amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

magfali vavetar Amrutkamal  ફણસના વાવેતર અને રોગો વિશે માહિતી

magfali vavetar Amrutkamal ફણસ : વાવેતર વિશે માહિતી
 • ખેતી વ્યવસ્થા :
  ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફણસ, કેરળમાં ચક્કા, તમિલનાડુમાં પલપ્પાલમ, બંગાળમાં એન્કર, આસામમાં કોથોલ, મેઘાલયમાં તેબ્રોંગ અને ઉત્તર ભારતમાં કટહલ તરીકે ઓળખાતું જેકફ્રૂટ ભારતનું સૌથી 'વંચિત' ફળ કહી શકાય.
  દુનિયામાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. આશરે ૧૪ લાખ ટન. ફણસની ખેતી ખૂબ જ ઓછા ખર્ચે થાય છે. ઓછું પાણી તો ઠીક, દુકાળ પડે તો પણ ફણસનું વૃક્ષ ફળો આપે છે. ભારતના મોટા ભાગના મુખ્ય પાક 'વેધર સેન્સિટિવ' છે. વાતાવરણમાં ફેરફાર થતા જ પાક નિષ્ફળ જાય છે પણ ફણસનો પાક ક્યારે ય નિષ્ફળ જતો જ નથી. ફણસ જીવાત સામે પણ સહેલાઈથી ટકી શકે છે એટલે તેને જંતુનાશકોની જરૂર પડતી નથી. ફણસને તેને રાસાયણિક ખાતરોની પણ જરૂર પડતી નથી.
  એ રીતે ફણસ ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી માંડ ૯૫ કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યોથી ભરપૂર લૉ કેલરી ફૂડ છે. ફણસ શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપરફૂડ છે.

  જમીન અને જમીનની તૈયારી :
  ફણસ નિતારવાળી, ઉંડી જમીનમાં સારા થાય છે પરંતુ તે વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે અને ઘણી જગ્યાઓએ ખુબ જ વિપરિત જમીન જેવી કે ઓછા પોષકતત્વોવાળી ડુંગરાળ કે રેતાળ જમીનમાં પણ સારી વૃધ્ધિ અને ફળ આપવાની ક્ષમતા ધરાવે છે.સતત ભીની રહેતી જમીન અથવા જયાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન અથવા ઓછા નિતારવાળી જમીનમાં ફણસના ઝાડ સારા થતા નથી. ફળદ્રુપ અથવા સારા પ્રતવાળી ગોરાળુ જમીન કે જેનો પી. એચ. પ.પ થી ૭.પ રહેતો હોય તેવી જમીન માફક આવે છે.

  આબોહવા :
  ફણસને ભેજવાળું અને ગરમ હવામાન માફક આવે છે. ફણસના પાકના ઉછેર માટે જમીન સપાટી સારી નીતારવાળી ફળદ્રુપ તથા સારી પ્રતવાળી લેટેરાઈટ જમીન વધુ અનુકુળ આવે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફણસની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. બીજ દર અને વાવણીનું અંતર : ફળ માટે ફણસને ૬-૬ મી. ૭-૭ મી, ૮-૮ મી કે ૧૦-૧૦ મીટર અંતરે રોપવામાં આવે છે. પવન અવરોધ વાડ બનાવવા માટે અછા અંતર જોડીયાહાર પદ્ધતિથી સામ સામે ત્રિકોણાકાર રચાય તે રીતે રોપવામાં આવે છે. ઈમારતી લાકડાં માટે વાવેતર કરવાનું હોય ત્યારે ૨.૫ મી. થી ૩.૫ મીટર અંતરે ઘનિષ્ઠ વાવેતર કરવાથી છોડ સીધા વધે છે અને ગુણવત્તાયુક્ત લાકડુ મળે છે. ફણસનું વર્ધન બીજથી અથવા કલમ કરેલા છોડથી કરવામાં આવે છે.

