f
amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

coconut-tree vavetar Amrutkamal  નાળિયેરીના વાવેતર અને રોગો વિશે માહિતી

coconut-tree vavetar Amrutkamal નાળિયેરી : વાવેતર વિશે માહિતી
 • ખેતી વ્યવસ્થા :
  coconut-tree-crop-farming નાળિયેરી કલ્પવૃક્ષ અથવા સ્વર્ગના ઝાડ તરીકે પણ ઓળખાય છે. કારણકે નાળિયેરના બધા જ ભાગો જેવા કે મુળ,થડ,પાન, પુષ્પવિન્યાસ, ફળ તથા ફળના વિવિધ ભાગોનો ઉપયોગ મનુષ્યના જીવનમાં તેમ જ ઉદ્યોગમાં થાય છે. નાળિયેરીની મુખ્ય પેદાશ કોપરુ જેમાં ૬૫ થી ૭૦ ટકા ખાદ્ય તેલ રહેલું છે. તેલિબિયાના પાકોમાં નાળિયેરીના પાકની તેલ ઉત્પાદન ક્ષમતા (૧.૫ થી૨.૦૦૦૦ ટન હેકટર) ઓઇલપામ પછી બીજા નંબરે આવે છે.
  દુનિયાના ઉષ્ણકટિબંધના લગભગ ૮૦ દેશોમાં નાળિયેરનું વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં કુલ વાવેતરમાં ઈન્ડોનેશિયા પ્રથમ ક્રમે છે. ફિલિપાઈન્સ બીજા ક્રમે છે અને ભારત ત્રીજા ક્રમે આવેલ છે. ભારતમાં કેરાલા ૬૦–૬પ ટકા વિસ્તાર અને ૪ર.૩ ટકા ઉત્પાદન સાથે પ્રથમ ક્રમે છે. અન્ય નાળિયેરી ઉગાડતા રાજયમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ભારતમાં ગુજરાત રાજયનુ નાળિયેર પાક હેઠળનો કુલ હિસ્સો ૧% છે. ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર ર૦,૯૩ર હેકટર વિસ્તારમાં છે. જેમા જુનાગઢ, નવસારી, વલસાડ, સુરત, કચ્છ અને ભાવનગર જિલ્લાઓ નાળિયેરીનું વાવેતરમાં મોખરે છે.

  જમીન અને જમીનની તૈયારી :
  નાળિયેરીનો પાક નબળી નિતારશકિતવાળી ક્ષારીય અને સખત પથ્થરના પડવાળી જમીન સિવાય લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ અને સારા નિતારવાળી, રેતાળ, ગોરાડુ, કાંપવાળી જમીન વધુ અનુકૂળ આવે છે.
  જે જમીનમાં નાળિયેરીનો બગીયો બનાવવો હોય તે જમીનને બરાબર ખેડી સમતળ બનાવવી જોઇએ. ત્યારબાદ ઉનાળામાં તૈયાર કરેલ પસંદ કરેલ જાત પ્રમાણે એટલે કે દેશી તથા હાઇબ્રીડ જાત માટે ૭.૫ મીટર x ૭.૫ મીટર, ઠીંગણી જાત માટે ૬ મીટર x ૬ મીટરના અંતરે ૧ મીટર ૧ મીટર x ૧ મીટર અથવા ૬૦ સે.મી. x ૬૦ સે.મી. x ૬૦ સે.મી. માપના ખાડા કરી ૧૦ થી ૧૫ દિવસ તડકામાં બરાબર તપાવી. માટી સાથે ૨૦ કીલો સારુ કોહવાયેલું ખાતર અથવા અમૃતકમલ એગ્રો પ્રા.લિ.નું જટાયું ખાતર ભેળવી ખાડો પુરી દેવો અને ખાડાની મધ્યમાં નિશાની માટે ખીટીં લગાવવી.

  આબોહવા :
  આ પાકને દરિયાકાંઠાનું સમઘાત હવામાન ઘણું માફક આવે છે. ઉષ્ણતામાનમાં બહુ જ મોટા ફેરફાર ન થતાં જયાં ભેજનું પ્રમાણ બારેમાસ જળવાઈ રહેતું હોય તેવું હવામાન નાળિયેરીનાં ફાલ બેસવા માટે ઘણું જ અનુકૂળ છે. જે વિસ્તારનું સરેરાશ ઉષ્ણતામાન ર૧૦ સે. થી નીચે રહેતું હોય ત્યાં ઝાડનાં ફૂલના કાતરા નીકળવાનું બંધ થઈ જાય છે. આમ છતાં નાળિયેરીનો પાક દરિયા કિનારે જ થાય તેવું નથી. પરંતુ દરિયા કિનારેથી અંદરના ભાગોમાં અનુકૂળ વાતાવરણ હોય ત્યાં પણ નાળિયેરીની ખેતી સફળતા પૂર્વક થઇ શકે છે. ગુજરાતમાં વલસાડ, સુરત અને ભાવનગર જીલ્લાઓમાં નવું વાવેતર થવાની ઉજળી તકો છે.

  બીજ દર અને વાવણીનું અંતર :
  ૭.૫ મીટર X ૭.૫ મીટરના અંતર માટે હેકટરમાં છોડની સંખ્યા ૧૦૮
  ૧૦ મીટર X ૧૦ મીટરના અંતર માટે હેકટરમાં છોડની સંખ્યા ૧૦૦.

