amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

magfali vavetar Amrutkamal  કાજુના વાવેતર અને રોગો વિશે માહિતી

magfali vavetar Amrutkamal કાજુ : વાવેતર વિશે માહિતી
 • ખેતી વ્યવસ્થા :
  હાલ ભારતમાં કાજુનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો કેરાલા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકા, માહારાષ્ટ્ર અને ગોવા છે. જે પૈકી ૫૬.૪ ટકા ઉત્પાદન કેરાલા માંથી મળે છે. ૧૯૯૦ના અંદાજ મુજબ ભારતમાં કાજુનું આશરે ૫ લાખ હેક્ટરમાં વાવેતર થયેલ હતું. તેમાંથી લગભગ ૨.૨૪ લાખ ટન જેટલું ઉત્પાદન મળેલ છે. કાજુ સુકામેવામાં અગત્યનું સ્થાન છે. આજે કાજુ એ વિદેશી નાણાં મેળવી આપતા મહત્વના પ્લાન્ટેશન પાક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પામેલ છે. એફ.એ.ઓ. (FAO) ના ર૦૧ર ના અહેવાલ મુજબ આ પાક હાલમાં અંદાજે ૪પ.૯૭ લાખ હેકટર વિસ્તારમાં કરવામાં આવે છે અને ૩૭.ર૦ લાખ ટન રો નટસનું ઉત્પાદન થાય છે. કાજુનાં ઉત્પાદનમાં ભારત મોખરાના દેશોમાંનુ એક હોવા છતાં તેની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં છેલ્લા ઘણાં વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકો, ડાંગ જિલ્લો તેમજ સેલવાસ અને દમણમાં પધ્ધતિસર કાજુની ખેતી કરવામાં આવે છે.

  જમીન અને જમીનની તૈયારી :
  સારા નિતારવાળી ઊંડી ગોરાળું બેસર કે મધ્યમ કાળી જમીન વધુ અનુકુળ આવે છે. નદી કે દરિયાકાંઠાની ઊંડી કાપાળ જમીન વધુ માફક આવે છે.

  આબોહવા :
  કાજુ ગરમ અને ભેજવાળા હવામાનનો પાક છે પરંતુ સુકા અને અર્ધસુકા વિસ્તારમાં પણ થઈ શકે છે. આ ફળઝાડ ઘણીજ ગરમી સહન કરી શકે છે પરંતુ વધારે લાંબા સમય સુધી રહેતી સખત ઠંડી તથા હીમ સહન કરી શકતું નથી. ફુલ આવવાના સમયથી ફળ પાકવાના સમય દરમ્યાન ૩૬૦ સે. કરતા વધારે ઉષ્ણતામાન ફળ ધારણમાં નુકસાન કરે છે અને ફળનું ખરણ થાય છે. સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ ૬૦૦ મી.મી. સુધીના વરસાદવાળા વિસ્તારમાં કાજુનો પાક સારી રીતે ઉછેરી શકાય છે.

  બીજ દર અને વાવણીનું અંતર :
  કાજુમાં ૭.પ મી. × ૭.પ મી. (૧૭૭ કલમ/હેકટર) અથવા ૮ મી. × ૮ મી. (૧પ૬ કલમ/હેકટર) ના અંતરે રોપણી કરવી. જે તે જગ્યાએ ઉનાળામાં ૬૦ સેમી. × ૬૦ સેમી. × ૬૦ સેમી. ના માપના ખાડા પસંદ કરેલ જગ્યાએ ખોદી ૧પ થી ર૦ દિવસ તપવા દેવા. ચોમાસા પહેલા ખાડામાં ૧૦ કિ.ગ્રા. સારી રીતે કોહવાયેલું છાણીયું ખાતર ખાડાની માટીમાં ભેળવી ખાડા પુરી દેવા. ચોમાસાના એકાદ બે સારા વરસાદ બાદ જુન–જુલાઈ માસમાં તંદુરસ્ત અને પ્રમાણિત નૂતન કલમની રોપણી કરવી હિતાવહ છે. કલમ રોપતી વખતે હળવેથી પોલીથીન બેગને દૂર કરી કલમનો સાંધો જમીનથી પ સે.મી. ઉપર રહે તે રીતે તૈયાર કરેલ ખાડામાં બરાબર વચ્ચે રોપીને ચારેબાજુની માટી હળવેથી દબાવીને કલમ સીધી ઉભી રહે તે માટે વાંસ કે લાકડાનો ટેકો આપી દોરીથી બાંધવી.
  શરૂઆતમાં વર્ષોમાં સાંકડા ગાળે ૪ મી. × ૪ મી. (૬રપ કલમ/હેકટર) ના અંતરે કલમ રોપી ૧૦ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે અને ત્યારબાદ આંતરે ગાળે એક–એક કલમની હાર દુર કરવાથી ૮મી. × ૮મી. નું નિયમિત વાવતેર રાખી શકાય છે. સાંકડા ગાળે (૪ મી. × ૪ મી. અંતરે) કાજુની રોપણી ઓછી ફળદ્રુપ જમીનમાં વધારે અનુકૂળ આવે છે કારણ કે આવી જમીનમાં કાજુના ઝાડનો વિકાસ ધીમો થાય છે તેથી જો નિયમિત અંતરે (૮મી. × ૮મી.) વાવેતર કરવામાં આવે તો શરૂઆતની અવસ્થામાં ઉત્પાદન ઓછું મળે છે.

