amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

diwela vavetar Amrutkamal  દિવેલાના વાવેતર અને રોગો વિશે માહિતી

diwela vavetar Amrutkamal દિવેલા : વાવેતર વિશે માહિતી
 •  જમીન અને જમીનની તૈયારી :
  જમીન : સારા નિતારવાળી મધ્યમ કાળી ગોરાડુ અને કાળી જમીનમાં પાકનો વિકાસ સારો થાય છે.છે.જમીનમાં છાણિયું ખાતર નાંખી હળથીહળથી એક અને કરબનીની બે થી ત્રણ ખેડડ કરવી સમાર મારી જમીન સમતળ કરવી

    બીજ દર અને વાવણીનું અંતર :
  વાવણી સમયઃ ૧૫ જુલાઇ થી ૧૫ ઓગષ્ટ
  બિયારણનો દરઃ ૮ થી ૧૦ કિ.ગ્રા.કિ.ગ્રા. હેકટર.
  વાવેતર અંતરઃ ૯૦ x ૬૦સે.મી. હલકી જમીન માટે, ૧૨૦ x ૬૦સે.મી. અને ૧૫૦ x ૬૦ ફળદ્રુપ જમીન માટે.

    ખાતર વ્યવસ્થા :
  છાણીયું ખાતર : (હેકટર દીઠ)૨૦-૨૫ ગાડી હેક્ટર દીઠ પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસ ભરીને.
  પાયાના ખાતર : જટાયુને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો. નવા ઉગતા છોડનો વિકાસ ઝડપી કરવા માટે ઉપયોગી છે

    પિયત વ્યવસ્થા :
  દિવેલાના પાકમાં પ્રથમ પિયત વરસાદ બંધ થયા પછી ૨૦ દિવસે અને ત્યારબાદત્યારબાદ ૧૫ થી ૨૦ દિવસના અંતરે ૭ થી ૮ પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે.

    પાછલી માવજત (આંતર ખેડ અને નિંદામણ) :
  દિવેલાના પાકને વાવેતર બાદ ૪૫ થી ૬૦ દિવસ દરમ્યાન ૨ થી ૩ આંતર ખેડ તેમ જ ૧-૨ નિંદામણ કરી પાકનેને નિંદામણ મુક્ત રાખવો. દિવેલામાં મુખ્ય માળ તેમ જ ડાળીઓમાં માળો આવી જાય પછી આંતરખેડ કરવી નહી.

    આંતરપાક અને પાકની ફેરબદલી:
  આંતરપાકોમાં મગફળી, મગ, મગ, તલ, ચોળા અને અડદ જેવા પાકો દિવેલાની બે હાર વચ્ચે લઇ શકાય છે. દિવેલાના પાકમાં સુકારાના રોગ નિયંત્રણ માટે બાજરી, જુવાર કે અન્ય તેલીબિયાં કે કઠોળ વર્ગના કોઇપણ એક પાક કરી પાકની ફેરબદલી કરવી હિતાવહ છે.

    કાપણી અને ઉત્પાદન:
  વાવણી બાદ ૧૦૦ થી ૧૧૦ દિવસે મુખ્ય માળ પીળી પડી જઇ કાપણી લાયક બનશે.બનશે. બાકીના માળામાં અડધાં ડોડવા પાકી જાય અને બીજા ડોડવા પીળા પડે તે માળ પાકવાની નિશાની છે. લગભગ ત્રણ માસ સુધી માળ ઉતારવાનું ચાલે છે. ખળામાં બળદથી અથવા થ્રેસરનો ઉપયોગ કરી દાણા છુટા પાડી સાફ કરી કોથળામાં ભરવા. ઉત્પાદન જમીનની પ્રત, જાત અને હવામાનની અનુકુળતા મુજબ ૩૦૦૦ કિલો / હેકટર સુધી મળે છે.