  ફણસના બીજને માટી ભરેલી કોથળીમાં રોપી છોડ તૈયાર કરવામાં આવે છે. રોપ્યા પછી લગભગ 10-15 દિવસે બીજ ઉગવાની શરૂઆત થાય છે. અને બે-ત્રણ મહિ‌નાના ટૂંકા ગાળામાં 1 થી 1.5 મીટર ઉંચાઈ મેળવે છે. ફણસના રોપા ખુબ જ ટૂંકા ગાળામાં સહેલાયથી તૈયાર કરી શકાય છે. પથરાળ રેતાળ જમીનમાં કે જ્યાં છોડ રોપ્યા પછી મરણનું પ્રમાણ વધુ હોય ત્યાં ચોમાસામાં બીજને સીધે સીધા નક્કી કરેલ જગ્યાએ જ રોપવાથી સારુ પરિણામ મેળવી શકાય છે. આમ કરવાથી મૂળ અકબંધ રહેશે અને ઉંડે સુધી જઈ વિકસતા ઝાડને ભારે પવન અને વરસાદ સામ રક્ષણ પુરુ પાડે છે. આવી રીતે ઉછરેલા છોડ પર એક બે વર્ષ પછી ઈચ્છિત જાતિના ડાળી લાવી કલમ કરી ઈચ્છીત જાતના ઝાડ મેળવી શકાય છે.કલમથી વર્ધન : પરંપરાગત વૃક્ષ હોવાથી બીજમાં ઉગાડેલા છોડમાં માતૃછોડના બધા જ ગુણધર્મો આવતાં નથી અને પદ્ધતિસરનું વાવેતર કરવા માટે ઈચ્છિત ગુણધર્મો ધરાવતી જાતની કલમ રોપવી જોઈએ. આ માટે જે તે જાતના છોડ સારી ન‌ર્સરીમાંથી લાવી ચોમાસામાં નક્કી કરેલી જગ્યાઅ રોપી ટેકો આપવો, ફણસમાં નુતનકલમ પદ્ધતિથી કલમ તૈયાર કરવામાં આવે છે.

  ખાતર વ્યવસ્થા :
  ફણસને સામાન્ય રીતે ફણસના ઝાડને અલાયદુ ખાતર આપવાથી વધુ ઉત્પાદન અને ફળની સારી ગુણવત્તા મળે છે. ફણસના ફળાઉ જાડને પ્રથમ ફૂલો નીકળે ત્યારે અને બીજીવાર ચોમાસાની શરૂઆતમાં એમ બે વર્ષમાં બે વાર ખાતર આપવું. જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ પોટેશીયમ છાણિયુ ખાતર આપવામાં આવે છે.

  પિયત વ્યવસ્થા :
  ઝાડના મહત્તમ વિકાસ અને ફળ ઉત્પાદન માટે સૂકા સમયગાળા દરમિયાન પુરતુ પિયત આપવું. ફણસ પાણીના ભરાવવાથી ખુબ જસંવેદનસીલ છે. તેની ઝાડના થડ પાસે પાણી ભરાવો થતો અટકાવવો. ઝાડના મૂળનો વ્યવસ્થિત વિકાસ થઈ સારી રીતે સ્થાપિત થાય ત્યાં સુધી નાના ઝાડને વાવણી બાદ ત્રણથી ચાર વર્ષ સુધી સૂકા સમયગાળા દરમિયાન નિયમિત રીતે પિયત આપવું. જ્યારે પરિપક્વ ઝાડને ફૂલ આવવાના સમયે અને ફળના વિકાસ દરિમયાન પિયતની ભલામણ છે. પિયતનું પ્રમાણ અને આંતરાલએ સ્થાનિક આબોહવા અને પિયતના ભોજન પ્રમાણ પર રહેલ છે. ફૂલ આવવા અને ફળાવ સમયગાળા દરમિયાન પિયતના ઘણા સારા પરિણામો મળેલા છે.

  ફુલ-ફળ બેસવા :
  ફણસમાં નર અને માંદા ફૂલ એક જ ઝાડ પર અલગ અલગ રીતે મુખ્ય થડ અથવા ડાળીઅ પરથી સીધા જ ઉદ્દભવે છે. ક્યારેક ફળધારણ જમીન સપાટીની નીચેના ભાગમાં પણ થયેલા જોવા મળે છે. નર ફૂલોનું પ્રથમ લગભગ ૮૦-૯૬ ટકા જેટલું હોય છે. પરાગનયનની પ્રક્રિયા પવન દ્વારા થાય છે. જો પરાગ નયન યોગ્ય પ્રમાણમાં ન થાય તો ફળનો આકાર એકસરખો ન રહેતા બેડોળ બને છે. અને ફળ નાના રહેછે. ફળધારણ પછી ફળ ૯૦ થી ૨૪૦ દિવસ ((સામાન્ય રીતે ૪-પ માસ))માં મુખ્યત્વે ઉનળાના અંતમાં તૈયાર થાય છે. પરંતુ સપ્ટેમ્બર- અક્ટોબર માસમાં તૈયાર થતાં જોઈ શકાય છે. પરિપક્વ ફળ ૩-૧૦ દિવસમાં પાકી જાય છે. ઠંડા પ્રદેશમાં ફળ તૈયાર થતા વધુ દિવસો લાગે છે.
  ઘણા ખેડૂતો પોતાના ખેતરના બોર્ડર પર પણ આ વૃક્ષને વાવતા હોય છે, આમ તેઓ પાર્ટ-ટાઈમ ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાય છે.