  ખાતર વ્યવસ્થા :
  કાજુનું ઝાડ સામાન્ય રીતે ૩ વર્ષની ઉંમરથી ૪૦ વર્ષની ઉંમર સુધી વ્યાવસાયિક ધોરણના ફળ આપે છે. જેથી તેને જરૂર પુરતું પોષણ મળી રહે તે માટે ખાતર આપવાની જરૂર રહે છે. ઝાડની વૃધ્ધિ, વિકાસ તેમજ ગુણવત્તા સભર ઉત્પાદન મેળવવા માટે સેન્દ્રિય (છાણિયું ખાતર) ખુબજ જરૂરી છે અને પ્રમાણસર જટાયું (ઓર્ગેનિક કાર્બન) ખાતર પણ આપવું જોઈએ. કાજુના પુખ્ત ઝાડને પ૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અને ૭પ૦ ગ્રામ નાઈટ્રોજન, ૧પ૦ ગ્રામ ફોસ્ફરસ અને ૧પ૦ ગ્રામ પોટાશ આપવું. સેન્દ્રિય ખાતરનો સંપૂર્ણ જથ્થો જુન માસમાં આપવો. જટાયું (ઓર્ગેનિક કાર્બન) ખાતરનો જથ્થો ઝાડનાં ઘેરાવાને ધ્યાનમાં રાખી થડથી ૧ થી ૧.પ મીટર દુર ૧પ થી ર૦ સે.મી. ઊંડાઈએ આપી માટીથી ઢાંકવો. જમીનમાં પૂરતો ભેજ ન હોય તો પાણી આપવું.

  પિયત વ્યવસ્થા :
  નવી રોપેલ કલમ ને ચોમાસામાં જયારે વરસાદની ખેંચ પડે ત્યારે પિયત આપવું. જમીનના પ્રકારને ધ્યાનમાં લઈ શિયાળામાં ૧૦ થી ૧પ દિવસે અને ઉનાળામાં ૮ થી ૧૦ દિવસે પ્રથમ ૩ વર્ષ સુધી પાણી આપવું. કાજુનાં પુખ્ત વયના ઝાડ પાણી વિના મરી જતા નથી પરંતુ જો પાણીની સગવડ હોય તો ફુલ આવ્યા પછી પિયત આપવામાં આવે તો વધારે ઉત્પાદન મેળવી શકાય છે. આ ઝાડ પાણી નો ભરાવો સહન કરી શકતુ નથી માટે યોગ્ય નિતારની વ્યવસ્થા કરવી જરૂરી છે.

  આંતરપાક :
  શરૂઆતના વર્ષોમાં બે હાર વચ્ચે રહેલી ખાલી જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય તે માટે ૩ થી ૪ વર્ષ સુધી આંતરપાક તરીકે કઠોળ પાકો જેવા કે ચોળી, તુવેર,અડદ અને તેલીબિયાના પાકો જેવા કે મગફળી, ખરસાણી લઈ શકાય. ફળપાકોમાં કેળ, પાઈનેપલ જેવા ટુંકાગાળાના પાકો પણ લઈ શકાય. આ સિવાય શાકભાજીના પાકો પણ આંતરપાક તરીકે લઈ વધારાની આવક મેળવી શકાય છે.

  નિંદણ નિયંત્રણ :
  વર્ષમાં બે વખત ઝાડના થડની ફરતે ગોડ કરી જમીન પોચી અને ભરભરી રાખવી. કાજુના ઝાડ નીચેની જમીનને ઊંડી ખેડ કે ગોડ કરવી નહિ. ઊંડી ખેડ કે ગોડ કરવામાં આવે તો કાજુનાં ઝાડના મૂળ તુટી જવાથી છોડનો વિકાસ અવરોધાય છે.