  રોપણી :
  નર્સરીમાં સારી ગુણવત્તાવાળા રોપા પસંદ કરી સખત ગરમી કે ઠંડીના દિવસો બાદ કરતા ગમે ત્યારે રોપણી કરી શકાય છે. છતાં ચોમાસાનો સમય ઉત્તમ છે. અગાઉથી ચોક્કસ રોપણી માટે તૈયાર કરેલ ખાડામાં ચોમાસાનો એક ભારે વરસાદ પડી ગયા બાદ ખાડાના મધ્ય ભાગમાં છોડ આવે તેવો સાંકડો ગોળ ખાડો કરવો. આ ખાડામાં નાળિયેરીના છોડને ઓછામાં ઓછા ૪૫ સે.મી. ઉંડાઇએ રહે તેમ પરંતુ રોપના મધ્ય ભાગમાં પાણી અથવા માટી ભરાઇ ન રહે તે રીતે રોપણી કરવી. રોપતી વખતે રોપ બરાબર સીધો રાખી રોપી માટી બરોબર દાબી દેવી જોઇએ. પવન, સખત તાપ તથા ઠંડીથી રોપને બચાવવા વડાલિયા કરવા જોઇએ તથા રોપને ટેકો આપવો જોઇએ. તેમ જ ભારે વરસાદમાં ખેતરમાં વહેતું પાણી ખાડામાં ના ભરાય તે માટે ખાડા ફરતે માટીની નાની પાળી કરવી જોઇએ.

  રોપણી :
  નાળિયેરીનું સંવર્ધન બીજ દ્વારા તેમજ પરપરાગનયનથી ફલિનીકરણ દ્વારા થતું હોઈ ભિન્નતા ખૂબ જ જોવા મળે છે. માટે રોપ સરકારી સરકાર માન્ય નર્સરીમાંથી ખરીદવા સલાહ ભરેલું છે. રોપ ૯–૧ર માસની ઉંમરનો ૪–૮ તંદુરસ્ત પાનવાળો હોવો જોઈએ.આમ છતાં કોઇ ખેડુત તેમનાં બગીચામાં ખૂબ સારા છોડ હોય અને તેના પૂરતા જરૂરિયાત પૂરતાં રોપા પોતે જતે તૈયાર કરવા માંગતા હોય તો તેમણે નીચે જણાવેલ મુદાઓને અનુસરીને સારી ગુણવત્તાવાળા રોપા તૈયાર કરી શકે છે.
  (૧.) માતૃઝાડની પસંદગી :
  ઝાડ રપ થી ૪૦ વર્ષની ઉંમરનું રોગજીવાતથી મુકત હોવું જોઈએ. દર વર્ષે ૧ર થી ૧૪ નવા પાન નીકળતા હોવા જોઈએ તથા દરેક પાનના કક્ષમાંથી પુષ્પવિન્યાસ નીકળતો હોવો જોઈએ. ઝાડનું થડ સીધું અને ૩૦ થી ૪૦ તંદુરસ્ત પાન ધરાવતું અને પાનની ગોઠવણી છત્રી આકારે થયેલ હોવી જોઈએ. પુષ્પદંડ ટૂંકો અને ઝાડ ૮૦ થી વધુ મોટા ગોળથી લંબગોળ ફળ દર વર્ષે આપતું હોવું જોઈએ.
  (૨.) બીજની પસંદગી :
  પસંદ કરેલ માતૃઝાડમાંથી પરિપકવ (૧૧ થી ૧ર માસના) નાળિયેરને ઉતારી તેમાંથી મોટા કદના ગોળાકારથી લંબગોળ કદના, રોગજીવાત મુકત નાળિયેરને પસંદ કરી છાયામાં એક થી દોઢ માસ આરામ આપવો.
  (૩.)રોપ ઉછેર :
  નાળિયેર બીજમાં પ્રમાણસર પાણી હોય તેવા નાળિયેર બીજને નર્સરીની અંદર ૩૦ સે.મી.×૩૦ સે.મી. ના અંતરે બીજનું મુખ જમીન ઉપર ખૂલ્લું રહે તે રીતે ઉભા વાવવા. ત્યારબાદ નિયમિત જરૂર મુજબ પાણી આપતા રહેવું. વાવેતર બાદ પાંચ માસે ૧૮૦ કિલો નાઈટ્રોજન (૯૦ કિલો યુરિયાના રૂપમાં તથા ૯૦ કિલો એરંડીના ખોળના રૂપમાં) પ્રતિ હેકટરે આપવાથી રોપની વૃધ્ધિ સારી જોવા મળેલ છે. નર્સરીમાં જરૂર મુજબ નીંદામણ તેમજ પાક સંરક્ષણના પગલાં લેવા.
  (૪) રોપની પસંદગી :
  એક અભ્યાસ મુજબ નાળિયેરીના સારી ગુણવત્તાવાળા રોપની પસંદગીથી ૧પ % ઉત્પાદનમાં વધારો નોંધાયેલ છે માટે રોપની પસંદગી ખૂબજ અગત્યનું પાસું કહી શકાય. રોપની પસંદગી સમયે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે :
  1. રોપ ૯ થી ૧ર માસની ઉંમરનો હોવો જોઈએ.
  2. રોપના થડનો ઘેરાવો જેમ વધુ તેમ રોપ વધુ સારો.
  3. ઉંમર પ્રમાણે ૪ થી ૮ તંદુરસ્ત લીલા પાન ધરાવતો તથા રોગ–જીવાતથી મુકત હોવો જોઈએ.