call now Amrutkamal
diwela vavetar Amrutkamal દિવેલા : રોગો વિશે માહિતી
 •   ૧. સુકારોactivites Amrutkamal આ રોગ જમીનજન્ય ફુગથી થાય છે અને પાકની કોઇપણ અવસ્થાએ જોવા મળે છે પરંતુ રોગની તીવ્રતા નવેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન વધારે જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા ખેતરમાં છોડ સુકાઇને ટાલાં પડી જાય છે. રોગની શરૂઆતમાં છોડના ટોચનાં પાંદડા પીળા પડી આછા બદામી રંગના થઇ ખરી પડે છે. ઘણીવાર અમુક ડાળીઓ સુકારાના રોગથી સુકાઇ જાય છે. જયારે બાકીની ડાળીઓ તંદુરસ્ત રહે છે જેને અંશતઃ સુકારો કહેવામાં આવે છે. રોગિષ્ટ છોડ ધીરે ધીરે ૮ થી ૧૦ દિવસમાં કાળો પડી સુકાઇ જાય છે. ઘણીવાર થડ ઉપર કાળી પટ્ટી જેવું જોવા મળે છે. છોડને ઉપાડીને તપાસતાં મૂળનો ભાગ ભીનો અને ચીકણો માલૂમ પડે છે. થડને વચ્ચેથી ઉભું ચીરીને જોતાં અંદરના ભાગમાં સફેદ રૂ જેવી ફુગ જોવા મળે છે, થડની રસવાહિનીઓ કાળી પડી રંગવિહીન થઇ ગયેલ જોવા મળે છે.

 •  ૨. મૂળનો કહોવારોactivites Amrutkamal આ રોગ પણ જમીનજન્ય ફુગથી થાય છે. ખાસ કરીને આ રોગ ભાદરવા માસના ઓતરા ચોતરાના તાપમાં વધારે જોવા મળે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં શરૂઆતમાં છોડ પાણીની ખેંચ અનુભવતો હો. તેવું લાગે છે અને ખૂબ જ ટૂંકાગાળામાં એકાએક આખો છોડ સુકાઇ જાય છે. રોગિષ્ટ છોડને ખેંચીને ઉપાડવામાં આવે તો સહેલાઇથી ઉપડી જાય છે. મુખ્ય મૂળ અને પેટા મૂળ કોહવાઇ જવાથી તેની છાલ સહેલાઇથી છુટી પડી જાય છે. છોડના થડને ચીરીને જોતાં અંદરની બાજુએ ફૂગના કાળા બીજાણુંઓ જોવા મળે છે.
 •  સુકારા અને કોહવારાનું નિયંત્રણઃ
  • આ રોગ જમીનજન્ય ફૂગથી થતો હોઇ લાંબાગાળાની પાકની ફેરબદલી કરવી.
  • બીજને વાવતા પહેલાં મૂળ રક્ષક-૧ નંબરનો પટ આપવો.
  • ઉનાળામાં હળથી ઉંડી ખેડ કરવી.
  • રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉપાડી બાળીને નાશ કરવો.
  • રોગ પ્રતિકારક જાતો વાપરવી.
  ગુજરાત સંકર દિવેલા ૨ અને ગુજરાત સંકર દિવેલા ૬ મૂળના કોહવારા સામે તથા ગુજરાત સંકર દિવેલા ૪ અને ગુજરાત સંકર દિવેલા-૫ સુકારા સામે પ્રતિકારક જાતો જણાયેલ છે. • પાકને જરૂરિયાત મુજબ પાણી આરીને ખેંચ પડવા દેવી નહી.
  • મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં મૂળ રક્ષક ૧ નંબર ૧૫ લિટર પાણીમાં ૪૦ થી ૫૦ગ્રામ દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડને આપવું.

 •  ૩.ફૂગથી થતાં પાનના ટપકાઃસરકોસ્પોરા
  આ રોગ ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાન પર પાણીપોચાં નાના ટપકાં જોવા મળે છે જે ધીમે ધીમે બદામી રંગના થઇ જાય છે. જેની વચ્ચે સફેદ ચપકું જોવા મળે છે. રોગિષ્ટ ટપકાં એકબીજા સાથે ભળી જઇ પાનને સુકવી નાંખે છે.

