amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

custard-apple-plant vavetar Amrutkamal  સીતાફળના વાવેતર અને રોગો વિશે માહિતી

custard-apple-plant vavetar Amrutkamal સીતાફળ : વાવેતર વિશે માહિતી
 • ખેતી વ્યવસ્થા :
  સીતાફળ સમશીતોષ્ણ કટિબંધનો ફળપાક છે. દેશના દક્ષિણ ભાગમાં કુદરતી રીતે ઉગેલા સીતાફળ જોવા મળે છે. આથી આપાક સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં સારી રીતે થાય છે.

  જમીન અને જમીનની તૈયારી :
  વિવિધ પ્રકારની જમીનમાં સીતાફળીતાફળનો પાક થઈ શકે છે. રેતાળ અને કાંપાળ જમીન ઉપરાંત પથરાળ તેમજ ભારે કાળી જમીનમાં પણ નિતાર સારો હોય તો આ પાક સારો થઈ શકે છે. ભારે જમીનમાં જમીન ફાટવાથી મુળને નુકશાન થાય છે.

  આબોહવા :
  સીતાફળ ઉષ્ણ કટિબંધનો પાક છે પણ સમશીતોષ્ણ કટિબંમાં પણ થઈ શકે છે. તેને ગરમ તથા ભેજવાળું હવામાન માફક આવે છે. શિયાળાની શરૂઆતનુ સહેજ ઠંડું હવામાન અનુકૂળ આવે છે. પરંતુ વધુ પડતી ઠંડી થી ફળો પાકવાની ક્રિયા પર પ્રતિકૂળ અસર થાય છે. ફૂલ બેસવા સમયે સુકા અને ગરમ પવનોથી ફળ ઓછા બેસે છે.

  બીજ દર અને વાવણીનું અંતર :
  સીતાફળનુ વાવેતર બે રીતે થાય છે.
  ૧) બીજથી પ્રસર્જન કરીને :
  સીતાફળના બીજ લાંબો સમય સુધી ઉગવાની શક્તિ ધરાવે છે. સારા પરિપક્વ ભરાવદાર ફળોમાંથી બીજ કાઢી સુકવી ભેજ રહિત જગ્યાયાએ રાખવામાં આવે છે. એપ્રિલ માસના બીજા પખવાડીયામાં નીર્સરીવના સપાટ કે ગાદી ક્યારા બનાવી અથવા ૧૦ સેમી.*૧૫ સેમી. કદની પોલીથીન બેગમાં ખાતર - માટીનુ મિશ્રણ ભરી તેમાં બીજ વાવી રોપા તૈયાર કરવામાં આવે છે. જે રોપા ૨૦ થી ૨૫ સેમી. ની ઊંચાઈના થતાં ચોમાસુ બોસતા ખેતરમા રોપવામા આવે છે. તેમજ સીધા બીજ વાવી શકાય જેથી રોપાના મુળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે.
  ૨) કલમથી પ્રસર્જન કરીને :
  વાનસ્પતિક રીતોમાં કટકા કલમ, ફાચર કલમ તથા આંખ કલમથી સીતાફળનું પ્રસર્જન થઈ શકે છે. કટકા કલમમાં સહેલાઈથી મુળ ફાટતાં નથી. તેથી ભેટ, ફાચર કે આંખ કલમથી વાનસ્પતિક પ્રસર્જન થાય છે. સીતાફળની કલમ રામફળ, લક્ષ્મણફળ કે સીતાફળના મુળકાંડ પર કરી શકાય છે. જુનાગઢ વિસ્તારમાં સીતાફળના વાનસ્પતિક પ્રસર્જન માટે માર્ચ-એપ્રિલમાં ફાચર કલમથી પ્રસર્જન કરવાની ભલામણ છે. જેથી કળી વહેલી ફુટે છે, વધુ સફળતા મળે છે અને કલમ ની વૃદ્ધિ પણ સારી થાય છે. આખ કલમ થી પણ સારી સફળતા મળે છે.

