amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

magfali vavetar Amrutkamal  ફાલસાના વાવેતર અને રોગો વિશે માહિતી

magfali vavetar Amrutkamal ફાલસા : વાવેતર વિશે માહિતી
 • ખેતી વ્યવસ્થા :
  ભારતમાં હરિયાણા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ફાલસાની ખેતી મોટાં શહેરાના આજુબાજુના વિસ્તારમાં થાય છે. ફળમાં વિપુલ પ્રમાણમાં વિટામીન "એ" તથા "સી" તેમજ ફોસ્ફરસ અને લોહતત્વ મળે છે. ફાલસાના ફળોનો ઉપયોગ ખાવા માટે તથા ફળોનો રસ અને ઠંડા પીણા બનાવવા માટે વપરાય છે. ફળ પાકે ત્યારે લાલ રંગના થાય છે.

  જમીન અને જમીનની તૈયારી :
  હલકી થી કાળી જમીનમાં થઈ શકે પરંતુ ફળદ્રુપ ગોરાડું જમીમાં સારુ ઉત્પાદન મળે છે. જમીનનો નીતર સારો હોવો જોઈએ. આ પાક જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય તો સહન કરી શકે છે.
  ફાલસાની રોપણી ૨ થી ૨.૫ મીટરના અંતરે ૩૦ સે.મી X ૩૦ સે.મી X ૩૦ સે.મી માપના ખાડા ઉનાળામાં ખોદીને તપવા દીધા બાદ છાણિયું ખાતર અને માટી મિશ્ર કરી પૂરવા.

  આબોહવા :
  ફાલસાના પાકને સમશીતોષણ હવા વધુ માફક આવે છે. ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગરમાં ફાલસાનું વાવેતર થાય છે.

  બીજ દર અને વાવણીનું અંતર :
  પ્રસર્જન બીજ કટક કમલ અને કલિકા ઉપરોપણીથી થાય છે. બીજ વાવતાં ૧૫ થી ૨૦ દિવસમાં ઉગી જાય છે. કટકકલમ કરવી હોય તો કટકાને અંત:સ્ત્રાવો માવજત આપવાથી સારા પ્રમાણમાં બીજ ફૂટે છે.

  ખાતર વ્યવસ્થા :
  રોપણી સમયે છોડ દીઠ ૧૦ કિલો છાણિયું ખાતર આપવું. બીજા વેર્ષની છાંટણીબાદ ૧૫ કિલો છાણિયું ખાતર આપવું. નવી ફૂટ નીકળે તે સમયે જટાયું આપવું.

  પિયત વ્યવસ્થા :
  છાંટણી પછી ૧૫ થી ૨૦ દિવસે પિયત આપવું. ત્યારબાદ ફળફૂલ બેસવાની શરુઆત થાય ત્યારે એક સપ્તાહના અંતરે નિયમિત પિયત ફળ ઉતરી જાય ત્યાં સુધી આપવું.
  ફાલસાના છોડમાં નવી વૃદ્ધિ પર જ ફૂલ આવે છે. આથી દર વર્ષે તેની છાંટણી કરવામાં આવે છે. ડિસેમ્બર માસના અંતમાં છોડને એક મીટરની ઊંચાઈ રાખીને ડાળીઓને કાપી નાંખવામાં આવે છે. ઘણીવાર છોડના મૂળને નુકશાન ન થાય તે રીતે કાળજીપૂર્વક ખુલ્લા કરીને ૭ થી ૧૦ દિવસ ખુલ્લા કરીને રાખવાં.

  ફુલ-ફળ બેસવા :
  ફળનું ઉત્પાદન પ્રથમ વર્ષથી શરુ થાય છે પરંતુ સારું ઉત્પાદન બીજા વર્ષથી મળે છે. ફળો એપ્રિલ-મે માસમાં ઉતરે છે. ફુલ આવ્યાના ૨૮ થી ૩૧ દિવસમાં પાકા ફળો તૈયાર થાય છે. ફળ પાકવાનો સમય ઘટાડવા અને તેનો વિકસ સારો રહે તે માટે કૃષિ અમૃત ૨૦૩૦નો છંટકાવ ઉપયોગી માલુમ પડે છે.