  ઉત્પાદન :
  ફણસનું ઝાડ સામાન્ય રીતે ૧૦૦–ર૦૦ ફળ પ્રતિ વર્ષ આપે છે પરંતુ વિકસિત ઝાડ પરથી ર૦૦–રપ૦ કે તેથી વધુ ફળો પણ મળી શકે છે. ફળનું સરેરાશ વજન જાતને અનુલક્ષીને પ–પ૦ કિલો સુધી હોય છે. ભારતમાં ફળની ઉત્પાદકતા ૧૦ ટન પ્રતિ હેકટર છે.

call now Amrutkamal
magfali vavetar Amrutkamal ફણસ : રોગો વિશે માહિતી
 •  (૧) ગુલાબી રોગ : પીંક ડીસીઝ
  pink-disease-in-jackfruit નુકશાન:
  આ રોગની અસરવાળા ઝાડની કુમળી ડાળીઓ પરથી શરૂઆતમાં પાન ખરી પડે છે અને ડાળી ઉપરથી નીચે તરફ સુકાતી જાય છે. નુકશાન પામેલ ડાળીના નીચેના ભાગમાં પાતળો ચીકણો ગુલાબી પદાર્થ નીકળતો જોવા મળે છે.
  નિયંત્રણ:
  નુકશાન યુક્ત ભાગને કાપી બાળી તેનો નાશ કરવો. કાપેલા ભાગ પર બોર્ડો પેસ્ટ ચોપડવી.

   (૨) ફળનો સડો : ફ્રુટ રોટ
  jackfruit-rot નુકશાન:
  આ રોગથી પુંકેસર અને કુમળા ફળો જલદી ખરી પડે છે. શરૂઆતમાં ફળની દાંડી પર ફૂગનું આક્રમણ થાય છે. જેથી અસરયુકત ભાગમાં કોહવારાની શરૂઆત થવાથી થોડા સમય બાદ ફળ સંકોચાઈ કાળા રંગની ફૂગથી છવાઈ જઈને ખરી પડે છે.
  નિયંત્રણ:
  આ રોગના નિયંત્રણ માટે કોઈ પણ તાંબાયુકત ફુગનાશક (૦.રપ%) દવાનો છંટકાવ કરવો. આ સિવાય પાનના બદામી ટપકાનો રોગ પણ જોવા મળે છે. આ રોગથી ઓછા પ્રમાણમાં નુકશાન થાય છે.


