amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  
activites Amrutkamal   બાજરીના પાક વિશે ....
પાક વિશે માહિતી
બાજરી (pearl millet) એ ગુજરાત રાજયનો અગત્યનો ધાન્ય પાક છે. અને બીજા ધાન્યપાકોની સરખામણીમાં ભેજની ખેંચની પરિસ્થિતિનો સૌથી વધારે પ્રતિકાર કરી શકે છે. આથી મુખ્યત્વે રાજયના સુકા અને અર્ધ-સુકા વિસ્તારોમાં ખરીફ ઋતુમાં વરસાદ આધારીત પાક તરીકે વાવવામાં આવે છે.

જમીનની પ્રાથમિક તૈયારી
• હળની એક તથા કળીયાની બે થી ત્રણ ખેડ.
• ૪પ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ચાસ ઉદ્યાડવા.
• હેકટરે ૧૦ ટન દેશી ખાતર પ્રાથમીક ખેડ પહેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો.

ભલામણ કરેલ જાતો
હાઈબ્રીડ બાજરીમાં ઉતરોતર કુતુલ રોગનો ઉપદ્રવ વધતા કુતુલ સામે પ્રતિકાર કરી શકે તેવી નીચે જણાવેલ નવી જાતો બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર દ્વારા ખરીફ ઋતુ માટે બહાર પાડી અને વાવેતર માટે ભલામણ કરેલ છે.

• વહેલી પાકતી: જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭
• મધ્યમ પાકતી – જીએચબી-૭૪૪, ૯૦પ
• મોડી પાકતી – જીએચબી-પપ૮, ૭૩ર


વાવેતર માટેનો યોગ્‍ય સમય
ચોમાસુ :
• ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયેથી તુરતજ વાવેતર કરવું.
• સમયસરનું વહેલુ વાવેતર વઘુ ઉત્‍પાદન આપે છે અને પાકમાં રોગ-જીવાતનો ઉ૫દ્વવ ઓછો રહે છે. તેમજ બાજરી ૫છીનો પાક લેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય છે.
• જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઇ ૫છી થાય તો વહેલી પાકતી જાત GHB-538 ની ૫સંદગી કરવી.
ઉનાળુ :
• ઉનાળુ બાજરીનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ઠંડી ઓછી થયે કરવું.
• જો વાતાવરણમાં વઘુ ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો, વાવેતર કરેલ બીજમાં અંકુરણ મોડુ અને ખૂબજ ઘીમુ થાય છે. તે જ રીતે જો મોડુ વાવેતર કરવામાં આવેતો પાક થુલી અવસ્થામાં હોય ત્‍યારે જો વઘુ ગરમી પડેતો દાણા ઓછા બેસે છે. તેમજ પાક તૈયાર થાય ત્‍યારે ચોમાસુ શરુ થઇ જવાની શક્યતા ને લીધે પાક ૫લળવાની શકયતા રહે છે.
• ઉનાળુ બાજરીનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ સુઘી કરવું હિતાવહ છે. ત્‍યારબાદ વાવેતર કરવામાં આવે તો ઉત્‍પાદન ઘટે છે.
પુર્વ-શિયાળુ :
• પુર્વ-શિયાળુ બાજરીનું વાવેતર ૧૫ સ્‍૫ટેમ્‍બર થી ૧૦ ઓકટોબર સુઘીમાં કરવું હિતાવહ છે. મોડુ વાવેતર કરવાથી દાણા બેસવાના સમયે તા૫માન નીચુ જવાથી ડૂંડામાં દાણા ઓછા બેસે છે. જે ને કારણે ઉત્‍પાદન ૫ર માઠી અસર ૫ડે છે.