  ખાતર વ્યવસ્થા :
  સામાન્ય રીતે આ પાકને ખાતર આપ્યા પછી તેનો લાભ બે થી ત્રણ વર્ષ જોવા મળે છે. અપુરતા પોષણના લીધે ઝાડમાં ધીમી વૃધ્ધિ, ફળ મોટા આવવા, ફળનું ખરી પડવું, ફળના કદ અને કોપરાની ગુણવત્તા બગડવી વિગરે પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે. જે ધ્યાને લઇનીચે મુજબ ખાતરની ભલામણ કરવામાં આવે છે
  નાળિયેરીના પાકને ૧.પ–૦.૭પ૦–૧.પ કિ. ગ્રા. ના.ફો.પો/ઝાડ/વર્ષ પ્રમાણે ખાતર આપવાની ભલામણ છે. તથા ઝાડ દીઠ પ૦ કિ. ગ્રામ છાણિયું ખાતર આપવું. રાસાયણિક ખાતર ઝાડ ફરતે નીક બનાવી આપવું. નાળિયેરીના લગભગ ૮૦ ટકા મૂળ થડ ફરતે ર મીટરના ઘેરાવામાં આવેલ હોય થડથી ર મીટરના ઘેરાવામાં ખાતર આપવું. ખાતરો બે સરખા હપ્તામાં જૂન–જુલાઈ અને સપ્ટેમ્બર–ઓકટોબરમાં આપવું. ચોમાસામાં લીલો પડવાશનો પાક લઈ ફૂલ આવવાની શરૂઆત થાય કે તરત જ ખામણામાં દાટી દેવો જોઈએ. લીંબોળીનો ખોળ પ કિલો/ઝાડ આપવો જોઈએ. સેન્દ્રિય ખાતરોમાં પોલ્ટ્રી મેન્યુર, ખોળ, પ્રેસમડ, નાળિયેરના છોતરા વિગેરે વાપરી શકાય. આ સિવાફ એઝેટોબેકટર અને ફોસ્ફોબેકટેરીયા ઝાડ દીઠ પ૦–પ૦ ગ્રામ વાપરવા. રેતાળ જમીનમાં ગૌણ તત્વોની ઉણપ જણાય તો માઈક્રોન્યુટ્રીયન્ટમાં ઝીંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ અને મેગ્નેશિયમ તથા કેલ્શિયમની જરૂરિયાત પ્રમાણે વાપરવું.

  પિયત વ્યવસ્થા :
  (૧) સામાન્ય પિયત પદ્ધતિ :
  શરૂઆતના ત્રણ વર્ષ દરમ્યાન જમીનની પ્રત પ્રમાણે નાળિયેરીના ઝાડને નિયમિત પૂરતા જથ્થામાં એટલે કે શિયાળામાં ૮ થી ૧ર દિવસે તથા ઉનાળામાં ૪ થી ૬ દિવસે પિયત આપતા રહેવું. જેમ જેમ રોપની વૃધ્ધિ વધતી જાય તેમ તેમ વધારતા રહેવું. જેથી ત્યારબાદ પ્રતિ વર્ષ ખામણાનાં કદમાં વધારો કરતા રહેવું, જે ચોથા વર્ષે ૪ મીટરx ૪ મીટરના ચોરસ અથવા ર.પ મીટરના ત્રિજયાના ઘેરાવાના ગોળ ખામણાં કરી ખામણામાં પાણી પૂરતું ભરાય તે રીતે પિયત આપવું. નાળિયેરીનું ઝાડ સતત ફળો આપતું હોઇ અન્ય બાગાયતી પાકોની સરખામણીમાં નાળિયેરીને વધારે પાણી જોઇએ છે.. તે વિગત ધ્યાને લઇને જ વાવેતર કરવું કે એક વર્ષની પાણીની ખેંચ બગીચાનું બે વર્ષનું ઉત્પાદન બગાડે છે. કૂવામાં પાણીના તળ દિવસે ને દિવસે ઉંડા જતા દરિયાકાંઠામાં કૂવાના પાણી ક્ષારવાળા થવા માંડ્યા છે. પરિણામે ત્યાંના ખેડુતો ઇઝરાયેલ ખેતી પ્રત્યે વધુ આર્કષાયા છે.
  એક વર્ષની પાણીની ખેંચ બગીચાનું બે વર્ષનું ઉત્પાદન ઘટાડે છે. નાળિયેરીના પાકમાં ટપક પિયત પધ્ધતિથી પાણી આપી શકાય.
  (૨) ટપક પિયત પદ્ધતિ :
  નાળિયેરના પાકમાં પુખ્ત વયના નાળિયેરના બગીચામાં ઉનાળામાં (માર્ચ થી જુન) ૪૭ લિટર તથા શિયાળામાં (ઓકટોબર થી નવેમ્બર) ૩૦ લિટર પાણીની પ્રતિ દિવસ એક ઝાડ દીઠ ચાર ડ્રીપર (ચારે દિશામાં એક) થડથી એક મીટર દૂર રહે તેમ ગોઠવીને પાણી આપવું. વળી જે ખેડુતો ટપક પિયત પધ્ધતિ ગોઠવવા માટે સક્ષમ ન હોય તેવી પરિસ્થિતિમાં નાળિયેરીના પુખ્ત વયના એક ઝાડને શિયાળામાં ૨૨ દિવસે તથા ઉનાળામાં ૧૫ દિવસે ૪ મીટર x ૪ મીટરના ચોરસ અથવા ૨.૫ મીટરની ત્રિજયાવાળા ગોળ ખામણાં બનાવી પાણી આપવું. ખામણામાં આવરણ જરૂરી નથી. ઉપરોક્ત બંને પિયત પદ્ધતિમાં ૪૭ થી ૫૦ ટકા પાણીનો બચાવ થયેલ.

