amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

chana vavetar Amrutkamal  ચણાના વાવેતર અને રોગો વિશે માહિતી

chana vavetar Amrutkamal ચણા : વાવેતર વિશે માહિતી
 • પાક વિશે માહિતી
  Kheti Amrutkamal ગુજરાત રાજ્યમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા (chickpea) ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં અંદાજે ૧.૫૦ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને તેનું સરેરાશ ઉત્પાદન અંદાજે ૮૮૫ કિલોગ્રામ મળેલ છે. ગુજરાતમાં ચણાનું મોટાભાગનું વાવેતર ચોમાસાનાં સંગ્રહાયેલ ભેજ આધારિત બિન પિયત પાક તરીકે મુખ્યત્વે અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લા હેઠળના ભાલ વિસ્તારમાં અને જૂનાગઢના ઘેડ વિસ્તારમાં જ્યારે બહુ જ થોડા વિસ્તારમાં પિયત ચણાની ખેતી કરવામાં આવે છે. પરંતુ ચણા જાતની અગત્યતા જોતા અને તેના મૂલ્ય વર્ધિત મહત્વ જોતા આ પાક દાહોદ, પંચમહાલ, ભરુચ, નવસારી, ખેડા અને વડોદરા જિલ્લામાં તેનું વાવેતર શરૂ થયું છે અને વર્ષો વર્ષ વાવેતર વિસ્તાર વધતો જાય છે.  પિયત જ્મીનમાં ચણાની ખેતી
  ગોરાડુ, રેતાળ જ્મીન ચણાની ખેતી માટે યોગ્ય છે. ચોમાસુ પાકની કાપણી કરી, ઓરવણ કરવું, વરાપ થાય પછી ખેડ કરી જમીન તેયારી કરી વાવણી કરવી.
  ભલામણ કરેલ જાત:
  ગુજરાત ચણા- ૧
  બીજ માવજત:
  સુકારા સામે રક્ષણ માટે બીજને એક કિ.ગ્રા. દીઠ ત્રણ ગ્રામ કાર્બન્ડાજીમ દવાનો પટ આપવો, પછી રાઈઝોબિયમ કલ્યારનો પટ આપવો તેથી ઉગાવો સારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે.
  વાવણીનો સમય:
  ૧૫ ઓક્ટોબરથી ૨૫ નવેમ્બર
  બિયારણનો દર:
  ૫૦ થી ૬૦ કિ.ગ્રા. / હે.
  વાવણી અંતર:
  બે હાર વચ્ચે ૩૦ સે.મી.
  Kheti Amrutkamal રાસાયણીક ખાતર:
  પાયાના ખાતર તરીકે ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન હે. અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ / હે. આપવો. ચણાના પાકને પૂર્તિ ખાતરની જરૂરિયાત નથી, કારણ કે ચણાના મૂળમાં રાઈઝોબિયમ જીવાણું હોવાથી, તેથી છોડ પોતે જ હવામાં નાઈટ્રોજન તેના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગ કરે છે. વધારાનો નાઈટ્રોજન આપવાથી છોડની વૃદ્ધિ વધારે પડતી થાય અને ફૂલો મોડા બેસે છે અને ખર્ચ પણ વધે છે.
  આંતરખેડ અને નિંદામણ:
  • ૧ થી ૨ વખત આાંતરખેડ કરવી.
  • હાથથી નીંદામણ દૂર કરવું.
  • વાવણી કરી તુરત જ પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ) ૧૦ લિટર પાણીમાં પ૫ મિ.લિ. (૪૦૦ થી ૫૦૦ મિલી/હે) દ્રાવણનો છટકાવ કરવો.
  • ફૂલ બેસવાની અવસ્થાએ હળવું પિયત આપવું

