્થામાં (ઈંડું, અર્ભક અને કોશેટા) પસાર થઈને પુખ્ત બને છે. અર્ભક અવસ્થા ત્રણ વખત કાંચળી ઉતારે છે. પુખ્ત નરને મુખાંગો હોતા નથી જેથી પાકને નુકસાન કરતા નથી, પરંતુ એક જોડી પાંખો હોવાથી ઊંડી શકે છે. આ જીવાત અસંયોગીજનના (નર સાથે સમાગમ વગર)થી પણ પ્રજનન કરી શકે છે. ઈંડાં ગુલાબી રંગના હોય છે. તેમાંથી નીકળતાં બચ્ચાં આશરે ૦.૩૦ મી.મી. લાંબા, ગુલાબી રંગના હોય છે. અવિકસિત માદા અને વિકાસ પામેલી નવી માદા આછા ગુલાબી રંગની, શરીર પર મીણીયો પાવડર ધરાવતી હોય છે. પુખ્ત માદા ૨.૫ થી ૪ મી.મી. લાંબી, પોચા, શરીરવાળી, લંબગોળ આકારની અને થોડી ચપટી હોય છે. દરેક માદા તેના એક અઠવાડિયાના જીવન દરમિયાન અંડકોથળી/ઓવીસેકમાં ૧૫૦-૬૦૦ ઈંડાં મૂકે છે જેમાંથી ૬ થી ૯ દિવસ બાદ બચ્ચાં નીકળે છે. આખું જીવનચક્ર લગભગ ૫ અઠવાડિયામાં પૂરું થાય છે. એક વર્ષમાં ૧૫ જેટલી પેઢીઓ થઈ શકે છે. સૂક્ષ્મ બચ્ચાઓ પાણી, હવા અને અન્ય પ્રાણીઓ મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- milibug-nukshan-cotton આ જીવાત હીબિસ્કસ પ્રજાતિની વનસ્પતિને વધુ પસંદ કરતી હોઈ હીબિસ્કસ મિલીબગ તરીકે ઓળખાય છે. કપાસ ઉપરાંત દ્રાક્ષ, સીતાફળ, જામફળ, કેળા, પપૈયા, આંબા, લીંબુ, ભીંડા, તુવેર, ટામેટા વગેરેમાં પણ નુકસાન કરતી માલૂમ પડેલ છે. એક નિરીક્ષણ પ્રમાણે ખેતરમાં કપાસ કે અન્ય પાક ન હોય ત્યારે શેઢા પાળા, નહેરની બંને બાજુએ, કોતરમાં, વાડમાં પડતર તેમજ બિન ખેડાણ જમીનમાં, ગોચરમાં ઊગતા કાંસકી અને ગાડર જેવા નીંદણ ઉપર આ જીવાત પોતાનું જીવન ગુજારે છે. અનુભવે જણાયું છે કે આ જીવાતનો ખાસ કરીને જ્યારે વરસાદ ખેંચાય તેવા સમયે તેમજ ચોમાસાની ઋતુ પૂરી થયે ઉપદ્રવ વધુ જોવા મળે છે. વાતાવરણિય પરિબળો પૈકી હવામાંનો ભેજ, વરસાદી દિવસો તેમજ પ્રમાણ વધતા જીવાતનો ઉપદ્રવ ઘટે છે. જ્યારે સૂર્યપ્રકાશના કલાકો વધે તો જીવાતનું પ્રમાણ વધતું માલુમ પડેલ છે. જીવાતનો ઉપદ્રવ શરૂઆતમાં એકલ-દોકલ છોડ ઉપર છૂટાછવાયા કુમળા પાન ઉપર જોવા મળે છે. અનુકૂળ વાતાવરણ મળતા જીવાત છોડના કુમળા ભાગો જેવા કે ડૂંખ, કળી, વિકસતાં જિંડવા અને કુમળી ડાળી ઉપર ફેલાય છે. પાક સંરક્ષણના અસરકારક પગલાં ભરવામાં ન આવ્યા હોય તો એકાદ મહિનામાં આખો છોડ રૂના પાતળાં તાંતણાઓથી છવાઈ જાય છે. આ જીવાત સર ચૂસતી વખતે ઝેરી લાળ પણ પાનમાં દાખલ કરે છે જેથી પાન વાંકાચૂકા અને બડોળ થઈ તેની વૃધ્ધિ અટકી જાય છે. ઉપદ્રવિત છોડના પાન પીળા પડી સૂકાઈ જાય છે અને છેવટે ખરી પડે છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે.
  આ બહુભોજી કીટકનાં શરીર ઉપર મીણ જેવા પાવડરનું આવરણ, સમૂહમાં રહેવાની અને ઈંડાં મૂકવાની લાક્ષણિકતા, છુપી જગ્યાએ રહેવાની વર્તણૂક અને છોડ ઉપર ચઢવાની ક્ષમતાને કારણે એકલી જંતુનાશક દવાના છંટકાવ કરવાથી નિયંત્રણ કરવું ઘણું અઘરું છે. ઉત્તમ પ્રકારની માવજતને કારણે વધુ પડતી કપાસની વાનસ્પતિક વૃધ્ધિ આ કીટકને જંતુનાશક દવા સામે રક્ષણ પૂરું પાડે છે. કપાસનાં પાકમાં આડેધડ જંતુનાશક દવાઓનો ઉપયોગ અને વધુ પડતું નુકશાન કરી શકે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  criptolemus-cutton  કપાસના પાકમાં નિયમિત આંતરખેડ અને નીંદણ સમયસર કરતાં રહેવું.  ખેતરમાં, કેનાલની આજુબાજુ, શેઢાપાળા, ખરાબાની જમીન, પડતર જમીન વાડ વગેરે જગ્યાએ ઉગેલ કાંસકી અને ગાડર જેવા નીંદણનો બાળીને નાશ કરવો. શરૂઆતમાં એકલ-દોકલ છોડ ઉપર ઉપદ્રવ જણાય તો આવા છોડના ઉપદ્રવિત પાન/ભાગ જીવાત સાથે તોડીને બાળી નાખવા.
   મુલ રક્ષક-૩ નંબરનો ૭૦ મિ.લિ/૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
   આ ચીક્ટાના કેટલાક પરજીવી અને પરભક્ષી કીટકો નોંધાયેલ છે. ક્રીપ્ટોલેમસ મોનટ્રાઉઝીએરી નામનું ઢાલુયું પરભક્ષી અને એનાગીરીસ કમાલી અને ગીરાનુસોઈડી ઈન્ડીકા નામના પરજીવીઓ આ જીવાતનો અસરકારક રીતે નિયંત્રણમાં રાખે છે. આવા જૈવિક નિયંત્રકો વ્યાપારી ધોરણે બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ થાય તો તેનો ઉપયોગ કરી શકાય. જો કે કુદરતમાં આવા પરભક્ષી અને પરજીવી કીટકો તેમનું કામ કરતાં હોય છે અને જીવાતને કુદરતી રીતે નિયંત્રણમાં રાખે છે. જ્યાં જ્યાં આવા કુદરતી નિયંત્રકો સક્રીય હોય ત્યાં રાસાયણિક કીટાનાશી દવાઓનો છંટકાવ ટાળવો જોઈએ. anagiras-cotton
call now Amrutkamal
activites Amrutkamal રાતા ચૂસિયા
rata-chisiya-cotton
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત લાલ રંગના અને નીચેની બાજુએ આડા સફેદ પટ્ટા ધરાવતા હોય છે. પુખ્ત માદા ૧૦૦ થી ૧૩૦ ઈંડાં જમીનની તીરાડમાં અથવા ભીની જમીનમાં ઈંડાં મૂકે છે. ઈંડાં અવસ્થા ૭ થી ૮ દિવસમાં પૂર્ણ કરી તેમાંથી બચ્ચાં બહાર આવે છે. પાંચ જુદી-જુદી બચ્ચાં અવસ્થા ૪૯ થી ૮૯ દિવસમાં પસાર થઈ પુખ્ત બની જાય છે. પુખ્ત અવસ્થા શિયાળામાં ત્રણ મહિના સુધીની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત અવસ્થા જીંડવામાં કાણું પાડી તેમાંથી રસ ચૂસીને નુકસાન કરતા હોવાથી રૂની ગુણવત્તા નબળી પાડે છે. rata-chusiya-cotton