  વાડીની માવજત :
  નાળિયેરીના વાવેતર બાદ પ્રતિ વર્ષ નાળિયેરીના બગીચા વિવિધ માવજતો જેવી કે ખાતર પાણી આંતરખેડ નીંદામણ આંતરપાકો પાક સંરક્ષણ નિયમિત રીતે કરતાં રહેવું.

  આંતરખેડ :
  ખાસ કરીને જમીન નીંદણ રહિત તથા પોચી ભરી ભરી રહે તે માટે વર્ષમાં ૨ થી ૩ વખત કરબની હલકી આંતરખેડ કરવી જરૂરી છે.

  મિશ્ર પાકો આંતરપાકો :
  નાળિયેરીનાં બગીચામાં શરૂઆતનાં વર્ષમાં બધા જ પાકો મિશ્રપાક તરીકે લઈ શકાય છે. ત્યારબાદ છાંયામાં થતા પાકો જેવા કે આદુ, હળદર, સુરણ જેવા પાકો ઉછેરી શકાય છે. ઝાડ અથવા નાળિયેરીના રોપની નર્સરી મોટા થઈ ગયા પછી નાળિયેરીમાં ઘઉં, રજકો, જુવાર, શાકભાજી વગેરે પાકો લઈ શકાય છે. જે વિસ્તારમાં મીઠા પાણીની પૂરતી સગવડતા હોય ત્યાં કેળ, સોપારી, મરી, નાગરવેલ જેવા બાગાયતી પાકો પણ લઈ શકાય છે. દક્ષિણ ભારતમાં એકમ વિસ્તારમાં સોપારી, કોકો અથવા કોફી, નાળિયેરી અને સોપારીના ઝાડ પર મરી ચઢાવી વધારાની પૂરક આવક મેળવવામાં આવે છે.

  વિણી અને ઉત્પાદન :
  સામાન્ય રીતે ફૂલ આવ્યા બાદ ૧૨ માસે નાળિયેર પરિપકવ થાય છે. નાળિયેર હલાવતા અંદરનું પાણી બોલતું થાય છે. ઉપરાંત ફળનો રંગ લીલામાંથી આછો લીલો થાય છે. નાળિયેરની આખી લૂમો દોરડા વડે બાંધી ધારદાર ચપ્પુથી કાપી ઉતારી લેવી. નાળિયેર કાચા પીવા માટે ઉપયોગ કરવાનો હોય તો ૬ થી ૮ માસની ઉંમરે કે જયારે તેમાં વધુ સર્કરા હોય છે. ત્યારે બિયારણ માટે ઉપયોગ કરવાનો હોય તો ૧૨-૧૪ માસે પરિપકવ થયે ઉતારવાં. સારી માવજતમાં ઝાડ દીઠ ૭૦ થી ૮૦ નાળિયેરનું ઉત્પાદન મળે છે. જયારે સરેરાશ ઝાડ દીઠ ૫૦-૬૦ નાળિયેર મળે છે. ઉત્પાદનનો મુખ્ય આધાર મુખ્યત્વે જે તે જાત હવામાન અને માવજત ઉપર રહેલો છે.


call now Amrutkamal
activites Amrutkamal નાળિયેરી : રોગો અને તેની ઓળખ
 • ૧. અગ્રકલિકાનો સડોઃ બડરોટ
  bud-rot-cocount-fruit

  શરૂઆતમાં એક કે બે કુમળા પાન પીળા પડે છે.પાછલા તબ્બકે પાનનો દડો સુકાઈને પીળો પડે છે. છેવટે આખું ઝુમખું પડી જાય છે અને ઝાડ મરી જાય છે.ચોમાસા દરમ્યાન ઉપદ્રવ જોવા મળે છે. ઉપદ્રવિત ઝાડના પાન અને ઝુમખું દૂર કરી બોર્ડોપેસ્ટ લગાવવી. ૧ % બોર્ડોમીશ્રણ પાનના ઝુમખા તથા આજુબાજુના ઝાડ પર છાંટવું. ઉપદ્રવીત ઝાડને કાપી બાળીને નાશ કરવો.

 • ૨. થડનું ઝરણ : સ્ટેમ બ્લીડીંગ stamp-bliding-cocount-tree

   રોગનાં લક્ષણો :-
  આ રોગને લીધે ઝાડના થડમાં તિરાડો અને ખાડા પડે છે. જેમાંથી રાતા-પીળા રંગનું પ્રવાહીનું ઝરણ થાય છે. આ પ્રવાહી સુકાતા ઘટા પીળા રંગમાં ફેરવાય છે. રસ ઝરણ થયેલ ભાગની નીચેની પેશીઓ સડી જાય છે. રસ ઝરણ થવાથી ઝાડનો જુસ્સો ઓછો થાય છે અવે ઉત્પાદન ઘટતું જાય છે. કયારેક આવા ઝાડ સુકાઇ છે. આ ઝરણ થડ પર ૨ થી ૩ મીટર જમીનથી ઉપર જોવા મળે છે. રોગનો ફેલાવો વધતા થડ અંદરથી પોલું થઇ જાય છે અને ત્યાં પીળા રંગનું પ્રવાહી જમા થયેલ જણાય છે. આ ફૂગના બીજાણુંઓ થડની તિરાડોમાંથી અથવા ઝાડ પર પડેલ ઘામાંથી

