amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

gauva-tree vavetar Amrutkamal  જામફળના વાવેતર અને રોગો વિશે માહિતી

gauva-tree vavetar Amrutkamal જામફળ : વાવેતર વિશે માહિતી
 • jamrukh-gauva farming  જમીન અને જમીનની તૈયારી :
  જામફળ સામાન્ય રીતે દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ ભારે પ્રતવાળી જમીન કરતાં હળવી જમીન તેને વધુ માફક આવે છે. વધુ ઉત્પાદન અને સારી જાતના ફળ માટે કાંપવાળી મધ્યમ કાળી તેમ જ નિતારવાળી જમીન વધુ સારી રહે છે. જામફળના છોડની રોપણી માટેનો ઉત્તમ સમય ચોમાસાની ઋતુ (જુન જુલાઇ) ગણાય છે. બે છોડ વચ્ચે ૬ મીટર x ૬ મીટર અંતર રાખવામાં આવે છે. આણંદ ખાતે લેવાયેલા અખતરાના તારણ પરથી ભલામણ કરવામાં આવેલ છે કે ૬ મીટર x ૨ મીટરનાં સાંકડા ગાળે ઝાળ –વ-હાર પદ્ધતિથી રોપણી કરવાથી અને ઝાડની ટોચની ડાળીઓની જુનના પ્રથમ અઠવાડીયામાં હળવી છાંટણી કરવામાં આવે તો હેકટર દીઠ ૨૧ ટન ઉત્પાદન મળે છે.
  ઉનાળાની ઋતુમાં મે માસમાં ૬૦ સે.મી. x ૬૦ સે.મી. માપના ખાડા ખોદી ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર માટી સાથે ભેળવી ચોમાસાની શરૂઆતમાં પૂરી દેવાં. ચોમાસામાં સારો વરસાદ થયા બાદ જામફળની કલમ ખાડાની મધ્યમાં રોપી જરૂર જણાય તો તરત પિયત આપવું. રોપણી બાદ કલમને ટેકો આપવો અને ઉછેર માટે કાળજી રાખવી.

   આબોહવા :
  જામફળનો પાક ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારમાં સારો થાય છે. ઉષ્ણ કટિબંધમાં ગરમી અને ઠંડીને લીધે ઝાડ સારી વૃદ્ધિ કરી ઉચ્ચ ગુણવત્તાવાળા મીઠા ફળ આપે છે. ઓછો વરસાદ અને સુકું હવામાન જામફળના પાકને વધુ માફક આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે ભાવનગર, ધોળકા, મહેસાણા, ખેડા અને ભરૂચ જીલ્લામાં જામફળની ખેતી થાય છે.

   બીજ દર અને વાવણીનું અંતર :
  ૮મીટર X ૮મીટરના અંતર માટે હેકટરે છોડની સંખ્યા ૧૫૬. ૧૦ મીટર X ૧૦ મીટરના અંતર માટે હેકટરે છોડની સંખ્યા ૧૦૦.

   સંવર્ધન :
  જામફળ સંવર્ધન બીજ અને વાનસ્પતિક એમ બે રીતથી કરવામાં આવે છે. સામાન્ય રીતે બીમાંથી છોડ ઉછેરવાની પ્રસર્જનની પદ્ધતિ ધણી સરળ અને સસ્તી છે. પરંતુ આ રીતે તૈયાર કરેલા છોડમાં ઘણી ભિન્નતા જોવા મળે છે અને ફળ મોડા આવે છે. સારી ગુણવત્તા માતૃત્વ ગુણો ધરાવતાં અને વધુ તથા વહેલું ઉત્પાદન મેળવવા માટે વાનસ્પતિક પર્સજનથી તૈયાર કરેલ કલમનું વાવેતર કરવું હિતાવહ છે. જામફળમાં વાનસ્પતિક પ્રસર્જન ભેટ કલમ, ગુટી કલમ અને દાબ કલબથી કરવામાં આવે છે. આ બધી કલમો પૈકી સૌથી સારી સફળતા ગુટી કલમમાં મળે છે. ગુટી કલમ (હવાદાબ ) કરતાં જમીન દાબ કલમમાં વિશેષ સફળતા મળે છે. જેના માટે માતૃછોડને જમીનમાં દાટી દેવામાં આવે છે. જેમાં કલમ કરવા પેન્સિલ જેટલી જાડાઇની ડાળીઓ કૂડામાં જ દાટી જમીનમાં દબાવવામાં આવે છે. મૂળ આવતાં માતૃછોડથી જુદી પાડી લેવાય છે.