 •  જીવાત પર નિયંત્રણ :-
  ખેતરમાં રોગગ્રસ્ત છોડને ઉપાડી અને ત્યારબાદ બાળીને નાશ કરવો.
  (૨) ધાન્યવર્ગનાં પાકો સાથે ફેરરોપણી કરવી.
  (૩) જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવા નિચાણવાળા વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે એટલે નિચાણવાળા વિસ્તારમાં પાક લેવો જોઈએ નહી તથા વધારાના પાણીનો નિકાલ કરવો. પિયત ભલામણ મુજબ આપવું.
call now Amrutkamal
activites Amrutkamal ગુલાબી ઈયળ
gulabi-iyal-cotton
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માદા ફુદૂ સફેદ રંગનું અને ચપટું એક ઈંડુ કુમળી ડાળી અથવા પાન, ફૂલ, કળી અથવા લીલા જીંડવા પર મૂકે છે. ઈંડા અવસ્થા ૪ થી ૨૫ દિવસની હોય છે. ઈંડામાંથી નિકળતી જીવાતની નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતી સફેદ અને કાળા માથાવાળી હોય છે. જ્યારે મોટી ઈયળ ત્યારબાદ ગુલાબી રંગની હોય છે. જેથી તેનું નામ ગુલાબી ઈયળ પડ્યું છે. ઈયળ અવસ્થા ૮ થી ૪૧ દિવસની હોય છે. કોશેટા અવસ્થા જમીન પર પડેલા જીંડવામાં અથવા કચરામાં ૫ થી ૭ દિવસમાં પૂર્ણ થાય છે. ગુલાબી ઈયળના પુખ્ત ફુદાં કાળાશ પડતાં હોય છે. ફુદાની આગળની પાંખો પાછળની ધારે અને પાછળની પાંખોની આગળ-પાછળની બંને ધારે પીંછા જેવી રૂંવાટી ધરાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- gulabi-iyal-nukshan-cotton ઈયળો નાની હોય ત્યારે જ કપાસની કળી કે જીંડવાની અંદર કાણું પાડી દાખલ થાય થઈ અંદરના અપરીપક્વ બીજ અને કપાસનાં વિકાસ પામતાં તાંતણા ખાય છે. તે દરમ્યાન કાણું કુદરતી રીતે પૂરાઈ જાય છે જેથી બહારની જીવાતની હાજરીનો ખ્યાલ આવતો નથી. જીંડવા પાક્યા પહેલા ખુલી જાય છે. છેલ્લા બે વર્ષથી આ ઈયળનો ઉપદ્રવ ડીસેમ્બર મહિના પછીથી વધુ જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ધતુરા ના ડોડવા અને પાન બે કિલો ની ચટણી કરી દસ લિટર પાણીમાં ત્રણ-ચાર દિવસ ઢાંકીને જમીનમાં દાટી પછી બાર બે કીલો લીંબડાના પાન નાંખીને ઉકાળો અડધુ થાય ત્યાં સુધીને પંપે 100 મીલી નાખી છંટકાવ કરો.
   મુલ રક્ષક-૩ નબરનો ૪૦ મિલિ./૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરો.
call now Amrutkamal
activites Amrutkamal કપાસની જીંડવા કોરનાર ટપકાંવાળી ઈયળ (સ્પોટેડ બોલ વર્મ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ ઇયળ રંગે બદામી અને સફેદ પીળાં ટપકાંવાળી હોય છે. ઇરીયાસ વાઇટેલાનાં પુખ્ત કીટકની આગળની પાંખમાં લીલા રંગના ફાચર આકારનો પટ્ટો હોય છે. જ્યારે ઇરીયાસ ઇલ્સ્યુલાની ફુદીની આગળની આખી પાંખ લીલા રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાક જ્યારે નાનો હોય ત્યારે ઇયળ ડૂંખમાં કોરે છે. તેથી ડૂંખો કરમાઈ જાય છે.ફુલ ભમરી શરૂં થતા ઈયળો તેને કોરે છે.નાના જીંડવામાં ભરાઈને અંદરનો માવો ખાય છે.તેની હગાર બહાર આવે છે.જીંડવાં કહોવાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાનકથીરી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ચૂસક પ્રકારની આ જીવાત કદમાં નાની અને ચાર જોડ પગ ધરાવે છે. પુખ્ત માદા ત્રણ અઠવાડિયાના ગાળામાં ૧૦૦ થી ૨૦૦ ઈંડાં મૂકે છે. ઈંડાં અવસ્થા ૪ થી ૭ દિવસમાં પુર્ણ કરી બચ્ચાં બહાર આવે છે. બચ્ચાં ૩ થી ૪ દિવસમાં પુખ્ત બની જાય છે. આમ એક વર્ષમાં આ જીવાત ૨૦ જીવનચક્ર પુર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ટેટ્રાનીકીડ કુળની કથીરીઓનો ઉનાળામાં ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ કથીરી પાનની નીચેની સપાટીએ સમૂહમાં રહી જાળું બનાવી, રસ ચૂસતી હોવાથી પાન ઉપર અસંખ્ય સફેદ પીળાશ પડતા ધબ્બા પડી જાય છે. તદ્ઉપરાંત આ જાળામાં ધૂળના રજકણો ભરાવાથી પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયા પણ અવરોધાય છે. પાન પીળા પડી ખરી જાય છે અને છોડની વૃધ્ધિ અટકી જાય છે. આખા છોડ ઉપર આ કથીરી ખૂબ જ ઓછા સમયમાં ફેલાઈ જાય છે અને ભીંડાની શીંગો ઉપર તેની હાજરી (ખાસ કરીને મે-જૂનમાં) જોઈ શકાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal તડતડિયા
tadtadiya-cotton
 •  ઓળખ ચિન્હ :- : પાનના લીલા ચૂસિયાંના બચ્ચાં આછા લીલાશ પડતાં રંગના અને પાંખ વગરનાં હોય છે. જ્યારે પુખ્ત ચૂસિયાં લીલા રંગના અને ફાચર આકારના તથા પાંખવાળા હોય છે. તેઓ વિશિષ્ટ ત્રાંસી ચાલ ધરાવે છે. તેની પાંખો પર છેડાના ભાગે કાળા ધાબા હોય છે. માદા પુખ્ત પીળાશ પડતાં સફેદ રંગના લાંબા ૧૫ જેટલા ઈંડાં પાનની નીચેની બાજુએ નશોમાં મૂકે છે. ઈંડાં અવસ્થા ૪ થી ૧૧ દિવસમાં પુર્ણ થઈ બચ્ચાં બહાર આવે છે. આ બચ્ચાં ૭ થી ૨૧ દિવસમાં પુખ્ત બની જાય છે. પુખ્ત ૩૫ થી ૫૦ દિવસ જીવે છે. આમ આ જીવાત એક વર્ષમાં કુલ ૭ જીવનચક્ર પુર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાન પર જોવા મળતા લીલા ચૂસિયાંના બચ્ચાં તેમજ પુખ્ત કીટક ફક્ત પાનમાંથી જ રસ ચૂસે છે. તેથી પાન પીળા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ફીક્કા દેખાય છે અને આખો છોડ પીળો પડી સૂકાઈ જાય છે. જો કે તેનાથી થતું નુકસાન ભાગ્યે જ વધુ પડતું હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   મુલ રક્ષક-૩ નંબર નો ૫૦ થી ૮૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ પર છંટકાવ કરવો.
   ૫૦ થી ૧૦૦ ગ્રામ તીખું મરચાને ૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી તેનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal સફેદ માખી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- સફેદમાખી કદમાં નાની (૧ મી.મી.લાંબી), સફેદ દુધીયા રંગની પાંખો, પીળાશ પડતાં ઉદરપ્રદેશવાળી તેમજ ચળકતી લીલાશ પડતી આંખોવાળી ધરાવે છે. પુખ્ત માદા પાનના વાળ નજીક ઈંડાં મુકે છે. બચ્ચાં પાંખ વગરના, પુખ્ત કરતા નાના અને હેરફેર કરી શકતા નથી.