 •  ૪. ઝાળઃલીફ બ્લાઇટ
  આ રોગ ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાન ઉપર આછા ભૂરા રંગના ટપકાં પડે છે જે ધીમે ધીમે બદામી રંગના થઇ જાય છે અને ટપકાંમાં વર્તુળાકાર ગોળ રીંગ જોવા મળે છે. રોગની તીવ્રતા વધુ હોય તો આવા ટપકાં મોટા થઇ એકબીજા સાથે ભળી જઇ પાનને સુકવી નાંખે છે.ફૂલ બેસવાની શરૂઆતમાં રોગની તીવ્રતા વધુ હોય તો ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. આ રોગ ભેજવાળા વાતાવરણમાં વધુ ઉગ્ર બને છે. નિયંત્રણઃ
  રોગની શરૂઆત થતાં તરત જ મૂળ રક્ષક ૩ નંબર ૧૫ લિટર પાણીમાં ૪૦ થી ૫૦ગ્રામ દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડને આપવું. રોગની તીવ્રતા વધારે હોય તો બે દિવસના અંતરે બીજો છંટકાવ કરવો.

 •  5. જીવાણુંથી થતા પાનનાં ટપકાં: બેકટેરીયલ લીફ સ્પોટ
  આ રોગની શરૂઆતમાં પાન ઉપર ચળકતા આછા બદામી રંગના ટપકાં જોવા મળે છે જે પાછળથી કાળા રંગના થઇ જાય છે અને આ ટપકાં પાનની નસો વચ્ચે મર્યાદિત રહેવા પામે છે. જેથી ખૂણિયા આકારનાં ટપકાં જોવા મળે છે. આ રોગની તીવ્રતા ચોમાસામાં ઝરમર વરસાદ સતત પડતો હોય ત્યારે વધુ જાવા મળે છે. નિયંત્રણઃ
  • બીજને વાવતા પહેલાં મૂળ રક્ષક-૧ નંબરનો પટ આપવો.
  • રોગની શરૂઆત થતાં મૂળ રક્ષક ૩ નંબર ૧૫ લિટર પાણીમાં ૪૦ થી ૫૦ગ્રામ દ્રાવણ બનાવી છોડ ઉપર છંટકાવ કરવો.

call now Amrutkamal
diwela vavetar Amrutkamal  દિવેલા : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal દિવેલાની ઘોડિયા ઇયળો
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનું ફૂદું મજબુત બાંધાનું હોય છે. તેની આગળની પાંખો રાખોડિયા ભૂખરા અથવા કથ્થઇ રંગની અને પાછળની પાંખો આછા કાળા રંગના હોય છે. પુ ખ્ત માદા રાત્રીના સમયે ભૂરાશ પડતાં લીલા રંગનું અને ૦.૯ મિ.મિ.વ્યાસ ધરાવતું ગોળ આકારનું એક ઇંડુઇંડુ પાનની ઉપર અથવા નીચે મુકે છે.છે. આ પુખ્ત માદા તેના જીવનકાળ દરમ્યાન ૪૫૦ જેટલા ઇંડા મુકે છે. જુલાઇ થી સપ્ટેમ્બર મહીના દરમ્યાન ઇંડા અવસ્થા ૨ થી ૫ દિવસનો હોય છે.છે. ઇયળ રાખોડી અથવા કાળા રંગની હોય છે. તેની ચાલવાની ખસિયતના કારણે ઘોડિયા ઇયળ તરીકે ઓળખાય છે. તેની બંન્ને બાજુ લાલ અથવા સફેદ રંગની લાંબી પટ્ટીઓ હોય છે. પુર્ણ વિકસિત ઇયળ ૬ થી ૭ સે.મી. લાંબી હોય છે. જુલાઇ થી સપ્ટેમ્બર મહીના દરમ્યાન ઇયળ તેની જુદી જુદી ૫ (પાંચ) અવસ્થાઓ (Instars) ૧૨ થી ૧૩દિવસમાં પુર્ણ કરી કોશેટો બનાવે છે.છે. કોશેટો અવસ્થા ૧૦ થી ૨૭ દિવસમાં જમીન પર પડેલ પાન પર અથવા કોઇક વખત છોડ પરના વળેલા પાનમાં જોવા મળે છે. આ જીવાત ૨૮ તી ૪૫ દિવસમાં તેનું જીવનચક્ર પૂર્ણ કરે છે.activites Amrutkamal

