amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

gladiolus-flower vavetar Amrutkamal  ગ્લેડીયોલસના વાવેતર અને રોગો વિશે માહિતી

gladiolus-flower vavetar Amrutkamal ગ્લેડીયોલસ : વાવેતર વિશે માહિતી
 •  ખેતી વ્યવસ્થા :
  gladiolus-flower-farming-in-indiaલાંબી દાંડી, રંગોની વિવિધતા તથા ઘણા દિવસ સુધી તાજા રહેતા કટફ્લાવર તરીકે ગ્લેડીયોલસના ફૂલ ઘણા જ પ્રખ્યાત છે. આથી જ હોટલ, કચેરી વગેરેમાં રોજીંદા ફૂલદાનીની સજાવટમાં તેમજ પાર્ટીઓમાં બુકે, કલગી તેમજ ગુલદસ્તા તરીકે મોટા પ્રમાણમાં વપરાય છે. ગ્લેડીયોલસની ઉત્પત્તિ દક્ષિણ આફ્રિકામાં થયેલી છે. સામાન્ય રીતે તેના પાન તલવાર જેવા હોવાથી અંગ્રેજીમાં તેને સ્વોર્ડ લીલી પણ કહે છે. તેના ફૂલ ઘણા દિવસ સુધી ખીલેલા રહેતા હોવાથી કટફ્લાવર તેમજ કુંડાના છોડ, ફૂલની ક્યારી તથા બોર્ડર તરીકે પણ વાવી શકાય છે.

   બીજ
  ગ્લેડીયોલસનું વાવેતર કંદથી થાય છે. રોપણી માટે ૪ થી ૫ સે.મી. વ્યાસના કંદ પસંદ કરવા. વાવેતર પહેલા કંદને અંધારી ભેજવાળી જગ્યાએ રાખવાથી સ્ફૂરણ જલ્દી થાય છે. કંદની ઉપરનું લાલ પડ ફોડી ૨૪ કલાક પાણીમાં બોળ્યા બાદ અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ મુલ રક્ષક-૧ નંબર ના દ્રાવણમાં ૩૦ મિનિટ બોળવા. સાધારણ સ્ફૂરણવાળા કંદનો રોપવા માટે ઉપયોગ કરવો.

   વાવણી
  આ પાક ઠંડી ઋતુનો હોવાથી શિયાળા દરમ્યાન સારી ગુણવત્તાવાળા ફૂલો મળી શકે છે. જો કે, ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં, બેંગ્લાર વિસ્તારમાં જૂન થી ડિસેમ્બર સુધી તેમજ ડુંગરાળ પ્રદેશમાં મે જુન દરમ્યાન પણ તેની વાવણી થઈ શકે છે. આપણે ત્યાં સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ડિસેમ્બરના પ્રથમ પખવાડીયા સુધી તેનું વાવેતર થઈ શકે છે. જાન્યુઆરી માસ બાદના વાવેતરમાં ફૂલ આવતી વખતે ઉનાળો થઈ જતાં ફૂલની ગુણવત્તા પર વિપરીત અસર થાય છે. વાવણી ૫ થી ૨૦ સે.મી. બે છોડ વચ્ચે તથા ૩૦ થી ૪૫ સે.મી. બે હાર વચ્ચે અંતર રાખી ૫ થી ૭ સે.મી. ઊંડાઈએ કરવી.

   ખાતર – પિયત
  gladiolus-flower-farm અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ જટાયુ (ઓર્ગેનિક કાર્બન) ૧ વિઘે ૫ થી ૮ બેગ આપવી. આ પાકને ૮ થી ૧૦ દિવસને ગાળે નિયમિત હલકું પાણી આપવું જરૂરી છે. પાણી ક્યારામાં ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી.

   ફૂલ ઉતારવા
  ફૂલદાંડીમાં જ્યારે નીચેના પ્રથમ ફૂલમાં ફૂલનો રંગ જોવા મળે એટલ કે, પ્રથમ ફૂલ ખીલવાની શરૂઆત થાય ત્યારે છોડનો નીચેનો ૪ થી ૬ પાનવાળો ભાગ રહેવા દઈ ફૂલદાંડી કાપી લેવી અને પાણી ભરેલ ડોલમાં તાત્કાલિક મૂકવી. ફૂલને ઘણા દિવસ એક જ વાસણમાં રાખવાના હોય ત્યારે પાણીમાં રહેલ દાંડીનો નીચેથી થોડો ભાગ રોજ કાપતા રહેવું.

   કંદ ખોદવા
  ફૂલદાંડી કાપી લીધા બાદ છોડના પાન પીળા પડવા માંડે ત્યારે એટલે કે આશરે દોઢ થી બે માસ કંદ ખોદી લેવા. આ કંદને ૧૫ દિવસ છાંયડે સૂકવ્યા બાદ તેનું ગ્રડિંગ કરવું. ગ્લેડીયોલસના કંદની જાળવણી ઘણી જ કાળજી માંગી લે છે. સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં ૪૦ થી ૭૦ સે. ઉષ્ણતાપમાને ચાર મહિના સુધી કંદનો સંગ્રહ કરવો પડે છે.

   બજાર વ્યવસ્થા
  આ ફૂલો હોટેલો તથા ઘરોમાં ફૂલની સજાવટ માટે તથા બુકે (ગજરા બનાવવા) માં વપરાતા હોઈ તેનું વેચાણ ફક્ત મોટા શહેરોમાં થઈ શકે છે. અમદાવાદ, સુરત, વડોદરા તેમજ મુંબઈમાં તેનુ માર્કેટ મળી રહે છે. આ ફૂલો ૧૨ થી ૩૬ રૂપિયા પ્રતિ ડઝનનાં ભાવે વેચાય છે.

