amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

magfali vavetar Amrutkamal  એસ્ટરના વાવેતર અને રોગો વિશે માહિતી

rose-flower vavetar Amrutkamal એસ્ટર : વાવેતર વિશે માહિતી
 • આપણા દેશના જુદા જુદા પ્રદેશોની હવામાનની ખાસિયતો લીધે અનેક પ્રકારના છોડમાંથી વિવિધ જાતના વેચાણ માટેના જાતના કટ ફ્લાવર મળે છે. કટફ્લાવર માટે ઉપભોક્તાની પસંદગી દરેક દેશમાં ભિન્ન ભિન્ન હોય છે અને એક જ દેશના જુદા જુદા પ્રદેશમાં પણ પસંદગી અલગ અલગ હોય છે. અમેરિકન બજારમાં ઓર્કિટના કટ ફ્લાવર મોટા પાયા પર વેચાય છે જ્યારે ભારતીય બજારમાં ભાગ્યેજ ઓર્કિટના ફૂલ જોવા મળે છે તેવી જ રીતે દક્ષિણ ભારતના બજારમાં બાર્લરીયા અથવા ક્રોસન્દ્રાના કટ ફ્લાવરનો સારો વેપાર થાય છે પરંતુ ઉત્તર તથા પૂર્વ ભારતમાં આ ફૂલની કોઈ બજાર નથી. આજ રીતે ગુલાબ, રજનીગંધા, ગલગોટા, કાર્નશન, એસ્ટર અને ગ્લેડીયોલસ જેવા ફૂલો પણ કટફ્લાવર તરીકે ચાલે છે. આ પૈકી અસ્ટરના ફૂલોની ખેતી આપણે ત્યાં થોડી કાળજી રાખવાથી સફળતાપૂર્વક થપ શકે છે. એસ્ટરને ચાયના એસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. અઢારમી સદીની શરૂઆતમાં ચીનમાંથી ચાયના એસ્ટર દાખલ થયા. મૂળ છોડ ઘણી ડાળીઓ તથા એક ફૂલવાળો અને ૬૦ સે.મી. ઉંચાઈનો હતો. યુરોપમાં ચાયના એસ્ટર દાખલ થયા પછી છોડના દેખાવ, માપ તથા ફૂલોના રંગમાં પરિવર્તન આવ્યું. હવે ૧૫ સે.મી. થી ૧ મીટર ઉંચાઈવાળા, વિવિધતતાવાળા બટનના માપથી મોટા કદના અને સિંગલ તથા ફૂલો મોટા પીછા જેવા, બરછટ વાળ જેવા, અંદર વળેલી પાંદડીવાળા, તારા આકારની બેવડી પાંખડીના કમળ જેવા વગેરે વિવિધતા ધરાવતા ફૂલવાળા ચાયના એસ્ટર બગીચાનો કિંમતી છોડ છે. જુદી જુદી જાતનાં રંગ જેવા કે શુધ્ધ સફેદ, ઘણી ગુલાબી જાંયવાળા, આછો ભૂરો ઝાંખો જાંબુડીયો, ઘેરો ભૂરો તથા ચળકતો લાલ વગેરે વિવિધ ફૂલોના રંગ જોવા મળતા નથી પરંતુ શુધ્ધ પીળા રંગના ફૂલ એસ્ટરમાં જોવા મળે છે.

  ઉપયોગ
  કટફ્લાવર તરીકે ચાયના એસ્ટર ઉત્તમ છે. દેશના ઘણા ભાગમાં તેની ખેતી થાય છે. બેંગ્લોરની આસપાસ કટફ્લાવર વેચવા આખા વર્ષ દરમિયાન તેનું વાવેતર થાય છે. આખો છોડ ઉપાડીને કટફ્લાવર તરીકે વેચવામાં આવે છે. ક્યારામાં તથા કૂંડામાં તેને ઉગાડવામાં આવે છે. નાના કદના છોડને બારીમાં તથા બોક્સમાં અને મિશ્ર બૉર્ડર તરીકે શોભાના છોડ તરીકે પણ ઉછેરી શકાય છે.

  વર્ધન
  એસ્ટરનું વર્ધન સામાન્ય રીતે બીજથી થાય છે. કડાઈ કે તાવડા આકારના કૂંડામાં કે ટ્રેમાં અથવા ક્યારામાં બીજ ઉગાડવામાં આવે છે. જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં જૂન-જુલાઈમાં અને સામાન્ય રીતે ઓગષ્ટ થી ઓક્ટોબર માસ દરમ્યાન બીજ વાવવામાં આવે છે. ઉત્તર ભારતના સપાટ પ્રદેશમાં સારા ફૂલો મેળવવા માટે વહેલું વાવેતર થાય છે. જો મોડું વાવેતર કરવામાં આવે તો ઉનાળની સખત ગરમીથી ફૂલને નુકશાન થાય છે. બેંગ્લોર જેવા સમઘાત વાતાવરણમાં આખા વર્ષ દરમિયાન એસ્ટર ઉગાડાય છે પરંતુ, જૂન માસનું વાવેતર વધુ સારું છે. ઉંચાઈવાળા પ્રદેશમાં એપ્રિલ માસમાં વાવેતર કરવામાં આવે છે. બીજને વાવીને માટીના આછા પડથી ઢાંકવા જોઈએ અને પાણી આપવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને મધ્યમ સુકાયા બાદ જ પાણી આપવું જોઈએ.