 •  નુકસાનનાં પ્રકાર:- આ એક ચૂસક પ્રકારની જીવાત છે. બચ્ચાં તથા પુખ્ત બંને પાનની નીચેની સપાટી પર રહી પાનમાંથી રસ ચૂસે છે. સફેદમાખના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝેર છે. તેના ઉપર સમય જતાં કાળી ફૂગનો ઉપદ્રવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્ર્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. વધુ ઉપદ્રવથી પાન પર ધાબા પડે છે અને રતાશ પડતા બરછટ બને છે અંતે નુકસાનવાળા પાન સુકાઈને ખરી પડે છે. પરિણામે છોડની વૃધ્ધિ અટકે છે. સામાન્ય રીતે વધુ તાપમાન અને ઓછા વરસાદવાળા હવામાનમાં આ જીવાતનો ઉપદ્રવ વધે છે. શિયાળા દરમ્યાન આ જીવાતનું જીવનચક્ર ઉનાળા અને ચોમાસા કરતાં લાંબુ હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-  ૫૦ થી ૧૦૦ ગ્રામ તીખું મરચાને ૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી તેનો છંટકાવ કરવો.
   મુલ રક્ષક-૩ નંબર નો ૫૦ થી ૮૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ પર છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલો (એફીડસ)
molomasi-cotton
 • આ બહુભોજી જીવાત ટામેટા, મરચા, પાપડી, ભીંડા, રીંગણ, તુવેર, કપાસ, વેલાવાળા શાકભાજી, કઠોળવર્ગ, મગફળી, બટાટા, પાનવાળા શાકભાજી, શેરડી, મકાઇ, ગુલાબ, સુર્યમુખી, તમાકુ, પપૈયા વગેરે ઘણા પાકોને મે થી નવેમ્બર મહિના દરમ્યાન જ્યારે વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે વધુ નુકસાન કરતી જોવા મળે છે.
   ઓળખ ચિન્હ :- મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતા રંગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને Cornicals કહે છે. પુખ્ત નર મોલો નાની પાંખવાળી અને પુખ્ત માદા મોલો મોટી પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જન્મ આપે છે. માદા મોલો ૮ થી ૨૨ બચ્ચા પ્રતિ દિન જન્મ આપે છે. આ બચ્ચા ૭ થી ૯ દિવિસમાં પુષ્ત બની જાય છે. પુખ્તનો જીવનકાળ ૨ થી ૩ અઠવાડિયાનો હોય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચકુ પુર્ણ કરે છે.