  રોપણી કરવાની રીત :
  સીતાફળના પધ્ધતિસરના વાવેતર માટે ૫ * ૫ મી. ના અંતરે અથવા ૬ * ૬ મી. નું અંતર પૂરતુ છે. વધારે અંતર રાખવાથી ફલાનીકરણમાં અવરોધ ખાય છે. સુકા નિસ્તારમાં ૪ થી ૫ મી. નું અંતર રાખી શકાય. ઉનાળામાં જમીનની પ્રત મુજબ યોગ્ય અંતર પસંદ કરી ૪૫*૪૫*૪૫ સે.મી. ના ખાડા ખોદી તપવા દેવા. પછી ખાડા દીઠ ૧૦ કિલો છાણિયું ખાતર અથવા ગળતિયું ખાતર માટી સાથે ભેળવી ખાડા પુરી દેવા. હલકા પ્રકારની જમીનમાં ૨ થી ૩ તગારા નદીનો કાંપ અને ભારે જમીનમાં રેતી ભેળવી ખાડા પુરવા. સારો વરસાદ થયેથી દરેક ખાડામાં બેથી ત્રણ બીજ વાવવા અથવા રોપા કે કલમની ફેરરોપણી કરવી અને વરસાદ ન હોય તો જરૂરીયાત મુજબ પાણી આપવું.

  ખાતર વ્યવસ્થા :
  સીતાફળના ઝાડને સંશોધન અધારિત ચોક્કસ જથ્થામાં ખાતર આપવાની ભલામણ નથી. પરંતું પધ્ધતિ સર સીતાફળનું વાવેતર કરતાં ખેડૂતો પુખ્તવયના ઝાડદીઠ ચોમાસાની શરૂઆત થતાં પહેલાં ૧૦ થી ૧૫ કિલો છાણિયું ખાતર અને ૨ થી ૩ તગારા નદીનો કાંપ તથા ૨૫ કિ.ગ્રા. જટાયુ (ઓર્ગેનિક કાર્બન) નાખે છે. આ ઉપરાંત ઝાડ દીઠ ૫૦૦ ગ્રામ દીવેલાની ખોળ તથા ૫૦ મી.લી. નાઈટ્રોજન, ૫૦ મી.લી. ફોસ્ફરસ, ૫૦ મી.લી. પોટાશ તથા ૧૫૦ થી ૨૦૦ મી.લી. મુલ ખોરાક મળે તે મુજબ આપી શકાય. આ ખાતરો જૂન-જુલાઈ માસમાં સારો વરસાદ થયેથી આપવા.

  પિયત વ્યવસ્થા :
  સીતાફળના પાકને પિયતની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં ચોમાસાની આખરમાં ૨થી૩ પિયત આપવામાં આવે તો ફળો ની ગુણવત્તા સુધરે છે. અને ઉત્પાદન સારું મળે છે. પધ્ધતિસરનાં વાવેતરમાં ફળોના વિકાસ દરમ્યાન વરસાદની ખેંચ હોય તો ૧-૨ પિયત આપવાથી ફળની વૃદ્ધિ સારી થાય છે. અને સારી ગુણવત્તા વધુ ફળ મળે છે. અનિયમિત પિયતથી ફળો ફાટવાની શક્યતા રહે છે.

  અન્ય માવજત :
  સીતાફળનો પાક ખડતલ હોવાથી કોઈ ખાસ કાળજીની જરૂર રહેતી નથી પરંતું કાળજી લેવાથી ફળોનું કદ અને ઉત્પાદન વધારી શકાય છે. વ્યવસ્થિત વાવેતર કરેલું હોય તો ચોમાસું પૂરું થયેથી ૨ થી ૩ વખત આડી ઊભી ખેડ કરવી. ચોમાસામાં ખામણાઓ ચોખ્ખા રાખવા. ખામણામાં અવાર નવાર ગોડ કરવી અને પાણીના ભરાવાનો નિકાલ કરવો.કરવો.સ્થળ ઉપર બીજથી સીધું વાવેતર કરેલ હોય તો એક જ જગ્યાએ વધુ રોપા હોય તો એક સારો સસક્ત વિકસિત રોપ રહેવા દઈ બાકીના રોપાઓ કાઢી નાખવા.

  કેળવણી અને છાંટણી :
  સીતાફળના મુખ્યત્વે ફળ -ફુલ નવી વૃદ્ધિ પર બેસે છે. તેમાં ખાસ પ્રકારની છાંટણીની જરૂર રહેતી નથી પરંતુ થડની આજુબાજુ ફુટતી ડાળીઓ કાઢતા રહેવું જેથી ઝાડનો આકાર જળવાઈ રહે. ફળના જ્વતર માટે વૃદ્ધિ નિયંત્રકો જેવા કે ફાલ વૃદ્ધિ અથવા મૂલ રક્ષક નો છંટકાવ કરવો.