call now Amrutkamal
magfali vavetar Amrutkamal  ફણસ : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ચીકટો : મીલી બગ
molo-jackfruit
 •  ઓળખ ચિન્હ :- ચિક્ટોની માદા માર્ચ થી મે મહિના દરમિયાન ઝાડ છોડી ૮૦ થી ૧૫૦ મી.મી. જેટલી ઊંડાઈએ જમીનમાં ઉતરી જઈ ઈંડાં મૂકે છે. આ ઈંડાં સુષુપ્ત અવસ્થામાં પડી રહી નવેમ્બર થી જાન્યુઆરી માસ દરમ્યાન સેવાય છે. બચ્ચાં અર્ધગોળાકાર, પીળાશ પડતાં હોય છે. માદાના શરીરને ફરતે સફેદ તાતળાઓનું આવરણ હોય છે જ્યારે નર પાંખો ધરાવે છે. બચ્ચાં ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ઝાડ ઉપર ચડવાનું શરુ કરે છે અને ઉપર ભેગા થઈ કુમળી ડાળી, પાન તથા ફળ-ફૂલમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિબળો પૈકી હવામાંનો ભેજ અને વરસાદ ખેંચવાથી તેનો ઉપદ્રવ વધી જતો હોય છે. વરસાદી દિવસોમાં જીવાતનો ઉપદ્રવ ઘટે છે. જ્યારે સૂર્યપ્રકાશના કલાકો વધે તો જીવાતનું પ્રમાણ વધતું માલુમ પડે છે. આ જીવાતને સુકું વાતાવરણ વધારે માફક આવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતના બચ્ચાં તથા પુખ્ત માદા પાનની નીચેની સપાટીએ, ડૂંખ, કળી તેમજ ફળ પર સમૂહમાં રહી રસ ચૂસી નુકસાન કરે છે. તેના શરીર પર સફેદ મીણયુક્ત આવરણ બનાવે છે. તેથી ફૂગ જેવું જણાય છે પરિણામે દાડમની ગુણવત્તા તેમજ બજાર કિંમત ઘટાડે છે. આ જીવાતના અતિ ઉપદ્રવ વખતે ઘણીવાર અપરિક્વ ફળો ખરી પડે છે. ખાસ કરીને ફૂલ અવસ્થાએ આ જીવાતનો ઉપદ્રવ શરુ થાય છે. આ સમયે માદા એ જમીનમાં મૂકેલ ઈંડાંમાંથી નાના બચ્ચાં નીકળી થડ દ્વારા ઝાડ ઉપર ચડી નુકસાન કરતા હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   બગીચામાં ચોખ્ખાઈ જાળવવી એટલે કે ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો. તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.
   આ જીવાતના નાશ માટે મુલ રક્ષક-૩ નંબર નો સ્પ્રે કરવો.
   ચોમાસામાં વરસાદ બાદ ઊગી નીકળેલ ઘાસને ઉપાડીને તેનો નાશ કરવો.
   આ જીવાતનો ઉપદ્રવ ટપક પદ્ધતિથી આપેલ પિયતવાળા બગીચાં કરતાં ખામણામાં આપેલ પિયતવાળા બગીચામાં ઓછો જોવા મળે છે તો તે પ્રમાણે કાળજી લેવી.

call now Amrutkamal
activites Amrutkamal થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઈયળ : બાર્ક ઈટીંગ કેટરપીલર
bark-eating-caterpiller-fackfruit
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત ઈયળ ઝાંખા બદામી રંગની, કાળા માથાવાળી હોય છે. ફુદુ નાનુ, આછા બદામી રંગની પાંખોમાં વાંકી ચુકી લીટીઓ વાળુ હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતની ઈયળ કુમળી ડાળીઓ અને કળીમાં કાણું પાડી અંદરનો ભાગ ખાઈ જઈને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   સુકાયેલ ડાળીઓની કાળજી પૂર્વક છાંટણી કરવી.
   થડ તથા ડાળીઓ પર બનાવેલા ઝાળા દૂર કરવા અને ઈયળે બનાવેલા કાણૂં શોધી કાઢી તેમાં લોખંડનો સળિયો નાખી ઈયળને મારી નાખવી.
   ઈયળે પાડેલા કાણા સાફ કરી તેમાં પેટ્રોલ કે કેરોસીનવાળુ કપાસનું કે કાપડનું પોતું દાખલ કરે કાણું ચીકણી માટીથી બંધ કરવું.

call now Amrutkamal
activites Amrutkamal બદામી ચાંચવા: વીવીલ
weevil-frackfruit
 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાત પણ ઝાડની કુમળી ડાળીઓ અને કળીઓ કોરીને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   નિયંત્રણ માટે નુકશાન પામેલ ફળો, કળીઓને એકત્ર કરી નાશ કરવો.

call now Amrutkamal
activites Amrutkamal ભીંગડાંવાળુ જીવાત : સ્કેલ ઈન્સેક્ટ
scale-insect-jackfruit
 •  ઓળખ ચિન્હ :- ભીંગડાવાળી જીવાત લગભગ ૨ થી ૫ મી.મી. જેટલી નાની અને સ્થાઈ હોય છે. તેમાંની કેટલીક લંબગોળ આકારની અને ભૂખરા રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચા તેમજ પુખ્ત જીવાત પાંદડા, કુમળી ડૂંખ અને ફળમાંથી રસ ચૂસે છે. વધારે ઉપદ્રવ હોય ત્યારે ઝાડની વૃદ્ધિ અને ફળાઉ શક્તિને માઠી અસર પહોચાડે છે. આ જીવાતનો ઉપદ્રવ જુન માસમાં વધુ જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ૩૦ મી.લી. મૂલ રક્ષક (૩)નો છાંટકાવ કરવો.

call now Amrutkamal
magfali vavetar Amrutkamal ફણસ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
magfali vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  magfali vavetar Amrutkamal
call now Amrutkamal
magfali vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message