 • molomasi-nukshan-cotton  નુકસાનનાં પ્રકાર:- મોલોમશીના પુખ્ત તેમજ બચ્ચાં ફૂમળી ડખો તથા પાનની નીચે રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્દવમાં છોડનો વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોય છે જેના ઉપર સમય જતાં કાળી ફુગનો ઉપદ્દવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. આ જીવાત મોટે ભાગે “કોકડવા” અથવા “પંચરંગિયો” રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   સ્ટીકી ટ્રેપ ગોઠવી જીવાતનો ઉપદ્દવની માત્રા ઘટાડી શકાય છે.
   લાલ દાળિયા (લેડી બર્ડ બોટલ) ના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ મોલોનું ભક્ષણ કરે છે. જ્યારે લીલી ફદડી (ક્રાયસોપા) ની ઈયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.  સવારે અથવા સાંજના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૨)નો છંટકાવ કરવો.
   ૧૫ લીટર પાણી સાથે ૫૦ થી ૧૦૦ ગ્રામ લાલ તીખુ મરચું મિશ્રણ કરી સવાર આથવા સાંજ ના સમયે છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાન ખાનારી ઇયળ (લશ્કરી ઇયળ)
lashkari-iyal-cotton
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનું પુખ્ત કીટક આછા ભૂખરાં રંગનું હોય છે. ઈંડાંમાંથી નીકળેલ ઈયળ શરૂઆતમાં ઝાંખા લીલાશ પડતા ભૂખરા રંગની હોય છે. જે મોટી થતાં કાળા ભૂખરા રંગની થાય છે. જીવાતના ઉપરની બાજુએ માથા આગળ તેમજ પાછળના ભાગમાં ત્રિકોણ આકારના કાળા ટપકાંથી આ જીવાતની ઈયળો તુરંત જ ઓળખી શકાય છે. આ કીટકની માદા ૨૦૦ થી ૩૦૦ ના જૂથમાં સરેરાશ ૧૦૦૦ જેટલા ઈંડા મૂકે છે. જેના ઉપર ભૂરાશ પડતી રૂવાંટી ઢાંકેલી હોય છે. પાંચેક દિવસના ઈંડા સેવાય જાય છે. તેમાંથી નીકળેલ ઈયળ ૨ થી ૩ અઠવાડીયાના સમય દરમ્યાન ૬ ઈયળ અવસ્થામાંથી પસાર થઈ જમીનની તિરાડમાં માટીના આવરણમાં અથવા વડેલા પાનની કરચલીઓમાં લાલાશ પડતાં ભૂખરાં રંગનો કોશેટો બનાવે છે. દશેક દિવસ બાદ તેમાંથી આછા ભૂખરા રંગનું ફૂંદું નીકળે છે. એક માદા એના જીવનકાળ દરમ્યાન ૧૦૦૦ થી ૨૦૦૦ જેટલાં ઈંડાં મૂકે છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૬ થી ૮ જીવનચક્ર પુર્ણ કરે છે.