  ઉત્પાદન :
   છોડ દીઠ ૧૫ થી ૨૦ કિલોનું ઉત્પાદન મળે છે.  ફળ લાલ કલરનાં થાય ત્યારે ઉતારવા.  ફળ વાસની ટોપલીમાં ભરી વેચાણ માટે મોકલવા.  ફળ દર ત્રીજા દિવસે ઉતારવાં.

call now Amrutkamal
magfali vavetar Amrutkamal ફાલસા : રોગો વિશે માહિતી
 • આ પાકમાં કોઈ ખાસ રોગો તથા તેના દ્વારા નુકશાન જોવા મળતું નથી.


call now Amrutkamal
magfali vavetar Amrutkamal  ફાલસા : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ચીકટો : મીલી બગ
molo-falsa
 •  ઓળખ ચિન્હ :- ચિક્ટોની માદા માર્ચ થી મે મહિના દરમિયાન ઝાડ છોડી ૮૦ થી ૧૫૦ મી.મી. જેટલી ઊંડાઈએ જમીનમાં ઉતરી જઈ ઈંડાં મૂકે છે. આ ઈંડાં સુષુપ્ત અવસ્થામાં પડી રહી નવેમ્બર થી જાન્યુઆરી માસ દરમ્યાન સેવાય છે. બચ્ચાં અર્ધગોળાકાર, પીળાશ પડતાં હોય છે. માદાના શરીરને ફરતે સફેદ તાતળાઓનું આવરણ હોય છે જ્યારે નર પાંખો ધરાવે છે. બચ્ચાં ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ઝાડ ઉપર ચડવાનું શરુ કરે છે અને ઉપર ભેગા થઈ કુમળી ડાળી, પાન તથા ફળ-ફૂલમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિબળો પૈકી હવામાંનો ભેજ અને વરસાદ ખેંચવાથી તેનો ઉપદ્રવ વધી જતો હોય છે. વરસાદી દિવસોમાં જીવાતનો ઉપદ્રવ ઘટે છે. જ્યારે સૂર્યપ્રકાશના કલાકો વધે તો જીવાતનું પ્રમાણ વધતું માલુમ પડે છે. આ જીવાતને સુકું વાતાવરણ વધારે માફક આવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતના બચ્ચાં તથા પુખ્ત માદા પાનની નીચેની સપાટીએ, ડૂંખ, કળી તેમજ ફળ પર સમૂહમાં રહી રસ ચૂસી નુકસાન કરે છે. તેના શરીર પર સફેદ મીણયુક્ત આવરણ બનાવે છે. તેથી ફૂગ જેવું જણાય છે પરિણામે દાડમની ગુણવત્તા તેમજ બજાર કિંમત ઘટાડે છે. આ જીવાતના અતિ ઉપદ્રવ વખતે ઘણીવાર અપરિક્વ ફળો ખરી પડે છે. ખાસ કરીને ફૂલ અવસ્થાએ આ જીવાતનો ઉપદ્રવ શરુ થાય છે. આ સમયે માદા એ જમીનમાં મૂકેલ ઈંડાંમાંથી નાના બચ્ચાં નીકળી થડ દ્વારા ઝાડ ઉપર ચડી નુકસાન કરતા હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
  • બગીચામાં ચોખ્ખાઈ જાળવવી એટલે કે ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો. તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.
  • આ જીવાતના નાશ માટે મુલ રક્ષક-૩ નંબર નો સ્પ્રે કરવો.
  • ચોમાસામાં વરસાદ બાદ ઊગી નીકળેલ ઘાસને ઉપાડીને તેનો નાશ કરવો.
  • આ જીવાતનો ઉપદ્રવ ટપક પદ્ધતિથી આપેલ પિયતવાળા બગીચાં કરતાં ખામણામાં આપેલ પિયતવાળા બગીચામાં ઓછો જોવા મળે છે તો તે પ્રમાણે કાળજી લેવી.
  • આ જીવાતના ઉપદ્રવની શરુઆત હોય ત્યારે એકાદ ભારે પિયત આપવું જેથી જમીનમાં ઈંડાંમાંથી નીકળતા જીવાતના બચ્ચાંઓનો નાશ થાય.

call now Amrutkamal
magfali vavetar Amrutkamal ફાલસા : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
magfali vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  magfali vavetar Amrutkamal
call now Amrutkamal
magfali vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message