amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

magfali vavetar Amrutkamal  જાંબુના વાવેતર અને રોગો વિશે માહિતી

magfali vavetar Amrutkamal જાંબુ : વાવેતર વિશે માહિતી
  • ખેતી વ્યવસ્થા :
    ગૌણ ફળ ઝાડોમાં જાંબુ એ અગત્યનું ઝડપથી વધતું અને આખું વર્ષ લીલુ રહેનારું વૃક્ષ છે. તેના થડની છાલ સુંવાળી, રંગમાં આછાથી ઘેરી ભૂખરી સામાન્ય રીતે નિયમિત ફળનું વૃક્ષ છે. જાંબુના પાન ઘેરા લીલા અને અડકતા સુવાળા હોય છે. ફૂલો લીલાશ પડતા સફેદ રંગના હોય છે.
    જાંબુના ફળનું પોષક તેમજ એોષધીય મુલ્ય ધણું છે. ફળના માવાનો ઉપયોગ ઝાડા બંધ કરવા, બીજના પાવડરના ઉપયોગ મધુ પ્રમેહ, દરાજ જેવા રોગોમાં થાય છે. ઉદ્યોગોમાં જાંબુના ફળોનો ઉપયોગ મોટા પાયે વિનેગાર પ્રાપ્ત કરવામાં આવે છે. ફળો સ્વાદમાં તૂરા હોવાથી તેના ઉપર મીઠું ભભરાવીને ખાવાથી સ્વાદમાં ખુબજ મીઠા લાગે છે. જાંબુમાંથી સ્વાદિષ્ટ પીણાં, જેલી, જામ, સ્કવોશ, વાઇન અને વિનેગાર પણ બનાવી શકાય છે.
    જાંબુનું લાકડું સામાન્ય સખતાઇ ધરાવે છે. તેનો ઉપયોગ મકાન બાંધકામ તેમ જ ખેતીમાં ઉપયોગી સાધન બનાવવામાં થાય છે. તે રેલ્વેના સ્લીપર તરીકે ઉપયોગી છે કારણકે તેને રોગ કે જીવાત લાગતા નથી.
    જાંબુના બીજનો ઉપયોગ પશુઆહાર તરીકે કરી શકાય છે.

    આર્થક મહત્વ :
    જાંબુ નિયમિત ખેતી માટે ખાસ ખ્યાતિ પામ્યો નથી. પરંતુ તેની વ્યવસ્થિત વૈજ્ઞાનિક ખેતીની વિશાળ શક્યતા છે. તેમ છતાં પડતર જમીનો. રસ્તો, શેઢાપાળા, કોતરો, ગૌચર વગેરે પ્રકારની જમીન માટે ખૂબ જ ઉપયોગી અને ઉત્પાદક ઝાડ છે. જેનું લાકડું ઇમારતી લાકડા તરીકે ચાલે તેવું મજબુત અને લીસું હોય છે. તે વનવૃક્ષ તરીકે ઘણું ઉપયોગી ઝાડ છે. તેના ફળોના દર વર્ષે ઉંચા ભાવો મળે છે.

    જમીન અને જમીનની તૈયારી :
    જાંબુના ઝાડને વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ ઝાડના સારા વિકાસ માટે અને વધુ ઉત્પાદન મેળવવા માટે સારા નિતારવાળી ઉડી ગોરાડુ જમીન માફક આવે છે. ક્ષાર વાળી જમીન જાંબુના પાક માટે અનુકુળ આવતી નથી.
    ઉનાળામાં જમાનને બરાબર ખોદી ઢેફાં ભાંગી જડિયા-મૂળિયા વિણી સમતલ કરી ૮ મીટર X ૮ મીટરના અંતરે ૬૦ સે.મી. X ૬૦ સે.મી. X ૬૦ સે.મી. કદના ખાડા કરી ૧૫ થી ૨૦ દિવસ તપવા દઇ ૫૦ કીલો સારુ કોહવાયેલું છાણિયું ખાતર અને અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું જટાયું ખાતર આપવું.
    ચોમાસામાં જુલાઇ ઓગષ્ટ માસમાં ખાત્રીવાળી જૂસ્સાદાર જાંબુની કલમ અથવા રોપા લાવી ખાડાના મધ્ય ભાગમાં રોપણી કરવી. તેની આજુબાજુ માટી દબાવી લાકડાનો ટેકો આપવો. જો વરસાદ ન હોય તો રોપણી પછી તુરત જ પાણી આપવું.

