amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

bataka vavetar Amrutkamal  બટાટાના વાવેતર અને રોગો વિશે માહિતી

bataka vavetar Amrutkamal બટાટા : વાવેતર વિશે માહિતી
 • પાક વિશે માહિતી
  Kheti Amrutkamal દુનિયાના ખાધ પાકો પૈકી બટાટા એક અગત્યનો પાક છે. યુરોપ અને અમેરિકાનાં વિકસિત દેશોએ ધાન્ય તરીકે અપનાવેલ છે. જ્યારે ભારત દેશમાં કે જ્યાં વધતી જતી વસ્તી વધારાને ખોરાક પુરો પાડવાની સમસ્યા હોવા છતાં બટાટાને હજુ ધાન્ય તરીકે સ્વીકારવામાં આવેલ નથી. દુનિયામાં બટાટાનો વ્યક્તિ દીઠ વાર્ષિક સરેરાશ વપરાશ ૬૬ કિ.ગ્રા. છે જે ખુબ જ ઓછો છે, તે જ બતાવે છે કે હજુ આપણે તેનો ખાધાન્ય તરીકે સ્વીકાર કરેલ નથી.

  જમીન અને જમીનની તૈયારી :
  બટાટાના કંદના સારા વિકાસ માટે જમીનને સારી રીતે તૈયાર કરવી જરૂરી છે. સ્મતલ જમીનમાં પિયતનું પાણી સહેલાઈથી અને સરખી રીતે આપી શકાય છે. સારા નિતારવાળી ફળદ્રુપ જમીનમાં બટાટાનો સારો વિકાસ થાય છે. રેતાળ અને ગોરાડું જમીન બટાટાને વધારે અનુકૂળ આવે છે. જ્યારે ભારે ચીકણી જમીનમાં બટાટાનાં કદનો વિકાસ સારો થઈ શક્તો નથી. તેમજ કંદની સાથે માટી ચોટી રહે છે. જેને તૈયાર કરવામાં મુશ્કેલી રહે છે તેવી જમીન બટાટા માટે અનુકૂળ રહેતી નથી. કારણ કે આવી જમીનમાં બટાટાનું ઉત્પાદન ઓછું જોવા મળે છે અને ચમકદાર સારા કંદ મેળવી શકતાં નથી. તેની કાપણી પણ સરવાળે ખર્ચાળ અને મુશ્કેલી ભરેલી રહે છે. બટાકોનો પાક છીછરા મૂળવાળો હોઈ ખુબ ઊંડી ખેડની જરૂર નથી તેમજ જમીનને વારંવાર ખેડ કરી તૈયાર કરવાની પણ જરૂર નથી. સામન્ય રીતે હળ કે ટ્રેક્ટરની બે ખેડ કરી કરબથી ખેડી જમીન ભરભરી પોચી બનાવવી. જે જમીનમાં લીલો પડવાશ સારી રીતે કોહવાઈ જમીન સાથે ભેળવી જાય તે જરૂરી છે.

  આબોહવા :
  બટાટાની ખેતી માટે ઠંડી અને સુકી આબોહવા વધુ અનુકૂળ પડે છે. સૂર્યપ્રકાશવાળા દિવસો અને નીચા ઉષ્ણતામાન વાળો સમયગાળો એટલે કે શિયાળાનો સમય શ્રેષ્ઠ છે.

  બીજ દર અને વાવણીનું અંતર :
  બિયારણનો દર : ૨૫૦૦ થી ૩૦૦૦ કિ.ગ્રા. હેક્ટર
  અંતર: હલકી અને રેતાળ જમીનમાં બટાટાનું વાવેતર બે ચાસ વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૫ સે.મી. અંતર રાખી કરવું. જ્યારે ભારે ગોરાડું જમીનમાં બે ચાસ વચ્ચે ૪૫ થી ૫૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૨૦ સે.મી. અંતર રાખી વાવેતર કરવું જોઈએ. ભલામણ કરેલ અંતર વાવેતર કરવાથી પાળા મોટા થવાથી કંદ ખુલ્લા થઈ લીલા પડશે નહી તેમજ પાળાની ભેજ સંગ્રહ શક્તિ વધશે અને પાળાના મૂળના વિસ્તારનું ઉષ્ણતામાન નીચું રહેવાથી મૂળનો વિકાસ સારો થાય છે. જેના કારણે કંદનો વિકાસ સારો થવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