  • પોપટા બેસવાની અવસ્થાએ જરૂર પડે તો જ પિયત આપવું

  પાકવાના દિવસો:
  ૧૧૦ થી ૧૧૫ દિવસ
  ઉત્પાદન:
  ૧૮૦૦ થી ૨૫૦૦ કિલો/હે

  Kheti Amrutkamal બિનપિયત જ્મીનમાં ચણાની ખેતી
  વધારે ભેજ સંગ્રહ શક્તિવાળી , કાળી, મધ્યમ કાળી કાંપવાળી ચોમાસુ પાકની કાપણી કરી, તરત જ જમીન ખેડી પછી પાટ (સમાર) મારી વાવણી કરવી જેથી ભેજની માત્રા જળવાઈ રહે છે અને બીજનો ઉગાવો સારો થાય છે.
  ભલામણ કરેલ જાતો:
  ગુજરાત ચણા-૨, દાહોદ પીળા, ચાફા
  બીજ માવજત:
  સુકારા સામે રક્ષણ માટે બીજને એક કિ.ગ્રા. દીઠ ત્રણ ગ્રામ કાર્બન્ડાજીમ દવાનો પટ આપવો, પછી રાઈઝોબિયમ કલ્યારનો પટ આપવો તેથી ઉગાવો સારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે.
  વાવણીનો સમય:
  ૧૦ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર
  બિયારણનો દર:
  ૬૫ થી ૭૦ કિ.ગ્રા. / હે.
  વાવણી અંતર:
  બે હાર વચ્ચે ૪૫ સે.મી.
  રાસાયણીક ખાતર :
  પાયાના ખાતર તરીકે ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન / હે. અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ / હે. આપવો. ચણાના પાકને પૂર્તિ ખાતરની જરૂરિયાત નથી, કારણ કે ચણાના મૂળમાં રાઈઝોબિયમ જીવાણું હોવાથી, તેથી છોડ પોતે જ હવામાં નાઈટ્રોજન તેના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગ કરે છે. વધારાનો નાઈટ્રોજન આપવાથી છોડની વૃદ્ધિ વધારે પડતી થાય અને ફૂલો મોડા બેસે છે અને ખર્ચ પણ વધે છે.
  આંતરખેડ અને નિંદામણ:
  • ૧ થી ૨ વખત આાંતરખેડ કરવી.
  • હાથથી નીંદામણ દૂર કરવું.
  પાકવાના દિવસો :
  ૯૦ થી ૧૦૦ દિવસ ઉત્પાદન:
  ૧૦૦૦ થી ૧૨૦૦ કિલો/હે

  પાક રોગો અને જીવાત
  સુકારો (વિલ્ટ)
  આ રોગને આવતો અટકાવવા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાત ગુજરાત ચણા -૧ નું પ્રમાણિત અને શુદ્ધ બિયારણ વાપરવું. બીજને વાવતા પહેલાં અગાઉ જણાવ્યા મુજબ ફૂગનાશક દવાનો પટ આપવો. પાકની ફેરબદલી કરવી.
  કોહવારો
  પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેક્ટરે ૧૦૦૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપવો .આગળ જણાવ્યા મુજબ ફૂગનાશક દવાનો પટ આપવો. પાકની ફેરબદલી કરવી. ઠંડીની શરૂઆત થાય પછી જ વાવેતર કરવું.
  પોપટા કોરી ખાનાર (લીલી ઈયળ)
  • હેક્ટર દીઠ લીલી ઈયળનાં ફેરોમોન ટ્રેપ ૬૦ સંખ્યામાં ગોઠવવા અને દર ૨૧ દિવસે તેની ચૂર બદલવી.
  • પક્ષીને બેસવા માટેની વ્યવસ્થા કરવી (બર્ડ પચી બેસાડવા, હેક્ટરે ૧૦૦ નંગ).
  • લીલી ઈયળ તેની ક્ષમ્ય માત્રા (૨૦ ઈયળ / ૨૦ છોડ ફૂલ આવતાં પહેલાં અને ૧૦ ઈયળ / ૨૦ છોડ પર ફૂલ આવ્યા પછી) વટાવે તો એન્ડોસલ્ફાન (૨૦ મિ.લિ. / ૧૦ લિટર) કે પોલિટ્રિન સી (૧૨ મિ.લિ. / ૧૦ લિટર) પેકી કોઈ એક દવાનો છટકાવ કરવો.

call now Amrutkamal
activites Amrutkamal ચણા : રોગો અને તેની ઓળખ
activites Amrutkamal
 •  ૧.મેક્રોફેમીના બ્લાઇટ આ રોગ પાકની બધી જ અવસ્થામાં દેખાય છે. આ રોગ ઉંચુ ઉષ્ણતામાન અને ભેજની ખેંચની પરિસ્થિતિમાં ઝડપથી વધે છે. આ ફૂગ બીજને ઉગતાં પહેલા જમીનમાં જ કહોવારો લગાડે છે. ઉગેલા બીજને સડો લાગે છે અને ત્યારબાદ છોડ ઉગ્યા પછી રોગ લાગે તો પાંદડા પીળા પડી જાય છે. રેગિષ્ટ છોડના મૂળના તાંતણા કહોવાઇ જાય છે. છોડ સહેલાઇથી ઉખડી જાય છે. પાન ઉપર રોગ લાગે તો પાન ઉપર નાના, ગોળ અને બદામી રંગના ચાઠાં જોવા મળે છે.