    આબોહવા :
    જાંબુને ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં સારી રીતે ઉગાડી શકાય છે. આ ઉપરાંત તે હિમાલયમાં ૧૦૦ મીટરની ઉંચાઇ સુધી ઉગતા જોવા મળે છે. જાંબુને ફુલ આવતી વખતે અને ફળ બેસતી વખતે સુકા હવામાનની જરૂર પડે છે. સમશીતોષ્ણ કટિબંધમા પહેલો વરસાદ થાય તો તે જાંબુના ફળ પાકવામાં ફળના વિકાસમાં કદ, રંગ અને સ્વાદમાં ફાયદો થાય છે. જાંબુના ઝાડ અતિવૃષ્ટિ અને દુકાળ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. ગુજરાતમાં દરેક સ્થળે આ ફળ ઉછેરી શકાય છે.

    બીજ દર અને વાવણીનું અંતર :
    સામાન્ય રીતે જાંબુનો ઉછેર બીજથી કરવામાં આવે છે. જાંબુમાં ૨૦ થી ૨૫ ટકા બહુભૃણિયતા જોવા મળેલ છે. આ ઉપરાંત ફાચર, કલમ, આંખ કલમ, કટકા કલમ વગેરેથી જુલાઇ માસમાં ડાળીમાં રીંગ કર્યા બાદ ગુંટી બાંધવાથી વધુ સફળતા મળે છે.
    સારા પરિપકવ થયેલા સારી જાતના ફળમાંથી કાઢેલા નાના બીજનો ઉપયોગ વાવવા માટે કરવામાં આવે છે. બીજને રાખી મુકવાથી ફાટી જાય છે. બીજની સ્ફુરણ શકિત પણ ધટી જાય છે. બીજ ૧૦ થી ૧ર દિવસમાં ઉગી જાય છે. જાંબુનો કલમી છોડ બનાવવા માટે જાંબુના થડમાથી તૈયાર થયેલ રોપા ઉપર કલીકાયન અથવા વેજ ગ્રાફટીંગ ધ્વારા કલમી છોડ તૈયાર કરી શકાય છે. જાંબુ બહુભ્રુણીય હોય છે. તેથી બી થી છોડ તૈયાર કરવામાં આવે તો પણ માતૃગુણ ટકી રહે છે.

    ખાતર વ્યવસ્થા :
    ઉછરતા ઝાડને પ્રતિ વર્ષે ઝાડ દીઠ ર૦ કિ.ગ્રામ છાણીયું ખાતર અને ફળ આપતાં પુખ્ત ઝાડને પ્રતિવર્ષે ઝાડ દીઠ ૮૦ કિ.ગ્રામ છાણીયુ ખાતર જુન–જુલાઈ માસમાં આપવું. આ ઉપરાંત પ૦૦ ગ્રામ નાઈટ્રોજન, ર૦૦ ગ્રામ ફોસ્ફરસ અને રપ૦ ગ્રામ પોટાશ યુકત રાસાયણિક ખાતર ચોમાસાની શરૂઆતમાં આપવું.

    વાવણી કરવાની રીત :
    ઉછરતા ઝાડને શરૂઆતના પાંચ વર્ષ દરમ્યાન વર્ષે ૧૦ થી ૧૨ પિયતની જરૂર રહે છે. જયારે પુખ્ત વયના ફળ આવતા ઝાડને ૪ થી ૬ પિયત એપ્રિલથી જુન સુધી ફળના વિકાસ દરમ્યાન આપવા જોઇએ. જો કે બિનપિયત તરીકે પણ લઇ શકાય છે.