   ખાતર વ્યવસ્થા :
  જામફળના પાક માટે ૫૦૦ ગ્રામ નાઇટ્રોજન, ૨૫૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ તત્વોની જરૂરિયાત રહે છે. આ ખાતરોમાંથી નાઇટ્રોજન અડધો જથ્થો તથા ફોસ્ફરસ અને પોટાશનો સંર્પુણ જથ્થો જુનમાં આપવો અને બાકીનો અડધો નાઇટ્રોજનનો જથ્થો સપ્ટેમ્બર માસમાં આપવો. ઉપરોક્ત તત્વો મેળવવા સેન્દ્ધીય ખાતર વાપરવાં જોઇએ. જામફળના પાકમાં જસત અને લોહ તત્વોની ખામી ખાસ વાપરવાં જોઇએ. જસતની ખામીથી પાન નાના તથા જાડા થઇ ટોચની ડાળીઓ સુકાઇ જાય છે. જ્યારે લોહ તત્વોની ખામીના કારણે પાનની નસો લીલી રહે છે અને વચ્ચેનો ભાગ પીળો પડી જાય છે. પાન લાલ થઇ જાય છે. જસત અને લોહ તત્વની ખામી નિવારવા અમૃતકમલ એગ્રો પ્રા. લિ. નું કૃષિ અમૃત આપવું. અથવા જુન જુલાઇમાં નવી ફુટ આવે ત્યારે અમૃતકમલ એગ્રો પ્રા. લિ. નું કૃષિ અમૃત આપવું

   પિયત વ્યવસ્થા :
  જામફળના ઉછરતા છોડને ભેજનું પ્રમાણ ખાસ જળવાઇ રહે તે માટે શિયાળામાં ૧૨ થી ૧૫ દિવસે પિયત આપવું. જ્યારે ફળાઉ ઝાડને ફેબ્રુઆરી થી જુન સુધી આરામ આપ્યા બાદ બહારની માવજત પછી (જુન) તૂરત પાણી આપવું. ત્યારબાદ ૨૦ થી ૨૫ દિવસના અંતરે કુલ ૩ થી ૪ પાણી પૂરતા થઇ રહે છે એટલે ઓછા પિયતની સગવડવાળા વિસ્તારમાં આ પાક ખાસ અનુકૂળ આવે છે.

   નિંદામણ નિયંત્રણ :
  જામફળનો પાક શરૂઆતમાં એકથી બે વર્ષ નો હોય ત્યારે નીંદણમુક્ત રાખવો. જેથી જામફળના છોડને શરૂઆતમાં સારૂ પોષણ મળે અને સારો વિકાસ થાય. છોડ નાના હોય ત્યાં સુધી બે હાર વચ્ચે સાંતી અથવા મીની ટ્રેકટર ચલાવીને આંતર ખેડ તથા ગોડ કરતા રહેવું. તેથી છોડને હવા તથા સુર્ય પ્રકાશ અને પાણી મળી રહે અને નિંદામણનો પ્રશ્ર્ન હલ કરી શકાય.

   આંતરપાક :
  શરૂઆતમાં ૩ થી ૪ વર્ષ દરમ્યાન ફાજલ જમીનમાં ટૂંકા ગાળાના શાકભાજીના પાકો જેવા કે ફલાવર, કોબીજ, ભીંડા, ગુવાર ટામેટા, રીંગણ અને ચોળી તથા રજકો વાવી શકાય છે.