  કેળવણી અને છાંટણી :
  પ્રથમ વર્ષ દરમ્યાન કાજુનાં મુળકાંડ ઉપરથી એટલે કે કલમનાં સાંધાની નીચેના ભાગથી નીકળતી નવી ફુટ સમયે–સમયે કાઢતા રહેવું. શરૂઆતની ડાળીઓ જમીનની સપાટીથી ૧ મીટરની ઉંચાઈ પછી દરેક દિશામાં ફેલાય તેવું સમતોલ માળખું વિકસાવવું. કાજુના છોડના વિકાસના જુદા જુદા તબકકે જરૂરીયાત મુજબ યોગ્ય પ્રમાણમાં છાંટણી કરવી જરૂરી છે. કાજુમાં છાંટણીનું કાર્ય ઓગષ્ટ–સપ્ટેમ્બર માસમાં કરવું હિતાવહ છે. પુખ્ત વયનાં ઝાડમાં ફળની લણણી બાદ નબળી, સુકાઈ ગયેલી, રોગિષ્ટ ડાળીઓ, ખેતકાર્યોમાં નડતરરૂપ ડાળીઓ તથા એકબીજાને અડતી ડાળીઓ દૂર કરવી. છાંટણી કર્યા બાદ કાપેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ લગાવવું હિતાવહ છે.

  ઉત્પાદન :
  કાજુની ખેતીમાં સમયસર માવજત કરવાથી હેકટરે ર૦૦૦ થી ૩૦૦૦ કિલો ઉત્પાદન લઈ શકાય છે અને કાજુના નટસમાંથી પ્રોસેસીંગ કરતાં તેની જાતોને ધ્યાને લેતાં ર૦ થી ૩૦ ટકા ખાવાલાયક કાજુ (કર્નલ) મળે છે.

call now Amrutkamal
magfali vavetar Amrutkamal કાજુ : રોગો વિશે માહિતી
 •  (૧) ડાયબેક : પીંક ડીસીઝ
  disease-in-cashew-nuts લક્ષણો :
  આ ફુગજન્ય રોગ છે. સામાન્ય રીતે ચોમાસામાં આ રોગનો ઉપદ્રવ વધુ હોય છે. શરુઆતમાં આ રોગના અસરવાળી ડાળી ઉપર સફેદ ધાબા દેખાય છે. બાદમાં આ ફુગ ગુલાબી રંગ ધારણ કરે છે. છાલનો આ ભાગ ધીમે ધીમે ફાટી જઈને ઉખડવા લાગે છે. અને રોગગ્રસ્ત ડાળી ટોચથી સુકાવા લાગે છે.
  નિયંત્રણ:
   રોગિષ્ટ ડાળીઓ કાપી બાળી નાખવી.
   કાપેલ ડાળીના બાકીના ભાગ ઉપર મૂલ રક્ષક (૧)નો પેસ્ટ લગાડવી.
   રોગના આવે તે માટે મૂલ રક્ષક (૧) છંટકાવ વર્ષમાં બે વાર મે-જૂન અને ઓક્ટોબરમાં કરવો.
 •  (૨) ધરુનો કોહવારો : ડેમ્પિંગ ઓફ
  લક્ષણો :
  નર્સરીમાં થતો આ રોગ કાજુના પાકને ખૂબ જ નુકસાન કરે છે. જ્યાં પાણીનો ભરાવો રહેતો હોય ત્યાં આ રોગ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે.
  નિયંત્રણ:
   પાણી ન ભરાતુ હોય તેવી જ્ગ્યા તેવી જગ્યા પસંદ કરવી.
   મૂલ રક્ષક (૧)નું મિશ્રણ ક્યારામાં રેડવું.
call now Amrutkamal
magfali vavetar Amrutkamal  ફણસ : જીવાતો વિશે માહિતી
jivaat Amrutkamal ટી મોસ્કયુટો બગ્સ
tea-mosquito-bug-cashew-nuts-plant
 •  ઓળખ ચિન્હ :- આ કીટકના બચ્ચાં અને પુખ્ત કીટક તાજા કુમળા પાન અને ડાળીમાંથી રસ ચૂસે છે. કીટક દ્વારા પાન/ડાળીમાં દાખલ કરાયેલ સૂંઢવાળી જગ્યાએથી નહીવત જેવી માત્રામાંથી રસ બહાર આવે છે અને તે જગ્યાએ ધબ્બાં ઉપસી આવે છે. ધબ્બાનો મધ્યભાગ ભૂખરા રંગનો જોવા મળે છે. સમય જતાં તમામ ધબ્બાઓ એકઠા થાય છે, પરિણામે પાન કાળુ પડી ચીમળાઈ જાય છે અને અંતે ખરી પડે છે. નુકશાનની તીવ્ર માત્રાએ નવી તાજી નીકળેલ ડાળી અને મોર સુકાઈ જાય છે. બચ્ચાં અને પુખ્ત કીટકો કુમળી ડાળીઓ, પાન, મોર અને કુમળા ફળ તેમજ નટસમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. શરૂઆતમાં જયાંથી રસ ચૂસે તે જગ્યાએ પાણીપોચા ધબ્બા જોવા મળે છે જે સમયાંતરે એકઠા થઈ ભૂખરા ધબ્બામાં પરિણામે છે અને અંતે નુકશાનવાળો ભાગ સૂકાઈને ખરી પડે છે. ફુટ (વાનસ્પતિક વૃધ્ધિ) અને ફુલ અવસ્થાએ હળવા વરસાદથી આ કીટકની નુકશાનની માત્રા વધે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- : આ જીવાત પાકની ત્રણ અવસ્થાએ આવી ખૂબ નુકશાન કરતુ હોય છે. છોડમાં નવી ફુટ આવે ત્યારે, ફુલ આવવાના સમયે, કાજુ ફળ બેસે એ સમયે. આ જીવાત પોતાના મજબૂત મૂખાંગો દ્વારા કુમળી ડાળીઓ, ફુલ્ગુચ્છમાંથી અને કાજુ ફળમાંથી રસ ચૂસી લે છે. તે પહેલા તેનું લાળ છોડની અંદર દાખલ કરે છે જે ખૂબ જ ઝેરી હોય છે. વધુ ઉપદ્રવ હોય તો ડાળી સુકાઈ જાય છે. આ જીવાતની આડ અસર રુપે ફુલગુચ્છ ઉપર બ્લાઈટનો રોગ આવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   આ જીવાતના પરભક્ષીઓ જેવા કે કરોળીયો અને ખડ માકડી દ્વારા જૈવિક નિયંત્રણ થતું જોવા મળે છે.
   આ જીવાતના નિયંત્રણ માટે મૂલ રક્ષક (૩)નો છંટકાવ કરવો.