 •  ૨.ફુગથી થતો પાનના ટપકાંનો રોગ આ રોગ ઉંચા તાપમાન અને ભેજવાળા હવામાનમાં ઝડપથી ફેલાય છે. પાન ઉપર નાના મોટાં ડાઘા પડે છે જે વધતાં પાન કહોવવાથી કાળા પડી જાય છે. વધુ માત્રામાં રોગ લાગે તો પાન ખરી પડે છે.


 •  3.જીવાણુથી થતો પાનનાં ટપકાંનો રોગ ચોમાસામાં સતત વરસાદ, ઉંચું ભેજનું પ્રમાણ તેમજ હૂંફાળુ તાપમાન હોય તો ઝડપથી ફેલાય છે. પાન અને થડ ઉપર ગોળ કે અનિયમિત આકારના પાણી પોચાં ટપકાં જોવા મળે છે જે ધીરે ધીરે બદામી રંગના થાય છે. તે શીંગોને પણ અસર કરે છે.


 •  ૪.પીળો પચરંગીયો આ રોગ વિષાણુંથી થાય છે.પ્રારંભિક અવસ્થામાં નવાં પાન પર પીળાં રંગનાં ટપકાં જ્યાં ત્યાં જોવા મળે છે. ત્યારબાદ જેમ નવા પાન આવતા જાય તેમ તેના પર લીલા પીળા રંગનાં ધાબા બનતા જાય છે.કુમળા છોડને રોગ લાગતાં તે બટકો રહે છે.છોડ પર શીંગો ઓછી બેસે છે અને દાણા પોચા રહે છે. આ રોગ સફેદ માખીથી ફેલાય છે.