  આંતરપાક :
  સીતાફળના ઝાડ નાના હોય ત્યારે આંતરપાકો કરી શકાય છે. સુકા વિસ્તારોમાં ફક્ત ચોમાસા માં ચોમાસું શાકભાજી જેવા કે મરચામરચાં, ભીંડા ,ચોળી વાવી શકાય. પિયતની સગવડવાળા વિસ્તામાં શિયાળુયાળુ શાકભાજી ના પાક પણ લઈ શકાય.

  ફળ ધારણ અને ફળવિકાસ :
  કલમ કરીને વાવેતર કરેલા સીતાફળમાં ત્રણ થી ચાર વર્ષ ફળ આપે છે જ્યારે બીજથી વાવેલા સીતાફળમાં પાંચ થી છ વર્ષ જેટલો સમય લાગે છે. જુન - જુલાઈ માસમાં ઝાડને નવી ફુટ આવે છે અઅને તેની ઉપર ફળ ફુલ બેસવાની શરૂઆત થાય છે.છે. એક સાથે બહાર આવવાના બદલે ઘણીવાર ફળ ફુલ બેસવાની ક્રિયા એકાદ માસ સુધી ચાલે છે.

  કાપણી :
  સીતાફળના પાકમાં ફુલ આવ્યા પછી ૩.૫ થી ૪ માસે ફળો ઉતારવા લાયક થાય છે. ઝાડ પર ફળો પાકવાથી ફળોનો બગાડ બહુ જ થાય છે. આથી ફળો પરિપક્વ થાય ત્યારે ઉતારવામાં આવે છે. પરિપક્વ ફળો ની પેશી ઉપરનો છાલનો રંગ ઘેરા લીલા માંથી સહેજ રાખોડી રંગ નો થાય છે અને પેશીઓ આછી બદામી રંગની અને ઉપસીને ભરાવદાર થયેલી જોવા મળે છે. પાક્યા પહેલાં થોડી કઠણ અવસ્થામાં ઉતરેલા ફળો થોડા દુરનાના બજારમાં મોકલવા અનનુકૂળ છે. પરિપક્વ ફળો ઉતાર્યા પછી સુકા ઘાસમાં રીખવાથી થોડા દિવસોમાં પાકી જાય છે. પાકી ગયા પછી ફળો લાંબો સમય ટકતાં નથી. ફુલ આવવાની ક્રિયા મુજબ ફળો ઉતારવાનું પણ એક થી બે માસ સુધી ચાલ્યા કરે. ફળો હાથથી વીણીને ઉતારવામાં આવે છે. ફળો ઉતાર્યા પછી વાંસની ટોપલીઓમાં સીતાફળના પાન રાખીને ગોઠવીને અથવા હવાની સારી અવરજવર વાળી લાકડાની કે પૂઠાની પટીઓમાં બંધ કરીને બજારમાં મુકવામામ આવે છે.

  ઉત્પાદન :
  સીતાફળના ઝાડ ઉત્પાદન આવતા થાય પછી ૧૨ થી ૧૫ દિવસ સુધી સારૂ ઉત્પાદન આપે છે. પુખ્ત વયના ઝાડ દીઠ ૫૦ થી ૧૦૦ જેટલા ફળો મળે છે. હેક્ટરે ૮૦૦૦ થી ૧૦૦૦૦ કિલો ફળ ઉતરે છે.
call now Amrutkamal
activites Amrutkamal સીતાફળ : રોગો અને તેની ઓળખ
 •  ૧. ડાળીનો સુકારોfal-sukaro-sitafal ફુગથી થતા આ રોગમાં ડાળીઓ ઝાડ પર ટોચથી સૂકાય છે. ધીમે ધીમે આ રીતે સુકારો સમગ્ર ઝાડ પર પ્રસરી જતાં ઘણીવાર આખુ ઝાડ સૂકાઇ જાય છે.રોગીષ્ટ ઝાડના પાન, ફૂલ તેમ જ ફળ ખરી પડે છે.


 •  ૨. ફળનો સુકારો આ રોગની શરૂઆત ફળના ડીંટા આગળથી થાય છે. રોગની તીવ્રતા વધતાં નાના ફળો કાળા પડી સખત થઇ સુકાઇ જાય છે અને ઝેડ પર લાંબા સમય સુધી રહે છે.