 • lashkari-iyal-cotton  નુકસાનનાં પ્રકાર:- વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની શરૂઆતની અવસ્થાની ઈયળો પાનનો લીલો ભાગ અને કૂમળાં પાન ખાય છે. જ્યારે મોટી ઈયળો નસો સિવાયનો પાનનો ભાગ ખાઈ છોડને ઝાંખરા જેવો કરી નાંખે છે. ઉપદ્રવ વધુ હોય તો છોડની ફક્ત નસો જ જોવા મળે છે. બપોરના સમયમાં ઈયળો છોડના થડની આજુબાજુની જમીનની તીરાડમાં ભરાઈ જાય છે. જ્યારે રાત્રી દરમ્યાન ખોરાક માટે બહાર આવે છે. મગફળીમાં સોયા તેમજ ડોડવા બેઠેલા હોય તે વખતે આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો ઈયળો સોયાને અને ડોડવામાં રહેલા દાણાને ખાઈને પણ નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  કપાસના પાકમાં જીંડવાની ઈયળો છોડના જુદા જુદા ભાગોની અંદર રહીને ખાતી હોવાથી કોઈપણ એકલ દોકલ પધ્ધતિથી નિયંત્રણ કરવાને બદલે ઉપલબ્ધ એવી બધી જ પધ્ધતિઓનું સંકલન કરી નિયંત્રણ વ્યવસ્થાના પગલાં લેવામાં આવે તો જીવાતની વસ્તી સમ્યમાત્રા નીચે રાખી શકાય છે.
  આ અંગેની વિગત નીચે મુજબ છે.
   ઉનાળામાં ઉડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ કોશેટોનું પક્ષીઓ અથવા સૂર્ય પ્રકાશ દ્વારા નાશ થાય છે.
   ખેતરની ફરતે હજારીગલના છોડ રોપવા, ફૂલ આવ્યા બાદ થોડા સમય પછી ફૂલ તોડી બજારમાં વેચી દેવા. જેથી લીલી ઈયળ ઈંડાંનો નાશ કરી શકાય છે.
   ગુલાબી ઈયળથી નુકશાન પામેલ અને ખરી પડેલ ફૂલો, કળીઓ અને જીંડવાઓ એકઠા કરી ઈયળો સહિત નાશ કરવો.
   ગુલાબી ઈયળ કપાસ ઉપરાંત ભીંડા, કાંસકી, હોલીહોક અને લીલી ઈયળ સૂર્યમુખી, તુવેર વગેરે ઉપર પોતાનું જીવન ગુજારતી હોવાથી કપાસમાં ભીંડા, સૂર્યમુખી અને તુવેર જેવા મિશ્ર પાક લેવા નહિ તેમજ શેઢા પાળા ઉપર ઉગેલ કાંસકી, જંગલી ભીંડા, હોલીહોક વગેરે જંગલી છોડનો નાશ કરવો.
   યોગ્ય અંતર અને પ્રમાણસર પિયત અને ખાતરોની માવજત આપવી.
   ઈંડાં તથા ઈયળ અવસ્થાને ભેગા કરીને નાશ કરવો.
   પક્ષીઓને બેસવા માટે ટી (T) આકારના ૨૫ વાંસના થાંભલા પ્રતિ હેક્ટર મૂકવાથી જીવાતનો ઉપદ્રવ ટાળી શકાય છે.
call now Amrutkamal
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal લીલી ઇયળ (હેલીકોવર્પા આર્મીજેરા)
lili-iyal-cotton
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માંદા ફુદું છોડના કુંમળા ભાગ પર આછા પીળા રંગનું ચળકાટવાળુ એક-બે ઈંડું મૂકે છે. ઈયળ લીલા રંગની અને શરીર પર છુટા છવાયા ઘણાં બધા સફેદ રંગના વાળ હોય છે. શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટીઓ હોય છે. કોસેટા અવસ્થા જમીનમાં પૂર્ણ કરે છે. જેનો રંગ કથ્થઈ રંગનો હોય છે. પુખ્ત કીટકની પાંખો પરાળ જેવી અને ભૂખરાં રંગની છાંટવાળી અને પાછળની પાંખો પીળાશ પડતી સફેદ અને કાળી છાંટવાળી હોય છે. એક માદા એના જીવનકાળ દરમ્યાન ૭૦૦ થી ૩૦૦૦ જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાં ૪ દિવસમાં સેવાયને તેમાંથી ઈયળ નીકળે છે. ઈયળ તથા કોશેટા અવસ્થાઓનો ગાળો અનુક્રમે ૧૭ થી ૨૦ દિવસનો તથા ૧૦ થી ૧૩ દિવસનો હોય છે. કોશેટા અવસ્થા જમીનમાં પૂર્ણ કરે છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૭ થી ૮ જીવનચક્ર પૂર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ ઈયળ શરૂઆતમાં પાનની કુંપળો ફૂલ અને કૂંમળો ભાગ ખાય છે. ફળ બેસતાં ફળો કોરીને અંદરનો ભાગ ખાવાનું શરુ કરે છે. ઈયળ ફળ ખાતા સમયે શરીરનો અડધો ભાગ ફળની અંદર તથા બાકીનો ભાગ બહાર હોય છે. આવા કાણાં પડેલા ફળમાં પાછળથી કોહવાઈ જાય છે. lili-iyal-cotton