બીજનો દર અને વાવેતર
• હેકટરે બિયારણ નો દર ૪ કિ.ગ્રા. (ક્ષારીય, ક્ષારીય ભાસ્મીક અને ભાસ્મીક જમીન માટે ૬ કિ.ગ્રા./હેરટર) પ્રમાણે રાખી દંતાળથી બે હાર વચ્ચે ૪પ અથવા ૬૦ સે.મી. અંતર રહે અને બીજ જમીનમાં ૪ સેં.મી.થી વધારે ઉંડે ન જાય તે રીતે વાવેતર કરવું.

ખાતર વ્યવસ્થા
• દેશી ખાતર – હેકટરે ૧૦ ટન દેશી ખાતર પ્રાથમીક ખેડ પહેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો.
• જૈવિક ખાતર – હાઈબ્રીડ બાજરીના પાકમાં ચાર કિ.ગ્રા. બીજમાં ર૦૦ ગ્રામ એઝોટોબેકટર અથવા એઝોસ્પાઈરીલમ કલ્ચર વડે બીજ માવજત આપવામાં આવે તો નાઈટ્રોઝોનયુકત રાસાયણીક ખાતરનો અડધો જથ્થો (૪૦ કિ.ગ્રા./ હે.) બચાવી શકાય છે.


પારવણી અને ફેર રોપણી
• પાક જયારે ૧પ થી ર૦ દિવસનો થાય ત્યારે બે છોડ વચ્ચેનું અંતર ૧૦ થી ૧ર સે.મી. નું રહે તે પ્રમાણે વધારાના નબળા, રોગ અને જીવાત લાગેલ છોડને ખેંચી કાઢવા. • જે હારોમાં મોટા ગામા-ખાલા-હોય ત્યાં ભેજની યોગ્ય પરિસ્થિતિમાં પારવણી સાથો સાથ નીકળેલા તંદુરસ્ત છોડની ફેર રોપણી કરી છોડની પુરતી સંખ્યા જાળવવી.

નિંદામણ અને આંતર ખેડ
• પાક ૧પ દિવસનો થાય ત્યારે પારવણીની સાથો સાથ હાથ નિંદામણકરી, પાકને નિંદણ રહીત કરવો. પાક ઉગ્યા બાદ દશેક દિવસથી નિંધલમાં આવે ત્યાં 'સુધીમાં પાકમાં નિંદામણના નિયંત્રણ માટે અને જમીનની ભૈાતિક પરિસ્થિતિ સારી રહે તે માટે બે થી ત્રણ આંતર ખેડ કરવી. જરુર જણાય તો ફરી નિંદામણ કરવું.

પિયત
• ચોમાસુ બાજરીમાં સામાન્ય રીતે પિયતની ભલામણ કરવામાં આવતી નથી કારણકે બાજરી મુખ્યત્વે વરસાદ આધારીત પાક છે. વરસાદની ખેંચ જણાય તો એક પુરક પિયત આપવાની ભલામણ છે.

રોગ નિયંત્રણ
બાજરીના પાકનું વહેલું વાવેતર કરવાથી રોગોનો ઉપદ્રવ મહદઅંશે ઘટે છે.
• કુતુલ – પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. બીજને મુલ રક્ષક (૧) સાથે પટ આપવો.
• અંગારિયો (સ્મટ) – રોગના નિયંત્રણ માટે બીજને મુલ રક્ષક (૧) પટ આપી વાવેતર કરવું.
• ગુંદરીયો (અરગટ) – જો બિયારણમાં અરગટની પેશીઓ રહેલી હોય તો બીજને ર૦ ટકા મીઠાનાં દ્રાવણમાં બોળી, ચોખ્ખા પાણીથી ધોઈ,સુકવ્યા બાદ મુલ રક્ષક (૧) પટ આપી વાવેતર કરવુ.કિટક નિયંત્રણ
ઘૈણ
ચોમાસાની શરૂઆતમાં પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવાથી પુખ્ત કિટકો મોટા પ્રમાણમાં આકર્ષાય છે. જેને એકઠા કરી તેનો નાશ કરવો.
Visitor Hit Counter