   કેળવણી અને છાંટણી ઃ
  છોડને શરૂઆતની અવસ્થામાં ૬૦ થી ૯૦ સે.મી. સુધી એક છેડે સીધો વધવા દેવામાં આવે છે અને ત્યારબાદ ૨૦ થી ૨૫ સે.મી.ના અંતરે ૪ થી ૫ ડાળીઓ વિકસવા દેવામાં આવે છે. ત્યારબાદ છોડની ઉપરનો ટોચનો કાપી નાંખવામાં આવે છે. શરૂઆતમાં થડની આજુબાજુ નીકળતા પીલાને પણ દૂર કરતાં રહેવું જોઇએ. શરૂઆતમાં થડે નીકળતા પીલા સતત કાંઠતા મજુરી ખર્ચ તથા કાળજી વિશેષ માંગી લે છે.
  છોડની કેળવણી સાથે છોડનો વિકાસ અને ફળ ઉત્પાદન ઉપર કાબુ રાખવા છાંટણી કરવામાં આવે છે.સામાન્ય રીતે ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં જો છોડને સતત પાણી મળે તો સતત ફુલ આવતાં હોય છે એટલે કોઇ ચોક્કસ ઋતુમાં ફાલ લેવા માટે ચોક્ક્સ સમયે તેને બહારની માવજત આપવી જરૂરી છે. ગુજરાતમાં જુન માસના મૃગ નક્ષત્ર દરમ્યાન મૃગ બહારની ભલામણ છે. આ સમય દરમ્યાન થતાં ફળો શિયાળામાં પાકે છે. ઉત્તમ પ્રકારના અને સ્વાદિષ્ટ હોય છે. તેમ જ ફળમાખીનો ઉપદ્ધવ પણ ઓછો હોય છે તથા વિટમીન સી નું પ્રમાણ વિશેષ હોય છે. બહારની માવજત માટે ફાલ ઉતાર્યા બાદ ઉનાળાની ઋતુમાં ફેબ્રુઆરી થી મે માસ સુધી પાણી બંધ કરી આરામ આપવામાં આવે છે. ત્યારબાદ ખેડ કરી ગોડ કરવો. ખાતરો આપવાં પાણી શરૂ કરવું તથા રોગ જીવાતવાળી સુકી ડાળીઓ કાપી નાંખવી જોઇએ.
  સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે મે માસના છેલ્લાં અઠવાડિયા દરમ્યાન ડાળીની ટોચના ભાગેથી ૬૦ સે.મી. સુધી છાંટણી કરવાની ભલામણ કરવામાં આવે છે. છાંટણી કર્યા સિવાયનાં ઝાડ કરતાં ૨૧.૬ ટકા વધુ ઉત્પાદન મળે છે.

   અન્ય માવજત ઃ
  શરૂઆતમાં રોપણી બાદ બે વર્ષ સુધી છોડને સખત ગરમી અને વધુ પડતી ઠંડીથી બચાવવાં જોઇએ. જમીનમાં ભેજ જળવાઇ રહે અને છોડનું રોગ જીવાતથી રક્ષણ થાય એ પ્રમાણે પાણી આપવું જોઇએ. અમુક વખત જામફલના છોડને બીજા વર્ષે જ ફુલ આવતા હોય છે. જેને દુર કરી દેવા જોઇએ. ત્રીજા કે ચોથા વર્ષથી ફળનો ઉતાર લેવો હિતાવહ છે.

   ફળો ઉતારવાં :
  જામફળ જ્યારે લીલા રંગમાંથી આછા રંગના થાય તે સમયે ફળ ઉતારવામાં આવે છે. જામફળની કલમો રોપ્યાં બાદ ત્રણ વર્ષ બાદ ફળો ઉતારવાની ળરૂઆત થાય છે. સારા પાકવા લાયક ફળોને ઉતાર્યા બાદ છાંયડામાં એકઠા કરી કદ, રંગ તેમ જ ઇજા પ્રમાણે વર્ગીકરણ કરવું. ત્યારબાદ ટોપલીઓમાં વ્યવસ્થિત ભરીને એક સ્થળે થી બીજે સ્થળે લઇ જવા.