  ફેરરોપણી
  બીજ ઉગાડીને ચાર પાંદડાના છોડ થયાં બાદ તેને ૭.૫ સે.મી. ના કૂંડામાં ફેરવીને પછી જ ક્યારામાં રોપવા. જો ક્યારામાં બીજ વાવેલ હોય તો પારવણી કરતા રહેવી. નાના કદની જાતોને બે લાઈન તથા બે છોડ વચ્ચે ૨૦ સે.મી. ના અંતરે જ્યારે મોટા કદના છોડને ૩૦ સે.મી. ના અંતરે રોપવા.

  ખેતીકાર્ય
  ઉપર જણાવેલ બધી જ જાતો સખત છે અને સહેલાઈથી ઉગાડી શકાય છે. ચાયના એસ્ટરને ફળદ્રુપ, છિદ્રાળુ અને પાણીના સારા નિતારવાળી જમીન માફક આવે છે. તડકાવાળા વાતાવરણમાં તે ખૂબ જ સારા થાય છે. વાવેતર બાદ ૩.૫ થી ૪ માસમાં ફૂલો આવે છે. મોડ ફૂલો આપતી જાતો જેવી કે જાયન્ટસ ઓફ કેલીફોર્નિયા ફૂલ આવવા માટે ૪ થી ૫ માસનો સમય લે છે.

  ખાતર
  ક્યારા તૈયાર કરતી વખતે પુરતા પ્રમાણમાં અમૃતકમલ એગ્રો પ્રા.લિ. ની પ્રોડક્ટ જટાયુ (ઓર્ગેનિક કાર્બન) એક વિઘામાં ૫ થી ૮ બેગો છાણીયા ખાતરમાં રૂપમાં આપવું. ફૂલની કળી દેખાયા બાદ તેમાં જીવામૃત દર ૧૫ દિવસે આપવાથી ફાયદો થાય છે.

  અન્ય કાળજી
   નીંદણ કાઢીને કરબડીથી ખેડ કરતા રહેવાથી જમીનનો ભેજ જળવાઈ રહે છે.
   લાંબા સમય સુધી કટફ્લાવર મેળવવા માટે ૭ થી ૧૦ દિવસના ગાળે વાવેતર કરતાં રહેવું. નવા ફૂલનો ફાલ ઝડપથી લેવા માટે કરમાઈ ગયેલ ફૂલને કાઢતા રહેવા જોઈએ.

  ફૂલોની કાપણી
  છોડ પર ફૂલ પુરેપુરુ ખીલે ત્યારે જ કાપવામાં આવે છે. સુશોભન માટે છૂટાં ફૂલ તરીકે દાંડી વગર ફૂલોને ચુંટવામાં આવે છે. ફૂલોની કાપણી વહેલી સવારે અથવા સાંજના સમયે કરવી. એક હેક્ટરમાંથી ૮ થી ૧૦ ટન છૂટા ફૂલોની દાંડી સાથે કટફ્લાવર તરીકે પણ કાપી શકાય. આવા દાંડીવાળા ફૂલોની જૂડીઓ બનવી ખાસ પ્રકારના બોક્સમાં પેકિંગ કરીને બજારમાં મોકલવામાં આવે છે.

  જાતો
  એસ્ટર ઘણા પ્રકારના છે જેનું વર્ગીકરણ ફૂલની રચનાના આધારે કરેલ છે.

  ૧. ક્રિસેન્થીમમ ફ્લાવર્ડ (ઉંચા અને નીચા બંને) : તેના ફૂલો ક્રિસેન્થીમમા જેવા દેખાય છે.
  ૨. મેમોથ પોની ફ્લાવર્ડ : છોડની ઉંચાઈમાં ૬૦ થી ૭૫ સે.મી. ની વિવિધતા જોવા મળે છે. બેહદ મોટા ૧૦ થી ૧૨ સે.મી. ત્રિજ્યાવાળા, અંદર વળતી પાંદડીવાળા, મોહક પોની જેવા ફૂલો હોય છે. વધારે ડાળીઓ વગરના અને ૩૫ થી ૫૦ સે.મી. લાંબા પુષ્પદંડ હોય છે.
  ૩. જાયન્ટ કેલિફોર્નિયા એસ્ટર : સુંદર મોટા ૭૦ સે.મી. લાંબા પુષ્પદંડવાળા હોય છે. કેટલીક જાતો જેવી કે લોસ એન્જલસ અને એલમાન્ટ ૧૫ સે.મી. વ્યાસના ફૂલ આપે છે.
  ૪. કોમેટ : ડબલ, પીછા જેવી લાંબી ફૂલ પાંદડી અંદરની બાજુ વળેલ ફૂલ આપે છે. ઉંચા અને નીચા કદના છોડની જાતો મળે છે. ક્રેગો અને ઓસ્ટ્રીસ ફિધર આ ગૃપમાં આવે છે.
  ૫. વિક્ટોરીયા : આ જાત નાનાથી મધ્યમ કદવાળી છે. આખો છોડ ફૂલ આપે છે.
  ૬. પોમ્પોન : છોડ આશરે ૩૫ સે.મી. ઉંચા અને ગોળ પોમ્પોન આકારના ફૂલ આપે છે.
  ૭. બ્રાન્ચિંગ એસ્ટર :
  આ શંકુ આકારના અને ઘણી શાખાવાળા છોડ છે. અમેરિકન બ્યુટી, ક્વિન ઓફ ધી માર્કટ અને ઈન્વીસીબલ આ વર્ગમાં આવે છે. બીજા સોય જેવા આકારના ફૂલપાંદડી અને ૨૫ સે.મી. ઉંચાઈના છોડવાળા એસ્ટર યુનીકમ તરીકે ઓળખાય છે.

  ભારતમાં તૈયાર થયેલ જાતો
  પૂર્ણીમાં, કામીની, પુના ગણેશ પીંક, વ્હાઈટ, વાયોલેટ, ચઉં વગેરે.


call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message