 • activites Amrutkamal

   નુકસાનનાં પ્રકાર:- પ્રથમ અવસ્થાની ઇયળ પાનની નસોની વચ્ચેનો ભાગ કોતરીને ખાય છે. જ્યારે બીજી અવસ્થાની ઇયળો પાંદડામાં કાણાં પાડીને ખાય છે. ઇયળો પાંદડાની નસો સિવાયનો બધો લીલો ભાગ ખાઇ જાય છે. ઉપદ્વવ વધારે હોય ત્યારે છોડની ટોચ તથા દિવેલાની માળને પણ નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal દિવેલાના ડોડવા કોરનારી ઇયળ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનો ફૂદી કદમાં નાની અને ચળકતા પીળા રંગની હોય છે. તેની પાંખો પર નાનાં ટપકાં જોવા મળે છે. પૂર્ણ વિકસિત ઇયળ આશરે ૧.૫ થી ૨.૫ સે.મી. લંબાઇ તથા કથ્થઇ અથવા આછા ગુલાબી રંગની હોય છે. તેના આખા શરીર પર નાના વાળ હોય છે. કોશેટો રેશમી તાંતણાનો બનેલો હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- માળ બેસવાની શરૂઆત થાય ત્યાર પછી ડોડવાં કોરનારી ઇયળનો ઉપદ્વવ શરૂ થઇ છેવટ સુધી ચાલુ રહે છે. ઇયળો ડોડવામાં કાણાં પાડી અંદરના દાણાને કોરી નુકસાન કરે છે. તેની હગાર અને કચરા વડે નજીકના ડોડવાને જાળા વડે જોડી દે છે. ઇયળો, ડૂંખો તેમ જ માળની ડાળીઓને પણ કોરી ખાય છે. ઉપદ્વવ સપ્ટેમ્બરથી શરૂ થાય છે. પરંતુ નવેમ્બર માસમાં નુકસાન વધારે જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાન ખાનારી ઇયળ (લશ્કરી ઇયળ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ફૂદી ઘેરા બદામી રંગની હોય છે. પૂર્ણ વિકસિત ઇયળ ઘેરા લીલા રંગની અથવા કાળાશ પડતી બદામી રંગની હોય છે. તેના પર ઝાંખા નારંગી રંગના પટ્ટા જોવા મળે છે. આ કીટકની માદા ૨૦૦ થી ૩૦૦ના જૂથમાં સરેરાશ ૧૦૦૦ જેટલા ઇંડા મુકે છે. જેના ઉપર ભૂરાશ પડતી રુંવાટી ઢાંકેલી હોય છે. પાંચેક દિવસના ઇંડા સેવાય જાય છે. તેમાંથી નીકળેલ ઇયળ ૨ થી ૩ અઠવાડિયાના સમય દરમ્યાન ૬ ઇયળ અવસ્થામાંથી પસાર થઇ જમીનની તિરાડમાં માટીના આવરણમાં અથવા વળેલા પાનની કરચલીઓમાં લાલાશ પડતાં આછા ભૂખરા રંગનો કોસેટો બનાવે છે. દશેક દિવસ પછી તેમાંથી આછા ભૂખરા રંગનું ફૂદુ નીકળે છે. એક માદા તેના જીવનકાળ દરમ્યાન ૧૦૦૦ થી ૨૦૦૦ જેટલાં ઇંડા મુકે છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૬ થી ૮ જીવનચક્ર પુર્ણ કરે છે.