   ઉત્પાદન ઃ
  સારી માવજતથી ઉછરેલ ઝાડ ૩૦ થી ૪૦ વર્ષ સુધી સારૂ ઉત્પાદન આપે છે. પરંતુ ૨૦ વર્ષ સુધી જામફળનું ઝાડ પોષણક્ષમ ઉત્પાદન આપે છે. જામફળમાં અંદાજે ઝાડ દીઠ ઉત્પાદન ૫૦ થી ૭૫ કિ.ગ્રા. મળે છે. સારી માવજતથી હેકટરે ૨૦ ટન જેટલું ઉત્પાદન મળે છે.

call now Amrutkamal
activites Amrutkamal જામફળ : રોગો અને તેની ઓળખ
 • ૧. સુકારો/ફાટિયોઃ વીલ્ટ
  sukaro-gauva

  ફુગ : ફ્યુઝરીયમ સોલાની :
  આ રોગ જમીન જ્ન્ય ફુગ દ્વારા થાય છે. દક્ષિણ ગુજરાતમાં આ રોગ ખાસ કરીને ચોમાસું પુરુ થયા બાદ સપ્ટેમ્બર – ઓક્ટોબર માસમાં જોવા મળે છે. આ રોગથી ઝાડ ધીરે ધીરે ઝાંખુ પીળું અને ફીક્કુ પડી સુકાઈને મરી જાય છે. કેટલીક વખત ઝાડની અમુક ડાળીઓમાં તો ક્યારેક અડધા ઝાડમાં આ રોગ લાગે છે. જે જમીનની નીતાર શક્તિ ઓછી હોય તેવી જમીનમાં આ રોગ વધુ જોવા મળે છે.

   રોગનાં લક્ષણો :-
  જામફળના પાકમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તે જમીન જન્ય ફૂગથી થાય છે. આ રોગ માટે ખેતી વિષયક માવજતોની ખામી પણ કારણભૂત છે. રોગની શરૂઆતમાં ડાળીની ટોચના પાન ભૂરા અને પીળા થવા માંડે છે. પાનની નસોનો ભાગ પીળો પડે છે. પાન ઉપર લાલ રંગના ટપકાં જોવા મળે છે. ડાળીની છાલ તેમ જ થડની છાલ ફાટતી જોવા મળે છે અને ડાળીની ટોચથી માંડી ધીરે ધીરે ઝાડ સુકાવા માંડે છે.રોગિષ્ટ ઝાડના મૂળને ચીરીને જોવામાં આવે તો તેની જલવાહિનીઓ બદામી રંગની જોવા મળે છે. સપ્ટેમ્બર-ઓકટોબર દરમ્યાન (ચોમાસુ ઋતુ) માં આ રોગનો ફેલાવો ખૂબ ઝડપી થાય છે. શિયાળાની ઋતુમાં તે અટકી જાય છે.

   નિયંત્રણઃ:-
   રોગિષ્ટ ઝાડનો બાળીને નાશ કરવો.
   લોહ અને જસતની ખામી નિવારવી.
   રોગ પ્રતિકારક જાતો જેવી કે બનારસી, નાસિક અને અલ્હાબાદ શફેદ જાતોનું વાવેતર કરવું
   અમૃતકમલ એગ્રો પ્રા.લિ.નુ મૂલ રક્ષક -૧ નંબર આપવું.

 • ૨. કાલવ્રણઃ એન્થ્રેકનોઝanthracnose-guava-plant

   રોગનાં લક્ષણો :-
  આ રોગથી ટોચનો સુકારો, પાનના ટપકાં, કળીઓ અને ફૂલો ખરી પડવા તથા ફળને સડો વગેરે લક્ષણ જોવા મળે છે.

   નિયંત્રણઃ:-
   અમૃતકમલ એગ્રો પ્રા. લિ,નું પાક રક્ષા કવચ આપવું.

 • ૩. ફળનો સડોઃ ફ્રુટ રોટgauva-rot-plant

   રોગનાં લક્ષણો :-
  ફળ ઉતારી લીધા બાદ ઘણી જાતની ફૂગના કારણે ફળમાં સડો જોવા મળે છે. ફળ પાણીપોચા બની સડવા લાગે છે અને તેમાંથી દુર્ગંધ આવે છે.

   નિયંત્રણ :-
   ફળ ઉતારતી વખતે ફળને નુકશાન ન થાય તેની કાળજી રાખવી.
   રોગ ઝાડ પર દેખાય કે તરત જ અમૃતકમલ એગ્રો પ્રા. લિ. નું મૂલ રક્ષક-૧ નંબરનો સ્પ્રે કરવો


 • ૪. પાનના ટપકાં : spot-in-gauva-plant

    (૧.૧) પાનના બદામી ટપકા : બ્રાઉન લીફ સ્પોટ
  ચીકુના પાકમાં આવતા પાનના જુદા જુદા ટપકાના આ રોગ અગત્યનો છે. શરુઆતમાં પાન પર નાના બદામી રંગના ટપકા અને સમય જતા આવા ટપકા એકબીજામાં ભળીને, ધાબા રુપે જોવા મળે છે જેનો ઉપદ્રવ વધતા પાન સુકાઈને ખરી પડે છે.