call now Amrutkamal
jivaat Amrutkamal કાજુની પ્રકાંડ અને મૂળ કોરી ખાનાર ઈયળ
root-Eagle-cashew-nut
 •  ઓળખ ચિન્હ :- : નાની ઈયળ શરૂઆતમાં કાજુના પ્રકાંડ અથવા મૂળમાં કાણું પાડી અંદર દાખલ થાય છે જયાં તે પ્રકાંડ અથવા મૂળમાં અસ્તવ્યસ્ત બોગદું બનાવી તેમાં રહેલ રસવાહિનીઓને કોરીને નુકશાન કરે છે. જેના પરિણામે નુકશાનવાળા ભાગમાંથી ગુંદર તેમજ વ્હેર જેવો પદાર્થ નીકળતો જોવા મળે છે. વધુ પડતાં રસવાહિનીઓને નુકશાન થતાં પાનને તેમજ ડાળીને પૂરતું પોષણ ન મળવાને કારણે પાન પીળા પડી ખરી જાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઈંડામાંથી નીકળેલ ઈયળ થડ અથવા ડાળીની અંદર રહી કોરીને ખાય છે. કીટકની હગાર તથા લાકડાના કુચા કાણામાંથી બહાર નીકળે છે જેથી ઉપદ્રવવાળી ડાળી અને થડ સુકાય જાય છે. માદા કીટક ઉઅનાળામાં ઝાડની છાલમાં પડેલ ઘામાં ઈંડા મુકે છે. ઉનાળામાં આ જીવાતનો ઉપદ્રવ વધી જાય છે. જો વરસાદ વધુ હોય તો ઉપદ્રવ નહિવત હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   થડ પર પડેલા ઘા અને ડાળી પર જોવા મળતી ગેલેરી પર બોર્ડો પેસ્ટ લગાવવી. કાણાની અંદર લોખંડનો તાર નાખી મેઢને મારી નાખવો.
   જો મેઢ ઉંડે ઊતરી ગયો હોય તો કાણું સાફ કરી કાણામાં પેટ્રોલ કે કેરોસીનવાળુ કપાસનું કે કાપડનું પોતું દાખલ કરે કાણું ચીકણી માટીથી બંધ કરવું.

call now Amrutkamal
cashew-nuts vavetar Amrutkamal કાજુ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
cashew-nuts vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  magfali vavetar Amrutkamal
call now Amrutkamal
magfali vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message