 • activites Amrutkamal

   નુકસાનનાં પ્રકાર:- નાની ઇયળો પાનની નીચેના ભાગમા સમૂહમાં રહીને પાંદડાની બહારની સપાટી કોરી ખાય છે. પરંતુ મોટી ઇયળો ખાઉધરો હોઇ છૂટો પડીને નસ સિવાયનો બધો જ લીલો ભાગ ખાઇ જાય છે. મોટી ઇયળો પાંદડા ઉપરાંત ડૂંખો અને ડોડવાને પણ કોરીને નુકસાન કરે છે. દિવેલા ઉપરાંત તમાકુ, કપાસ, મગફળી, કોબીજ, કોલીફલાવર, ટામેટા, રજકો વગેરે પાકોમાં પણ તે નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal તડતડિયા
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- તડતડીયા નાના કદના ફાચર આકારનાં, આછા લીલા રંગના ચૂસિયાં પ્રકારના કીટક છે. તેને પાન પર ત્રાંસા ચાલવાની ટેવ છે. બચ્ચાં પીળાશ પડતા લીલા રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમ જ પુખ્ત પાંદડાની નીચેની બાજુએ રહીને રસ ચુસે છે. જેથી પાંદડાની કિનારી પીળી પડી જાય છે. જે છેવટે બદામી રંગની થઇ જાય છે. માદા ચુસિયું પાનની નસોમાં ઇંડા મૂકે છે. તેથી નસો વળીને પાન વિકૃત બની જાય છે. પાન પર પીળા ધાબા પડી જાય છે. જે સમય જતાં બદામી રંગના બની જાય છે. છેવટે કિનારીઓ સુકાઇ જાય છે. પરિણામે ઉત્પાદન પર માઠી અસર થાય છે. નવેમ્બર થી જાન્યુઆરી માસમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal લાલ કથીરીઃરેડ માઇટ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- કથીરી આછા કથ્થઇ અથવા લાલ રંગની સુક્ષ્મ કદની જીવાત છે. તે કરોળીયાના વર્ગની હોઇ ચાર જોડ પગ ધરાવે છે. જો કે તેની પ્રથમ બચ્ચાં અવસ્થા કીટકની જેમ ત્રણ જોડ પગ ધરાવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને પુખ્ત પાનની નીચેના ભાગે રહીને પાનમાં મુખાંગો ખોસીને રસ ચુસે છે. વધારે પડતો રસ ચુસવાના કારણે પાનમાં પીળા ધાબા પડે છે. જે પાછળથી કથ્થઇ રંગમાં ફેરવાઇ જાય છે. પાન કથીરી પાનની નીચેની બાજુએ રેશમી તાંતણાંના જાળા બનાવી તેની નીચે હલનચલન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal થ્રિપ્સ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- થ્રિપ્સ સુક્ષ્મ કદની જીવાત છે. જે આછા પીળા રંગની પાંખોવાળી હોય છે. બચ્ચાં અવસ્થામાં પાંખો અવિકસિત હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને પુખ્ત અવસ્થા કૂમળા પાંદડાની ઉપરની સપાટી પર નસ નજીક ઘસરકા પાડીને બહાર નીકળતો રસ ચુસે છે જે સમય જતાં કથ્થઇ રંગમાં ફેરવાઇ જાય છે. વધારે પ્રમાણમાં રસ ચુસવાના પરિણામે પાંદડા વળી જાય કે ફાટી જાય છે. જેથી વિકાસ રૂંધાય છે. ફૂલો આવવાની અવસ્થાએ તે ફૂલોની પાંદડીઓમાંથી ઘસરકા પાડીને રસ ચૂસે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાન કોરીયું: લીફ માઇનર
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- એપ્રિલ માસમાં આ જીવાતની પ્રથમ પેઢી જોવા મળે છે. જયારે ગ્રીન હાઉસમાં આખા વર્ષ દરમ્યાન આ જીવાતની હાજરી (નુકસાન) જોવા મળે છે. આ જીવાતની પુખ્ત માખી નાના ચળકતા કથ્થઇ રંગની અને ૨.૫ મી.