  બીજની માવજત :
  ગુજરાતમાં બટાટાના વાવેતરમાં કટકાનો ઉપયોગ કરવામાં આવે છે. વાવેતર સમયે વધુ તાપમાન તેમજ બીજ સાથે આવેલ કે જમીનમાં રહેલ ફ્યુઝેરીયમ એસ્પરજીલસ પેનીસીલીયમ રાય્ઝોક્ટોનીયા કે ઈરવીનીયા જેવા રોગ પ્રેરકો બટાટાના કટકા ઉપર હુમલો કરતા હોય છે અને જમીનમાં જ બટાટાના કટકા કોહવાય જાય છે. પરિણામે એકમ વિસ્તારમાં છોડની સંખ્યામાં ઘટાડો થતાં ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. આમ ન થાય અને કટકા કોહવાય નહીં તે માટે વાવેતર પહેલા કટકાને મૂલ રક્ષક (૧)ની સુકી માવજત આપવી જરૂરી છે.

  વાવણી કરવાની રીત :
  જમીનમાં છાણિયું ખાતર નાંખી સારી ખેડ કરી ભેળવી દેવું. ત્યારબાદ બે થી ત્રણ ખેડ કરી જમીન પોચી ભરભરી બનાવો. વાવેતર પહેલા પિયત આપો. વરાપ થયે બે થી ત્રણ ખેડ કરી સમાર મારી વાવેતર માટે જમીન તૈયાર કરો. ખુલ્લા ચાસમાં એક મજુર બટાટાના ટુકડા નાખે અને બાકીના મજુરો ટુકડાને ૧૫ થી ૨૦ સે.મી.નાં અંતરે ગોઠવી તેના પર હાથ વડે માટી વાળવી. વાવેતર કર્યા બાદ હલકો સમાર મારી વાવેતર થયેલ બને ચાસ વચ્ચેના પાટલામાં હળ મુકીને ચાસ ચીરીને નીક પાળા બનાવો. આમ વાવેતર કરેલ ટુકડા પર પાળો થશે અને ચાસ વચ્ચે નીક થશે. હલકી જમીનમાં બટાટાના ઉગાવા માટે વાવેતર પછી ૧૦ દિવસે એક પિયત આપો જ્યારે ભારે ગોરાડું જમીનમાં બટાટાનો ઉગાવો થયા પછી પિયતની જરૂર પડશે. આ રીતે વાવેતર પદ્ધતિ અપનાવવામાં આવે તો ખાતરનો કાર્ય ક્ષમ ઉપયોગ થશે. સાથે સાથે ખેતી ખર્ચ પણ ઘટાડી શકાશે અને એક સરખો ઉગાવો મેળબી વધારે ઉત્પાદન મેળવી શકાશે.

  વાવેતર માટેનો યોગ્ય સમય :
  સામાન્ય રીતે બટાટાનું વાવેતર નવેમ્બર માસમાં બીજા અઠવાડીયાથી છેલ્લા અઠવાડીયા સુધી કરી શકાય. દિવસનું ઓછામાં ઓછું ઉષ્ણતામાન ૧૮ – ૨૦ સે.ગે. અને વધુમાં વધુ ૨૮ – ૩૦ સે.ગ્રે. ઉષ્ણાતામાન જોવા મળે તે સમયે બટાટાની વાવણી માટે ઉત્તમ છે.

  ખાતર વ્યવસ્થા :
  બટાટાએ કંદ મૂળનો પાક હોવાથી છોડના નિશ્ચિત અને કંદના વ્યવસ્થિત વિકાસ માટે વધારે પ્રામાણમાં તત્વોની જરૂર પડે છે. ચંદ્રમુખી જાત એક ટન ઉત્પાદન માટે ૫.૬ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૧.૪ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૬.૫ કિ.ગ્રા. પોટાશ તત્વો જમીનમાંથી ચુસે છે. જ્યારે મોડી પાકતી જાતો જેવી કે બાદશાહ, કુ.સિંદરી એક ટન બટાટાના ઉત્પાદન માટે ૬.૮ થી ૭.૬ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૧.૮ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૭.૨ થી ૧૦.૨ કિ.ગ્રા. પોટાશ તત્વો જમીનમાંથી ચુસે છે. પરિણામ પરથી ફલિત થાય છે કે બટાટાના પાકમાં નાઈટ્રોજન અને પોટાશ તત્વો વધારે પ્રમાણમાં જરૂર રહે છે.

  છાણીયું ખાતર : બટાટાના પાક માટે ૨૫ થી ૩૦ ટન સારુ કોહવાયેલ છાણિયુ ખાતર પ્રાથમિક ખેડ વખતે જમીનમાં બરાબર ભેળવવું જોઈએ.
  પાયાના ખાતર : જટાયુને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો. નવા ઉગતા છોડનો વિકાસ ઝડપી કરવા માટે ઉપયોગી છે.