   (૧.૨) પાનના રાખોડી ટપકા : ગ્રે લીફ સ્પોટ
  ફુગથી થતા આ રોગમાં શરૂઆતમાં પાન પર પીળા રંગના ટપકા પડે છે. રોગ ઉગ્ર સ્વરૂપ પકડે ત્યારે આખુ પાન પીળુ પડી જાય છે. સમય જતાં આ ટપકા રાખોડી રંગના બને છે. જેમાં ફુગના અસંખ્ય કાળા રંગના બારીક અવશેષો જોવા મળે છે.

    (૧.૩) પાનના છીકણીયા ટપકા :
  આ રોગ પણ ફુગથી થાય છે. તેમાં પાન પર અસંખ્ય નાના, ગોળ ગુલાબી કે છીકણીયા રંગના ટપકા પડે છે જેનુ કેંદ્ર સફેદ હોય છે. સમય જતાં રોગિષ્ટ પાન સુકાઈને ખરી પડે છે જેથી ઉત્પાદન પર ઘણી માઠી અસર પડે છે. આ રોગનો ઉપદ્રવ ઓક્ટોબર નબેમ્બર માસમાં વધારે જોવા મળે છે.   નિયંત્રણઃ:-
   અમૃતકમલ એગ્રો પ્રા. લિ,નું પાક રક્ષા કવચ આપવું.

 • ૫. ફળનો પોચો સડો : સોફ્ટ રુટ ઓફ ફ્રુટ soft-rot-gauva-plant

   ફુગ : ફાયટોપ્થોરા પાલ્મીવોરા: શરુઆતથી ફળ પર ઘાટા બદામી રંગના ઝખમ પડે છે. જે ધીમે ધીમે વિકાસ પામે છે. આ રોગની અસરથી ફળ પાકવાની ક્રિયા ઝડપી બને છે. ફળ ઉપર તાંતણા જેવી સફેદ ફુગ આચ્છાદીત થયેલી જણાય છે. ફળમાંથી કાળા રંગના પ્રવાહીનું ઝરણ જોઈ શકાય છે જે ખરાબ ગંધ ફેલાવે છે. આ સામાન્ય રીતે વધુ ભેજ્વાળી જ્ગ્યાએ ફળને સંગ્રહ કરવાથી થાય છે.

 • ૭. શ્યામ છારો : સ્યુટી મોલ્ડ

   ફુગ: બોટ્રોયોડીપ્લોડીયા થીયોબ્રોમી: આ રોગ ફુગથી થતો રોગ છે. ભીંગડાવાળી જીવાત તેમજ ચિક્ટો જેવી જીવાતોના ઉપદ્રવના કારણે તેમના શરીરમાંથી ઝરતું એક જાતનું ચીકણું અને ગળ્યું પ્રવાહી પાન અને ડાળીઓ પર પડે છે જેથી પાન અને ડાળી આ ગુંદરીયા પ્રવાહીથી છવાઈ જાય છે. પાછળથી પાન અને ડાળી ઉપર કાળા રંગની ફુગ છુટી છવાઈ ઉગી નીકળે છે. તેથી આ રોગને શ્યામ છારો કહે છે. આ રીતે ફુગના આવરણને કારણે પાનને પ્રકાશસંસ્લેષણની ક્રિયાથી ખોરાક બનાવવામાં અવરોધ પેદા થાય છે. જેથી વૃદ્ધિ અને વિકાસ અટકે છે. ફળ ઉતાર્યાબાદ ફળની સપાટી ઉપર કાળી ફુગ છવાઈ જાય છે. આ ફુગ ફળની અંદર સુધી નુકશાન કરતું નથી પરંતુ જીવાતના ઉપદ્રવને કારણે ચીકણાપ મધ જેવો રસ ઝરવાથી તેના ઉપર ફુગ નીકળે છે જેથી આવા ફળની બજાર કિંમત ઘટે છે.