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal થ્રીપ્સ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત ૧ મી.મી. થી નાના, નાજુક, ફિક્કા પીળાશ પડતાં ભૂખરા રંગની અને કદમાં ખૂબ નાની હોવાથી અનુભવ વિના નરી આંખે દેખાતી નથી. પુખ્તની પાંખોની ધાર રૂંવાટીવાળી હોય છે. જ્યારે બચ્ચાં પાંખ વગરનાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને પુખ્ત પાન, કુમળી ડાળી, ફુલ ઉપર ઘસરકા પાડી તેમાંથી નિકળતો રસ ચૂસે છે. જો ઉપદ્રવ વધુ હોય તો પાન ઉપરની તરફ કોકડાઈ જાય છે અને ત્યારબાદ ખરી પડે છે. ઉપદ્રવવાળો પાનનો ભાગ ભૂખરો કે સફેદ થઈ સુકાઈ જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે. થ્રિપ્સનાં ઉપદ્રવને લઘુત્તમ તાપમાન, બાષ્પદબાણ અને ભેજ જેવા વાતાવરણિય પરિબળો સાથે નકારાત્મક સંબંધ છે એટલે કે આ વાતાવરણિય પરિબળો વધતા કે ઘટતાં અનુક્રમે થ્રિપ્સની વસ્તીમાં ઘટાડો કે ઘટાડો થાય છે. ઉપરોક્ત પરિબળોને લીધે થ્રિપ્સની વસ્તીમાં ૫૫ ટકા જેટલો ફેરફાર જોવા મળે છે. ચોમાસાના પાછળના ભાગમાં થ્રિપ્સનો ઉપદ્રવ વધુ રહે છે. વરસાદ થોડા દિવસ માટે ખેંચાય તો વસ્તી વધે છે. વાતાવરણમાં ૬૦ ટકા ભેજ અને ૨૪ થી ૨૭૦ સે. તાપમાન થ્રિપ્સની વસ્તીમાં વધારો કરવા માટે વધુ અનુકૂળ રહે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-  ૫૦ થી ૮૦ મિ.લિ. મુલ રક્ષક-૨ નંબર ૧૫ લિટર પાણી સાથે છંટકાવ આપવો.
   માટલામાં છાશ ભરી ઉપર કપડુ બાંધી જમીનમાં ૨૫ દિવસ સુધી મુકી રાખી પછી તેને કાઢી ૪૦ થી ૫૦ મિ.લિ. ૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal રાતી કથીરી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત જીવાત બારીક અને લાલ રંગની હોય છે. બચ્ચા લીલાશ પડતા રંગના અને ૩ મિ.મી. લાંબા હોય છે. તે આઠ પગ ધરાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે.પરિણામે પાન ફીક્કા પડી જાય છે.વધારે ઉપદ્રવ હોય ત્યારે પાન ઉપર જાળાં થઇ જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ડૂંખ કોરનારી ઇયળ/ કાબરી ઇયળ
kabari-iyal-cotton
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતની ઈયળ શરીરે ઘણાં કાળા અને બદામી રંગના ટપકાં ધરાવતી હોવાથી તે ટપકાંવાળી ઈયળ અથવા પંચરંગી ઈયળ અથવા કાબરી ઈયળના નામે ઓળખાય છે. આ જીવાતનાં ફૂદાની આગળની પાંખો સફેદ હોય છે અને તેની વચ્ચે ફાચર આકારનો લીલો પટ્ટો હોય છે. પાછળની પાંખો સફેદ રંગની હોય છે. એક પુખ્ત માદા એકી સાથે એક એવા ૨૦૦ થી ૪૦૦ ઈંડાં જીવનકાળ દરમ્યાન આપે છે. છોડ પર જ્યાં વાળ વધુ હોય ત્યાં માદા ઈંડુ મુકવાનું વધુ પસંદ કરે છે. ઈંડાં, ઈયળ, કોશેટા અને પુખ્ત અવસ્થાઓ (દિવસમાં) અનુક્રમે ૩ થી ૪, ૧૦ થી ૧૬, ૪ થી ૯ તથા ૮ થી ૨૨ હોય છે. કોશેટા અવસ્થા છોડ ઉપર અથવા જમીન પર ખરી પડેલા પાંદડામાં હોય છે.