  પિયત વ્યવસ્થા :
  બટાટાને ભરપુર ઉપલબ્ધ ભેજ તેના સંતોષકારક વિકાસ માટે જરૂરી છે. છોડના એકસરખા વિકાસ માટે જરૂરી છે. છોડના એકસરખા વિકાસ માટે પૂરતાં પ્રમાણમાં પાણી આપવું જોઈએ. પિયત ક્યાર અને કેટલી સંખ્યામાં આપવું તે જમીનના પ્રકાર પર આધાર રાખે છે. હલકી રેતાળ જમીનમાં ૬ થી ૭ દિવસના અંતરે કુલ ૧૪ થી ૧૫ પિયત જ્યારે ભારે ગોરાડું જમીનમાં ૮ થી ૧૦ દિવસના અંતરે ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે.

  ટપક પિયત પધ્ધતિ:
  બટાટા પાકમાં ફુવારા પધ્ધતિ અને ટીપા પધ્ધતિથી પાણી આપવાની ભલામણ કરવામાં આવેલ છે. ફુવારા પધ્ધતિની સરખામણીમાં ટીપા પધ્ધતિ આ પાકને વધારે અનુકૂળ આવે તેમજ ફાયદાકારક છે. બટાટાના પાકને ટીપા પધ્ધતિથી પિયત આપવાથી પૃષ્ટ પધ્ધતિ કરતાં પાણીનો અંદાજે ૪૪ ટકા બચાવ અને ૧૫ ટકા વધારાની આવક મેળવી શકાય છે. ટીપા પધ્ધતિથી સારી ગુણવત્તા વાળા મોટા કદના કંદ મેળવી શકાય છે.

  નિંદામણ :
  સામાન્ય રીતે બટાટાના પાકમાં બીજી વખત પાળા ચડાવવામાં આવે તે પહેલાં નાની પાવડીથી હાથ વડે નીંદણ દૂર કરવામાં આવે છે. કેટલાક જીલ્લાઓમાં આંતરખેડ કરી નીંદામણ કરવામાં આવે છે. આ રીતે સારી ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો નીંદણ એ ગંભીર પ્રશ્ન નથી. મલ્ચિંગ પાથરવાથી નિંદામણ નો પ્રશ્ન જ રહેતો નથી.

  પાકની ફેરબદલી :
  એક જ જમીનમાં વારંવાર બટાટાનો પાક લેવા માટે તેના સેંદ્રિય તત્વો જાણવા ખૂબ જ જરૂરી છે. આ સેંદ્રિય તત્વો જમીનને પોચી રાખવામાં, ભરભરી રાખવામાં, પાણી અને હવાની અવર જવર માટે, છોડને તત્વો પહોચાડવામાં અને જરૂરી જીવાણુંઓની ક્રિયા ચાલુ રાખવામાં ઉપયોગી છે.
  જમીનના સેંદ્રિય તત્વો પાકની ફેરબદલી કરવાથી, ચોમાસામાં લીલો પડવાશ કરવાથી અને જમીનમાં સારા અને પ્રમાણમાં છાણિયું ખાતર નાખવાથી જળવાઈ રહે છે. પાકની ફેરબદલી તરીકે રીંગણી અને મરચીંના પાક પછી બટાટાનો પાક લેવો જોઈએ નહી. આ પ્રમાણે પાકની ફેરબદલીથી બટાટાના પાકમાં જીવાણુંથી થતા સૂકરાનાં રોગની શક્યતા વધારે રહે છે. મગફળી અને તલના પાક પછી શિયાળામાં બટાટા અને ઉનાળામાં બાજરી તે પ્રમાણે પાકોની ફેરબદલી કરવામાં આવે તો વર્ષના અંતે વધુમાં વધુ ચોખ્ખી આવક મેલવી શકાય છે. ધાન્ય પાકો સાથે ફેરબદલી કરવાથી જમીનજન્ય રોગો અટકાવી શકાય છે.

  કાપણી :
  છોડ પીળા પડી ચીમળાઈ જાય ત્યારે પાક કાપણી માટે તૈયાર થયો ગણાય. કાપણી ૧૫ દિવસ પહેલા છોડનો ટોચનો ભાગ કાપી નાખવો ત્યારબાદ કોદાળી અથવા હળથી ખેડ કર્યા પછી બટાટાની વીણી કરવી.