   નિયંત્રણઃ:-
   રોગવાળી પેશીઓ આજુબાજુના થોડા તંદુરસ્ત ભાગ સાથે ખોતરી તેમાં ડામર ભરવો.
   ઝાડનો જુસ્સો વધારવા સેન્દ્ધીય ખાતરનો બહોળો ઉપયોગ કરવો.
   આ રોગ સાથે સંકળાયેલ ફીગ થડની છાલ ઉપર પડેલ ધા દ્ધારા દાખલ થતી હોઇ ઝાડ ઉપર ચચઢવા માટે છેદ ન પાડવા.

 • ૩. પાનનાં ભૂરા ટપકા spot-cocount-tree

   રોગનાં લક્ષણો :-
  ગ્રે ફૂગથી થતો આ રોગ પોટાશની ઉણપવાળી જમીનમાં ખાસ કરીને નાની ઉંમરમાં ઝાડમાં વિશેષ જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં પરિપકવ પાન પર આછા પીળા ટપકાં જોવા મળે છે. જેને ફરતી કાળી કિનારી હોય છે. ત્યારબાદ આવા ટપકાંનો વચ્ચેનો ભાગ ભૂખરો થઈ જાય છે અને તેને ફરતે પીળા અથવા પીળા લીલા રંગની ધાર જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા પાનનો મોટો ભાગ સૂકાય જાય છે.

   નિયંત્રણ :-
   બગીચાની નિતારશકિત સુધારવી તેમજ પુરતા પ્રમાણમાં પોટાશયુકત ખાતર આપવાથી આ રોગની તિવ્રતા દ્યટે છે.
   અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ ચૂસક (PK) આપવું.


 • ૪. સૂકારો : sukaro-cocount-tree

  નારિયેળીમાં દ્યણા પ્રકારનાં સૂકારા નોંધાયેલ છે જેમાં કેટલાક સૂકારામાં રોગ શરૂ થયા બાદ થોડા વર્ષોમાં ઝાડ સૂકાય જાય છે. જયારે કેરાળા વિલ્ટવાળા ઝાડ વર્ષો સુધી જીવંત રહે છે.દ્યણા સૂકારાનું ચોકકસ રોગકારક પણ જાણી શકાયેલ નથી.   નિયંત્રણઃ:-
   સૂકારાગ્રસ્ત બગીચાની યોગ્ય માવજત કરવી.
   ભલામણ મુજબ ખાતર આપવું, નિયમિત પાણી આપવુંંં તેમજ અન્ય જરૂરી ખેતીકાર્યો સમયસર કરવા.
   સેન્દ્રિય ખાતરની સાથે ટ્રાઈકોડમાનો ઉપયોગ કરવો.


 • ૫. કાચા ફળોનું ખરણ અટકાવવા માટે વિશેષ કાળજી અને ઉપાયો

   રોગનાં લક્ષણો :-
  સામાન્ય રીતે નાળિયેરીનો પુષ્પવિન્યાસ ખુલ્યા બાદ એક માસે માદા ફૂલોનું ફલિનીકરણ થતુ હોય છે. ફલિનીકરણ ક્રિયા પૂર્ણ થયા બાદ ર માસ દરમ્યાન મોટાભાગના બટનો (ફલિનીકરણ ન થયેલા) ખરી પડે છે જેને ઘણીવાર ખેડૂતો નાળિયેર ખરી પડે છે તેવું માને છે. પરંતુ નાળિયેરનો વિકાસ થયા પછી જે ખરે છે તે જ સાચા નાળિયેર છે. જેનાં માટે ઘણા બધા કારણો જવાબદાર છે, જેવા કે હવામાન, પાણીની અનિયમિતતા, ઝાડની પરિપકવતા, વારસાગત ગૂણધર્મો, પોષકતત્વોની ઉણપ, અંતઃસ્ત્રાવની ખામી, રોગ–જીવાત વગેરે. આ માટે નીચે મુજબની કાળજી લેવી સલાહ ભરેલી છે

   નિયંત્રણઃ:-
   ઝાડની સંખ્યા એક કરતાં વધારે વાવવી.
   નિયમિત અને પૂરતા જથ્થામાં પાણી અને ભલામણ મુજબના ખાતરો આપવા.
   નબળી ઉત્પાદનક્ષમતા ધરાવતા ઝાડ બગીચામાંથી દૂર કરી બીજા વાવવા.
   સમયસર રોગ–જીવાતના નિયંત્રણના પગલા લેવા.

call now Amrutkamal
coconut-tree vavetar Amrutkamal  નાળિયેરી: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ઉંદર
undar-nariyeli
 •  ઓળખ ચિન્હ :- નાળિયેરીના બગીચામાં ઉંદર કાચા નાળિયેરમાં મુખ આગળ કાણું પાડી પાણી પી જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   નાળિયેરના થડ ઉપર ર થી ર.પ મીટરની ઉંચાઈએ ર૬ ગેજના ગેલ્વેનાઈઝ અથવા એલ્યુમિનિયમના પતરાના ૩૦ સે.મી. પહોળા પટ્ટા અથવા શંકુ આકારના પતરા લગાડવા.
   બ્રોમાડીઓલોનની તૈયાર વેકસ કેક ઝાડ ઉપર મૂકવી.