 • kabari-iyal-nukshan-cotton નુકસાનનાં પ્રકાર:- કપાસમાં આ ઈયળ જૂલાઈ અને ઓગષ્ટ મહિનામાં ડૂંખ કોરીને નુકશાન કરે છે. કપાસમાં ફૂલ, ભમરીની શરૂઆત થાય પછી આ ઈયળ ફૂલ, ભમરી અને જીંડવામાં કાણાં પાડી દાખલ થઈ અંદરનો ભાગ ખાઈ પુષ્કળ નુકશાન કરે છે. આ જીવાતથી નુકશાન પામેલ ભમરી, કળી અને ફૂલ ખરી પડે છે. ભમરી, કળી તેમજ જીંડવામાં પાડેલ કાણાં ઈયળની હગારથી પુરાઈ જાય છે. ક્યારેક નુકશાન થયેલ જીંડવામાંથી ગુંદર જેવો પદાર્થ પણ ઝરે છે. જીંડવાને નુકશાન કરતી બધી જીવાતો પૈકીની આ જીવાતથી પાકને વધુ નુકશાન થાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ધતુરા ના ડોડવા અને પાન બે કિલો ની ચટણી કરી દસ લિટર પાણીમાં ત્રણ-ચાર દિવસ ઢાંકીને જમીનમાં દાટી પછી બાર બે કીલો લીંબડાના પાન નાંખીને ઉકાળો અડધુ થાય ત્યાં સુધીને પંપે 100 મીલી નાખી છંટકાવ કરો.
   પાકરક્ષાકવચ ૪૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરો.
   મુલ રક્ષક-૩ નંબર ૪૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરો.
call now Amrutkamal
kapas vavetar Amrutkamal કપાસ : જીવાતો વિશે માહિતી
kapas vavetar Amrutkamal
 •  અગત્યની જીવાતો :- કાબરી ઇયળ, લીલી ઇયળ,ગુલાબી ઇયળ, પાનકથીરી, મીલીબગ (ચિકટ)
 • • જીવાત સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.