call now Amrutkamal
gauva-tree vavetar Amrutkamal  જામફળ: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ફળમાખીઃ ફ્રુટ ફલાય
gauva-fly
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત કીટકમાં એક જોડી પારદર્શક પાંખ હોય છે. જેમાં રંગીન ડાઘા હોય છે. જયારે શરીર બદામી રંગનું હોય છે. માદા ફળમાખી નળ કરતાં નાની હોય છે. તેની ઇયળ સફેદ રંગની, પગ વગરની હોય છે. ઇયળ અવસ્થા પુરી થતાં ઇયળ નીચે પડી જમીનમીં કોશેટા બનાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- જામફળી, કેરી, ચીકુ વગેરે પાકોમાં ઇંડા મૂક્યા પછી ફળ ઉપર ખાસ નિશાની રહેતી નથી. ફળ પાકવા આવે ત્યારે આ જીવાતની ઇયળ ફળની અંદર રહી નુકશાન કરતી હોય છે. ઉપદ્ધવિત ફળો પીળા પડી જમીન પર ખરી પડે છે અને ફલમાં ફૂગ અને બેકટેરીયામાંથી કહોવારો થાય છે. જેથી અણગમતી વાસ આવે છે. ઇયળ ખરી પડેલ ફળમાંથી બહાર આવે છે અને જમીનમાં અથવા સૂકા ભાગમાં કોશેટા બનાવે છે. જુલાઇ-ઓગષ્ટમાં જામફળીમાં ફળમાખીનો ઉપદ્ધવ વધારે જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   બગીચામાં સ્વચ્છાતા જાળવવી તેમ જ કોહવાઇ ગયેલ અને ખરી પડેલાં ફળ ભેગા કરી તેનો નાશ કરવો.
   બગીચામાં ઝાડ ફરતે ઉંડી ખેડ કરવી જેથી કોશેટાનો નાશ થાય.
   અમૃતકમલ એગ્રો પ્રા.લિ.નું મૂલ રક્ષક-૩ નંબરનો સ્પ્રે કરવાથી ફળમાખીનો નાશ થાય છે.
   ૫૦૦ ગ્રામ તુલસીના પાનનો રસ પણ આપી શકાય છે.
call now Amrutkamal
activites Amrutkamal થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઇયળઃઇયળઃબાર્ક ઇટીંગ કેટર પીલ્લર
caterpillar-gauva
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત ઇયળ ઝાંખા બદામી રંગની, કાળા માથાવાળી હોય છે. ફૂદું નાનું , આછા બદામી રંગનું અને ભૂખરા રંગની પાંખોમાં વાંકીચૂકી લીટીઓવાળું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળ થડ અને છાલમાં કાણાં પાડી અંદરનો ગર્ભ કોરી ખાય છે. ઇયળો દિવસ દરમ્યાન કાણાં માં ભરાઇ રહે છે અને રાત્રિ દરમ્યાન લીલી છાલ તેમ જ ફળને કોરી ખાય છે. નુકશાનવાળા ભાગ પર ઝાળા અને હગાર સ્પષ્ટ દેખાય છે. ડાળીના સાંધામાં નુકશાન કરતી હોવાથી ડાળી પવનથી ભાંગી જઇ સુકાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   સુકાયેલ ડાળીઓની કાળજીપૂર્વક છાંટણી કરવી.
   થડ અને ડાળીઓ પર બનાવેલ ઝાળા દુર કરવાં અને ઇયળ બનાવેલું કાણું શોધી કાઢી તેમાં લોખંડનો સળિયો નાંખી ઇયળને મારી નાંખવી.
   એક લિટર કેરોસીન +૧૦૦ ગ્રામ સાબુ +૯ લિટર પાણીનું મિશ્રણ (દ્ધાવણ) દરેક કાણાંમાં જરૂરિયાત પ્રમાણે રેડી છાણ કે ચીકણી માટીથી કાણું બંધ કરવું.
   અમૃતકમલ એગ્રો પ્રા.લિ.નું મૂલ રક્ષક-૩ નંબરનો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ચિકટોઃ મિલિબગ
milibug-gauva
 •  ઓળખ ચિન્હ :- ચિકટાની માદા માર્ચ થી મે મહિના દરમ્યાન ઝાડ છોડી ૮૦ થી ૧૫૦ મી.મી. જેટલી ઉંડાઇએ જમીનમાં ઉતરી જઇ ઇંડા મૂકે છે. આ ઇંડા સુષુપ્ત અવસ્થામાં પડી રહી નવેમ્બર થી જાન્યુઆરી માસ દરમ્યાન સેવાય છે. બચ્ચાં અર્ધગોળાકાર, પીળાશ પડતા હોય છે. જયારે નર પાંખો ધરાવે છે. બચ્ચાં ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં ઝાડ પર ચઢવાનું ચાલુ કરે છે અને ઉપર ભેગા થઇ કુમળી ડાળી, પાન તથા ફળ ફૂલમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. વાતવરણિય પરિબળો પૈકી હવામાંનો ભેજ, વરસાદી દિવસો તેમ જ પ્રમાણ વધતાં જીવાતનો ઉપદ્ધવ ઘટે છે. જયારે સૂર્ય પ્રકાશના કલાકો વધે તો જીવાતનું પ્રમાણ વધતું માલુમ પડેલ છે.