call now Amrutkamal
activites Amrutkamal નાળિયેરીના કાળા માથાવાળી ઇયળ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતની નાની ઇયળો આછા સફેદ રંગની જે બાદમાં રતાશ પડતી ભૂખરી બની જાય છે. ઇયળના શરીર ઉપર બદામી રંગના ત્રણ પટ્ટ હોય છે. ઇયળનું માથું મોટુ અને કાળું હોવાથી તે કાળા માથાવાળી ઇયળ તરીકે પણ ઓળખાય છે. પુખ્ત કીટકની પાંખો રોખોડ રંગની તેમ જ આગળની પાંખોમાં કાળા ટપકાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇંડામાંથી નીકળેલી નાની ઇયળો શરૂઆતમાં પાનની પટ્ટીમાં નીચે બોગદાં જેવું ઉધઈની માફક બનાવી પાનનો લીલો ભાગ ખાઈ જાય છે અને ઉપદ્રવનું પ્રમાણ વઘી જાય તો પાન સફેદ રંગના થઈ જાય છે અને પરિણામે નાળિયેરીના વિકાસ ઉપર માઠી અસર થાય છે. ભારે ઉપદ્રવના સમયે ફળનું કદ નાનું રહેવું, ખરી પડવા વગેરે પ્રશ્નો ઉભા થાય છે. સામાન્ય રીતે આ જીવાતનો ઉપદ્ધવ આખા વર્ષ દરમ્યાન વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   ઉપદ્ધવવાળા પાન અથવા પાનની પટ્ટીઓ કાપી ઇયળો સહીત નાશ કરવો.
   બગીચામાં નિયમિત પિયત આપવાથી ઉપદ્ધવ ઓછો કરી શકા. છે.
   હાઇબ્રિડ જાત (ટીx ડી), દેશી ઉંચી જાત (વેસ્ટ કોસ્ટ ટોલ) અને હાઇબ્રિડ જાત (ડવાર્ફ ડી x ટી) માં ઉપદ્ધવ ઓછો રહે છે.
   અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નું મૂલ રક્ષક-૩ નંબરનો સ્પ્રે આપવો.
   આ જીવાત પર નભતા જુદા જુદા ૩૬ જાતના કુદરતી દુશ્મન કીટક નોંધાયેલ છે. જેમાં ઇયળની પરજીવી ગોનીયોજસ નેફાન્ટીડીસ અને કોશેટાની પરજીવી, બ્રેકીમેરીયા જાતો અને ઝેન્થોપીપલા અગત્યનાં દુશ્મન કીટકો છે. તેથી આ કીટકોને ઉછેરી અને નારિયેલના બગીચામાં મોટી સંખ્યામાં છોડતા કાળા માથાવાળી ઇયળના જૈવિક નિયંત્રણ માટે આશાસ્પદ જણાયેલ છે.
call now Amrutkamal
activites Amrutkamal ગેંડા કીટક : રાઇનોરાઇનોસીરસ બીટલ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત કીટક કાળા અથવા ભૂખરા લાલ રંગના, મોટા કદના અને મજબુત હોય છે. તેના માથા ઉપરના ભાગે ગેંડાના શિગડા જેવો કાંટો આવેલો હોય છે. તેથી તે ગેંડા કીટક તરીકે ઓળખાય છે. શરીરના વક્ષ ભાગ ભૂખરો અને વાળવાળો હોય છે. માદા ગેંડા કીટક ખાતરના ખાડામાં કે કોહવાયેલા સેન્દ્ધીય પદાર્થ ખાય અને તેમાં ઇંડા આપે છે. ઇંડા સફેદ રંગના અને નાના હોય છે. ઇયળનો બાંધો મજબુત, માંસલ, પીળા રંગની, ભૂરા માથાવાળી, શરીરના આગળના ભાગે ત્રણ જોડ પગ અને શરીરની આજુબાજુના દરેક ભાગ (Segment) પર એક એક કાળાશ પડતો ભૂખરા રંગનું ટપકું (Spot) આ ઇયળ સેન્દ્ધીય કાતરના ખાડામાં ૫ થી ૩૦ સે.મી.ની ઉંડાઇએ જોવા મળે છે. ઇયળ અવસ્થા ૭૫ થી ૧૯૦ દિવસની હોય છે. કોશેટો પીળા રંગનો હોય છે અને તે અવસ્થા પણ ખાડામાં જ પુરી કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- જયારે પુખ્ત કીટક મોટા ભાગે ઉઘડ્યા વિનાના નારિયેળીના પાનને ચાવી નાંખી કૂચો બહાર આવે છે અને નારિયેળના માથામાં ઉંડો ઉતરતો જાય છે. ગંભીર ઉપદ્ધવ વખતે નારિયેળીની આજુ બાજુ રેસાવાળા કૂચા જમીનની ઉપર જોવા મળે છે. નુકશાન યુક્ત પાન ઉધડતાં તે પંખાકાર જણાય છે. ગંભીર હુમલામાં નાળિયેરીની ઉપરની ટોચ વળી ગયેલી અને વાંકી ચૂકી દેખાય છે. ઘણી વખત ઝાડ સુકાઇને નાશ પામે છે. આ જીવાત ચોમાસુ ઋતુમાં વધારેમાં વધારે હોય છે. જયારે ઉનાળુ અને શિયાળુ ઋતુમાં ચોમાસુ ઋતુ કરતા નકશાન ઓછુ હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :-