  • પિંજર પાક તરીકે કપાસની ૧૦ હાર પછી એક હાર દિવેલા અને પીળા ગલગોટાનું વાવેતર કરવું.

  • કપાસની સાથે મકાઇ અથવા જુવાર અને ચોળીની છાંટ (૧૦ % છોડ પ્રમાણે) નાખવી.

  • ચૂસિયા પ્રકારની જીવાતો સામે “ક્રાયસોપર્લા“ નામના પરભક્ષી કીટકની ૨ થી ૩ દિવસની ઉંમરની ઇયળો,૧૦,૦૦૦ ની સંખ્યામાં પ્રતિ હેકટર પ્રમાણે ૧૦ દિવસનાં અંતરે ૩ થી ૪ વખત છોડવાથી સારૂ નિયંત્રણ મળે છે.

  • કપાસનાં પાકનું નિયમિત અવલોકન કરવું ટપકાવાળી ઇયળનાં નુકસાનથી કરમાઇ ગયેલ ડૂંખોનો ઇયળ સહિત તોડી નાશ કરવો. લશ્કરી ઇયળનાં ઇંડાં તથા પથ્રમ અવસ્થાની ઇયળનાં સમુહ શોધી તેનો નાશ કરવો. મોટી ઇયળોને છોડ પરથી વીણી લેવી.

  • ઇયળોનાં નિયંત્રણ માટે કપાસનાં ખેતરમાં પક્ષીઓને બેસવા માટે અંગ્રેજી "T" આકારનાં ૫૦ થી ૧૦૦ ટેકા/હેકટર ઉભા કરવા.

  • કપાસનો પાક પૂર્ણ થાય બાદ સાંઠીઓ ઉપાડી લેવી તથા સાંઠીનાં નાના ટુકડાં કરી ખાડામાં નાખી વૈજ્ઞાનિક ધોરણે બનાવેલ કમ્પોસ્ટ ખાતર બનાવવું.

  • મીલીબગ બહુભોજી જીવાત છે. તે વિવિધ યજમાન છોડ પર નભે છે. તેથી ખેતર તથા શેઢાપાડા સાફ રાખવા.

  • કપાસના વાવેતરના ૩૦ દિવસ બાદ મિલીબગનો ઉપદ્રવ શરૂ થયે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. + ૧૦ ગ્રામ કપડાં ધોવાનો પાવડર પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૮-૧૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ ૨-૩ છંટકાવ કરવા.

  • જૈવિક નિયંત્રકો જેવા કે વર્ટીસીલીયમ લેકાની ,બીવેરીયા બેસીયાના ,મેટારીઝયમ એનીસોપ્લી ફૂગનું કલ્ચર ૪-૫ ગ્રા./લિટર પાણી મુજબ પાકની શરુઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ જણાય ત્યારે છંટકાવ કરી શકાય.

  • બેસીલસ થુરીન્જીએન્સીસ યુક્ત દવા (બી.ટી. પીવડર) : ૧.૦ થી ૧.૫ કી.ગ્રા./હે. ૭૦૦ થી ૮૦૦ લી. પાણીમાં મેળવીને દવા છાંટવાથી જીંડવાની ઇયળોનુ નિયંત્રણ કરી શકાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
kapas vavetar Amrutkamal કપાસ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
kapas vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  kapas vavetar Amrutkamal
call now Amrutkamal
kapas vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message