amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

Jasmine-flower vavetar Amrutkamal  મોગરોના વાવેતર અને રોગો વિશે માહિતી

Jasmine-flower vavetar Amrutkamal મોગરો : વાવેતર વિશે માહિતી
  •  ખેતી વ્યવસ્થા :
    jasmine-flower-farming-in-indiaમોગરો એ સફેદ રંગનું સુગંધદાર પુષ્પ છે. તેને સામાન્ય રીતે અંગ્રેજીમાં જાસ્મીન તરીકે ઓળખવામાં આવે છે. જો કે જાસ્મીન વર્ગમાં જુઈ, ચમેલી વગેરે પુષ્પોનો પણ સમાવેશ થાય છે. પરંતુ સુશોભનનું દ્રષ્ટિએ મોગરાનું સ્થાન આગવું છે. ખાસ કરીને ઉનાળામાં આવતા સફેદ રંગના અને માઠી આહલાદ્ક સુગંધવાળા મોગરાના ફૂલ શણગાર માટે, વેણી ગજરાની બનાવટ માટે ખાસ ઉપયોગમાં લેવાય છે. તેમાંથી ખૂબ જ કિંમતી સુગંધી તેલ કાઢવામાં આવે છે. જેની કિંમત આશરે રૂ.૨૫૦૦/- પ્રતિ કિલોગ્રામ જેટલી મળે છે. મોગરા ઘરઆંગણે ક્યારામાં તેમજ કુંડામાં ઉછેરી શકાય છે. બગીચામાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે.
    મોગરાની ખેતી દક્ષિણ ભારતમાં તમિલનાડું અને કર્ણાટક ના વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં થાય છે. જેનો ઉપયોગ ખાસ કરીને સુગંધી તેલ (અત્તર) કાઢવામાં થાય છે. ઉત્તર ભારતમાં લખનૌમાં મોગરાની ખેતી કરવામાં આવે છે. તદ્ઉપરાંત પુના તથા નાસિક જેવા વિસ્તારમાં પણ મોગરા સારા એવા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.

     આબોહવા
    મોગરાના પાકને ખાસ કરીને પૂરતો પ્રકાશ મળી શકે તેવી સારી નિતારવાળી ખૂબ જ ભારે નહીં તેવી જમીન વધુ પ્રકારના હવામાનમાં સારી રીતે ઉછેરી શકાય છે. પરંતુ વ્યાપારિક રીતે ઉત્પાદન મેળવવા માટે સમઘાત હવામાન ખાસ જરૂરી છે.

     જમીન અને જમીનની તૈયારી
    આ પાકને ૦.૭૫ X ૦.૭૫ મીટર અથવા ૧ X ૧ મીટરના અંતરે વાવવો હિતાવહ છે. ખાડા ૩૦ X ૩૦ X ૪૫ સે.મી. ના કરવા જરૂરી છે. દરેક ખાડામાં સારું કોહવાયેલુ છાણિયું ખાતર નાંખવું તેમજ ઉધઈનો ઉપદ્રવ અટકાવવા ખાડા દીઠ અમૃકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૧ નંબર ૫ થી ૧૦ ગ્રામ ૫ લિટર પાણી સાથે મિશ્ર કરી ખાડામાં નાંખી વાવેતર કરવું.

     વાવેતર
    મોગરાનું વર્ધન કટકા અથવા દાબ કલમથી કરવામાં આવે છે. મોગરાના વાવેતર માટે ચોમાસાની શરૂઆત થી સપ્ટેમ્બરના અંત સુધી ફેબ્રુઆરી-માર્ચનો સમયગાળો યોગ્ય છે.

     ખાતર
    મોગરાના પાકને દર વર્ષે છોડ દીઠ ૨ થી ૩ કિલો છાણિયું ખાતર અને અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ જટાયુ ૧ કિલો માટીમાં બરાબર ભેળવીને આપવું.

     પિયત
    જમીનની પ્રત તેમજ આબોહવા પ્રમાણે ઉનાળામાં ચાર થી પાંચ દિવસે પિયત આપવું. શિયાળા દરમ્યાન છોડને પિયત બંધ કરી સુષુપ્ત અવસ્થામાં રાખી આરામ આપવો.