    નિંદામણ નિયંત્રણ :
    જાંબુના મૂળને ઇજા નથાય તે રાતે વર્ષમાં બે થી ત્રણ આંત્તરખેડ કરવી તેમ જ જરૂરિયાત પ્રમાણે ગોડ અને નિંદામણ કરતાં રહેવું જોઇએ.

    આંતરપાક :
    શરૂઆતમાં ત્રણ ચાર વર્ષ દરમ્યાન ઝાડ નાના હોય ત્યાં સુધી આંતર પાક તરીકે શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચાં, ટામેટા , ડુંગળી, ગુવાર, ફુલાવર, કોબી વિગેરે લઇ શકાય છે.

    કેળવણી અને છાંટણી :
    આ પાકમાં જમીનથી ૮૦ થી ૯૦ સે.મી. ની ઉંચાઇ સુધીમાં મુખ્ય થડ સિવાય એક ડાળી ફુટવા દેવી જોઇએ નહી. સામાન્ય રીતે જાંબુના ઝાડમાં છાટણી કરવામાં આવતી નથી. તેમ છતાં સુકાયેલી ડાળીઓ અને એકબીજાને છેદતી ડાળીઓ દૂર કરવી જોઇએ.

    વીણી :
    બીજમાંથી ઉછેરવામાં આવેલ ઝાડ ૮ થી ૧૦ વર્ષે જયારે કલમી ઝાડ ૪ થી પ વર્ષે ફળ ધારણ કરે છે. ફળો ચોમાસાની શરૂઆતમાં પરિપકવ થાય છે. પરિપકવ ફળો લીલા રંગમાંથી ધાટા જાંબુડિયા થી કાળો રંગ ધારણ કરે છે. ફળની સંગ્રહ શકિત ધણીજ નબળી હોય છે. તેથી ફળો ઉતાર્યા બાદ તુર્તજ વેચાણ માટે મોકલી આપવામાં આવે છે.

    ઉત્પાદન :
    પૂર્ણ વિકસિત ઝાડ દીઠ ફળનું ઉત્પાદન ૮૦ થી ૧૦૦ કિ.ગ્રામ મળે છે.

call now Amrutkamal
magfali vavetar Amrutkamal જાંબુ : રોગો વિશે માહિતી
  •  (૧) ફળનો કહોવારો :
    disease-in-jamun નુકશાન:
    કોહવારાનો રોગ લાગેલ ફળ ચીમળાઇ જાય છે. જેના નિયંત્રણ માટે
    નિયંત્રણ:
    અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક-૧ નંબરનો છંટકાવ કરવો.
call now Amrutkamal
magfali vavetar Amrutkamal  જાંબુ : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal જીવાતો
  •  ૧. પાન ખાનાર ઇયળ :- leaf-eater-jamun-plantઆ જીવાતનો ઉપદ્ધવ દક્ષિણ ભારતમાં કોઇમ્બતુરની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે. તેનું નિયંત્રણ અમૃતકમલ એગ્રો પ્રા. લિ. નું મૂલ રક્ષક-૩ નંબરનો સ્પ્રે આપવો.

  •  ૨. ફળમાખી :- leaf-eater-jamun-plantપાક ફળમાં ઇયળ જોવા મળે છે. જેનું નિયંત્રણ બગીચાની સ્વચ્છતાની જાળવણીથી થઇ શકે છે. અસરગ્રસ્ત ફળો એકઠાં કરી જમીનમાં દાટી દેવાં જોઇએ.

  •  ૩. પક્ષી/પ્રાણી :- પોપટથી ફળને નુકશાન થાય છે. તદુપરાંત ખિસકોલી પણ નુકશાન કરે છે. જેનું નિયંત્રણ ગોફણથી ઘા મારી કરી શકાય છે અથવા થાળી વગાડી અવાજ કરી પક્ષીઓને ભગાડી શકાય.

call now Amrutkamal
jamun vavetar Amrutkamal જાંબુ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
jamun vavetar Amrutkamal
  •  વાપરવાની રીત :-
     ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
     છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

  •  ઉપયોગ :-
    આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
     ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
     મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
     છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
     મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

  •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
    (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
    magfali vavetar Amrutkamal
call now Amrutkamal
magfali vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message