amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

gaillardia-flower vavetar Amrutkamal  ગાદલીયાના વાવેતર અને રોગો વિશે માહિતી

gaillardia-flower vavetar Amrutkamal ગાદલીયા : વાવેતર વિશે માહિતી
 •  ખેતી વ્યવસ્થા :
  gaillardia-flower-crop-farmingગેલાર્ડીયાને આપણી ગામઠી ભાષામાં ગાદલીયો કહે છે. ગાદલીયાની ખેતી કોઈપણ પ્રકારની જમીનમાં કોઈપણ પ્રકારની આબોહવામાં કરી શકાય છે. જો કે પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આ પાક થઈ શકતો નથી. ગાદલીયામાં ઘણી પ્રજાતિઓ છે. પરંતુ આપણે સામાન્ય રીતે વર્ષાયુ થતા છોડની જ ખેતી કરીએ છીએ. વર્ષાયુ છોડમાં એક પાંદડીવાળા ફૂલ અને ડબલ પાંદડીની ગોઠવણવાળા ફૂલો જોવા મળે છે. ડબલ ફૂલોમાં પીળો, લાલ અને પીળો રંગ વધારે જોવા મળે છે. બહુ ઓછી માવજતથી ગાદલીયાનો પાક લઈ શકાય છે.

   જમીન
  કોઈપણ પ્રકારની જમીનમાં આ પાક લઈ શકાય છે. પરંતુ જમીન પર પાણી ભરાઈ રહેતુ હોય તો ગાદલીયાનો પાક તે સહન કરી શકતું નથી. ખારી જમીન હોય કે ખારુ પાણી હોય તો પણ આ પાક લઈ શકાય છે. રેતાળ જમીનમાં પણ આ પાક લઈ શકાય છે. દરિયાના પાણીથી પિયત કરીને રેતાળ જમીનમાં આ પાક લઈ શકાય છે. ઢોળાવવાળી જમીનમાં આ પાક વાવતા ધોવાણ અટકાવે છે.

   ઋતુ
  ગાદલીયો વર્ષના કોઈપણ માસમાં વાવી શકાય છે. બારેમાસ ફૂલોની રોપણી કરી ઉત્પાદન લઈ શકાય છે. અખતરા પરિણામો દર્શાવે છે કે ઉનાળાની ઋતુમાં વધારેમાં વધારે ૨૫ ટન ઉત્પાદન મળી શકે છે. સામાન્ય રીતે ઉનાળામાં લગ્નની મોસમમાં ફૂલોની તીવ્ર તંગી હોય ત્યારે આ ગાદલીયા ફૂલો ખૂબ સારી રીતે મેળવી શકાય છે.

   વર્ધન
  ગાદલીયાનું વર્ધન બીજથી થાય છે. આ માટે જાતે સારા ભરાવદાર ડબલ ફૂલવાળા છોડ પસંદ કરી બીજ એકત્ર કરવુ જોઈએ. એક હેક્ટરના વાવેતર માટે ૩૦૦ થી ૫૦૦ ગ્રામ બીજની જરૂર પડે છે. રોપણી કરતા પહેલા દોઢ માસે બીજને ધરૂવાડીયુ તૈયાર કરી ધરૂ ઉછેરવું. સામાન્ય રીતે મે અને નવેમ્બર માસમાં અનુક્રમે ખરીફ અને રવિ ઋતુ માટેના પાક લેવા ધરૂ ઉછેરવું જોઈએ. બીજનો છંટકાવ કરવા કરતા લાઈનમાં વાવવા જોઈએ. જેથી નીંદામણ કરવામાં અનુકૂળતા રહે. ધરૂવાડિયાને સવાર સાંજ ઝારાથી પાણી પાવું જોઈએ.

   ફેરરોપણી
  ગોદલીયાની ફેરરોપણી ૩૦ X ૨૦ સે.મી. ના અંતરે કરતા એકમ વિસ્તારમાંથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. ફેરરોપણી સાંજના સમયે કરવી જોઈએ.

   પિયત
  ફેરરોપણી કર્યા પછી તુરંત જ હળવું પિયત પાણી આપવું ચોમાસામાં જરૂરીયાત મુજબ પાણી આપવું. ઉનાળા અને શિયાળામાં અનુક્રમે ૭ અને ૧૦ દિવસનાં અંતરે પાણી આપવું. ઉનાળામાં કુલ ૧૨ થી ૧૫ પિયતની અને શિયાળામાં ૮ થી ૧૦ પિયતની જરૂરીયાત રહે છે. સામાન્ય રીતે પાંચ માસ સુધી ફૂલો મળી શકે છે.

   ખાતર
  જમીન તૈયાર કરતી વખતે ૧ વિઘે અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ જટાયુ (ઓર્ગેનિક કાર્બન) ૫ થી ૮ બેગ અને જરૂરીયાત મુજબ છાણિયુ ખાતર જમીનમાં ભેળવવું.