     માવજત
    ગલગોટા પાકને ટેકા આપવા અને ફૂલકળી ચુંટવી (પીંચીગ) જેવી ખાસ માવજતની જરૂર પડે છે.
    ૧. ટેકા આપવા : ગલગોટાની ઉંચી વધતી જાતોનો વિકાસ થતાં છોડ ઢળી ન પડે માટે ફૂલો બેસતા પહેલા છોડના થડમાં માટી ચઢાવવી તેમજ દરેક છોડના થડ પાસે પાતળી લાકડી જમીનમાં ખોસીને ઢીલી દોરીથી એક થી બે જગ્યાએ લાકડી સાથે બાંધી ટેકો આપવાથી છોડ ઢળી પડતા નથી. જેથી ફૂલોની ગુણવત્તા બગડતી અટકાવી શકાય છે.
    ૨. ફૂલકળી ચુંટવી (પીંચીગ) : ગલગોટામાં આફ્રિકન જાતોમાં આ માવજત ફાયદાકારક માલુમ પડે છે. છોડની ફેરરોપણી બાદ ૩૫ થી ૪૦ દિવસે છોડની અગ્રકલિકા દૂર કરવી જેથી કક્ષકલિકાઓમાંથી નવી ડાળીઓ જુસ્સભેર ફૂટે, છોડનો ફેલાવો સારો થાય અને સારી ગુણવત્તા વાળા વધુ ફૂલો મળે.

     છાંટણી
    jasmine-flower-farming મોગરા મુખ્યત્વે ઉનાળામાં ફૂલ આપે છે. જ્યારે શિયાળા દરમ્યાન સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેથી ખાસ કરીને નવેમ્બરના ત્રીજા અઠવાડીયા થી ડિસેમ્બરના ત્રીજા અઠવાડીયા સુધીમાં છાંટણી કરવી હિતાવહ છે. છાંટણી વખતે નબળી, વેલા જેવી ડાળીઓ તેમજ તંદુરસ્ત ડાળીઓના ૧/૩ ભાગ જેટલો ભાગ દૂર કરવામાં આવે છે. છાંટણી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં છોડને છાંટણીના એક માસ અગાઉ પાણી બંધ કરવું જરૂરી છે. જો આ પાકમાં ફાલવૃધ્ધિ નો ૫૦ થી ૭૦ મિ.લિ./૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી તેનો છંટકાવ બાદ ૪૫ થી ૫૦ દિવસે કરવામાં આવે તો ઉત્પાદનમાં આશરે ૩૦ થી ૩૫ ટકા જેટલો વધારો મેળવી શકાય છે.

     ફૂલોનું ઉત્પાદન
    મોગરામાં વ્યાપારિક ધોરણે ફૂલ ઉત્પાદન ત્રીજા વર્ષથી મળવાનું શરૂ થાય છે. જે પાંચમાં વર્ષ મહત્તમ હોય છે. સામાન્ય રીતે મોગરામાં ૧૦ થી ૧૫ વર્ષ સુધી નફાકારક ઉત્પાદન મેળવી શકાય છે. હેક્ટરે લગભગ ૮૦૦૦ થી ૧૦૦૦૦ કિલો ઉત્પાદન મળે છે.

     જાતો
    મોગરામાં ખાસ વિશિષ્ટ જાતો નથી પરંતુ તેમાં ફૂલની પાંખડીની સંખ્યા, પાંખડીનો આકાર અને ફૂલના કદના આધારે મોગરાને મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે. જે આ પ્રમાણે છે.
    ૧. દેશી બેલા અથવા હજારા- એક વડા સાદા ફૂલવાળી જાત.
    ૨. મોતિયો- બેવડા ફૂલ અને ગોળ આકારની પાંખડીવાળી જાત.
    ૩. બેલા- બેવડા ફૂલ અને લાંબી પાંખડીવાળી જાત.
    ૪. મોગરા- લખોટો જેવા ૨.૫ સે.મી. જેટલા વ્યાસવાળા ફૂલ હોય છે. જેમાં પાંખડીની સંખ્યા વધારે હોય છે.
call now Amrutkamal
Jasmine-flower vavetar Amrutkamal  મોગરો : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal મોલોમશી
molomasi-Jasmine-flower-crop-insect
  •  ઓળખ ચિન્હ :- મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતા રંગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને Cornicals કહે છે. પુખ્ત નર મોલો નાની પાંખવાળી અને પુખ્ત માદા મોલો મોટી પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જન્મ આપે છે. માદા મોલો ૮ થી ૨૨ બચ્ચા પ્રતિ દિન જન્મ આપે છે. આ બચ્ચા ૭ થી ૯ દિવિસમાં પુષ્ત બની જાય છે. પુખ્તનો જીવનકાળ ૨ થી ૩ અઠવાડિયાનો હોય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચકુ પુર્ણ કરે છે.