મી. લાંબી હોય છે. જયારે ઇયળ પીળા રંગની, પગ વગરની અને કાળા માથાવાળી હોય છે. જેને કીડો કહે છે. માદા માખી તેના અંડ નિક્ષેપક અંગ દ્વારા પાંદડામાં નાનું છિદ્ર પાડીને સફેદ રંગના ઇંડા મુકે છે. ઇયળ તેની જુદી જુદી અવસ્થાઓ (Instars) ૭ થી ૮ દિવસમાં પુર્ણ કરી કોશેટો બનાવે છે. કોશેટો પાનની અંદર અને પીળા રંગનો હોય છે. આ અવસ્થા ૭ થી ૧૧ દિવસમાં પુર્ણ થઇ પુખ્ત બહાર આવે છે. પુખ્ત અવસ્થા ૩ થી ૪ અઠવાડિયાની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇંડામાંથી નીકળતો કીડો પાનનાં બે પડની પેશીઓ વચ્ચે રહીને પાન કોરીને તેમાં સાપના લીસોટા જેવી પાનમાં ગેલેરી બનાવે છે. દિવેલાના પાનમાં આવી અસંખ્ય ગેલેરીઓ જોવા મળે છે. વધુ ઉપદ્વવમાં પાન સુકાઇને ખરતાં જોવા મળે છે. જો આ પરિસ્થિતીમાં તાત્કાલિક નિરાકરણ કરવામાં ન આવે તો ફરીથી વાવણી કરવાની ફરજ પડતી હોય છે. ઓગષ્ટ થી ઓકટોબર માસમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal કાતરાઃ ગુજરાત હેરી કેટરપીલર
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ફૂદી મધ્યમ કદની હોય છે. આગળની પાંખનો આગળની ધાર ઉપર લાલ રંગનો પટ્ટો હોય છે. માદા ફૂદી ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલાં ઇંડા સમૂહમાં શેઢા-પાળા ઉપર ઉગેલા ધાસ અથવા દિવેલાના પાન ઉપર મૂકીને ભૂખરા રેસા/ વાળ વડે ઢાંકી દે છે. ઇંડા અવસ્થા ૫ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી ઇયળ બહાર નીકળે છે. આ ઇયળ કાતરાની ઉપરની બાજુ લાંબા લાલ અને કાળા રંગના વાળના ગુચ્છાથી ઢંકાયેલ હોય છે. ઇયળ અને કોશેટો અવસ્થાઓ અનુક્રમે ૧૫ થી ૮૫ અને ૭ થી ૨૦ દિવસોની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- શરૂઆતની અવસ્થાના કાતરા જથ્થામાં પાનની નીચે રહીને પાન કાપી ખાય છે.મોટા થતાં છૂટા પડીને વધારે વિસ્તારમાં નુકસાન કરે છે. પૂર્ણ વિકસિત કાતરા શેઢા-પાળા નજીક જમીનમાં ઉંડા ઉતરી જઇ માટીના કોચલામાં કોશેટો બનાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal સફેદ માખી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- સફેદ માખી નાજુક શરીરવાળી હોય છે. તેની પાંખો સફેદ મીણના પાઉડરથી આચ્છાદિત હોય છે. માદા ફુદી લાંબા ચળકદાર સફેદ રંગના ઇંડા પાનની નશોમાં મૂકે છે. બચ્ચાં પીળા રંગના હોય છે. કોશેટા કાળા રંગનો, ચપટો અને લંબગોળ હોય છે. જેની કિનારી સફેદ હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમ જ પુખ્ત અવસ્થામાં પાંદડાની નીચેની સપાટી પરથી રસ ચૂસે છે. પરિણામે પાંદડા પીળા પડી સુકાઇ જાય છે. ઉપદ્રવ વધારે હોય ત્યારે છોડનો વિકાસ રૂંઘાઇ જાય છે. ઉપદ્રવિત પાંદડા ખરી પડે છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ પાંદડા પર ઝરે છે. જેના પર કાળી ફુગ ઉગી નીકળે છે. જેથી પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયામાં વિક્ષેપ પડવાથી ઉત્પાદન પર નોંઘપાત્ર ઘટાડો થાય છે. માર્ચ થી મે માસ (ઉનાળા)માં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
diwela vavetar Amrutkamal દિવેલા : સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થાઃ
diwela vavetar Amrutkamal
 • (ક) કર્ષણ પદ્ધતિઃ
  પાકની કાપણી થયા બાદ હળની ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ ઘોડીયા ઇયળ, પ્રોડિનીયા અને કાતરના કોશેટો જમીનની બહાર આવી જાય છે. જેથી સૂર્યના તાપથી તેમ જ પક્ષીઓના ખાઇ જવાથી કોશેટોનો નાશ થાય છે. દિવેલાની વાવણી ઓગષ્ટના પ્રથમ અઠવાડિયામાં કરવાથી ઘોડિયા ઇયળનો ઉપદ્રવ ઓછો થાય છે.