  ઉત્પાદન :
  બટાટાના પાકનું ખેતરમાં વાવેતર કરેલ હોય તો હેક્ટર સરેરાશ ૩૫૦૦૦ થી ૪૦૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે. જ્યારે નદીમાં વાવેતર કરેલ હોય તો ૪૫૦૦૦ થી ૫૦૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal  બટાટા : રોગો વિશે માહિતી
 •   ૧.આગોતરો સુકારોactivites Amrutkamal શરૂઆતમાં નીચેના પાન પર છુટાછવાયા નાના ભુખરા બદામી રંગનાં ટપકાં જોવા મળે છે. જે અનિયમિત વર્તુળાકારના હોય છે. રોગની માત્રા વધતાં આવા અસંખ્ય ટપકાં ભેગા જાય છે. અને આખા છોડ પર ફેલાય છે પરીણામે પાન સુકાવા લાગે છે.આવા ટપકાં થડ પર પણ જોવા મળે છે. અસર પામેલ છોડની ડાળીઓ સુકાઇ જાય છે. જેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે.


 •  ૨.પાછોતરો સુકારો activites Amrutkamal રોગની શરૂઆતમાં પાન પર પાણી પોચા ભૂરા ટપકાં જોવા મળે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય તો આવા ટપકાં સમગ્ર પાન પર જોવા મળે છે. પાનની કિનારીએથી આવા ટપકાં વર્તુળાકારે જોવા મળે છે. જે છેવટે સમગ્ર પાન પર ફેલાઇ જાય છે જેથી પાન સુકાઇ જઇ કાળુ પડી જાય છે.આવા રોગીષ્ટ પાનને ઝીણવટથી જોતા ટપકાંની નીચેની બાજુએ સફેદ ફૂગની વૃધ્ધી જોવા મળે છે. અનુકુળ વાતાવરણ મળતાં રોગ ઝડપથી પ્રસરે છે. રોગીષ્ટ છોડ થોડા દિવસોમાં સુકાઇ જાય છે. ખેતર દઝાઈ ગયેલું હોય તેવું લાગે છે. અને તીવ્ર વાસ આવે છે.


 •  ૩.કાળા ચાઠાંનો રોગ activites Amrutkamal આ રોગમાં બટાટાની આંખો જમીનમાં જ અથવા જમીનથી ફૂટી બહાર આવ્યા બાદ ચીમળાઇ જાય છે. બટાટાના કંદ પર ભૂખરા/ કાળા ગાળાકાર ચાઠાં જોવા મળે છે પરિણામે બટાટાના ગુણવત્તા પર ખૂબ જ માઠી અસર થાય છે.


 •  ૪.કોમન સ્કેબ activites Amrutkamal આ રોગમાં છોડ ઉપર કોઇ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી બટાટાના કંદ ઉપર રતાશ પડતાં અથવા ભૂખરા રંગના ટપકાં ગોળાકાર અથવા તારા આકારના ઉપસી આવેલ અથવા દબાયેલાં જોવા મળે છે. બટાટાની ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે.


 •  ૫.જીવાણુથી થતો સુકારો activites Amrutkamal રોગીષ્ટ છોડના પાન શરૂઆતમાં પીળા પડવા લાગે છે. જેથી છોડ નબળો પડી જાય છે. અને આ છોડ ધીમે ધીમે સુકાઇ જાય છે. આ રોગમાં અસર પામેલ છોડની વૃધ્ધી અટકી જાય છે. રોગીષ્ટ છોડના કંદ કાપતાં અંદરના ભાગે બંગડી આકારે ગોળ કહોવારો જોવા મળે છે. આ ભાગમાંથી સફેદ રંગનું પીળાશ પડતુ ઝરણ જોવા મળે છે.