  •  નુકસાનનાં પ્રકાર:- મોલોમશીના પુખ્ત તેમજ બચ્ચાં ફૂમળી ડખો તથા પાનની નીચે રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્દવમાં છોડનો વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોય છે જેના ઉપર સમય જતાં કાળી ફુગનો ઉપદ્દવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. આ જીવાત મોટે ભાગે "કોકડવા" અથવા "પંચરંગિયો" રોગ ફેલાવે છે.

  •  જીવાત પર નિયંત્રણ :-
     સ્ટીકી ટ્રેપ ગોઠવી જીવાતનો ઉપદ્દવની માત્રા ઘટાડી શકાય છે.
     લાલ દાળિયા (લેડી બર્ડ બોટલ) ના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ મોલોનું ભક્ષણ કરે છે. જ્યારે લીલી ફદડી (ક્રાયસોપા) ની ઈયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.
     સવારે અથવા સાંજના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૨)નો છંટકાવ કરવો.
     ૧૫ લીટર પાણી સાથે ૫૦ થી ૧૦૦ ગ્રામ લાલ તીખુ મરચું મિશ્રણ કરી સવાર આથવા સાંજ ના સમયે છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ભીંગડાવાળી જીવાત
mscale-insect-jasmine
  •  ઓળખ ચિન્હ :- ભીંગડાવાળી જીવાત લગભગ ૨ થી ૫ મિ.મી. જેટલી નાની અને સ્થાઈ હોય છે. તેમાંની કેટલીક લંબગોળ આકારની અને ભૂખરાં રંગની હોય છે.

  •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમજ પુખ્ત જીવાત પાંદડા, કુમળી ડૂંખ અને ફળમાંથી રસ ચૂસે છે. વધારે ઉપદ્રવ હોય ત્યારે ઝાડની વૃધ્ધિ અને ફળાઉ શક્તિને માઠી અસર પહોંચાડે છે. આ જીવાતનો ઉપદ્રવ જૂન માસમાં જ્યારે ગુરુત્તમ તાપમાન ૩૦૦ થી ૩૫૦ સે.ગ્રે. ની આસપાસ હોય અને રાત્રીનું હવામાં બાષ્પનું પ્રમાણ ૭૦ થી ૯૦% હોય ત્યારે વધતો જાય છે.

  •  જીવાત પર નિયંત્રણ :-
     ખેતરમાં રોગગ્રસ્ત છોડને ઉપાડી અને ત્યારબાદ બાળીને નાશ કરવો.
     ધાન્યવર્ગનાં પાકો સાથે ફેરરોપણી કરવી.
     જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવા નિચાણવાળા વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે એટલે નિચાણવાળા વિસ્તારમાં પાક લેવો જોઈએ નહી તથા વધારાના પાણીનો નિકાલ કરવો. પિયત ભલામણ મુજબ આપવું.
     અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૩ નંબર નો ૫૦ થી ૮૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ પર છંટકાવ કરવો.
     ૫૦ થી ૧૦૦ ગ્રામ તીખું મરચાને ૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી તેનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોગરામાં કળી કોરનાર ઈયળ
  •  ઓળખ ચિન્હ :- ઈયળો લીલાશ પડતાં રંગની અને કાળા માથાવાળી હોય છે. ઈયળ ફૂલની કળીમાં દાખલ થઈ અંદરના ભાગને ખાઈને નુકશાન કરે છે. એક ઈયળ તેના જીવનકાળ દરમિયાન બ-ત્રણ કળીને નુકશાન કરે છે વધુ ઉપદ્રવ હોય ત્યારે ઉપદ્રવિત કળીઓ રેશમી તાંતણા વડે ગુંથાયેલી જોવા મળે છે.

  •  જીવાત પર નિયંત્રણ :-
     અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૩ નંબર નો ૫૦ થી ૮૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ પર છંટકાવ કરવો.
     ૫૦ થી ૧૦૦ ગ્રામ તીખું મરચાને ૧૫ લિટર પાણી સાથે મિશ્ર કરી તેનો છંટકાવ કરવો.
call now Amrutkamal
Send Whatsapp Message