  (ખ) યાંત્રિક પદ્ધતિઃ
  પ્રકાશ પિંજરઃ
  diwela vavetar Amrutkamal દિવેલાની ઘોડિયા ઇયળ, પાન ખાનારી ઇયળ અને કાતરાની ફૂદીઓ પ્રકાશ તરફ આર્કષાય છે. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા કે જંતુનાશક દવાવાળા પાણીમાં ભોગો કરીને અથવા તાપણાં કરીને નાશ કરી શકાય છે.

  ફેરોમોન ટ્રેપઃ
  આ પ્રકારના પિંજરમાં નર ફૂદીઓને આર્કષવા માટે જે તે જીવાતોની ફેરોમોનની ટોટી (સેપ્ટા) મૂકવામાં આવે છે. ફેરો ટ્રેપ પાન ખાનારી ઇયળ (પ્રોડેનીયા) માટે ખુબ જ ઉપયોગ છે. એક હેકટરે વિસ્તારમાં ૫ થી ૬ ફેરોમેન ટ્રેપ ગોઠવવા જરૂરી છે.

  ઇંડાના સમૂહનો નાશઃ

  diwela vavetar Amrutkamal કાતરા અને પ્રોડિનિયાનો માદા ફૂદી અનુક્રમે શેઢાપાળા ઉપર ઉગેલ ધાસ અને દિવેલાના પાન પર જથ્થામાં ઇંડા મૂકતાં હોય છે. આથી ઇંડા સમૂહ તેમ જ પ્રથમ અવસ્થાની ઇયળોનો સમૂહ સાથે પાંદડા વીણી લઇને તેનો નાશ કરવાથી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય છે. પરિણામે તેનાથી થનાર નુકસાન અટકાવી શકાય છે.

  diwela vavetar Amrutkamal (ગ) જૈવિક નિયંત્રણઃ
  ટ્રાયકોગ્રામા ચીલોનીસ, ટ્રાયકોગ્રામા અકાઇ, ટીલીનોમસ નામની ભમરીઓ ઘોડીયા ઇયળની ફૂદીના ઇંડાના પરજીવી તરીકે અગત્યનો પુરવાર થયેલ છે. ખેતરમાં ફૂદીઓની હાજરી જણાતાં ટ્રાયકોગ્રામા નામની ભમરીઓ દ્રારા પરજીવીકરણ કરેલ ઇંડા દર અઠવાડીયે એક લાખ પ્રમાણે હેકટર દીઠ (ટ્રાયકોકોર્ડ) છોડવાથી સારૂ પરિણામ મળે છે.
  યુપ્લેકટ્રસ સ્પી. દ્વારા ઘોડિયા ઇયળ પર અને હેમીપ્ટારસેનસ વેરીકોરનીસ દ્વારા પાન કોરીયાની ઇયળ અવસ્થાઓ પર પરજીવીકરણ થતું જોવા મળે છે.
  જીવાણુંજન્ય (બેસીલેસ થુરીન્જીન્સીસ) રોગપ્રેરકો વડે દિવેલાની પાન ખાનારી ઇયળોનું નિયંત્રણ થઇ શકે છે. બાયોટોક્સ, બાયોલેપ તેમ જ બાયોકોર્પ ૧.૦ થી ૧.૫ કિ.ગ્રા./ હેકટર છંટકાવ કરવાથી બીજી કે ત્રીજી અવસ્થાની ઇયળોનું અસરકારક નિયંત્રણ થાય છે. ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એન.વી.પી.) ૨૫૦ ઇયળ એકમ/હેકટર દીઠ છાંટવાથી લશ્કરી ઇયળનું સારૂ નિયંત્રણ થાય છે. ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓથી ઘોડિયા ઇયળનું ભક્ષણ થતું હોય છે. આવા કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના વઇયા, કાળીયા કોશીને બેસવા માટેની વ્યવસ્થા માટે ૮ થી ૧૦ ફૂટ લાંબા લાકડાના ૩૦ થી ૪૦ બેલીખેડા (પક્ષીના ટેકા) ખોડવા જોઇએ.
  ઉપરોકત તમામ જીવાતોના નિયંત્રણ માટે અમૃતકમલ એગ્રો પ્રા. લિ. ની પ્રોડકટ મુલરક્ષક -૩(ત્રણ) નંબરનો છંટકાવ કરવો.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
diwela vavetar Amrutkamal દિવેલા : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
diwela vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  diwela vavetar Amrutkamal
call now Amrutkamal
diwela vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message