   માદા કીટક છાણિયા ખાતરમાં અને ગળતિયા ખાતરના ખાડામાં ઇંડા મૂકતા હોવાથી નારિયેળીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી.
   બગીચામાં સ્વચ્છતા જાળવવી.
   આજબાજુના છાણિયા ખાતરના ખાડામાં મૂલ રક્ષક-૩ ને ખાતરમાં મિશ્ર કરી આપવું.
   સુકાઇ ગયેલા કે સડતા નારિયેળ દૂર કરવા.
   પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી કીટકનો નાશ કરવો.
   આ જીવાતના પુખ્ત કીટક પર નભતી પરભક્ષી કથિરી નોંધાયેલ છે. પુખ્ત કીટકના શરીરના પોચા ભાગમાંથી આ કથિરી પોતાનો ખોરાક ચૂસે છે. પરિણામે યજમાન કીટક નાશ પામે છે.
   ઉપદ્ધવવાળા ઝાડમાં કાણું બરાબર ખુલ્લું કરી તેમાં સળિયો નાંખી ગેંડા કીટકનો નાશ કરવો. કાણાંમાં કેરોસીનનું પુમળું મૂકી કાણું ઝીણી રેતી નાંખી કાણું પુરેપુરુ બંધ કરવું.
call now Amrutkamal
activites Amrutkamal નાળિયરીનું લાલ ચાંચવું
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- થડમાં કાણાં, કોફી રંગનું દ્રાવણ ઝરતું હોય અને ચાવેલ કુચા જોવા મળે તો તે રેડ પામ વીવીલનું નુકસાન સૂચવે છે.વધુ ઉપદ્રવમાં પાન પીળારંગના થઈ પડી જાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- મેઢ નાળિયેરીના ટોચના ભાગમાં પોચા રેસા કોરીને ઉભી પોલી નળીઓ જેવા બોગદા બનાવે છે. એક ઝાડમાં ૫૦ થી ૭૦ જેટલા મેઢ હોય છે. જેથી નાળિયેરીની ટોચ સૂકાઇને નમી પડે છે. છેવટે આખુ ઝાડ સૂકાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- ઉપદ્રવીત ઝાડને કાપીને દૂર કરવા. આવા ઝાડને ફાડીને સળગાવી મૂકવા જેથી જીવાતનો નાશ થાય. ઝાડને ઈજા થતી અટકાવવી કારણકે આવી જગ્યાએ આ કીટક ઈંડા મુકે છે. અમૃતકમલ એગ્રો પ્રા. લિ.ના મૂલ રક્ષક-૩ (૧૦ લીટર પાણીમાં રપ મી.લી. દવા) નો છંટકાવ કરવો. પાન કાપતી વખતે પર્ણદંડ એક મીટર રહેવા દઈ કાપવું. ફેરામોન ટ્રેપથી કીટકને આર્કષીને મારી નાખવા.
call now Amrutkamal
activites Amrutkamal ફળની કથીરી
red-mait-lal-kathiri
 •  ઓળખ ચિન્હ :- ગુજરાતમાં નાળીયેરીની કુલ ત્રણ પ્રકારની કથીરી જોવા મળે છે. જે પૈકી ઈરીયોફીડ કૂળની કથીરીથી આર્થિક નુકસાન નોંધાયેલ છે. જયારે ટેન્યુપાલ્પીડ કુળની લાલ કથીરી અને ટેટ્રાનીકીડ કુળની કથીરીનું આર્થિક નુકસાન પ્રમાણમાં ઓછું નોંધાયેલ છે. ઈરીયોફીડ કૂળની કથીરી, સફેદ રંગની, બે જોડ પગ ધરાવતી કૃમિ આકારની અને ખુબ જ સૂક્ષ્મ હોય છે. જે નરી આંખે જોઈ શકાતી નથી આથી તેનો ઉપદ્રવ ફળ ઉપરનાં નુકશાનના ચિન્હો પરથી જાણી શકાય છે. તેના ઉપદ્રવની શરૂઆત માદા ફુલ તેમજ દાંડીઓથી થાય છે. ફલીનીકરણ બાદ ૩ થી ૬ માસનાં ફળોમાં કથીરી તેના સોય જેવા મુખાંગો દ્રારા ફળની વિકાસ પામતી પેશીઓમાં આવરણની નીચે રહી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિણામ સ્વરૂપ ફળના શરૂઆતના ભાગમાં આવેલ પેશીઓ મરી જાય છે. ખૂબ જ ઉપદ્રવીત પેશી શરૂઆતમાં ઝાંખા પીળા રંગની દેખાય છે તથા ત્યારબાદ ભૂખરા રંગના ધાબા પડેલા જોઈ શકાય છે. ઉપદ્રવીત ફળોનો વિકાસ અટકતા ફળોનું કદ નાનું રહે છે. અને ફળ કદરૂપૂં દેખાય છે. પરિણામે ફળની ગૂણવતા બગડતા લીલા નાળીયેર (તરોફા) ના બજારભાવ પર વિપરીત અસર થાય છે. ફળની