call now Amrutkamal
bataka vavetar Amrutkamal  બટાટા : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal બટાટાના થડ કાપનારી ઇયળ
cut-warm
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત ફુદુ માથાની ટોચથી લઈને ઉદરના અંત સુધી ૨૫ મી.મી. લાંબુ, ઘાટા બદામી રંગનું અને ઘાટી પટ્ટીઓ તેની અગ્ર પાંખો પર જોવા મળે છે. આ જીવાતનું ઈંડુ સફેદ ક્રિમ કલરના હોય છે. ઈંડામાંથી નિકળેલ ઈયળ પીળા રંગની તથા ૧.૫ મી.મી લંબાઈની હોય છે જ્યારે છેલ્લી અવસ્થા એ પહોચેલી ઈયળ ૪૦ થી ૪૫ મી.મી. લાંબી અને રંગે કાળી અને સહેજ અળવાથી ગુચળુ થઈ જવાની ટેવવાળી હોય છે. કોશેટા અવસ્થા જમીનમાં અને દેખાવે ઘાટા ભુખરા રંગનો હોય છે. એક પુખ્ત માદા પાનની નીચેની બાજુએ અથવા જમીનમાં ૨૦૦ થી ૩૫૦ ઈંડા સમૂહમાં મુકે છે. માદા આ રીતે ૩૦ જેટલા સમૂહો તેના જીવાનકાળ દરમ્યાન મૂકે છે. ફેબ્રુઆરી થી એપ્રિલ માસ દરમ્યાન આ જીવાત તેની ઈયળ અવસ્થા ૩૦ થી ૩૪ દિવસમાં પૂર્ણ કરે છે. કોશેટા અવસ્થા જમીનમાં અને ૧૦ થી ૩૦ દિવસમાં પૂર્ણ કરે છે. કોશેટામાંથી નિકળતું ફુદુ રાત્રી દરમ્યાન નિકળે છે. એક જીવનચક્ર ૪૮ થી ૭૭ દિવસમાં પૂર્ણ થાય છે. આ જીવાત એક વર્ષ દરમ્યાન ૩ થી ૪ જીવનચક્ર પૂર્ણ કરે છે. cut-warm-1.jpg આ જીવાત પાકની શરૂઆતની અવસ્થામાં છોડને જમીન સરખાં કાપી નાખે છે. આ જીવાત રાત્રે જમીનમાંથી બહાર આવી થડ કાપી નુકશાન કરે છે. જેવી એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યામાં ઘટાડો થાય છે. આઅ જીવાત દિવસ દરમ્યાન જમીનમાં ભરાય રહે છે. પાકની પાછલી અવસ્થામાં પણ બટાટાના કંદનો ગર્ભ કોરીખાય ખોખા બનાવે છે. જેથી ઉત્પાદનની સાથો સાથ કંદની ગુણવત્તામાં ઘટાડો થાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાત છોડ નાનો હોય ત્યારે વધુ નુકશાન કરતી માલુમ પડે છે. ઈયળ રાત્રે સક્રિય થાય છે અને દિવસે જમીનની તીરાડોમાં સંતાઈ રહે છે. તે નાના છોડને થડમાંથી કાપી કુમળા પાન ખાઈને નુકશાન કરે છે. પાકની શરૂઆતની અવસ્થામાં છોડને જમીન સરખા કાપી નાખતી હોવાથી એકદમ વિસ્તાર દીઠ છોડની સંખ્યામાં ઘટાડો થાય છે. આ જીવાત દિવસ દરમ્યાન જમીનમાં ભરાય રહે છે. cut-warm-1.jpg