  જાતો
  ગ્લેડીયોલસમાં મુખ્યત્વે પ્રકાર જોવા મળે છે.
  (૧) મોટા ફૂલોવાળી જાતો (૨) નાના ફૂલવાળી જાતો (બટરફ્લાઈ ટાઈપ), વ્યાપારીક ધોરણે વવાતી મોટા ભાગની જાતો હાઈબ્રીડ છે. જે વિવિધ રંગોમાં હોય છે. ઓસ્કાર, વિન્કસ ગ્લોરી, વાઈલ્ડ રોઝ, ફ્રેન્ડશીપ, ચેરી બ્લોઝમ, જેસ્ટર, અમેરિકન બ્યુટી વગેરે અગત્યની જાતો ભારતમાં આઈ.આઈ.એચ.આર., બેંગ્લોર તરફથી નજરાના, અપ્સરા, સપના, આરતી, પૂનમ, મીરાં અને શોભા એમ સાત જાતો બહાર પાડવામાં આવી છે. આઈ.એ.આર.આઈ., દિલ્હી તરફથી સુચિત્રા, મયુર અને અગ્નિરેખા તથા સી.બી.આર.આઈ. લખનૌ તરફથી મનમોહન, મુક્તા, મનીષા અને મોહિની નવી જાતો બહાર પાડવામાં આવેલ છે.
call now Amrutkamal
activites Amrutkamal ગ્લેડીયોલસ : રોગો અને તેની ઓળખ
 •  ૧. સુકારો gladiolus-flower-plant-diseases
  રોગના લક્ષણો : ગ્લેડીયોલસનો એક અગત્યનો અને ખૂબ નુકસાનકારક રોગ છે. રોગકારક ફૂગ મૂળ, કંદ અને પાનનાં નીચેના ભાગમાં વાહક પેશીની અંદર પ્રવેશી નિવાશ કરે છે. આ પરિસ્થિતિને લીધે છોડનાં જમીનની નીચેનાં ભાગમાં સડો પેદા થાય છે, પાન પીળા પડીને નીચે ઢળી પડે છે. ઘણી વખત ફૂલો સાથેની ડાળી પણ વિકૃતિ પામે છે. ફૂલોની સંખ્યા અને કદમાં પણ ફેરફારો થાય છે.

  નિયંત્રણ :
   વાવણી માટે તંદુરસ્ત કંદની પસંદગી કરવી.
   દર ૩-૪ વર્ષે પાકની ફેરબદલી કરવી.
   વાવતા પહેલાં ગ્લેડીયોલસના કંદને મુલ રક્ષક-૧ નંબર (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) ના દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળીને રોપવા.

call now Amrutkamal
gladiolus-flower vavetar Amrutkamal  ગ્લેડીયોલસ: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal થ્રિપ્સ
thrips-insect-in-gladiolus-flower-farming
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત ૧ મી.મી. થી નાના, નાજુક, ફિક્કા પીળાશ પડતાં ભૂખરા રંગની અને કદમાં ખૂબ નાની હોવાથી અનુભવ વિના નરી આંખે દેખાતી નથી. પુખ્તની પાંખોની ધાર રૂંવાટીવાળી હોય છે. જ્યારે બચ્ચાં પાંખ વગરનાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને પુખ્ત પાન, કુમળી ડાળી, ફુલ ઉપર ઘસરકા પાડી તેમાંથી નિકળતો રસ ચૂસે છે. જો ઉપદ્રવ વધુ હોય તો પાન ઉપરની તરફ કોકડાઈ જાય છે અને ત્યારબાદ ખરી પડે છે. ઉપદ્રવવાળો પાનનો ભાગ ભૂખરો કે સફેદ થઈ સુકાઈ જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે. થ્રિપ્સનાં ઉપદ્રવને લઘુત્તમ તાપમાન, બાષ્પદબાણ અને ભેજ જેવા વાતાવરણિય પરિબળો સાથે નકારાત્મક સંબંધ છે એટલે કે આ વાતાવરણિય પરિબળો વધતા કે ઘટતાં અનુક્રમે થ્રિપ્સની વસ્તીમાં વધારો કે ઘટાડો થાય છે. ઉપરોક્ત પરિબળોને લીધે થ્રિપ્સની વસ્તીમાં ૫૫ ટકા જેટલો ફેરફાર જોવા મળે છે. ચોમાસાના પાછળના ભાગમાં થ્રિપ્સનો ઉપદ્રવ વધુ રહે છે. વરસાદ થોડા દિવસ માટે ખેંચાય તો વસ્તી વધે છે. વાતાવરણમાં ૬૦ ટકા ભેજ અને ૨૪ થી ૨૭૦ સે. તાપમાન થ્રિપ્સની વસ્તીમાં વધારો કરવા માટે વધુ અનુકૂળ રહે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ૫૦ થી ૮૦ મિ.લિ. મુલ રક્ષક-૨ નંબર ૧૫ લિટર પાણી સાથે છંટકાવ આપવો.
   માટલામાં છાશ ભરી ઉપર કપડુ બાંધી જમીનમાં ૨૫ દિવસ સુધી મુકી રાખી પછી તેને કાઢી ૪૦ થી ૫૦ મિ.લિ. ૧૫ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
call now Amrutkamal
Send Whatsapp Message