call now Amrutkamal
chana vavetar Amrutkamal  ચણા: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, કપાસ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ધૈણ-કઠોળ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઇયળ સફેદ રંગની મજબૂત બાંઘાની અને બદામી રંગનું માથુ,મુખાંગ તથા પગવાળી, અંગ્રેજી 'સી' આકારની હોય છે. પુખ્ત બદામી તથા ભુખરા રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળો જમીનમાં રહી મૂળ કાપીને નુકશાન કરે છે. ઇયળ મુળને ખાઇ જતી હોવાથી છોડ ધીમે ધીમે સૂકાઇને ચીમળાઇ જાય છે.ઇયળ ચાસમાં આગળ વધીને એક છોડને નુકસાન કર્યા બાદ બીજા છોડના નીળ ખાવાનું શરૂ કરે છે.આ રીતે તેનુ નુકશાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા પડે છે. પુખ્ત કીટક બોરડી, લીમડો, સરગવો, ખીજડો,બાવળ,મહુડા વિગેરેના પાન ખાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal લીલી ઇયળ (હેલીકોવર્પા આર્મીજેરા)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ ઇયળ લીલા ભૂખરા રંગની, બંને બાજુએ કાળાશ પડતી રેખાવાળી અને શરીર પર ટાછવાયા ટૂકાં સફેદ વાળ ધરાવે છે. ફુદાં ઝાંખા પીળાશ પડતા, તપખરીયા રંગના હોય છે. તેની આગળની પાંખો ઝાંખા બદામી રંગની અને તેના પર પાછળના ભાગે એક એક કાળું ટપકું આવેલું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇંડાંમાંથી નીકળેલ ઇયળ શરૂઆતમાં કુમળા પાન ખાય છે. જ્યારે ફળ/જીંડવા/શીંગ બેસે ત્યારે તેમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની અંદર અને અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે. એક જ ઇયળ એક કરતા વઘારે ફળ /જીંડવા/શીંગને નુકસાન કરતી હોવાથી ઓછી વસ્તી હોય તો પણ નુકસાની માત્રા ઘણી વધારે જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલો-મશી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- મોલો કદમાં ૧ થી ૨ મિ.મી. લાંબી,પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે.બચ્ચાં તેમજ પુખ્ત મોલો કાળશ પડતા રંગની અને તેના શરીરના પાછળના ભાગમાંથી નળી જેવા બે ભાગ બહાર આવેલા દેખાય છે. જે 'કોર્નિકલ્સ' તરીકે ઓળખાય છે.ઉપદ્રવની શરૂઆતમાં છોડ પર જુજ સંખ્યામાં જોવા મળે છે.પરંતુ માદા સીધેસીધી અસંખ્ય બચ્ચાંને જન્મ આપે છે.જેના લીધે અસંખ્ય કોલોની બની જાય છે.અસંખ્ય કોલોની છોડની કુમળી ડાળી, પાન અને શિંગો ઉપર ચોંટેલી જોવા મળે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમજ પુખ્ત કુમળી ડૂખોમાંથી રસ ચૂસે છે. પરિણામે પાન પીળા પડી જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે.મોલો પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પર્દાથ બહાર કાઢે છે. જે પાંદડાની સપાટી પર ચોંટે છે અને પાન ચમકતા દેખાય છે.જેને ખેડુતો 'મઘિયો' આવ્યો તેમ કહે છે.આ પર્દાથ પર કાળી ફૂગ વૃધ્ધિ પામે છે.જેના લીધે આખા છોડ કાળા રંગના દેખાય છે.પાન કાળા થઇ જતા પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયામાં અવરોધ ઉભા થાય છે જેથી ઉત્પાદકતા પર માઠી અસર થાય છે. તદ્દ ઉપરાંત ચણા જેવા પાકમાં મોલો સ્ટન્ટ વાયરસ (ટુંટીયુ) નામના રોગનો ફેલાવો કર છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal થડ કાપનારી ઇયળ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતના ફૂદા મજબુત બાંધાના અને ૨૫ મિ.મી. જેટલાં લાંબા હોય છે. ફૂદાની આગળની પાંખ ઉપર કાળાં અથવા કાળાશ પડતા રાખોડી રંગના ધાબા હોય છે. પૂર્ણ વિકસિત ઇયળ ઘેરા લીલા કે કાળા રંગની અને સહેજ રાતા રંગના માથાવાળી હોય છે.ઇયળને અડકવાથી ગૂંચળું થઇ જવાની ટેવ ધરાવતી હોય છે. ઇયળો દિવસ દરમ્યાન છોડના થડની નજીક જમીનમાં સંતાઇને રહે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકની શરૂઆતની અવસ્થામાં ઇયળ છોડને જમીનથી નજીકથી થડ કાપી નાખીને નુકસાન કરે છે. તે દિવસ દરમ્યાન જમીનમાં ભરાઇ રહેતી હોવાથી ખેતરમાં ઉપર છલ્લી નજરે ઇયળ જોવા મળતી નથી. રાત્રે જમીનમાંથી બહાર આવી નાના છોડના થડને જમીનની નજીકથી કાપી નાખી કુમળા પાન અને કૂંપળો ખાય છે. તેથી સવારના પહોરમાં ખેતરમાં બટાટાના છોડ કપાઇને કરમાયેલા જોવા મળે છે અને પાછલી અવસ્થામાં કંદં બેસે ત્યારે તેમાં દાખલ થઇ ગર્ભ ખાઇને ખોખાં બનાવી નુકસાન પહોંચાડે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
chana vavetar Amrutkamal ચણા: જીવાતો વિશે માહિતી
chana vavetar Amrutkamal
 •  અગત્યની જીવાતો :- મૂળ અને થડને નુકસાન કરતી જીવાતો, પાનને નુકસાન કરતી જીવાતો, ચૂસીયાં પ્રકારની જીવાતો
 • • પાકની કાપણી બાદ પાકનાં મૂળીયાં/જડીયાં વીણાવી લેવા. સારા કોહવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.

  • નિયમિત આંતરખેડ કરી છોડની આજુબાજુની જમીન ચોખ્ખી રાખવી. દિવસે પિયત કરવાથી થડ કાપી ખાનાર ઇયળો બહાર આવશે જેને પક્ષીઓ ખાઇ જશે. ખેતરમાં જુદી જુદી જગ્યાએ ઘાસની ઢગલીઓ કરવાથી દિવસે ઇયળો તેની નીચે ભરાઇ રહેશે જેનો નાશ કરવો.

  • ચૂસીયાં પ્રકારની જીવાતોનો શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય ત્યારે ૫૦૦ ગ્રામ લીંબોળીની મીંજનો અર્ક અથવા ૪૦ મિ.લિ. લીંબોળીનું તેલ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

  • મીલીબગ જીવાતનો ફેલાવો કરવામાં કીડીઓ મહત્વનો ભાગ ભજવતી હોવાથી, કીડીઓના નિયંત્રણ માટે તેના રાફડા શોધીને તેનો નાશ કરવો.

  • શરૂઆતમાં એકલદોકલ છોડ પર પાનકથીરીનો હાજરી જણાય તો ઉપદ્રવિત છોડને ઉખાડી/ ખોદીને નાશ કરવો.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
chana vavetar Amrutkamal ચણા : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
chana vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  chana vavetar Amrutkamal
call now Amrutkamal
chana vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message