 •  જીવાત પર નિયંત્રણ :-
   ઉનાળામાં ઊંડી ખેડ કરવી. જેથી જમીનમાં રહેલ કોશેટાનું પક્ષીઓ અથવા સુર્યપ્રકાશથી નાશ થાય.
   એક પ્રકાશ પિંજર પ્રતિ ૫ એકર પ્રમાણે મુકવાથી ફુદાનો નાશ થશે.
   કટવર્મના નિયંત્રણ માટે મૂલ રક્ષક (૩) નો એક પંપમાં ૧૫ લીટર પાણી સાથે ૬૦ થી ૮૦ મીલીનો સ્પ્રે કરવો.
   નિમ અર્ક ૦.૩૦ % અથવા લીંબોળીનું તેલ ૦.૫૦ % + ૪ ગ્રામ/લીટર સાબુના દ્રાવણ સાથે છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal બટાટાની ફૂદી
activites Amrutkamal
 •  યજમાન પાકઃ :- બટાટા,ટામેટા, રીંગણ,તમાકુ
 •  ઓળખ ચિન્હ :- ફૂદું કદમાં નાનું અને પહોળાઇમાં પાંખ સાથે ૧૩ મિ.મી. જેટલુ હોય છે.તપખીરીયા રંગના આ ફૂદાંની પાંખો સાંકડી અને ભૂખરા રંગની હોય છે. જેના ઉપર કાળા અને સ્લેટીયા રંગના ધાબા હોય છે. પુખ્ત ઇયળ આછા ગુલાબી અથવા આછા લીલા રંગની હોય છે. તેનું માથું ઘાટા તપખીરીયા રંગનું અને મોટું હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતનો ઉપદ્રવ ખેતરમાં ક્યારેક જ હોય છે. પરંતુ બટાટાના સંગ્રહ દરમ્યાન તેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. બટાટાના ખેતરમાં તે પાનકોરીયા તરીકે ઉપદ્રવ શરૂ કરે છે.ઘણી વાર પર્ણદંડ,છોડની ડૂંખ અથવા કુમળા બટાટાને પણ કોરીને નુકસાન કરે છે.બટાટાને જ્યારે સંગ્રહ માટે વખારમાં લાવવામાં આવે છે ત્યારે આ જીવાતના ઇંડાં અથવા ઇયળ પણ બટાટા સાથે આવે છે.ઇયળ બટાટામાં નાનું કાણું પાડીને અંદરનો ભાગ ખાય છે અને તેમાં જ રહે છે.નુકસાન પામેલ બટાટાની આંખો નજીક આ જીવાતની કાળી હઘાર નજરે પડે છે. ઉપદ્રવિત બટાટા છેવટે ફૂગ અને જીવાતની હઘારથી કહોવાઈ જાય છે.ખેતરમાં માર્ચ મહિના દરમ્યાન આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય છે અને વખારમાં તે એપ્રિલ થી નવેમ્બર માસ દરમ્યાન નુકસાન કરતી જોવા મળે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal થ્રીપ્સ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતની પાંખો લાંબી તેમજ બંને પાંખોની ધાર પર નાના નાના વાળ હોય છે.આ કીટક ચપળ હોવાથી પાનને અડકતાં ઝડપથી ચાલી જાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ જીવાતનાં બચ્ચાં તેમજ પુખ્ત અવસ્થા પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસે છે.તે પાન પર ધસરકા પાડીને તેમાંથી નીકળતો રસ ચૂસે છે.આ જીવાત કોકળવા વાયરસ રોગનો ફેલાવો પણ કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal  લશ્કરી ઈયળ/ પાન ખાનાર ઈયળ : સ્પોડોપ્ટેરા / આર્મી વોર્મ
army-warm-potato
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનું પુખ્ત કિટક આછા ભુખરા રંગનું હોય છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ શરૂઆતમાં ઝાંખા લીલાશ પડતા ભુખરા રંગની હોય છે. જે મોટી થતા કાળા ભુખરા રંગની થાય છે. જીવાતના ઉપરની બાજુએ માથા આગળ તેમજ પાછળના ભાગમાં ત્રિકોણ આકારના કાળા ટપકાંથી આ જીવાતની ઈયળો તુરત જ ઓળખી શકાય છે. આ કિટકની માંદા ૨૦૦ થી ૩૦૦ના જુથમાં સરેરાશ ૧૦૦૦ જેટલા ઈડા મૂકે છે. જેના ઉપર ભૂરાશ પડતી રુવાટી ઢાકેલી હોય છે. પાંચેક દિવસના ઈંડા મુકે છે. પાંચેક દિવસના ઈંડા સેવાય જાય છે. તેમાંથી નીકળેલ ઈયળ ૨ થી ૩ અઠવાડીયાના સમય દરમ્યાન ૬ ઈયળ અવસ્થામાંથી પસાર થઈ જમીનની તિરાડમાં માટીના આવરણમાં અથવા વળેલા પાનની કરચલીઓમાં લાલશ પડતાં ભૂખરા રંગનું ફુદુ નીકળે છે. એક માદા એના જીવનકાળ દરમ્યાન ૧૦૦૦ થી ૨૦૦૦ જેટલા ઈંડા મુકે છે. આ જીવાત એક વર્ષ દરમ્યાન ૬ થી ૮ જીવનચક્ર પૂર્ણ કરે છે. army-warm-potato

 •  નુકસાનનાં પ્રકાર:- વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આ જીવાતની શરૂઆતની અવસ્થાની ઈયળો પાનનો લીલો ભાગ અને કૂમળા પાન ખાય છે. જ્યારે મોટી ઈયળો નસો સિવાયનો પાનનો ભગ ખાઈ છોડને ઝાંખરા જેવો કરી નાખે છે. ઉપદ્રવ વધુ હોય તો છોડની ફક્ત નશો જ જોવા મળે છે. બપોરનાં સમયમાં ઈયળો છોડના થડની આજુબાજુની જમીનની તીરાડમાં ભરાઈ જાય છે. જ્યારે રાત્રી દરમ્યાન ખોરાક માટે બહાર આવે છે. મગફળીમાં સોયા તેમજ ડોડવા બેઠેલા હોય તે વખતે આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો ઈયળો સોયાને અને ડોડવામાં રહેલા દાણાને ખાઈને પણ નુકશાન કરે છે.