છાલ ખેંચાવાથી ઉભી તિરાડો જોવા મળે છે અને કયારેક વધુ ઉપદ્રવીત ફળોમાં ગુંદર જેવા પદાર્થનું ઝરણ પણ જોઈ શકાય છે. કથીરીના નુકશાનને પરિણામે કોપરાના ઉત્પાદનમાં ૩૦ ટકા તેમજ નાળીયેરના કુલ ઉત્પાદનમાં ૩૦ થી ૬૦ ટકા જેટલો ઘટાડો નોંધાયેલ છે. આવા ઉપદ્રવીત ફળોમાંથી મળતી કાથીની ગુણવત્તા પણ નબળી હોય છે જેને પરિણામે ખેડૂતોને મળતી વધારાની આવક ઉપર ફટકો પડે છે. આવા છોતરાનો ફકત બળતણ તરીકે જ ઉપયોગ થઈ શકે છે. આ જીવાતના નિયંત્રણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ કીટકશાસ્ત્ર વિભાગ દ્રારા નીચે મુજબના પગલા હાથ ધરવા જણાવવામાં આવે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- જો કથીરીનો ઉપદ્રવ વધુ હોય તો નાના કદના ફળો વૃક્ષ પરથી નીચે ખરી પડે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- આવા ખરી પડેલા ફળોને ભેગા કરી બાળીને નાશ કરવો. નાળિયેરીના પાકમાં ઝાડ દીઠ પ૦ કિગ્રા ગળતિયું ખાતર+ પ કિગ્રા લીંબોળીનો ખોળ + ૧પ૦૦ : ૭પ૦ : ૧પ૦૦ ગ્રામ ના : ફો : પો (બે હપ્તામાં) આપવું તથા એઝાડીરેકટીન ૧પ૦૦ પીપીએમ ૪૦ મિ.લિ./૧૦ લીટર પાણીના દ્રાવણનો પાન પર વર્ષમાં ત્રણ વખત છંટકાવ કરવાથી ઈરીયોફીડ કથીરીનો ઉપદ્રવ કાબુમાં રાખીને ગુણવતાયુકત ફળનું ઉત્પાદન મેળવી શકાય છે. નાળીયેરીના ઝૂમખાઓમાં આવેલ નાના કદના ફળો પર જ છંટકાવ થવો જરૂરી છે. જયારે મોટા કદના ફળો એટલે કે આઠ મહિનાથી વધુ ઉંમરનાં ફળો પર કથીરીની સંખ્યા નહિવત હોય છે. જૈવિક ખાતરનો છંટકાવ ઝાડ ઉપર ચઢીને અથવા લાંબા વાંસનો ઉપયોગ કરીને કરી શકાય છે. જો ઝાડ ઓછી ઉંચાઈના હોય તો ઝાડ ઉપર ચઢનાર તેની સાથે ન્યુમેટીક હેન્ડ સ્પ્રેયર લઈ જઇ શકે છે. કારણ કે આ સ્પ્રેયરમાં એક લીટર દ્રાવણ ભરી શકાય છે જે ઝાડ પરના ૭ થી ૮ ઝુમખાં પર છાંટવા માટે પૂરતું છે. નવી કથીરીનાશક દવાઓ જેવી મૂલ રક્ષક પાણીમાં ભેળવીને ઉપર જણાવ્યા મુજબ વ્યવસ્થિત છંટકાવ કરવો. કથીરીના નિયંત્રણ માટે એક સાદી અને સરળ ઉપયોગી રીત છે જે મુજબ નાના રપ૦ મિ.લી. પ્લાસ્ટીક પાઉચમાં રપ૦ મિ.લી. પાણીમાં કોઈપણ નીમ બેઈઝડ (લીમડાયુકત) દવા ૭.પ મિ.લી. મિશ્ર કરી તૈયાર કરવું પછી નાળિયેરીનું તાજું મૂળ સહેજ ખુલ્લું કરી નીચેથી છેડા ઉપર કલમ ત્રાસો કાપ મૂકી ઉપર જણાવેલ દવાવાળું પાઉચમાં મૂળ દાખલ કરી ઉપરથી દોરી અથવા રેસા વડે બાંધી બંધ કરી દેવું. દવા મૂળ વાટે શોષાય જશે અને કથીરીનું નિયંત્રણ સહેલાઈથી થશે.
 •   કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતોઃ-
   દવાનો છંટકાવ ખાસ કરીને ખુલેલા ફૂલના કોતરામાં નાના નાળિયેર પર કરવામાં આવે તો જૈવિક દવાની તાત્કાલિક અસર કરે છે.
   ઝાડ દીઠ ૨૫૦ થી ૫૦૦ મિ.લી. દ્રાવણની જરૂર પડે છે. છંટકાવ ખૂબ જ નાના ફુવારાના રૂપમાં કરવો જેનાથી દવાની અસરકારકતા વધે.
   આ જીવાતનો ઉપદ્ધવ ઉનાળામાં વધારે જોવા મળેલ છે. તેથી તે સમયે છંટકાવ કરવો વધારે હિતાવહ છે.
   દેશી ઉંચી જાત (વેસ્ટ કોસ્ટ રોલ)માં જીવાતનો ઉપદ્ધવ વધારે જોવા મળેલ છે. જયારે હાઇબ્રિડ અને ઠીંગણી જાતમાં ઉપદ્ધવ ઓછો જોવા મળેલ છે.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal નાળિયેરી : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
coconut-tree vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message