   નીંદામણ
  ગાદલીયાના છોડ ખૂબ જ ઝડપથી જમીન પર ફેલાઈ જતાં હોઈ, શરૂઆતમાં એકાદ બે નીંદામણ કરવા પડે છે. ત્યારબાદ નીંદામણની જરૂરીયાત રહેતી નથી.

   ફૂલો ઉતારવા
  ફેરરોપણી બાદ ૫૦ દિવસે ફૂલોની પ્રથમ વીણી મળે છે. લગભગ ૧૫૦ દિવસ સુધી ફૂલોની વીણી મળતી હોય છે. કુલ ૨૦ થી ૨૫ વીણી આંતર દિવસે કરવી પડે છે. વહેલી સવારમાં ફૂલો ઉતાર્યા પછી જો કોથળા કરંડીયાને બદલે ખોખામાં પેક કરવામાં આવે તો ચાર કલાક વધારે સંગ્રહ કરી શકાય છે. એક ખોખામાં પાંચ કિલો થી વધારે ફૂલ ભરવા નહિં. ખોખામાં ફૂલો ભરતાં પહેલા જો લીમડાના લીલા પાન નીચે રાખ્યા પછી ફૂલો ભરવામાં આવે અને ઉપર પણ લીમડાના પાન નાંખી પેક કરવામાં આવે તો ફૂલોને લાંબા સમય સુધી સાચવી શકાય છે. ગાદલીયાના ફૂલોનો ઉપયોગ હાર બનાવવામાં થતો હોય આમ ઉપર જણાવ્યા પ્રમાણે પેકીંગ કરતા હાર સારો બનાવી શકાય છે.

   ઉત્પાદન
  ખરીફ ઋતુમાં પ્રતિ હેક્ટરે ૨૦ થી ૨૨ ટન ઉત્પાદન મળે છે. જ્યારે બીજી ઋતુમાં ૨૫ થી ૨૮ ટન પ્રતિ હેક્ટરે ફૂલોનું ઉત્પાદન મળે છે. હાલનાં બજાર ભાવ જોતાં પ્રતિ કિલો રૂપિયા બે નો ભાવ મળે તો પણ ૫૦૦૦૦ રૂપિયાની આવક સામે ૨૫૦૦૦ હજારનો ખર્ચ ગણતા ચોખ્ખો નફો ૨૫૦૦૦ પ્રતિ હેક્ટરે રહે છે. જોકે, બજારમાં ભાવ પાંચ થી વીસ રૂપિયા સુધી મળતો હોય છે.
call now Amrutkamal
gaillardia-flower vavetar Amrutkamal  ગાદલીયા: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal મોલોમશી
molomasi-gaillardia-flower-crop-insect
 •  ઓળખ ચિન્હ :- મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતા રંગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને Cornicals કહે છે. પુખ્ત નર મોલો નાની પાંખવાળી અને પુખ્ત માદા મોલો મોટી પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જન્મ આપે છે. માદા મોલો ૮ થી ૨૨ બચ્ચા પ્રતિ દિન જન્મ આપે છે. આ બચ્ચા ૭ થી ૯ દિવિસમાં પુષ્ત બની જાય છે. પુખ્તનો જીવનકાળ ૨ થી ૩ અઠવાડિયાનો હોય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચકુ પુર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- મોલોમશીના પુખ્ત તેમજ બચ્ચાં ફૂમળી ડખો તથા પાનની નીચે રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્દવમાં છોડનો વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોય છે જેના ઉપર સમય જતાં કાળી ફુગનો ઉપદ્દવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે. આ જીવાત મોટે ભાગે "કોકડવા" અથવા "પંચરંગિયો" રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   સ્ટીકી ટ્રેપ ગોઠવી જીવાતનો ઉપદ્દવની માત્રા ઘટાડી શકાય છે.
   લાલ દાળિયા (લેડી બર્ડ બોટલ) ના પુખ્ત અને ઈયળ બંને અવસ્થા જીવનકાળ દરમ્યાન ૫૦૦ થી ૬૦૦ મોલોનું ભક્ષણ કરે છે. જ્યારે લીલી ફદડી (ક્રાયસોપા) ની ઈયળ અવસ્થા ૨૦૦ થી ૨૫૦ મોલોનું ભક્ષણ કરે છે.
   સવારે અથવા સાંજના સમયે અમૃતકમલ ની મુલ રક્ષક (૨)નો છંટકાવ કરવો.
   ૧૫ લીટર પાણી સાથે ૫૦ થી ૧૦૦ ગ્રામ લાલ તીખુ મરચું મિશ્રણ કરી સવાર આથવા સાંજ ના સમયે છંટકાવ કરવો.
call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message