 • army-warm-potato જીવાત પર નિયંત્રણ :- કપાસના પાકમાં જીડવાની ઈયળો છોડના જુદા જુદા ભાગોની અંદર રહીને ખાતી હોવાથી કોઈ પણ એકલ દોકલ પધ્ધતિથી નિયંત્રણ કરવાને બદલે ઉપલબ્ધ એવી જ પધ્ધતિઓનું સંકલન કરી નિયંત્રણ વ્યવસ્થાપન પગલા લેવામાં આવે તો જીવાતની વસ્તી સમ્યમાત્રા નીચે રાખી શકાય છે. આ અંગેની વિગત નીચે મુજબ છે.
   ઉનાળામાં હળની ઊંડી ખેડ કરવાથી કોશેટા સૂર્યપ્રકાશથી અથવા પક્ષીઓ દ્વ્રારા નાશ પામશે.
   ખેતરની ફરતે હજારીગલના છોડ રોપવા ફુલ આવ્યા બાદ થોડા સમય પછી ફુલ તોડી બજારમાં વેચી દેવા. જેથી લશ્કરી ઈયળના ઈંડાનો નાશ કરી શકાય છે.
   યોગ્ય અંતરે અને પ્રમાણસર પિયત અને ખાતરોની માવજત આપવી.
   ઈંડા તથા ઈયળ અવસ્થાને ભેગા કરીને નાશ કરવો.
   ઈયળનો ઉપદ્રવ જણાય તો વાવેતર બાદ ૧૫ દિવસે અને જરૂર જણાય તો ફરી ૧૫ દિવસે મૂલ રક્ષક (૩) નો ૧૫ લીટર પાણીમાં ૪૦ થી ૬૦ મીલીનો છંટકાવ કરવો.
call now Amrutkamal
activites Amrutkamal તડતડીયા : હોપર
hoper-potato
 •  ઓળખ ચિન્હ :- પાનના લીલા ચૂસિયાના પુખ્ત લીલા રંગના અને ફાચર આકારના તથા પાંખવાળા હોય છે. જ્યારે બચ્ચા આછા લીલાશ પડતાં રંગના અને પાંખ વગરનાં હોય છે. તેઓ વિશિષ્ટ ત્રાંસી ચાલ ધરાવે છે. તેની પાંખો પર છેડાના ભાગે કાળા ધાબા હોય છે. માદા પુખ્ત પીળાશ પડતાં સફેદ રંગના લાંબા ૧૫ જેટલા ઈંડા પાનની નીચેની બાજુએ નશોમાં મુકે છે. ઈંડા અવસ્થા ૪ થી ૧૧ દિવસમાં પૂર્ણ થઈ બચ્ચાં બહાર આવે છે. આ બચ્ચાં ૭ થી ૨૧ દિવસમાં પુખ્ત બની જાય છે. પુખ્ત ૩૫ થી ૫૦ દિવસમાં જીવે છે. આમ આ જીવાત એક વર્ષમાં કુલ ૭ જીવનચક્ર પુર્ણ કરે છે. આ જીવાતના ઝડપી ફેલાવા માટે વાતવરણમાં ૨૭ થી ૩૬ એ. તાપમાન અને ૭૫% કરતાં ઓછો ભેજ ઉત્તમ ગણાય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાન પર જોવા મળતા લીલા ચુસિયાના બચ્ચા તેમજ પુખ્ત કીટક ફક્ત પાનમાંથી જ રસ ચુસે છે. તેથી પાન પીળા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ફીક્કા દેખાય છે. અને આખો છોડ પીળો પડી સુકાઈ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal સફેદ માખી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત માખી એકાદ મિ.મી. જેટલી લાંબી, પાંખો દૂધિયા સફેદ રંગની અને શરીર પીળાશ પડતા રંગનું હોય છે.તેના બચ્ચાં આછા પીળા રંગનાં અને લંબગોળ ભીંગડા જેવા હોય છે. જે પાનની નીચેની બાજુ એક જ જગ્યાએ ચોંટી રહે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તથા પુખ્ત માખી પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે.પરિણામે અપરિપકવ અવસ્થામાં સુકાઇ જાય છે.આ જીવાતના શરીરમાંથી પણ ચીકણો મધ જેવો પદાર્થ ઝરે છે. જેના લીધે પાન ઉપર કાળી ફુગ ઉગે છે.સફેદ માખી કેટલાક વિષાણુજન્ય રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલો (એફીડસ)
molo-potato
 •  ઓળખ ચિન્હ :- મોલોના પુખ્ત કીટક પીળા થી કાળાશ પડતાં રંગના અને પોચા શરીરવાળા હોય છે. તેના શરીરનાં પાછળના ભાગે નળી જેવા બે ભાગ આવેલા હોય છે જેને કોર્નિકલ્સ કહે છે. પુખ્ત નર મોલો નાની, પાંખવાળી અને પુખ્ત માદા મોલો મોટી, પાંખ વગરની હોય છે. માદા મોલો સીધા બચ્ચાંને જ્ન્મ આપે છે. આ જીવાત એક વર્ષ દરમ્યાનમાં ૧૨ થી ૧૪ જીવનચક્ર પુર્ણ કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- મોલોના પુખ્ત તેમજ બચ્ચાં કુમળી ડૂંખો તથા પાનની નીચે રહીને રસી ચૂસે છે. વધુ ઉપદ્રવમાં છોડની વૃધ્ધિ અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. જેના ઉપર સમય પાછળ જતાં કાળી ફુગનો ઉપદ્રવ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણ અવરોધાય છે. આલ્હો છોડ દેખાવે કાળો લાગે છે. આકારની, સફેદ રંગની અને બદામી માથાવાળા તથા કોશેટો સફેદ ક્રીમ કલરનો હોય છે. કોશેટો અવસ્થા ૧૩ થી ૧૫ દિવસની હોય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal બટાટા : જીવાતો વિશે માહિતી
bataka vavetar Amrutkamal
 •  અગત્યની જીવાતો :- થડ/પાન/કંદ કાપી ખાનાર જીવાતો, મોલો, લીલા તડતડીયાં, સફેદ માખી,થ્રીપ્સ
 • • ખેતરમાં રોગગ્રસ્ત છોડને કંદ સાથે ઉખાડી અને બાળીને નાશ કરવો. ધાન્ય વર્ગના પાકો સાથે પાકની ફેરબદલી કરવી.