 •  નુકસાનનાં પ્રકાર:- : આ જીવાતના બચ્ચાં ત્થા પુખ્ત માદા પાનની નીચેની સપાટીએ, ડૂંખ કળી તેમ જ ફળ પર સમૂહમાં રહી રસ ચૂસી નુકશાન કરે છે. તેના શરીર પર સફેદ મીણયુક્ત આવરણ બનાવે છે. તેથી ફૂગ જેવું જણાય છે. પરિણામે જામફળની ગુણવત્તા તેમ જ બજાર કિંમત ઘટાડે છે. આ જીવાતના અતિ ઉપદ્ધવ વખતે ઘણીવાર અપરિપકવ ફળો ખરી પડે છે. જીવાતને સૂકુ વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. તેથી વરસાદ ખેંચાવાથી તેનો ઉપદ્ધવ વધી જતો હોય છે. ખાસ કરીને ફૂલ અવસ્થાએ આ જીવાતનો ઉપદ્ધવ શરૂ થાય છે. આ સમયે માદા એ જમીનમાં મૂકેલ ઇંડામાંથી નાના બચ્ચાં નીકળી થડ દ્ધારા ઝાડ પર ચઢી નુકશાન કરતા હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   બગીચામાં ચોખ્ખાઇ જાળવવી એટલે કે ખરી ગયેલ પાન તથા ફળો વિણી તેનો નાશ કરવો. તેમ જ સુકાઇ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.
   આ જાવાતની માદા જમીનમાં ઇંડા મૂકતા હોય છે. તેથી ખામણામાં ઉંડો ગોર કરી ઝાડની ફરતે અમૃતકમલ એગ્રો પ્રા.લિ.નું મૂલ રક્ષક-૩ નંબરનો સ્પ્રે કરવો.
   ઝાડની ફરતે લાકડાના ટેકા ઉપર જમીનથી ૧૫ સે.મી.ના ઉંચાઇએ પોલિથીલીન શીટનો ૧૫ થી ૨૫ સે.મી.પહોળો પટ્ટો લગાવી તેના પર ગ્રીસ લગાડવું અને છાણ/માટીનાં મિશ્રણથી પટ્ટાની નીચેની કિનારી બંધ કરવી. જેથી આ જીવાતના બચ્ચાંઓ ઝાડ પર ચઢતાં અટકાવી શકાય છે.
   ચોમાસામાં વરસાદ બાદ ઉગી નીકળેલ ધાસને ઉખાડી તેનો નાશ કરવો.
   આ જીવાતનો ઉપદ્ધવ ટપક પદ્ધતિથી આપેલ પિયતવાળા બગીચા કરતાં ખામણાંમાં આપેલ પિયતવાળા બગીચામાં ઓછા જોવા મળે છે. તો તે પ્રમાણે કાળજી લેવી.
   આ જીવાતનાં ઉપદ્ધવની શરૂઆત હોય ત્યારે એકાદ ભારે પિયત આપવું. જેથી જમીનમાં ઇંડામાંથી નીકળતા જીવાતના બચ્ચાંઓનો નાશ થાય.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal જામફળ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
gauva-tree vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message