 •  ૩. પાનના ટપકાંspot-caustard-apple ફુગથી થતા આ રોગમાં શરૂઆતમાં પાન પર પીળા રંગના ટપકા પડે છે. રોગ ઉગ્ર સ્વરૂપ પકડે ત્યારે આખુ પાન પીળુ પડી જાય છે. સમય જતાં આ ટપકા રાખોડી રંગના બને છે. જેમાં ફુગના અસંખ્ય કાળા રંગના બારીક અવશેષો જોવા મળે છે. સમય જતાં રોગિષ્ટ પાન સુકાઈને ખરી પડે છે જેથી ઉત્પાદન પર ઘણી માઠી અસર પડે છે. આ રોગનો ઉપદ્રવ ઓક્ટોબર નબેમ્બર માસમાં વધારે જોવા મળે છે.
  નિયંત્રણ :  આ રોગ માટે પાન પર મુલ રક્ષક ૧ નં નો સ્પ્રે કરવો.


call now Amrutkamal
custard-apple-plant vavetar Amrutkamal  સીતાફળ: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ચીકટો : મીલી બગ
mealybug in-custard-apple-tree
 •  ઓળખ ચિન્હ :- સીતાફળનો પાક ખડતલ હોય સામાન્ય રીતે જીવાતોનો ઉપદ્રવ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ચિક્ટોની માદા માર્ચ થી મે મહિના દરમિયાન ઝાડ છોડી ૮૦ થી ૧૫૦ મી.મી. જેટલી ઊંડાઈએ જમીનમાં ઉતરી જઈ ઈંડાં મૂકે છે. આ ઈંડાં સુષુપ્ત અવસ્થામાં પડી રહી નવેમ્બર થી જાન્યુઆરી માસ દરમ્યાન સેવાય છે. બચ્ચાં અર્ધગોળાકાર, પીળાશ પડતાં હોય છે. માદાના શરીરને ફરતે સફેદ તાતળાઓનું આવરણ હોય છે જ્યારે નર પાંખો ધરાવે છે. બચ્ચાં ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ઝાડ ઉપર ચડવાનું શરુ કરે છે અને ઉપર ભેગા થઈ કુમળી ડાળી, પાન તથા ફળ-ફૂલમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિબળો પૈકી હવામાંનો ભેજ અને વરસાદ ખેંચવાથી તેનો ઉપદ્રવ વધી જતો હોય છે. વરસાદી દિવસોમાં જીવાતનો ઉપદ્રવ ઘટે છે. જ્યા રે સૂર્યપ્રકાશના કલાકો વધે તો જીવાતનું પ્રમાણ વધતું માલુમ પડે છે. આ જીવાતને સુકું વાતાવરણ વધારે માફક આવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતના બચ્ચાં તથા પુખ્ત માદા પાનની નીચેની સપાટીએ, ડૂંખ, કળી તેમજ ફળ પર સમૂહમાં રહી રસ ચૂસી નુકસાન કરે છે. તેના શરીર પર સફેદ મીણયુક્ત આવરણ બનાવે છે. તેથી ફૂગ જેવું જણાય છે પરિણામે દાડમની ગુણવત્તા તેમજ બજાર કિંમત ઘટાડે છે. આ જીવાતના અતિ ઉપદ્રવ વખતે ઘણીવાર અપરિક્વ ફળો ખરી પડે છે. ખાસ કરીને ફૂલ અવસ્થાએ આ જીવાતનો ઉપદ્રવ શરુ થાય છે. આ સમયે માદા એ જમીનમાં મૂકેલ ઈંડાંમાંથી નાના બચ્ચાં નીકળી થડ દ્વારા ઝાડ ઉપર ચડી નુકસાન કરતા હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   બગીચામાં ચોખ્ખાઈ જાળવવી એટલે કે ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો. તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.
   આ જીવાતના નાશ માટે મુલ રક્ષક-૩ નંબર નો સ્પ્રે કરવો.
   ચોમાસામાં વરસાદ બાદ ઊગી નીકળેલ ઘાસને ઉપાડીને તેનો નાશ કરવો.
   આ જીવાતનો ઉપદ્રવ ટપક પદ્ધતિથી આપેલ પિયતવાળા બગીચાં કરતાં ખામણામાં આપેલ પિયતવાળા બગીચામાં ઓછો જોવા મળે છે તો તે પ્રમાણે કાળજી લેવી.
   આ જીવાતના ઉપદ્રવની શરુઆત હોય ત્યારે એકાદ ભારે પિયત આપવું જેથી જમીનમાં ઈંડાંમાંથી નીકળતા જીવાતના બચ્ચાંઓનો નાશ થાય.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal સીતાફળ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
custard-apple-plant vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message