  • જયાં પાણી ભરાઇ રહેતું હોય તેવા નીચાણવાળા વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. એટલે નીચાણવાળા વિસ્તારમાં પાક લેવો જોઇએ નહી તથા વધારાના પાણીનો નિકાલ કરવો.

  • પીળા સ્ટીકી ટ્રેપ તથા સાદી સ્ટીકી ટ્રેપ હેકટર દીઠ પાંચ પ્રમાણે ગોઠવવાથી ઉપદ્રવને કાબૂમાં કરી શકાય છે.

  • લીમડા (એઝાડીરેકટીન) યુકત દવાઓ અથવા લીમડાની લીંબોળીની મીંજનું ૫ ટકા દ્રાવણનો છંટકાવ કરવાથી ઉપદ્રવ નિવારી શકાય છે.

  બટાટાના થડ/પાન/કંદ કાપી ખાનારી જીવાતો

  • થડ કાપનારી ઇયળો રાત્રે નુકસાન કરતી હોવાથી દિવસ દરમ્યાન ખેતરમાં રોડા નીચે કે ઘાસની નીચે સંતાઇને રહેતી હોય છે. આથી સાંજના સમયે ખેતરમાં ઘાસની નાની ઢગલીઓ કરવી. આવી ઘાસની ઢગલીઓ ઇયળો સહીત સવારે ભેગી કરીને નાશ કરવો.સમયાંતરે આ પધ્ધતિ ચાલુ રાખવાથી મોટા પ્રમાણમાં ઇયળોનો નાશ કરી શકાય છે.

  • ઉપદ્રવવાળા ખેતરમાં પિયત આપવું. જેથી જમીનમાં સંતાયેલી ઇયળો ગુંગળાવાથી બહાર નીકળી આવે છે અને પક્ષીઓ દ્રારા તેનું ભક્ષણ થઇ શકે.

  • બટાટા વાવતા પહેલાં જમીનને ઉંડી ખેડ કરીને સૂર્યના તાપમાં ખુલ્લી કરી તપવા દેવી. જેથી સૂર્યના તાપથી કે પક્ષીઓ દ્રારા કોશેટાનો નાશ કરી શકાય.

  • પાકની ફેરબદલી કરવાથી મહદ્ અંશે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય. દા.ત. બટાટા પછી ટામેટા, રીંગણ, મરચા જેવા શાકભાજી ન વાવતાં બાજરી,દિવેલા, કપાસ વગેરે પાક લેવા જોઇએ.

  • લીલી ઇયળ અને લશ્કરી ઇયળની ફૂદી માટે સેકસ ફેરોમોન ટ્રેપ (૭ થી ૮ હે.) ગોઠવવાથી આ જીવાતોના ઉપદ્રવને કાબૂમાં લઇ શકાય છે.

  • હળ વડે પાળા ચઢાવી બટાટાના કંદને માટી વડે ઢાંકી દેવાથી ફૂદી બટાટા પર ઇંડા મૂકી શકતી નથી.

  • બટાટાના કંદ ખુલ્લામાં રાખવાનાં હોય ત્યારે તેના ઢગલા પર ૨.૫ સે.મી. જેટલો માટીનો થર કરવાથી બટાટાના કંદની ફૂદીનો ઉપદ્રવ થતો નથી.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal બટાટા : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
bataka vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter